________________
અમૃત-સમીપે
આત્મસાધનામાં કેટલી નુકસાનકારક છે એનો ખ્યાલ આ આત્મસાધક સંતપુરુષને પહેલેથી જ આવી ગયો, કીર્તિ અને અર્થપ્રાપ્તિની આસક્તિને માર્ગે યોગસાધનાને તાણી જનાર આ લોભામણી બાબતોથી તેઓ તરત જ ચેતી ગયા અને એ તરફથી એમણે સદાને માટે પોતાનું મુખ ફેરવી લીધું !
ઙ
આ રીતે કીર્તિ અને સંપત્તિની મોહજાળમાંથી મુક્ત થનાર આત્મા મંત્રતંત્રના માર્ગે કે જડ બાહ્ય ક્રિયાકાંડોમાં પોતાનાં સમય અને શક્તિનો અપવ્યય કરવાનું હગિજ મંજૂર ન રાખે એ સમજી શકાય એવી વાત છે. એકાગ્રપણે એકાંતમાં આત્મચિંતન અને ધ્યાન કરવા માટે તેઓએ આટલા ટૂંકા આયુષ્યમાં પણ, ગમે તે રીતે સમય કાઢીને, પહાડો અને વનજંગલોમાં કેટલો બધો નિવાસપ્રવાસ કર્યો હતો !
તેઓનું લક્ષ્ય તો મોટે ભાગે આત્મોદ્ધારનું જ રહ્યું, અને પોતે જગદ્વારક હોવાનો દાવો ક્યારેય ન કર્યો એ શ્રીમદ્ની વિરલ કહી શકાય એવી વિશેષતા હતી; અને છતાં કેટલા બધા જીવોને એમના દ્વારા આત્મકલ્યાણની પ્રેરણા મળી હતી ! વડલાને શીળી છાયાને માટે અને સરિતાને મધુર-શીતળ જળ માટે કોઈને આમંત્રણ આપવા જવું પડતું નથી.
સત્યગામી જ્ઞાન અને નિર્મળ આચરણ : આટલું હોય પછી એવી વ્યક્તિનું જીવન બીજાઓ ઉપર અસર કરનારું કે એમને પ્રેરણા અને માર્ગદર્શન કરાવનારું બને એમાં નવાઈ નથી. મહાત્મા ગાંધીજીના જીવન ઉપર શ્રીમની અસર થઈ એ એમની જ્ઞાન અને આચરણની આવી સુવિશુદ્ધિને લીધે જ. નિર્મળ અને નિષ્ઠાભરી જીવનસાધનાને બળે શ્રીમના આત્મામાં પ્રગટેલ મહાનતા અને મહાનુભાવતાએ મહાત્મા ગાંધીજી અને બીજી અનેક વ્યક્તિઓના જીવન ઉપર પ્રભાવ પાડ્યો હતો. નિર્મળ આત્મશક્તિનો જ એ મહિમા હતો.
અત્યારે શ્રીમદ્ના જે કંઈ આશ્રમો ચાલી રહ્યા છે, એમાં આત્મસાધકોની અને ખાસ કરીને વ્યાપક અને ઉદાર દૃષ્ટિબિંદુ ધરાવતા મર્મસ્પર્શી વિદ્વાનોની જે તંગી ઉત્તરોત્તર વધતી જાય છે તે દૂર કરવાનો સમર્થ પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે. આવા આશ્રમોનો મહિમા એનાં મકાનો કે એની સ્થૂળ સમૃદ્ધિથી નહીં, પણ એમાં વસતા સાધકો અને વિદ્વાનોથી જ છે એ વાત શ્રીમના અનુરાગીઓને સમજાવવાની ન હોય.
do
સર્વધર્મના મૂળ ગ્રંથોના અવગાહન દ્વારા, વ્યાપક ઉદારતા દ્વારા અને સર્વ ધર્મ પ્રત્યે સમભાવભરી ગુણગ્રાહક દૃષ્ટિ દ્વારા શ્રીમદે પોતાના જીવન કે આત્માનો ઉત્કર્ષ સાધ્યો હતો. શ્રીમના અનુયાયીઓની દૃષ્ટિ આવી ઉદાર અને ગુણગ્રાહક હોય એ જરૂરી છે. અન્ય ધર્મ, પંથ કે ફિરકાના અનુયાયીઓની જેમ તેઓ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org