Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૪૪
આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીએ (વિક્રમની ચોથી-પાંચમી શતાબ્દીમાં) આ વિવાદમાંથી જૈન ન્યાયની આવશ્યકતા સમજીને ન્યાયાવતાર' જેવી અતિ સંક્ષિપ્ત કૃતિની રચના કરી તેમજ જૈન ન્યાયમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા અનેકાંતવાદના પાયામાં રહેલા નવાદનું વિવેચન કરતો ગ્રંથ ‘સન્મતિતર્ક પ્રકરણ’ પણ રચ્યો. પરંતુ આ બન્ને કૃતિઓમાં દાર્શનિક દુનિયાનું તટસ્થ અવલોકન કરીને માત્ર પોતાના દર્શનને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન વધારે છે, ઇતર દાર્શનિકોની દલીલોનો રદિયો આપવાનું કાર્ય તેમાં ગૌણ રહ્યું છે.
આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજી વિષે તેથી એમ તો ન કહી શકાય કે તેઓ દાર્શનિક અખાડામાં એક પ્રબળ પ્રતિમલ્લના રૂપમાં પોતાના ગ્રંથો લઈને ઉપસ્થિત થયા. જૈન દર્શનની માંડણીનાં બીજ તેમના ગ્રંથમાં ઉપસ્થિત છે, પણ ઇતર દાર્શનિકોની નાની-મોટી બધી મહત્ત્વની દલીલોનો રદિયો આપવાનો પ્રયત્ન તેમાં નથી. ઝીણી ઝીણી દલીલોની વાજાળમાં ન પડતાં માત્ર મહત્ત્વના વિષયમાં પૂર્વાપર પક્ષની શૈલી તેમના ગ્રંથોમાં છે. આ જ શૈલી આચાર્યશ્રી સમતભદ્રસૂરિજીના (વિક્રમની બીજી શતાબ્દીમાં) ગ્રંથોમાં પણ જોવા મળે છે. તેમાં પણ વિસ્તાર કરતાં સંક્ષેપને જ મહત્ત્વ અપાયું છે. બન્ને આચાર્યો પ્રબળ વાદી હોવા છતાં તેમના ગ્રંથો શ્રી ઉદ્યોતકર કે શ્રી કુમારિલની પેઠે ઝીણું કાંતતા નથી. તર્ક-પ્રતિતર્કની જાળ ઊભી કરવાનું કાર્ય જો કે આ બન્ને આચાર્યોએ નથી કર્યું, પરંતુ નિષ્કર્ષમાં ઉપયોગી એવી દલીલો જરૂર કરી છે અને તે દલીલો એવી અકાઢ્યું છે કે એના જ આધારે તેની ટીકાઓમાં પ્રચુર માત્રામાં વિવાદો રચી શકાય છે. સારાંશ એ છે કે આ બન્ને આચાર્યોએ તર્કજાળમાં ન પડતાં માત્ર ઉત્કૃષ્ટ કોટિના તર્ક કરીને સંતોષ માન્યો છે.
શ્રી દિગ્ગાગ, શ્રી કુમારિલ અને શ્રી ઉદ્યોતકર જેવા મલ્લો સામે પ્રતિમલ્લરૂપે મૂકી શકાય તેવું સામર્થ્ય આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજી તથા આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજીના ગ્રંથોમાં ન હતું, કારણ કે અતિસંક્ષેપ અતિવિસ્તાર સામે ઢંકાઈ જાય છે; પરંતુ આચાર્યશ્રી જિનભદ્રજીનો (વિક્રમની સાતમી શતાબ્દીમાં) ‘વિશેષાવશ્યક ભાષ્ય' ગ્રંથ એવી શૈલીમાં રચાયો છે કે તે ગ્રંથના આધારે કહી શકાય કે દાર્શનિક જગતના અખાડામાં સર્વ પ્રથમ જૈન પ્રતિમલ્લનું સ્થાન કોઈને આપી શકાય તેવું હોય તો તે આચાર્યશ્રી જિનભદ્રજી છે. દાર્શનિક અખાડામાં તેમણે જૈન દર્શનને એક સર્વતંત્રસ્વતંત્રરૂપે જ નહીં પણ સર્વતંત્રસમન્વયરૂપે પણ ઉપસ્થિત કર્યું છે. તેમની વિશેષતા એ છે કે તેમણે જૈન તત્ત્વનું નિરૂપણ માત્ર જૈન દૃષ્ટિથી જ નથી કર્યું, પણ ઇતર દર્શનની તુલનામાં જૈન તત્ત્વને મૂકીને, સમન્વયગામી માર્ગ ગ્રહણ કરી પ્રત્યેક વિષયની ચર્ચા કરી છે. વિષયના વિવેચન પ્રસંગે સ્વયં જૈનાચાર્યોના તે અંગેના અનેક મતભેદોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org