Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાનો રાસ + ટો (૧૩/૭)]
૩૮૧
એવો હું તો ફક્ત તેને ચલાવું છું. હું તો દેહભિન્ન અમૂર્ત છું. તેથી હું તો નથી જ ચાલતો.' એ જ રીતે ‘આ દેહ ભોજન કરે છે. હું તો ફક્ત તેને જમાડું છું. પરંતુ હું જમતો નથી. કારણ કે હું તો અણાહારી જ છું. સદાનો ઉપવાસી એવો હું ભૂખ્યા શરીરને જમાડું છું.' આમ હલન-ચલન -ભોજન વગેરે ક્રિયાના મુખ્ય કર્તૃત્વની પરિણતિને આપણામાંથી કાઢવી અને શરીરમાં મુખ્યકર્તૃત્વની (= પ્રયોજ્યકર્તૃત્વની) પરિણતિને વિવેકદૃષ્ટિપૂર્વક હંમેશા સર્વત્ર જોવી.
♦ સાક્ષીભાવને અપનાવીએ
(૨) ભેદજ્ઞાન જ્યારે પરિપક્વ બની જાય તેવી દશામાં હજુ સૂક્ષ્મ બુદ્ધિથી એમ વિચારવું કે ‘કર્માધીન બનેલી મારી ચેતના શરીરને ચલાવવું, જમાડવું વગેરે ક્રિયાઓમાં જોડે છે. તે ક્રિયાઓમાં શરીરને કર્યોદય બળાત્કારથી = પરાણે પ્રેરે છે. પરંતુ હું તેમાં પ્રેરકબળ નથી, પ્રે૨ક કર્તા નથી, પ્રયોજકકર્તા નથી.' આ મુજબ નિર્વેદગર્ભિત ભાવનાથી દેહ પાસે ક્રિયા કરાવવાની પોતાની પરિણતિને છોડવી. તથા દેહમાં ક્રિયાનો કર્તૃત્વપરિણામ અને કર્મમાં ક્રિયાકારકત્વપરિણામ (= શરીર પાસે ક્રિયા કરાવવાનો પરિણામ) છે - તેમ સમજવું. ‘દરેક દ્રવ્યો પોત-પોતાના પરિણામના જ કર્તા છે' આ પ્રમાણે જગતનું અ સ્વરૂપ જોતા એવા સાધકને હલન-ચલન-ભોજનાદિ પરપરિણામનું માત્ર સાક્ષિત્વ જ બાકી રહે છે. યા અર્થાત્ તે માત્ર સાક્ષી જ છે, કર્તા નથી. તેથી તો જ્ઞાનસારમાં મહોપાધ્યાયજીએ કહેલ છે કે જે સહજાનંદમાં મગ્ન અને જગતનું તત્ત્વ જુએ છે તેવા યોગીને પરપરિણામોનું કર્તૃત્વ નથી. માત્ર સાક્ષીપણું બાકી રહે છે.’ ‘મેં આ પ૨પરિણામ કર્યો કે કરાવ્યો' - તેવો અહંકાર તે યોગીને સ્પર્શતો નથી. / કર્મસહકૃત દેહક્રિયામાં હરખ-શોકને છોડીએ /
એ
(૩) જ્યારે કર્તૃત્વ-ભોક્તત્વપરિણતિ ન હોય, માત્ર સાક્ષીભાવની ભૂમિકા પ્રગટે ત્યારે આત્માર્થી સાધક સંવેગગર્ભિત ભાવનાથી એમ સમજે છે કે મારી ચેતનાની ચોરી કરીને તેના ટેકાથી શરીર પોતે જ, જાતે જ ચાલવાની-જમવાની વગેરે ક્રિયાઓ કરે છે. તેમાં કર્મ, કાળ, નિયતિ, સ્વભાવ વગેરે હો પરિબળો શરીરને સહાય કરે છે. કર્માદિસહષ્કૃત દેહક્રિયામાં મારે શું હરખ કે શોક કરવાનો? હું તો તેમાં અસંગ ભાવથી માત્ર સાક્ષી જ છું. દેહક્રિયાનો નિર્લેપ સાક્ષીમાત્ર છું' - આ રીતે દેહક્રિયાની અનુમોદનાની પરિણતિને પણ છોડવી. તથા ચલન-ભોજનાદિ ક્રિયાનો કર્તૃત્વપરિણામ = મુખ્યકર્તૃત્વપરિણામ શરીરમાં છે અને સહાયક પરિબળ સ્વરૂપે તે ક્રિયાને કરાવવાની પરિણતિ કર્મ-કાળ વગેરેમાં છે – આમ સમજવું. દેહક્રિયાની જેમ વચનક્રિયામાં અને મનની ક્રિયામાં સમજી લેવું.
છે.
-
દેહક્રિયામાં કરણ-કરાવણ-અનુમોદન તજીએ
=
:- અહીં (૧) માં શરીર મુખ્યકર્તા (= પ્રયોજયકર્તા) છે તથા આત્મા કારક = કરાવનાર પ્રયોજકકર્તા છે, કરનાર નહિ. (૨) માં આત્મા કરનાર નથી કે કરાવનાર નથી. શરીર કરનાર છે. કર્મ કરાવનાર છે. આત્મા ફક્ત અનુમોદક છે. (૩) માં આત્મા નથી કરનાર, નથી કરાવનાર કે નથી અનુમોદના કરનાર. શરીર સ્વયં કરનાર છે. કર્માદિ કરાવનાર નથી. પણ સહાયક-અનુમોદક -શુભેચ્છકના સ્થાનમાં છે. આટલો તફાવત અહીં ત્રણેય વિકલ્પમાં ગંભીરતાથી સમજવો.
× પૌદ્ગલિક ભાવોનો ત્રિવિધ સંબંધ છોડીએ
આ રીતે વારંવાર ઉપરોક્ત ભાવોનું પરિશીલન-અનુશાસન-પુનરાવર્તન-દૃઢીકરણ કરવાથી પૌદ્ગલિક ભાવોને વિશે કરણ-કરાવણ-અનુમોદન પરિણતિનો પૂરેપૂરો ત્યાગ થાય છે. તેના લીધે ખૂબ નિકટના