________________
૧૨
સ્પષ્ટાથ–હે નાથ! જેવી રીતે સમુદ્રમાં ઘણું નદીઓ સમાઈ જાય, તેવી રીતે આપના મહાસાગરની જેવા જૈનદર્શનમાં (નદીઓની જેવા) બીજા બધા દર્શને સમાઈ જાય છે. એમ હાથમાં રહેલા આમળાની માફક પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ જણાય છે. વળી બીજા દરેક દર્શનમાં હાલ પણ જે આગીયા જીવના શરીરના પ્રકાશની જે જે લાઈટ દેખાય છે, તે પણ પોતાના વિચારને અનુસારે જૈનદર્શનમાંથી ગ્રહણ કરેલા એકેક અંશને જ આભારી છે. તેથી સ્પષ્ટ જણાય છે કે બીજા દર્શને અધૂરા છે. અને પૂરેપૂરું વ્યાજબી આપેક્ષિક જ્ઞાન દઈ શક્તા નથી. આમ જણાવવાનું તાત્પર્ય એ છે કેઅન્ય દર્શન તરીકે પ્રસિદ્ધ એવા દરેક દર્શનના નેતાઓ સંપૂર્ણ જ્ઞાનવાળા નથી. કારણ કે મહાદિ ચાર ઘાતી કર્મોને દૂર કર્યા નથી. એટલે આઠે કર્મોમાં મેહનીય કર્મ મુખ્ય છે. જેમ લશ્કરમાં સેનાધિપતિની મુખ્યતા હોય છે, તેવી રીતે અહીં પણ મેહનીય કર્મની મુખ્યતા છે અને તે દુઃખે કરીને જીતી શકાય, તેવું છે. માટે જ ક્ષપકશ્રેણિમાં પહેલાં મેહનીય કર્મને ક્ષય કરવો પડે છે. અને ત્યાર બાદ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય કર્મને ક્ષય થાય, ત્યારે કેવલજ્ઞાન થાય. આવું જ્ઞાન જેને પ્રકટ થયું હોય, તેના કહેવામાં લગાર પણ ફેરફાર કે ઓછાશ હોય જ નહિ. સત્ય પરિસ્થિતિ આમ હોવાથી એકાંતવાદીઓએ એકાંતવાદને જણાવવાના અવસરે અનેક બાબતમાં અનેકાંતવાદ સ્વીકાર્યો હાય, એમ તેમના ઘણા ગ્રંથોમાં દેખાય છે. આ બાબતને અહીં વિસ્તારે કહેવાને હાલ પ્રસંગ નથી, અવસરે જણાવીશું. આમાંથી સાર એ નીકળે છે કે પરમ તારક શ્રી જેનેન્દ્ર દર્શને જ