________________
પંડિત સુખલાલજી આપત્તિઓ હજો”) – મહાભારતકારે શ્રીકૃષ્ણ પ્રત્યે કુન્તીમાતાના મુખમાં મૂકેલું આ વાક્ય પંડિતજીને ખૂબ પ્રિય હતું.
એટલામાં એમને ખબર પડી કે કાશીમાં આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ જૈન વિદ્વાનો તૈયાર કરવા માટે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી છે; અને એમનું મન ગમે તેમ કરીને પણ કાશી પહોંચવા માટે તૈયાર થઈ ગયું, અને કુટુંબની હજાર ના છતાં એક દિવસે પંડિતજી કાશી માટે ગુપચૂપ રવાના થઈ ગયા. પંડિતજી તો મહારથી કર્ણની જેમ એમ જ માનતા હતા કે જીવનવિકાસના માર્ગમાં ભાગ્યે ભલે અવરોધો ખડા કર્યા હોય, પણ પુરુષાર્થ દ્વારા એ અવરોધોને વટાવી જવા એ તો મારા પોતાના હાથની વાત છે ને ! કોણે ઉચ્ચારેલ મહાયજં તુ પોષમ્ (“પણ પુરુષાર્થ કરવાનું તો મારા હાથમાં છે”) એ વાકય તો જાણે પંડિતજીનો જીવનમંત્ર બની ગયું હતું.
કાશીમાં ત્રણ વર્ષમાં અઢાર-હજાર-શ્લોકપ્રમાણ “સિદ્ધહેમ' વ્યાકરણ પંડિતજીએ કંઠસ્થ કરી લીધું; સાથે-સાથે ન્યાય અને સાહિત્યનો અભ્યાસ પણ શરૂ કરી દીધો. પણ પછી એમને લાગ્યું કે વધુ ઊંડા અધ્યયન માટે પાઠશાળાનું વાતાવરણ અનુકૂળ નથી; એટલે તેઓ કાશીમાં જ ગંગાના કિનારે એક જુદી ઓરડી રાખીને પોતાના બ્રાહ્મણ મિત્ર વ્રજલાલજી સાથે રહેવા ચાલ્યા ગયા. અહીં આર્થિક મુશ્કેલી તો ઘણી હતી, અને પોતાની ઉત્કટ જિજ્ઞાસાને સંતોષે એવા ગુરુનો સુયોગ થવો પણ સહેલો ન હતો. કડકડતી ટાઢ કે બળબળતા તાપમાં રોજ છેઆઠ-દસ માઈલ ચાલીને પણ તેઓ આવા ગુરુઓ પાસે પહોંચતા. એક વાર તો છેક અમેરિકા જઈ પહોંચવાના પણ મનોરથ કરેલા ! આવા કઠોર અને ગંભીર વિદ્યાઅધ્યયન વખતે પણ ગંગાના ઊંડા અને વેગીલા પ્રવાહમાં સ્નાન કરવાનું એમને મન થઈ આવતું ; કાંડે દોરડું બાંધીને કિનારે તેનો છેડો કોઈને સોંપે, અને પોતે તરવાનો આનંદ માણે ! એક વાર આમ કરતાં તણાઈ જતાં એમના મિત્ર વ્રજલાલજીએ માંડ-માંડ બચાવી લીધા હતા !
ત્રણેક વર્ષમાં કાશીમાં દર્શનશાસ્ત્રનો જે કંઈ અભ્યાસ થઈ શકે એમ હતો, તે પૂરો થયો, એટલે પંડિતજીનું મન નવ્યન્યાયના અધ્યયન માટે મિથિલા પ્રદેશમાં પહોંચવાની ઝંખના કરવા લાગ્યું; એ પ્રદેશ એટલે નવ્ય ન્યાયના પ્રકાંડ પંડિતોની ખાણ. બીજી બાજુ ત્યાંની દરિદ્રતા પણ એવી જ કારમી !
પોતાનું મુખ્ય મથક કાશીમાં રાખીને અવારનવાર પંડિતજી એ પ્રદેશમાં જઈને નવ્ય ન્યાયનો અભ્યાસ કરવા લાગ્યા. ત્યાંનાં ટાઢ અને વરસાદ તો એવાં, કે માણસ હારી જાય. પંડિતજી પાસે આ ટાઢ ઝીલવા માટે એક ગરમ સ્વેટર અને એક જર્જરિત કામળો હતાં. સ્વેટર એમના ગુરુજીને ગમી ગયું, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org