________________
લગાર પણ ઓછાશ સંભવતી જ નથી. આ પ્રસંગે એ પણ જરૂર યાદ રાખવા જેવું છે કે-જેવી રીતે એક પૈડાથી રથ ચલાવાય જ નહિ, અને એક હાથથી તાલી વાગે નહિ, તથા એક સૂતરના તાંતણાથી કૂવામાં પડેલા (લોટા વિગેરે) પદાર્થ
હાર કાઢી શકાય જ નહિ, તેમ (આ ત્રણ દષ્ટાંત કરીને) *તમામ દ્રવ્ય ગુણ પર્યાને બરાબર સચોટ અને સાચે બેધ એકેક નયના આધારે કોઈ દિવસ થઈ શકે જ નહિ.
આવા આવા ઘણું મુદ્દાઓની તરફ લક્ષ્ય રાખીને મહાશીલ પૂર્વધરાદિ પૂર્વાચાર્ય ભગવંતોએ જેનદર્શનને સમુદ્ર (સાગર)ની જેવું કહ્યું છે, અને બીજા દર્શનેને નદીઓની જેવા કહ્યા છે. આજ બીનાને એક મહાકવિએ નીચે જણાવેલા લેકમાં કહી છે. તે આ પ્રમાણે
१ उदधाविव सर्व सिंधवः। समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः ॥ न च तासु भवान्प्रदृश्यते ।
पविभक्तासु सरित्स्विवोदधिः॥१॥ ૧. માલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે શ્રી અનુગદ્વાર સૂત્રની સરલ ટીકા બનાવી છે. તેમાં પણ આ લેક કહ્યો છે. શ્રી અનુગદ્વાર સૂત્ર અને શ્રીનંદીસૂત્ર સર્વ આગમ શાસ્ત્રોમાં પ્રવેશ કરવાને માટે કંચી જેવા છે. અહીં અનયોગદ્વાર સૂત્રમાં ઉપક્રમ નિક્ષેપ અનુગમ નયાદિની અને શ્રી નંદીસૂત્રમાં પાંચ જ્ઞાનની બીના વધારે પ્રમાણમાં આવે છે. આ સૂત્રની પ્રાકૃતમાં ચૂર્ણિ છે. તેના આધારે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે ટીકા બનાવી અને તે બંનેની માલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે સરલ ટીકા બનાવી છે.