Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૮૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત આ પરમ નિર્વિકારિતા, નિષ્કષાયતા, નિઃસંગતા, નિર્મલતા, નિરાલંબનતા, નિરુપમતા (= ઉપમાઅતીતતા), , નિબંધદશા વગેરે આત્મગુણોથી ગર્ભિત એવી પ્રભુસ્તવના તે તે ગુણોની પ્રાપ્તિના આશયથી કરવી જોઈએ. આ કારણ કે બેય નય અલગ-અલગ ભૂમિકાને યોગ્ય એવા તત્ત્વને પ્રકાશે છે. તેથી જ નમસ્કારમાહાભ્યમાં 01 શ્રીસિદ્ધસેનસૂરિજીએ જણાવેલ છે કે “સૂર્ય અને ચંદ્ર જેમ દિવસ-રાત પ્રકાશ પાથરવા જાગતા છે, તેમ
નિશ્ચય અને વ્યવહાર બન્ને નય આ લોકમાં અને પરલોકમાં પ્રકાશ પાથરવા સદા જાગતા રહે છે.” નિરંતર એ અહોભાવપૂર્વક આ રીતે પ્રભુના વિશિષ્ટ અને વિશુદ્ધ ગુણોની તાત્ત્વિક રુચિ કેળવી, તેની પ્રાપ્તિના સંકલ્પને છે દઢ બનાવી, તથાવિધ ગુણપ્રાપ્તિની સાધનાને જ્વલંત બનાવી સર્વગુણસિદ્ધિના શિખરે વહેલી તકે આરૂઢ જ થવું જોઈએ. સર્વસગુણસિદ્ધિના શિખરે આરૂઢ થયેલ સાધક ત્યાર બાદ મહાનિશીથમાં જણાવેલ અનંત
અને ઉત્તમ એવા સુખવાળા મોક્ષને મેળવે છે. આ બાબત ખ્યાલમાં રાખવી. (૧૩૮)