________________
શ્રીમદ્ રાજચંદ્ર
કેટલી નાની ઉંમરે એમનામાં સાહિત્યસર્જનની પ્રતિભા જાગી ઊઠી હતી! અને છતાં એનાથી મળતી ખ્યાતિ પ્રત્યે તેઓ કેટલા બધા અનાસક્ત હતા ! એમની આ અનાસક્તિએ જ એમની વાણીમાં એક સંતપુરુષની વાણીની જેમ, ધર્મવાણીનું અમૃત ભરી દીધું હતું. એમની કૃતિઓ વાંચતાં જાણે શ્રીમદ્દનું જીવન અને એમની યોગસાધના સહૃદય વાચકના અંતરને સ્પર્શી જાય છે..
શ્રીમની અંતરની ઝંખના તો, એમણે પોતે જ “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો’ એ કાવ્યમાં લાગણીભીના શબ્દોમાં વર્ણવ્યું છે તેમ, બાહ્યદૃષ્ટિએ તેમ જ અંતરથી આદર્શ ત્યાગી-સાધુ-નિગ્રંથ જ બનવાની હતી. પણ, ભવિતવ્યતાના યોગે, તેઓ ઘર અને સંસારીનો વેશ તજીને ત્યાગી-વૈરાગી-સાધુનો વેશ ધારણ નહોતા કરી શક્યા. અને છતાં તેઓ અંતરથી સાચા ત્યાગી, વૈરાગી અને સંયમી હતા એમ એમના જીવન અને એમની સાધનાના કોઈ પણ અભ્યાસીને લાગ્યા વગર નહીં રહે. તેઓનું ભાગ્યનિર્માણ એક આદર્શ જીવનસાધક ગૃહસ્થ સંત તરીકે આત્મધર્મની દાખલારૂપ ઉપાસના કરી બતાવવાનું હતું.
એમ લાગે છે કે કોઈ પૂર્વભવનો યોગસાધક આત્મા પોતાની અધૂરી યોગસાધનાને પૂર્ણતાની દિશામાં આગળ વધારવા માટે જ શ્રીમદ્ રાજચંદ્ર રૂપે અવતર્યો હતો. શ્રીમનું જીવન અને શ્રીમનું જ્ઞાન પૂર્વભવની સાધનાનો, પુનર્જન્મના અસ્તિત્વનો અને આત્મામાં રહેલી અસાધારણ-અભુત શક્તિઓનો બોલતો અને પ્રતીતિકર પુરાવો બની રહે એવાં છે.
આટલો વિશાળ શાસ્ત્રાભ્યાસ, આટલું વિપુલ સાહિત્યસર્જન અને આટલી ઉત્કટ આત્મસાધના – અને એ પણ ઘરસંસારમાં રહેવા છતાં – કરીને ૩૪મે વર્ષે તો એમનું જીવન સંકેલાઈ ગયું ! આ ઉપરથી શ્રીમદ્દનું જીવન સામાન્ય જનસમૂહને તેમ જ સર્વ-કોઈને જાણે મૂકપણે એવું ઉદ્ધોધન કરે છે કે નિષ્ઠાવાનું અને અપ્રમત્ત આત્મસાધકને વેશની કે વયની કોઈ મર્યાદા નડતી નથી – ગુણ: પૂનાથા ગુન ૨ નિકો ને ૨ વય: I (અર્થાત્ ગુણવાનોમાં ગુણો એ જ પૂજવા યોગ્ય બાબત છે; તેનું સ્ત્રી-પુરુષપણું કે તેની વય નહિ.) શ્રીમની જીવનસાધના અને એમણે મેળવેલી જીવન-સિદ્ધિ આત્મસાધકો અને ભૌતિકવાદીઓ બન્નેને માટે દીવાદાંડીની ગરજ સારે એવી છે.
શ્રીમદ્દની સ્મરણશક્તિ ખૂબ તીવ્ર હતી. એમને નાનપણથી જ પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું હતું. શતાવધાન, જ્યોતિષના બળે ભવિષ્ય જાણવાની તેમ જ બીજી પણ જનસમૂહને હેરત પમાડે એવી અભુત શક્તિઓ કે લબ્ધિઓનો એમનામાં સારા પ્રમાણમાં ઉન્મેષ થયો હતો. પણ આ બધી મોહક ઇંદ્રજાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org