________________
કલમ) ન ચલાવી હોય. એટલે ન્યાય વ્યાકરણ સાહિત્ય ચરિત્રાદિના અપૂર્વ પુષ્કલ ગ્રંથના બનાવનારા તે સદ્ગુણસંપન્ન મહાપ્રતિભાશાળી કલિકાલસર્વજ્ઞ આચાર્ય મહારાજ
શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે “અન્યગવ્યવચ્છેદ દ્વાત્રિશિકા” નામના ન્યાયગર્ભિત સ્તુતિગ્રંથમાં ત્રિશલાનંદન કાશ્યપગોત્રીય ચરમ તીર્થકર શાસનાધિરાજ સમતાનિધાન પ્રભુ શ્રી મહાવીરદેવની સ્તુતિ કરતાં જણાવ્યું છે કે
| તિવૃત્ત| II अन्योऽन्यपक्षपतिपक्षभावाद् । यथा परे मत्सरिणः प्रवादाः॥ नयानशेषानविशेषमिच्छन् । न पक्षपाती समयस्तथा ते ॥ १॥
સ્પાર્થહે પ્રભો ! બીજા દર્શને એક બીજાના મતનું ખંડન કરવામાં વ્હાદુરી માની રહ્યા છે. અને એકેક નયના વિચારને ગેર વ્યાજબી છતાં) વ્યાજબી ગણીને જુદા જુદા નામને ધારણ કરે છે. અહીં દષ્ટાંત તરીકે સમજવું કે એકલા ત્રાજુસૂત્ર નય નામના ચોથા નયના વિચારને આધારે બૌદ્ધદર્શન પ્રકટ થયું. બીજા સંગ્રહ નયમાંથી વેદાંતમત પ્રકટ થયે. તથા પહેલા નૈગમનયમાંથી સાંખ્યને ગમતા અને વૈશેષિક મત (આ બે મત) પ્રકટ થયા. અને શબ્દ
૧ જન્મ વિ. સં ૧૧૪પ કાર્તિક સુદ ૧૫ ધંધુકા, નામ ચંગદેવ. દીક્ષા વિ. સં. ૧૧૫૦ માં, શ્રી દેવચંદ્રસૂરિજીની પાસે, નામ મુનિશ્રી સોમચંદ્ર સૂરિપદ વિ. સં. ૧૧૬૬ અખાત્રીજ વિજ્ય મુહૂર્ત, નામ શ્રી હેમચંદ્રસૂરિજી, સ્વર્ગવાસ વિ. સં. ૧૨૨૯ માં ૮૪ વર્ષની ઉંમરે.