Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૮૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત ૫ છું, સહજ સમાધિમય છું, પરમ નિષ્કષાય છે, પરમ નિર્વિકાર છું, અમૂર્ત છું, અનંત આનંદનું વેદન * કરનાર છું, સ્વયંપ્રકાશમય છું, અતીન્દ્રિય છું, દેહશૂન્ય છું, અપૌદ્ગલિક છું અને શુદ્ધ ચૈતન્યનો અખંડ Aી પિંડ છું.” આવી ભાવના વારંવાર શાંત ચિત્તે કરવાથી દેહાદિથી શુદ્ધ આત્મા છૂટો પડતો જાય તથા તેમ તેના પ્રભાવે આરાધનાપતાકામાં તથા સંવેગરંગશાળામાં દર્શાવેલ પરમસુખી એવું સિદ્ધસ્વરૂપ ખરેખર આ અત્યંત ઝડપથી ખૂબ જ નજીક આવે છે. (૧) જે કારણે તે સિદ્ધ ભગવાનને તમામ પીડાનો અભાવ આ છે, (૨) આખાય જગતને તે જાણે છે તથા (૩) સુક્ય બિલકુલ નથી. તે કારણે સિદ્ધાત્મા પરમસુખી
તરીકે સુપ્રસિદ્ધ છે' - આ મુજબ ત્યાં જણાવેલ છે. (૧૩/૧૦)