________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | ોક-૨૧
કરવાના ઉપાયરૂપ સંસારનું સ્વરૂપ - મોક્ષનું સ્વરૂપ અને મોક્ષપ્રાપ્તિના ઉપાયને બતાવનાર એકાંતે નિરવદ્ય એવા જિનવચનનું સ્વરૂપ જાણવા યત્ન કરવો જોઈએ. જેથી પોતાનામાં તેવું શ્રદ્ધાન પ્રગટ ન થયું હોય તો પ્રગટ થાય અને પ્રગટ થયેલું હોય તો સ્થિર થાય અને જિનવચનમાં સ્થિર શ્રદ્ધાનવાળા જીવો સમ્યગ્દષ્ટિ છે. આવા જીવો દ્વારા ગ્રહણ કરાયેલાં અણુવ્રતાદિ શ્રાવકનાં વ્રતો સફળ છે.
પૂર્વમાં કહ્યું કે અપર્યાપ્તાદિ અવસ્થામાં સમ્યત્વનું કાર્ય તત્ત્વાર્થ શ્રદ્ધાન નહિ હોવા છતાં મિથ્યાત્વના અપગમથી થયેલો શુભ આત્મપરિણામ વિશેષ સમ્યક્ત છે. તેમાં “નવતત્ત્વ'ની સાક્ષી આપે છે –.
તેનાથી એ ફલિત થાય કે જેઓ જીવાદિ નવ પદાર્થોને જિનવચનાનુસાર જાણે છે તેના કારણે તેઓને આશ્રવના નિરોધપૂર્વક સંવરમાં યત્ન કરવાનો અત્યંત અભિલાષ વર્તે છે તેવા જીવોમાં સમ્યક્ત છે અને નવતત્ત્વને નહિ જાણનારા પણ અપર્યાપ્તાદિ અવસ્થામાં રહેલા જીવો ભાવથી તેવી શ્રદ્ધાવાળા છે માટે તેઓમાં સમ્યક્ત છે; કેમ કે મિથ્યાત્વરૂપી મલ નહિ હોવાથી અપર્યાપ્તાદિ અવસ્થામાં રહેલો શુભ આત્મપરિણામ તત્ત્વના અભિમુખભાવવાળો છે. તેથી ચેતનાનો વિકાસ નહિ હોવાને કારણે વ્યક્તરૂપે જીવાદિ નવ પદાર્થોનો બોધ નહિ હોવા છતાં અંતરંગ રીતે તે પ્રકારની જ તેઓને સ્થિર રુચિ છે. તેથી તેવા જીવોનો જન્મ પછી શારીરિક વિકાસ થાય છે ત્યારે તે વિકાસ થયા પછી આશ્રવને કાઢવાનો અને સંયમ માટે ઉદ્યમ કરવાનો અધ્યવસાય પણ સ્પષ્ટરૂપે થાય છે અને તેવા જીવો પોતાને પ્રાપ્ત થયેલ સામગ્રી અનુસાર અવશ્ય જિનવચનને જાણવા યત્ન કરે છે અને જાણીને સ્વભૂમિકાનુસાર અવશ્ય વિવેકપૂર્વકની સંસારના ઉચ્છેદને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરે છે. માટે અપર્યાપ્તાદિ અવસ્થામાં તેવા જીવો નવતત્ત્વ નહિ જાણતા હોવા છતાં ભાવથી નવતત્ત્વની શ્રદ્ધાવાળા છે. ટીકા -
नन्वेवमपि शास्त्रान्तरे तत्त्वत्रयाध्यवसायः सम्यक्त्वमित्युक्तम् । यतः"अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं पमाणं च । રૂધ્યારું સુદો માવો, સમ્મત્ત વિંતિ નીપુરુt III” સિન્ડ્રોઈ પ્ર. સચવશ્ર્વાધિ. ૧.૩૪] ત્તિ
कथं न शास्त्रान्तरविरोधः? इति चेत्र, अत्र प्रकरणे जिनोक्ततत्त्वेषु रुचिरिति यति-श्रावकाणां साधारणं सम्यक्त्वलक्षणमुक्तम्, शास्त्रान्तरे तु गृहस्थानां देवगुरुधर्मेषु पूज्यत्वोपास्यत्वानुष्ठेयत्वलक्षणोपयोगवशाद्देवगुरुधर्मतत्त्वप्रतिपत्तिलक्षणं सम्यक्त्वं प्रतिपादितम्, तत्रापि देवा गुरवश्च जीवतत्त्वे, धर्मः शुभाश्रवे संवरे चान्तर्भवतीति न शास्त्रान्तरविरोधः सम्यक्त्वं चाहद्धर्मस्य मूलभूतं यतो द्विविधं त्रिविधेनेत्यादिप्रतिपत्त्या श्राद्धद्वादशव्रती सम्यक्त्वोत्तरगुणरूपभेदद्वययुतामाश्रित्य त्रयोदश कोटिशतानि चतुरशीतिकोट्योः द्वादश लक्षाः सप्ताशीति सहस्राणि द्वे शते च व्युत्तरे भङ्गाः स्युः, एषु च केवलं सम्यक्त्वं विना च नैकस्यापि भङ्गस्य संभवः, अत एव 'मूलं दारमित्यादि' षड्भावना वक्ष्यमाणा युक्ता एवेति । एतत्फलं चैवमाहुः