Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૪૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત આ ભાવકર્મ સંપૂર્ણપણે ઉચ્છેદ પામે તો પ્રજ્ઞાપનાસૂત્ર, તીર્થોદ્ગાલિ પ્રકીર્ણક (પયગ્રા), દેવેન્દ્રસ્તવપ્રકીર્ણક,
આત્મપ્રબોધ, આવશ્યકનિયુક્તિ, પુષ્પમાલા ગ્રંથમાં(શબ્દલેશભેદથી) બતાવેલ તથા કુમારપાલપ્રબોધદયા પ્રબંધમાં ઉદ્ધત કરેલ ગાથામાં જણાવેલ મોક્ષસુખ જરા પણ દુર્લભ નથી. ત્યાં આ અંગે જણાવેલ છે
કે “સર્વ કાળનું ભેગું કરેલું દેવતાઓના સમૂહનું સંપૂર્ણ સુખ જો અનંતા વર્ગ-વર્ગ કરવા દ્વારા આ અનંતગુણઅધિક કરવામાં આવે તો પણ તે સુખ કદાપિ મોક્ષના સુખની તુલના કરી શકતું નથી.”
:- ૩ નો વર્ગ = ૩ = ૯ તથા ૯ નો વર્ગ = ૯ = ૮૧ થાય. (૩) = ૮૧. " તેથી ૩ નો વર્ગ-વર્ગ = ૮૧ થાય. આ રીતે સૈકાલિક તમામ દિવ્યસુખનો વર્ગ-વર્ગ કરવાથી જે પરિણામ { આવે તેનાથી અનંતગુણ અધિક સુખ પણ મુક્તિસુખની તુલનાને કરી શકતું નથી. (૧૨/૭)