Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૩/૩)]
ભેદકલ્પનારહિતથી રે, ધારો એક સ્વભાવ;
અન્વયદ્રવ્યાર્થિકનયઇ રે, અનેક દ્રવ્ય સ્વભાવ॰ રે ।।૧૩/૩૫ (૨૧૧) ચતુર. (ભેદકલ્પનારહિતથી=) ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયઈં (દ્રવ્ય) એકસ્વભાવ જાણો (=ધારો) ૫. અન્વયદ્રવ્યાર્થિકનયઈ (દ્રવ્ય) અનેકસ્વભાવ કહીએ* ૬.
रा
વ્હાલાન્વયે સત્તાપ્રાદો વૈશાન્વયે વાન્વયપ્રાદો નયઃ પ્રવર્તતે ॥૧૩/૩
સ
परामर्श:
भेदकल्पनया शून्ये धारयैकस्वभावताम् ।
नैको वस्तुस्वभावस्त्वन्वयद्रव्यार्थिके नये । । १३/३।।
૩૭૩
* એક-અનેકસ્વભાવગ્રાહક નયની વિચારણા
:- ભેદકલ્પનારહિત નયના મતે વસ્તુમાં એકસ્વભાવને ધારો. અન્વયદ્રવ્યાર્થિક નયના મતે તો વસ્તુમાં અનેકસ્વભાવ જાણવો. (૧૩/૩)
* દ્રવ્યાર્થિકનયની વિચારણા નિર્વિકલ્પદશાને પ્રગટાવે
-
માટીનો શ્યામ-રક્ત વગેરે ગુણો દ્વારા અનુભવ થાય ત્યારે માટીમાં અનેકસ્વભાવ જણાય છે. તથા મૃત્કિંડ, સ્થાસ, કોશ, કુશૂલ, શિવક, કપાલ, ઘટ વગેરે પર્યાયો દ્વારા માટીનો અ અનુભવ થાય ત્યારે પણ અન્વયદ્રવ્યાર્થિકની દૃષ્ટિએ માટીમાં અનેકસ્વભાવ જણાય છે. અન્વયદ્રવ્યાર્થિકનયની ધ્યા દૃષ્ટિએ આ અનેકસ્વભાવ સત્યસ્વરૂપે જણાય છે. તેમ છતાં ઉપરોક્ત સર્વ ગુણ-પર્યાયોમાં વણાયેલ અસ્ખલિત (= અખંડ) એવા માટીના એકસ્વભાવની નજીક જઈને અનુભવ કરવામાં આવે તો ભેદકલ્પનાનિરપેક્ષ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ માટીનો અનેકસ્વભાવ મિથ્યા જ જણાય છે. તે જ રીતે મતિ વગેરે જ્ઞાન, ક્ષાયોપશમિક વગેરે દર્શન, સામાયિકાદિ ચારિત્ર વગેરે ગુણસ્વરૂપે તથા મનુષ્ય, દેવ વગેરે અ પર્યાયસ્વરૂપે અનુભવવામાં આવે તો આત્માનો અનેકસ્વભાવ જણાય છે. અન્વયદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ
તે સત્યરૂપે જણાય છે. તો પણ સર્વ ગુણ-પર્યાયોમાં વણાયેલા અસ્ખલિત (= અખંડ) એવા આત્મદ્રવ્યના ! એકસ્વભાવની નજીક જઈને અનુભવ કરવામાં આવે તો આત્માનો અનેકસ્વભાવ મિથ્યા જ છે - તેવો યો નિશ્ચય ભેદનિરપેક્ષદ્રવ્યાર્થિકનયથી થાય છે. તેથી ધ્યાનને સાધવામાં મુખ્ય કારણ બનનારી વિશુદ્ધ ચિત્તની એકાગ્રતાને મેળવવા માટે આત્માર્થી સાધકોએ પોતાની ભૂમિકાને ઉચિત બને તે રીતે ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિને = રુચિને = શ્રદ્ધાને સ્વીકારવી જોઈએ. આમ સર્વત્ર, સર્વદા, સર્વ પ્રકારે આત્મનિષ્ઠ એકસ્વભાવને ગ્રહણ કરાવનાર ભેદકલ્પનાનિરપેક્ષ દ્રવ્યાર્થિકનય દૃઢ થાય તો જીવની સંકલ્પ -વિકલ્પદશા ટળે. તથા અન્વયદ્રવ્યાર્થિકની ભાવના સ્થિર થાય તો ‘જુદા-જુદા પ્રકારના પોતાના ગુણ -પર્યાયમાં સ્વાત્મદ્રવ્ય તો એક જ છે’ - તેવું ભાન દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યામાં બતાવ્યા મુજબ
પુસ્તકોમાં ‘સ્વભાવો' પાઠ. કો.(૧૦)સિ.નો પાઠ લીધો છે.
* ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+આ.(૧)માં છે.