________________
સમવય વડે સંપૂર્ણ વિકાસ
જ્યાં સુધી જીવનમાં સમન્વય દષ્ટિ આવતી નથી; વ્યક્તિને સંપૂર્ણ વિકાસ સધાતા નથી. એ તત્ત્વના અભાવે તે પોતાના જ વર્તુળ સુધી રહે છે; પણ તેની બહારની વિશાળ દુનિયાનાં દર્શન કરી શકતું નથી. એક પ્રકારે તેની દષ્ટિ સંકુચિત રહે છે. માણસના આત્મામાં સાચી ધાર્મિકતા પડેલી હોય છે પણ તેના ઉપર સાંપ્રદાયિક આવરણ આવી જતાં તે કેવળ એટલી જ હદે વિકસિત થાય છે. ત્યારે સમન્વય શક્તિ આવતાં તે સત્યને સત્ય રૂપે ગ્રહણ કરીને સંપૂર્ણ વિકાસને સાધી શકે છે, તેને સત્યને સાચાં સ્વરૂપમાં ગ્રહણ કરવામાં સાંપ્રદાયિક આવરણે બાધક બનતાં નથી.
શ્રી. કિશોરલાલ મશરૂવાળામાં પરંપરા હિંદુ ધર્મ પૈકી સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંસ્કાર હતા. તેમણે અનેક ધર્મગ્રંથ વાંચ્યા હતા; વિચાર્યું પણ ઘણું હતું, છતાં તેમને અંતઃકરણનું સમાધાન મળતું નહતું. હરિજન આશ્રમમાં રહેતા હતા. જૂના સંસ્કાર સાથે આંતઇદ ચાલતું હતું પણ ગાંધીજી પ્રત્યે તેમને અપાર શ્રદ્ધા હતી. ગાંધીજીએ તેમની સ્થિતિ જોઈ શ્રી. કેદારનાથજીને કહ્યું ! “કિશોરભાઈની સાથે આબુ જાઓ અને તેમનું સમાધાન ન થાય ત્યાં સુધી એમની સાથે જ રહે !”
કેદારનાથજી કબૂલ થયા અને કિશોરભાઈ સાથે આબુ ગયા. અહીં કિશોરભાઈને અંતરમાંથી સમાધાન મેળવવાનું હતું. તેમણે આશ્રમથી બે વર્ષ અલગ રહેવાની તૈયારી રાખી હતી. પણ પંદર દિવમાં તેમને તે તવ મળી ગયું. કેદારનાથજી સાથે વાત કરતાં કરતાં. આમ તત્વ તો
અંદર છે, તે સમન્વયની દૃષ્ટિ આવતા પ્રગટે છે. ગાંધીજીએ કિશોરભાઇને પૂછ્યું “કેમ બે વર્ષની તૈયારી કરીને ગયા હતા અને પખવાડિયામાં પાછા ફર્યા?”
કિશોરભાઈએ કહ્યું: “મને જોઈતું હતું તે મળી ગયું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com