Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૮૬
[અધ્યાત્મ અનુયોગ સહિત
જ રવપરિણામની કર્કશતા ત્યાજ્ય જ કાણાને પણ કાણો કહેવાની કે ચોરને પણ ચોર કહેવાની દશવૈકાલિકશાસ્ત્રકાર ના પાડે છે. કારણ કે તેવું બોલવામાં આપણા પરિણામ કઠોર થાય છે તથા બીજાને દુઃખ થાય છે. જો ઉપર મુજબ શાસ્ત્રકાર જણાવતા હોય તો પછી જે માણસ વાસ્તવમાં અંધ ન હોય તેનામાં અંધ તરીકેનો આરોપ કરીને પોતાના પરિણામને કઠોર બનાવવાની ભૂલ કોઈ પણ આત્માર્થી જીવ કઈ રીતે કરી શકે ? તેવું તેને કઈ રીતે પસંદ હોય? તેથી કોઈ પણ વિશેષ પ્રકારના નિમિત્તનું અવલંબન કરીને વિશેષ પ્રકારનું પ્રયોજન ઉપસ્થિત થતાં ઔપચારિક ભાષાનો પ્રયોગ કરતી વખતે ઉપરોક્ત સાવધાની પ્રત્યેક આત્માર્થી જીવે
ખાસ કેળવવા જેવી છે. આડેધડ ઉપચાર કરવામાં આવે તો વિભાવદશા જ વધે. વિભાવદશાવર્ધક એ બને તેવું અસભૂતવ્યવહારનયગોચર જ્ઞાન એ તો બુદ્ધિના અંધાપા સ્વરૂપે જ માન્ય છે. આ અંગે
જ્ઞાનસારની વાત વાગોળવા જેવી છે. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “આત્મસ્વભાવની જેનાથી
પ્રાપ્તિ થાય તેવા સંસ્કારનું (= તેવી પરિણતિનું) કારણ બને તેવું જ્ઞાન માન્ય છે. એ સિવાયનું બીજું ( જ્ઞાન તો મતિનો અંધાપો જ છે.”
..તો મિથ્યાત્વ-કષાય-વિષય ટળે છે. તેમજ વિશેષ પ્રકારનું પ્રયોજન ઉપસ્થિત થતાં, ચેતનદ્રવ્યના વિલક્ષણ સંયોગના લીધે, શરીરાદિમાં 4 ચેતનત્વનો આરોપ-ઉપચાર-વ્યવહાર કરવો પડે ત્યારે પણ “શરીર પરમાર્થથી અચેતન છે' - આ વાત 5 ભૂલાવી ના જોઈએ. બાકી મિથ્યાત્વને દઢ થતાં વાર ન લાગે. ખરેખર પોતાની જાતને વિસરીને પરને વી જાણવાની ઈચ્છા મિથ્યાત્વને વધારે છે. પરને કરવાની ઈચ્છા કષાયનું જ પોષણ કરે છે. પરને માણવાની A અભિલાષા (= ભોગવવાની રુચિ) વિષયતૃષ્ણાને પેદા કરે છે. આ ત્રણેયના બળથી તો સંસાર વધે
છે. તથા આ ત્રણેયને જીતવાથી મોક્ષમાર્ગમાં ગતિ-પ્રગતિ થાય છે. તેથી કર્મથી મુક્ત થવાની ઈચ્છાવાળા જીવે પરતત્ત્વને જાણવાની, કરવાની, ભોગવવાની ઈચ્છા સંબંધી પોતાની ચિત્તવૃત્તિના પ્રવાહને વિશ્રાંતિ આપવી જોઈએ, વિદાય આપવી જોઈએ. આ રીતે પરને જાણવાની ઉત્કંઠા રવાના થવાથી બહિર્મુખતાની પરિણતિ ટળે તથા તેના લીધે મિથ્યાત્વનો ઉચ્છેદ થાય. પરને કરવાની ઈચ્છા જવાથી કર્તુત્વપરિણામ વિદાય લે અને તેથી કષાય ટળે. તેમજ પરને ભોગવવાની અભિલાષા નિવૃત્ત થવાના લીધે ભોક્નત્વપરિણતિનો વિલય થાય છે અને તેનાથી વિષયતૃષ્ણાનો ઉચ્છેદ થાય છે. તેના બળથી સિદ્ધસુખ સુલભ બને. ઉત્તરાધ્યયનસૂત્રમાં સિદ્ધાત્માનું સુખ જણાવતા કહે છે કે “અરૂપી, નક્કરઆત્મપ્રદેશવાળા, જ્ઞાન -દર્શનઉપયોગવાળા સિદ્ધાત્માઓ એવા અતુલ સુખને પામેલા છે કે જેની ઉપમા નથી.” (૧૩)
એ