________________
જેટલો તફાવત છે. છતાં સહુ પોતપોતાનું કાર્ય કરે છે. સ્ત્રી અને પુરૂષ બન્ને વિજાતીય પ્રાણીઓ છે પણ સમન્વય થતાં સંસારનું સર્જન થાય છે. જળ અને પાણી અને વિરોધી શક્તિઓ છે પણ સમન્વય થતાં, વરાળ, વિજળી વગેરે મહાશક્તિઓ જન્મે છે. આમ વિરોધીબળો અથડાતાં રહે એના કરતાં એમનો સમન્વય થાય તો તે મહાસર્જન બને છે. એવી જ રીતે ઉપલક દૃષ્ટિએ પરસ્પર વિરોધી લાગતાં ધર્મોને સમન્વય થાય તે જગતમાં માનવ માનવ વચ્ચે પરસ્પર જે શ્રદ્ધા અને વિશ્વાસ ઉત્પન્ન થશે તે એને શાંતિ આપશે તેમજ મહા માનવ અને પૂર્ણાત્મા બનવા માટે પ્રેરશે.
વિવાદે શેના છે?
આજે ધર્મના નામે જે વિવાદ છે તે ભૌગોલિક, ખગૌલિક કે દર્શનિક છે. મૃત્યુ પછી શું ? સૂર્યચંદ્ર કેટલા ? જબુદીપ કેટલું લાંબા પહેળો ? આવી બાબતે અંગે વિવાદે લઈને; જેની આજે અનિવાર્ય જરૂર નથી; માણસે ધર્મને નામે અશાંતિ મચાવી છે. ત્યારે ધર્મના મૂળમાં જતાં ત્યાં એવું જણાવવામાં નથી આવ્યું કે “પ્રભુના પ્યારાં, ઈશ્વરનાં બાળકો કે ખુદાનાં ફરજદે એક બીજા સાથે ઝઘડો કરે, અન્યાય કરે કે નાની નાની બાબતોમાં એક બીજાને મારી નાખે !”
ધર્મના નામે વાદવિવાદને મહત્વ આપનારાઓમાં અને પોષનારાં કે સ્વાર્થ સાધુઓ હોય છે અથવા ધર્મનું સાચું સ્વરૂપ ન સમજનારાં હોય છે. ધર્મ ઉપર રચેલાં દશમાં કઈ સાકારને તે કોઈ નિરાકારને મહત્વ આપે છે, કઈ દૈતને માને છે તે કોઈ અદ્વૈતને. તેઓ ગમે તે માને એનું મહત્વ નથી; પણ પિતે જે માને છે તે જ ખરૂં અને બાકી બધું ખોટું એમ કરાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે જ ઝાડા ઉત્પન્ન થાય છે. એક વાત સમજી લેવામાં આવે કે દરેક ધર્મનું અંતિમ ધ્યેય તો મોક્ષ કે અવ્વલ મંજિલે પહોંચવાનું છે તો પછી કોઈ વાદવિવાદ નહીં રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com