________________
બ્રહ્મ જ્ઞાનીને મત શબ્દ નયમાંથી પ્રકટ થે. પરંતુ જેનદર્શન એક એવું ઉત્તમ દર્શન છે કે જે સર્વ નથી ગુંથાએલું છે. એટલે તમામ નોને ભેગા કરીને દરેક પદાર્થોના નિર્દોષ સ્પષ્ટ સ્વરૂપને જણાવે છે, માટે જ તે બધા દર્શનેમાં ઘણું શ્રેષ્ઠ છે, એમ પ્રત્યક્ષ દેખાય છે. આ બાબતમાં જુઓ સાક્ષિપાઠ–
(ાવિત્રીતિવૃત્ત) बौद्धानामृजुसूत्रतो मतमभूद्वेदान्तिनां संग्रहात् । सांख्यानां तत एव नैगमनयाद्योगश्च वैशेषिकः ॥ शब्दब्रह्मविदोऽपि शब्दनयतः सवैर्नयैर्गुम्फिता । जैनी दृष्टिरितीह सारतरता प्रत्यक्षमुद्वीक्ष्यते ॥१॥
આ પ્રમાણે જેમ તેઓ જુદા જુદા નામને ધારણ કરે છે, તેમ “મારું એ સાચું ” આ કહેવત પ્રમાણે અઘટિત (ગેરવ્યાજબી) વિચારને પણ સાચું ઠરાવવાને માટે ખૂબ તનતોડ મહેનત કરે છે. અને છેવટે પૂર્ણ સમજણના અભાવે પદાર્થ તત્વને ખરેખર સંગીન નિર્ણય ન થાય, ત્યારે તેઓ એક બીજાની તરફ જાણે ઈષ્ય ભાવ કે અભિમાન ધારણ ન કરતા હોય, તેવા દેખાય છે. આ બધાએ કરતાં ન્યાયાધીશ જેવું જૈન દર્શન પક્ષપાત રાખ્યા વગર સાચી ભૂલ સમજાવીને દરેક નય (દર્શન)ને સમાગમાં ચાલવા શાંતિ ભરી શીખામણું આપે છે. આ મુદ્દાથી આપશ્રીજીનું પરમ પવિત્ર ત્રિપુટી શુદ્ધ (જેન) દર્શન નિષ્પક્ષપાતી (પક્ષપાત વગરનું) કહેવાય, એમાં નવાઈ શી? અને આપે તે સંપૂર્ણ જ્ઞાન (કેવલજ્ઞાન) પ્રકટ થયા બાદ પ્રકાશ્ય છે, તેથી તેમાં કઈ પણ બાબતની