Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૬૫
દ્રવ્ય-ગુણ-પધાર્યનો રાસ + ટબો (૧૨/૧૪)]. નિરુપાધિક નિજ આત્મસ્વભાવરૂપે ધર્મને પોતાના શરણ-આધાર-માલિક તરીકે સ્વીકારવા.
(૨) ત્યાર બાદ જાણે-અજાણે, ટાણે-કટાણે પોતાના દ્વારા કોઈ પણ તારકતત્ત્વની આશાતના થઈ હોય કે હિંસા-જૂઠ વગેરે અઢાર પાપસ્થાનક વગેરેનું સેવન થયું હોય – આ તમામ દુષ્કૃતની નિંદા-ગહ કરવી. આ દુષ્કૃતગર્તા ગતાનુગતિકપણે ન હોવી જોઈએ. માત્ર બદનામી, દુઃખ, દુર્ગતિ વગેરેના ભયથી પણ પ્રેરાઈને આ દુષ્કતગહ કરવાની નથી. પરંતુ વિનમ્રતા, વૈરાગ્ય, વિમલબુદ્ધિ, હૃદયની આદ્રતા વગેરેથી પ્રેરાઈને તાત્ત્વિકપણે થવી જોઈએ. પોતાની ચિત્તવૃત્તિને પોતે બહારમાં મોકલી, મલિન કરી તેની આંતર વ્યથા-પીડા -રંજ-પંખ એ જ દુષ્કતગહનું સાચું સ્વરૂપ છે. “ફરીથી આ દુષ્કૃતનું સેવન નથી જ કરવું - આવા પ્રકારની પ્રતિજ્ઞાનું બળ પણ તે દુષ્કૃતગર્તામાં ભળેલું હોવું જોઈએ. તો જ તે સાનુબંધ દુષ્કૃતગર્તા બને.
(૩) તેમજ “હું મૂઢ અને પાપી છું. અનાદિ કાળના મોહના કુસંસ્કારોથી ખીચોખીચ ભરેલો છું, તેનાથી વાસિત થયેલો છું. “પરમાર્થથી મારા માટે શું હિતકારી છે અને શું અહિતકારી છે?' - આની પણ મને આજ સુધી તાત્ત્વિક ઓળખ થઈ નથી. હું કેવો મૂર્ખ શિરોમણિ છું!” – આ પ્રમાણે પંચસૂત્રમાં આ દર્શાવેલી પદ્ધતિ મુજબ દિલથી સ્વગહ-આત્મનિંદા કરવી. આ ત્રણેય પરિબળોના માધ્યમે કર્તુત્વ છે -ભોક્નત્વપરિણતિને શિથિલ કરવી.
(૪) ત્યાર પછી પોતાના ચિત્તની વૃત્તિના પ્રવાહને સ્વસમ્મુખ કરવો, સ્વરૂપગ્રાહી બનાવવો. (ન.
(૫) ત્યાર બાદ “શુદ્ધ આત્મદ્રવ્ય એ જ હું છું. શુદ્ધ જ્ઞાન એ જ મારો ગુણ છે. શુદ્ધાત્મદ્રવ્ય સિવાય હું બીજું કાંઈ પણ તત્ત્વ નથી. શુદ્ધ જ્ઞાન સિવાયના બીજા કોઈ પણ ભાવો મારા નથી' – આ મુજબ જ્ઞાનસાર એ પ્રકરણમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જે શુભભાવ જણાવેલ છે, તેનું શાંત ચિત્તે ધ્યાન ધરવું તે જોઈએ. એ શુભ ભાવ “શુદ્ધ વિકલ્પ તરીકે માન્ય છે. વારંવાર તેનું ધ્યાન ધરવાથી કાલાંતરે નિર્વિકલ્પ છે સમાધિ ઉત્પન્ન થાય છે. તેથી જ તો ધર્મપરીક્ષા ગ્રંથમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જ જણાવેલ યો છે કે “પુદ્ગલભાવો જુદા છે. તથા જ્ઞાનમાત્રસ્વરૂપ એવો હું જુદો છું. હું એક છું, જ્ઞાનમાત્ર સ્વરૂપ છે - આ ભાવ “શુદ્ધવિકલ્પ છે. તે નિર્વિકલ્પસમાધિને ઉત્પન્ન કરનાર છે.” તેથી હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું - આ ભાવને દઢ રીતે શાંત-સ્વસ્થ ચિત્તે વારંવાર અંદરમાં ઘૂંટવાથી નિર્વિકલ્પ સમાધિમય અપરોક્ષ સ્વાનુભૂતિનો પ્રવાહ પ્રગટે છે. આ પ્રવાહનું સંવર્ધન કરવું. તો તેનાથી જ કાલાન્તરે શુદ્ધભાવની પરાકાષ્ઠા પ્રાપ્ત થતાં ગુણસ્થાનકક્રમારોહ ગ્રંથમાં જણાવેલ સિદ્ધસુખ પ્રગટે છે. ત્યાં શ્રીરત્નશેખરસૂરિજીએ જણાવેલ છે કે “ચક્રવર્તી, ઈન્દ્ર વગેરે પદવીના ભોગવટાની સંપત્તિનું જે સુખ છે તેનાથી અનન્તગુણ અધિક ક્લેશશૂન્ય શાશ્વત સુખ સિદ્ધ ભગવંતોને સિદ્ધશિલામાં હોય છે.” (૧૨/૧૪)
% બારમી શાખા સમાસ :