________________
+
અમૃત-સમીપે
વ્યાપારી વિણક કુટુંબમાં થયો હતો. સૌરાષ્ટ્રના ઝાલાવાડ પ્રદેશનું નાનુંસરખું લીમર્લી ગામ એ પંડિતજીનું વતન. એમના પિતાનું નામ સંઘજીભાઈ સંઘવી.
.
બચપણથી જ બુદ્ધિશાળી પંડિતજી જેમ વિદ્યાભ્યાસમાં હંમેશાં આગળ રહેતા, તેમ તરવું, ઘોડેસવારી કરવી, ઘોડાની પીઠ ઉપર સરકસના ખેલાડીની જેમ નોધારા ઊભા રહીને ઘોડાને દોડાવવો વગેરે સાહસોમાં પણ એમને એટલો જ રસ હતો ! અને આટલી વિદ્યાનિષ્ઠા અને આટલી સાહસપ્રિયતાની સાથોસાથ સ્વાશ્રયપ્રિયતા, કહ્યાગરાપણું અને ઘરના કે બહારના કોઈનું પણ કામ હોંશે-હોંશે કરી છૂટવાની તત્પરતા એ એક વિરલ સુયોગ હતો. અને એને લીધે તેઓ શિક્ષકોમાં, કુટુંબમાં અને ગામમાં સૌના પ્રીતિપાત્ર બન્યા હતા.
ગુજરાતી સાત ચોપડી પૂરી કરીને એમનું મન અંગ્રેજીના અભ્યાસને ઝંખવા લાગ્યું. પણ પિતાજીને આવા હોશિયાર અને ગુણવાન પુત્રને વિદ્યાને બદલે વ્યાપારમાં જોડવાનું યોગ્ય લાગ્યું; અને સુખલાલ દુકાને બેસવા લાગ્યા.
પણ ભાગ્યનિર્માણ કંઈક જુદું જ હતું. પંડિતજીનાં માતા તો ચાર વર્ષની ઉંમરે જ ગુજરી ગયાં હતાં. સગી માતાના હેતને ય ભુલાવે એવાં નવાં માતા આવ્યાં તે ય સુખલાલની ચૌદ વર્ષની ઉંમરે ચાલતાં થયાં ! પંદર વર્ષની ઉંમરે સુખલાલનાં લગ્નની તૈયારીઓ ચાલતી હતી, એટલામાં કન્યાપક્ષમાં કંઈક ઘટના બની અને લગ્ન મુલતવી રહ્યાં ; પણ એ વખતે કોણ જાણતું હતું કે એ લગ્ન હંમેશને માટે મુલતવી રહેવાનાં હતાં ? સોળ વર્ષની ઉંમરે સુખલાલ બળિયાના ભયંકર રોગમાં સપડાઈ ગયા. એ વ્યાધિમાંથી તેઓ માંડમાંડ બચ્યા તો ખરા, પણ એમની આંખોનાં તેજ સદાને માટે હરાઈ ગયાં ! કુટુંબની બધી આશાઓ નિરાશામાં ફેરવાઈ ગઈ, અને આદર્યાં અધૂરાં રહી ગયાં ! વિ. સં. ૧૯૫૩નું (સન ૧૮૯૭નું) એ કારમું વર્ષ !
આ દુર્ઘટનાથી સુખલાલના અંતરમાં ગાઢ અંધકાર વ્યાપી ગયો, પણ ધીમેધીમે કળ વળવા લાગી અને ગામમાં આવતાં જૈન સાધુ-સાધ્વીઓ અને બીજા
સંતોની પાસેથી જે કંઈ જાણી કે ભણી શકાય તે ત૨ફ પંડિતજીએ પોતાનું મન વાળી દીધું; જેને કુદરતે છેહ દીધો એને શાસ્ત્રજિજ્ઞાસાએ જીવનના અમર પાથેયનું દાન કર્યું ! મૈં ફ્રેન્ચ, ન પલાયનમ્ (દીનતા નહિ, કે ભાગેડુ-વૃત્તિ નહિ) પંડિતજીનો સાધનામંત્ર બની ગયો.
એ
સાતેક વર્ષ આ રીતે વીતી ગયાં અને સુખલાલનું મન ઉચ્ચ વિદ્યા-અધ્યયન માટે સ્વસ્થ બની ગયું. એમને હવે પળે-પળે એમ જ થતું કે જ્યાં-ક્યાંય પણ ગંભીર શાસ્ત્રાભ્યાસ થઈ શકે, ત્યાં ગમે તેટલું કષ્ટ વેઠીને પણ પહોંચી જવું; કષ્ટ એ તો પ્રગતિનું પગથિયું છે. એટલે જ તો વિપવ: સન્તુ નઃ શવત્ (‘અમને હંમેશાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org