Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૬૮
- ટૂંકસાર જ
: શાખા - ૧૩ : ૧૧ મી અને ૧૨ મી શાખામાં બતાવેલ સ્વભાવોની નયો દ્વારા જાણકારી અહીં અપાય છે.
સ્વદ્રવ્યાદિગ્રાહક નયથી દ્રવ્યનો અસ્તિસ્વભાવ છે. પરદ્રવ્યાદિગ્રાહક નયથી નાસ્તિસ્વભાવ છે. જીવે ગુણાત્મક અસ્તિસ્વભાવને પકડવો, દોષાત્મક નાસ્તિસ્વભાવને છોડવો.(૧૩/૧)
પર્યાયાર્થિકનય અનિત્યસ્વભાવને પકડે છે. તથા દ્રવ્યાસ્તિકનય નિત્યસ્વભાવને પકડે છે. પુણ્યોદયમાં અનિત્યસ્વભાવને યાદ કરી નમ્ર બનવું. પાપોદયમાં જીવલેણ રોગાદિથી મૃત્યુની સંભાવના હોય ત્યારે આત્માના નિત્યસ્વભાવને પકડી નિર્ભયતા કેળવવી.(૧૩/૨)
ભેદકલ્પનાનિરપેક્ષ નય એકસ્વભાવને તથા અન્વયેદ્રવ્યાર્થિક નય અનેકસ્વભાવને સ્વીકારે છે. આ બન્ને નયના સહકારથી નિર્વિકલ્પદશા ઝડપથી પ્રગટે. (૧૩/૩)
ગુણ-ગુણીમાં સભૂતવ્યવહાર નયથી ભેદસ્વભાવ છે તથા ભેદકલ્પનાનિરપેક્ષ નયથી અભેદસ્વભાવ છે. તે જાણી પોતાના પ્રગટ ગુણોને ટકાવવા તથા બીજાના ગુણમય આત્માને નિહાળવો. (૧૩/૪)
પરમભાવગ્રાહક નય ભવ્યસ્વભાવને અને અભવ્યસ્વભાવને જણાવે છે. શુદ્ધાશુદ્ધ પરમભાવગ્રાહક નય આત્મામાં ચૈતન્યસ્વભાવ માને છે. (૧૩/૫)
કર્મ-નોકર્મમાં અભૂતવ્યવહારથી ચેતનસ્વભાવ તથા પરમભાવગ્રાહક નયથી અચેતનસ્વભાવ છે. તે જાણીને બીજાને કાયિક દુઃખ ન દેવું તથા સ્વયં કાયકષ્ટને પ્રેમથી સહી લેવા. (૧૩/૬)
અસભૂતવ્યવહારથી જીવમાં અચેતનસ્વભાવ છે. પરમભાવગ્રાહક નયથી કર્મમાં અને નોકર્મમાં મૂર્તસ્વભાવ છે. (૧૩/૭)
અસભૂતવ્યવહારથી જીવમાં મૂર્તસ્વભાવ છે. મતલબ કે આપણો રૂપાળો કે કાળો ચહેરો આપણો પારમાર્થિક સ્વભાવ નથી. પરમભાવગ્રાહક નયના મતે પુગલભિન્ન દ્રવ્ય અમૂર્ત જ છે. (૧૩૮)
પુદ્ગલમાં ઉપચારથી પણ અમૂર્તતા નથી. તથાવ્યવહારયોગ્ય સ્વભાવનો જ ઉપચાર થાય. (૧૩)
દૂધ અને પાણીની જેમ અત્યંત સંકળાયેલ પદાર્થો સ્વતંત્ર રૂપે ન બોલવા' - એવું સમ્મતિતર્ક જણાવે છે. તેથી દેહધારી જીવને મારપીટ ન કરતાં તેના પ્રત્યે કોમળતા કેળવવી. (૧૩/૧૦)
પ્રગટ મૂર્તતા અમૂર્તતાનો વિરોધ કરે છે. તેથી પરમાર્થતઃ અમૂર્ત એવા આત્માએ સ્વવિરોધી મૂર્તતાથી છૂટવા ગંભીરતાથી સક્રિય બનવું. (૧૩/૧૧)
અસભૂતવ્યવહારનયથી પરોક્ષ પરમાણુમાં અમૂર્ત સ્વભાવ માનવો. (૧૩/૧૨)
કાલાણમાં અને પુદ્ગલમાં એકપ્રદેશસ્વભાવ છે. તે સિવાય ચાર દ્રવ્યોમાં એકપ્રદેશસ્વભાવને ભેદકલ્પનાનિરપેક્ષ એવા દ્રવ્યાર્થિકનયથી જાણવો. (૧૩/૧૩)
ભેદસાપેક્ષનયથી અણુ સિવાય સર્વ દ્રવ્યમાં અનેક પ્રદેશ સ્વભાવ છે. પુદ્ગલ પરમાણમાં અનેકપ્રદેશસ્વભાવ આરોપથી છે. કાલાણુમાં તે નથી. ૧૩/૧૪).
વસ્તુમાં શુદ્ધનયથી શુદ્ધસ્વભાવ છે તથા અશુદ્ધનયથી અશુદ્ધસ્વભાવ છે. (૧૩/૧૫) અસભૂતવ્યવહાર નયને જ ઉપચરિતસ્વભાવ માન્ય છે. (૧૩/૧૬)
અનુપચરિતસ્વભાવ ગુણ છે. ઉપચરિતસ્વભાવ પરમાર્થથી પર્યાયાત્મક છે. ઉપચરિતસ્વભાવ અનિત્ય છે. માટે આપણી પ્રશંસામાં ફૂલાવું નહિ. આપણી ટીકામાં ખળભળવું નહિ.(૧૩/૧૭)