Page #1
--------------------------------------------------------------------------
________________
श्री चिरंतनाचार्यप्रणीतं श्री हरिभद्रसूरिकृतवृत्तिविभूषितं
श्री. पञ्चसूत्रम्
साधुधर्मपरिभावना
सूत्रम्
प्रवज्याफल
सूत्रम्
पापप्रतिधात गुणबीजाधान
सूत्रम्
प्रवज्याविधिग्रहण
सूत्रम्
प्रवज्यापरिपालना
सूत्रम्
ભાવાનુવાદકાર પૂ. આચાર્ય શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________
ધરદ્ર-પદ્માવતી સંપૂજિતાય ||| ૐ હ્રીં શ્રી શ્રી શંખેશ્વર પાશ્વર્નાથાય નમઃ || || શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરીશ્વરેભ્યો નમઃ ||
શાચનયમ્રાટ તપાગચ્છાધિપત્તેિ નમ: મારા શ્રી વિજયનેમિસૂરીશ્વર
$ાનશાળા, અમદાવાદું-૧ શ્રી ચિરંતનાચાર્યપ્રણીત શ્રી હરિભદ્રસૂરિકૃતવૃત્તિવિભૂષિત
શ્રી પેયસૂત્ર
* ભાવાનુવાદકાર છે સિદ્ધાંત મહોદધિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમગીતાર્થ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ધર્મબિંદુ, યોગબિંદુ, શ્રાદ્ધદિનકૃત્ય, વીતરાગસ્તોત્ર, શીલોપદેશમાલા, યોગદષ્ટિ સમુચ્ચય, પંચાશક, પંચવસ્તુક, શ્રાવકધર્મવિધિ પ્રકરણ, ગુરુતત્ત્વ વિનિશ્ચય, ઉપદેશમાલા (પુષ્પમાલા) આદિ અનેક
ગ્રંથોના ભાવાનુવાદકાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ
Page #3
--------------------------------------------------------------------------
________________
- સંપાદક * વિઠ્ઠદ્વયં પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજાના
શિષ્યરન પૂજ્ય મુનિરાજશ્રી ધર્મશખરવિજયજી મહારાજ
* સહયોગ : પ.પૂ. મુનિરાજશ્રી દિવ્યશેખર વિ.મ.
જે પ્રકાશક :
અરિહંત આરાધક ટ્રસ્ટ Co. હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ, ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝની સામે, આગ્રા રોડ,
ભિવંડી-૪૨૧ ૩૦૫.
ને સંપૂર્ણ આર્થિક સહયોગ * | નયનબાળા બાબુભાઈ જરીવાળા
કલ્પનેશ બાબુભાઈ જરીવાળા બી/૫૦૫, શ્રીપાળનગર, ૧૨, જમનાદાસ મહેતા રોડ,
મુંબઇ-૪૦૦ ૦૦૬.
પ્રથમ આવૃત્તિ ૦ નકલ ૧૦૦૦ વીર સંવત ૨૦૩૦ ૦ વિક્રમ સંવત્ ૨૦૬૦
મૂલ્ય પઠન-પાઠન-આચરણ
Page #4
--------------------------------------------------------------------------
________________
આધિ-વ્યાધિ-ઉપાધિથી ત્રસ્ત જગતને. ભાવ આરોગ્યની ભેટ
અગણિત ગુણવૃક્ષોના આરામ સમા, સકલ વિશ્વમાં અભિરામ એવા, સમર્પિત શ્રમણ શ્રમણ-શ્રાવક-શ્રાવિકાજનના આત્માના સાચા વિરામરુપ વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના નિકટના પિરચયે સુવિશુદ્ધ ધર્મ માર્ગ પામેલા શ્રીમતી નયનબાળા બાબુભાઈ જરીવાળાના સુપુત્ર શ્રી કલ્પનેશભાઇ જરીવાળાએ પૂર્વકાલીન મહામહિમ ચિરંતનાચાર્ય ભગવંતે રચેલા પંચસૂત્ર' ગ્રંથનું સંપૂર્ણ પ્રકાશન નિજદ્રવ્યથી કરીને અપૂર્વ શ્રુતભક્તિ કરી છે. પ્રભુ માર્ગથી પીછે હઠ કરતું અને પશ્ચિમી સંસ્કૃતિના વિનાશક વાયરાને અનુસરતું સમસ્ત જગત ત્રસ્ત છે... વિશ્વની ટોચ કક્ષાની ચિકિત્સાલય કે ચિકિત્સક પણ જે આરોગ્ય આપવા માટે નિષ્ફળ પૂરવાર થાય એવા અપૂર્વ ભાવ આરોગ્યની ભેટ સમસ્ત જગતને આપીને પંચસૂત્ર કાર મહર્ષીએ જગત ઉપર કલ્પનાતીત ઉપકાર કર્યો છે... પ્રાકૃત-સંસ્કૃત ગિરામાં ગુંથાયેલી આ કૃતિનો લોકભોગ્ય ભાષામાં અનુવાદ કરાનારા પ્રવ્રજ્યા અર્ધ શતાબ્દિના ધારક જિનાજ્ઞા મર્મ ગ્રાહી પ્રજ્ઞા સંપન્ન
Page #5
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજાનો ઉપકાર તો ચતુર્વિધ શ્રી સંઘ
કોઇકાળે વિસરી શકે તેમ નથી.
પુણ્ય મળેલી નાશવંત સંપત્તિને
શુભ ક્ષેત્રમાં સમર્પિત કરી
શાશ્વત કાલીન સુખકર શી રીતે બનાવવી તે પ્રભુમાર્ગને હૃદય મંદિરે પ્રસ્થાપિત કરનારા
શ્રી કલ્પનેશભાઇ જરીવાલા પાસે શીખવા જેવું છે. વિ.સં. ૨૦૫૯ની સાલે શ્રી સિદ્ધગિરિરાજંની શીતલ છાયામાં ચાતુર્માસ બિરાજમાન ‘સૂરિરામ’ સામ્રાજ્યવર્તિ ૧૪-૧૪ આચાર્ય ભગવંતોની નિશ્રામાં
પર્યુષણા પછી શ્રી શત્રુંજય તળેટીને
સુવર્ણ વરખથી શાલિન અંગરચના કરાવવા દ્વારા નિજ સમ્યક્ત્વની શુદ્ધિકરણ સાથે હજારો ભવ્યાત્માના હ્રદયે
મહાપૂજાના માધ્યમે
સમ્યક્ત્વની પ્રાપ્તિની ભૂમિકા પ્રદાન કરી હતી. તથા સમગ્ર પાલિતાણાની વિવિધ ધર્મશાળામાં
બિરાજમાન હજારો યાત્રિકોની કરેલી અપૂર્વ ઔદાર્યપૂર્વકની
અત્યંત બહુમાનપૂર્વકની
સાધર્મિક ભક્તિએ તો
પ્રભુશાસનનો જયજયકાર કરાવ્યો હતો. આ પૂર્વે પણ આ પુણ્યનામધેય પરિવારે ‘શ્રાદ્ધદિનકૃત્ય’ ગ્રંથને
સંપૂર્ણ આર્થિક સહકાર આપીને પ્રકાશિત કર્યું છે.
અરિહંત આરાધક ટ્રસ્ટ
તેમના સુકૃતની ભાવભરી અનુમોદના કરે છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
અનુવાદકારનું પ્રાથિન
વિ.સં. ૨૦૫૮માં મારું ચાતુર્માસ શત્રુંજય તીર્થમાં ઓસવાળ યાત્રિક ગૃહમાં થયું. ત્યાં એકવાર મુંબઇ શ્રીપાળ નગરમાં રહેતા સુશ્રાવક કલ્પનેશભાઇ મને વંદન ક૨વા માટે આવ્યા. વંદન કર્યા પછી પોતાની ભાવના વ્યક્ત કરતાં મને કહ્યું કે જ્ઞાનપંચમીના દિવસે જ્ઞાનની આરાધના કરતાં વિશેષ ભાવોલ્લાસ થયો કે આપ કોઇ પૂર્વાચાર્ય રચિત ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ ક૨ી આપો તો તેના પ્રકાશનનો સંપૂર્ણ આર્થિક લાભ મારે લેવો. તેમની આ ભાવના સફળ બને એ માટે ‘શત્રુંજય તીર્થ સોહામણું’’ એ પુસ્તક લખાઇ ગયા બાદ અવસર મળતાં પંચસૂત્ર ગ્રંથની ટીકાનો ગુજરાતી અનુવાદ લખવાનો પ્રારંભ કર્યો. આજે આ ગ્રંથ પ્રકાશિત થઇને વાચકોના કરકમલને શોભાવી રહ્યો છે.
પંચ સૂત્રનો સંક્ષિપ્ત પરિચય
આ ગ્રંથની રચના પ્રાકૃતભાષામાં થયેલી છે. તેના ઉપર સંસ્કૃત ટીકા છે. આ મૂળ ગ્રંથના રચયિતા ચિરંતનાચાર્ય છે. અહીં ચિરંતનાચાર્ય એટલે પ્રાચીન આચાર્ય. એ પ્રાચીન આચાર્યનું નામ આજ સુધી કોઇના જાણવામાં આવ્યું નથી. કારણ કે એ પ્રાચીન આચાર્ય ભગવંતે ગ્રંથના પ્રારંભમાં કે અંતમાં પોતાના નામનો નિર્દેશ કર્યો નથી. આ ઉપરથી સમજી શકાય છે કે આ પ્રાચીન આચાર્ય ભગવંત નામના મોહથી કેવા અલિપ્ત
હતા.
આ સૂત્રની રચના લગભગ ૧૫૦૦ વર્ષથી પણ ઘણા કાળ પૂર્વે થઇ હોવાથી પૂર્વધર મહાજ્ઞાની આચાર્ય ભગવંતની આ અનુભવ સિદ્ધ પ્રસાદી હોવાની સંભાવના અનુચિત નથી. ૧૪૪૪ ગ્રંથના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે એક સંક્ષિપ્ત વિવરણ આ ગ્રંથ ઉપર રચીને, આ ગ્રંથના રહસ્યો છતાં કરી
સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
અનુવાદકારનું પ્રાકકથન /
પાંચ સૂત્રોમાં જે મહત્ત્વના પાંચ વિષયોને ગૂંથી લેવામાં આવ્યા છે તેનો સંક્ષિપ્ત ભાવાર્થ આ પ્રમાણે છે
સૂત્ર-૧ પાપપ્રતિઘાત અને ગુણબીજાધાના
અત્યંત દુર્ગધી પાત્રને જ્યાં સુધી સારી રીતે ધોઇને સ્વચ્છ કરવામાં ન આવે ત્યાં સુધી સુગંધી દ્રવ્યોનું ભાજન બનવાની તેમાં લાયકાત આવતી નથી. તે જ રીતે અનાદિ કાળના કુસંસ્કારો રૂપી ગાઢ પાપકર્મોનો નાશ ન થાય ત્યાં સુધી આત્મા પણ સદ્ગુણોની સુગંધથી સુવાસિત ન બની શકે. તે તેથી પ્રથમ સૂત્રમાં સદ્ગુણોની પ્રાપ્તિ માટે અનિવાર્ય પાપકર્મના વિનાશ અર્થે (૧) અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારનું શરણ (૨) સ્વકૃત દુરાચારોની તીવ્ર નિંદા અને સત્કૃત્યોની પ્રસંશા-અનુમોદના એ ત્રણ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.
સૂત્ર-૨ સાધુધર્મ પરિભાવના પોતાના આત્માની કર્મબન્ધનથી મુક્તિ એ આત્માના શુભ પુરુષાર્થનું અંતિમ લક્ષ્ય છે. સાધુપણાનું પાલન =જ્ઞાન દર્શન-ચારિત્રની ઉચ્ચ કોટિની સાધના) એ મુક્તિનો એકમાત્ર ઉપાય છે. તે ઉપાય પ્રાપ્ત કરવા માટે મુમુક્ષુ
જીવને પૂર્વાભ્યાસ કરવાની જરૂર છે. એ પૂર્વાભ્યાસમાં સાધુધર્મ સ્વીકારવાની [ રુચિ તીવ્ર બનાવવી, સાધુપણાનાં કર્તવ્યો બરાબર સમજવાં, તેની ઉપયોગીતાથી
આત્માને બરાબર ભાવિત કરવો, અંતે તે માટે અંશથી સાધુપણા રૂપ પાંચ અણુવ્રતોનો સ્વીકાર કરી તેનું વિશુદ્ધ પાલન કરવું વગેરેનો સમાવેશ થાય
સૂત્ર-૩ પ્રવ્રજ્યા-ગ્રહણ-વિધિ પ્રવજ્યાગ્રહણવિધિ એટલે સાધુપણાને ભાવથી, હર્ષ પૂર્વક સ્વીકારવાનો વિધિ. પહેલાં આંશિક સાધુપણાનો વિશુદ્ધ અભ્યાસ કર્યા બાદ માતા
Page #8
--------------------------------------------------------------------------
________________
અનુવાદકારનું પ્રાકકથના
પિતાને પ્રતિબોધ કરી દીક્ષા ગ્રહણમાં તેમની સંમતિ લેવી અને તેમની આજીવિકાની વ્યવસ્થા કરવી. છતાં અનુમતિ ન આપે તો ભયંકર અટવીમાં સખત બીમાર થયેલ માતા-પિતાને સાજા કરવા ઔષધ લેવા માટે તેમને જંગલમાં જ છોડીને ગામમાં આવવું પડે, તેમ સંસાર અટવીમાં મોહની બીમારી ભોગવતાં માતા-પિતાને તાત્ત્વિક ઔષધ (ધર્મ)થી સાજા કરવા તેમને છોડીને પણ દીક્ષારૂપી ઔષધપ્રાપ્તિના સ્થાને ચાલ્યા આવવું. જિનપૂજા વગેરે કૃત્યો કરીને દીક્ષા લેવી.
સૂત્ર-૪ પ્રવ્રજ્યા પરિપાલન દીક્ષા લીધા પછી સંયમની સાધનામાં લીન બની જનાર સાધુ એક વર્ષમાં દેવોનાં સર્વશ્રેષ્ઠ સુખોથી પણ અધિક પ્રશમસુખ અનુભવતો થઇ જાય છે. પરંતુ આ અવસ્થામાં પહોંચવા માટે વિધિપૂર્વક અને સદ્ગુરુ પ્રત્યે બહુમાનપૂર્વક શાસ્ત્રાધ્યયન કરીને આરાધના-વિરાધનાનાં સ્થાનોનું અને તેના લાભ-નુકશાનનું જ્ઞાન મેળવવું જરૂરી છે. તથા કોઇપણ અનુષ્ઠાનને બાધા ન પહોંચે તેની કાળજી રાખવી ઇત્યાદિ નિરૂપણ આ ચોથા સૂત્રમાં કરવામાં આવ્યું છે.
સૂત્ર-૫ પ્રવ્રજ્યાફળા સુવિશુદ્ધ પ્રવ્રજ્યાનું પરિપાલન કરવાથી નવાં કર્મોનો સંવર થવાથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા થવાથી આત્મા કર્મમુક્ત બનીને લોકના અગ્ર ભાગ ઉપર સાદિ-અનંત સ્થિતિમાં સ્થિર બની જાય છે, સિદ્ધિગતિમાં વિષયનિરપેક્ષ ઉપમાનીત, દુ :ખરહિત અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. આ સૂત્રમાં મોક્ષના તાત્ત્વિકસ્વરૂપની શુદ્ધ તાર્કિક અને માર્મિક મીમાંસા કરવામાં આવેલી છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
અgઠમણિકા
વિષય
પૃષ્ઠ
પ્રસ્તાવના ...
••••••••
......
..............
પહેલું પાપપ્રતિઘાત-ગુણબીજાધાન સૂત્ર ૧. મંગલસૂત્ર........ ૨. અરિહંતનો ઉપદેશ................ ૩. સંસારનાશનો ઉપાય........... ૪. તથાભવ્યત્વના પરિપાકનાં સાધનો ૫. અરિહંતોના શરણનો સ્વીકાર ..... ૬. સિદ્ધોના શરણનો સ્વીકાર. ૭. સાધુઓના શરણનો સ્વીકાર............ ૮. ધર્મના શરણનો સ્વીકાર...... ૯. દુષ્કૃત ગર્તા... ૧૦. પ્રણિધાન શુદ્ધિ...
............ ૧૧. સુકૃત અનુમોદના .............. ૧૨. પ્રણિધાન શુદ્ધિ. ૧૩. સૂત્રપાઠનું અશુભની નિવૃત્તિરૂપ ફળ. ૧૪. સૂત્રપાઠનું શુભની પ્રાપ્તિરૂપ ફળ .... ૧૫. અંતિમ મંગલ ...
........... ૪૬ ભાવથી ચિત્તની એકાગ્રતાપૂર્વક પ્રથમ સૂત્રના પઠન-શ્રવણથી થતા લાભો.................... ...........
બીજું સાધુધર્મપરિભાવના સૂત્રો ૧. ધર્મગુણોને સ્વીકારવાની રુચિ થયા પછીનું કર્તવ્ય .................. | ૨. ધર્મગુણો ..
......... ૩. ધર્મગુણોના સ્વીકાર પછી તેના પાલન માટે જરૂરી કર્તવ્યો.....પ૩
:
:
Page #10
--------------------------------------------------------------------------
________________
વિષય
........
...••••••
૪. સાધુધર્મની ભાવનાથી થતા લાભો..
......... ત્રીજું પ્રવ્રજ્યા ગ્રહણ વિધિ સૂત્ર ૧. સાધુધર્મને સ્વીકારવાનો વિધિ... ... ....................૬૮ ૨. માતા-પિતાને પ્રતિબોધ પમાડવાનો વિધિ......................... ૩. માતા-પિતાની આજીવિકાની વ્યવસ્થા કરીને દીક્ષા લે.......... ૪. માતા-પિતા રજા ન આપે તો માયા-કપટ કરીને દીક્ષા લે ..... ૭૪ ૫. માતા-પિતા કોઇપણ રીતે રજા ન આપે તો
રજા વિના પણ દીક્ષા લેવી. .......... .......... ૬. ગ્લાન ઔષધનું દૃષ્ટાંત........................ ૭. દૃષ્ટાંતનો ઉપનય ... ૮. આવો ત્યાગ વાસ્તવિક ત્યાગ નથી. .......... ૯. દીક્ષાનો વિધિ ..
ચોથું પ્રવજ્યા પરિપાલના સૂત્રા ૧. સ્વકાર્યનો અસાધક ઉપાય પરમાર્થથી ઉપાય નથી............ ૨. વિધિથી દીક્ષિત બનેલા સાધુનું સ્વરૂપ ............. ૩. અવિધિથી ભરેલું સૂત્ર સફળ ન થાય.......... ૪. અવિધિથી ભણનારને કોઇ ફળ મળતું નથી....................... ૫. અનારાધનાનું લક્ષણ............ ૬. અનારાધનાથી ભરેલું ભણેલું નથી. ............. ૭. માર્ગગામીને અનારાધના ન હોય..... ૮. માર્ગગામીની વિરાધના અર્થહેતુ છે ... ૯. માર્ગગામી વિરાધકનું લક્ષણ. .............. ૧૦. માર્ગગામીનું ભણેલું ભણેલું છે............ ૧૧. વિરાધનાવાળો સબીજ હોય.... ૧૨. માર્ગગામી બધાને વિરાધના ન હોય.
..........
.....
Page #11
--------------------------------------------------------------------------
________________
(વિષય ૧૩. નિરુપક્રમ કર્મથી રહિત સાધુનું સ્વરૂપ ... ૧૪. વ્યક્ત શબ્દનો અર્થ ૧૫. પ્રવચન માતાના ત્યાગથી થતા
અનર્થને માર્ગગામી સાધુ જાણે છે ... ૧૬. ચારિત્ર અને જ્ઞાનના બે પ્રકાર.... ૧૭. અબાધિત યોગોની આરાધના.... ૧૮. ઉત્તરોત્તર યોગોની સિદ્ધિનું ફળ ૧૯. રોગીની સક્રિયાનું દૃષ્ટાંત.......... ૨૦. દષ્ટાંતનો ઉપનય .. ૨૧. ગુરુબહુમાનની મહત્તા.. રર. ગુરુબહુમાન રહિત ક્રિયાનું ફળ સંસાર ......... ૨૩. ગુરુબહુમાનની સવોત્કૃષ્ટ સુંદરતા ... ...... ૨૪. સાધુને દેવોથી અધિક સુખ ................... ૨૫. કેવો સાધુ યોગી છે તેનું વર્ણન..... ર૬. શુદ્ધ સાધુ સુંદરભોગો મળવા સાથે
મોક્ષ મળે તેવો ભવ પામે છે..... ૨૭. જ્ઞાનનું સ્વરૂપ અને ફળ ................ ૨૮. ઉચિત પ્રવૃત્તિના સ્વીકારનું કારણ ... ર૯. પ્રસ્તુત પ્રવૃત્તિમાં વિનાભાવ અને તેનું કારણ ............ ૩૦. ઇષ્ટ સિદ્ધિનું કારણ . ૩૧. સુક્રિયાનું સ્વરૂપ ................... ૩૨. સુક્રિયાથી પરાર્થ સાધના......... ૩૩. પરાર્થસાધક સાધુનું સ્વરૂપ........ ૩૪. પરાર્થ સાધનાનું કારણ ........... ૩૫. અંતિમ ભવનું વર્ણન ..........
...
........'
..........
Page #12
--------------------------------------------------------------------------
________________
( વિષય
પૃષ્ઠ
..........
........
પાંચમું પ્રવજ્યા ફલ સૂત્ર ૧. સિદ્ધ થયેલા જીવનું સ્વરૂપ.. ૨. સિદ્ધમાં શબ્દાદિ ન હોય................................ ...... ૩. સિદ્ધો અભાવરૂપ નથી. ............ ૪. સિદ્ધોનું સુખ સંયોગ અને અપેક્ષાથી રહિત છે................. ૫. મોહ મુખ્ય ભાવશત્રુ છે. .......
......... ૬. સિદ્ધો સંયોગ અને અપેક્ષાથી રહિત છે..... ૭. સિદ્ધોનો લોકાત્તે જવાનો સ્વભાવ છે.............. ૮. સિદ્ધના સુખનું વર્ણન.................. ૯. સિદ્ધસુખ સંબંધી દષ્ટાંત...........
......... ૧૦. સિદ્ધોનું સુખ બુદ્ધિથી ગમ્ય નથી............. ૧૧. સિદ્ધસુખ અને સિદ્ધોનો કાળ . ૧૨. સર્વજીવોમાં ભવ્યત્વ સમાન હોવા
છતાં તથાભવ્યત્વ ભિન્ન છે. ૧૩. બંધ વિના મુક્તિ ન ઘટે ... ૧૪. અનાદિ બંધનો વિયોગ થાય.... ૧૫. સાંખ્યમત માન્ય દિદક્ષા અપ્રામાણિક છે .......................... ૧૬. પરિણામ ભેદથી બંધ-મોક્ષનો ભેદ
૧૩૪ ૧૭. કર્મ બોધિસ્વરૂપ નથી તથા સર્વથા અસતું પણ નથી.......... ૧૩૫ ૧૮. સત્નો સર્વથા વિનાશ માનવામાં સર્વથા
અસતુની ઉત્પત્તિ થવાની આપત્તિ. ૧૯. દ્રવ્યના ઉત્પાદ અને નાશ માનવામાં
આવે તો દ્રવ્યના ઉત્પાદ-નાશરૂપ સ્વભાવની કલ્પના યુક્તિયુક્ત છે...
૧૩૮
......
,
,
,
,
,
,
,
,
,
,
Page #13
--------------------------------------------------------------------------
________________
વિષય
પૃષ્ઠ
..........
........૧૪૪
૧૪૫
૨૦. પ્રસ્તુત વિષયની સૂક્ષ્મતા ......... ર૧. મોક્ષ સુખની શ્રેષ્ઠતાનું કારણ ........ રર. સિદ્ધોનો વાસ ૨૩. સિદ્ધની લોકત સુધી ગતિ સંબંધી વર્ણન. . ૨૪. સંસારમાં ભવ્યજીવોનો કદી અભાવ ન થાય.. રપ. જાતિભવ્ય અને અભવ્યમાં
યોગ્યતા-અયોગ્યતાની દૃષ્ટિએ ભેદ ............ ર૬. વ્યવહારનય પણ મોક્ષનું સાધન છે .......... ૨૭. જિનાજ્ઞા સર્વથા નિર્દોષ છે.................. ૨૮. જિનાજ્ઞાને અપુનબંધકાદિ જીવો સમજી શકે. .. ર૯. ભવાભિનંદી જીવોને જિનાજ્ઞા ન આપવી.... ૩૦. અયોગ્યને જિનાજ્ઞા ન આપવામાં કરૂણા છે...... ૩૧. અનુવાદકારની પ્રશસ્તિ.............. પરિશિષ્ટ-૧ ધર્મબીજો ...... .................. પરિશિષ્ટ-૨ પંચ કારણ સમુદાય.............. પરિશિષ્ટ-૩ અણગારને વરેલી ઉપમાઓ ... પરિશિષ્ટ-૪ સિદ્ધોની વિશેષ માહિતી.. પરિશિષ્ટ-૫ માર્માભિમુખ-માર્ગપતિત .. પરિશિષ્ટ-૬ ચાર ભાવનાના સોળ ભેદો ..
......... ........
૧૫૧
૧૫૩
૧૫૫
....
૧૭૬
Page #14
--------------------------------------------------------------------------
________________
धरणेन्द्र-पद्मावतीसंपूजिताय ॐ ह्रीं श्रीं श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः श्री दान-प्रेम-रामचन्द्र-हीरसूरीश्वरेभ्यो नमः
ऐं नमः શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કૃત વ્યાખ્યા સહિત ચિરંતનાચાર્ય વિરચિત
પંચસૂત્ર ગ્રંથનો
ગુજરાતી ભાવાનુવાદ
ટીકાકારનું મંગલાચરણ प्रणम्य परमात्मानं महावीरं जिनेश्वरम् । सत्पञ्चसूत्रकव्याख्या, समासेन विधीयते ॥१॥
પરમાત્મા શ્રી મહાવીર જિનેશ્વરને પ્રણામ કરીને હું શ્રેષ્ઠ પંચ સૂત્રની સંક્ષેપથી વ્યાખ્યા કરું છું.
પ્રસ્તાવના आह- किमिदं पञ्चसूत्रकं नाम ? उच्यते- पापप्रतिघातगुणबीजाधानसूत्रादीनि पञ्चसूत्राण्येव, तद्यथा- पापप्रतिघात-गुणबीजाधानसूत्रम् १ साधुधर्मपरिभावनासूत्रम् २ प्रव्रज्याग्रहणविधिसूत्रम् ३ प्रव्रज्यापरिपालनासूत्रम् ४ प्रव्रज्याफलसूत्रम् ५ इति । |
प्रश्न- सा पंयसूत्र शुंछ ?
ઉત્તર- પાપપ્રતિઘાત-ગુણબીજાધાન વગેરે પાંચ સૂત્રો એ જ પંચસૂત્ર છે. તે પાંચ સૂત્રો આ પ્રમાણે છે-૧. પાપપ્રતિઘાત-ગુણબીજાધાન સૂત્ર ૨. સાધુધર્મપરિભાવના સૂત્ર ૩. પ્રવજ્યાગ્રહણવિધિ સૂત્ર ૪. પ્રવજ્યાપરિપાલના સૂત્ર ५. प्रयास सूत्र.
आह- किमर्थमेवमेतेषामुपन्यासः ? इत्यत्रोच्यते- एतदर्थस्यैवमेव तत्त्वतो भावः इति ख्यापनार्थं, न हि प्रायः पापप्रतिघातेन गुणबीजाधानं विना तत्त्वतस्त
Page #15
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
च्छ्रद्धाभावप्ररोहः, न चासत्यस्मिन् साधुधर्मपरिभावना, न चापरिभावितसाधुधर्मस्य प्रव्रज्याग्रहणविधावधिकार:, न चाप्रतिपन्नस्तां तत्पालनाय यतते, न चापालने एतत्फलमाप्नोतीति प्रवचनसार एष सज्ज्ञानक्रियायोगात् ।
૨
પ્રસ્તાવના
પ્રશ્ન— આ પાંચ સૂત્રોનો આ પ્રમાણેના ક્રમથી ઉલ્લેખ કરવાનું શું કારણ છે ? ઉત્તર— આ પાંચ સૂત્રોના અર્થોની (=પદાર્થોની) પરમાર્થથી આ પ્રમાણે જ સત્તા છે, અર્થાત્ આ સૂત્રોમાં કહેલા અર્થોની (=પદાર્થોની) અહીં જણાવેલા ક્રમથી જ પ્રાપ્તિ થાય છે એવું જણાવવા માટે આ પાંચ સૂત્રોનો આ પ્રમાણેના ક્રમથી ઉલ્લેખ કર્યો છે. આ પાંચ સૂત્રોના અર્થોની (=પદાર્થોની) ઉક્ત ક્રમથી જ પ્રાપ્તિ થાય છે. તે આ પ્રમાણે-પહેલાં પાપપ્રતિઘાત દ્વારા ગુણબીજાધાન થાય. પછી સાધુધર્મની પરિભાવના થાય. પછી પ્રવ્રજ્યા ગ્રહણ વિધિ થાય. પછી પ્રવ્રજ્યા પરિપાલન થાય. પછીપ્રવ્રજ્યાલનીપ્રાપ્તિ થાય. પાપપ્રતિઘાત દ્વારા ગુણબીજાધાન થયા વિના પ્રાયઃ ધર્મની શ્રદ્ધા (=રુચિ) ન થાય. ધર્મની શ્રદ્ધા થયા વિના સાધુધર્મની પરિભાવના (=સંયમ લેવાની તીવ્રભાવના) ન થાય. જેણે સાધુધર્મની પરિભાવના કરી નથી તેનો પ્રવ્રજ્યા ગ્રહણની વિધિમાં અધિકાર નથી. જેણે પ્રવ્રજ્યા લીધી નથી તે પ્રવ્રજ્યાના પાલન માટે યત્ન ન કરે. પ્રવ્રજ્યાના પરિપાલન વિના પ્રવ્રજ્યાના ફળને ન પામે.
વિવેચન— (૧) પાપ પ્રતિઘાત એટલે પાપોનો નાશ. (પ્રતિઘાત એટલે નાશ) ગુણબીજાધાન શબ્દમાં ગુણ, બીજ અને આધાન એમ ત્રણ શબ્દો છે. આધાન એટલે સ્થાપન. આત્મામાં ગુણોના બીજોનું સ્થાપન કરવું તે ગુણબીજાધાન. બીજા શબ્દોમાં કહીએ તો ગુણબીજાધાન એટલે આત્મામાં ગુણોના બીજોની વાવણી. જેમ ખેડૂત ખેતરમાં બીજોની વાવણી કરે અને પછી વર્ષાદ વગેરેથી બીજોમાંથી અનાજની ઉત્પત્તિ થાય છે, તેમ આત્મામાં ગુણોના બીજોની વાવણી કરવાથી કાલાંતરે તેવાં શુભ નિમિત્તોથી આત્મામાં ગુણોની ઉત્પત્તિ થાય છે.
ખેડૂત પહેલાં જમીનમાં રહેલાં પથ્થર-ભોથાં (=વાસનાં મૂળિયાંઓનો થ્થો) વગેરેને દૂર કરીને જમીનને સ્વચ્છ બનાવે છે. પછી તેમાં બીજોની વાવણી કરે છે. તેવી રીતે પ્રસ્તુતમાં પહેલાં પાપનો નાશ કરીને આત્માને સ્વચ્છ બનાવવો જોઇએ. પછી આત્મામાં ગુણોના 'બીજોની વાવણી કરવી જોઇએ. પહેલા સૂત્રમાં દુષ્કૃતગહ, ૧. ગુણબીજ, ધર્મબીજ, યોગબીજ આ બધા શબ્દો એકાર્થક છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પ્રસ્તાવના
સુકૃત અનુમોદના અને ચારશરણનો સ્વીકારએ ત્રણ વિષયો છે. તેમાં દુષ્કૃતગર્તાથી પાપોનો નાશ થાય છે, આથી આત્મા પવિત્ર થાય છે, અર્થાત્ આત્મા લઘુકર્મી બને છે. પવિત્ર થયેલા આત્મામાં સુકૃતોની અનુમોદના અને ચાર શરણ સ્વીકારથી ગુણોના બીજોનું આધાન થાય છે. અથવા આ વિષયને બીજી રીતે આ પ્રમાણે સમજી શકાય- દુર્ગધી પદાર્થથી ભરેલા પાત્રમાં સુગંધી પદાર્થ નાખવો હોય તો પહેલાં દુર્ગધી પદાર્થને કાઢીને એ પાત્ર ધોઇને સ્વચ્છ કરવું જોઇએ. પછી જ તેમાં સુગંધી પદાર્થ ભરી શકાય. તેમ પ્રસ્તુતમાં પહેલાં આત્મામાંથી પાપરૂપ દુર્ગધી પદાર્થ કાઢીને આત્માને સ્વચ્છ કરવો જોઇએ. પછી તેમાં ગુણબીજાધાન કરવું જોઇએ. આત્મામાંથી પાપનો નાશ થયા વિના આત્મામાં ગુણબીજાધાન ન કરી શકાય. દુષ્કૃતગર્તાથી પાપોનો નાશ થાય છે, સુકૃત અનુમોદન અને ચાર શરણ સ્વીકારથી ગુણબીજાધાન થાય છે.
(૨) આ રીતે પાપપ્રતિઘાત દ્વારા ગુણબીજાધાન થયા પછી સાધુધર્મ પરિભાવના સૂત્રમાં કહ્યા મુજબ સાધુધર્મની પરિભાવના થાય છે. પરિભાવના એટલે તીવ્ર ઉત્કંઠા, તીવ્ર ઇચ્છા. સાધુધર્મને સ્વીકારવાની તીવ્ર ભાવના થવી તે સાધુધર્મપરિભાવના.
(૩) સાધુધર્મની પરિભાવના થયા પછી પ્રવજ્યા ગ્રહણવિધિ નામના ત્રીજા સૂત્રમાં કહ્યા મુજબ વિધિ પૂર્વક સાધુધર્મનો સ્વીકાર થાય છે.
(૪) સાધુધર્મનો સ્વીકાર થયા પછી પ્રવજ્યાપરિપાલન નામના ચોથા સૂત્રમાં કહ્યા મુજબ પ્રવ્રજ્યાનું જિનાજ્ઞા મુજબ પાલન થાય છે.
(૫) જિનાજ્ઞા મુજબ પ્રવજ્યાના પાલનથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આમ પૂર્વપૂર્વ પદાર્થની પ્રાપ્તિ થયા પછીજ પછી પછીના પદાર્થની પ્રાપ્તિ થાય છે.
પ્રાય કરીને પાપપ્રતિઘાત દ્વારા ગુણબીજાધાન થયા વિના પરમાર્થથી ગુણો (=ધર્મ) સંબંધી શ્રદ્ધાભાવની ઉત્પત્તિ થતી નથી, અર્થાત્ ધર્મ પ્રત્યે શ્રદ્ધા પ્રગટતી નથી. ધર્મ પ્રત્યે શ્રદ્ધા પ્રગટ્યા વિના સાધુ ધર્મની પરિભાવના થતી નથી. પરિભાવના એટલે તીવ્ર ભાવના. સાધુધર્મને સ્વીકારવાની તીવ્ર ભાવના થાય તે સાધુધર્મ પરિભાવના. સાધુધર્મને સ્વીકારવાની તીવ્ર ભાવના થયા વિના પ્રવ્રજ્યાને સ્વીકારવાની વિધિમાં અધિકાર પ્રાપ્ત થતો નથી, અર્થાત્ સાધુધર્મને સ્વીકારવાની તીવ્ર ભાવના વિના વિધિપૂર્વક પ્રવ્રજ્યાનો સ્વીકાર થઇ શકતો નથી. જેણે વિધિપૂર્વક
Page #17
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પ્રસ્તાવના
પ્રવ્રજ્યાનો સ્વીકાર કર્યો નથી તે જીવ તેના પાલનમાં યત્ન કરતો નથી. પ્રવજ્યાના પાલન વિના પ્રવ્રજ્યાના ફળને પામતો નથી. આમ પહેલાં પાપપ્રતિઘાત દ્વારા ગુણબીજાધાન થાય.પછી સાધુધર્મની પરિભાવના થાય. પછી પ્રવજ્યાગ્રહણવિધિ થાય. પછી પ્રવજ્યાપરિપાલન થાય. પછી પ્રવજ્યાફળની પ્રાપ્તિ થાય. માટે અહીં આ ક્રમ કહ્યો છે.
રૂતિ પ્રવચનસાર પણ સજ્ઞાનક્રિયાયોIC=આ પ્રમાણે આ (=ક્રમથી જણાવેલા પાંચ પદાર્થો) પ્રવચનનો સાર છે. કારણ કે આમાં ( ક્રમથી જણાવેલા પાંચ પદાર્થોમાં) સમ્યજ્ઞાન અને સમ્યક ક્રિયાનો યોગ છે. મોક્ષ એકલા સમ્યજ્ઞાનથી થતો નથી અને એકલી સમ્યક્રક્રિયાથી પણ થતો નથી. સમ્યજ્ઞાન અને સમ્યકક્રિયા એ બંનેના સહયોગથી મોક્ષ મળે છે.
अन्यथा अनादिमति संसारे यथाकथञ्चिदनेकशः एतत्प्राप्त्यादेः स्यादेतत्सर्वसत्त्वानामेव, न चैतदेव (वं), सर्वसत्त्वानां सिद्ध्यभावात् ।
અન્યથા (=બીજાથાનાદિના ક્રમ વિના) સંસારમાં ગમે તે રીતે (=ભૌતિક સુખની ઇચ્છા વગેરે કારણોથી) અનેકવાર સર્વ જીવોને આની (=પ્રવ્રજ્યાની) પ્રાપ્તિ વિગેરે થયેલ હોવાથી બધાય જીવોને આ (=પ્રવજ્યાનું ફલ) થાય. પણ સર્વ જીવોને પ્રવજ્યાના ફળની પ્રાપ્તિ થઇ નથી. કારણ કે સર્વ જીવોનો મોક્ષ થયો નથી.
सिद्धिश्च प्रधानं फलं प्रव्रज्यापरिपालनस्य । आनुषङ्गिकं तु सुदेवत्वादि ।
પ્રવ્રજ્યા પરિપાલનનું મુખ્ય ફળ મોક્ષ છે. આનુષંગિક ફળ તો સુદેવપણું વગેરે છે.
यथाकथञ्चिदनेकश एतत्प्राप्त्यादिवचनप्रामाण्यात्, सर्वसत्त्वानामेव प्रायो ग्रैवेयकेष्वनन्तश उपपातश्रुतेः, न च तेषु साधुक्रियामन्तरेणोपपातः, न च सम्यग्दृष्टेरपार्द्धपुद्गलपरावर्ताभ्यधिको भव इति भावनीयमेतत् ।
ગમે તે રીતે અનેકવાર પ્રવજ્યા પ્રાપ્તિ વગેરે થયેલ છે એવું શાસ્ત્રવચન પ્રામાણિક છે.
પ્રશ્ન- ગમે તે રીતે અનેકવાર પ્રવજ્યા પ્રાપ્તિ વગેરે થયેલ છે એવું વચન પ્રામાણિક છે એમાં પ્રમાણ શું છે ? ૧. વગેરે શબ્દથી પ્રવજ્યાનું પાલન સમજવું. ૨. વગેરે શબ્દથી સુમનુષ્યપણું અને ઉત્તમ ભોગસુખની પ્રાપ્તિ વગેરે સમજવું.
Page #18
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પ્રસ્તાવના
ઉત્તર– કારણ કે પ્રાયઃકરીને બધા જ જીવો રૈવેયકોમાં અનંતવાર ઉત્પન્ન થયા છે એવું શાસ્ત્રમાં સંભળાય છે. સાધુક્રિયા વિના રૈવેયકોમાં "ઉપપાત ન થાય. આમાં બીજી પણ યુક્તિ છે કે સમ્યગ્દષ્ટિને દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તથી અધિક સંસારકાળ ન હોય. (દશોન અર્ધપુદ્ગલપરાવર્ત જેટલા કાળમાં રૈવેયકોમાં અનંતવાર ઉપપાત ન થાય.) આ પ્રમાણે વિચારવું.
तस्मानिर्बीजस्यैव क्रियामात्रस्य सा प्राप्तिरिति प्रतिपत्तव्यम् । सबीजायां तु तस्यां न दीर्घदौर्गत्यम्, अत एतदर्थस्यैवमेव तत्त्वतो भावः इति स्थितम् ।
તેથી અનંતવાર પ્રવજ્યાપ્રાપ્તિ જે થઇ તે બીજ રહિત (=ગુણબીજાધાન વિના) જ જીવને માત્ર ક્રિયાની પ્રાપ્તિ થઈ એમ સ્વીકારવું જોઇએ. જો બીજાધાન સહિત ક્રિયાની પ્રાપ્તિ થાય તો દીર્ઘકાળ સુધી દુર્ગતિ ન થાય. આથી આ અર્થનો આ પ્રમાણે જ પરમાર્થથી ભાવ છે એમ નિશ્ચિત થયું, અર્થાત્ ગુણબીજાધાન વિના સાધુધર્મની પરિભાવના ન થાય, સાધુ ધર્મની પરિભાવના વિના પ્રવ્રજ્યાગ્રહણવિધિ ન થાય, પ્રવ્રજ્યાગ્રહણવિધિ વિના પ્રવ્રજ્યાનું પરિપાલન ન થાય, પ્રવ્રજ્યાના પરિપાલન વિના મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ ન થાય એ નિશ્ચિત થયું.
अयं चातिगम्भीरो न भवाभिनन्दिभिः क्षौ याद्युपघातात्प्रतिपत्तुमपि शक्यते, आस्तां पुनः कर्तुमिति । न सर्वेषामेवैतत्प्राप्त्यादि । अतो यथोक्तदोषाभावः । इत्यलं विस्तरेण ।
ભવાભિનંદી જીવોમાં પ્રાથમિક કક્ષામાં જરૂરી શુદ્ધભાવ ક્ષુદ્રતા આદિ (આઠ) દુર્ગુણોથી હણાઇ ગયો હોવાથી ભવાભિનંદી જીવો અહીં જણાવેલ અતિ ગંભીર પદાર્થને જાણવા (=સમજવા) માટે પણ સમર્થ નથી, તો પછી કરવાની તો વાત જ ક્યાં રહી ? આમ અહીં જણાવેલ ક્રમથી પ્રવજ્યાપ્રાપ્તિ વગેરે બધા ય જીવોને થતું નથી. આથી યથોક્ત દોષનો (સર્વ જીવોને પ્રવજ્યા ફલની (=મોક્ષની) પ્રાપ્તિ રૂપ દોષનો) અભાવ છે. આ પ્રમાણે વિસ્તારથી સર્યું. १. आणोहेणानंता मुक्का गवेज्जगेसु य सरीरा। न य तत्थाऽसंपुण्णाए साहुकिरियाए उववाओ (पञ्चा० १४-४८) ઓઘઆજ્ઞાથી (=સમ્યગ્દર્શન વિના કેવળ આપ્તના ઉપદેશથી) જીવોએ ભૂતકાળમાં રૈવેયક વિમાનોમાં અનંત શરીરો મૂક્યાં છે. અસંપૂર્ણ સાધુકિયાથી રૈવેયકમાં ઉત્પત્તિ ન થાય. ૨. જુઓ પૃષ્ઠ ૧૫ર.
Page #19
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર
૧. પહેલું પાપપ્રતિઘાત-ગુણબીજાધાન સૂત્ર
૧. મંગલસૂત્ર इह चेदमादिसूत्रम्-पंयसूत्र अंयमा पडेगुं सूत्राणमो वीअरागाणं सव्वण्णूणं देविंदपूइआणं, जहट्ठिअवत्थुवाईणं तेलुक्कगुरूणं अरुहंताणं भगवंताणं ॥१॥ ____ नमो वीतरागेभ्यः' । तत्र रज्यतेऽनेनेति रागः, रागवेदनीयं कर्म । आत्मनः क्वचिदभिष्वङ्गपरिणामापादनात् । रञ्जनं वा रागः, रागवेदनीयकर्मापादितो भावोऽभिष्वङ्गपरिणाम एव । वीतोऽपेतो रागो येषां ते वीतरागाः, तेभ्यो नमः । एतच्च वीतद्वेषमोहोपलक्षणम् । वीतद्वेषेभ्यो वीतमोहेभ्यः । तत्र द्विष्यतेऽनेनेति द्वेषः, द्वेषवेदनीयं कर्म, आत्मनः क्वचिदप्रीतिपरिणामापादनात् । द्वेषणं द्वेषः, द्वेषवेदनीयकर्मापादितो भावोऽप्रीतिपरिणाम एव । एवं मुह्यतेऽनेनेति मोहः, मोहवेदनीयं कर्म । आत्मनः क्वचिदज्ञानपरिणामापादनात् । मोहनं वा मोहः, मोहवेदनीयकर्मापादितोऽज्ञानपरिणाम एव । एतदुपलक्षणं वीतरागग्रहणम् । तथा चाह-'सर्वज्ञेभ्यः' । न ह्यवीतरागा एव अवीतद्वेषादयः सर्वज्ञा भवन्ति, सर्वं जानन्तीति सर्वज्ञास्तेभ्यो नमः । आह-ये वीतरागास्ते सर्वज्ञा एवेति गतार्थं विशेषणं; न, छद्मस्थवीतरागाणामसर्वज्ञत्वात् । यद्येवं सर्वज्ञेभ्य इत्येतावदेवास्तु, अलं वीतरागग्रहणेन; न, अवीतरागाणामपि सकलशास्त्रविदामुपचारेण सर्वज्ञव्यवहारसिद्धस्तद्व्यवच्छेदार्थं वीतरागग्रहणमिति । एतद्विशेषणायैवाह'देवेन्द्रपूजितेभ्यः' । देवेन्द्राः शक्रादयस्तैः पूजिताः समभ्यर्चितास्तेभ्यो नमः । आह-ये वीतरागाः सर्वज्ञाश्च ते देवेन्द्रपूजिता एवेति नार्थोऽनेन विशेषणेन; न, मुण्डकेवलिप्रभृतीनां केषाञ्चित्तत्पूजितत्वानुपपत्तेः । यद्येवं देवेन्द्रपूजितेभ्य इत्येतदेवास्तु, अलं वीतरागादिग्रहणेन; न, अवीतरागादीनामपि गणधरादीनां देवेन्द्रपूजितत्वसिद्धेस्तद्व्यवच्छेदार्थं वीतरागादिग्रहणमिति । एतद्विशेषणायैवाह'यथास्थितवस्तुवादिभ्यः' । यथास्थितमभिलाप्यानभिलाप्यत्वादिना प्रकारेण स्थितं वस्तु वदितुं शीलाः, यथास्थितवस्तुवादिनस्तेभ्यो नमः । आह-ये वीतरागाः
Page #20
--------------------------------------------------------------------------
________________
પહેલું સૂત્ર
પંચસૂત્ર
सर्वज्ञा:, देवेन्द्रपूजिताश्च ते यथास्थितवस्तुवादिन एवेति न किञ्चिदनेन विशेषणेन; न, असदभ्युपगमव्यवच्छेदार्थत्वात् । तथा ह्यस्त्येवंविधोऽसदभ्युपगमः किल वीतरागादयोऽपि न यथास्थितवस्तुवादिनः, 'वस्तु वाचामगोचर:' इति वचनात् । यद्येवं यथास्थितवस्तुवादिभ्य इत्येतावदेव चारु, नार्थो वीतरागादिग्रहणेन; न, साम्यतः पूर्वधरादेरपि यथास्थितवस्तुवादित्वात्तद्व्यवच्छेदार्थं वीतरागादिग्रहणमिति, व्यवच्छेदश्चेह सर्वत्र गुणप्रकर्षवान् स्तवार्ह इति तस्य तत्संपादने तदन्तर्गतगुणानां तत्संपादनमेवेति न्यायख्यापनार्थमिति (न) तु निराकरणार्थमेव ।
૭
સૂત્રાર્થ— વીતરાગ, સર્વજ્ઞ, દેવેંદ્ર પૂજિત, યથાસ્થિતવસ્તુવાદી, ત્રિલોકગુરુ, અરુહ અને ભગવાન એવા પરમાત્માને નમસ્કાર હો !
(આ સૂત્રથી ગ્રંથકારે મંગલાચરણ કર્યું છે.)
વીતરાગ— જેનાથી આત્મા રંગાય તે રાગ. (રાગ આત્માને વસ્તુ પ્રત્યેના આકર્ષણના રંગથી રંગી નાખે છે.) રાગ એટલે રાગવેદનીય કર્મ. (જેનાથી આત્મા રાગને વેદે-અનુભવે તે રાગવેદનીય કર્મ.) કેમકે રાગવેદનીય કર્મ આત્મામાં કોઇક વસ્તુ' પ્રત્યે આસક્તિનો (=રાગનો) પરિણામ ઉત્પન્ન કરે છે. અથવા આસક્તિ થવી તે રાગ. રાગવેદનીય કર્મથી ઉત્પન્ન કરાયેલો ભાવ આસક્તિના પરિણામ રૂપ જ છે. જેમનો રાગ જતો રહ્યો હોય તે વીતરાગ છે. તેમને નમસ્કાર થાઓ. અહીં વીતરાગ શબ્દનો ઉલ્લેખ વીતદ્વેષ અને વીતમોહનું ઉપલક્ષણ છે. આથી વીતદ્વેષ
૧. કોઇક વસ્તુ પ્રત્યે આસક્તિનો પરિણામ ઉત્પન્ન કરે છે એનો અર્થ એ થયો કે કોઇક વસ્તુ પ્રત્યે આસક્તિનો પરિણામ ઉત્પન્ન નથી પણ કરતો. આથી રાગવેદનીય કર્મ દરેક વસ્તુમાં આસક્તિ=રાગ ઉત્પન્ન કરે જ એવો નિયમ નથી. જેમકે કોઇને અમુક સ્ત્રી ઉપર રાગ છે, તો અમુક સ્ત્રી ઉપર દ્વેષ છે. કોઇને ભોજનની અમુક વસ્તુ ઉપર રાગ છે, તો અમુક વસ્તુ ઉપર દ્વેષ છે. ઉનાળામાં ઠંડો પવન ગમે છે, એજ ઠંડો પવન શિયાળામાં ગમતો નથી...આથી અહીં કહ્યું કે રાગવેદનીય કર્મ આત્મામાં કોઇક વસ્તુ પ્રત્યે આસક્તિનો પરિણામ ઉત્પન્ન કરે છે. ૨. સ્વજ્ઞાપત્વે સતિ સ્વતજ્ઞાપત્વમુપક્ષળ=પોતાને જણાવવા સાથે બીજાને પણ જણાવે તે ઉપલક્ષણ કહેવાય. જેમકે-જામ્યો ધિ રમ્યતામ્=કાગડાઓથી દહીંનું રક્ષણ કરવું. અહીંાહ્ર શબ્દ દહીંનું ભક્ષણ કરનારા બિલાડી વગેરેનું ઉપલક્ષણ છે. આથી કાગડાઓથી દહીંનું રક્ષણ કરવું એટલે બિલાડી વગેરે જે જે પ્રાણી દહીંનું ભક્ષણ કરી જાય તે સર્વ પ્રાણીઓથી દહીંનું રક્ષણ કરવું એવો અર્થ છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર
અને વિતમોહને નમસ્કાર થાઓ. જેનાથી આત્મા અપ્રીતિવાળો બને તે દ્વેષ. દ્વેષ એટલે કેષવેદનીય કર્મ. કારણ કે ષવેદનીય કર્મ આત્મામાં કોઇક વસ્તુ પ્રત્યે અપ્રીતિના પરિણામ ઉત્પન્ન કરે છે. અથવા અપ્રીતિ થવીતે ષ. દ્રષદનીય કર્મથી ઉત્પન્ન કરાયેલો ભાવ અપ્રીતિના પરિણામ રૂપ જ છે.
એ પ્રમાણે જેનાથી આત્મા અજ્ઞાની બને તે મોહ. મોહ એટલે મોહદનીય કર્મ. કારણ કે મોહdદનીય કર્મ આત્મામાં કોઇક વસ્તુ પ્રત્યે અજ્ઞાનતાના પરિણામ ઉત્પન્ન કરે છે. અથવા અજ્ઞાનતા એ મોહ છે. મોહ મોહનીય કર્મથી ઉત્પન્ન કરાયેલ અજ્ઞાનતાના પરિણામ રૂપ જ છે.
(રાગ, દ્વેષ અને મોહ (=અજ્ઞાન) એ ત્રણમાં અજ્ઞાન દોષ વધારે ભયંકર છે. કારણ કે અજ્ઞાનતાના કારણે રાગ અને દ્વેષની ભયંકરતા સમજાતી નથી. રાગદ્વેષ શત્રુ હોવા છતાં અજ્ઞાનતાના કારણે મિત્ર દેખાય છે. અજ્ઞાનતાના કારણે જે હિતકર છે તે અહિતકર દેખાય છે, જે અહિતકર છે તે હિતકર દેખાય છે, જે દોષરૂપ છે તે ગુણરૂપ દેખાય છે, જે ગુણરૂપ છે તે દોષરૂપ દેખાય છે. જે સુખકર છે તે દુઃખકર દેખાય છે, જે દુઃખકર છે તે સુખકર દેખાય છે.)
સર્વજ્ઞ– જે અવીતરાગ જ હોય તે સર્વજ્ઞ ન થાય. એ જ રીતે જે અવીતષ જ હોય અને અવતમોહ જ હોય તે સર્વજ્ઞ ન થાય, અર્થાત્ વીતરાગ, વીતષ અને વિતમોહ બન્યા વિના સર્વજ્ઞ બની શકાય નહિ. સર્વને જાણે તે સર્વજ્ઞ. (ભૂતભવિષ્ય-વર્તમાનના સર્વદ્રવ્ય-સર્વપર્યાયોને જાણે તે સર્વજ્ઞ.) તેમને નમસ્કાર થાઓ.
પૂર્વપક્ષ- જે વીતરાગ હોય તે સર્વજ્ઞ જ હોય. આથી વીતરાગ એમ કહેવાથી સર્વજ્ઞ એવું વિશેષણ જણાઇ જ ગયેલું છે.
ઉત્તરપક્ષ જે વીતરાગ હોય તે સર્વજ્ઞ જ હોય એવો નિયમ નથી. કેમકે જે જીવો છઘ0 વીતરાગ છે તે જીવો સર્વજ્ઞ નથી. (અગિયારમા અને બારમા ગુણસ્થાને રહેલા જીવો છઘસ્થ વીતરાગ છે અને તેરમા ગુણસ્થાને રહેલા જીવો સર્વજ્ઞ વીતરાગ છે.)
પૂર્વપક્ષ- જો એમ છે તો “સર્વજ્ઞ' એ જ વિશેષણ મૂકવાનું, “વીતરાગ' એવું વિશેષણ મૂકવાની જરૂર નથી. કારણ કે જે સર્વજ્ઞ હોય તે વીતરાગ હોય જ. એથી સર્વજ્ઞ એમ કહેવાથી વીતરાગ એમ કહેવાઈ જ જાય છે.)
ઉત્તરપક્ષ– એમ ન કહેવું. કેમકે જે જીવો વીતરાગ ન હોવા છતાં સકલ
Page #22
--------------------------------------------------------------------------
________________
પહેલું સૂત્ર
પંચસૂત્ર
શાસ્ત્રોના જાણકા૨ છે તેમને ઉપચારથી સર્વજ્ઞ કહેવાનો વ્યવહાર પ્રસિદ્ધ છે. (ચૌદ પૂર્વીઓ અને નિમિત્ત શાસ્ત્રના જાણકાર વગેરે ભૂત-ભવિષ્ય-વર્તમાનનું ઘણું જાણી શકે છે.) માટે તેમનો નિષેધ કરવા અહીં‘વીતરાગ’ એ વિશેષણનું ગ્રહણ કર્યું છે.
૯
દેવેંદ્રપૂજિત— અરિહંત ભગવાનની વિશેષતા જણાવવા માટે જ કહે છે કે અરિહંત ભગવાન દેવેંદ્રપૂજિત છે. અરિહંત ભગવાન શક્ર (=પહેલા દેવલોકનો ઇંદ્ર) વગેરે દેવેંદ્રોથી પૂજાયેલા છે. તેમને નમસ્કાર હો.
પૂર્વપક્ષ— જે વીતરાગ અને સર્વજ્ઞ છે તે દેવેંદ્રોથી પૂજાયેલા જ હોય છે. તેથી ‘‘દેવેંદ્રપૂજિત’’ એવા વિશેષણની જરૂ૨ નથી.
ઉત્તરપક્ષ— એમ ન કહેવું. કેમકે મુંડકેવલી વગેરે કેટલાક વીતરાગ અને સર્વજ્ઞ હોવા છતાં દેવેંદ્રોથી પૂજિત નથી=દેવેંદ્રોથી પૂજાય જ એવો નિયમ નથી. પૂર્વપક્ષ— જો એમ છે તો ‘દેવેંદ્ર પૂજિત' એ જ વિશેષણ મૂકો, વીતરાગ વગેરે વિશેષણોની જરૂર નથી.
ઉત્તરપક્ષ— એમ ન કહેવું. કેમકે ગણધર વગેરે વીતરાગ ન હોવા છતાં તેઓ દેવેંદ્રોથી પૂજાય છે. અવીતરાગ એવા ગણધર વગેરેનો નિષેધ કરવા ‘વીતરાગ’ વગેરે વિશેષણોનું ગ્રહણ કર્યું છે.
યથાસ્થિતવસ્તુવાદી— અરિહંત ભગવાનની વિશેષતા બતાવવા માટે જ કહે છે-અરિહંત ભગવાન યથાસ્થિત વસ્તુવાદી છે. યથાસ્થિત એટલે અભિલાપ્ય અને અનભિલાપ્ય વગેરે પ્રકારે રહેલી. યથાવસ્થિત વસ્તુને કહેવાના સ્વભાવવાળા, અર્થાત્ જે વસ્તુ જેવા સ્વરૂપે રહેલી હોય તે વસ્તુને કોઇ જાતના ફેરફાર વિના તેવા સ્વરૂપે જ કહેવાના સ્વભાવવાળા. તેવા અરિહંત ભગવાનને નમસ્કાર હો.
પૂર્વપક્ષ— જે વીતરાગ, સર્વજ્ઞ અને દેવેંદ્રપૂજિત હોય તે યથાસ્થિત વસ્તુવાદી ૧. મુંડકેવલી એટલે સામાન્ય કેવલી. કેવલીના તીર્થંકર કેવલી, ગણધર કેવલી અને સામાન્ય કેવલી એમ ત્રણ પ્રકાર છે. તેમાં સામાન્ય કેવલી દેવેંદ્રપૂજિત હોય જ એવો નિયમ નથી. ૨. અભિલાપ્ય એટલે કહી શકાય તેવી વસ્તુ. અનભિલાપ્ય એટલે ન કહી શકાય તેવી વસ્તુ. કેટલીક વસ્તુઓ જાણવા છતાં કહી ન શકાય. જેમ કે-સાકર કેવી મીઠી છે એમ કોઇ પૂછે તો કહેવું પડે કે મુખથી ન કહી શકાય. સાકરને ચાખવાથી જ ખબર પડે. તેવી રીતે મુક્તિમાં કેવું સુખ છે તે મુખથી ન કહી શકાય. સિદ્ધ ભગવંતો તેને અનુભવથી જાણી શકે છે. અહીં આદિ શબ્દથી નિત્ય-અનિત્ય, સતુ-અસત્, સામાન્ય-વિશેષ વગેરે સમજવું.
Page #23
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
હોય. એથી આ વિશેષણની જરૂર નથી.
ઉત્તરપક્ષ— એમ ન કહેવું. કેમકે કેટલાકો અસત્યનો સ્વીકાર કરે છે. અસત્યના સ્વીકારનો નિષેધ કરવા યથાસ્થિતવસ્તુવાદી વિશેષણ જરૂરી છે. અસત્યનો સ્વીકાર આ પ્રમાણે છે-વીતરાગ, સર્વજ્ઞ અને દેવેંદ્રપૂજિત પણ યથાસ્થિત વસ્તુવાદી નથી એમ કેટલાકો માને છે. તેમનું કહેવું છે કે- વસ્તુ વાધામોઘ: =વસ્તુ વાણીનો વિષય જ નથી, અર્થાત્ કોઇ પણ વસ્તુ વાણીથી કહી શકાતી જ નથી, (કેમકે એની એવી માન્યતા છે કે-શબ્દ અને અર્થનો સંબંધ જ થઇ શકતો નથી. આથી જગતમાં યથાર્થ વસ્તુવાદી કોઇ જ નથી.) આવી માન્યતા અસત્ય માન્યતા છે. આવી અસત્ય માન્યતાનો નિષેધ કરવા અહીં‘યથાસ્થિત વસ્તુવાદી’ એવા વિશેષણનું ગ્રહણ કર્યું છે.
૧૦
પહેલું સૂત્ર
પૂર્વપક્ષ— જો એમ છે તો ‘યથાસ્થિત વસ્તુવાદી’ એ જ વિશેષણ ગ્રહણ કરવું સારું છે, વીતરાગ વગેરે વિશેષણોને ગ્રહણ કરવાની જરૂ૨ નથી.
ઉત્તરપક્ષ— પૂર્વધર વગેરે પણ અરિહંત ભગવાનની જેમ યથાસ્થિતવસ્તુવાદી છે. આથી તેમનો નિષેધ કરવા વીતરાગ વગેરે વિશેષણોનું ગ્રહણ કર્યું છે.
બધા સ્થળે ઉત્કૃષ્ટ ગુણી સ્તુતિ કરવા યોગ્ય છે. તથા “ઉત્કૃષ્ટગુણીના ઉત્કૃષ્ટ ગુણોની સ્તુતિ કરવામાં ઉત્કૃષ્ટ ગુણોની અંતર્ગત બીજા (અવાંતર) ગુણોની સ્તુતિ થઇ જ જાય છે.’’ એવો ન્યાય જણાવવા માટે અહીં પૂર્વધર વગેરેનો નિષેધ કર્યો છે, નહિ કે એમને ખાસ બાદ રાખવા માટે જ નિષેધ કર્યો છે.
અહીં તાત્પર્ય આ પ્રમાણે છે— યથાસ્થિતવસ્તુવાદી એમ કહીને અરિહંતના ‘યથાસ્થિતવસ્તુવાદ’ ગુણની સ્તુતિ કરી. એ સ્તુતિ કરવાથી અરિહંતમાં રહેલા વીતરાગતા, સર્વજ્ઞતા, દેવેંદ્રપૂજ્યતા વગેરે ગુણોની સ્તુતિ થઇ જ જાય છે. આથી એ ગુણોને પ્રગટ રૂપે જણાવવા માટે અહીં ‘વીતરાગ' વગેરે વિશેષણો મૂક્યા છે. બાકી પૂર્વધર વગેરેની સ્તુતિ ન જ કરવી એમ માત્ર નિષેધ કરવા માટે જ ‘વીતરાગ' વગેરે વિશેષણો મૂક્યા છે એમ ન સમજવું.
एभिचतुर्भिर्विशेषणपदैरपायापगमातिशयादयश्चत्वारो मूलातिशया उक्ता वेदितव्याः । तद्यथा- अपायापगमातिशय: १, ज्ञानातिशय: २, पूजातिशयः ३, वागतिशय ४ श्च यथोद्देशमेव च वेदितव्याः । अनेनैव क्रमेणैतेषां भावात् । तथाहि वीतरागो १ भूत्वा सर्वज्ञो २ भवति, सर्वज्ञस्य च पूजातिशयसंभव: ३, तदनु धर्मदेशना ४, इति । अनेनैव क्रमेणैतेषां भाव इति । एतदविनाभाविनो
1
Page #24
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર भाविनश्चान्येऽपि देहसौगन्ध्यादयः प्रभूता वेदितव्याः । ततश्च 'चतुस्त्रिंशदतिशयसमन्वितेभ्यः परमात्मभ्यो नमः' इत्युक्तं भवति । अत एव सकलविशेषणार्थोपसंहारेणाह- 'त्रैलोक्यगुरुभ्यः' त्रैलोक्यवासिसत्त्वेभ्यो गृणन्ति शास्त्रार्थमिति त्रैलोक्यगुरवः, तद्गुणाधिकत्वात्तन्माननीयत्वाद्वा, तेभ्यो नमः । एतेनैव संनिबन्धनेनान्वर्थनाम्नाऽऽह- 'अरुहेभ्यो भगवद्भ्यः' इति । न रोहन्ति न भवाङ्कुरोदयમાહિત્યન્તિ, વીનામાવતિતિ કરા:, તેમ્પ: 1 ડિવિશિષ્ટથ: ? : समग्रैश्वर्यादिलक्षणः, स विद्यते येषां ते भगवन्तः, तेभ्यो भगवद्भ्यो नम इति । एवंभूताश्च ते समधिकृतातिशयभाजश्चरमदेहस्था अपि, ततो मुक्तिभावे जन्माङ्कुरोदयाभावात् ।
આ ચાર વિશેષણપદોથી અપાયાપગમ વગેરે મૂળ ચાર અતિશયો કહેલા જાણવા. તે ચાર અતિશયો આ પ્રમાણે છે-અપાયાપગમ અતિશય, જ્ઞાન અતિશય, પૂજા અતિશય અને વચન અતિશય. જે ક્રમથી વિશેષણ પદો છે તે જ ક્રમથી ચાર અતિશયો જાણવા, કારણ કે આ જ ક્રમથી (=વિશેષણ પદોના ક્રમથી જ) ચાર અતિશયો પ્રગટે છે. તે આ પ્રમાણે-અરિહંત ભગવાન વીતરાગ થઇને સર્વજ્ઞ થાય છે. સર્વજ્ઞ થયેલા અરિહંતને પૂજાતિશય થાય છે. પછી અરિહંત ધર્મદેશના આપે છે. અર્થાત્ વીતરાગ થવાથી અપાયાપગમ અતિશય પ્રગટે છે. સર્વજ્ઞ થવાથી જ્ઞાન અતિશય પ્રગટે છે. પછી તેમની પૂજા થતી હોવાથી પૂજાતિશય પ્રગટે છે. પછી ધર્મદેશના સમયે વચનાતિશય પ્રગટે છે.
અપાયાપગમાતિશય આમાં અપાય અને અપગમ એમ બે શબ્દો છે. અપાય એટલે દોષો. અપગમ એટલે નાશ. દોષોનો નાશ થવો તે અપાયાપગમ. ભગવાનના રાગાદિ સર્વ દોષો દૂર થયા હોવાથી ભગવાનને અપાયાપગમ અતિશય હોય છે.
શાનાતિશય– સર્વોત્કૃષ્ટ જ્ઞાન એ જ્ઞાનાતિશય છે. ભગવાનને કેવળજ્ઞાન હોવાથી જ્ઞાનાતિશય હોય છે.
પૂજતિશય- સર્વોત્કૃષ્ટ પૂજા એ પૂજાતિશય છે. દેવો-ઇંદ્રો પણ ભગવાનની પૂજા કરે છે. માટે ભગવાનને પૂજાતિશય હોય છે.
વચનાતિશય– સર્વોત્કૃષ્ટ વચન એ વચનાતિશય છે. ભગવાન અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે. ભગવાનની એક જ ભાષામાં અપાતી દેશનાને
Page #25
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૨
પહેલું સૂત્ર
દેવો, મનુષ્યો અને પશુ-પક્ષીઓ પોત-પોતાની ભાષામાં સમજે છે. તથા ભગવાનની ૩૫ ગુણોથી યુક્ત વાણી એક યોજન સુધી સંભળાય છે. આથી ભગવાનને વચનાતિશય હોય છે.
ભગવાનના આ ચાર અતિશયોની સાથે જ રહેનારા દેહની સુગંધ વગેરે બીજા પણ ઘણા અતિશયો જાણવા. તેથી “ચોત્રીસ અતિશયોથી યુક્ત પરમાત્માને નમસ્કાર થાઓ” એમ કહ્યું.
ત્રિલોકગુર – આથી જ સર્વ વિશેષણોના અર્થોનો ઉપસંહાર કરવાપૂર્વક કહે છે-અરિહંત ભગવાન ત્રિલોકગુરુ છે. ત્રણ લોકમાં રહેનારા જીવોને શાસ્ત્રોના અર્થને કહે તે ત્રિલોકગુરુ, ત્રણ લોકમાં રહેનારા જીવો કરતાં ગુણોથી અધિક (=મહાન) હોવાથી અથવા ત્રણ લોકમાં રહેનારા જીવોના માનનીય હોવાથી અરિહંત ભગવાન ત્રિલોકગુરુ છે. તેમને નમસ્કાર થાઓ.
આ જ કારણથી (=ભગવાન ત્રિલોકગુરુ છે એ કારણથી) પરમાત્મા કેવા છે તે અન્વર્થ નામથી કહે છે-પરમાત્મા અરુહ અને ભગવાન છે.
અરુહ– જે ઉગે નહિeભવરૂપ અંકુરના ઉદયને પામે નહિ તે અરુહ. કેમ કે તેમનામાં કર્મરૂપ બીજનો અભાવ હોય છે. આથી અરુહ પરમાત્માને નમસ્કાર થાઓ.
ભગવાન– સમગ્ર ઐશ્વર્ય આદિની ભગ એવી સંજ્ઞા છે. ભગ (=સમગ્ર ૧. સમગ્ર ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન આ છની ભગ એવી સંજ્ઞા છે.
સમગ્ર એશ્વર્ય-પરમાત્માનું ઐશ્વર્ય ઇંદ્રો વડે કરાતા આઠ પ્રાતિહાર્ય, સમવસરણ વગેરે ઐશ્વર્ય બીજા દેવોમાં ન હોય તેવું હોય છે. રૂપ-પ્રભુનું રૂપ દેવો કરતાં ય અનંતગણું હોય છે. અસત્કલ્પનાથી માનો કે સઘળા દેવો દિવ્ય પ્રભાવથી પોતાનું બધું સૌંદર્ય ભેગું કરીને પછી એનો સાર ખેંચી એક અંગુઠા પ્રમાણ કરી નાખે, તો યે તે રૂપસૌંદર્ય પ્રભુના સૌંદર્ય આગળ ઝાંખું કોલસા જેવું દેખાય. યશ-રાગ, દ્વેષ, પરીષહ અને ઉપસર્ગની સામે કરેલા પરાક્રમથી પ્રગટેલો યશ ત્રણે ય લોકને આનંદ કરનારો છે. શ્રી-શ્રી એટલે બાહ્ય-અત્યંતરસંપત્તિ. પ્રભુજીને કેવલજ્ઞાન-નિરુપમસુખ વગેરે આંતરસંપત્તિ તથા આઠ પ્રાતિહાર્ય વગેરે બાહ્યસંપત્તિ સિદ્ધ થયેલી હોય છે. ધર્મ-પ્રભુમાં દાન-શીલ-તપ-ભાવ વગેરે ધર્મ સર્વોત્કૃષ્ટ હોય છે. યત્ન-પ્રભુ એકરાત્રિકી વગેરે ભિક્ષુ પ્રતિમાને ધારણ કરે છે, પરીષહ-ઉપસર્ગોને સમાધિથી સહન કરે છે, દીર્ઘકાળ સુધી કાયોત્સર્ગમાં રહે છે, મનને સદા સૂક્ષ્મ ધ્યાનમાં સ્થિર રાખે છે. આમ પ્રભુનો મોક્ષને સાધવાનો પ્રયત્ન સર્વોત્કૃષ્ટ હોય છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર
ઐશ્વર્ય વગેરે ગુણો) જેમને હોય તે ભગવાન કહેવાય. તે ભગવાનને નમસ્કાર થાઓ.
આવા પ્રકારના તે પરમાત્મા પ્રસ્તુત (અપાયાપગમ વગેરે) અતિશયોથી યુક્ત હોય છે અને ચરમશરીરી પણ હોય છે. કેમકે પછી મુક્તિ થતાં જન્મરૂપી અંકુરના ઉદયનો અભાવ થાય છે.
अत एवाह- एतदुक्तार्थसूत्रानुवादकृत्આથી જ પરમાત્માએ કહેલા અર્થવાળા સૂત્રનો અનુવાદ કરતા ગ્રંથકાર કહે છે
२. मरिहंतनो पहेश जे एवमाइक्खंति-इह खलु १. अणाइ जीवे, २. अणाइ(ई) जीवस्स भवे ३. अणाइकम्मसंजोगणिव्वत्तिए ४ दुक्खरूवे, ५. दुक्खफले, दुक्खाणुबंधे ॥२॥ __एवं चानन्तरेण ग्रन्थेनेष्टदेवतानमस्कारः । अनुवादकरणस्यापि श्रेयोभूतत्वेन तदारम्भे विनविनायकोपशान्तये मङ्गलार्थ उक्तो वेदितव्यः । 'ये' वीतरागादिविशेषणविशिष्टा भगवन्त ‘एवं' इति वक्ष्यमाणं 'आचक्षते' अत्यर्थव्यक्तमभिदधति, कथम् ? इत्याह-'इह खल्वनादिजीवः' इह लोके । खलुशब्दोऽवधारणार्थः । लोके एव नालोके । अनादिः सततं समवस्थितो, जीव आत्मा, सर्वथाऽसतः सत्ताऽयोगात् । अतिप्रसङ्गात् । विशिष्टशक्त्यसिद्धेः । तथा 'अनादिजीवस्य भवः' भवन्त्यस्मिन् कर्मवशवर्तिनः प्राणिन इति भवः, संसारः । किंभूतोऽयम् ? इत्याह-'अनादिकर्मसंयोगनिवर्तितः' अनादिश्चासौ कर्मसंयोगश्च, तत्कृत इत्यर्थः । नान्यथा, कर्मसंयोगमुक्तस्येव केवलस्य तदयोगात्, अहेतुकत्वापत्तेः । कृतकत्वेऽपि प्रवाहतस्तथाविधकालवत्, अनादित्वाविरोधात् । अयमेव विशिष्यते-'दुःखरूपो दुःखफलो दुःखानुबन्धः' तत्र दुःखरूपः, जन्मजरामरणरोगशोकरूपत्वात् एतेषां च दुःखत्वात् । तथा दुःखफलः, गत्य
विनायकोपशान एवं' इति जीव:' इह-लागतो, जीव आस्था
૧. કહેલી વાતને ફરી કહેવી તે અનુવાદ. પરમાત્માએ જે કહ્યું છે તે જ ગ્રંથકાર કહે છે. માટે
ગ્રંથકાર અનુવાદ કરે છે. २. महा अनादिर्जीवस्य वो 46 होवो .
Page #27
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૪
પહેલું સૂત્ર
न्तरेऽपि जन्मादिभावात् । तथा दुःखानुबन्धः, अनेकभववेदनीयकर्मावहत्वात् ।
સૂત્રાર્થ જે (અરિહંતભગવંતો) આ પ્રમાણે કહે છે-આ લોકમાં જીવ અનાદિ છે, જીવનો ભવ અનાદિ છે, જીવનો સંસાર અનાદિ કર્મસંયોગથી કરાયેલો છે. સંસાર દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી છે.
ટીકાર્થ આ પ્રમાણે અનંતર (પાનો વરર/II ઇત્યાદિ) ગ્રંથથી ઇષ્ટ દેવતાને નમસ્કાર કર્યો છે. અનુવાદ કરવો એ' પણ કલ્યાણરૂપ હોવાથી અનુવાદના પ્રારંભમાં મોટાં વિનોનો નાશ કરવા મંગલ માટે અનંતર(ામો વીરાણા વગેરે) ગ્રંથ કહેલો છે તેમ સમજવું.
જે શબ્દથી વીતરાગ વગેરે વિશેષણોથી વિશિષ્ટ ભગવંત સમજવા. આ પ્રમાણે એટલે હવે કહેવાશે તે પ્રમાણે. કહે છે=અતિશય સ્પષ્ટપણે કહે છે.
સૂત્રમાં રહેલ વહુ અવ્યય અવધારણ અર્થમાં છે. તેથી આ લોકમાં એટલે આ લોકમાં જ, અલોકમાં નહિ, એવો અર્થ થાય.
જીવ અનાદિ છે=આત્મા સતત (=સદા) રહેલો છે. (આત્મા અમુક સમયે ન હતો અને પછી ઉત્પન્ન થયો એવું નથી.) કેમ કે જે વસ્તુ સર્વથા ન હોય તેની વિદ્યમાનતા ન હોય. જે વસ્તુ સર્વથા ન હોય તેની વિદ્યમાનતા માનવામાં આવે તો અતિપ્રસંગ આવે. (ખરવિષાણ (=ગધેડાને શિંગડાં)વગેરે વસ્તુઓની વિદ્યમાનતા માનવાનો પ્રસંગ આવે. ખરવિષાણ વગેરે વસ્તુઓ સર્વથા નથી.)
પૂર્વપલ– પાંચ ભૂતોમાં એવી વિશિષ્ટ શક્તિ છે કે જેથી પાંચભૂતો ભેગા થાય ત્યારે તેમાં ચેતના ઉત્પન્ન થાય છે. આથી આત્મા અનાદિ નથી, કિંતુ પાંચભૂતો ભેગા થાય ત્યારે ઉત્પન્ન થનારો છે.
ઉત્તરપક્ષ (વિશિષ્ટશવસિદ્ધ) પાંચ ભૂતોમાં એવી વિશિષ્ટ શક્તિ પ્રમાણથી સિદ્ધ થતી નથી. કેમ કે મૃત શરીરમાં પાંચ ભૂતો હોવા છતાં ચૈતન્ય નથી.
૧. આ ગ્રંથનો પાઠ કરવો એ તો કલ્યાણ રૂપ છે જ, પણ ગ્રંથનો અનુવાદ કરવો એ પણ
કલ્યાણ રૂપ છે એમ પણ શબ્દનો અર્થ છે. ૨. અતિપ્રસંગ એટલે અતિવ્યાપ્તિ. અતિવ્યાપ્તિ એટલે અલક્ષ્યમાં લક્ષણનું જવું. પ્રસ્તુતમાં
સર્વથા અવિદ્યમાન એવી ખરવિષાણ, આકાશકુસુમ વગેરે વસ્તુઓને માનવાનો પ્રસંગ અતિપ્રસંગ છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર
જીવનો ભવ અનાદિ છે-કર્મને આધીન બનેલા જીવો જેમાં (વિવિધ પર્યાય રૂપે) ઉત્પન્ન થાય તે ભવ. ભવ એટલે સંસાર. અનાદિ જીવનો સંસાર પણ અનાદિ છે.
જીવનો સંસાર સાથી કરાયેલો છે તે કહે છે—
૧૫
જીવનો સંસાર અનાદિ કર્મસંયોગથી કરાયેલો છે— (નાન્યથા±) જીવનો સંસાર અનાદિ કર્મસંયોગ સિવાય બીજી રીતે કરાયેલો નથી. જો જીવનો સંસાર અનાદિ એવા કર્મસંયોગથી કરાયેલો ન હોય તો કર્મસંયોગથી મુક્ત જીવની જેમ (કર્મસંયોગ વિનાના) કેવલ જીવને પણ સંસારનો યોગ ન થાય.
અહીં તાત્પર્ય આ છે— જેમ જીવ અનાદિ છે, તેમ જીવને કર્મનો સંયોગ પણ અનાદિ છે. અનાદિ એવા કર્મસંયોગના કારણે જીવનો સંસાર છે. જો જીવ અનાદિથી કર્મસંયોગવાળો ન હોય એટલે કે કર્મના સંયોગથી રહિત હોય તો કર્મસંયોગથી મુક્ત સિદ્ધના જીવની જેમ કર્મસંયોગ વિનાના કેવલ જીવનો પણ સંસા૨ ન હોય. (અહેતુત્વાપત્તે:=) કર્મસંયોગ વિનાના કેવલ જીવનો પણ સંસાર હોય તો સંસાર હેતુ વિના થવાની આપત્તિ આવે. (કોઇ પણ કાર્ય કારણ વિના ન થાય એવો નિયમ છે. એથી જો સંસાર કર્મ વિના જ થતો હોય તો કારણ વિના જ કાર્ય થવાની આપત્તિ આવે. પણ જો કર્મસંયોગ અનાદિથી છે એમ માનવામાં આવે તો અનાદિ કર્મસંયોગના કારણે સંસાર પણ અનાદિ સિદ્ધ થાય. આમ કારણ વિના કાર્ય થવાની આપત્તિ ન આવે.)
પ્રશ્ન— સંસાર અનાદિ એવા કર્મસંયોગથી કરાયેલો છે. કરાયેલી (=ઉત્પન્ન થયેલી) વસ્તુ અનાદિ ન હોય. જે અનાદિ હોય તે ઉત્પન્ન થયેલી ન હોય.
ઉત્તર— સંસાર કરાયેલો હોવા છતાં તેવા પ્રકારના કાળની જેમ અનાદિ હોવામાં કોઇ વિરોધ નથી.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે— ભૂતકાળના સમયો પહેલાં વર્તમાનકાળના હતા, પછી ભૂતકાળના થયા. ભૂતકાળના સમયો જ્યારે તે તે કાળે વર્તમાન કાળના હતા ત્યારે તે ઉત્પન્ન થયા હતા. આમ ભૂતકાળની ઉત્પત્તિ હોવા છતાં આદિ નથી. તેમ પ્રત્યેક ક્ષણે કરાઇ રહેલા બંધની ઉત્પત્તિ હોવા છતાં બંધની આદિ નથી. આ
Page #29
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર
રીતે ભૂતકાળ, બંધની ઉત્પત્તિ અને અનાદિપણું એ ત્રણેની સમાનતા છે.
આ સંસારની જ વિશેષતાને કહે છે
संसा२६:५३५छ. म संसार ४न्म-४२१-५२४१-रोग-शो३५ छ. ४न्म વગેરે દુઃખરૂપ છે.
સંસાર દુઃખફલ છે– સંસાર દુખફળ છે, એટલે કે સંસારનું ફળ દુઃખ છે. સંસાર વર્તમાનમાં તો દુઃખરૂપ છે જ. પણ સંસારનું ફળ પણ દુઃખ જ છે. કેમ કે બીજી ગતિમાં પણ જન્મ વગેરે થાય છે. ___ संसार दुःमानुधा छ- दुःभानुकधी भेट हुमना अनुबंधो . मनुબંધ એટલે પરંપરા. સંસારનું દુખ એક-બે ભવોમાં જ ભોગવાઇ જતું નથી, કિંતુ तेनी ५२५२॥ यावे. छ. म संसार (अनेकभव....=) मने मोमi मोnal યોગ્ય કર્મોને લાવનારો છે.
___ 3. संसारनाशनो पाय कस्तहस्य प्रतीकारः ? इत्याह
તો પછી સંસારનો પ્રતીકાર (=સંસારને નાશ કરવાનો ઉપાય) શો છે ? તે કહે છેएअस्स णं वुच्छित्ती सुद्धधम्माओ, सुद्धधम्मसंपत्ती पावकम्मविगमाओ, पावकम्मविगमो तहाभव्वत्ताइभावओ॥३॥
"एतस्य' भवस्य, ‘णं' इति वाक्यालङ्कारे, 'व्यवच्छित्तिः' उच्छित्तिः 'शुद्धधर्मात्' ज्ञानदर्शनचारित्ररूपात्, औचित्येन सातत्यसत्कारविधिसेवितात् । अयं च श्रावकादेरप्यभिग्रहपालनेन ज्ञेयः, अभिग्रहभावस्य सातत्येन भावादिति । शुद्धधर्मसंप्राप्तिः कुतः ? इत्याह-'शुद्धधर्मो' यथोदितः, तस्य सम्यकप्राप्तिः 'संप्राप्तिः' भावप्राप्तिरित्यर्थः । 'पापकर्म' मिथ्यात्वमोहनीयादि, तस्य 'विगमो' विशिष्टो गमः, अपुनर्बधकत्वेन पृथग्भाव इति यावत्, तस्मात्पापकर्मविगमात् । अयं पुनः कुतः ? इत्याह-'पापकर्मविगमः' यथोदितः, 'तथाभव्यत्वादिभावात्' भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वमनादिपारिणामिको भावः । तथाभव्यत्वमिति विशिष्टमेतत्, कालादिभेदेनात्मनां बीजसिद्धिभावात् । आदिशब्दात्कालनियतिकर्मपुरुषकारपरिग्रहः ।
Page #30
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર
સૂત્રાર્થ– સંસારનો નાશ શુદ્ધ ધર્મથી થાય છે. શુદ્ધ ધર્મની સંપ્રાપ્તિ પાપકર્મના વિનાશથી થાય છે. પાપકર્મનો વિનાશ તથાભવ્યત્વ વગેરે ભાવોથી થાય છે.
ટીકાર્થ– સંસારનો નાશ ઉચિત રીતે, સતત, આદરપૂર્વક અને વિધિપૂર્વક કરેલા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ શુદ્ધ ધર્મથી થાય.
પ્રશ્ન– અહીં ઉચિત રીતે એટલે શું?
ઉત્તર ધર્મના સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યગ્દર્શન વગેરે અનેક પ્રકાર છે. તેમાંથી જે જીવ જે ધર્મ માટે યોગ્ય હોય તે જીવ તે ધર્મને સ્વીકારે તે તેના માટે ઉચિત ગણાય. તે ઉચિત રીતે ધર્મ કરે છે તેમ કહેવાય. કોઇ જીવ શ્રાવક ધર્મ માટે યોગ્ય હોય અને સર્વવિરતિ ધર્મને સ્વીકારે તો તેના માટે ઉચિત રીતે ધર્મ સ્વીકાર્યો એમ ન કહેવાય.
પ્રશ્ન- અહીં સતત કરેલા શુદ્ધ ધર્મથી સંસારનો નાશ થાય એમ કહ્યું. શ્રાવક વગેરેને સતત શુદ્ધ ધર્મ ન હોય. આથી શ્રાવક વગેરેને શુદ્ધ ધર્મ ન હોય.
ઉત્તર– શ્રાવક વગેરેને પણ અભિગ્રહના પાલન દ્વારા શુદ્ધ ધર્મ હોય. કારણ કે અભિગ્રહનો ભાવ તો સતત હોય છે.
(ભૌતિક સુખની ઇચ્છા વિના માત્ર આત્મહિતની ઇચ્છાથી કરાતો જિનોક્ત ધર્મ શુદ્ધ ધર્મ છે.)
શુદ્ધધર્મની પ્રાપ્તિ શાથી થાય તે કહે છે –
શુદ્ધ ધર્મની સંપ્રાપ્તિ પાપકર્મના વિનાશથી થાય. સંપ્રાપ્તિ એટલે સમ્યક પ્રાપ્તિ, અર્થાત્ દ્રવ્યથી નહિ, કિંતુ ભાવથી પ્રાપ્તિ તે સંપ્રાપ્તિ. મિથ્યાત્વ મોહનીય વગેરે પાપકર્મ છે. તેનો વિશિષ્ટ નાશ તે વિનાશ. વિશિષ્ટ નાશ એટલે ફરી ન બંધાય તે રીતે આત્માથી જુદા થવું.
તાત્પર્યાર્થ– મિથ્યાત્વમોહનીય વગેરે પાપકર્મ ફરીન બંધાય તે રીતે આત્માથી જુદા થાય તો ભાવથી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય.
પાપકર્મનો વિનાશ શાનાથી થાય તે કહે છે–
પાપકર્મનો વિનાશ તથાભવ્યત્વ વગેરે ભાવોથી થાય છે. ભવ્યત્વ એટલે ૧. ટીકામાં પાપકર્મ વિગમનું યથોતિતઃ વિશેષણ છે. યથોદિત એટલે પવિવર્માવિમો
પદની વ્યાખ્યામાં જેવો પાપ કર્મવિગમ કહ્યો છે તેવો.
Page #31
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર
મોક્ષમાં જવાની યોગ્યતા. ભવ્યત્વ એ અનાદિ પારિણામિક ભાવ છે, અર્થાત્ જીવનો ભવ્યત્વભાવ કોઇ કારણથી થયો નથી, કિંતુ અનાદિ કાળથી જીવમાં રહેલો છે. વિશિષ્ટ પ્રકારનું ભવ્યત્વ તે તથાભવ્યત્વ, અર્થાત્ દરેક જીવનું જુદું-જુદું ભવ્યત્વ તે તથાભવ્યત્વ. કારણ કે બધા જીવોને ધર્મબીજોની પ્રાપ્તિ (એક સરખી થતી નથી, કિંતુ) કાળ આદિના ભેદથી થાય છે.
દરેક ભવ્ય જીવમાં ભવ્યત્વ (મોક્ષ પામવાની યોગ્યતા) હોવા છતાં સમાન (એક જ સરખું) નથી હોતું. દરેક જીવમાં યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. દરેક જીવની વ્યક્તિગત યોગ્યતા જુદી જુદી હોય છે. દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા એટલે જ તથાભવ્યત્વ. દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા જુદી જુદી હોવાથી દરેકનું તથાભવ્યત્વ પણ જુદું જુદું હોય છે.
આંબાના ઝાડમાં ૫૦૦ કેરીઓ છે. તે દરેક કેરીમાં પાકવાની યોગ્યતા છે. છતાં તે બધી કેરીઓ એક સાથે પાકતી નથી. અમુક કેરીઓ પાંચ દિવસે પાકે છે, અમુક કેરીઓ છ દિવસે પાકે છે, તો કોઇ કેરીઓને પાકતાં તેથી પણ વધારે દિવસો લાગે છે. કોઇ કેરીઓ ઝાડ ઉપર જ પાકી જાય છે. તો અમુક કેરીઓ ઘાસમાં પાકે છે. તે જ પ્રમાણે દરેક જીવમાં તથાભવ્યત્વ-મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. કોઇ જીવ આદિનાથ ભગવાનના શાસનમાં મોક્ષ પામે છે. તો કોઇ જીવ અન્ય તીર્થકરના શાસનમાં મોક્ષ પામે છે. કોઇ જીવ મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામે છે, તો કોઇ જીવ ભરત કે ઐરાવત ક્ષેત્રમાં મોક્ષ પામે છે. કોઇ જીવ ઉત્સર્પિણી કાલમાં, તો કોઇ જીવ અવસર્પિણી કાલમાં મોક્ષ પામે છે. કોઇ આલોચના લેતાં, કોઇ ભક્તિ કરતાં, કોઇ પશ્ચાત્તાપ કરતાં, કોઇ અનિત્યાદિ ભાવનાનું ચિંતન કરતાં કેવળજ્ઞાન પામી મોક્ષ સાધે છે. કોઇ તીર્થકર રૂપે, કોઇ ગણધર રૂપે, કોઇ સામાન્ય કેવળીરૂપે મોક્ષ પામે છે. આમ ભિન્ન ભિન્ન રીતે મોક્ષ પામવામાં કારણ તે તે જીવનું પોતાનું આગવું તથાભવ્યત્વ છે.
૧. જેવી રીતે ખેતરમાં બીજની વાવણી થયા પછી વર્ષાદ આદિ સહકારી કારણોની પ્રાપ્તિ થતાં
બીજમાંથી અંકુર વગેરે દ્વારા અનુક્રમે ફળની પ્રાપ્તિ થાય છે તેમ આત્મામાં ધર્મબીજોની પ્રાપ્તિ થયા પછી કાળ વગેરે સહકારી કારણોની પ્રાપ્તિ થતાં સમ્યગ્દર્શન આદિ ધર્મરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આ ધર્મ બીજોનું વર્ણન પ્રસ્તુત ગ્રંથના “ધર્મબીજો” એ પરિશિષ્ટમાં કરવામાં આવ્યું છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૯
પહેલું સૂત્ર
દરેક જીવમાં તથાભવ્યત્વ ભિન્ન ભિન્ન હોવાથી ધર્મબીજો અને સમ્યગ્દર્શન આદિ ગુણો પણ ભિન્ન ભિન્ન રીતે ભિન્ન ભિન્ન હેતુઓથી પ્રાપ્ત થાય છે. આથી કોઇ જીવને નિસર્ગથી ( નિમિત્ત વિના સ્વાભાવિકપણે) અને કોઇ જીવને અધિગમથી (ગુરુનો ઉપદેશ આદિ નિમિત્તથી) સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે. જે જીવનું જેવા પ્રકારનું તથાભવ્યત્વ હોય તે જીવને તે રીતે ધર્મબીજોની, મોક્ષના સાધનભૂત સમ્યગ્દર્શન આદિ ગુણોની અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
‘તથાભવ્યત્વ વગેરે એ સ્થળે રહેલા વગેરે શબ્દથી કાલ, નિયતિ, કર્મ અને પુરુષાર્થનું ગ્રહણ કરવું. આનો અર્થ એ થયો કે તથાભવ્યત્વ વગેરે પાંચ કારણો ભેગાં થાય તો પાપકર્મનો વિનાશ થાય.
૪. તથાભવ્યત્વના પરિપાકનાં સાધનો साध्यव्याधिकल्पत्वात् तथाभव्यत्वस्य विपाकसाधनान्याह
તથાભવ્યત્વ સાધ્ય વ્યાધિ સમાન છે. અસાધ્ય વ્યાધિ કોઇ ઉપાયોથી દૂર ન કરી શકાય. સાધ્ય વ્યાધિ ઉપાયોથી દૂર કરી શકાય છે. તે પ્રમાણે ઉપાયોથી તથાભવ્યત્વનો પરિપાક કરી શકાય છે. આથી ગ્રંથકાર તથાભવ્યત્વનો પરિપાક કરવાનાં સાધનોને કહે છે – तस्स पुण विवागसाहणाणि-१ चउसरणगमणं, २ दुक्कडगरिहा, ३ सुकडासेवणं, अओ कायव्वमिणं होउकामेणं सया सुप्पणिहाणं, भुज्जो भुज्जो संकिलेसे, तिकालमसंकिलेसे । ॥४॥ ૧. તથાભવ્યત્વનો પરિપાક એટલે તથાભવ્યત્વનું મોક્ષરૂપ કાર્ય સાધવા માટે તત્પર બનવું.
જેમ કે કોઠીમાં પડેલું બીજ ફળ ઉત્પન્ન કરવા રૂપે કાર્ય સાધતું નથી. એ જ બીજ ખેતરવાડીમાં વાવવામાં આવે તો બીજા કારણોના સહકારથી ફળ ઉત્પન્ન કરવા રૂપ કાર્યને સાધવામાં તત્પર બને છે. તે પ્રમાણે પ્રસ્તુતમાં તથાભવ્યત્વનો પરિપાક ન થાય ત્યાં સુધી તથાભવ્યત્વ કોઠીમાં પડેલા બીજની જેમ મોક્ષ રૂપ કાર્ય સાધવા તત્પર બનતું નથી. તથાભવ્યત્વનો પરિપાક થતાં તથાભવ્યત્વ કાળ વગેરે કાર્યનો યોગ થતાં મોક્ષરૂપ કાર્ય સાધવા તત્પર બને છે. કાળ વગેરે પાંચ કારણોનું વિશેષ વર્ણન આ ગ્રંથમાં “પંચકારણસમુદાય” એ નામના પરિશિષ્ટમાં કરવામાં આવ્યું છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર
'तस्य पुनः' तथाभव्यत्वस्य 'विपाकसाधनानि' अनुभावकारणानि । कानि तानि ? इत्याह-'चतुर्णाम्' अर्हत्सिद्धसाधुकेवलिप्रज्ञप्तधर्माणां 'शरणगमनं', प्रधानशरणोपगम इत्यर्थः । महानयं प्रत्यपायपरिरक्षणोपायः । तथा दुष्कृतेष्विहपरभवगतेषु 'गर्हा' अकर्त्तव्यबुद्धिसारा परसाक्षिकी । तथानिवेदनाप्रतिपत्तिर्दुष्कृतगर्दा । अप्रतिहतेयं कर्मानुबन्धापनयने, इति कर्त्तव्या । तथा 'सुकृतस्य' सति विवेके नियतभाविनोऽखण्डभावसिद्धेः परकृतानुमोदनरूपस्य 'आसेवनं', महदेतत्कुशलाशयनिबन्धनमिति परिभावनीयम् । कृतकारितानुमतिभेदभिन्ने हि पुण्यपापे । एभिस्तत्तथास्वाभाव्यात्साध्यव्याधिवत्तथाभव्यत्वं परिपाच्यते, इति । यत एवमतः यस्मादुक्तवदधिकृततत्त्वसिद्धिः, 'अतः' अस्मात्कारणात् 'कर्तव्यं' 'इदं' वक्ष्यमाणं 'भवितुकामेन' मोक्षार्थिना भव्यसत्त्वेन । कथं कर्त्तव्यम् ? इत्याह-'सदा' सर्वकालं ‘सुप्रणिधानं' शोभनेन प्रणिधानेन, नात्र कालो नियम्यते किं तु सुप्रणिधानमिति । यदा यदा क्रियते, तदा तदा सुप्रणिधानं कर्त्तव्यमित्यर्थः । सुप्रणिधानस्य फलसिद्धौ प्रधानाङ्गत्वात् । उक्तं च
प्रणिधानकृतं कर्म, मतं तीव्रविपाकवत् । सानुबन्धननियमाच्छुभांशाच्चैतदेव तत् ।
इत्थं चैतदङ्गीकर्त्तव्यम् इत्याह-कर्त्तव्यमिदं, 'भूयो भूयः' पुनः पुनः ‘संक्लेशे' सति तीव्ररागादिसंवेदनरूपेऽरतावुत्पन्नायामिति यावत् । तथा 'त्रिकालं' त्रिसन्ध्यं कर्त्तव्यमिदम् ।'असंक्लेशे' प्रकृत्या कालगमने सति ।।
सूत्रार्थ- (१) य॥२ २४॥ मन. (२) हुकृत गडा, (3) सुस्त मनुभाहना એ ત્રણ તથાભવ્યત્વના પરિપાકનાં સાધનો છે. આથી મોક્ષના અર્થી ભવ્ય જીવે સદા મન-વચન-કાયાની એકાગ્રતાથી ચારશરણ સ્વીકાર આદિ ત્રણ કરવા લાયક છે. ચિત્તમાં સંક્લેશ હોય ત્યારે વારંવાર ચિત્તમાં સંક્લેશ ન હોય ત્યારે સવારબપોર-સાંજ એમ ત્રિકાલ અને ચાર શરણ સ્વીકાર આદિ ત્રણ કરવાં જોઇએ.
સૂત્રાર્થ– ચાર શરણ ગમન-અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીએ કહેલો ધર્મ એ ચારના શરણે જવું, અર્થાત્ આ ચારના પ્રધાને શરણનો સ્વીકાર કરવો. (આ ચારનું શરણ પ્રધાન=મુખ્ય શરણ છે, બીજાઓનું શરણ ગૌણ શરણ છે. પોતાનું રક્ષણ થાય એ માટે શરણું સ્વીકારવામાં આવે છે. રાજા વગેરેના શરણે જવાથી રક્ષણ થાય જ એવો નિયમ નથી. અરિહંત આદિના શરણે જવાથી અવશ્ય રક્ષણ
Page #34
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૨૧
પહેલું સૂત્ર
થાય છે. કારણ કે સદા માટે ક્યારે ન આવે તે રીતે બધા અનર્થો દૂર થાય છે. માટે જ) આ ચારના શરણનો સ્વીકાર અનર્થોથી બચવાનો મહાન ઉપાય છે.
દુષ્કત ગર્તા – આ ભવમાં અને પરભવમાં કરેલાં દુષ્કતોની પરની સાક્ષીએ અકર્તવ્યબુદ્ધિની પ્રધાનતાવાળી ગહ કરવી જોઇએ. અકર્તવ્ય બુદ્ધિની પ્રધાનતાવાળી એટલે ગહ કરવાના સમયે આ દુષ્કૃત કરવા યોગ્ય નથી એવી બુદ્ધિની મુખ્યતા હોવી જોઇએ. તે રીતે નિવેદન ( ગુરુ આદિને જણાવવા) પૂર્વક દુષ્કતોનો સ્વીકાર કરવો એ દુષ્કૃતગર્તા છે.
પરની સાક્ષીએ– ગુરુ વગેરે પરની સાક્ષીએ. પાપોની નિંદા અને ગહ એ બંને કરવી જોઇએ. તેમાં નિંદા સ્વસાક્ષીએ અને ગર્તા પરસાક્ષીએ કરવાની હોય છે.
ગઈ અકર્તવ્યબુદ્ધિની પ્રધાનતાવાળી હોવી જોઇએ, એટલે કે ગર્તામાં દુષ્કતો કરવા યોગ્ય નથી એવી બુદ્ધિ મુખ્યપણે હોવી જોઇએ.
ગુરુ આદિને તે રીતે (=પશ્ચાત્તાપના ભાવપૂર્વક) જણાવીને આ મેં ખોટું કર્યું છે એમ દુષ્કતોનો સ્વીકાર કરવો તે દુષ્કત ગર્તા છે.
દુષ્કત ગહ કર્મના અનુબંધનો નાશ કરવાનો અવંધ્ય ઉપાય છે. આથી દુષ્કૃતગર્યા કરવી જોઇએ.
સુકૃત અનુમોદના– અરિહંત વગેરે બીજાઓએ કરેલા સુકૃતની વિવેકપૂર્વક (સુકૃત-દુષ્કતના, ધર્મ-અધર્મના કે ગુણદોષના વિવેકપૂર્વક) અનુમોદના કરવી. આ અનુમોદના નિયત (=સદા) થવી જોઇએ. જેથી અખંડ શુભભાવ થતો રહે. સુકૃતની અનુમોદના શુભ પરિણામનું મહાન (મુખ્ય) કારણ છે એમ વિચારવું. પુણ્ય અને પાપ કરવું-કરાવવું-અનુમોદવું એ ત્રણ રીતે થાય છે.
(અહીં બીજાઓએ કરેલા સુકૃતોની અનુમોદનાના ઉપલક્ષણથી પોતે કરેલાં સુકૃતોની અનુમોદના પણ સમજી લેવી.). ૧ આનાથી ટીકાકાર એ કહેવા માગે છે કે જેમ સુકૃત કરવાથી અને કરાવવાથી પુણ્ય બંધાય
તેમ સુકૃતની અનુમોદનાથી પણ પુણ્ય બંધાય. માટે કદાચ વિશેષ સુકૃત ન કરી શકાય અને ન કરાવી શકાય તો પણ સુકૃતની અનુમોદના તો અવશ્ય કરવી જોઇએ. તથા દુષ્કતનો ત્યાગ ન કરી શકાય અને ન કરાવી શકાય તો પણ દુષ્કતની અનુમોદના તો ન જ કરવી જોઇએ, કિંતુ નિંદા-ગઈ કરવી જોઇએ.
Page #35
--------------------------------------------------------------------------
________________
પહેલું સૂત્ર
પંચસૂત્ર
ચાર શરણ સ્વીકાર આદિ ત્રણ ઉપાયોથી તેવા પ્રકારના સ્વભાવથી સાધ્ય વ્યાધિની જેમ તથાભવ્યત્વ પકાવાય છે=તથાભવ્યત્વનો પરિપાક કરાય છે.
૨૨
હમણાં કહ્યું તેમ પ્રસ્તુત તત્ત્વની (=અનર્થોથી રક્ષણ, અશુભ કર્મોના અનુબંધનો નાશ અને શુભ પરિણામ એ ત્રણ તત્ત્વની) સિદ્ધિ થતી હોવાથી મોક્ષાર્થી ભવ્ય જીવે હવે કહેવાશે તે સદા સુપ્રણિધાન પૂર્વક કરવું જોઇએ.
સુપ્રણિધાનપૂર્વક કરવું જોઇએ એનો ભાવ એ છે કે અમુક કાળે જ કરવું એવો નિયમ નથી, કિંતુ જ્યારે જ્યારે કરવું હોય ત્યારે ત્યારે સુપ્રણિધાનપૂર્વક કરવું જોઇએ. કારણ કે ફળની સિદ્ધિમાં સુપ્રણિધાન મુખ્ય અંગ છે. કહ્યું છે કે
‘‘પ્રણિધાનપૂર્વક કરાયેલી ક્રિયા તીવ્રવિપાકવાળી કહી છે. પ્રણિધાનથી કરાયેલી ક્રિયામાં સાનુબંધનો નિયમ છે, અર્થાત્ પ્રણિધાનપૂર્વક કરાયેલી ક્રિયા અનુબંધસહિત થાય છે–અનેક ભવો સુધી તેની પરંપરા ચાલે છે. તથા પ્રણિધાનપૂર્વક કરાયેલી ક્રિયામાં શુભનો અંશ હોય છે. આથી પરમાર્થથી પ્રણિધાન જ ક્રિયા છે.’’ ૫. અરિહંતના શરણનો સ્વીકાર
(આ પ્રમાણે આ સ્વીકારવું જોઇએ. આથી ગ્રંથકાર કહે છે કે તીવ્રરાગ આદિના સંવેદનરૂપ સંકલેશ થાય ત્યારે વારંવાર, અર્થાત્ અરતિ ઉત્પન્ન થાય ત્યારે વારંવાર, અને સંકલેશ ન હોય ત્યારે, અર્થાત્ સ્વાભાવિક રીતે કાળ પસાર થતો હોય ત્યારે, (સવાર-બપોર-સાંજ એમ) ત્રણવાર આ ચાર શરણ સ્વીકાર વગેરે કરવું જોઇએ.
કોઇ વસ્તુ કે કોઇ વ્યક્તિ ઉપર અતિશય રાગ થાય, એથી એ વસ્તુ ન મળે તો અતિ ઉત્પન્ન થાય. ઇષ્ટ વસ્તુનો વિયોગ, અતિશય દ્વેષ, અતિશય ઇર્ષ્યા વગેરેના કારણે અરતિ ઉત્પન્ન થાય. કોઇ પણ કારણથી અરતિ ઉત્પન્ન થાય ત્યારે વારંવાર ચાર શરણનો સ્વીકાર વગેરે કરવું જોઇએ. એના પ્રભાવથી અરતિ દૂર થાય અને પ્રસન્નતાનો અનુભવ થાય.) यत्कर्तव्यं तदाह
જે કરવું જોઇએ તે કહે છે—
जावज्जीवं मे भगवंतो परमतिलोगणाहा,
૧. ચાર શરણ સ્વીકાર આદિ ત્રણ ઉપાયોથી પરિપાક થાય તેવો તથાભવ્યત્વનો સ્વભાવ છે. ૨. સુપ્રણિધાન એટલે મન-વચન-કાયાની એકાગ્રતા. અથવા પ્રણિધાન એટલે ચિત્તનો ઉપયોગ. પ્રાિધાન ચિત્તચોપયોગ: પંચાશક ૩-૨૨.
Page #36
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૨૩
પહેલું સૂત્ર
अणुत्तरपुन्नसंभारा, खीणरागदोसमोहा, अचिंतचिंतामणी, भवजलहिपोआ, एगंतसरणा, अरहंता सरणं । ॥५॥
'जावज्जीवं मे भगवंतो अरहंता सरणं' इति योगः । 'यावज्जीवं' यावज्जीवितं 'मे' मम 'भगवन्तः' समग्रैश्वर्यादियुक्ताः 'अर्हन्तः शरणम्' इति योगः । अत्र ‘यावज्जीवं' इति कालपरिमाणं, परतो भङ्गभयात्, न पुनरवधित्वेन परतोऽप्यधिकृतशरणस्येष्ठत्वात् । एत एव विशेष्यन्ते'परमत्रिलोकनाथाः', परमाश्च ते दुर्गतिभयसंरक्षणेन त्रिलोकनाथाश्च, अत्र त्रिलोकवासिनो देवादयः परिगृह्यन्ते । एत एव विशेष्यन्ते-'अनुत्तरपुण्यसंभाराः'
अनुत्तरः सर्वोत्तमहेतूत्कर्षात् 'पुण्यसंभारः', तीर्थकरनामकर्मलक्षणो येषां ते, तथा । त एव विशेष्यन्ते-'क्षीणरागद्वेषमोहाः', क्षीणा रागद्वेषमोहा अभिष्वङ्गाऽप्रीत्यज्ञानलक्षणा येषां ते तथा । त एव विशेष्यन्ते 'अचिन्त्यचिन्तामणयः' चिन्तातिक्रान्तापवर्गविधायकत्वेन । त एव विशेष्यन्ते 'भवजलधिपोताः' तद्वदुत्तारकत्वेन । त एव विशेष्यन्ते-'एकान्तशरण्याः' सर्वाश्रितहितत्वेन । क एवंभूताः ? किं वा एते ? इत्याह-'अर्हन्तः शरणम्' तत्राशोकाद्यष्टमहाप्रातिहार्यलक्षणाम्, पूजामर्हन्तीत्यर्हन्तः, ते मम 'शरणम्' आश्रय इति ।
સૂત્રાર્થ– પરમ ત્રિલોકનાથ, સર્વોત્તમ પુણ્યના સમૂહવાળા, ક્ષીણ રાગદ્વેષ-મોહ, અચિંત્ય ચિંતામણિ, સંસાર રૂ૫ સમુદ્રને પાર પામવા વહાણ, એકાંતે શરણ કરવા લાયક અરિહંત ભગવંતો જીવનપર્યત મારું શરણ છે મારો આશ્રય છે.
ટીકાર્ય-પરમ ત્રિલોકનાથ- દુર્ગતિના ભયથી સંરક્ષણ કરનારા હોવાથી ભગવાન પરમ છે. (ભગવાનના શરણે રહેલો જીવ દુર્ગતિમાં ન જાય એથી તેને દુર્ગતિનો ભય ન હોય) ત્રણ લોકમાં રહેનારા દેવ વગેરેના સ્વામી હોવાથી ભગવાન ત્રિલોકનાથ છે. | સર્વોત્તમ પુણ્યસમૂહવાળા- અહીં તીર્થકર નામકર્મરૂપ પુણ્યસમૂહ વિવક્ષિત છે. આ પુણ્યસમૂહ સર્વોત્તમ છે. કેમ કે એ પુણ્યસમૂહ પુણ્યબંધનો જે સર્વોત્તમ હેતુ, એ હેતુના ઉત્કર્ષથી બંધાયેલ છે. (તીર્થકર નામકર્મ રૂપ પુણ્યના બંધનો હેતુ સર્વ જીવોને શાસનરસિક બનાવવાની ભાવના છે. પુણ્યબંધના બધા હેતુઓમાં ૧. જુઓ યોગ બિંદુ ગાથા ૨૮૫ થી ૨૮૮.
Page #37
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૨૪
પહેલું સૂત્ર
આ હેતુ ઉત્તમ હોવાથી સર્વોત્તમ છે. આ ભાવના વધતી વધતી જ્યારે ઉત્કૃષ્ટ બને છે ત્યારે તીર્થંકર નામકર્મ બંધાય છે. આથી તીર્થંકર નામકર્મરૂપ પુણ્યસમૂહ પુણ્યબંધના સર્વોત્તમ હેતુના ઉત્કર્ષથી બંધાયેલ છે. આમ ભગવાન સર્વોત્તમ પુણ્યસમૂહવાળા છે.).
ક્ષીણ રાગ-દ્વેષ-મોહ– અભિવંગ રૂ૫ રાગ, અપ્રીતિરૂપ દ્વેષ અને અજ્ઞાનરૂપ મોહ આ ત્રણ દોષો જેમના ક્ષીણ થઇ ગયા છે એવા છે.
અચિંત્ય ચિંતામણિ– ચિંતામણિ ચિંતવેલું જ આપે છે, જ્યારે ભગવાન તો નહિ ચિંતવેલા એવા મોક્ષને કરનારા (=આપનારા) હોવાથી ભગવાન અચિંત્ય ચિંતામણિ છે.
ભવસમુદ્ર વહાણ- વહાણની જેમ ભગવાન સંસારરૂપ સમુદ્રના પારને પમાડનારા હોવાથી ભગવાન ભવસમુદ્રવહાણ છે.
એકાંત શરણ્ય- સર્વ આશ્રિતોનું હિત કરનારા હોવાથી ભગવાન એકાંત શરણ્ય છે, એટલે કે એકાંતે શરણ કરવા લાયક છે. (રાજા વગેરેનું શરણ સ્વીકારવામાં આવે તો તે બધાનું હિત કરે જ એવો નિયમ નથી. જ્યારે અરિહંત પરમાત્મા તો જે કોઇ એમના શરણે જાય તે બધાનું અવશ્ય હિત કરે છે.)
અરિહંત- અશોકવૃક્ષ વગેરે આઠ મહાપ્રાતિહાર્ય રૂ૫ પૂજાને યોગ્ય છે માટે ભગવાન અરિહંત છે.
ભગવાન– સમગ્ર ઐશ્વર્ય વગેરે ગુણોથી યુક્ત હોવાથી પરમાત્મા ભગવાન કહેવાય છે.
જીવન પર્યત જીવન પર્યત એટલે જીવન હોય ત્યાં સુધી. અહીં “જીવન હોય ત્યાં સુધી એમ કાલનું પરિમાણ કર્યું છે. કેમ કે કાલનું પરિમાણ ન હોય તો જીવન પૂર્ણ થયા પછી પ્રતિજ્ઞાનો ભંગ થાય. જીવન પૂર્ણ થયા પછી શરણ કરવાની જરૂર નથી માટે કાલનું પરિમાણ કર્યું છે એવું નથી. કેમ કે જીવન પૂર્ણ થયા પછી પણ ફરી મર્યાદા રાખીને પ્રસ્તુત શરણ ઇષ્ટ છેઃકરવું જરૂરી છે. આવા અરિહંતો જીવનપર્યત મારું શરણ છે મારો આશ્રય છે.
૬. સિદ્ધોના શરણનો સ્વીકાર दहा रहीणचरमरण, अवेअनाकलंका, ૧. સમગ્ર એશ્વર્ય વગેરે ગુસ્સો આ જે ગ્રંથમાં પેજ ને. ૧રની ટીપ્પણીમાં જણાવ્યા છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર
पणट्ठवाबाहा, केवलनाणदंसणा, सिद्धिपुरनिवासी, निरुवमसुहसंगया, सव्वहा कयकिच्चा सिद्धा सरणं । ॥६॥ ____ 'तहा पहीणजरामरणा सिद्धा सरणं' इति योगः । तथा न केवलमर्हन्तः, किं तु सिद्धाः शरणमिति क्रिया । किंविशिष्टास्ते ? इत्याह-'प्रक्षीणजरामरणा' प्रक्षीणे सदाऽपुनर्भावित्वेन जरामरणे येषां ते तथा जन्मादिबीजाभावात् । एत एव विशेष्यन्ते 'अपेतकर्मकलङ्काः' अपेतः कर्मकलको येषां ते तथाविधाः, सर्वथा कर्मरहिता इत्यर्थः । एत एव विशेष्यन्ते-'प्रनष्टव्याबाधाः' प्रकर्षेण नष्टा क्षीणा व्यावाधा येषां ते तथा, सर्वव्यावाधावर्जिता इति भावः । एत एव विशेष्यन्ते- 'केवलज्ञानदर्शनाः' केवले संपूर्ण ज्ञानदर्शने येषां ते तथाविधाः, सर्वज्ञाः सर्वदर्शिन इत्यर्थः । एत एव विशेष्यन्ते-'सिद्धिपुरनिवासिनः' सिद्धिपुरे लोकान्ते वस्तुं शीलं येषां ते तथा, मुक्तिनिवासिन इति गर्भः । एत एव विशेष्यन्ते-'निरुपमसुखसङ्गताः' निरुपमसुखेनाविद्यमानापेक्षेण (सुखेन !)संगताः, इति समासः । असांयोगिकानन्दयुक्ता इत्यर्थः । एत एव विशेष्यन्ते-'सर्वथा कृतकृत्याः' सर्वथा सर्वप्रकारैः कृतं कृत्यं यैस्ते तथा, निष्ठितार्था इति भावः । क एवंभूताः ? किं वा एते ? इत्याह-'सिद्धाः शरणं' सिद्ध्यन्ति स्म सिद्धाः परमतत्त्वरूपास्ते मम "शरणम्" आश्रय इति ।
सूत्रार्थ- तथा पक्षी ४२१-४२४॥ (=४२॥ १२४थी २81), भ३५ ४थी રહિત, સર્વ પીડાઓથી રહિત, સર્વજ્ઞ, સર્વદર્શી, મુક્તિપુરીમાં રહેનારા, અનુપમ સુખથી યુક્ત, સર્વથા કૃતકૃત્ય બનેલા સિદ્ધ ભગવંતો જીવનપર્યત મારું શરણ છે.
ટીકાર્થ-તથા કેવલ અરિહંતો જ શરણ છે એમ નહીં, કિંતુ સિદ્ધો પણ શરણ છે એમ તથા શબ્દનો અર્થ છે.
પ્રક્ષીણ જરા-મરણ- ફરી ન થાય તે રીતે જરા-મરણ જેમના ક્ષીણ થઇ ગયા છે તે પ્રક્ષણજરા-મરણ. સિદ્ધોને ક્યારે પણ જરા (=વૃદ્ધાવસ્થા) અને મરણ ન આવે. કેમકે જરા-મરણનું બીજ એવા જન્મ વગેરેનો અભાવ થઇ ગયો છે.
કર્મરૂપ કલંકથી રહિત સર્વથા કર્મથી રહિત. સર્વ પીડાઓથી રહિત– સિદ્ધોની સર્વ પીડાઓનો ફરી ન થાય તે રીતે ક્ષય
Page #39
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર થઇ ગયો હોવાથી સિદ્ધો સર્વ પીડાઓથી રહિત છે.
સર્વજ્ઞ– સંપૂર્ણ જ્ઞાનવાળા. સર્વદર્શી– સંપૂર્ણ દર્શનવાળા. મુક્તિપુરીમાં રહેનારા મુક્તિપુરી એટલે લોકાંત. સિદ્ધો લોકના અંતે રહેલા
છે.
અનુપમ સુખથી યુક્ત અપેક્ષાથી રહિત સુખ અનુપમ સુખ છે. આથી સિદ્ધો. અપેક્ષાથી રહિત સુખથી યુક્ત છે, અર્થાત્ સંયોગથી રહિત આનંદથી યુક્ત છે. (સાંસારિક સુખ અપેક્ષાઓથી સહિત છે, અને ભૌતિક વસ્તુઓના સંયોગથી સહિત છે.) | સર્વથા કૃતકૃત્ય- સિદ્ધોએ કરવા યોગ્ય કાર્ય બધી રીતે કરી લીધું છે. માટે સિદ્ધો સર્વથા કૃતકૃત્ય છે, અર્થાત્ સિદ્ધોનાં બધાં કાર્યો પૂર્ણ થઇ ગયા છે. કોઇ વ્યક્તિ મકાન બંધાવે. એ મકાન બારી-બારણાં મૂકવા સિવાય બધી રીતે પૂર્ણ થઇ ગયું હોય તો પણ મકાન બંધાવનાર કૃતકૃત્ય કહેવાય. પણ સિદ્ધોને જરા પણ કંઇ કરવાનું બાકી નથી. માટે “સર્વથા” પદ મૂક્યું છે.
સિદ્ધ– જેઓ સિદ્ધ થઇ ગયા છે=સર્વથા કૃતકૃત્ય થઇ ગયા છે તે સિદ્ધો. પરમતત્ત્વરૂપ આવા સિદ્ધો મારું શરણ=આશ્રય થાઓ. (સિદ્ધો શ્રેષ્ઠ તત્ત્વ =નિચોડ) સ્વરૂપ હોવાથી પરમતત્ત્વરૂપ છે.)
૭. સાધુઓના શરણનો સ્વીકાર तहा पसंतगंभीरासया, सावज्जजोगविरया, पंचविहायारजाणगा, परोवयारनिरया, पउमाइनिर्दसणा झाणज्झयणसंगया, विसुज्झमाणभावा साहू सरणं ।
| III 'तहा पसंतगंभीरासया साहू सरणं' इति योगः । तथा न केवलं सिद्धाः शरणं, किन्तु साधवः शरणमिति क्रिया । किंविशिष्टास्ते ? इत्याह-प्रशान्तः क्षान्तियोगात्, गंभीरोऽगाधतया, आशयश्चित्तपरिणामो येषां ते 'प्रशान्तगंभीराशयाः' । एत एव विशेष्यन्ते-सहावयेन सावद्यः, सपापो योगो व्यापारः
Page #40
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
- ૨૭
પહેલું સૂત્ર
कृतादिरूपः, तस्माद्विरताः 'सावद्ययोगविरताः' । एत एव विशेष्यन्ते-पञ्चविधमाचारं ज्ञानाचारादिभेदभिन्नं जानते इति ‘पञ्चविधाचारज्ञाः' । एत एव विशेष्यन्ते-परोपकारे एकान्तिकात्यन्तिकरूपे निरताः, 'परोपकारनिरताः' । एत एव विशेष्यन्ते-पद्मादीनि पङ्कोत्पत्तिजलस्थितिभावेऽपि तदस्पर्शनेन, कामभोगापेक्षयैवमेव भावः, इति निदर्शनानि येषां ते 'पद्मादिनिदर्शनाः' । आदिशब्दाच्छरत्सलिलादिग्रहः । एत एव विशेष्यन्ते-ध्यानाध्ययनाभ्यां एकाग्रचित्तानिरोधस्वाध्यायलक्षणाभ्यां संगताः 'ध्यानाध्ययनसंगताः' । एत एव विशेष्यन्ते-विशुध्यमानो विहितानुष्ठानेन भावो येषां ते 'विशुध्यमानभावाः' । क एवंभूताः ? किं वा एते ? इत्याह-तत्र सम्यग्दर्शनादिभिः सिद्धिं साधयन्तीति સાયવર', મુનય કૃત્યર્થ: તે મમ શરણમ્' માત્ર રૂતિ .
સૂત્રાર્થ તથા પ્રશાંત-ગંભીર આશયવાળા, સાવદ્ય યોગ વિરત, પંચવિધ આચારોના જાણકાર, પરોપકારમાં તત્પર, પદ્મ વગેરેના દૃષ્ટાંતવાળા, ધ્યાનસ્વાધ્યાયસંગત, વિશુદ્ધ થતા ભાવવાળા સાધુ ભગવંતો જીવન પર્યત મારું શરણ છે.
ટીકાર્થ-તથા કેવળ સિદ્ધો જ શરણ નથી, કિંતુ સાધુઓ પણ શરણ છે. એવો તથા શબ્દનો અર્થ છે.
પ્રશાંત-ગંભીર આશયવાળા- આશય એટલે ચિત્તપરિણામ.સાધુઓ ક્ષમાથી યુક્ત હોવાથી પ્રશાંતચિત્તપરિણામવાળા છે. સાધુઓનું ચિત્ત ગંભીર બીજાઓ ન જાણી શકે તેવું ઊંડું હોવાના કારણે સાધુઓ ગંભીર ચિત્તપરિણામવાળા છે.
સાવદ્યયોગ વિરત- અવદ્ય એટલે પાપ. અવદ્યથી સહિત તે સાવદ્ય. યોગ એટલે વ્યાપાર (=પ્રવૃત્તિ). વિરત એટલે વિરામ પામેલા=અટકેલા. સાધુઓ પાપવાળા વ્યાપારોથી વિરામ પામેલા હોય છે.
દ્વિરૂપ – સાવદ્ય વ્યાપાર કરવા આદિરૂપ છે, આદિ શબ્દથી કરાવવું અને અનુમોદવું સમજવું, અર્થાત્ કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રણ પ્રકારે સાવદ્ય વ્યાપાર છે. સ્વયં સાવદ્ય વ્યાપાર કરે તે કરવારૂપ સાવદ્ય વ્યાપાર છે. એ રીતે કરાવવામાં અને અનુમોદવામાં પણ સમજી લેવું.
પંચવિધ આચારોના જાણકાર- સાધુઓ જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચારોના જાણકાર હોય. (આના ઉપલક્ષણથી આચારોને પાળનારા હોય એ
Page #41
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પણ સમજી લેવું)
પરોપકારમાં તત્પર— એકાંતિક અને આત્યંતિક પરોપકાર કરવામાં તત્પર હોય. (જે પરોપકારથી દુઃખ રહિત સુખની પ્રાપ્તિ થાય તે પરોપકાર એકાંતિક છે. જે પરોપકારથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય તે પરોપકાર આત્યંતિક છે.)
૨૮
પહેલું સૂત્ર
પદ્માદિના દૃષ્ટાંતવાળા— સાધુઓ પદ્મ વગેરેના દૃષ્ટાંતોવાળા=ઉપમાવાળા હોય છે. જેવી રીતે પદ્મ કાદવમાં ઉત્પન્ન થઇને જલમાં રહેવા છતાં તે બંનેને સ્પર્શ કરતું નથી, તેવી રીતે સાધુ કામરૂપ કાદવમાં ઉત્પન્ન થઇને ભોગરૂપ જલથી વધવા છતાં કામ અને ભોગ એ બંનેથી નિરાળા રહે છે.
‘વગેરે’ શબ્દથી શરદઋતુનું જલ વગેરે ઉપમા જાણવી.
ધ્યાન-સ્વાધ્યાય સંગત— સાધુઓ ધ્યાન અને સ્વાધ્યાયથી યુક્ત હોય. ચિત્તને કોઇ એક વિષયમાં સ્થિર કરવું તે ધ્યાન.
વિશુદ્ધ થતા ભાવવાળા— શાસ્ત્રમાં વિહિતનું આચરણ કરવાથી જેમનો ભાવ ઉત્તરોત્તર વિશુદ્ધ થઇ રહ્યો છે તેવા છે.
સાધુઓ— સમ્યગ્દર્શન વગેરેથી સિદ્ધિને સાધે તે સાધુ છે, અર્થાત્ મુનિ છે. તે સાધુઓ મારું શરણ=આશ્રય છે.
૮. ધર્મના શરણનો સ્વીકાર
तहा सुरासुरमणुअपूइओ, मोहतिमिरंसुमाली, रागद्दोसविसपरममंतो, हेऊ सयलकल्लाणाणं, कम्मवणविहावसू, साहगो सिद्धभावस्स, केवलिपण्णत्तो धम्मो जावज्जीवं मे भगवं सरणं ।
11211
'तहा सुरासुरमणुअपूइओ केवलिपण्णत्तो धम्मो जावज्जीवं मे भगवं सरणं' इति योगः । तथा न केवलं साधवः शरणं, किं तु केवलिप्रज्ञप्तो धर्म કૃતિ સંવચ:। િિવશિષ્ટઃ ? ત્યાહ-સુરાપુરમનુî: પૂનિત: ‘સુરાપુરમનુન૧. પદ્મ વગેરે દુષ્ટાંતોનું વર્ણન આ ગ્રંથમાં ‘અણગારને વરેલી ઉપમાઓ’' એ પરિશિષ્ટમાં ક૨વામાં આવ્યું છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
ર૯
પહેલું સૂત્ર
पूजितः' । सुरा ज्योतिष्कवैमानिकाः । असुरा व्यन्तरभवनपतयः । मनुजाः पुरुषविद्याधराः । अयमेव विशेष्यते-मोहस्तिमिरमिव मोहतिमिरं सद्दर्शनावारकत्वेन, तस्यांशुमालीवांशुमाली, तदपनयनादादित्यकल्पः । अयमेव विशेष्यते-रागद्वेषौ विषमिव रागद्वेषविषं, तस्य परममन्त्रः, तद्घातित्वेनेति भावः । अयमेव विशेष्यते-'हेतुः' कारणं, प्रवर्तकत्वादिना, 'सकलकल्याणानां' सुदेवत्वादीनाम् । अयमेव विशेष्यते-कर्मवनस्य ज्ञानावरणीयादिसमुदयरूपस्य विभावसुरिवाग्निरिव, तद्दाहकत्वेन । अयमेव विशेष्यते-‘साधकः' निर्वर्तकः, 'सिद्धभावस्य' सिद्धत्वस्य, तथातत्संपादकत्वेन । कोऽयमेवं ? किं वा ? इत्याह-'केवलिप्रज्ञप्तः' केवलिप्ररूपितः, 'धर्मः' श्रुतादिरूपः । 'यावज्जीवं' इति पूर्ववत् 'मे' मम 'भगवान्' समग्रैश्वर्यादिगुणयुक्तः 'शरणम्' आश्रयः । एतच्चतुःशरणगमनं, एकार्थसाधकत्वेन प्रभूतानामप्यविरुद्धमेव । अत एव परमार्थ(प)म्- "चत्तारि सरणं पवज्जामि, अरहते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपण्णत्तं धमं सरणं पवज्जामि" इति ।
સૂત્રાર્થ– તથા સુર-અસુર-મનુષ્યપૂજિત, મોહરૂપ અંધકાર માટે સૂર્ય સમાન, રાગ-દ્વેષરૂપ વિષ માટે ઉત્કૃષ્ટ મંત્ર સમાન, સઘળા કલ્યાણનું કારણ, કર્મરૂપ વન માટે અગ્નિ સમાન, સિદ્ધિનો સાધક, કેવલિપ્રજ્ઞપ્ત, ઐશ્વર્ય આદિ સઘળા ગુણોથી યુક્ત ધર્મ જીવનપર્યત મારું શરણ છે.
ટીકાર્થ-તથા કેવલ સાધુઓ જ શરણ નથી, કિંતુ કેવળીએ કહેલો ધર્મ પણ શરણ છે એમ તથા શબ્દનો અર્થ છે.
સુર-અસુર-મનુષ્યપૂજિત- જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો સુર કહેવાય છે. બંતર અને ભવનપતિ દેવો અસુર કહેવાય છે. (વિદ્યારહિત) પુરુષો અને વિદ્યાધરો મનુષ્ય છે. ધર્મ સુર, અસુર અને મનુષ્યોથી પૂજાયેલો છે.
મોહરૂપ અંધકાર માટે સૂર્ય સમાન– જેવી રીતે અંધકાર દૃષ્ટિને ઢાંકી દે છે તેવી રીતે મોહ સદ્દષ્ટિને ઢાંકી દે છે. એથી અહીંમોહને અંધકારની ઉપમા આપી છે. જેવી રીતે સૂર્ય અંધકારને દૂર કરે છે, તેવી રીતે ધર્મ મોહને (અજ્ઞાનને) દૂર કરે છે. માટે અહીં ધર્મને સૂર્યની ઉપમા આપી છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૦.
પહેલું સૂત્ર
ધર્મ મોહરૂપ અંધકારને દૂર કરવા સૂર્ય સમાન છે.
રાગ-દ્વેષરૂપ વિષ માટે ઉત્કૃષ્ટ મંત્ર સમાન- ધર્મ રાગ-દ્વેષ રૂપ ઝેરનો નાશ કરતો હોવાથી ધર્મને ઉત્કૃષ્ટ મંત્રની ઉપમા આપી છે. ધર્મ રાગ-દ્વેષ રૂપ ઝેરનો નાશ કરવામાં ઉત્કૃષ્ટ મંત્ર સમાન છે.
સઘળાં કલ્યાણનું કારણ– ધર્મ સુદેવપણાની પ્રાપ્તિ વગેરે સઘળા કલ્યાણોનું કારણ છે. કેમ કે ધર્મ જેનાથી( જે પ્રવૃત્તિથી) કલ્યાણ થાય તેમાં (eતે પ્રવૃત્તિમાં) પ્રવર્તાવે છે. (આદિ શબ્દથી ઉત્સાહિત કરે છે વગેરે સમજવું.)
કર્મરૂપ વન માટે અગ્નિ સમાન– જ્ઞાનાવરણીયાદિના ઉદયરૂપ કર્મવનને ધર્મ બાળી નાખે છે. માટે અહીં ધર્મને અગ્નિની ઉપમા આપી છે. ધર્મ કર્મરૂપ વનને બાળી નાખવા માટે અગ્નિ સમાન છે.
સિદ્ધિનો સાધક– ધર્મ તે તે રીતે જીવોને મોક્ષ સાધી આપે છે. માટે ધર્મ સિદ્ધિનો સાધક છે.
કેવલિપ્રશખ– કેવલી ભગવંતે કહેલો.
ધર્મ– ધર્મ શ્રુતાદિ રૂપ છે. (આદિ શબ્દથી ચારિત્રરૂપ ધર્મ સમજવો.) સમગ્ર ઐશ્વર્ય આદિ ગુણોથી યુક્ત આ ધર્મ મારું શરણ છે.
પ્રશ્ન- કોઇ એકના શરણે જવું યોગ્ય છે, ચારના શરણે જવું એ વિરુદ્ધ નથી?
ઉત્તર– અરિહંત વગેરે ચારે ય એક જ મોક્ષરૂપ) કાર્ય સાધતા હોવાથી ઘણાના પણ શરણે જવું એ વિરુદ્ધ નથી.
આથી જ આ પરમાર્થ છે– હું ચારના શરણનો સ્વીકાર કરું છું. અરિહંતોના શરણનો સ્વીકાર કરું છું. સિદ્ધોના શરણનો સ્વીકાર કરું છું. સાધુઓના શરણનો સ્વીકાર કરું છું. કેવળીએ કહેલા ધર્મના શરણનો સ્વીકાર કરું છું.
૯ દુષ્કતગહ चतुःशरणगमनानन्तरं दुष्कृतगर्दोक्ता । तामाह
૧. અહીં પરમાર્થના સ્થાને પરમાર્થ એવો પાઠ વધારે શુદ્ધ જણાય છે. તેનો “આથી જ
ઋષિઓનું પરમ વચન આ પ્રમાણે છે' એવો અર્થ થાય.
Page #44
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૩૧
પહેલું સૂત્ર
ચારના શરણનો સ્વીકાર કર્યા પછી દુષ્કતગર્તા કહી છે. આથી હવે દુષ્કતशनि छसरणमुवगओ अ एएसिं, गरिहामि दुक्कडं । जण्णं अरहंतेसु वा, सिद्धेसु वा, आयरिएसु वा, उवज्झाएसु वा, साहूसु वा, साहूणीसु वा, अन्नेसु वा धम्मट्ठाणेसु माणणिज्जेसु पूअणिज्जेसु, तहा माईसु वा, पिईसु वा, बंधुसु वा, मित्तेसु वा, उवयारीसु वा, ओहेण वा जीवेसु मग्गट्ठिएसु अमग्गट्ठिएसु, मग्गसाहणेसु अमग्गसाहणेसु, जं किंचि वितहमायरियं अणायरिअव्वं अणिच्छिअव्वं पावं पावाणुबंधि, सुहुमं वा बायरं वा, मणेण वा वायाए वा, काएण वा, कयं वा काराविअंवा अणुमोइअं वा, रागेण वा दोसेण वा मोहेण वा, इत्थ वा जम्मे जम्मंतरेसु वा, गरहिअमेअं, दुक्कडमेअं, उज्झियव्वमेअं, विआणि मए कल्लाणमित्तगुरुभगवंतवयणाओ एवमेअंति रोइअं सद्धाए, अरिहंतसिद्धसमक्खं गरिहामि अहमिणं, दुक्कडमेअं, उज्झियव्वमेअं, इत्थ मिच्छा मि दुक्कडं, मिच्छा मि दुक्कडं, मिच्छा मि दुक्कडं। ॥९॥
शरणमुपगतश्च सन्नेतेषामर्हदादीनां गर्हे दुष्कृतम् । किंविशिष्टं ? इत्याह'यत्' इति दुष्कृतनिर्देशः । ‘णं' इति वाक्यालङ्कारे । 'अर्हत्सु वा' अर्हद्विषयं वा । एवं सिद्धेषु वा, आचार्येषु वा, उपाध्यायेषु वा, साधुषु वा, साध्वीषु वा, अन्येषु वा धर्मस्थानेषु, सामान्येन गुणाधिकेषु, माननीयेषु, पूजनीयेषु । तथा मातृषु वा, पितृषु वा, अनेकजन्मापेक्षं बहुवचनम् । बन्धुषु वा, मित्रेषु वा, उपकारिषु वा, ओघेन वा जीवेषु 'मार्गस्थितेषु' सम्यग्दर्शनादियुक्तेषु, 'अमा
Page #45
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૩૨
પહેલું સૂત્ર
र्गस्थितेषु' एतद्विपरीतेषु, ‘मार्गसाधनेषु' पुस्तकादिषु, 'अमार्गसाधनेषु' खड्गादिषु 'यत्किञ्चिद्वितथमाचरितं' अविधिपरिभोगादिना । 'अनाचरितव्यं' क्रियया। 'अनेष्टव्य' मनसा । 'पापं' पापकारणत्वेन । 'पापानुबन्धि' तथाविपाकभावेन । सूक्ष्मं बादरं वा, स्वरूपतः । कथमेतदाचरितं ? इत्याह-'मनसा वाचा कायेन वा' । कृतं चात्मना १, कारितं चान्यैः २, अनुमोदितं वा परकृतम् ३, एतदपि रागेण वा, द्वेषेण वा, मोहेन वा । अत्र वा जन्मनि, जन्मान्तरेषु वा । अतीतेषु 'गर्हितमेतत्' कुत्सास्पदम् । 'दुष्कृतमेतत्' सद्धर्मबाह्यत्वेन । 'उज्झितव्यमेतत्' हेयतया । 'विज्ञातं मया कल्याणमित्रगुरुभगवद्वचनात्' । भगवद्वचनप्राप्तौ प्राय इयमानुपूर्वीत्येवमुपन्यासः । ‘एवमेतदिति रोचितं श्रद्धया' तथाविधकर्मक्षयोपशमजया । ततः किं ? इत्याह-'अर्हत्सिद्धसमक्षं' तानधिकृत्य 'गर्थेऽहमिदं', कुत्सामीत्यर्थः । कथम् ? इत्याह-'दुष्कृतमेतत्' । 'उज्झितव्यमेतत्' । 'अत्र' व्यतिकरे 'मिच्छा मि दुक्कडं' वारत्रयं पाठः । व्याख्या अस्य अर्थविशेषत्वात्प्राकृताक्षरैरेव न्याय्या, नियुक्तिकारवचनप्रामाण्यात् । आह च नियुक्तिकारः
मित्ति मिउमद्दवत्ते च्छत्ति य दोसाण छायणे होइ। मित्ति य मेराए ट्ठिओ दुत्ति दुर्गच्छामि अप्पाणं ॥ कत्ति कडं मे पावं डत्ति य डेवेमि तं उवसमेणं । एसो मिच्छादुक्कड़पयक्खरत्यो समासेणं । (मा. न. ६८६-६८७)
સૂત્રાર્થ– અરિહંત આદિના શરણે ગયેલો હું દુષ્કતની ગર્તા કરું છું. અરિહંતોના વિષે, સિદ્ધોના વિષે, આચાર્યોના વિષે, ઉપાધ્યાયોના વિષે, સાધુઓના વિષે, સાધ્વીઓના વિષે, બીજા પણ સામાન્યથી માનનીય અને પૂજનીય એવા ગુણાધિકોના વિષે, માતાઓના વિષે, પિતાઓના વિષે, બંધુઓના વિષે, મિત્રોના વિષે, ઉપકારીઓના વિષે, સામાન્યથી સમ્યકત્વ આદિ મોક્ષમાર્ગમાં રહેલા અથવા કુર્માર્ગમાં રહેલા જીવોના વિષે, મોક્ષમાર્ગના સાધનરૂપ પુસ્તકાદિના વિષે કે મોક્ષમાર્ગના સાધન નહિ એવા 'તલવાર આદિ પદાર્થોના વિષે, જે કાંઇ વિપરીત
૧. તલવાર આદિનો બીજાને મારવા આદિ માટે ઉપયોગ કરવો તે તલવાર આદિને વિષે . . विपरीत आय२९ माय.
Page #46
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર
આચરણ કર્યું હોય, ક્રિયાથી નહિ આચરવા લાયક અને મનથી પણ નહિ ઇચ્છવા લાયક, સ્વરૂપથી સૂક્ષ્મ કે બાદર પાપાનુબંધી પાપ, આ જન્મમાં કે અતીત ૫૨જન્મોમાં મનથી, વચનથી કે કાયાથી રાગ-દ્વેષ અને મોહ વડે જાતે કરવા રૂપે, બીજાઓ દ્વારા કરાવવા રૂપે, બીજાએ કરેલા પાપને અનુમોદવા રૂપે કર્યું હોય તે નિંદનીય છે, તે સદ્ધર્મની બહાર હોવાથી દુષ્કૃતરૂપ છે, અને હેય હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. એમ મેં કલ્યાણમિત્ર ગુરુએ કહેલા ભગવાનના વચનથી જાણ્યું છે, અને આ એ પ્રમાણે જ છે એમ શ્રદ્ધાથી મને ગમ્યું છે. આથી અરિહંત અને સિદ્ધ સમક્ષ હું એ સર્વ પાપોની ગર્હા કરું છું. એ પાપો દુષ્કૃત હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. આ પ્રસંગમાં (દુષ્કૃત ગર્હોમાં) મિચ્છા મિ દુક્કડં એમ ત્રણવાર બોલવું, અર્થાત્ મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ મિથ્યા થાઓ. મારું પાપ મિથ્યા થાઓ એમ કહેવું. ટીકાર્થ–માતાઓને વિષે-પિતાઓને વિષે— અહીં બહુવચન અનેક જન્મોની અપેક્ષાએ છે. (એક જન્મની અપેક્ષાએ માતા-પિતા એક જ હોય.)
-
૩૩
જે કંઇ વિપરીત આચરણ કર્યું હોય— અવિધિથી ઉપયોગ કરવો વગેરે રીતે જે કંઇ વિપરીત આચરણ કર્યું હોય.
પાપાનુબંધી— વર્તમાનમાં બંધાયેલ જે પાપ ભવિષ્યમાં પોતાના વિપાક કાળે પણ પાપ બંધાવે તે પાપાનુબંધી પાપ છે.
પાપનુર્વાય તાવિાળમાવેન એમ કહીને પાપના અનુબંધનો અર્થ જણાવ્યો છે. તથાવિપાક એટલે તેવા પ્રકારનો વિપાક. તેવા પ્રકારનો વિપાક એટલે ભવિષ્યમાં પાપના વિપાક કાળે પણ પાપ બંધાવે. જે પાપ ભવિષ્યમાં પોતાના વિપાક કાળે નવું પાપ બંધાવે તે પાપાનુબંધી પાપ.
પાપ— પાપબંધનું કારણ હોવાથી પાપ છે. પાપં પાપારઘેન એમ કહીને પાપ કોને કહેવાય તે જણાવ્યું છે. પાપનું કારણ હોવાથી પાપ છે. પાપનું કારણ હોવાથી એટલે પાપબંધનું (=અશુભકર્મબંધનું) કારણ હોવાથી. આમ જે પાપબંધનું કારણ બને=જેનાથી પાપનો બંધ થાય તે પાપ કહેવાય. (દેખાવથી પાપ હોવા છતાં પાપબંધનું કારણ ન હોય તો તેને પાપ ન કહેવાય. જેમ કે ઉપયોગપૂર્વક નીચે જોઇને ચાલનાર મુનિના પગની નીચે સહસા પડેલો જીવ મરી જાય તો પણ મુનિને હિંસાનું પાપ ન લાગે. કારણ કે આવી હિંસાના કારણે મુનિને પાપનો બંધ ન થાય.)
Page #47
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૩૪
પહેલું સૂત્ર
કલ્યાણ મિત્ર ગુરુએ કહેલા ભગવાનના વચનથી જાણ્યું છે– જે જીવને સાક્ષાત્ અરિહંતથી આ જ્ઞાન ન થયું હોય, કિંતુ ગુરુ દ્વારા આ જ્ઞાન થયું હોય તે જીવને આશ્રયીને આ ઘટે છે. મોટા ભાગના જીવોને ગુરુ દ્વારા ભગવંતના વચનની પ્રાપ્તિ થાય એવો ક્રમ છે. માટે આ પ્રમાણે (=કલ્યાણ મિત્ર ગુરુએ કહેલા ભગવાનના વચનથી જાણ્યું છે એ પ્રમાણે) ઉલ્લેખ કર્યો છે.
શ્રદ્ધાથી મને ગમ્યું છે– તેવા પ્રકારના કર્મક્ષયોપશમથી (=દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી) થયેલી શ્રદ્ધાથી મને ગમ્યું છે.
આ પ્રસંગમાં દુષ્કત ગર્તાના પ્રસંગમાં. મિચ્છા મિ દુક્કડ– મિચ્છા મિ દુક્કડે એ વાક્યનો વિશેષ અર્થ હોવાથી એની વ્યાખ્યા પ્રાકૃત અક્ષરોથી જ કરવી યોગ્ય છે. કેમ કે નિયુક્તિકારનું વચન પ્રમાણ છે. નિયુક્તિકાર (શ્રી ભદ્રબાહુસ્વામી) આ પ્રમાણે કહે છે-“મિચ્છા મિ દુક્કડં પદમાં મિ, છા,મિ,દુ,ક્ક અને એમ છ અક્ષરો છે. દરેક અક્ષરનો અર્થ આ પ્રમાણે છે. મિ=મૃદુતા, (નમ્રતા), ચ્છા દોષોનું છાદન કરવું-રોકવા, અર્થાત્ ફરી ન કરવા. મિ=મર્યાદામાં (ચારિત્રના આચારોમાં) રહેલ. દુ–દુષ્કત કરનાર આત્માની નિંદા કરું છું. આ ચાર અક્ષરોનો સમુદિત અર્થ આ પ્રમાણે છે-કાયાથી અને ભાવથી નમ્ર બનીને થયેલી ભૂલ ફરી નહિ કરુંએવા ભાવથી ચારિત્રના આચારોમાં રહેલો હું દુષ્કૃત્ય કરનારા મારા આત્માની નિંદા કરું છું.
ક=મેં પાપ કર્યું છે એવી પાપની કબૂલાત. =ઉપશમથી પાપને ઓળંગી જઉં છું. અર્થાત્ મેં પાપ કર્યું છે એવી કબૂલાત કરું છું અને ઉપશમભાવથી મારા કરેલા એ પાપથી રહિત બની જઉં છું. મિચ્છા મિ દુક્કડ પદના અક્ષરોનો સંક્ષેપથી આ અર્થ છે.
૧૦ પ્રણિધાન શુદ્ધિ अत्रैतत्सुन्दरत्वान्नासम्यगभिमन्यमान् आहપ્રસ્તુતમાં દુષ્કતની ગહ કરવી એ સુંદર હોવાથી દુષ્કતગહ સમ્યક(=બરોબર) કરવી જોઇએ, અસય ન કરવી જોઇએ, અર્થ ભાવથી કરવી જોઇએ, માત્ર
૧. વિનયપૂર્વક કાયાને (કેડથી ઉપરના ભાગને) નમાવવી તે કાયાથી નમ્રતા છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
શબ્દથી ન કરવી જોઇએ, એમ માનતો સાધક કહે છેहोउ मे एसा सम्मं गरिहा । होउ मे अकरणनियमो । बहुमयं ममेअंति इच्छामि अणुसट्ठि अरहंताणं भगवंताणं, गुरूणं कल्लाणमित्ताणंति । होउ मे एएहिं संजोगो । होउ मे एसा सुपत्थणा । होउ मे इत्थ बहुमाणो । होउ मे इओ मुक्खबीअंति । पत्तेसु एएसु अहं सेवारिहे सिआ, आणारिहे सिआ, पडिवत्तिजुए सिआ, निरइआरपारगे सिआ ।। ॥१०॥
૩૫
પહેલું સૂત્ર
'भवतु मम' 'एषा' अनन्तरोदिता, 'सम्यग्गर्हा' भावरूपा । 'भवतु मे ' 'अकरणनियम:' ग्रन्थिभेदवत्तदबन्धरूपः, गर्हाविषय इति सामर्थ्यम् । बहुमतं ममैतद्द्वयं, इत्यस्मादिच्छामि 'अनुशास्ति' उदितप्रपञ्चबीजभूताम् । केषां ? इत्याह-'अर्हतां भगवतां', तथा 'गुरूणां कल्याणमित्राणाम्' इति । प्रतिपन्नतत्त्वानां गुणाधिकविषयैव प्रवृत्तिर्न्याय्या, इत्येवमुपन्यासः । प्रणिध्यन्तरमाहभवतु मम 'एभि:' अर्हदादिभिः 'संयोगः' उचितो योग इत्यर्थः । भवतु ममैषा 'सुप्रार्थना' अर्हदादिसंयोगविषया । भवतु ममात्र बहुमान: प्रार्थनायाम् । भवतु मम ‘इतः’ प्रार्थनातो 'मोक्षबीजं' सुवर्णघटसंस्थानीयं प्रवाहतः कुशलानुबन्धि कर्मेत्यर्थः । तथा- 'प्राप्तेषु एतेषु' अर्हदादिषु' 'अहं सेवार्हः स्याम्' । अर्हदादीनामेव 'आज्ञाहः स्याम् ।' एतेषामेव 'प्रतिपत्तियुक्तः स्याम् ' । एतेषामेव ' निरतिचारं पारगः स्याम् एतदाज्ञायाः ।
સૂત્રાર્થ— આ મારી ગર્હા ભાવથી થાઓ. ફરી પાપ નહિ કરવાનો મારે નિયમ હો. આ બંને બાબત મને બહુ ઇષ્ટ છે. આથી હું અરિહંત ભગવંતોની તથા કલ્યાણ મિત્ર ગુરુઓની હિતશિક્ષાને ઇચ્છું છું.
અન્ય પ્રણિધાનને (=અભિલાષાને) કહે છે— મારો અરિહંત આદિની સાથે ઉચિત સંબંધ થાઓ. મારી આ પ્રાર્થના સુપ્રાર્થના થાઓ. આ પ્રાર્થના વિષે મને બહુમાન થાઓ. આ પ્રાર્થનાથી મને મોક્ષના બીજની પ્રાપ્તિ થાઓ. મારો અરિ
Page #49
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર
હંત આદિની સાથે ઉચિત યોગ થાય ત્યારે હું તેમની સેવા કરવાને યોગ્ય બનું. તેમની જ આજ્ઞા પાળવાને લાયક બનું. તેમની જ ભક્તિથી યુક્ત બનું. તેમની જ આજ્ઞાનો નિરતિચાર પાલન કરનારો બનું.
ટીકાઈ-ફરી પાપ નહિ કરવાનો મારે નિયમ હો- જેવી રીતે ગ્રંથિભેદ થયા પછી આયુષ્ય સિવાય સાતકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતો નથી. તેવી રીતે જે દુષ્કતની ગર્તા કરી તેનો ફરી બંધ ન થાઓ.
ગવિષય તિ સામર્થમ્ સૂત્રમાં હોય છે સવા૨urનિયમો ફરી પાપ નહિ કરવાનો નિયમ હો એમ કહ્યું. તો પ્રશ્ન થાય કે કયું પાપ નહિ કરવાનો નિયમ હો ? એના જવાબમાં ટીકામાં કહ્યું કે-અવિષય: જે દુષ્કતની ગર્તા કરી તેનો ફરી બંધ ન થાઓ. રૂતિ સામર્થકઆ અર્થ સામર્થ્યથી અર્થપત્તિથી જણાય છે.
આ બંને બાબત- આ મારી ગર્તા ભાવથી થાઓ અને ફરી પાપ નહિ કરવાનો મારે નિયમ હો આ બંને બાબત.
તિપ્રપ$વીનમૂતા– હમણાં જે વિસ્તારથી કહ્યું તેની બીજરૂપ હિતશિક્ષાને ઇચ્છું છું. જેમ બીજ હોય તો તેમાંથી ફળની પ્રાપ્તિ થાય, તેમ હિતશિક્ષા મળે તો અહીં જે (ચાર શરણ સ્વીકાર વગેરે) વિસ્તારથી કહ્યું છે તેની સાધના થાય.
પ્રબ– ભાવ અરિહંતોના વિરહમાં ગુરુથી જ હિતશિક્ષા મળે છે. તેથી કલ્યાણમિત્ર ગુરુની અને અરિહંત ભગવાનની હિતશિક્ષાને ઇચ્છું છું એ ક્રમથી કહેવાના બદલે અરિહંત ભગવાનની અને કલ્યાણમિત્ર ગુરુની હિતશિક્ષાને ઇચ્છું છું એ ક્રમથી કેમ કહ્યું ?
ઉત્તર–પ્રતિપન્નતત્ત્વાન ગુપથવિચૈવ પ્રવૃત્તિન્ચા રૂત્યેવમુપચાસ =જેમણે તત્ત્વને ( હેય-ઉપાદેય, સત્ય-અસત્ય ઇત્યાદિ તત્ત્વને) પ્રાપ્ત કર્યું છે તેવા જીવોએ જે ગુણોથી અધિક હોય તેમાં પહેલાં પ્રવૃત્તિ કરવી એ યોગ્ય છે, આથી અહીં પહેલાં અરિહંતનો અને પછી ગુરુનો ઉલ્લેખ કર્યો છે.
આ પ્રાર્થના– અરિહંતાદિના સંયોગ સંબંધી પ્રાર્થના.
સુપ્રાર્થના થાઓ- ભાવથી કરેલી પ્રાર્થના સુપ્રાર્થના છે. માત્ર શબ્દો બોલવાથી નહિ, કિંતુ હૃદયથી કરેલી પ્રાર્થના ભાવ પ્રાર્થના છે. આથી આ પ્રાર્થના
Page #50
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
७७
પહેલું સૂત્ર
હૃદયથી થાઓ એવો અહીં ભાવ છે.
મોક્ષબીજ– મોક્ષબીજ એટલે પુણ્યાનુબંધી પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય સુવર્ણઘટ સમાન છે. સુવર્ણઘટ તૂટી જાય તો પણ તેમાંથી નવો ઘડો બનાવી શકાય છે. તેવી રીતે પુણ્યનો ઉદય થતાં પુણ્ય ભોગવાઇ જાય છે. પણ એ પુણ્ય નવું પુણ્ય ઉત્પન્ન કરે છે. એક પુણ્ય ભોગવાયું. બીજું પુણ્ય ઉત્પન્ન થયું. બીજું પુણ્ય ભોગવાયું, ત્રીજું પુણ્ય ઉત્પન્ન થયું. આમ પુણ્યનો પ્રવાહ ચાલ્યા કરે છે.
૧૧. સુકૃત અનુમોદના एवं सानुषङ्गां दुष्कृतगर्हामभिधाय सुकृतासेवनमाहઆ પ્રમાણે આનુષંગિક કહેવા સાથે દુષ્કત ગહને કહીને સુકૃતના આસેવનને छे
संविग्गो जहासत्तीए सेवेमि सुकडं । अणुमोएमि सव्वेसिं अरहंताणं अणुट्ठाणं । सव्वेसि सिद्धाणं सिद्धभावं । सव्वेसिं आयरिआणं आयारं । सव्वेसिं उवज्झायाणं सुत्तप्पयाणं । सव्वेसिं साहूणं साहुकिरिअं । सव्वेसिं सावगाणं मुक्खसाहणजोगे। सव्वेसिं देवाणं, सव्वेसिं जीवाणं होउकामाणं कल्लाणासयाणं मग्गसाहणजोगे।
॥१॥ 'संविग्नः सन् यथाशक्ति' किम् ? इत्याह-'सेवे सुकृतम्' । एतदेवाह'अनुमोदे'ऽहमिति प्रक्रमः । सर्वेषामर्हतां 'अनुष्ठान' धर्मकथादि । एवं सर्वेषां सिद्धानां 'सिद्धभावं' अव्याबाधादिरूपम् । एवं सर्वेषामाचार्याणां 'आचारं' ज्ञानाचारादिलक्षणम् । एवं सर्वेषामुपाध्यायानां सूत्रप्रदानं सद्विधिवत् । एवं सर्वेषां साधूनां 'साधुक्रियां' सत्स्वाध्यायादिरूपाम् । एवं सर्वेषां श्रावकाणां 'मोक्षसाधनयोगान्' वैयावृत्त्यादीन् । एवं सर्वेषां 'देवानां' इन्द्रादीनाम्, सर्वेषां जीवानां सामान्येनैव 'भवितुकामानाम्' आसन्नभव्यानां, 'कल्याणाशयानां' शुद्धाशयानां, एतेषाम् किं ? इत्याह- मार्गसाधनयोगान्' सामान्येन कुशलव्यापारान्, अनुमोदे इति क्रियानुवृत्तिः । भवन्ति चैतेषामपि मार्गसाधनयोगाः,
Page #51
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
मिथ्यादृष्टीनामपि गुणस्थानकत्वाभ्युपगमात् अनभिग्रहे सति ।
સૂત્રાર્થ— મોક્ષની ઇચ્છાવાળો હું યથાશક્તિ સુકૃત કરું છું. સર્વ અરિહંતોના ધર્મોપદેશ આદિ અનુષ્ઠાનોને અનુમોદું છું. સર્વ સિદ્ધોના અવ્યાબાધ (=પીડાનો અભાવ) આદિ સિદ્ધપણાને અનુમોદું છું. સર્વ આચાર્યોના જ્ઞાનાચારાદિ આચારને અનુમોદું છું. સર્વ ઉપાધ્યાયોના સુવિધિવાળા સૂત્રદાનને અનુમોદું છું. સર્વ સાધુઓની સુંદર સ્વાધ્યાય આદિ સાધુક્રિયાને અનુમોદું છું. સર્વ શ્રાવકોના મોક્ષના સાધનભૂત વેયાવચ્ચ આદિ વ્યાપારોને અનુમોદું છું. નજીકમાં મોક્ષે જનારા અને શુદ્ધ આશયવાળા ઇંદ્રાદિ સર્વ દેવોના અને 'સર્વ જીવોના સામાન્યથી શુભ વ્યાપારોને અનુમોદું છું.
૩૮
પહેલું સૂત્ર
ટીકાર્થ-પ્રશ્ન— અહીં નજીકમાં મોક્ષે જનારા અને શુભ આશયવાળા જીવો સમ્યગ્દર્શન ન પામ્યા હોય તો પણ તેમને શુભ વ્યાપારો હોય ?
ઉત્તર— સમ્યગ્દર્શનને ન પામ્યા હોવા છતાં નજીકમાં મોક્ષે જનારા અને શુભ આશયવાળા જીવોને પણ શુભવ્યાપારો હોય. કારણ કે મિથ્યાદૅષ્ટિઓના પણ ગુણસ્થાનકનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ગુણોનું સ્થાન તે ગુણસ્થાનક. તે પહેલું મિથ્યાદષ્ટિ ગુણસ્થાન આવા જીવોને આશ્રયીને છે.
અનમિત્ર, સતિ=આમાં એક શરત છે કે તે જીવોને કોઇ વિષયમાં અભિગ્રહ=કદાગ્રહ (=પકડ) ન હોવો જોઇએ.
હું યથાશક્તિ સુકૃત કરું છું— અન્યના સુકૃતોની અનુમોદના પ્રસ્તુત છે. આમ છતાં અન્યના સુકૃતોની અનુમોદનાના વર્ણનના પ્રારંભમાં હું યથાશક્તિ સુકૃત કરું છું એવું કેમ કહ્યું ? એ પ્રશ્ન થાય એ સહજ છે. આનો ઉત્તર એ સંભવે છે કે અનુમોદના ક૨ના૨ે શક્તિ મુજબ સુકૃતોનું સેવન પણ કરવું જોઇએ એ જણાવવા માટે આવું કથન કર્યું છે. શક્તિ મુજબ સુકૃત ન કરનારનું મન નબળું છે. નબળા મનથી કરવામાં આવતી અનુમોદનામાં જેવો ઉલ્લાસ આવવો જોઇએ તેવો ઉલ્લાસ ન આવે. ૧૨. પ્રણિધાન શુદ્ધિ
प्रणिधिशुद्धिमाह
૧. સામાન્યેનૈવ જીવોના ભેદો પાડ્યા વિના જે કોઇ જીવો નજીકમાં મોક્ષે જનારા અને શુદ્ધ આશયવાળા હોય તે સર્વ જીવોના.
૨. સામાન્યથી એટલે દાન, શીલ, તપ, વિનય, વૈયાવચ્ચ વગેરે ભેદ વિના જે કોઇ શુભ વ્યાપારો હોય તે શુભ વ્યાપારોની અનુમોદના કરું છું.
Page #52
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૩૯
પહેલું સૂત્ર
પ્રણિધાન શુદ્ધિને કહે છે–
होउ मे एसा अणुमोअणा सम्मं विहिपुव्विआ, सम्मं सुद्धासया, सम्म पडिवत्तिरूवा, सम्मं निरइआरा, परमगुणजुत्तअरहंताइसामत्थओ । अचिंतसत्तिजुत्ता हि ते भगवंतो, वीअरागा सव्वण्णू परमकल्लाणा, परमकल्लाणहेऊ सत्ताणं, मूढे अम्हि पावे, अणाइमोहवासिए, अणभिन्ने भावओ हिआहिआणं,
अभिन्ने सिआ, अहिअनिवित्ते सिआ, हिअपवित्ते सिआ, आराहगे सिआ, उचिअपडिवत्तीए सव्वसत्ताणं सहिअंति । इच्छामि सुकडं इच्छामि सुकडं इच्छामि सुकडं । ॥१२॥ . 'भवतु ममैषाऽनुमोदना' अनन्तरोक्ता । 'सम्यग्विधिपूर्विका' सूत्रानुसारेण । 'सम्यक्शुद्धाशया' कर्मविगमेन । 'सम्यक्प्रतिपत्तिरूपा' क्रियारूपेण । 'सम्यग्निरतिचारा' सन्निर्वहणेन । कुतो भवतु ? इत्याह- परमगुणयुक्तार्हदादिसामर्थ्यतः । आदिशब्दात्सिद्धादिपरिग्रहः । प्रार्थनायाः सविषयतामाह अचिन्त्यशक्तियुक्ता हि ते भगवन्तोऽर्हदादयः, वीतरागाः सर्वज्ञाः, प्राय आचार्यादीनामप्येतद्वीतरागादित्वमस्तीत्येवमभिधानं, तद्विशेषापेक्षं त्वाह-'पर(म)कल्याणा' आचार्यादयोऽपि ‘परमकल्याणहेतवः सत्त्वानां' तैस्तैरुपायैः सर्व एवैते, 'मूढचास्मि पाप' एतेषां विशिष्टानां प्रतिपत्तिं प्रति । 'अनादिमोहवासितः' संसारानादित्वेन । 'अनभिज्ञो भावतः' परमार्थतः हिताहितयोरभिज्ञः स्यामहमेतत्सामर्थेन । तथाऽहितनिवृत्तः स्यां, तथा हितप्रवृत्तः स्याम् । एवमाराधकः स्यामुचितप्रतिपत्त्या सर्वसत्त्वानां संबन्धिन्या । किं ? इत्याहस्वहितमिति । इच्छामि सुकृतं ३ एवं वारत्रयं पाठः । उत्तममेतत्सुकृतासेवनं, विशेषतः पृथग्गतानां वनच्छेत्तृबलदेवमृगोदाहरणात् परिभावनीयम् ।
સૂત્રાર્થ– હમણાં કહેલી આ મારી અનુમોદના ઉત્તમ ગુણોથી યુક્ત અરિહંત આદિના સામર્થ્યથી સૂત્રાનુસાર કરવાથી સમ્યગૂ વિધિપૂર્વક થાઓ, કર્મનો નાશ થવાથી સમ્યક્ શુદ્ધ આશયવાળી બનો, ક્રિયાથી સમ્યક સ્વીકારરૂપ બનો, સારી
Page #53
--------------------------------------------------------------------------
________________
પહેલું સૂત્ર
પંચસૂત્ર
રીતે નિર્વાહ કરવાથી (=પાળવાથી) સમ્યગ્ નિરતિચાર બનો. તે અરિહંત આદિ ભગવંતો અચિંત્ય શક્તિથી યુક્ત છે, વીતરાગ છે, સર્વજ્ઞ છે, પરમ કલ્યાણ સ્વરૂપ છે, ઉત્તમ કલ્યાણના હેતુ છે. પણ પાપી હું મૂઢ છું. અનાદિથી મોહવાસિત છું અને પરમાર્થથી હિતાહિતનો અજાણ છું. અરિહંત આદિના સામર્થ્યથી હું હિતાહિતનો જાણકાર બનું, અહિતથી નિવૃત્ત થાઉં અને હિતમાં પ્રવૃત્ત બનું, સર્વ પ્રાણીઓ પ્રત્યે ઉચિત વર્તન વડે આરાધક બનું. કારણ કે તેમાં મારું હિત છે.
૪૦
હું સુકૃતને ઇચ્છું છું, સુકૃતને ઇચ્છું છું, સુકૃતને ઇચ્છું છું.
ટીકાર્થ— અરિહંત આદિના સામર્થ્યથી— અહીં‘આદિ’ શબ્દથી સિદ્ધ વગેરેનું ગ્રહણ કરવું. અર્થાત્ પંચ પરમેષ્ઠીના સામર્થ્યથી.
સમ્યગ્ વિધિપૂર્વક— જે સુકૃત સૂત્રાનુસારે અનુમોદનીય હોય તે સુકૃતની અનુમોદના થાય તો તે અનુમોદના સમ્યગ્ વિધિપૂર્વક થઇ ગણાય. માટે અહીં મૂત્રાનુસારેળ એમ કહ્યું. જે સુકૃતો સૂત્રાનુસારે અનુમોદનીય ન હોય તેની અનુમોદના સમ્યન્વિધિપૂર્વક નથી. જેમકે કન્યાદાન, ગોદાન, ભૂમિદાન વગેરે દાન સૂત્રાનુસારી નથી. માછલાની જાળ વિના ભૂખે મરતા માછીમારને માછલા પકડવાની જાળનું દાન સૂત્રાનુસારી નથી. કીર્તિ માટે થતું દાન, કેવળ આરોગ્ય માટે પળાતું શીલ, કેવળ આરોગ્ય માટે થતો તપ સૂત્રાનુસારી નથી. કેવળ ભૌતિક શિક્ષણ માટે અપાતું દાન અને પોતાના મિથ્યાધર્મના પ્રચાર માટે થતી માનવસેવા સુત્રાનુસાર નથી. આથી આવા સુકૃતોની અનુમોદના સમ્યગ્ વિધિપૂર્વક નથી.
સમ્યક્ શુદ્ધ આશયવાળી— દેખાવ કરવા માટે કે અન્ય કોઇ લાલચ આદિ માટે થતી અનુમોદના શુદ્ધાશયવાળી નથી. ગુણપ્રાપ્તિ માટે થતી અનુમોદના શુદ્ધાશયવાળી છે. મિથ્યાત્વમોહનીય વગેરે કર્મનો નાશ થાય તો જ ગુણપ્રાપ્તિ માટે અનુમોદના થઇ શકે. માટે અહીં કહ્યું કે કર્મનો નાશ થવાથી સમ્યક્ શુદ્ધ આશયવાળી અનુમોદના બનો.
સમ્યક્ સ્વીકાર રૂપ— પોતે જે સુકૃતોની અનુમોદના કરે છે તે સુકૃતોને પોતે સ્વીકારે- આચરે તો તે અનુમોદના ક્રિયાથી સમ્યક્ સ્વીકાર રૂપ બને. શુદ્ધાશયથી અનુમોદના ક૨વાના કારણે શ્રદ્ધાથી તો સુકૃતોનો સ્વીકાર કર્યો જ છે, પણ ક્રિયાથી સ્વીકાર કર્યો નથી. માટે અહીં ક્રિયાથી સ્વીકાર રૂપ બનો એમ પ્રાર્થના કરી.
Page #54
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૪૧
પહેલું સૂત્ર
સમ્યમ્ નિરતિચાર– સુકૃતોનો સ્વીકાર કર્યા પછી બરોબર પાળવામાં ન આવે તો તે સુકૃતો નિરતિચાર ન બને. માટે અહીં પ્રાર્થના કરી કે સારી રીતે નિર્વાહ કરવાથી સમ્યગુ નિરતિચાર બનો.
પ્રાર્થનાવા: વિષયેતાદિ– પ્રાર્થના વિષયસહિત છે, નિર્વિષય નથી, એમ કહે છે. અહીં આ ભાવાર્થ છે જેને પ્રાર્થના કરવાની હોય તે પ્રાર્થનાનો વિષય કહેવાય. અરિહંત વગેરેને પ્રાર્થના કરવાની છે માટે અરિહંત વગેરે પ્રાર્થનાનો વિષય છે. માટે આ પ્રાર્થના વિષયથી રહિત નથી, કિંતુ વિષયથી સહિત છે.
અચિંત્ય શક્તિથી યુક્ત છે જેવી રીતે ઉદાર શ્રીમંત અને વૈદ્ય વગેરે પ્રાર્થના કરનારને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરે છે, તેથી તેની પ્રાર્થના ફળે છે. પણ અરિહંત વગેરે પ્રાર્થના કરનારને મદદ કરવા કોઈ પ્રયત્ન કરતા નથી તો પછી તેમને કરેલી પ્રાર્થના કેવી રીતે ફળે ? આના જવાબમાં અહીં કહ્યું કે અરિહંત વગેરે અચિંત્યશક્તિથી યુક્ત છે. પ્રાર્થનાના વિષય અરિહંત આપણે જે શક્તિની કલ્પના ન કરી શકીએ, આપણે જે શક્તિને માપી ન શકીએ, તેવી શક્તિથી યુક્ત છે. ઢોર ચારનાર દેવપાળ પ્રભુભક્તિથી રાજા બને અને તીર્થંકર નામકર્મ બાંધે એ આપણે કલ્પી પણ ન શકીએ, પણ એ બધું બની શકે છે. કેમ કે અરિહંતો વગેરે અચિંત્યશક્તિ સંપન્ન છે. માટે અરિહંત વગેરેને શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના અવશ્ય ફળે.
પરમ કલ્યાણ સ્વરૂપ છે– અનંતજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ એ જ પરમ કલ્યાણ છે. અરિહંત વગેરેને અનંતજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થઇ ગઇ છે. આથી અરિહંત વગેરે અનંત જ્ઞાનાદિ ગુણ સ્વરૂપ હોવાથી પરમ કલ્યાણ સ્વરૂપ છે.
પૂર્વપક્ષ– આચાર્ય વગેરેને અનંતજ્ઞાનાદિગુણોની પ્રાપ્તિ થઇ નથી.
ઉત્તરપ– આચાર્ય વગેરે અનંતજ્ઞાન વગેરે ગુણોને પામવાની સતત મહેનત કરે છે. આથી તેમને પણ અનંતજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થઇ છે એમ ઉપચારથી કહેવાય. જેમકે જે પરમ પદમાં ( મોક્ષમાં) રહે તે પરમેષ્ઠી કહેવાય. આચાર્ય વગેરે પરમપદમાં રહેલા ન હોવા છતાં પરમપદને મેળવવા માટે સતત પુરૂષાર્થ કરતા હોવાથી પરમેષ્ઠી કહેવાય છે. તેવી રીતે પ્રસ્તુતમાં આચાર્ય વગેરે અનંતજ્ઞાન વગેરે ગુણોને પામવાની સતત મહેનત કરતા હોવાથી તેમને અનંતજ્ઞાન વગેરે પ્રાપ્ત થયા છે તેમ ઉપચારથી કહેવાય. આથી જ અહીં ટીકામાં કહે છે કે
: સાવલીના મધ્યેતન્દુ વીતરાત્વિમસ્તીત્વેવમથાનં પ્રાયઃ આચાર્ય
Page #55
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૪૨
પહેલું સૂત્ર
વગેરે ને પણ આ વીતરાગપણું વગેરે હોય છે માટે અહીં કહ્યું કે “તે અરિહંત વગેરે (પાંચ) ભગવંતો વીતરાગ અને સર્વજ્ઞ છે.”
આચાર્ય વગેરેને વીતરાગપણું વગેરે ઉપચારથી હોય છે, માટે અહીં પ્રાય?” કહ્યું છે.
તવિશેષાપેક્ષ વહિ- આચાર્ય વગેરેમાં રહેલી આ વિશેષતાની અપેક્ષાએ કહે છે કે આચાર્ય વગેરે પણ પરમકલ્યાણ સ્વરૂપ છે, અર્થાત્ જેમ અરિહંતો અને સિદ્ધો પરમ કલ્યાણ સ્વરૂપ છે, તેમ આચાર્ય વગેરે પણ પરમકલ્યાણ સ્વરૂપ છે.
૫૨મચાવ: સર્વાના સૈતિક્ષાર્થ: સર્વ ઇવ પતે આ બધા (=અરિહંત વગેરે પાંચેય) તે તે ઉપાયોથી જીવોના પરમ કલ્યાણના કારણ છે. (અરિહંતો મોક્ષમાર્ગનું પ્રકાશન કરવા વડે, સિદ્ધો મોક્ષમાર્ગમાં વિશ્વાસ કરાવવા વડે, આચાર્યો આચારનો ઉપદેશ આપવા વડે, ઉપાધ્યાયો સૂત્ર પ્રદાન કરવા વડે, સાધુઓ મોક્ષમાર્ગમાં સહાય કરવા વડે જીવોના પરમકલ્યાણના કારણ છે.)
પાપી હું મૂઢ છું– વિશિષ્ટ (=વિશેષથી ગુણસંપન્ન) અરિહંત આદિની સેવાભક્તિ કેવી રીતે કરવી એ વિષે હું મૂઢ છું=અજ્ઞાન છું.
અનાદિથી મોહવાસિત છું– કેમ કે સંસાર અનાદિ છે.
ઉત્તમ ખેતસુતાવને વિશેષત: પૃથપતાનાં.....આ પરફત સુકૃતની અનુમોદના ઉત્તમ છે. એમાં પણ જુદા રહેલા=જુદી ગતિમાં રહેલા જીવો માટે વિશેષથી ઉત્તમ છે. આ વિષયને વનને છેદનાર રથકાર, બલદેવમુનિ અને હરણના દૃષ્ટાંતથી વિચારવો. (હરણે રથકારના દાનની અને બલદેવ મુનિના સંયમની અનુમોદના કરીને વિશિષ્ટ ફળ મેળવી લીધું. હરણ અને રથકાર વગેરેની ગતિ જુદી હતી. હરણ તિર્યંચગતિમાં હતો. રથકાર વગેરે મનુષ્યગતિમાં હતા.)
૧૩. સૂત્રપાઠનું અશુભની નિવૃત્તિ રૂપ ફળ सूत्रपाठे फलमाह
સૂત્ર પાઠ કરવાનું ફળ કહે છે– एवमेअं सम्मं पढमाणस्स सुणमाणस्स अणुप्पेहमाणस्स, सिढिलीभवंति परिहायंति खिज्जंति असुहकम्माणुबंधा, निरणुबंधे
Page #56
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૪૩
પહેલું સૂત્ર वाऽसुहकम्मे भग्गसामत्थे सुहपरिणामेणं, कडगबद्धे विअ विसे, अप्पफले सिआ, सुहावणिज्जे सिआ, अपुणभावे सिआ॥१३॥
एवमेतत्सूत्रं सम्यक्पठतः संवेगसारं, तथा 'शृण्वतः' आकर्णयतः अन्यसमीपात्, तथा अनुप्रेक्षमाणस्य' अर्थानुस्मरणद्वारेण । किं ? इत्याह-'श्लथीभवन्ति' मन्दविपाकतया । तथा 'परिहीयन्ते', पुद्गलापसरणेन तथा 'क्षीयन्ते' निर्मूलत एवाशयविशेषाभ्यासद्वारेण । के ? इत्याह-'अशुभकर्मानुबन्धा' भावरूपाः, कर्मविशेषरूपा वा । ततः किं ? इत्याह-'निरनुबन्धं वाऽशुभकर्म' यच्छेषमास्ते । 'भग्नसामर्थ्य' विपाकप्रवाहमङ्गीकृत्य शुभपरिणामेनानन्तरोदितसूत्रप्रभवेन । किमिव ? इत्याह-'कटकबद्धमिव विषं मन्त्रसामर्थ्येनाल्पफलं स्यात्', अल्पविपाकमित्यर्थः । तथा 'सुखापनेयं स्यात्', संपूर्णस्वरूपेणैव । तथा 'अपुनर्भावं स्यात्' कर्म, पुनस्तथाऽबन्धकत्वेन ।
સૂત્રાર્થ– આ પ્રમાણે આ સૂત્રનો સંવેગપૂર્વક સારી રીતે પાઠ કરનાર, બીજાની પાસે સાંભળનાર અને તેના અર્થનું સ્મરણ કરવા દ્વારા ચિંતન કરનાર મનુષ્યના અશુભકર્મોના અનુબંધો (આ સૂત્રના પાઠ આદિથી થયેલા શુભ પરિણામથી) મંદવિપાકવાળા થવાથી શિથિલ થાય છે, (આનાથી રસમંદતા જણાવી.) આત્મામાંથી કર્મયુગલો ખસી જવાથી ઘટી જાય છે, (આનાથી સ્થિતિહાનિ જણાવી.) તથા વિશિષ્ટ પ્રકારના પરિણામનો અભ્યાસ થતાં અશુભ કર્મના અનુબંધોનો સર્વથા જ ક્ષય થાય છે. નિરનુબંધ જે અશુભકર્મો બાકી રહ્યાં હોય તે હમણાં કહેલા આ સૂત્રના પાઠથી થયેલા શુભ પરિણામથી સામર્થ્ય રહિત બને છે, મંત્રના સામર્થ્યથી કંકણમાં બાંધેલા વિષની જેમ અલ્પફળવાળાં બને છે. તેથી સુખપૂર્વક સંપૂર્ણપણે જ દૂર કરી શકાય તેવાં બને છે. (તેથી) ફરીથી ન બંધાય તેવાં બને છે.
ટીકાર્થ– સમનુવા ભાવરૂપ: વિશેષરૂપા વા-અશુભ કર્મના અનુબંધો સદ્ભાવરૂપ છે, એટલે કે આત્મામાં સત્તારૂપે રહેલા છે, અથવા વિશેષ પ્રકારના કર્મ સ્વરૂપ છે, એટલે કે અનુબંધો પણ વિશેષ પ્રકારના કર્મ સ્વરૂપ જ છે.
૧. અથવા ભાવ એટલે ચિત્તપરિણામ. અશુભ કર્મના અનુબંધો ચિત્તના અશુભ પરિણામ રૂપ
છે. (ચિત્તના અશુભ પરિણામો અશુભ કર્મના અનુબંધનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી ચિત્તના અશુભ પરિણામને પણ અશુભ કર્માનુબંધ કહેવાય.)
Page #57
--------------------------------------------------------------------------
________________
પહેલું સૂત્ર
विपाकप्रवाहमङ्गीकृत्य = इजना प्रवाहने आश्रयीने सामर्थ्य रहित बने छे=अल्य સામર્થ્યવાળું બને છે. કોઇ કર્મ ઘણા સમય સુધી ઉદયમાં આવીને સતત પોતાનું ફળ આપે તે ફળનો પ્રવાહ કહેવાય. પ્રસ્તુત સૂત્રના પાઠથી થયેલા શુભપરિણામથી ફળનો પ્રવાહ અલ્પફળ આપનારો બને છે. જેમ કે કોઇએ એક મહિના સુધી સતત ઉદયમાં આવીને ૧૦૨ ડીગ્રી તાવની વેદના આપે તેવું અશાતાવેદનીય કર્મ બાંધ્યું. પ્રસ્તુત સૂત્રના પાઠથી થયેલા શુભ પરિણામથી એ કર્મ ૧૦૦ કે તેથી પણ ઓછી ડીગ્રી તાવની વેદના આપે તેવું થઇ જાય. એ પ્રમાણે બીજા કર્મ વિષે પણ અલ્પફળ समछ सेj.
પંચસૂત્ર
४४
इरीथी न षंघाय तेवां षने छे – (पुनस्तथाऽबन्धकत्वेन =) इरीथी उत्सॄष्ट स्थिति અને ઉત્કૃષ્ટ રસ ન બંધાય તેવાં બને છે.
૧૪. સૂત્રપાઠનું શુભની પ્રાપ્તિરૂપ ફળ
एवमपायपरिहारः फलत्वेनोक्तः । इदानीं सदुपायसिद्धिलक्षणमेतदभिधातुमाह
આ પ્રમાણે અનર્થના ત્યાગરૂપ ફળ કહ્યું. હવે સદ્ ઉપાયની સિદ્ધિરૂપ ફળને જણાવવા માટે કહે છે—
तहा आसगलिज्जंति परिपोसिज्जंति णिम्मविज्जंति सुहकम्माणुबंधा । साणुबंधं च सुहकम्मं पगिट्ठे पगिट्ठभावज्जिअं नियमफलयं । सुप्पउत्ते विअ महागए सुहफले सिआ, सुहपवत्तगे सिआ, परमसुहसाहगे सिआ । अओ अपडिबंधमेअं । असुहभावणिरोहेणं सुहभावबीअंति सुप्पणिहाणं सम्मं पढिअव्वं, सम्मं सोअव्वं, सम्मं अणुप्पेहिअव्वंति ॥
॥१४॥
"
'तथा आसकलीक्रियन्ते' आक्षिप्यन्ते इत्यर्थः । तथा 'परिपोष्यन्ते', भावोपचयेन । तथा 'निर्माप्यन्ते' परिसमाप्तिं नीयन्ते । के ? इत्याह'शुभकर्मानुबन्धाः ', कुशलकर्मानुबन्धा इति भावः । ततः किम् ? इत्याह''सानुबन्धं च शुभकर्म', आत्यन्तिकानुबन्धापेक्षम् । किंविशिष्टं किम् ? इत्याह'प्रकृष्टं' प्रधानं 'प्रकृष्टभावार्जितं ' शुभभावार्जितमित्यर्थः । नियमफलदं प्रकृ
Page #58
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૪૫
પહેલું સૂત્ર
ष्टत्वेनैव । तदेवंभूतं किम् ? इत्याह-सुप्रयुक्त इव महाऽगदः एकान्तकल्याणः शुभफलं स्यादनन्तरोदितं कर्म । तथा शुभप्रवर्तकं स्यादनुबन्धेन । एवं परमसुखसाधकं स्यात् पारम्पर्येण, निर्वाणावहमित्यर्थः । यत एवं, अतोऽस्मात्कारणात् 'अप्रतिबन्धमेतत्' प्रतिबन्धरहितं, अनिदानमित्यर्थः । 'अशुभभावनिरोधेन' अशुभानुबन्धनिरोधेनेत्यर्थः । शुभभावनाबीजमिति कृत्वैतत्सूत्रं 'सुप्रणिधानं' शोभनेन प्रणिधानेन सम्यक् प्रशान्तात्मना 'पठितव्यं' अध्येतव्यम् । श्रोतव्यमन्वाख्यानविधिना । 'अनुप्रेक्षितव्यं' परिभावनीयमिति । न च, "होउ मे एसा अणुमोदना सम्मं विहिपुब्विगा'' इत्यादिना निदानपदमेतदिति मन्तव्यम् । क्लिष्टकर्मबन्धहेतोर्भवानुबन्धिनः संवेगशून्यस्य महर्द्धि भोगगृद्धावध्यवसानस्य निदानत्वात् । अस्य च तल्लक्षणायोगात् । अनीदृशस्य चानिदानत्वात् । आरोग्यप्रार्थनादेरपि निदानत्वप्रसङ्गात् । तथा चागमविरोध:-"आरोग्गबोधिलाभं समाधिवरमुत्तमं देंतु" इत्यादिवचनश्रवणादित्यलं प्रसङ्गेन।
સૂત્રાર્થ તથા શુભકર્મનો અનુબંધ (આત્મા પ્રત્યે) ખેંચાય છે, શુભભાવની વૃદ્ધિથી એ અનુબંધ મજબૂત થાય છે, તથા પરિપૂર્ણ કરાય છે, શુભભાવથી ઉપાજેલું પ્રકૃષ્ટ સાનુબંધ શુભ કર્મ સારી રીતે યોજેલા એકાંતે કલ્યાણકારી ઉત્તમ ઔષધની જેમ નિયમા ફળ આપે છે, શુભ ફળ આપે છે, શુભમાં પ્રવૃત્તિ કરાવે છે, એ પ્રમાણે પરંપરાએ પરમ સુખ સાધક બને છે, અર્થાત્ મોક્ષસાધક બને છે.
આથી આ સૂત્ર નિદાન રહિત છે. આ સૂત્ર અશુભભાવોને અટકાવવા વડે= અશુભ અનુબંધોને અટકાવવા વડે શુભભાવનું બીજ=કારણ છે. અર્થાત્ આ સૂત્ર અશુભ ભાવોને અટકાવે છે, અને એથી અશુભ અનુબંધોને અટકાવે છે, અને એથી શુભભાવોને ઉત્પન્ન કરે છે. આથી અતિશય એકાગ્રતાથી પ્રશાંત બનીને આ સૂત્રનું પઠન કરવું, શ્રવણ કરવું અને ચિંતન કરવું.
ટીકાર્થ– શુભકર્મના અનુબંધો ખેંચાય છે– આનું તાત્પર્ય એ છે કે શુભકર્મના અનુબંધો ખેંચાઇને આત્મામાં આવે છે, અર્થાત્ શુભકર્મો અનુબંધવાળાં બંધાય છે–પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે.
પરિપૂર્ણ કરાય છે– અર્થાત્ સર્વોત્કૃષ્ટ કક્ષાના અનુબંધો બંધાય છે.
૧. શ્રોતવ્યમ-વાધ્યામિના=વક્તા સૂત્રને જેમ જેમ બોલતો જાય તેમ તેમ શ્રોતા એ સૂત્રને
(અત્યંત મંદસ્વરે) બોલતો જાય. આ રીતે અન્વાખ્યાન વિધિથી સાંભળવું જોઇએ.
Page #59
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૪૬
પહેલું સૂત્ર
સાત્યક્તિનુવાપેલEશુભકર્મ અત્યંત અનુબંધની અપેક્ષાએ સાનુબંધ છે, અર્થાત્ અનુબંધ અલ્પ નથી, કિંતુ અત્યંત છે.
નિયમ ફળ આપે છે– પ્રકૃષ્ટ હોવાથી જ નિયમ ફળ આપે છે.
શુભમાં પ્રવૃત્તિ કરાવે છે– અનુબંધ વડે શુભમાં પ્રવૃત્તિ કરાવે છે, અર્થાત્ એક કે બે-ત્રણ જ વાર શુભમાં પ્રવૃત્તિ કરાવે છે એમ નહિ, કિંતુ નિરંતર ઘણા વખત સુધી શુભમાં પ્રવૃત્તિ કરાવે છે.
આ મારી અનુમોદના ઉત્તમ ગુણોથી યુક્ત અરિહંત આદિના પ્રભાવથી સૂત્રાનુસારે સમ્યગુ વિધિપૂર્વક થાઓ ઇત્યાદિ પ્રાર્થના કરવી એ નિદાનનું સ્થાન છે, અર્થાત્ નિદાન છે એમ ન માનવું. કેમ કે ક્લિષ્ટ કર્મબંધનું કારણ, ભવના અનુબંધવાળા અને સંવેગથી રહિત એવા જે મહાઋદ્ધિ અને ભોગમાં આસક્તિના અધ્યવસાય તે અધ્યવસાય નિદાન છે. અહીં કરેલી પ્રાર્થનામાં તે લક્ષણ ઘટતું નથી. જેનામાં નિદાનનું લક્ષણ ન ઘટે તેને નિદાન ન મનાય. જો આ પ્રાર્થનાને નિદાન માનવામાં આવે તો આરોગ્યની પ્રાર્થનાને પણ નિદાન માનવાનો પ્રસંગ આવે, અને મારો વોથિનામં સમાવિમુરમ હિંદુઇત્યાદિ વચન (આવશ્યક સૂત્રમાં ચતુર્વિશતિસ્તવસૂત્રમાં) સાંભળવામાં આવતું હોવાથી આગમની સાથે વિરોધ આવે. આ પ્રમાણે પ્રાસંગિક વર્ણનથી સર્યું.
૧૫. અંતિમમંગલા सूत्रपरिसमाप्ताववसानमङ्गलमाह
સૂત્રની સમાપ્તિમાં અંતિમ મંગલ કહે છે – नमो नमिअनमिआणं परमगुरुवीअरागाणं । नमो सेसनमुक्कारारिहाणं । जयउ सव्वण्णुसासणं । परमसंबोहीए सुहिणो भवंतु जीवा, सुहिणो भवंतु जीवा, सुहिणो भवंतु जीवा ॥१५॥
| | કૃતિ પવિપવિધાયુવીનાહાકુ સમi ૧ આરોગ્ય એટલે મોક્ષ. બોધિલાભ એટલે જિનધર્મની પ્રાપ્તિ. સમાધિવર એટલે ભાવ
સમાધિ. ઉત્તમ એટલે સર્વોત્કૃષ્ટ. આ પદોનો સંપૂર્ણ અર્થ આ પ્રમાણે છે-મોક્ષ માટે જિનધર્મની પ્રાપ્તિને આપો, અર્થાત્ મોક્ષ માટે જિનધર્મની પ્રાપ્તિ કરાવો, અને જિનધર્મની પ્રાપ્તિ થાય એ માટે સર્વોત્કૃષ્ટ સમાધિને આપો. (ધર્મસંગ્રહ ગ્રંથના આધારે)
Page #60
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૪૭
પહેલું સૂત્ર
નમો નતમ્યઃ ફેવર્ષિવન્દિતે પ્રત્યર્થ: રેગ્યઃ ? પ્રત્યાદિ-પરમगुरुवीतरागेभ्यः' इति यावत् । 'नमः शेषनमस्कारार्हेभ्य' आचार्यादिभ्यो गुणाधिकेभ्य इति भावः । 'जयतु सर्वज्ञशासनं', कुतीर्थापोहेन । 'परमसंबोधिना' वरबोधिलाभरूपेण 'सुखिनो भवन्तु', मिथ्यात्वदोषनिवृत्त्या 'जीवाः' प्राणिन इति । अस्य वारत्रयं पाठः । पापप्रतीघातेन अकुशलानुबन्धाश्रवव्यवच्छेदेन गुणबीजाधानं, भावतः प्राणातिपातविरमणमिति तन्यासः । तथाऽनुबन्धतो विचित्रविपाकवत्कर्माधानमित्यर्थः । एतत्सूचकं सूत्रं पापप्रतिघातधर्मगुणबीजाधानसूत्रं समाप्तम् । इति पञ्चसूत्रकव्याख्यायां प्रथमसूत्रव्याख्या समाप्ता ॥१॥
સૂત્રાર્થ– દેવોથી અને ઋષિઓથી વંદાયેલા તીર્થકરોને નમસ્કાર થાઓ. નમસ્કાર કરવા લાયક બીજા આચાર્યાદિ ગુણાધિકોને નમસ્કાર થાઓ. કુતીર્થોને પરાસ્ત કરીને સર્વજ્ઞોનું શાસન જય પામો. ઉત્તમ સમ્યકત્વની પ્રાપ્તિથી મિથ્યાત્વદોપની નિવૃત્તિ થવાના કારણે જીવો સુખી બનો, જીવો સુખી બનો, જીવો સુખી બનો.
ટીકાર્થ– મિડકમિ-નમાયેલાઓથી નમાયેલા, દેવો અને ઋષિઓ બીજાઓથી નમાયેલા છે. તેમનાથી તીર્થકરો નમાયેલા છે. માટે મિગ-મકાન પદનો અર્થ દેવો અને ઋષિઓથી વંદાયેલા એવો અર્થ થાય. ___ पापप्रतीघातेन अकुशलानुबन्धास्रवव्यवच्छेदेन गुणबीजाधानं, भावतः प्राणातिपातविरमणमिति तन्न्यासः । तथाऽनुबन्धतो विचित्रविपाकवत्... कर्माधानमित्यर्थः।
પાપનો નાશ થવાથી અશુભ કર્મ સંબંધી અનુબંધના આસવનો વિચ્છેદ (=અભાવ) થાય છે. અશુભ કર્મ સંબંધી અનુબંધના આસવનો વિચ્છેદ થવાથી ગુણબીજોનું આત્મામાં સ્થાપન થાય છે. (પછી) ભાવથી પ્રાણાતિપાત વિરમણ થાય છે. આથી સર્વ પ્રથમ) પાપ પ્રતિઘાત ગુણબીજાધાન સૂત્રનો ઉલ્લેખ કર્યો છે. અહીં પ્રાણાતિપાત વિરમણના ઉપલક્ષણથી મૃષાવાદ વિરમણ વગેરે પણ સમજી લેવું. અર્થાત્ હિંસાદિ પાપોથી વિરતિ થાય છે.) તથા અનુબંધવાળા અને વિવિધ વિપાકવાળાં કર્મોનું આત્મામાં સ્થાપન થાય છે, અર્થાત્ વિવિધ વિપાકવાળાં શુભ કર્મોનો અનુબંધ થાય છે.
આ વિષયની સૂચના કરતું પાપ પ્રતિઘાત-ધર્મગુણ બીજાધાન નામનું સૂત્ર
Page #61
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પૂર્ણ થયું.
૪.
પહેલું સૂત્ર
આ પ્રમાણે પંચસૂત્રની વ્યાખ્યામાં પ્રથમ સૂત્રની વ્યાખ્યા પૂર્ણ થઇ.
ભાવથી ચિત્તની એકાગ્રતાપૂર્વક પ્રથમસૂત્રના પઠન-શ્રવણથી નીચે મુજબ લાભ થાય.
૧. તથાભવ્યત્વનો પરિપાક થાય. (તથામવ્યત્વસ્ય વિપાસાધનાન્યાહ) ૨. અનર્થોથી રક્ષણ થાય. (મહાનયં પ્રત્યવાયરિક્ષળોપાય:) ૩. કર્મના અનુબંધનો નાશ થાય. (પ્રતિહતેય જર્માનુવદ્યાપનયને) ૪. શુભ પરિણામ ઉત્પન્ન થાય. (મદ્વેતશતાશનિવધનમ્) ૫. પૂર્વબદ્ધ અનિકાચિત અશુભ કર્મના અનુબંધનો નિર્મૂલ નાશ થાય. (खिज्जन्ति असुहकम्माणुबंधा)
૬. પૂર્વબદ્ધ નિકાચિત અશુભ કર્મના અનુબંધમાં રસ મંદ બને. (સિદ્ધિનીમવંતિ) ૭. પૂર્વબદ્ધ નિકાચિત અશુભ કર્મના અનુબંધની સ્થિતિ ઘટે. (પરિહાયંતિ) ૮. પૂર્વબદ્ધ અનિકાચિત નિરનુબંધ અશુભ કર્મ સામર્થ્ય રહિત બને. (निरणुबंधे वाsसुहकम्मे भग्गसामत्थे)
૯. પૂર્વબદ્ધ નિકાચિત નિરનુબંધ અશુભ કર્મ અલ્પફળવાળું બને. (અપ્પને સિયા)
૧૦. નિકાચિત નિરનુબંધ અશુભકર્મ ફરીથી ન બંધાય. (પુળમાવે સિયા) ૧૧. વિવિધ વિપાકવાળાં શુભ કર્મોનો નિકાચિત-સર્વોત્કૃષ્ટ અનુબંધ થાય. (ગ્રાસનિષ્કૃતિ, પરિપોસિîતિ, નિમ્નવિનંતિ મુહમ્માળુવંધા) (पापप्रतिघातेन अकुशलानुबन्धास्त्रवव्यवच्छेदेन
૧૨. પાપનો નાશ થાય.
૧૩. ગુણ બીજાધાન થાય.
गुणबीजाधानं, भावतः प्राणातिपातविरमणमिति तन्न्यासः ।)
૧૪. પાપોની નિવૃત્તિ થાય.
Page #62
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
४८
બીજું સૂત્ર
૨. બીજું સાધુધર્મ પરિભાવના સૂત્ર अधुना द्वितीयसूत्रव्याख्या प्रस्तूयते । अस्य चायमभिसम्बन्धः
इह धर्मगुणबीजमाहितं सत् तत्तद्वैचित्र्यात् तत्तत्कालादिनिमित्तभेदेन विपच्यते, एतदाभिमुख्येन । तत एव धर्मगुणप्रतिपत्तिश्रद्धोपजायते । तस्यां समुपजातायां यत् कर्तव्यं तदभिधातुमाह
હવે બીજા સૂત્રની વ્યાખ્યા શરૂ કરાય છે. આ સૂત્રનો પહેલા સૂત્રની સાથે આ સંબંધ છે– પહેલા સૂત્રમાં આત્મામાં ધર્મગુણબીજનું સ્થાપન થાય છે તેમ કહ્યું छ. (आहितं=) सामामा स्थापे मे धर्मगुराली४ (तत्तवैचित्र्यात्=) ते ते सानुबंधन विवि५४थी ते ३५ नमित्तनाथा (एतदाभिमुख्येन=) ધર્મગુણની અભિમુખ-સન્મુખ થાય તે રીતે પાકે છે, અર્થાત્ ધર્મગુણબીજ પાકે એટલે જીવ ધર્મગુણની સન્મુખ થાય છે. (પહેલાં ધર્મગુણથી વિમુખ હતો.) જીવ ધર્મગુણની સન્મુખ થાય પછી જ તેનામાં ધર્મગુણને સ્વીકારવાની શ્રદ્ધા રુચિ ઉત્પન્ન થાય છે.
૧. ધર્મગુણોને સ્વીકારવાની રુચિ થયા પછીનું કર્તવ્ય ધર્મગુણને સ્વીકારવાની રુચિ ઉત્પન્ન થાય ત્યારે જે કરવું જોઇએ તેને જણાવવા भाटे छजायाए धम्मगुणपडिवत्तिसद्धाए भाविज्जा एएसिं सरूवं पयइसुंदरत्तं अणुगामित्तं परोवयारित्तं परमत्यहेउत्तं तहा दुरणुचरत्तं, भंगे दारुणत्तं, महामोहजणगत्तं, भूओ दुल्लहत्तंति । एवं जहासत्तीए उचिअविहाणेणं अच्चंतभावसारं पडिवज्जिज्जा ॥२॥ _ 'जातायां धर्मगुणप्रतिपत्तिश्रद्धायां' भावतस्तथाविधकर्मक्षयोपशमेन 'भावयेत् एतेषां स्वरूपं' धर्मगुणानाम् । 'प्रकृतिसुन्दरत्वं' जीवसंक्लेशविशुद्ध्या । 'आनुगामुकत्वं' भवान्तरवासनानुगमेन । 'परोपकारित्वं' तथापीडादिनिवृत्त्या । 'परमार्थहेतुत्वं' परम्परया मोक्षसाधनत्वेन । 'तथा दुरनुचरत्वं' सदैवानभ्यासात् । 'भङ्गे दारुणत्वं' भगवदाज्ञाखण्डनतः । 'महामोहजनकत्वं' धर्मदूषकत्वेन । 'भूयो दुर्लभत्वं' विपक्षानुबन्धपुष्ट्येति भावः, इति । 'एवम्' उक्तेन प्रकारेण 'यथाशक्ति' शक्त्यनुरूपं, न तद्धान्यधिक्याभ्याम् 'उचितविधानेन'
Page #63
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૫૦.
બીજું સૂત્ર
शास्त्रोक्तेन विधिना । 'अत्यन्तभावसारं' महता प्रणिधानबलेन । 'प्रतिपद्येत' धर्मगुणान्न राभसिकया प्रवृत्त्या, अस्या विपाकदारुणत्वात् ।
સૂત્ર-ટીકાર્ય– તેવા પ્રકારના કર્મના ક્ષયોપશમ વડે ભાવથી ધર્મગુણનો સ્વીકાર કરવાની શ્રદ્ધા-રુચિ ઉત્પન્ન થાય ત્યારે તે ધર્મગુણોનું સ્વરૂપ વિચારવું. તે આ પ્રમાણે ૧) ધર્મગુણો જીવના સંક્ષિપ્ત પરિણામને શુદ્ધ કરે છે. તેથી તે સ્વભાવથી જ
સુંદર છે. ૨) ભવાંતરમાં પણ તેની વાસના=ભાવના આવે છે, માટે ધર્મગુણો અનુ
ગામી જીવની સાથે જનારા છે. ૩) ધર્મગુણોથી તે તે રીતે પીડા આદિની નિવૃત્તિ થતી હોવાથી ધર્મગુણો
પરોપકારી છે. ૪) પરંપરાએ મોક્ષનું કારણ હોવાથી ધર્મગુણો પરમાર્થના હેતુ છે. ૫) સદા તેનો અભ્યાસ ન હોવાથી ધર્મગુણો પાળવા દુષ્કર છે. ૬) ધર્મગુણોનો ભંગ થાય તો ભગવાનની આજ્ઞાનું ખંડન થવાથી ભયંકર ફળ
મળે છે. ૭) ધર્મગુણોનો ભંગ ધર્મને દૂષિત બનાવતો હોવાથી તેનાથી મહામોહનીય કર્મ
બંધાય છે. ૮) પાપના (કે દોષોના) અનુબંધની પુષ્ટિ થવાથી ફરી ધર્મગુણોની પ્રાપ્તિ દુર્લભ બને છે.
આ પ્રમાણે ગુણોના લાભનો અને ગુણભંગના નુકશાનનો બરોબર વિચાર કરીને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અને દઢ મનોબળથી ધર્મ ગુણોનો યથાશક્તિ સ્વીકાર ૧. તે તે રીતે પીડા આદિની નિવૃત્તિ– કોઇ જીવ સર્વ વિરતિ સ્વીકારે તો તેના તરફથી કોઇ
જીવને પીડા ન થાય. સર્વવિરતિ સ્વીકારનાર પણ ઉદયમાં આવેલા અસાતાવેદનીય કર્મને પીડિત–દુઃખી થયા વિના ભોગવે છે. કોઇ જીવ દેશવિરતિ સ્વીકારે તો તેટલા પ્રમાણમાં અન્ય જીવને પીડા ન થાય. ક્ષમાગુણ આવે તો ક્ષમાગુણવાળો જીવ બીજા જીવોને ક્રોધ આદિથી દુઃખી ન કરે અને પોતે પણ ક્રોધ આદિથી દુઃખી ન થાય. આમ ધર્મગુણોથી તે તે
રીતે પીડા આદિની નિવૃત્તિ થાય. આદિ શબ્દથી ક્રોધ વગેરે દોષો સમજવા. ૨. કયું ભયંકર ફળ મળે છે એ પછીના મહામોહનત્તિ, મૂગો કુનેહાંતિ એ શબ્દોથી જણાવ્યું છે. ૩. શક્તિને ગોપવવી નહિ અને શક્તિથી ઉપરવટ પણ ન જવું. એ રીતે યથાશક્તિ સ્વીકાર કરવો.
Page #64
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૫૧
બીજું સૂત્ર
કરવો. વિચાર કર્યા વિના ઉતાવળી પ્રવૃત્તિથી ધર્મગુણોનો સ્વીકાર ન કરવો. કારણ કે વગર વિચારે ઉતાવળી પ્રવૃત્તિ પરિણામે ભયંકર ફળ આપે છે.
२. धर्म तं जहा १ थूलग-पाणाइवायविरमणं, २ थूलग-मुसावायविरमणं, ३ थूलग-अदत्तादाणविरमणं, ४ थूलग-मेहुणविरमणं, ५ थूलग-परिग्गहविरमण-मिच्चाइ ॥ ॥२॥
किंभूतांस्तान् ? इत्याह-तद्यथा-स्थूरप्राणातिपातविरमणं, स्थूरमृषावादविरमणं, स्थूरादत्तादानविरमणं, स्थूरमैथुनविरमणं, स्थूरपरिग्रहविरमणमित्यादि । आदिशब्दादिग्वताडुत्तरगुणपरिग्रहः । आदावुपन्यासश्चैषां भावत इत्यमेव प्राप्तेरिति । उक्तं च
सम्मत्तंमि उ लद्धे पलियपुहत्तेण सावओ होज्जा । चरणोवसमखयाणं सागरसंखंतरा होत्ति । एवं अप्परिवडिए, सम्मत्ते देवमणुयजम्मेसु । अण्णयरसेढिवज्जं, एगभवेणं च सव्वाइं ॥ (विशेषावश्यकगाथा १२२२-१२२३) इत्यादि ।
सूत्र-टी-धर्भो ॥ प्रभाो छ(१) स्थूल unात विरम, (२) स्थूलभृषापा विरम, (3) स्थूल मान वि२भए!, (४) स्थूल भैथुन विरभ, (५) स्थूल परिग्रह विरभ। वर्ग३.
વગેરે શબ્દથી દિશાપરિમાણવ્રત વગેરે ઉત્તર ગુણોનો સ્વીકાર સમજવો. પ્રશ્ન- અહીં પહેલાં મહાવ્રતોનો નિર્દેશ ન કરતાં અણુવ્રતોનો નિર્દેશ કેમ यो ?
ઉત્તર– ભાવથી આ રીતે જ પ્રાપ્તિ થાય છે. અર્થાત્ ભાવથી પહેલાં અણુવ્રતોની પ્રાપ્તિ થાય છે, પછી મહાવ્રતોની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે
Page #65
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
બીજું સૂત્ર
સમ્યકત્વની પ્રાપ્તિ વખતે રહેલી (અંતઃકોડાકોડિ) કર્મસ્થિતિમાંથી બેથી નવ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિનો ક્ષય થાય ત્યારે દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે છે ત્યારે ઉપશમ શ્રેણિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઘટે છે ત્યારે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય છે.”
પ્રશ્ન- બેથી નવ પલ્યોપમ વગેરે કર્મસ્થિતિ ક્રમશઃ જ ઘટે કે જલદી પણ ઘટે ?
ઉત્તર- બંને રીતે ઘટે છે. કોઇ જીવની ક્રમશઃ તેટલી સ્થિતિ ઘટે તો કોઇ જીવનીવીર્ષોલ્લાસથી વિશેષ પરિણામ પ્રગટે તો જલદી પણ ઘટી જાય. કહ્યું છે કે
સમ્યકત્વ ટકી રહે તો દેવ-મનુષ્યભવમાં ઉત્પત્તિ થાય છે. દેવ-મનુષ્યભવમાં ઉત્પન્ન થતા તે જીવને બીજા-બીજા મનુષ્યભવમાં દેશવિરતિ આદિનો લાભ થાય. અર્થાત્ મનુષ્યભવમાં સમ્યકત્વ પામેલો જીવ દેવલોકનો ભવ કરીને મનુષ્યભવમાં દેશવિરતિ પામે. પછી દેવલોકનો ભવ કરીને મનુષ્યભવમાં સર્વવિરતિ પામે. આમ ક્રમશઃ અન્ય-અન્ય મનુષ્યભવમાં દેશવિરતિ આદિ પામે અથવા એક જ ભવમાં બે શ્રેણિમાંથી કોઇ એક શ્રેણિ સિવાય દેશવિરતિ આદિ ત્રણે પામે.”
પ્રશ્ન- જ્યારે સમ્યકત્વયુક્ત જીવ નવ પલ્યોપમથી અધિક સ્થિતિવાળા દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યારે દેવનું આયુષ્ય પૂરું થાય એ પહેલાં જ બેથી નવ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિ ઘટી જવાથી દેવને દેશવિરતિની પ્રાપ્તિનો પ્રસંગ આવે, જ્યારે દેવોને વિરતિ ન હોય.
ઉત્તર– ભવસ્વભાવથી જ દેવો જેટલી કર્મસ્થિતિ ખપાવે છે તેટલી જ નવી બાંધે છે. આથી દેવોમાં દેશોન કોટાકોટિ સાગરોપમથી ઓછી સ્થિતિ ન થતી હોવાથી દેશવિરતિની પ્રાપ્તિનો પ્રસંગ આવતો નથી. ૧. ક્રમશઃ અને જલદી એમ બંને રીતે સ્થિતિ ઘટતી હોવા છતાં મોટાભાગના જીવોની કર્મસ્થિતિ ક્રમશઃ ઘટે છે. બહુજ ઓછા જીવોની સ્થિતિ જલદી ઘટે છે. આથી સામાન્યથી સમ્યકત્વ પ્રાપ્તિ અને દેશવિરતિ પ્રાપ્તિનો અંતરકાલ બેથી નવ પલ્યોપમ છે. ઉપદેશ
રહસ્ય ગા. ૨૩ની ટીકા. ૨. સૈદ્ધાંતિક મતે એક ભવમાં બે શ્રેણિ ન હોય. ૩. દેવના ઉપલક્ષણથી નરક આદિ વિષે પણ આ સમાધાન સમજવું.
Page #66
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
५३
બીજું સૂત્ર
૩. ધર્મગુણોના સ્વીકાર પછી તેના પાલન માટે જરૂરી કર્તવ્યો पडिवज्जिऊण पालणे जइज्जा, १. सयाणागाहगे सिआ, २. सयाणाभावगे सिआ, ३. सयाणापरतंते सिआ, आणा हि मोहविसपरममंतो, जलं रोसाइजलणस्स, कम्मवाहितिगिच्छासत्यं, कप्पपायवो सिवफलस्स ।
प्रतिपद्य पालने यतेत, अधिकृतगुणानाम् । कथम् ? इत्याह-१ सदाज्ञात्राहकः स्यात्, अध्ययनश्रवणाभ्याम् । आज्ञा आगम उच्यते । २ सदाज्ञाभावकः स्यात्, अनुप्रेक्षाद्वारेण । ३ सदाज्ञापरतन्त्रः स्यादनुष्ठानं प्रति । किमेवं ? इत्याह-आज्ञा हि मोहविषपरममन्त्रः, तदपनयनेन । जलं द्वेषादिज्वलनस्य, तद्विध्यापनेन । कर्मव्याधिचिकित्साशास्त्रं, तत्क्षयकारणत्वेन । कल्पपादपः शिवफलस्य तदवन्ध्यसाधकत्वेन ॥
સૂત્ર-ટીકાર્થ–પ્રસ્તુત ધર્મગુણોનો સ્વીકાર કરીને તેના પાલનમાં યત્ન કરવો. તે યત્ન આ પ્રમાણે છે(૧) સદા જિનાજ્ઞાનું અધ્યયન અને શ્રવણ કરવા દ્વારા જિનાજ્ઞા ગ્રહણ કરવી=સમ
- ४वी. ही माशा भेटले. मागम. (२) सह शिंतन रीने निशाने पावित ४२वी. (૩) દરેક અનુષ્ઠાન જિનાજ્ઞાને આધીન બનીને કરવું. કારણ કે જિનાજ્ઞા મોહરૂપ
ઝેરને ઉતારતી હોવાથી પરમમંત્ર સમાન છે. દ્વેષાદિરૂપ અગ્નિને શાંત કરતી હોવાથી જિનાજ્ઞા જલ સમાન છે. કર્મરૂપ વ્યાધિનો નાશ કરતી હોવાથી જિનાજ્ઞા ચિકિત્સા શાસ્ત્ર સમાન છે. મોક્ષરૂપ ફળને અવશ્ય સાધી આપતી હોવાથી જિનાજ્ઞા મોક્ષરૂપે ફળ માટે કલ્પવૃક્ષ સમાન છે. ४. वज्जिज्जा अधम्ममित्तजोगं, ५. चिंतिज्जाऽभिणवपाविए गुणे, ६. अणाइभवसंगए अ अगुणे, ७. उदग्गसहकारित्तं अधम्ममित्ताणं, उभयलोग-गरहिअत्तं असुहजोग-परंपरं च ।
Page #67
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૫૪
બીજું સૂત્ર
४ तथा वर्जयेत् 'अधर्ममित्रयोग' अकल्याणमित्रसंबन्धम् । ५ चिन्तयेत् अभिनवप्राप्तान् ‘गुणान्' स्थूरप्राणातिपातविरमणादीन् । ६ अनादिभवसङ्गतांश्च अगुणान्, सदैवाविरतत्वेन । ७ उदग्रसहकारित्वं अधर्ममित्राणां अगुणान् प्रति, उभयलोकगर्हितत्वं तत्पापानुमत्यादिना । अशुभयोगपरंपरं च, अकुशलानुबन्धतः। સૂત્ર-ટીકાર્થ(૪) અકલ્યાણ મિત્રોનો સંગ છોડવો. (જેના સંબંધથી આત્માનું અહિત થાય તે
અકલ્યાણમિત્ર છે.). (૫) નવા પ્રાપ્ત થયેલા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદિ ગુણોનું (=તેનાથી
થતા લાભ વગેરેનું) ચિંતન કરવું. (૬) અનાદિ ભવથી સાથે રહેલા દુર્ગુણોનું (=તેનાથી થતા નુકશાન વગેરેનું)
ચિંતન કરવું. એક દિવસનો પણ ખાડો પાડ્યા વિના હંમેશાં જ ચિંતન કરવું. (૭) અકલ્યાણ મિત્રોનો સંબંધ દોષોને મુખ્ય સહાય કરે છે. તેમના પાપની 'અનુ
મતિ આદિ દ્વારા ઉભયલોકમાં ગર્લ્સ છે=અહિતકર છે, અશુભ કર્મના અનુ
બંધનું કારણ હોવાથી અશુભ યોગોની પરંપરાવાળો છે, એમ વિચારવું. ૮. પરિહરિજ્ઞ સમે તોગવિરુદ્ધે. ૨. I૫રે નબળાઈ, १०. न खिंसाविज्ज धर्म, संकिलेसो खु एसा, परमबोहिबीअमबोहिफलमप्पणोत्ति, ११. एवमालोएज्जा ण खलु इत्तो परो अणत्यो, अंधत्तमेअं संसाराडवीए, जणगमणिट्ठावायाणं, अइदारुणं सरूवेणं असुहाणुबंधमच्चत्यं ॥ ___ तथा ८ परिहरेत् सम्यग् लोकविरुद्धानि तदशुभाध्यवसायादिनिबन्धनानि । ९ अनुकम्पापरो जनानां, मा भूतेषामधर्मः । १० न खिसयेद्धर्म, न ૧. અકલ્યાણ મિત્રોની સાથે સંબંધ રાખવાથી અકલ્યાણમિત્રો જે જે પાપો કરે તે પાપોની
અનુમોદનાનું પાપ અકલ્યાણ મિત્રોની સાથે સંબંધ રાખનારને લાગે. “અનુમતિ આદિ દ્વારા” એ સ્થળે આદિ શબ્દથી અકલ્યાણમિત્રોની સાથે સંબંધ રાખનાર જીવ પોતે પણ એ પાપો કરતો થઈ જાય વગેરે સમજવું.
Page #68
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
બીજું સૂત્ર
गर्हयेज्जनैरित्यर्थः, संक्लेश एवैषा खिसाऽशुभभावत्वेन । परं अबोधिबीजं, तत्प्रद्वेषेण । अबोधिफलमात्मन इति । जनानां तन्निमित्तभावेन । तथा ११ एवमालोचयेत्सूत्रानुसारेण । न खल्वतः परोऽनर्थोऽबोधिफलात् । तत्कारणभावाद्वा लोकविरुद्धत्वादिति । अन्धत्वमेतत्संसाराटव्यां हितदर्शनाभावेन । जनમનિટ(ટા)પાતાનાં, નાનુષપાતા ખતયા । અતિવાળું સ્વરૂપેળ, સંન્નેशप्रधानत्वात् । अशुभानुबन्धमत्यर्थं परम्परोपघातभावेनेति । अत एवोक्तम् નોજઃ 5: खल्वाधार: सर्वेषां धर्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं धर्मविरुद्धं च संत्याज्यम् ॥ इत्यादि ॥
प्रशमरति ।।१३१।।
૫૫
સૂત્ર-ટીકાર્થ—
(૮) લોકના અશુભ અધ્યવસાયનું કારણ બને તેવાં લોકવિરુદ્ધ કાર્યોનો સારી
રીતે ત્યાગ કરવો.
'
(૯) જૈનો નિર્દય છે, એમના ધર્મમાં દયા જ નથી ઇત્યાદિ વિચારથી લોકોને અધર્મ (=પાપબંધ) ન થાય એ માટે લોકો પર અનુકંપા કરવી. (૧૦) બીજા લોકો દ્વારા ધર્મની હીલના ન કરાવવી. કારણ કે આ ધર્મહીલના અશુભ ભાવરૂપ હોવાથી સંક્લેશરૂપ જ છે. લોકોને ધર્મ પ્રત્યે દ્વેષ થવાથી તેમના અબોધિનું મુખ્ય બીજ (કારણ) છે. લોકોના અબોધિબીજનું પોતે નિમિત્ત બનવાથી પોતાને બોધિની (=જિનધર્મની) પ્રાપ્તિ થતી નથી. (૧૧) તથા સૂત્રના આધારે આ પ્રમાણે વિચારવું કે આ અબોધિ ફળ (=મિથ્યાત્વ) મોટામાં મોટો અનર્થ છે, એનાથી વધીને બીજો કોઇ અનર્થ નથી.
૧. અથવા અનર્થનું કારણ હોવાથી લોકવિરુદ્ધ કાર્યથી અન્ય કોઇ અનર્થ નથી. ૨. લોકવિરુદ્ધ કાર્ય સંસાર રૂપ અટવીમાં હિતનું દર્શન ન થવાથી અંધકારૂપ છે. (કારણ કે બોધિના અભાવમાં સાચું દર્શન થતું નથી. લોકવિરુદ્ધ કાર્યથી બોધિનો અભાવ થાય.)
૧. પોતે તેવું અનુચિત આચરણ વર્તન કરે કે જેથી બીજા લોકો ધર્મની હીલના કરે. અહીં અનુચિત આચરણ કરનારે બીજા લોકો દ્વારા ધર્મની હીલના કરાવી ગણાય. આમ, આનું તાત્પર્ય એ છે કે પોતે તેવું કોઇ અનુચિત આચરણ ન કરવું જોઇએ કે જેથી બીજાઓને ધર્મની હીલના કરવાનું નિમિત્ત મળે.
Page #69
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
બીજું સૂત્ર
૩. ચારે બાજુથી અનિષ્ટોના પતનનું જનક છે, અર્થાત્ ચારે બાજુથી અનિ
છોને ઉત્પન્ન કરે છે, કારણ કે નરકાદિમાં ઉત્પત્તિનું કારણ છે. ૪. સ્વરૂપથી અતિદારુણ છે. કારણ કે તેમાં સંક્લેશની પ્રધાનતા હોય છે. ૫. અતિશય અશુભ અનુબંધરૂપ છે. કારણ કે પરંપરાથી આત્માનો ઉપઘાત
થાય છે, અર્થાત્ આત્મોપઘાતની પરંપરા ચાલે છે. આથી જ કહ્યું છે કે
સર્વ સાધુઓને લોક આધાર છે. કારણ કે લોકમાં રહીને અને લોકની મદદથી સંયમની સાધના થાય છે. માટે સાધુઓએ લોકવિરુદ્ધ (લોકનિંદ્ય ઘરોમાંથી ગોચરી લાવવી વગેરે) અને ધર્મવિરુદ્ધ (-મદ્યપાન આદિ) કાર્યનો ત્યાગ કરવો જોઇએ. १२. सेविज्ज धम्ममित्ते विहाणेणं, अंधो विवाणुकट्ठए वाहिए
विव विज्जे, दरिद्दो विव ईसरे, भीओ विव महाणायगे, न इओ सुंदरतरमन्नंति, बहुमाणजुत्ते सिआ, आणाकंखी,
સાપાપડિછો, સાપ-વિદો, સાનિયત્તિ છે तथा १२ सेवेत धर्ममित्राणि 'विधानेन' सत्प्रतिपत्त्यादिना । अन्ध इवानुकर्षकान्, पातादिभयेन । व्याधित इव वैद्यान्, दुःखभयेन । दरिद्र इवेश्वरान्, स्थितिहेतुत्वेन । भीत इव महानायकान्, आश्रयणीयत्वेन । तथा न इतो धर्ममित्रसेवनात् सुन्दरतरमन्यदिति कृत्वा बहुमानयुक्तः स्यात् धर्ममित्रेषु । आज्ञाकाङ्क्षी अदत्तायामस्यां तेषाम् । आज्ञाप्रतीच्छकः प्रदानकाले तेषामेव । आज्ञाऽविराधकः प्रस्तुतायां तेषामेव । आज्ञानिष्पादक इत्यौचित्येन तेषामेव । સૂત્ર-ટીકાર્થ– (૧૨) જેમ અંધ પડી જવાના ભયથી પોતાને દોરનારનો આશ્રય લે છે, જેમ રોગી
દુઃખભયથી વૈદ્યનું શરણું લે છે, જેમ દરિદ્ર આજીવિકા માટે ધનવંતની સેવા કરે છે, જેમ ભય પામેલો માનવી મહાન નાયકનો આશ્રય લે છે, તેમ સદ્ભક્તિ આદિથી ધર્મમિત્રોની સેવા કરવી. ધર્મમિત્રની સેવાથી અધિક બીજું કંઇ સુંદર ન હોવાથી ધર્મમિત્રો પ્રત્યે બહુમાન યુક્ત બનવું. આજ્ઞા ન
કરી હોય ત્યારે મને ક્યારે આજ્ઞા કરે !એમ ધર્મમિત્રોની આજ્ઞાની આકાંક્ષા ૧. અહીં ગુરુ, સાધર્મિક વગેરે ધર્મમિત્રો સમજવા.
અગીયારે મારે
એમ
Page #70
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
બીજું સૂત્ર
રાખવી, અને ધર્મમિત્રો આજ્ઞા કરે ત્યારે તેનો સ્વીકાર કરવો, તેમની આજ્ઞાના
વિરાધક ન બનવું, ઔચિત્યપૂર્વક તેમની આજ્ઞાનું પાલન કરવું. १३. पडिवन्नधम्मगुणारिहं च वट्टिज्जा, गिहिसमुचिएसु गिहिसमायारेसु १४. परिसुद्धाणुट्ठाणे, १५. परिसुद्धमणकिरिए, परिसुद्धवइकिरिए, परिसुद्धकायकिरिए ॥ ___ १३ प्रतिपन्नधर्मगुणाहं च वर्तेत सामान्येनैव 'गृहिसमुचितेषु' गृहिसमाचारेषु नानाप्रकारेषु । १४ परिशुद्धानुष्ठान: सामान्येनैव । १५ परिशुद्धमनःक्रियः शास्त्रानुसारेण । परिशुद्धवाविक्रयोऽनेनैव । परिशुद्धकायक्रियोऽनेनैव । सूत्र-टीर्थ(૧૩) ગૃહસ્થને યોગ્ય ગૃહસ્થના વિવિધ આચારોમાં સ્વીકારેલા ધર્મગુણોને
અનુરૂપ વર્તન કરવું. (१४) धार्मि अनुष्ठानो शुद्ध ४२ai. (૧૫) શાસ્ત્રાનુસારે મન-વચન-કાયાના વ્યાપારો શુદ્ધ કરવા. આ જ વિષયને
(=મન-વચન-કાયાના યોગોની શુદ્ધિને) વિશેષથી જણાવવાને માટે
ई छ. १६. वज्जिज्जाऽणेगोवधायकारगं, गरहणिज्जं, बहुकिलेसं, आयइविराहगं, समारंभं । १७. न चिंतिज्जा परपीडं । १८. न भाविज्जा दीणयं । १९. न गच्छिज्जा हरिसं । २०. न सेविज्जा वितहाभिनिवेसं । २१. उचिअमणपवत्तगे सिआ । १. वर्तेत सामान्येनैव-विशेष ध नी अपेक्षा विना, अर्थात् स्थूलपाunnात विरभ,
સ્થૂલ મૃષાવાદ વિરમણ ઇત્યાદિ તે તે વિશેષ ધર્મગુણની અપેક્ષા વિના, સામાન્યથી સ્વીકારેલા ધર્મગુણોને અનુરૂપ વર્તન કરવું એમ ગ્રંથકારનો કહેવાનો આશય છે. २. परिशुद्धानुष्ठानः सामान्येनैव-विशेष अनुष्ठानना अपेक्षा विना, अर्थात् सामायि, प्रतिક્રમણ, પૌષધ વગેરે તે તે વિશેષ અનુષ્ઠાનની અપેક્ષા વિના, સામાન્યથી જ ધાર્મિક અનુ
ષ્ઠાનો શુદ્ધ કરવાં એમ ગ્રંથકારનો કહેવાનો આશય છે. ३. अनैनेव शास्त्रानुसारेणैव.
Page #71
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
બીજું સૂત્ર
२२. न भासिज्जा अलिअं, न फरुसं, न पेसुन्नं, नाणिबद्धं, हिअमिअभासगे सिआ।
एतद्विशेषेणाभिधातुमाह
१६ वर्जयेत् अनेकोपघातकारकं सामान्येन, गर्हणीयं प्रकृत्या, बहुक्लेशं प्रवृत्ती, 'आयतिविराधकं' परलोकपीडाकरं, 'समारम्भं' अङ्गारकर्मादिरूपम् । तथा १७ न चिन्तयेत्परपीडां सामान्येन । १८ न भावयेद् दीनतां कस्यचिदसंप्रयोगे । १९ न गच्छेद्धर्षं कस्यचित्संप्रयोगे । २० न सेवेत 'वितथाभिनिवेशं' अतत्त्वाध्यवसायं, २१ किं तु उचितमनःप्रवर्तकः स्याद् वचनानुसारेण । २२ एवं न भाषेतानृतमभ्याख्यानादि, न 'परुष' निष्ठुरं, न 'पैशून्यं' परप्रीतिहारि, ना 'ऽनिबद्धं' विकथादि, किं तु हितमितभाषकः स्यात्सूत्रनीत्या । सूत्र-टी(૧૬) અનેક જીવોનો નાશ કરનાર, સ્વભાવથી નિંદ્ય, પ્રવૃત્તિમાં બહુ ક્લેશ યુક્ત,
પરલોકમાં દુઃખ કરનાર અંગારકર્માદિરૂપ સમારંભ ન કરવો. (१७) पी0 :पी थाय अमन वियारपुं. (१८) 05 (४) वस्तु न भणे तो हीनता न ४२वी. (१८) 05 (४९) वस्तु भणे तो पुश न य. (२०) सतत्पनो माड न रावो. (૨૧) જિનવચનાનુસાર ઉચિતમાં મનને પ્રવર્તાવવું. (૨૨) અભ્યાખ્યાન વગેરે અસત્ય, કઠોર, પતિ વિનાશક પૈશૂન્ય અને વિકથા
વગેરે સંબંધ રહિત વચન ન બોલવું. કિંતુ શાસ્ત્રમર્યાદા પ્રમાણે હિતકર भने थोडं (=४३२ पूर) बोल.
१ अनेकोपघातकारकं सामान्येन-द्रिय, द्रिय म हान TRau विन सामान्यथा
અનેક જીવોનો નાશ કરનાર એમ સામાન્ચન પદનો અર્થ છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૫૯
બીજું સૂત્ર
२३. एवं न हिंसिज्जा भूआणि । २४. न गिण्हिज्ज अदत्तं । २५. न निरिक्खिज्ज परदारं ।२६. न कुज्जा अणत्यदंडा । २७. सुहकायजोगे सिआ ॥
२३ एवं न हिंस्याद् 'भूतानि' पृथिव्यादीनि । २४ न गृहणीयाददत्तं स्तोकमपि । २५ न निरीक्षेत परदारं रागतः । २६ न कुर्यादनर्थदण्डं अपध्यानाचरितादि । २७ किं तु शुभकाययोगः स्यात्, आगमनीत्या ॥ सूत्र-टीमार्थ(૨૩) પૃથ્વીકાય વગેરે જીવોની હિંસા ન કરવી. (२४) म८५ ५४ नापेj ४ नसे. (२५) २॥थी ५२स्त्री प्रत्ये दृष्टि न ४२वी. (૨૬) અશુભધ્યાન આદિ અનર્થદંડનું સેવન ન કરવું. (૨૭) આગમ પ્રમાણે શુભ કાયિક વ્યાપારો કરવા. २८. तहा लाहोचिअदाणे, लाहोचिअभोगे, लाहोचिअपरिवारे, लाहोचिअणिहिकरे सिआ । २९. असंतावगे परिवारस्स, ३०. गुणकरे जहासत्तिं, ३१. अणुकंपापरे, ३२. निम्ममे भावेणं । एवं खलु तप्पालणेवि धम्मो, जह अण्णपालणेत्ति । सब्वे जीवा पुढो पुढो, ममत्तं बंधकारणं ॥
२८ तथा लाभोचितदानः अष्टभागाद्यपेक्षया । तथा लाभोचितभोगः अष्टभागाद्यपेक्षया । लाभोचितपरिवारः चतुर्भागादिभर्त्तव्यपरिमाणेन । लाभोचितनिधिकारः स्यात्, चतुर्भागाद्यपेक्षयैव । उक्तं चात्र लौकिकैः
पादमायान्निधिं कुर्यात्पादं वित्ताय वर्द्धयेत् । धर्मोपभोगयोः पादं, पादं भर्त्तव्यपोषणे ॥ तथाऽन्यैरप्युक्तम्आयादर्द्धं नियुञ्जीत, धर्मे यद्वाऽधिकं ततः ।
Page #73
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૬૦
शेषेण शेषं कुर्वीत, यत्नतस्तुच्छमैहिकम् ।
( नीतिशास्त्र २९) इत्यादि । २९ तथा असन्तापकः परिजनस्य स्यादिति वर्त्तते शुभप्रणिधानेन । ३० गुणकरो यथाशक्तिभवस्थितिकथनशीलत्वेन । ३१ अनुकम्पापर: प्रतिफलनिरपेक्षतया । ३२ निर्ममो भावेन भवस्थित्यालो - ચનાત્ । વ્ઝ વંશુળ: ચાત્ ? ત્યાઇ-વં ચસ્માત્તત્વાનનેઽપિ ધર્મ:, નીવોપकारभावात् । यथाऽन्यपालन इति जीवाविशेषेण । किमित्येतदेवम् ? इत्याहसर्वे जीवाः पृथक् पृथग् वर्त्तन्ते, स्वलक्षणभेदेन किं तु मम्रत्वं बन्धकारणं, लोभरूपत्वात्, उक्तं च
>
संसाराम्बुनिधौ सत्त्वाः कर्मोर्मिपरिघट्टिताः । સંયુષ્યને વિમુખ્યને, તંત્ર : સ્ય વાધવઃ ॥
.
તથા
બીજું સૂત્ર
अत्यायतेऽस्मिन् संसारे, भूयो जन्मनि जन्मनि । सत्त्वो नैवात्यसौ कश्चिद् यो न बन्धुरनेकधा ॥ इत्यादि, सर्वथा परिभावनामात्रमेतत्स्वजनो न स्वजन इति ।
સૂત્ર-ટીકાર્ય—
(૨૮) ધનના લાભ પ્રમાણે દાન કરવું, લાભ પ્રમાણે પોતાના ભોગમાં વાપરવું, લાભ પ્રમાણે પરિવારનું ભરણ-પોષણ કરવું, લાભ પ્રમાણે સંગ્રહ કરવો. ધનની આવકના આઠ ભાગ કરીને આઠમા ભાગનું દાન કરે, આઠમા ભાગનું પોતાના ભોગમાં વાપરે, ચોથા ભાગનું ધન પરિવારના રક્ષણ પોષણમાં વાપરે. ચોથા ભાગના ધનનો સંગ્રહ કરે. આ વિષે લોકિકોએ કહ્યું છે કે-(મધ્યમ આવકવાળો ગૃહસ્થ) પોતાની આવકનો ચોથો ભાગ નિધાન રૂપે રાખી મૂકે, ચોથો ભાગ નવી કમાણીમાં રોકે, ચોથો ભાગ ધર્મમાં અને પોતાના ઉપભોગમાં વાપરે, અને ચોથો ભાગ પોષણ કરવા લાયક કુટુંબના પોષણમાં ખર્ચે. તથા (બહુસુખી ગૃહસ્થ) આવકનો અર્ધાથી પણ કંઇક અધિક ભાગ ધર્મમાં વાપરે, બાકી રહેલા ધનથી બાકીના આ લોકના નિઃસાર કાર્યો પ્રયત્ન પૂર્વક કરે.
(૨૯) શુભ ભાવોથી (=હૃદયને મૈત્રી વગેરે શુભ ભાવોથી) વાસિત બનાવીને પરિવારને સંતાપ ઉપજાવવો નહિ.
Page #74
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
બીજું સૂત્ર
(૩૦) યથાશક્તિ સંસારનું સ્વરૂપ કહેવાના સ્વભાવવાળા બનીને પરિવાર ઉપર
ઉપકાર કરવો. (૩૧) પ્રત્યુપકારની અપેક્ષા વિના પરિવાર પ્રત્યે) અનુકંપા પરાયણ બનવું. (૩૨) સંસારના સ્વરૂપની વિચારણા કરીને ભાવથી (પરિવારાદિના) મમત્વથી
રહિત બનવું. પરિવારની મમતાથી રહિત બનવાથી શો લાભ થાય તે કહે છે-જેમ પરિવાર સિવાયના જીવનું પાલન કરવાથી તેના ઉપર ઉપકાર કરવા દ્વારા ધર્મ થાય, તેમ મમત્વ રહિત બનીને પરિવારનું પાલન કરવા છતાં ધર્મ થાય. કારણ કે જીવો ઉપર ઉપકાર થાય છે. જેવી રીતે પરિવાર સિવાયના જીવનું કરુણાબુદ્ધિથી પાલન કરવામાં ધર્મ થાય તે રીતે મમત્વભાવ વિના (કવળ કરુણાબુદ્ધિથી કે ઔચિત્યબુદ્ધિથી) પરિવારનું પાલન કરવામાં પણ ધર્મ થાય. કારણ કે (નીવાવિશેષUTE) જીવ તરીકે બધામાં સમાનબુદ્ધિ છે, અર્થાત્ જેમ અન્યનું પાલન કરવામાં આ મારો છે એવી બુદ્ધિ વિના કોઇ જીવ છે એવી બુદ્ધિ છે તેમ પરિવારમાં પણ આ મારા છે એવી બુદ્ધિ વિના આ જીવો છે એવી બુદ્ધિ છે. એથી પરિવારમાં અને અન્યમાં જીવ તરીકે સમાનબુદ્ધિ છે. સર્વ જીવો જુદા જુદા છે. મમત્વ કર્મબંધનું કારણ છે, કારણ કે મમત્વ લોભરૂપ છે. કહ્યું છે કે“સંસારરૂપ સમુદ્રમાં કર્મરૂપ તરંગોથી ચારે બાજુ ફેંકાયેલા જીવો ભેગા થાય છે અને છૂટા થાય છે. તેમાં કોણ કોના બંધુ છે ?” તથા “જેમાં ફરી ફરી જન્મ થઇ રહ્યો છે એવા અતિ દીર્થ સંસારમાં એવો કોઇ જીવ નથી કે જે અનેક રીતે બંધ ન થયો હોય.” (અહીં બંધુ એટલે સંબંધી એવો અર્થ થાય છે. કોઇ વાર માતા રૂપે, કોઇ વાર પિતા રૂપે એમ અનેક રીતે બંધુ-સંબંધી
થયો છે.) ३३. तहा तेसु तेसु समायारेसु सइ समण्णागए सिआ, १. अमुगेऽहं २. अमुगकुले ३. अमुगसिस्से ४. अमुगधम्मट्ठाणट्ठिए । ५. न मे तव्विराहणा, ६. न मे तदारंभो, ७. वुड्ढी ममेअस्स, ८. एअमित्थसारं, ९. एअमायभूअं. १०. एअंહિ, ૨૨. ઢસારમu , ૨૨. વિતેલો વિ8િ
Page #75
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૬૨
બીજું સૂત્ર
णेणं । एवमाह तिलोगबंधू परमकारुणिगे सम्मं संबुद्धे भगवं अरहंतेत्ति । एवं समालोचिअ, तदविरुद्धेसु समायारेसु सम्म वट्टिज्जा, भावमंगलमेअं तन्निप्फत्तीए ॥ __ ३३ तथा तेषु तेषु समाचारेषु, गृहिसमुचितेष्विति वर्तते, स्मृतिसमन्वागतः स्यात्, आभोगयुक्तः । कथं ? इत्याह-अमुकोऽहं देवदत्तादिनामा । अमुककुले इक्ष्वाक्वाद्यपेक्षया । अमुकशिष्यो धर्मतः, तत्तदाचार्यापेक्षया । अमुकधर्मस्थानस्थितः अणुव्रताद्यपेक्षया । न मम तद्विराधना साम्प्रतम् । न मम तदारम्भः, विराधनारम्भः । तथा वृद्धिर्ममैतस्य धर्मस्थानस्य । एतदत्र सारं धर्मस्थानम् । एतदात्मभूतमानुगामुकत्वेन । एतद्धितं सुन्दरपरिणामत्वेन । असारमन्यत्सर्वमर्थजातादीति । विशेषतोऽविधिग्रहणेन विपाकदारुणत्वात् । यथोक्तम्
पापेनैवार्थरागान्धः, फलमाप्नोति यत्क्वचित् । . बडिशामिषवत्तत्तु, विना नाशं न जीर्यति ॥ इति ।
एतदेवमेवेत्याह-एवमाह त्रिलोकबन्धुः समुपचितपुण्यसंभारः परमकारुणिकः तथाभव्यत्वनियोगात् । सम्यक् संबुद्धोऽनुत्तरबोधिबीजतः । भगवानर्हन् सत्त्वविशेष इति । एवं समालोच्य 'तदविरुद्धेषु' अधिकृतधर्मस्थानाविरुद्धेषु समाचारेषु विचित्रेषु सम्यग् वर्तेत, सूत्रनीत्या । भावमङ्गलमेतद् विधिना वर्त्तनं, तन्निष्पत्तेरधिकृतसमाचारनिष्पत्तेरिति ।। सूत्र-
टर्थ(૩૩) ગૃહસ્થને યોગ્ય છે તે સારા આચારોમાં ઉપયોગવાળા બનવું. જેમકે
१. ई अमुवित्तको नामनो छु. २. ई अमुवाईकोरे कुणनो छु. ૩. હું ધર્મની અપેક્ષાએ અમુક આચાર્યનો શિષ્ય છું.
१. स्मृतिसमन्वागत:=समन्वागत भेट सहित. स्मृतिथी सरित. अर्थात 6५योगाणो. माटे
४ टीम आभोगयुक्तः अम युं छे. आभोग=64योग.
Page #76
--------------------------------------------------------------------------
________________
પચર
૬૩
બીજું સૂત્ર
૪. હું અણુવ્રત વગેરેની અપેક્ષાએ અમુક ધર્મસ્થાનોમાં રહેલો છું. ૫. મારે તે ધર્મસ્થાનોની વિરાધના કરવી યોગ્ય નથી. ૬. હું હમણાં ધર્મસ્થાનની વિરાધના કરતો નથી. ૭. તથા મારે એ ધર્મસ્થાનોની વૃદ્ધિ થાય છે. ૮. આ લોકમાં આ ધર્મસ્થાન જ સારભૂત છે. ૯. આ ધર્મસ્થાનો જ પરલોકમાં સાથે આવનારાં હોવાથી પોતાનાં છે. ૧૦. આ ધર્મસ્થાનો જ સુંદર પરિણામવાળાં હોવાથી હિતકર છે. ૧૧. ધનસમૂહ વગેરે બીજું બધું અસાર છે. ૧૨. તેમાં પણ અવિધિથી (અપ્રામાણિકતા આદિથી) સંચિત કરેલ ધન
ધાન્ય વગેરે ભયંકર પરિણામવાળા હોવાથી વિશેષરૂપે અસાર છે. જેમકે કહ્યું છે કે-“ધનના રાગથી અંધ બનેલ પુરુષ અન્યાય રૂ૫ પાપથી ક્યાંક જે (ધનપ્રાપ્તિ રૂ૫) ફળ મેળવે છે, તે ફળ માછલાને મારવાના કાટામાં રહેલા માંસની જેમ તેનો નાશ કર્યા વિના નાશ પામતું નથી.” આ આ પ્રમાણે જ છે. (=આ સત્ય છે) એમ ગ્રંથકાર કહે છે-આ પ્રમાણે (=ઉપર કહ્યું તે પ્રમાણે) ત્રણ લોકના બંધુ, જેમણે પુણ્યનો સમૂહ એકઠો કર્યો છે, તેવા તથાભવ્યત્વના સંબં
ધથી પરમ કરુણાવંત, અને સર્વોત્તમ બોધિબીજના કારણે સમ્યક૧. માત્મનઃ મૂર્તઃ માત્મપૂર્વ, પોતાનું થયેલ. ૨. અરિહંત બનનારા જીવોનું તથાભવ્યત્વ ઉત્કૃષ્ટ કોટિનું હોય છે. એથી તેમનામાં જેવી
ઉત્કૃષ્ટ કરુણા હોય છે તેવી કરુણા અન્ય જીવોમાં ઉત્પન્ન થઇ શકતી જ નથી. માટે અહીં પ્રભુ પરમ કર્ણાવંત કેમ છે તેના સમાધાન માટે ટીકાકારે “તથાભવ્યત્વના સંબંધથી”
એમ કહ્યું. ૩. અરિહંતના જીવોને જેવો સંબોધ થાય છે તેવો સંબોધ બીજા જીવોને થતો નથી. તેનું કારણ
એ છે કે તેમનું બોધિબીજ સર્વોત્તમ હોય છે. જેનાથી બોધિની=સમ્યકત્વની પ્રાપ્તિ થાય તેને બોધિનું બીજ કહેવામાં આવે છે.
જેમ કે કોઇને દેવસેવાથી આત્મામાં બોધિબીજની વાવણી થાય છે. કોઇને ગુરુ સેવાથી, કોઇને ગુણીના ગુણોની પ્રશંસાથી, કોઇને શાસ્ત્રનું આલેખન કરાવવાથી બોધિબીજની પ્રાપ્તિ થાય છે. આ બોધિબીજથી એ જ ભવમાં કે ભવાંતરમાં બોધિની (સમ્યકત્વની) પ્રાપ્તિ થાય છે. અરિહંતના જીવોનું આ બોધિબીજ અન્ય જીવોના બોધિબીજથી ઉત્કૃષ્ટ હોય છે. એથી એમનું જ્ઞાન પણ અન્ય જીવોથી અધિક હોય છે. આથી અહીંટીકામાં સમ્યક સંબોધ પામેલા કેમ છે તેના કારણ તરીકે સર્વોત્તમ બોધિબીજ જણાવ્યું છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
६४
પંચસૂત્ર
બીજું સૂત્ર संबोध(=शन) पामेला मारित भगवाने छ. આ પ્રમાણે બરોબર વિચાર કરીને પ્રસ્તુત ધર્મસ્થાનોથી અવિરુદ્ધ વિવિધ આચારો વિષે શાસ્ત્રોક્ત વિધિથી સમ્યક પ્રવૃત્તિ કરે. શાસ્ત્રોક્ત વિધિથી આચારોમાં સમ્યક પ્રવૃત્તિ ભાવમંગળ છે. કારણ કે તેનાથી
પ્રસ્તુત આચારોની સિદ્ધિ થાય છે. ३४. तहा जागरिज्ज धम्मजागरिआए, १. को मम कालो ? २. किमअस्स उचिअं? ३. असारा विसया, णिअमगामिणो, विरसावसाणा । ४. भीसणो मच्चू, सव्वाभावकारी, अविनायागमणो, अणिवारणिज्जो पुणो पुणोऽणुबंधी । ५. धम्मो एअस्स ओसहं, एगंतविसुद्धो, महापुरिससेविओ, सव्वहिअकारी, निरइआरो परमाणंदहेऊ ॥६. नमो इमस्स धम्मस्स। नमो एअधम्मपगासगाणं । नमो एअधम्मपालगाणं । नमो एअधम्मपरूवगाणं । नमो एअधम्मपवज्जगाणं । ७. इच्छामि अहमिणं धम्म पडिवज्जित्तए, सम्मं मणवयणकायजोगेहिं । ८. होउ ममेअं कल्लाणं, परमकल्लाणाणं जिणाणमणुभावओ । ९. सुप्पणिहाणमेवं चिंतिज्जा पुणो पुणो, १०. एअधम्मजुत्ताणमववायकारी सिआ । पहाणं मोहच्छेअणमेअं ।
३४ तथा जागृयात् भावनिद्राविरहेण, धर्मजागरया तत्त्वालोचनरूपया। को मम कालः ? वयोऽवस्थारूपः । किमेतस्योचितं ? धर्माद्यनुष्ठानम् । 'असारा विषयाः' तुच्छाः शब्दादयो, 'नियमगामिनो' वियोगान्ताः, 'विरसावसानाः' परिणामदारुणाः । तथा भयानको मृत्युः, महाभयजननः । सर्वाभावकारी तत्साध्यार्थक्रियाऽभावात् । अविज्ञातागमनः, अदृश्यस्वभावत्वान्मृत्योः । अनिवारणीयः स्वजनादिबलेन । पुनः पुनरनुबन्धी, अनेकयोनिभा
Page #78
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૬૫
બીજું સૂત્ર
वेन । धर्म एतस्यौषधं, मृत्योर्व्याधिकल्पस्य । किंविशिष्टः ? इत्याह-'एकान्तविशुद्धः' निवृत्तिरूपः, 'महापुरुषसेवितः' तीर्थकरादिसेवितः, सर्वहितकारी मैत्र्यादिरूपतया । निरतिचारो यथागृहीतपरिपालनेन । परमानन्दहेतुः निर्वाणकारणमित्यर्थः ॥ __नम एतस्मै धर्माय अनन्तरोदितरूपाय । नम एतद्धर्मप्रकाशकेभ्योऽर्ह
द्भ्यः । नम एतद्धर्मपालकेभ्यो यतिभ्यः । नम एतद्धर्मप्ररूपकेभ्यो यतिभ्य एव । नम एतद्धर्मप्रतिपत्तृभ्यः श्रावकादिभ्यः । इच्छाम्यहमेनं धर्मं प्रतिपत्तुम्, अनेनैतत्पक्षपातमाह । सम्यग्मनोवाक्काययोगैः अनेन तु संपूर्णप्रतिपत्तिरूपं प्रणिधिविशेषमाह । भवतु ममैतत्कल्याणं, अधिकृतधर्मप्रतिपत्तिरूपं, परमकल्याणानां जिनानामनुभावतः, तदनुग्रहेणेत्यर्थः । सुप्रणिधानमेवं चिन्तयेत्पुनः पुनः । एवं हि स्वाशयादेव तन्निमित्तोऽनुग्रह इति । तथा एतद्धर्मयुक्तानां यतीनामवपातकारी स्यात्, आज्ञाकारीति भावः । प्रधानं मोहच्छेदनमेतत् । तदाज्ञाकारित्वं तन्मोहच्छेदनयोगनिष्पत्त्यङ्गयेति हृदयम् । सूत्र-शीर्थ(૩૪) તથા ભાવનિદ્રાનો ત્યાગ કરીને તાત્ત્વિક વિચારણારૂપ ધર્મજાગરિકાથી
જાગવું, એટલે કે તાત્વિક વિચારણા કરવી. તે આ પ્રમાણે૧. હાલ મારી વયની કઇ અવસ્થા છે? અર્થાત્ મારી કેટલી ઉમર છે ? ૨. મારી અવસ્થાને ઉચિત ધર્માનુષ્ઠાન કયું છે ? ૩. શબ્દાદિ વિષયો તુચ્છ છે, અવશ્ય જનારા છે, પરિણામે ભયંકર
ફળ આપનારા છે. ४. मृत्यु महामय छ, मृत्युथी (=मृत्यु थतi) साधी शतुंन
હોવાથી મૃત્યુ સર્વનો અભાવ કરે છે, તે ક્યારે આવશે તેની ખબર પડતી નથી, કારણ કે મૃત્યુનું સ્વરૂપ અદશ્ય છે. સ્વજન આદિના બળથી મૃત્યુને આવતું રોકી શકાતું નથી. મૃત્યુ અનેક યોનિઓમાં
થતું હોવાથી વારંવાર અનુબંધવાળું છે. १. टीम २८ ' शथी धन व सम४. २. तत्साध्यार्थक्रियाऽभावात् मृत्युथी साधी शय तवा योनी ममा पाथी, अर्थात् મૃત્યુથી કોઇ કાર્ય સાધી શકાતું ન હોવાથી.
Page #79
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
બીજું સૂત્ર
૫. નિવૃત્તિરૂપ એવો એકાંત શુદ્ધ, તીર્થંકરાદિએ આચરેલ, મૈત્રી આદિ
ભાવ સ્વરૂપ હોવાથી સર્વહિતકારી, સ્વીકાર કરવા પ્રમાણે પાલન કરવાથી નિરતિચાર અને નિર્વાણનું કારણ એવો ધર્મ વ્યાધિ સમાન
મૃત્યુનું ઔષધ છે. ૬. હમણાં કહેલ આ ધર્મને નમસ્કાર હો ! આ ધર્મના પ્રકાશક અરિ
હંતોને નમસ્કાર હો ! આ ધર્મના પાલક મુનિઓને નમસ્કાર હો ! આ ધર્મના પ્રરૂપક સાધુઓને નમસ્કાર હો ! આ ધર્મનો સ્વીકાર
કરનારા શ્રાવકાદિને નમસ્કાર હો ! ૭. હું સમ્યક મન-વચન-કાયાના યોગોથી આ ધર્મ સ્વીકારવાને ઇચ્છું
છું. આનાથી સાધક પોતાના ધર્મ પ્રત્યેના પક્ષપાતને કહે છે. સમ્યગુ મન-વચન-કાયાના યોગોથી એમ કહીને સંપૂર્ણ ધર્મને સ્વીકાર
વાની ઇચ્છા દર્શાવે છે. ૮. વિશેષ પ્રાર્થનાને કહે છે– પરમ કલ્યાણરૂપ જિનોના અનુગ્રહથી
પ્રસ્તુત ધર્મની પ્રાપ્તિરૂપ મારું કલ્યાણ થાઓ ! ૯. આ પ્રમાણે અત્યંત એકાગ્રતાથી વારંવાર ચિંતન કરવું. આ પ્રમાણે
એકાગ્રતાપૂર્વક વારંવાર ચિંતવવાથી પોતાના આશયથી જ અરિ
હતના નિમિત્તથી અનુગ્રહ થાય છે. ૧૦. તથા હું આવા ધર્મથી યુક્ત મુનિઓની આજ્ઞાનું પાલન કરનારો
બનું. કારણ કે તેમની આજ્ઞાનું પાલન મોહને છેદવાનું મુખ્ય સાધન છે. કારણ કે મુનિઓની આજ્ઞાનું પાલન સાધકના મોહ છેદવાના યોગોની સિદ્ધિનું કારણ છે, અર્થાત્ મુનિઓની આજ્ઞાનું પાલન
કરવાથી સાધકનો મોહ છેદાય તેવા યોગોની સિદ્ધિ (=પ્રાપ્તિ) ૧. નિવૃત્તિરૂપ ધર્મ એટલે ચારિત્રધર્મ. ધર્મના પ્રવૃત્તિરૂપ અને નિવૃત્તિરૂપ એમ બે પ્રકાર છે.
જેમાં પ્રતિજ્ઞાપૂર્વક હિંસા વગેરે પાપથી નિવૃત્ત થવાનું ન હોય તેવો ધર્મ પ્રવૃત્તિધર્મ છે. જેમ કે-જિનપૂજા, સુપાત્રદાન વગેરે. જેમાં પ્રતિજ્ઞા પૂર્વક હિંસા વગેરે પાપથી નિવૃત્ત થવાનું હોય તે નિવૃત્તિ રૂપ ધર્મ છે. જેમ કે દેશવિરતિ કે સર્વવિરતિ. પ્રસ્તુતમાં ધર્મનું એકાંત વિશુદ્ધ એવું વિશેષણ છે. ચારિત્રધર્મ જ એકાંત વિશુદ્ધ છે. માટે ટીકામાં એકાંત વિશુદ્ધ
ધર્મને જણાવવા નિવૃત્તિ રૂપ એમ કહ્યું. ૨. આદિ શબ્દથી શ્રાવિકાઓ અને અપુનબંધક જીવો સમજવા.
Page #80
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
બીજું સૂત્ર
સાધકને થાય.
૪. સાધુધર્મની ભાવનાથી થતા લાભો एवं विसुज्झमाणे भावणाए, कम्मापगमेणं उवेइ एअस्स जुग्गयं । तहा संसारविरत्ते संविग्गो भवइ, अममे अपरोवतावी, विशुद्ध विशुद्धमाणभावे ॥
- રૂતિ સાસુમપરિમાવાસુ સમ્મત્ત ‘एवं' कुशलाभ्यासेन 'विशुद्ध्यमानो' एतत्सेवक इति प्रक्रमः । 'भावनया' उक्तरूपया 'कर्मापगमेन' हेतुना, 'उपैति एतस्य' धर्मस्य 'योग्यताम्' । एतदेवाह-तथा संसारविरक्तस्तद्दोषभावनया, 'संविग्नो भवति' मोक्षार्थी, 'अममः' ममत्वरहितः, 'अपरोपतापी' परपीडापरिहारी, 'विशुद्धः' ग्रन्थ्यादिभेदेन, 'विशुद्ध्यमानभावः' शुभकण्डकवृद्ध्या ।
इति साधुधर्मपरिभावनासूत्रं समाप्तम् । भावतः साधुधर्मप्राप्त्युपायभूतार्थसूचकं सूत्रं समाप्तम् । इति पञ्चसूत्रकव्याख्यायां द्वितीयसूत्रव्याख्या समाप्ता ।
સૂત્ર-ટીકાર્થ– આ પ્રમાણે સાધુધર્મની ભાવનાના શુભ અભ્યાસથી સાધુધર્મની ભાવનાનો શુભ અભ્યાસ કરનાર જીવ વિશુદ્ધ બનતો જાય છે, અને ઉક્ત ભાવનાથી કર્મો દૂર થવાથી (સાધુ)ધર્મની યોગ્યતાને પામે છે. આ જ વિગત કહે છે-સંસારના દોષોની ભાવનાથી સંસારથી વિરક્ત બને છે, મોક્ષનો અર્થી બને છે, મમત્વ રહિત બને છે. પરપીડાનો ત્યાગ કરનારો બને છે, ગ્રંથિભેદ આદિથી વિશુદ્ધ બને છે, શુભ કંડકોની વૃદ્ધિથી અધિક-અધિક વિશુદ્ધ ભાવવાળો બને છે.
આ પ્રમાણે સાધુધર્મ પરિભાવના સૂત્ર પૂર્ણ થયું.
આ પ્રમાણે ભાવથી સાધુધર્મની પ્રાપ્તિના ઉપાયભૂત (=ઉપાય હોય તેવા) અર્થોને સૂચવનારું સૂત્ર પૂર્ણ થયું.
આ પ્રમાણે પંચસૂત્રની વ્યાખ્યામાં બીજા સૂત્રની વ્યાખ્યા પૂર્ણ થઇ. ૧. અસંખ્ય અધ્યવસાય સ્થાનોના સમૂહની કંડક સંજ્ઞા છે. સર્વ પ્રથમ શુભ અસંખ્ય અધ્યવસાય
સ્થાનોનું પહેલું કંડક થાય. ત્યાર પછીના શુભ અસંખ્ય અધ્યવસાય સ્થાનોનું બીજું કંડક થાય. ત્યાર પછીના શુભ અસંખ્ય અધ્યવસાય સ્થાનોનું ત્રીજું કંડક થાય. આમ કંડકો
વધતા જાય.
Page #81
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
६८
ત્રીજું સૂત્ર
ત્રીજું પ્રવ્રજ્યા ગ્રહણ વિધિ સૂત્ર
अधुना तृतीयसूत्रव्याख्या प्रक्रम्यते । अस्य चायमभिसम्बन्ध: - अनन्तर सूत्रे जातायां धर्मगुणप्रतिपत्तिश्रद्धायां यत् कर्तव्यं तदुक्तम्, तच्च कुर्वता साधुधर्मः परिभावितो भवति । तस्मिन् परिभाविते यत् कर्तव्यं तदभिधातुमाह
હવે ત્રીજા સૂત્રની વ્યાખ્યાનો પ્રારંભ કરાય છે. આનો પૂર્વસૂત્રની સાથે સંબંધ આ છે- અનંત૨ (બીજા) સૂત્રમાં ધર્મગુણોને સ્વીકારવાની રુચિ થયે છતે જે કરવું જોઇએ તે કહ્યું. તેને કરતો જીવ સાધુધર્મને (આત્મા સાથે) પરિભાવિત કરે છે, અર્થાત્ આત્માને દીક્ષાની ઉત્કૃષ્ટ ભાવનાવાળો કરે છે. સાધુધર્મ (આત્મા સાથે) પરિભાવિત થયે છતે જે કરવું જોઇએ તેને કહે છે
૧. સાધુધર્મને સ્વીકારવાનો વિધિ
परिभाविए साहुधम्मे जहोदिअगुणे, जइज्जा सम्ममेअं पडिवज्जित्तए ।
परिभाविते साधुधर्मे अनन्तरसूत्रोदितेन विधिना यथोदितगुणः संसारविरक्तः संविग्नः अमम: अपरोपतापी विशुद्धः विशुद्ध्यमानभावः सन्, यतेत सम्यग् विधिनाऽमुं धर्मं प्रतिपत्तुम् ।
सूत्र
1- टीडार्थ - अनंतर (= जीभ) सूत्रमां उडेल विधिथी साधुधर्म (आत्मा સાથે) પરિભાવિત થયે છતે યથોક્તગુણવાળો (=સંસારથી વિરક્ત, સંવિગ્ન, મમતાથી રહિત, અપરોપતાપી, વિશુદ્ધ અને અધિક અધિક વિશુદ્ધ થતા શુભભાવવાળો થયો છતો) સમ્યગ્ વિધિથી સાધુધર્મને સ્વીકારવા માટે પ્રયત્ન કરે. अपरोवतावं । परोवतावो हि तप्पडिवत्तिविग्धं । अणुपाओ खु एसो । न खलु अकुसलारंभाओ हिअं ||| १ ||
कथं ? इत्याह- अपरोपतापमिति क्रियाविशेषणम् । किमेतदाश्रीयते ? इत्याह- परोपतापो हि तत्प्रतिपत्तिविघ्नः, परोपतापो यस्माद्धर्मप्रतिपत्त्यन्तरायः । एतदेवाह - अनुपाय एवैष धर्मप्रतिपत्तौ परोपतापः । कथं ? इत्याह- न खल्वकुशलारम्भतो हितम् । अकुशलारम्भश्च धर्मप्रतिपत्तावपि परोपतापः । न चान्यस्तत्र प्रायोऽयं संभवतीति ।
I
Page #82
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
ત્રીજું સૂત્ર
સૂત્ર-ટીકાર્થ– કેવી રીતે પ્રયત્ન કરે તે કહે છે. બીજાને સંતાપ ન થાય તે રીતે પ્રયત્ન કરે. કારણ કે પરસંતાપ સાધુધર્મની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. પરસંતાપ ધર્મસ્વીકારમાં ઉપાય જ નથી. (=ખોટો ઉપાય છે.) કારણ કે અકુશલ આરંભથી હિત ન થાય. ધર્મસ્વીકારમાં પણ પરસંતાપ અકુશલ આરંભ છે. દીક્ષાના સ્વીકારમાં પરંપરિતાપ સિવાય બીજા કોઇ વિઘ્નનો પ્રાયઃ સંભવ નથી.
संभविपरिहारार्थमाहસંભવિત પર પરિતાપરૂપ વિદ્ધને દૂર કરવા માટે કહે છે
૨. માતા-પિતાને પ્રતિબોધ પમાડવાનો વિધિ. अपडिबुद्धे कहिंचि पडिबोहिज्जा अम्मापिअरे. १. उभयलोगसफलं जीविअं. २. समुदायकडा कम्मा समुदायफलत्ति. ३. एवं सुदीहो अ विओगो. ४. अण्णहा एगरुक्खनिवासिसउणतुल्लमेअं. ५. उद्दामो मच्चू पच्चासण्णो अ. ६. दुल्लहं मणुअत्तं समुद्दपडिअरयणलाभतुल्लं. ७. अइप्पभूआ अण्णे भवा दुक्खबहुला मोहंधयारा अकुसलाणुबंधिणो अजुग्गा सुद्धधम्मस्स. ८. जुग्गं च एअं पोअभूअं भवसमुद्दे, जुत्तं सकज्जे निउंजिउं, संवरट्ठइअच्छिदं, नाणकण्णधारं तवपवणजवणं. ९. खणे दुल्लहे, सव्वकज्जोवमाईए सिद्धिसाहगधम्मसाहगत्तेणं । १०. उवादेआ य एसा जीवाणं, जं न इमीए जम्मो, न जरा, न मरणं, न इट्ठवियोगो, नाणिट्ठसंपओगो, न खुहा, न पिवासा, न अण्णो कोइ दोसो, सव्वहा अपरतंतं जीवावत्थाणं असुभरागाइरहिअं संतं सिवं अव्वाबाहंति ॥
अप्रतिबुद्धौ कथञ्चित्कर्मवैचित्र्यतः, प्रतिबोधयेन्मातापितरौ । न तु प्रायो महासत्त्वस्यैतावप्रतिबुद्धौ भवत इति । कथञ्चित् ? इत्याह- १ उभयलोकस
Page #83
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
७०
ત્રીજું સૂત્ર
फलं जीवितं, प्रशस्यत इति शेषः । २ तथा समुदायकृतानि कर्माणि, प्रक्रमाच्छुभानि, समुदायफलानीति । अनेन भूयोऽपि योगाक्षेपः । तथा चाह- ३ एवं सुदीर्घो वियोगः भवपरम्परया सर्वेषामस्माकमिति प्रक्रमः । ४ अन्यथैवमकरणे एकवृक्षनिवासिशकुनतुल्यमेतच्चेष्टितमिति शेषः । यथोक्तम्-“वासवृक्ष समागम्य, विगच्छन्ति यथाऽण्डजाः । नियतं विप्रयोगान्तस्तथा भूतसमागमः" । इत्यादि । एतदेव स्पष्टयन्नाह- ५ उद्दामो मृत्युः अनिवारितप्रसरः, प्रत्यासन्नश्वाल्पायुष्ट्वेन । ६ तथा दुर्लभं मनुजत्वं, भवाब्धाविति शेषः । अत एवाहसमुद्रपतितरत्नलाभतुल्यं, अतिदुरापमित्यर्थः । कुतः ? इत्याह- ७ अतिप्रभूता अन्ये भवाः पृथिवीकायादिसंबन्धिनः कायस्थित्या । यथोक्तम्-"अस्संखोसप्पिणि-सप्पिणीओ एगिन्दियाण उ चउण्हं । ता चेव उ अणंता, वणस्सतीए उ बोधव्वा" ॥१॥ एते च दुःखबहुला उत्कटासातवेदनीया मोहान्धकाराः तदुदयतीव्रतया, अकुशलानुबन्धिनः प्रकृत्याऽसच्चेष्टाहेतुत्वेन यत एवमत:- अयोग्याः शुद्धधर्मस्य चारित्रलक्षणस्य । ८ योग्यं चैतन्मनुजत्वम् । किविशिष्टम् ? इत्याह- पोतभूतं भवसमुद्रे, तदुत्तारकत्वेन । यत एवमतो युक्तं स्वकार्ये नियोक्तुं धर्मलक्षणे । कथं ? इत्याह- संवरस्थगितच्छिद्रं छिद्राणि प्राणातिपाताऽविरमणादीनि । तथा ज्ञानकर्णधारमभीक्ष्णं तदुपयोगतः । तपःपवनजवनं, अनशनाद्यासेवनतया । एवं युक्तं स्वकार्ये नियोक्तुम् । किं ? इत्यत आह- ९ क्षण एष दुर्लभः । क्षणः प्रस्तावः सर्वकार्योपमातीत एषः । कथं ? इत्याहसिद्धिसाधकधर्मसाधकत्वेन हेतुना, १० उपादेया चैषा जीवानां सिद्धिरेव । यन्नास्यां सिद्धौ जन्म प्रादुर्भावलक्षणम् । न जरा, वयोहानिलक्षणा । न मरणं, प्राणत्यागलक्षणम् । नेष्टवियोगः, तदभावात् । नानिष्टसंप्रयोगोऽत एव हेतोर्न क्षुद् बुभुक्षारूपा । न पिपासा, उदकेच्छारूपा । न चान्यः कश्चिद्दोषः शीतोष्णादिः । सर्वथाऽपरतन्त्रं जीवावस्थानं, अस्यां सिद्धाविति प्रक्रमः । अशुभरागादिरहितमेतदवस्थानम् । एतदेव विशेष्यते- शान्तं शिवमव्याबाधमिति । शान्तं शक्तितोऽपि क्रोधाद्यभावेन । शिवं सकलाऽशिवाऽभावतः । अव्याबाधं निष्क्रियत्वेनेति ॥
સૂત્ર-ટીકાર્થ– મહા સત્ત્વશાળી એવા તેના માતા-પિતા પ્રાયઃ તો પ્રતિબોધ પામેલા હોય. માતા-પિતા કર્મની વિચિત્રતાથી પ્રતિબોધન પામ્યા હોય તો પ્રતિબોધ
Page #84
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૭૧
ત્રીજું સૂત્ર
(૪)
પમાડે. કેવી રીતે પ્રતિબોધ પમાડે તે કહે છે(૧) હે માતા-પિતા ! ઉભયલોકના ફળવાળું જીવન પ્રશંસનીય છે. (૨) તથા સામુદાયિકરૂપે કરેલાં શુભકાર્યો સમુદાયરૂપે ફળે છે. સમુદાયરૂપે
( ભેગા મળીને) કરેલાં કાર્યોથી જેમણે સમુદાયરૂપે કાર્યો કર્યા હોય
તેમનો ફરી પણ (ભવાંતરમાં) યોગકમેળાપ થાય. (૩) આપણા બધાનો ભવપરંપરાથી ઘણા દીર્ધકાળનો વિયોગ થશે.
સામુદાયિક રૂપે શુભ કાર્યો ન કરવામાં આવે તો આપણી આ પ્રવૃત્તિ એક વૃક્ષ ઉપર રહેનારા પક્ષીઓની તુલ્ય થાય છે. કહ્યું છે કે-“જેવી રીતે (રાત) નિવાસ કરવાના વૃક્ષ ઉપર આવીને પક્ષીઓ (સવાર થતાં) જતા રહે છે, છૂટા પડી જાય છે, તે રીતે જીવોનો સંયોગ અંતે વિયોગવાળો છે.” આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે-સ્વચ્છંદી મૃત્યુને આવતું રોકી શકાતું નથી, અને આયુષ્ય અલ્પ હોવાથી મૃત્યુ અત્યંત નજીક છે. સમુદ્રમાં પડેલા રત્નની જેમ મનુષ્યભવ અતિશય દુર્લભ છે. કારણ કે મનુષ્યભવ સિવાય પૃથ્વીકાયાદિના ભવો કાયસ્થિતિની અપેક્ષાએ ઘણા છે. કહ્યું છે કે-“પૃથ્વીકાય વગેરે ચાર એકેંદ્રિયોની કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી છે, અને વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી જાણવી.” આ ભવો બહુ દુઃખવાળા=પ્રબળ અશાતાવેદનીયના ઉદયવાળા, મોહના પ્રબળ ઉદયના કારણે મોહરૂપ અંધકારવાળા, સ્વભાવથી અશુભ પ્રવૃત્તિનું કારણ હોવાથી પાપના અનુબંધવાળા છે. એથી જ ચારિત્ર ધર્મ માટે અયોગ્ય છે. ભવરૂપ સમુદ્રમાં વહાણ સમાન આ મનુષ્યભવ ચારિત્ર માટે યોગ્ય છે. કારણ કે મનુષ્યભવ ભવરૂપ સમુદ્રના પારને પમાડે છે. આથી મનુષ્યભવને સ્વકાર્ય ધર્મમાં જોડવો (=ઉપયોગ કરવો) એ યોગ્ય છે. મનુષ્યભવને ધર્મમાં કેવી રીતે જોડવો તે કહે છે-સંવરથી જેના જીવહિંસા વગેરે છિદ્રો પૂરાઈ ગયા છે, વારંવાર જ્ઞાનનો ઉપયોગ કરવાના કારણે જ્ઞાન જેનો સુકાની છે, અનશન વગેરે તપનું સેવન કરવાના કારણે તારૂપ પવન જેનો સહાયક છે, તેવા મનુષ્યભવરૂપ વહાણનો ચારિત્રધર્મરૂપ
Page #85
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
હર
ત્રીજું સૂત્ર
સ્વકાર્યમાં ઉપયોગ કરવો જોઇએ.
કારણ કે મનુષ્યભવરૂપ આ અવસ૨ દુર્લભ છે, અને સિદ્ધિસાધક ધર્મનું સાધન હોવાથી અનુપમ છે.
(e)
(१०) सिद्धि (= भोक्ष) ४ सर्व कवोने खारवा साय छे. अरए } सिद्धियां ४न्भ, ४२रा, भरला, ४ष्ट वियोग, अनिष्ट संयोग, क्षुधा, पिपासा } जीभ पए। ठंडी-गरमी वगेरे हु:षो नथी. ४न्भ=उत्पत्ति. ४रा=ğभरनी हानि, અર્થાત્ વૃદ્ધાવસ્થા. મરણ=પ્રાણનો ત્યાગ. મોક્ષમાં કોઇ વસ્તુ ઇષ્ટ ન હોવાથી ઇષ્ટનો વિયોગ નથી. કોઇ વસ્તુ અનિષ્ટ ન હોવાથી અનિષ્ટનો संयोग नथी. क्षुधा=जावानी ४२छा. पिपासा=पीवानी ४२छ।. सिद्धिभां જીવો સર્વથા પરતંત્રતાથી રહિત રહે છે. સિદ્ધિમાં જીવો અશુભરાગાદિથી રહિત, શાંત, શિવ અને અવ્યાબાધ હોય છે. શક્તિથી પણ ક્રોધાદિ ન હોવાથી શાંત, કોઇ ઉપદ્રવો ન હોવાથી શિવ અને કોઇ ક્રિયા ન હોવાથી અવ્યાબાધ હોય છે.
११. विवरीओ अ संसारो इमीए अणवद्विअसहावो, इत्थ खलु सुहीवि असुही, संतमसंतं, सुविणुव्व सव्वमालमालंति, १२. ता अलमित्थ पडिबंघेणं. १३. करेह मे अणुग्गहं. १४. उज्जमह एअं वुच्छिंदित्तए १५. अहंपि तुम्हाणुमईए साहेमि एअं. १६. निव्विण्णो जम्ममरणेहिं. १७. समिज्झइ अ मे समीहिअं गुरुप्पभावेणं. १८. एवं सेसे वि बोहिज्जा, १९. तओ सममेएहिं सेविज्ज धम्मं. २०. करिज्जोचिअकरणिज्जं, निरासंसो उ सव्वदा २१. एअं परममुणिसासणं.
११ विपरीतश्च संसारोऽस्याः सिद्धेर्जन्मादिरूपत्वात् सर्वोपद्रवालयो, यथाह"जरामरणदौर्गत्यव्याधयस्तावदासताम् । मन्ये जन्मापि वीरस्य, भूयो भूयस्त्रपाकरम्'' ।। अत एवाह - अनवस्थितस्वभावः संसारः । अत्र खलु सुख्यप्यसुखी पर्यायतः, सदप्यसत्पर्यायत एव । स्वप्न इव, सर्वमालमालमास्थाऽभावेनेति । १२ यत एवं तदलमत्र प्रतिबन्धेन संसारे, १३ कुरुत ममानुग्रहम् ।
Page #86
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૭૩
ત્રીજું સૂત્ર
कथं ? इत्याह- १४ उद्यच्छतैनं व्यवच्छेत्तुं संसारं यूयम् । १५ अहमपि युष्माकमनुमत्या साधयाम्येतद् व्यवच्छेदनम् । किमिति ? अत आह- १६ निर्विण्णो जन्ममरणाभ्यां संसारागामिभ्याम् । १७ समृद्ध्यति च मम समीहितं संसारव्यवच्छेदनं, गुरुप्रभावेन । १८ एवं शेषाण्यपि भार्यादीनि बोधयेदौचित्योपन्यासेन । १९ ततः सममेभिर्माता-पित्रादिभिः सेवेत धर्मं चारित्रलक्षणम् । (२० कुर्यादुचितकर्तव्यम् ।) कथं ? इत्याह-निराशंस एव सर्वदा, इहलोकपरलोकाभ्याम् । २१ एतत्परममुनिशासनं वीतरागवचनमित्यर्थः ।
સૂત્ર-ટીકાઈ– (૧૧) સંસાર જન્મ આદિના સ્વરૂપવાળો હોવાથી સિદ્ધિથી વિપરીત છે=સર્વ ઉપ
દ્રવોનું સ્થાન છે. કહ્યું છે કે-“વૃદ્ધાવસ્થા, મરણ, દરિદ્રતા અને રોગો દૂર રહો, ફરી ફરી જન્મવું પણ વીરપુરુષને શરમ ઉત્પન્ન કરે છે, એમ હું માનું છું.” આથી જ ગ્રંથકાર કહે છે કે-સંસાર અસ્થિર સ્વભાવવાળો છે. આ સંસારમાં પર્યાયથી=પર્યાય બદલાતાં સુખી પણ દુઃખી બને છે, અને પર્યાયથી જવિદ્યમાન પણ વસ્તુ અવિદ્યમાન બને છે. બધી જંજાળ સ્થિર ન હોવાથી
સ્વપ્નતુલ્ય છે. (૧૨) આથી સંસારના રાગથી સર્યું. (૧૩) મારા ઉપર અનુગ્રહ કરો. (૧૪) કેવી રીતે મારા ઉપર અનુગ્રહ કરો તે કહે છે. આ સંસારનો નાશ કરવા
તમે પ્રયત્ન કરો. (૧૫) હું પણ તમારી અનુમતિથી સંસારનો નાશ કરું. (૧૬) હું શા માટે સંસારનો નાશ કરું તે કહે છે- હું સંસારમાં આવનારા જન્મ
મરણથી કંટાળી ગયો છું. (૧૭) માતા-પિતા આદિ ગુરુઓના પ્રભાવથી સંસારનાશરૂપ મારુંવાંછિત સિદ્ધ થશે. (૧૮) આ પ્રમાણે પત્ની વગેરે બીજાઓને પણ ઉચિત વચનો કહીને
પ્રતિબોધ પમાડે. (૧૯) પછી માતા-પિતાદિની સાથે ચારિત્ર ધર્મનું પાલન કરે. (૨૦) ઉચિત કર્તવ્યને કરે. કેવી રીતે કરે તે કહે છે- સદા આ લોક-પરલોકની
આશંસાથી રહિત બનીને કરે. (૨૧) આ પ્રમાણે વીતરાગનું વચન છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
ત્રીજું સૂત્ર
૩. માતા-પિતાની આજીવિકાની વ્યવસ્થા કરીને દીક્ષા લે. अबुज्झमाणेसु अ कम्मपरिणईए, विहिज्जा जहासत्तिं तदुवकरणं आओवायसुद्धं समइए, कयण्णुआ खु एसा, करुणा य, धम्मपहाणजणणी जणम्मि, तओअणुण्णाए पडिवज्जिज्ज धम्मं । ॥३॥ __ अबुध्यमानेषु च मातापित्रादिषु कर्मपरिणत्या, हेतुभूतया विदध्यात् । यथाशक्ति, शक्त्यनुसारेण तदुपकरणमर्थजातादीत्यर्थः । किं ? कारणे कार्योपचारात् । किंभूतं ? इत्याह-आयोपायशुद्धं स्वमत्या । ततोऽन्यसंभूतिरायः कलान्तरादिरुपायः । किमेतदेवं कुर्यात् ? इत्याह-कृतज्ञतैवैषा वर्तते । करुणा च किंविशिष्टेयं ? इत्याह-धर्मप्रधानजननी जने शासनोन्नतिनिमित्तमित्यर्थः । ततोऽनुज्ञातः सन् मातापित्रादिभिरिति प्रक्रमः । प्रतिपद्येत धर्मं चारित्रलक्षणम् ।
સૂત્ર-ટીકાર્થ– તેવા કર્મપરિણામના કારણે માતા-પિતાદિ પ્રતિબોધ ન પામે તો સ્વ-શક્તિ અને સ્વ-બુદ્ધિ પ્રમાણે આય-ઉપાયથી શુદ્ધ એવું નિર્વાહનું ધનસમૂહ વગેરે સાધન કરી આપવું.
આય– તેનાથી (=દીક્ષાર્થીથી) જે અન્ય માણસ તેનાથી ધનસમૂહ વગેરેની ઉત્પત્તિને આય કહેવાય. (જેમકે-અન્ય ઉદાર માણસ તેના મા-બાપના જીવન નિર્વાહ માટે લાખ-બે લાખ રૂપિયા આપે.)
ઉપાય પોતાની પાસે રહેલી મૂડી વગેરેથી વ્યાજ વગેરેની આવક તે ઉપાય છે. કારણ કે આ કૃતજ્ઞતા જ છે, લોકમાં શાસન પ્રભાવનાનું કારણ એવી કરુણા છે. ત્યારબાદ માતા-પિતા આદિથી રજા અપાયેલો તે ચારિત્રધર્મનો સ્વીકાર કરે.
૪. માતા-પિતા રજા ન આપે તો માયા-કપટ કરીને દીક્ષા લે. अण्णहा, अणुवहे चेव उवहिजुत्ते सिआ, 'धम्माराहणं खु हिअं' सव्वसत्ताणं, तहा तहेअ संपाडिज्जा। ॥४॥
'अन्यथा' एवमपि तदनुज्ञाभावे, अनुपध एव भावतः, उपधियुक्तः स्याद्, ૧. ટીકામાં રહેલા વપરાત્િ એ પદોનો અર્થ આ પ્રમાણે છે-પરોપતાપ નિવારણ
કાર્ય છે, અને ધનસમૂહ તેનું કારણ છે. ધનસમૂહ કારણમાં પરોપતાપ નિવારણ રૂપ કાર્યનો ઉપચાર કરવાથી ધનસમૂહને પણ પરોપતાપ નિવારણ કહેવાય.
Page #88
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૭૫
ત્રીજું સૂત્ર
व्याजवान् स्यादित्यर्थः । उक्तं च
निर्माय एव भावेन, मायावांस्तु भवेत्क्वचित् । पश्येत्स्वपरयोर्यत्र, सानुबन्धहितोदयम् ॥
एवं च धर्माराधनमेव हितं सर्वसत्त्वानामिति । तथा तथैव दुःस्वप्नादिकथनेन संपादयेद् धर्माराधनम् ।
સૂત્ર-ટીકાર્થ– આ પ્રમાણે નિર્વાહનું સાધન કરવા છતાં અનુજ્ઞા ન આપે તો અંદરથી કપટભાવ વિના પણ બહારથી માયાવી બને. કહ્યું છે કે-“ભાવથી માયારહિત જ તે જ્યાં ક્યાંક સ્વ-પરના અનુબંધવાળા હિતનો ઉદય (= ચઢતી) જુએ ત્યાં (દેખાવથી) માયાવી થાય.” કારણ કે આ પ્રમાણે ધર્મની આરાધના જ સર્વ જીવોને હિતકર છે. કપટથી તે તે રીતે દુઃસ્વપ્ન (મને ખરાબ સ્વપ્ન આવ્યું હોવાથી મારું મૃત્યુ નજીક છે.) આદિકહીને રજા મેળવીને ધર્મારાધના પ્રાપ્ત કરે. ૫. માતા-પિતા કોઇપણ રીતે રજા ન આપે તો રજાવિના પણ દીક્ષા લેવી. सव्वहा अपडिवज्जमाणे चइज्जा ते, अट्ठाणगिलाणोसहत्थવાના.
सर्वथाऽप्रतिपद्यमानान् अमुनाऽपि प्रकारेण त्यजेत्तान् मातापित्रादीन् । अस्थानग्लानौषधार्थत्यागज्ञातेन, ज्ञातमुदाहरणम् ।
સૂત્ર-ટીકાર્થ– આમ કરવા છતાં કોઇપણ રીતે રજા નહિ આપતા માતાપિતાદિનો અસ્થાને રહેલા ગ્લાનને ઔષધ લેવા જવા માટે છોડવાના દષ્ટાંતથી ત્યાગ કરે.
૧. માયાથી દુષ્ટ સ્વપ્ન વગેરે કહેવું. એટલે કે ગધેડા-ઊંટ- પાડા વગેરે ઉપર બેઠેલો હતો
વગેરે અનિષ્ટ સૂચક દશ્ય મેં સ્વપ્નમાં જોયું. તથા મેં મારી બે આંખોની મધ્યનો ભાગ જોયો. દેવીઓનું ટોળું જોયું. વગેરે મનુષ્યથી ન દેખી શકાય તેવું વિપરીત દેખાણું, (આથી મારું આયુષ્ય અલ્પ છે) ઇત્યાદિ કપટથી માતાપિતાને જણાવવું. વળી પ્રકૃતિ વિપરીત કરવી, અર્થાત્ બહારથી મરણનાં ચિહ્નો બતાવવાં. આ બધું કરવાથી “હવે આનું મરણ નજીકમાં છે” એમ સમજીને માતા-પિતા વગેરે રજા આપે. છતાં રજા ન આપે તો
જ્યોતિષીઓ દ્વારા “આવી અમુક ચેષ્ટાઓ થાય ત્યારે મરણ નજીકમાં થાય” એમ વિપરીત ચેષ્ટાઓનાં ફળો જણાવવાં.
Page #89
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૭૬
ત્રીજું સૂત્ર
૬. ગ્લાન ઔષધનું દૃષ્ટાંત एतदेवाह— ते दृष्टांतने ४ ग्रंथकार हे छे
से जहा - नामए केइ पुरिसे, कहंचि कंतारगए अम्मापिइसमेए, तप्पडिबद्धे वच्चिज्जा, तेसिं तत्थ निअमघाई पुरिसमित्तासज्झे संभवओसहे महायंके सिआ, तत्थ से पुरिसे तप्पडिबंधाओ एवमालोचिअ ' न भवंति एए निअमओ ओसहंतरेण ओसहभावे अ संसओ, कालसहाणि अ एआणि तहा संठविअ संठविअ तदोसहनिमित्तं सवित्तिनिमित्तं च चयमाणे साहू, एस चाए अचाए, अचाए चेव चाए, फलमित्य पहाणं बुहाणं, धीरा अदंसिणो । स ते ओसहसंपायणेण जीवाविज्जा, संभवाओ पुरिसोचिअमेअ । ॥६॥
1
,
तद्यथा- 'नाम कश्चित्पुरुषो विवक्षितः कथञ्चित्कान्तारगतः सन् मातापितृसमेतः, भार्याद्युपलक्षणमेतत्, तत्प्रतिबद्धो व्रजेत् । तयोर्मातापित्रोस्तत्र कान्तारे नियमघाती पुरुषमात्रासाध्यः संभवदौषधः महातङ्कः स्यात् । आतङ्कः सद्योघाती रोग: । तत्रासौ पुरुषः तत्प्रतिबन्धान्मातापितृप्रतिबन्धेन एवमालोच्य न भवत एतौ मातापितरौ नियमत औषधमन्तरेणौषधं विना । औषधभावे च संशयः कदाचिद्भवतोऽपि कालसहौ चैतौ मातापितरौ । तथा तेन वृत्त्याच्छादनादिना प्रकारेण संस्थाप्य संस्थाप्य तदौषधनिमित्तं, तयोर्मातापित्रोरौषधार्थं, स्ववृत्तिनिमित्तं च आत्मवृत्त्यर्थं च त्यजन् साधुः शोभनः । कथं ? इत्याह- एष त्यागोऽत्यागः, संयोगफलत्वात् । अत्याग एव त्यागो, वियोगफलत्वात् । यदि नामैवं ततः किम् ? इत्याह- फलमत्र प्रधानं बुधानां पण्डितानाम् । धीरा एतद्दर्शिन: निपुणबुद्ध्या फलदर्शिनः । सः पुरुषः तौ मातापितरौ औषधसंपादनेन जीवयेत् । संभवत्येतदत एवाह - संभवात्पुरुषोचितमेतद् यदुतेत्थं त्याग इति । १. नाम अव्यय छेखने वाड्यासंडारमां तेनो प्रयोग थयो छे.
Page #90
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
ત્રીજું સૂત્ર
સૂત્રાર્થ– તે દષ્ટાંત આ પ્રમાણે છે-માતા-પિતા પ્રત્યે રાગવાળો કોઇ પુરુષ કોઇ કારણસર'માતા-પિતા સાથે જંગલમાં ગયો હોય, ત્યાં માતા-પિતાને જલદી અવશ્ય મરણ નિપજાવનાર મહાન રોગ થાય, તે રોગ માત્ર તે પુરુષથી દૂર કરી શકાય તેવો ન હોય, કિંતુ ઔષધિથી કદાચ દૂર થાય તેવો હોય, આ વખતે ઔષધ વિના માતા-પિતા અવશ્ય જીવી શકે તેમ નથી, ઔષધથી કદાચ બચી જાય, થોડો સમય ઔષધ વિના પણ જીવી શકે તેમ છે, એમ વિચારીને તે પુરુષ માતા-પિતા પ્રત્યેના રાગથી ભોજન-આચ્છાદન આદિની સારી રીતે વ્યવસ્થા કરીને, માતાપિતાને ત્યાં મૂકીને માતા-પિતાના રોગનું ઔષધ લેવા જવા માટે અને પોતાની આજીવિકા નિમિત્તે માતા-પિતાનો ત્યાગ કરે તો તે પુરુષ સારો છે. કારણ કે ફરી સંયોગ થવાનો હોવાથી પરમાર્થથી આ ત્યાગ ત્યાગ નથી, કિંતુ ત્યાગ ન કરવો એ જ ત્યાગ છે. કારણ કે મૃત્યુ થવાથી વિયોગ થાય. અહીં પંડિતો ફળને પ્રધાન માને છે. ધીરપુરુષો નિપુણબુદ્ધિથી ફળને જુએ છે. તે પુરુષ ઔષધ મેળવીને માતાપિતાને જીવાડે એવો સંભવ હોવાથી આ પ્રમાણે ત્યાગ કરવો એ પુરુષને ઉચિત છે.
૭. દષ્ટાંતનો ઉપનય. एवं, सुक्कपक्खिए महापुरिसे संसारकंतारपडिए अम्मापिइसंगए धम्मपडिबद्ध विहरिज्जा, तेसिं तत्थ निअमविणासगे, अपत्तबीजाइपुरिसमित्तासज्झे, संभवंतसम्मत्ताइओसहे, मरणाइविवागे, कम्मायके सिआ, तत्थ से सुक्कपक्खिए पुरिसे धम्मपडिबंधाओ, एवं समालोचिअ-विणस्संति एए अवस्सं सम्मत्ताइओसहविरहेण, तस्स संघाडणे विभासा, कालसहाणि अ एआणि ववहारओ, तहा संठविअ संठविअ, इहलोगचिंताए तेसिं सम्मत्ताइओसहनिमित्तं विसिट्ठगुरुमाइभावेणं सवित्तिनिमित्तं च, किच्चकरणेणं चयमाणे, संजमपडिवत्तीए, साहू सिद्धीए ।
IIકા ૧. અહીં માતા-પિતાનો ઉલ્લેખ પત્ની આદિના ઉપલક્ષણરૂપ છે. તેથી પત્ની વગેરે પણ સમજવું.
Page #91
--------------------------------------------------------------------------
________________
ત્રીજું સૂત્ર
પંચસૂત્ર
एष दृष्टान्तोऽयमर्थोपनय इत्याह- एवं शुक्लपाक्षिको महापुरुषः परीत्त
संसार इत्यर्थः । यथोक्तम्
७८
जस्स अड्डो पोग्गलपरियट्टो सेसओ अ संसारो । सो सुक्कपक्खिओ खलु, अहिगे पुण कण्हपक्खीओ ॥
किमयं ? इत्याह-संसारकान्तारपतितः सन् मातापितृसङ्गतः, उपलक्षणमेतत् भार्यादीनां धर्मप्रतिबद्धो विहरेत् । तयोर्मातापित्रोस्तत्र संसारकान्तारे नियमविनाशकः, अप्राप्तबीजादिपुरुषमात्रासाध्यः, संभवत्सम्यक्त्वाद्यौषधः, मरणादिविपाकः, कर्मातङ्कः स्यात्, क्लिष्टं कर्मेत्यर्थः । तत्रासौ शुक्लपा - क्षिकः पुरुषः धर्मप्रतिबन्धाद् हेतोः एवं समालोच्य विनश्यत एतौ मातापितरौ अवश्यं सम्यक्त्वाद्यौषधविरहेण सम्यक्त्वाद्यौषधाभावेन । तत्संपादने सम्यक्त्वाद्यौषधसंपादने विभाषा, कदाचिदेतत्संपादयितुं शक्यते, कदाचिन्न, इत्येवंरूपा । कालसहौ चैतौ व्यवहारतः, तथाजीवनसंभवान्निश्चयतस्तु न । यथोक्तम् आयुषि बहूपसर्गे, वाताहतसलिलबुद्बुदानित्यतरे ।
उच्छ्वस्य निश्वसिति य:, सुप्तो वा यद्विबुध्यते तच्चित्रम् ॥
,
,
तथा तेन सौहित्यापादनप्रकारेण संस्थाप्य संस्थाप्य इहलोकचिन्तया तयोर्मातापित्रोः सम्यक्त्वाद्यौषधनिमित्तं विशिष्टगुर्वादिभावेन धर्मकथादिभावात् । स्ववृत्तिनिमित्तं च कृत्यकरणेन हेतुना त्यजन्संयमप्रतिपत्त्या तौ मातापितरौ साधुधर्मशीलः सिद्धौ सिद्धिविषये ।
સૂત્ર-ટીકાર્થ— આ દૃષ્ટાંતના અર્થનો ઉપનય આ પ્રમાણે છે-આ પ્રમાણે માતા-પિતા પ્રત્યે ધર્મના રાગવાળો શુક્લપાક્ષિક મહાપુરુષ માતા-પિતા સાથે સંસારરૂપ જંગલમાં જાય, માતા-પિતાને સંસારરૂપ જંગલમાં નિયમા વિનાશ કરનાર, બોધિબીજ આદિથી રહિત સામાન્ય પુરુષથી દૂર ન કરી શકાય તેવો, મરણાદિ વિપાકવાળો, ક્લિષ્ટ કર્મરૂપ રોગ થાય અને કદાચ સમ્યક્ત્વાદિરૂપ ઓષધિથી એ રોગ દૂર થાય તેવો હોય, આ વખતે ધર્મરાગથી તે મહાપુરુષ આ પ્રમાણે વિચારે-સમ્યક્ત્વાદિરૂપ ઔષધ વિના માતા-પિતાદિ અવશ્ય વિનાશ પામશે, સમ્યાદિ ઔષધથી કદાચ બચી જાય, થોડો સમય જીવી શકે તેવા છે. આમ વિચા
Page #92
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
ત્રીજું સૂત્ર
રીને માતા-પિતાને સંતોષ થાય તે રીતે તેમની આ લોકની ચિંતા કરીને (=નિર્વાહનું સાધન કરીને) વિશિષ્ટ ગુરુ આદિનો યોગ થવાના કારણે ધર્મકથા વગેરે થવા દ્વારા માતા-પિતાના સમ્યક્ત્વાદિરૂપ ઔષધ માટે અને ક૨વા યોગ્ય કાર્ય ક૨વાના હેતુથી (સંયમરૂપ) સ્વવૃત્તિ માટે સંયમનો સ્વીકાર કરીને માતા-પિતાનો ત્યાગ ક૨ના૨ સિદ્ધિપ્રાપ્તિની અપેક્ષાએ (=પરિણામે) સારો છે.
૭૯
શુક્લપાક્ષિક— જેનો સંસારકાળ અલ્પ હોય તે જીવ શુક્લપાક્ષિક છે. કહ્યું છે કે-‘જે જીવોનો સંસારકાળ કંઇક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો બાકી છે તે જીવો શુક્લપાક્ષિક છે. જે જીવોનો સંસાર કાળ તેનાથી અધિક છે તે જીવો કૃષ્ણ પાક્ષિક છે.’
"""
‘થોડો સમય જીવી શકે તેવા છે.’' એમ જે કહ્યું તે વ્યવહારથી સમજવું. નિશ્ચયથી તો થોડો સમય પણ જીવવાનો ભરોસો નથી. કહ્યું છે કે-‘આયુષ્ય ઘણા ઉપસર્ગોવાળું છે, અને પવનથી હણાયેલા પાણીના પરપોટાથી પણ અધિક અનિત્ય છે, આવા આયુષ્યમાં જીવ ઉચ્છ્વાસ લઇને નિશ્વાસ લે છે અને સૂતેલો જાગે છે તે આશ્ચર્ય છે.’’
૮. આવો ત્યાગ વાસ્તવિક ત્યાગ નથી.
एस चाए अचाए तत्तभावणाओ, अचाए चेव चाए मिच्छाभावणाओ, तत्तफलमित्य पहाणं परमत्थओ, धीरा एअदंसिणो आसन्नभव्वा, स ते सम्मत्ताइओसहसंपाडणेण जीवाविज्जा अच्चंतिअं, अमरणावंझबीअजोगेणं, संभवाओ सुपुरिसोचि - अमेअं, दुप्पडिआराणि अ अम्मापिईणि, एस धम्मो सयाणं, भगवं इत्थ नायं, परिहरमाणे अकुसलाणुबंधि अम्मापिइसो
મંતિ ।
11211
किमित्येतदेवं ? इत्याह- एष त्यागोऽत्यागस्तत्त्वभावनातस्तद्धितप्रवृत्तेः । अत्याग एव त्यागो मिथ्याभावनातस्तदहितप्रवृत्तेः । तत्त्वफलं सानुबन्धमंत्र ૧. સ્થાનાંગ સૂત્ર પહેલા સ્થાનની ટીકા તથા યોગબિંદુ ગાથા ૭૨ વગેરેના આધારે.
Page #93
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૮૦.
ત્રિીજું સૂત્ર
प्रधानं बुधानां परमार्थतः, परमार्थेन । धीरा एतद्दर्शिन आसन्नभव्या नान्ये । स शुक्लपाक्षिकः पुरुषः तौ मातापितरौ सम्यक्त्वाद्यौषधसंपादनेन जीवयेदात्यन्तिकम् । कथं ? इत्याह- अमरणावन्ध्यबीजयोगेन, चरममरणावस्थ्यकारणसम्यक्त्वादियोगेनेत्यर्थः । संभवत्येतदत एवाह- संभवात्पुरुषोचितमेतद्, यदुतैवं तत्त्याग इति । किमिति ? अत आह- दुष्प्रतिकारौ मातापितरौ इति कृत्वा एष धर्मः सतां सत्पुरुषाणां, भगवानत्र ज्ञातं महावीर एव परिहरन् गर्भाभिग्रहप्रतिपत्त्याऽकुशलानुबन्धिनं तथाकर्मपरिणत्या मातापितृशोकं प्रव्रज्याग्रहणोद्भवमिति । उक्तं च
अह सत्तमम्मि मासे, गब्भत्यो चेवभिग्गहं गेण्हे । णाहं समणो होहं, अम्मापियरे जियंतम्मि ॥
સૂત્ર-ટીકાર્થ– આ વિગત આ પ્રમાણે કેમ છે ? એ વિષે ગ્રંથકાર કહે છેઆવો માતા-પિતાનો) ત્યાગ તાત્ત્વિક ભાવનાથી માતા-પિતાના હિતની પ્રવૃત્તિરૂપ હોવાથી અત્યાગરૂપ છે અને અત્યાગ જ મિથ્યાભાવનાથી માતા-પિતાના અહિતની પ્રવૃત્તિરૂપ હોવાથી ત્યાગરૂપ છે. પરમાર્થથી અહીં પંડિતો અનુબંધવાળા ફળને જ પ્રધાન માને છે. આસભવ્ય ધીરપુરુષો અનુબંધવાળા ફળને જુએ છે, બીજાઓ નહિ. તે શુક્લપાક્ષિક મહાપુરુષ સમ્યકત્વાદિરૂપ ઔષધની પ્રાપ્તિથી ચરમ મૃત્યુનું
અવંધ્ય કારણ એવા સમ્યકત્વાદિનો યોગ કરાવીને ફરી મૃત્યુ ન થાય તે રીતે માતાપિતાને જીવાડે એ સંભવ છે. આથી આ રીતે માતા-પિતાનો ત્યાગ સપુરુષને યોગ્ય છે. કારણ કે માતા-પિતા દુષ્પતિકાર્ય હોવાથી માતા-પિતાનું હિત થાય તેમ કરવું એ પુરુષોનો ધર્મ છે=કર્તવ્ય છે. આ વિષયમાં ગર્ભાવાસમાં અભિગ્રહ સ્વીકારીને તેવી કર્મપરિણતિથી પ્રવજ્યા સ્વીકારના કારણે થનારા માતા-પિતાના પાપાનુબંધી શોકને દૂર કરનાર મહાવીર સ્વામી જ દષ્ટાંતરૂપ છે.
કહ્યું છે કે-“ગર્ભના પાલન-પોષણ માટે માતા-પિતા અતિશય યત્ન કરે છે, એથી માતા-પિતાનો મારા ઉપર અતિશય સ્નેહ છે, એમ જાણીને ભગવાને જોયું કે અહો ! માતા-પિતાનો મારા ઉપર અતિશય સ્નેહ હોવાથી જો હું એમના જીવતાં દીક્ષા લઉં તો તેઓ ચોક્કસ મૃત્યુ પામે. આથી ભગવાન ગર્ભમાં જ ગર્ભથી સાતમા મહિને અભિગ્રહ કરે છે કે જ્યાં સુધી માતા-પિતા જીવતા હશે ત્યાં
Page #94
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
સુધી જ હું દીક્ષા નહિ લઉં.'''(આવશ્યક ભાષ્ય ગાથા ૫૯.)
(ભગવાન મતિ-શ્રુત-અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હોવાથી આ બધું જાણી શક્યા હતા અને એથી આવો અભિગ્રહ લીધો હતો.)
८१
ત્રીજું સૂત્ર
७. घीक्षानो विधि
एवमपरोवतावं सव्वहा, सुगुरुसमीवे पूइत्ता भगवंते वीरागे साहू अ, तोसिऊण विहवोचिअं किवणाई, सुप्पउत्तावस्सए, सुविसुद्धनिमित्ते, समहिवासिए, विसुज्झमाणो महया पमो - एणं, सम्मं पव्वइज्जा, लोअधम्मेहिंतो लोगुत्तरधम्मगमणेण. एसा जिणाणमाणा महाकल्लाणत्ति, न विराहिअव्वा बुहेणं, महाणत्थभयाओ सिद्धिकंखिणा ।
11811 प्रस्तुतनिगमनायाह - एवमपरोपतापं सर्वथा सम्यक् प्रव्रजेदिति योगः । विधिशेषमाह - सुगुरुसमीपे, नान्यत्र, पूजयित्वा भगवतो वीतरागान् जिनान् तथा साधून् यतीन्, तोषयित्वा विभवोचितं कृपणादीन्, दुःखितसत्त्वानि - त्यर्थः सुप्रयुक्तावश्यकः समुचितेन नेपथ्यादिना सुविशुद्धनिमित्तः प्रतियोगं समभिवासितो गुरुणा गुरुमन्त्रेण विशुद्ध्यमानो महता प्रमोदेन लोकोत्तरेण सम्यग्भाववन्दनादिशुद्ध्या प्रव्रजेत् । किमुक्तं भवति ? लोकधर्मेभ्य: सबलेभ्यः लोकोत्तरधर्मगमनेन, प्रकर्षेण व्रजेदित्यर्थः । एषा जिनानामाज्ञा यदुतैवं प्रव्रजितव्यम् । इयं च महाकल्याणेति कृत्वा न विराधितव्या बुधेन, नान्यथा कर्त्तव्येत्यर्थः । कस्मात् ? इत्याह- महानर्थभयात् । नाज्ञाविराधनतोऽन्योऽनर्थः । अर्थवत्तदाराधना इति । अत एवाह - सिद्धिकाङ्क्षिणा मुक्त्यर्थिनेति । न खल्वा
૧. આ વિશે મહાવીરચરિયું ગ્રંથમાં પાઠ આ પ્રમાણે છે
जइ पुण जीवंतेसु विसमणत्तणमहमहो पवज्जिस्सं ।
तो मम विरहेण धुवं, एए जीयं इस्संति ॥
‘જો માતા-પિતાના જીવતાં હું દીક્ષા લઇશ તો મારા વિરહથી ચોક્કસ માતા-પિતા મરણ पामशे.”
Page #95
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
ત્રીજું સૂત્ર
ज्ञाराधनातोऽन्यः सिद्धिपथ इति भावनीयम् ।
प्रव्रज्याग्रहणविधिसूत्रं समाप्तम् । तत्त्वतः प्रव्रज्याग्रहणविध्यर्थसूचकं सूत्रं સમાતમ્ ..
॥ पञ्चसूत्रकव्याख्यायां तृतीयसूत्रव्याख्या समाप्ता ॥ સૂત્ર-ટીકાર્થ–પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરવા ગ્રંથકાર કહે છે. આ પ્રમાણે માતા-પિતા વિગેરેને બિલકુલ સંતાપ પમાડ્યા વિના સારી રીતે દીક્ષા લે. બાકીનો વિધિ કહે છે- વીતરાગ ભગવંતની અને સાધુઓની પૂજા કરીને, પોતાના વૈભવ પ્રમાણે દુ:ખી જીવોને દાનાદિ વડે સંતોષ પમાડીને, સારી રીતે સામાયિકાદિ આવશ્યક કરીને, ઉચિતવેશ આદિથી સુવિશુદ્ધ શુકનવાળો, દરેક યોગમાં ગુરુથી ગુરુમંત્ર વડે (વાસક્ષેપથી) સારી રીતે વાસિત કરાયેલો, લોકોત્તર ખૂબ ઉલ્લાસથી વિશુદ્ધ બનતો, સારી રીતે ભાવવંદન આદિની શુદ્ધિથી, સારા ગુરુ પાસે પ્રવ્રજ્યાનો સ્વીકાર કરે. કુગુરુની પાસે પ્રવજ્યાનો સ્વીકાર ન કરે.
પ્રવજ્યાનો સ્વીકાર કરે એટલે શું કરે? પ્રવજ્યાનો સ્વીકાર કરે એટલે પ્રકર્ષથી જાય. પ્રકર્ષથી જાય એટલે ? પ્રકર્ષથી જાય એટલે વિચિત્ર પ્રકારના લોક ધર્મમાંથી લોકોત્તર ધર્મમાં જાય.
પ્રવજ્યા આ પ્રમાણે લેવી એવી જિનાજ્ઞા છે. આ જિનાજ્ઞા મહાકલ્યાણ કરનારી હોવાથી મોક્ષાર્થી પંડિતોએ મહાન અનર્થ થવાના ભયથી જિનાજ્ઞાની વિરાધના ન કરવી, અર્થાત્ જિનાજ્ઞાથી વિપરીત કંઇ પણ ન કરવું. કારણે કે જિનાજ્ઞાની વિરાધનાથી અધિક બીજો કોઇ અનર્થ નથી. જિનાજ્ઞાની આરાધના (આત્મહિતરૂપ) ફળવાળી છે. જિનાજ્ઞાની આરાધનાથી અન્ય કોઇ મોક્ષમાર્ગ નથી એમ વિચારવું.
પ્રવજ્યાગ્રહણ વિધિ સૂત્ર પૂર્ણ થયું. પરમાર્થથી પ્રવજ્યાને સ્વીકારવાની વિધિના અર્થનું સૂચન કરનારું સૂત્ર પૂર્ણ થયું.
પંચસૂત્રની વ્યાખ્યામાં ત્રીજા સૂત્રની વ્યાખ્યા પૂર્ણ થઇ.
૧. શુભ કાર્ય માટે નીકળતાં સારા વેશવાળો પુરુષ વગેરે સામે મળે તો શુકન થાય. આથી
દીક્ષાર્થી ઘરેથી નીકળતાં સારા વેશવાળો પુરુષ આદિના શુકન લઇને નીકળે.
Page #96
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
ચોથું સૂત્ર
૪. ચોથું પ્રવજ્યા પરિપાલના સૂત્ર साम्प्रतं चतुर्थसूत्रव्याख्याऽऽरभ्यते । अस्य चायमभिसम्बन्धः- अनन्तरसूत्रे साधुधर्मे परिभाविते यत् कर्तव्यं तदुक्तम् । तच्च विधिना प्रव्रज्या ग्राह्येत्येतत् । अस्य चर्यामभिधातुमाह
હવે ચોથા સૂત્રની વ્યાખ્યાનો પ્રારંભ કરાય છે. આનો પૂર્વસૂત્રની સાથે સંબંધ આ છે- અનંતર (કત્રીજા) સૂત્રમાં સાધુધર્મ પરિભાવિત થયે છતે જે કરવું જોઇએ તે કહ્યું, અર્થાત્ વિધિથી દીક્ષા લેવી જોઇએ એમ કહ્યું. આથી હવે દીક્ષિત થયેલાની ચર્યાને કહેવા માટે કહે છે
૧. વકાર્યનો અસાધક ઉપાય પરમાર્થથી ઉપાય નથી. स एवमभिपव्वइए समाणे, सुविहिभावओ किरिआफलेण जुज्जइ, विसुद्धचरणे महासत्ते न विवज्जयमेइ, एअअभावेऽभिप्पेअसिद्धी उवायपवित्तिओ, नाविवज्जत्योणुवाए पयट्टइ, उवाओ अ उवेअसाहगो निअमेण, तस्स तत्तच्चाओ, अण्णहा अइप्पसंगाओ, निच्छयमयमेअं।
॥१॥ ___स प्रस्तुतो मुमुक्षुः, एवमुक्तेन विधिनाऽभिप्रवजितः सन् सुविधिभावतः कारणात् क्रियाफलेन युज्यते, सम्यक्क्रियात्वादधिकृतक्रियायाः । स एव विशेष्यते- विशुद्धचरणो महासत्त्वः, यत एवंभूतः, अतो न विपर्ययमेति मिथ्याज्ञानरूपम् । एतदभावे विपर्ययाभावेऽभिप्रेतसिद्धिः सामान्येनैव । कुतः ? इत्याह-उपायप्रवृत्तेः । इयमेव कुतः ? इत्याह नाविपर्यस्तोऽनुपाये प्रवर्तते । इयमेवाविपर्यस्तस्याविपर्यस्तता यदुतोपाये प्रवृत्तिः, अन्यथा तस्मिन्नेव विपर्ययः । एवमपि किम् ? इत्याह-उपायश्चोपेयसाधको नियमेन, कारणं कार्याव्यभिचारीत्यर्थः । अतज्जननस्वभावस्य तत्कारणत्वायोगादतिप्रसङ्गात् । एतदेवाह- तत्स्वतत्त्वत्याग एवोपायस्वतत्त्वत्याग एवान्यथा स्वमुपेयमसाधयतः । कुतः ? इत्याह-अतिप्रसङ्गात् । तदसाधकत्वाविशेषेणानुपायस्याप्युपायत्वप्रसङ्गात् । न चैवं व्यवहारोच्छेद आशङ्कनीय इत्याह- निश्चयमतमेतदिति सूक्ष्मबुद्धिगम्यम् ॥
Page #97
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
८४
ચોથું સૂત્ર
સૂત્ર-ટીકાર્થ– આ પ્રમાણે ઉક્ત વિધિ વડે પ્રવ્રજિત બનેલો પ્રસ્તુત મુમુક્ષુ સારી વિધિ પાળવાના કારણે ક્રિયાના ફળથી જોડાય છે, અર્થાત્ આ =ચારિત્ર સ્વીકારવાની) ક્રિયા સારી હોવાથી વિધિપૂર્વક કરવાથી ક્રિયાના ફળને પામે છે. તે મુમુક્ષુ વિશુદ્ધચારિત્રવાળો અને મહાસત્ત્વવાળો હોવાથી મિથ્યાજ્ઞાનરૂપ વિપરીતપણાને પામતો નથી. મિથ્યાજ્ઞાનરૂપ વિપરીતપણાના અભાવમાં અભિપ્રેતની સિદ્ધિ થાય છે. કારણ કે (સાચા) ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે. સામાન્ય નૈવ આ (=વિપરીતપણાના અભાવમાં (સાચા) ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે એ) માત્ર સામાન્યથી સમજવું. વિશેષથી તો ઉપાયમાં પ્રવૃત્તિ કરવા માટે વિપરીતપણાના અભાવની સાથે ઇષ્ટસાધક સામગ્રી પણ જોઇએ. આનાથી એટલું નિશ્ચિત થાય કે મિથ્યાજ્ઞાનના અભાવમાં ખોટા ઉપાયમાં પ્રવૃત્તિ ન થાય, અને ઇષ્ટ સાધક સામગ્રી મળે તો સાચા ઉપાયમાં પ્રવૃત્તિ થાય. અથવા સામાન્ચેનૈવ એ પદનો અર્થ આ પ્રમાણે છેમિથ્યાજ્ઞાનરૂપ વિપરીતપણાના અભાવમાં (સાચા) ઉપાયમાં પ્રવૃત્તિ થતી હોવાથી અભિપ્રેતની સિદ્ધિ થાય છે એ સામાન્યથી જ સમજવું, વિશેષથી નહિ. કારણ કે પૂર્વબદ્ધકર્મના ઉદયથી નંદિષેણ મુનિ વગેરેની જેમ અભિપ્રેતની સિદ્ધિ ન પણ થાય.
ઉપાયમાં જ પ્રવૃત્તિ શાથી થાય છે તે કહે છે-મિથ્યાજ્ઞાનરૂપ વિપરીતપણાને નહિ પામેલો જીવ અનુપાયમાં (=ખોટા ઉપાયમાં) પ્રવૃત્તિ કરે નહિ. અભ્રાન્ત પુરુષની આ જ અભ્રાન્તિ છે કે (સાચા) ઉપાયમાં પ્રવૃત્તિ થાય. જો અનુપાયમાં (Rખોટા ઉપાયમાં) પ્રવૃત્તિ થાય તો પ્રવૃત્તિ કરનાર પુરુષમાં જ ભ્રાન્તિ છે.
આ પ્રમાણે પણ કેમ છે તે કહે છે-ઉપાય નિયમા ઉપયનો (કાર્યનો) સાધક છે, અર્થાત્ કારણ નિયમા કાર્યને કરે છે.
જેનામાં જે કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ નથી તેનામાં તે કાર્યના કારણપણાનો યોગ ન હોય, અર્થાત્ તેને તે કાર્યનું કારણ ન મનાય. જો જેનામાં જે કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ ન હોય તેને તે કાર્યનું કારણ માનવામાં આવે તો અતિપ્રસંગ આવે.
આ જ વિષયને તરસ તત્તવ્યાપ્યો ઇUEા ગરૂપસંગો એ સૂત્રથી ગ્રંથકાર
કહે છે
પોતાના કાર્યને સિદ્ધ ન કરનાર ઉપાયના પોતાના તત્ત્વનો (=ઉપાયપણાનો) ત્યાગ જ થાય, અર્થાત્ પોતાના કાર્યને સિદ્ધ ન કરનાર કારણને કારણ જ ન
Page #98
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
ચોથું સૂત્ર
મનાય. કારણ કે કાર્યને ન સાધનાર ઉપાયને પણ ઉપાય માનવામાં આવે તો અતિપ્રસંગ આવે, અર્થાત્ જે ઉપાય નથીતેને ઉપાય તરીકે માનવારૂપ અતિપ્રસંગ આવે.
અહીં તાત્પર્ય આ પ્રમાણે છે– ગ્રહણ શિક્ષા વગેરે મોક્ષનો ઉપાય છે, પણ તે વિધિપૂર્વક હોય તો, અર્થાત્ વિધિપૂર્વક ગ્રહણશિક્ષા વગેરે મોક્ષનો ઉપાય છે. આમ નિશ્ચયનય કહે છે. પણ વ્યવહાર નય કહે છે કે વિધિના પક્ષપાતવાળા જીવથી પ્રારંભમાં અવિધિ વગેરે થઇ જાય તો પણ ગ્રહણશિક્ષા વગેરે મોક્ષનું કારણ છે. અહીં નિશ્ચયનય કહે છે કે અવિધિપૂર્વકની ગ્રહણ શિક્ષા વગેરે મોક્ષનો ઉપાય નથી. આમ છતાં જો તમે અવિધિપૂર્વકની ગ્રહણશિક્ષા વગેરેને મોક્ષનો ઉપાય માનો તો તમારે રાગ-દ્વેષને પણ મોક્ષનો ઉપાય માનવાની આપત્તિ આવે. કેમકે તસાધવાવિશેષેપનુપાયરચાયુપાયવસ=કાર્યને સિદ્ધ ન કરવું એ બંનેમાં સમાન છે. આથી અનુપાયમાં ( જે ઉપાય નથી તેમાં) પણ ઉપાયપણાનો પ્રસંગ આવે. જેમ અવિધિપૂર્વકની ગ્રહણ શિક્ષા મોક્ષરૂપ કાર્ય સાધતી નથી, તેમ રાગલેષ પણ મોક્ષરૂપ કાર્ય સાધતા નથી. આથી કાર્યને ન સાધવાપણું બંનેમાં સમાન છે. તેથી જો અવિધિપૂર્વકની ગ્રહણશિક્ષાને મોક્ષનો ઉપાય માનવામાં આવે તો રાગ-દ્વેષને પણ મોક્ષનો ઉપાય માનવાની આપત્તિ આવે.
ર વૈર્વ વ્યવહાર સાહૂની...
પૂર્વપક્ષ– અવિધિપૂર્વકની ગ્રહણશિક્ષા વગેરેને મોક્ષનો ઉપાય ન માનવામાં આવે તો વ્યવહારનો ઉચ્છેદ થવાની આપત્તિ આવે. કારણ કે પ્રારંભમાં અવિધિ વગેરે થઈ જાય. ઘણા સમય સુધી અવિધિમિશ્રિત ક્રિયાનો અભ્યાસ કર્યા પછી જ વિધિપૂર્વક ગ્રહણ શિક્ષા શક્ય બને. આથી અવિધિપૂર્વકની ગ્રહણ શિક્ષાને મોક્ષનો ઉપાય ન માનવામાં આવે તો વ્યવહારનો ઉચ્છેદ થઈ જાય.
ઉત્તરપક્ષ- આ (કાર્યને સિદ્ધ ન કરે તે ઉપાય નથી એ) નિશ્ચયનયનો મત છે. આ નિશ્ચયમત સૂક્ષ્મ બુદ્ધિવાળાઓથી જાણી શકાય તેવો છે. વ્યવહાર નયથી તો વિધિના પક્ષપાતવાળી અવિધિપૂર્વકની ગ્રહણ શિક્ષા વગેરે મોક્ષનો ઉપાય છે. આથી વ્યવહારનો ઉચ્છેદ થવાની આપત્તિ ન આવે.
૨. વિધિથી દીક્ષિત બનેલા સાધુનું સ્વરૂપ से समलिट्ठकंचणे, समसत्तुमित्ते, निअत्तग्गहदुक्खे, पसमसुहसमेए, सम्मं सिक्खमाइअइ, गुरुकुलवासी, गुरुपडिबद्धे,
Page #99
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
ચોથું સૂત્ર
विणीए, भूअत्यदरिसी “न इओ हिअंतत्तंति' मन्नइ, सुस्सूसाइ गुणजुत्ते तत्ताभिनिवेसा विहिपरे, परममंतोत्ति अहिज्जइ सुत्तं, बद्धलक्खे आसंसाविप्पमुक्के आययट्ठी। ॥२॥
स एवं समभिप्रवजितः समलोष्टकाञ्चनः सन् सर्वथा समशत्रुमित्रः । एवं निवृत्ताग्रहदुःखः, अतः स प्रशमसुखसमेतः । अधिकारितया सम्यक् शिक्षामादत्ते ग्रहणासेवनारूपाम् । कथं ? इत्याह-गुरुकुलवासी, तदनिर्गमनेन । गुरुप्रतिबद्धः, तद्बहुमानात् । विनीतो बाह्यविनयेन । भूतार्थदर्शी तत्त्वार्थदर्शी, न इतो गुरुकुलवासात् हितं तत्त्वमिति मन्यते, वचनानुसारित्वात् । वचनं च"णाणस्स होइ भागी, थिरयरओ दंसणे चरित्ते य । धण्णा आवकहाए, गुरुकुलवासं ण मुंचंति" ॥ स खल्वत्र शुश्रूषादिगुणयुक्तः, शुश्रूषा १, श्रवण २, ग्रहण ३, धारणा ४, विज्ञाने ५, हा ६, पोह ७, तत्त्वाभिनिवेशाः ८ प्रज्ञागुणा इत्येतद्युक्तः । तत्त्वाभिनिवेशाद्विधिपरः सन् किं ? इत्याहपरममन्त्रो रागादिविषघ्नतयेति कृत्वाऽधीते सूत्रं पाठश्रवणाभ्याम् । किंविशिष्टः सन् ? इत्याह-बद्धलक्षोऽनुष्ठेयं प्रति । आशंसाविप्रमुक्तः इहलोकाद्यपेक्षया आयतार्थी मोक्षार्थी।
સૂત્ર-ટીકાર્થ– આ પ્રમાણે સારી રીતે પ્રવ્રજિત બનેલો તે પથ્થર અને સુવર્ણ વિષે સમભાવવાળો, શત્રુ અને મિત્ર વિષે સમભાવવાળો, કદાગ્રહના દુઃખથી રહિત બનેલો અને એથી પ્રશમસુખથી યુક્ત બનેલો તે અધિકારી થવાથી ગ્રહણ અને આસેવનરૂપ શિક્ષાને સારી રીતે ગ્રહણ કરે છે. કારણ કે ગુરુકુલવાસી, ગુરુ પ્રતિબદ્ધ, વિનીત અને પરમાર્થદર્શી તે ગુરુકુલવાસથી અન્ય કોઇ હિતકર તત્ત્વ નથી એમ માને છે.
ગુરુકુળથી બહાર ન નીકળવાના કારણે ગુરુકુલવાસી છે. ગુરુ પ્રત્યે બહુમાન હોવાના કારણે ગુસ્મૃતિબદ્ધ છે. બાહ્ય વિનય કરવાના કારણે વિનીત છે. ગુરુકુલવાસી, ગુરુપ્રતિબદ્ધ, વિનીત અને પરમાર્થદર્શીત ગુરુકુલવાસથી અન્ય કોઇ હિતકર તત્ત્વ નથી એમ માને છે. કારણ કે તે શાસ્ત્રવચનને અનુસરે છે. શાસ્ત્રવચન આ પ્રમાણે છે-“ગુરુકુલમાં રહેલ સાધુ દરરોજ વાચનાદિ થવાથી શ્રુતજ્ઞાનાદિનું ભાજન બને છે શ્રુતજ્ઞાનાદિને પામે છે. સ્વદર્શન-પરદર્શનનું સ્વરૂપ સાંભળવાથી શ્રદ્ધામાં અતિશય સ્થિર બને છે. વારંવાર સારણાદિ થવાથી ચારિત્રમાં અતિશય
Page #100
--------------------------------------------------------------------------
________________
ચોથું સૂત્ર
પંચસૂત્ર
સ્થિર બને છે. આથી જાવજીવ ગુરુકુલવાસનો ત્યાગ નહિ કરનાર સાધુઓ ધન્ય છે=ધર્મરૂપ ધનને મેળવે છે.’’ (પંચા. ૧૧ ગા. ૧૬)
८७
બુદ્ધિના શૂશ્રુષાદિ આઠ ગુણોથી યુક્ત, તત્ત્વમાં આગ્રહ હોવાથી વિધિમાં તત્પર, કરવા લાયક પ્રત્યે લક્ષ રાખનાર, આ લોક આદિની આશંસાથી રહિત અને મોક્ષાર્થી તે સૂત્રને પરમ મંત્ર માનીને જાતે પાઠ કરવા વડે અને ગુરુની પાસે સાંભળવાવડે ભણે છે.
બુદ્ધિના શુશ્રુષા વગેરે આઠ ગુણો આ પ્રમાણે છે-શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, વિજ્ઞાન, ઇહા, અપોહ અને તત્ત્વાભિનિવેશ. શુશ્રુષા=સાંભળવાની ઇચ્છા. શ્રવણ=સાંભળવું. ગ્રહણ=શાસ્ત્રના અર્થને સમજવો. ધારણા=યાદ રાખવું. વિજ્ઞાન='અનધ્યવસાય, સંશય અને વિપર્યાસથી રહિત જ્ઞાન. ઇહા=વિચારવું, તર્ક ક૨વો. અપોહ=નિશ્ચિત જ્ઞાન. વિજ્ઞાન, ઇહા અને અપોહથી વિશુદ્ધ ‘આ આ પ્રમાણે જ છે’’ એવો નિર્ણય તે તત્ત્વાભિનિવેશ.
પ્રશ્ન— સૂત્રને પરમ મંત્ર કેમ માને છે ?
ઉત્તર— રાગાદિરૂપ વિષનો નાશ કરે છે માટે સૂત્રને પરમમંત્ર માને છે. ૩. અવિધિથી ભણેલું સૂત્ર સફળ ન થાય.
स तमवेइ सव्वहा, तओ सम्मं निउंजइ । एअं धीराण सासणं । अण्णा अणिओगो अविहिगहिअमंतनाएण ।
શા
अत एव स एवंभूतः तत्सूत्रम् अवैति, सर्वथा याथातथ्येन । ततः किं ? इत्याह- ततोऽवगमात्सम्यग्नियुङ्क्ते तत्सूत्रं, एतद्धीराणां शासनं, यदुतैवमधीतं सम्यग्नियुक्तमिति । अन्यथाऽविध्यध्ययनेऽनियोगः, नियोगादन्योऽनियोगः, विपर्ययनियोग इत्यर्थः । अत एवाह - अविधिगृहीतमन्त्रज्ञातेन, तत्रापि ग्रहादि - भावाद्विपर्ययादयोग एव ।
સૂત્ર-ટીકાર્થ— આથી તે સૂત્રને યથાર્થપણે જાણે છે. જાણીને સૂત્રનો સારી રીતે ઉપયોગ કરે છે. આ રીતે વિધિપૂર્વક ભણેલા સૂત્રનો સદુપયોગ થાય એવી ૧. નિશ્ચય રહિત ‘આ કંઇક છે' એવું જ્ઞાન તે અનધ્યવસાય. જેમ કે અંધારામાં ‘‘અહીં કંઇક છે’’ એવું જ્ઞાન. પરસ્પર વિરુદ્ધ બે વસ્તુનું જ્ઞાન તે સંદેહ. જેમકે આ દોરડું છે કે સાપ ? યથાર્થ વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ હોય તેવું ‘આ આમ જ છે’’ એવું એક પ્રકારનું જ્ઞાન તે વિપર્યય. જેમકે દોરડામાં આ સર્પ છે એવું જ્ઞાન.
Page #101
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૮૮
ચોથું સૂત્ર
ધીરપુરુષોની આજ્ઞા છે. જેમ અવિધિથી ગ્રહણ કરેલા મંત્રનો ભૂતનો વળગાડ વગેરેથી સદુપયોગ ન થાય=વિપરીત રીતે ઉપયોગ થાય, તેમ અવિધિથી લીધેલા સૂત્રનો ઉપયોગ ન થાય=વિપરીત રીતે ઉપયોગ થાય. ઉત્સર્ગના સ્થાને અપવાદ આચરે, અપવાદના સ્થાને ઉત્સર્ગ આચરે, સૂત્રનો પોતાને ફાવતો અર્થ કરીને ન કરવા યોગ્ય પ્રવૃત્તિ કરે ઇત્યાદિ રીતે સૂત્રનો વિપરીત રીતે ઉપયોગ થાય. વિપરીત રીતે ઉપયોગ પરમાર્થથી ઉપયોગ જ ન કહેવાય.
૪. અવિધિથી ભણનારને કોઇ ફળ મળતું નથી. अणाराहणाए न किंचि, तदणारंभाओ धुवं । ॥४॥
अनाराधनायामेकान्तेन प्रवृत्तस्य न किञ्चिदिष्टमनिष्टं वा फलं मोक्षोन्मादादि । सदनुष्ठानं हि मोक्षफलमेव । यथोक्तम्-"श्रामण्यस्य फलं मोक्षः, प्रधानमितरत् पुनः । तत्त्वतोऽफलमेवेह, ज्ञेयं कृषिपलालवत्" । भङ्गस्याप्युन्मादाद्येव, यथोक्तम्
उम्मादं च लभेज्जा, रोगातङ्कं व पाउणे दीहं । केवलिपण्णत्ताओ धम्माओ वावि भंसेज्जा ॥
न पुनरसम्यक्त्वमेव । कथमत्रानाराधनायां न किञ्चित् ? इत्याह-तदनारम्भतो ध्रुवं तत्त्वतस्यस्यानारम्भात् । न चान्यस्मिन्नेवोद्भवत्यतिप्रसङ्गात् ।
સૂત્ર-ટીકાર્થ– એકાંતે અનારાધનામાં પ્રવૃત્ત જીવને મોક્ષરૂપ ઇષ્ટ કે ઉન્માદ વગેરે અનિષ્ટ કંઇ ફળ મળતું નથી. કારણ કે તેણે હજી પરમાર્થથી આરાધનાનો આરંભ જ કર્યો નથી.' ૧. અનારાધના એટલે આરાધનાનો જ અભાવ. આથી જેમ વેપાર નહિ કરનારને નફો કે
નુકશાન કંઇ થતું નથી. તેમ અનારાધનામાં પ્રવૃત્તને ધર્મથી લાભ કે નુકશાન કંઇ ન થાય. તે બાહ્ય દષ્ટિથી ધર્મ કરતો હોવા છતાં પરમાર્થથી તેને કંઇ લાભ ન થાય, અને (આરાધના કરનારને વિરાધનાથી જેવું નુકશાન થાય તેવું) નુકશાન પણ ન થાય.
આ વિષે બીજું દષ્ટાંત આ પ્રમાણે છે-બે પુરુષો સમાન રોગવાળા છે. તેમાંથી એક પુરુષ ઔષધનું સેવન ન કરે. એક પુરુષ ઓષધનું સેવન કરે. એ ઔષધની સાથે સખત પથ્યનું પાલન કરવાની બહુ જરૂર હોય. જો ભૂલ થાય અપથ્યનું સેવન થઇ જાય તો હાથપગમાં લકવો થઇ જાય વગેરે અનર્થ થાય. આવો અનર્થ ઔષધ ન લેનાર પુરુષને ન થાય. ઔષધ ન લેનારને જેમ ઔષધથી લાભ થતો નથી તેમ ઔષધ લેનારને અપથ્યથી જેવું નુકશાન થાય તેવું નુકશાન પણ થતું નથી. તેમ અનારાધકને આરાધનાથી થનાર લાભ ન થાય અને આરાધકને વિરાધનાથી જેવું નુકશાન થાય તેવું નુકશાન પણ ન થાય.
Page #102
--------------------------------------------------------------------------
________________
ચોથું સૂત્ર
સદનુષ્ઠાનનું ફળ મોક્ષ જ છે. કહ્યું છે કે-‘અહીં સાધુપણાનું મુખ્ય ફળ મોક્ષ જાણવું. બીજું (=આનુષંગિક) ફળ પરમાર્થથી ખેતીમાં પરાળની જેમ ફળ જ નથી. એમ જાણવું’’ પ્રતિજ્ઞાભંગનું અથવા તો વિધિ ભંગનું પણ ફળ ઉન્માદ વગેરે જ છે. કહ્યું છે કે-“અવિધિથી સ્વાધ્યાય કરનાર સાધુ ચિત્તવિભ્રમને પામે, અથવા ક્ષય-જ્વર વગેરે દીર્ઘકાલીન રોગોને કે આતંકને=જલદી પ્રાણ જાય તેવા શૂળ વગેરે રોગોને પામે, અથવા કેવલી ભગવંતે કહેલા પારમાર્થિક ચારિત્ર વગેરે ધર્મથી પણ ભ્રષ્ટ થાય. વિપરીત પ્રવૃત્તિ કરે તો ચારિત્રથી ભ્રષ્ટ થાય અને વિપરીત માને તો સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય.’’ (પંચવસ્તુ ગાથા ૫૬૮)
પંચસૂત્ર
૮૯
આ રીતે કેવલ સમ્યક્ત્વથી જ ભ્રષ્ટ થાય એમ નહિ, કિંતુ ચારિત્રથી પણ ભ્રષ્ટ થાય અને ઉન્માદ, રોગ, આતંક વગેરેને પણ પામે.
અહીં અનારાધનામાં કંઇ પણ ફળ કેમ મળતું નથી તે કહે છે-તેણે હજી પરમાર્થથી આરાધનાનો આરંભ જ કર્યો નથી.
(ન ચાસ્મિન્નવોદ્મવતિપ્રસકનૃત્=) પ્રશ્ન— અનારાધકને અવિધિથી સૂત્રગ્રહણ રૂપ વિરાધનાનું ફલ ભલે ન મળે, પણ સૂત્રગ્રહણ આદિની જે આરાધના કરી રહ્યો છે તેનું ફળ ઉદ્ભવે=મળે તેમાં શો વાંધો ?
ઉત્તર— એ દેખાતી આરાધના પરમાર્થથી આરાધના જ નથી. જો આરાધના જ નથી તો તેનું ફળ કેવી રીતે મળે ? આરાધના નથી છતાં તેનું ફળ મળે તો એનો અર્થ એ થયો કે કારણ વિના પણ કાર્ય થાય. આમ થાય તો અતિપ્રસંગ આવે. ઘટાદિની સામગ્રી વિના પણ ઘટાદિ ઉત્પન્ન થવાની આપત્તિરૂપ અતિપ્રસંગ દોષ આવે. ૫. અનારાધનાનું લક્ષણ
इत्य मग्गदेसणाए दुक्खं अवधीरणा अप्पडिवत्ती ।
1
इहैव लिङ्गमाह-अत्रानाराधनायां मार्गदेशनायां तात्त्विकायां दुःखं शृण्वतो भवति । उक्तं च शुद्धदेशना हि क्षुद्रसत्त्वमृगयूथसंत्रासनसिंहनादः । तथा अवधीरणा मनाग्लघुतरकर्मणो न दुःखम् । तथा अप्रतिपत्तिस्ततोऽपि लघुतरकर्मणो नावधीरणा । સૂત્ર-ટીકાર્ય—અહીં જ અનારાધનાનું (=આરાધનાના અભાવનું) લક્ષણ કહે છે- અનારાધનામાં પ્રવૃત્તને તાત્ત્વિક માર્ગદેશનામાં સાંભળતાં દુઃખ થાય.
Page #103
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
ચોથું સૂત્ર
કહ્યું છે કે-“શુદ્ધદેશના શુદ્ધ જીવો રૂપ મૃગલાઓના ટોળાને ત્રાસ પમાડવા માટે સિંહનાદ સમાન છે.”(લલિત વિસ્તરા શુદ્ધ દેશનાના અધિકારમાં) તેનાથી કંઇક લઘુકર્મીને દુઃખ ન થાય, પણ અનાદરભાવ થાય. તેનાથી કંઇક લઘુકર્મીને અના६२मा नयाय, ५९! धर्मशिनानो स्वीst२ (=श्रद्धा) न थाय.
६. सनाराधनाथी लोलु लोलु नथी. नेवमहीअमहीअं, अवगमविरहेण ।
॥६॥ ततः किम् ? इत्याह-नैवमनाराधनयाऽधीतमधीतं सूत्रं तत्त्वतः । कुतः ? इत्याह-अवगमविरहेण सम्यगवबोधाभावेन ।
સૂત્ર-ટીકાર્થ– અનારાધનાથી શું થાય તે કહે છે-આ રીતે અનારાધનાથી ભણેલું પરમાર્થથી ભરેલું જ નથી. કારણ કે અનારાધનાથી ભણવાથી સમ્યગુ બોધ ન થાય.
७.भागाभाने सनाराधना गोय. न एसा मग्गगामिणो।
॥७॥ नैषा मार्गगामिन एकान्तमनाराधना भवति, सम्यक्त्वादिभावे सर्वथा सत्क्रियायोगात् ।
सूत्र-टीमा-मामीने (मोत२६ प्रवर्तदान) मेति भावी सनाરાધના ન હોય. કેમકે તેને સમ્યકત્વાદિ હોવાથી સર્વથા સક્રિયાનો યોગ થયો છે.
८. भागभीनी विराधना अर्थहेतु छ. विराहणा अणत्यमुहा अत्यहेऊ, तस्सारंभाओ धुवं । ॥८॥
अत एवाह-विराधना प्रक्रमादध्ययनस्य अनर्थमुखा उन्मादादिभावेन, इयं च गुरुतरदोषापेक्षयाऽर्थहेतुः, पारम्पर्येण मोक्षाङ्गमेवेत्यर्थः । कुतः ? इत्याहतस्यारम्भाद् धुवं मोक्षगमनस्यैवारम्भात् । कण्टकज्वरमोहोपेतमार्गगन्तवत् । उक्तं च
मुनेर्मार्गप्रवृत्तिर्या, सा सदोषाऽपि सैव हि । कण्टकज्वरसंमोह-युक्तस्येव सदध्वनि ॥
Page #104
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
ચોથું સૂત્ર
एतद्भावे लिङ्गमाह- अत्र विराधनायां सत्यां मार्गदेशनायां पारमार्थिकायामनभिनिवेशः शृण्वतो भवति, हेयोपादेयतामधिकृत्य यथाह-समेषु स्खलनन्धबधिरवन्मूकवच्च रूपादिषु, तथासंमोहादिति।
સૂત્ર-ટીકાર્ય માર્ગગામી જીવને અધ્યયનની અનર્થમુખવાળી (=ઉન્માદાદિ અનર્થ કરનારી) વિરાધના થવા છતાં. 'અર્થહેતુ છે.
( ૨ ગુરુતરાષાપેક્ષાર્થg =) ઉન્માદાદિનું થવું એ અનારાધનારૂપ મોટા દોષની અપેક્ષાએ અર્થહેતુ છે, અર્થાત્ પરંપરાએ મોક્ષનું જ કારણ છે. કારણ કે તે જીવે મોક્ષપ્રયાણનો પ્રારંભ કરી દીધો છે. આ વિષે માર્ગમાં જનારા કાંટો, જવર અને મોહથી યુક્ત પુરુષોનું દૃષ્ટાંત છે. કહ્યું છે કે-મુનિની મોક્ષમાર્ગમાં દોષવાળી પણ જે પ્રવૃત્તિ થઇ રહી છે તે જ પ્રવૃત્તિ સાચા માર્ગમાં જઇ રહેલા કંટક, વર અને મોહથી યુક્ત પુરુષની જેમ (પરંપરાએ) મોક્ષનું જ કારણ બને છે.
ભાવાર્થ- જેમ કે કેટલાક મુસાફરો પાટલિપુત્ર જવા માટે ચાલ્યા. તેમાંથી કેટલાક કાંટો વાગવાથી કાંટો કાઢવા માટે રસ્તામાં રોકાયા, કેટલાક તાવ આવવાથી રોકાઇ ગયા, કેટલાક દિશાનો ભ્રમ થવાથી બીજા રસ્તે ચાલ્યા, પછી પાછા સાચા માર્ગે આવી ગયા. ત્રણ પ્રકારના મુસાફરોને પાટલિપુત્ર પહોંચવામાં ક્રમશઃ અધિક વિલંબ થયો. આ ત્રણે પ્રકારના મુસાફરોને પાટલિપુત્ર પહોંચવામાં વિઘ્ન આવ્યું. તેમાં કાંટાવાળાઓને જઘન્ય, તાવવાળાઓને મધ્યમ અને દિશાભ્રમવાળાઓને ઉત્કૃષ્ટ વિઘ્ન આવ્યું. તેવી રીતે મોક્ષમાર્ગમાં પ્રયાણ કરનારા સાધકોને પણ તેવા પ્રકારના ક્લિષ્ટ કર્મોદયથી ત્રણ પ્રકારનો અંતરાય થાય. એ કર્મોદય પૂર્ણ થતાં ફરી મોક્ષમાર્ગની સાધના કરીને મોલમાં જાય છે.
માર્ગગામી જીવની વિરાધનાનું લક્ષણ કહે છે-વિરાધના થયે છતે માર્ગગામી જીવ (સાચા) માર્ગની દેશના સાંભળતો હોય ત્યારે તેને પારમાર્થિક મોક્ષમાર્ગની દેશનામાં હેય-ઉપાદેયપણાને આશ્રયીને અનભિનિવેશ (=આગ્રહનો અભાવ) હોય.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જે હેય છે તે આપણાથી આચરાય જ નહિ ૧. જેમ વેપારી વેપાર કરે, તેમાં કદાચ કોઇ વખત થોડી ખોટ પણ જાય, પણ સરવાળે લાભ
થાય, તેમ મોક્ષમાર્ગની આરાધનામાં પ્રવૃત્ત થયેલાને વિરાધના થાય તો પણ પરિણામે લાભ જ થાય. આથી તેની વિરાધના પરિણામની દષ્ટિએ અર્થહેતુ છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
ચોથું સૂત્ર
III
એવો આગ્રહ ન હોય. જે ઉપાદેય છે તે આપણે આચરવું જ જોઇએ એવો આગ્રહ ન હોય. એથી તે તે અવસરે હેય પણ આચરે અને ઉપાદેય ન પણ આચરે. કહ્યું છે કે-જેવી રીતે અંધ, બધિર અને મૂક સમાન (=બીજાઓથી જાણી શકાય તેવા) રૂપ વગેરેમાં અલના પામે છે, અર્થાત્ અંધ માણસ આ રૂપ આવું જ છે એવો નિર્ણય કરી શકતો નથી, બધિર માણસ આ શબ્દ અમુક પ્રકારના જ છે ઇત્યાદિ નિર્ણય કરી શકતો નથી, મૂંગો માણસ શબ્દો બરોબર બોલી શકતો નથી, બોલતાં બોલતાં અલના પામે છે, તેમ બહુ વિરાધક (તથાસંમોહા) તેવા પ્રકારની પ્રતિમૂઢતાના કારણે હેય-ઉપાદેયમાં અભિનિવેશવાળો=આગ્રહવાળો ન હોય.
૯. માર્ગગામી વિરાધકનું લક્ષણ इत्य मग्गदेसणाए अणभिनिवेसो, पडिवत्तिमित्तं किरिआरंभो । ___ तथा प्रतिपत्तिमात्रं मनाग्विराधकस्य नानभिनिवेशः । तथा क्रियारम्भोऽल्पतरविराधकस्य न प्रतिपत्तिमात्रम् ।
સૂત્ર-ટીકાર્ય–તેનાથી કંઇક ઓછા વિરાધકને અનભિનિવેશ ન હોય, અર્થાત્ આગ્રહ=પક્ષપાત હોય, તથા માર્ગનો માત્ર સ્વીકાર (=શ્રદ્ધા) હોય. એનાથી ઓછા વિરાધકને પક્ષપાત અને સ્વીકાર(શ્રદ્ધા) ઉપરાંત ક્રિયાનો આરંભ પણ હોય.
૧૦. માર્ગગામીનું ભણેલું ભણેલું છે. एवंपि अहीअं अहीअं, अवगमलेसजोगओ। ॥१०॥ ___एवं किम् ? इत्याह-एवमपि विराधनयाऽधीतमधीतं सूत्रं भावतः । कुतः ? इत्याह-अवगमलेशयोगतः सम्यगवबोधलेशयोगेन ।
સૂત્ર-ટીકાઈ– આ પ્રમાણે શું થયું તે કહે છે-માર્ગગામીનું વિરાધનાથી પણ ભણેલું પરમાર્થથી ભણેલું છે. કારણ કે તેને કંઇક સમ્યગુ બોધ થયો છે.
૧૧. વિરાધનાવાળો સબીજ હોય. अयं सबीओ निअमेण, मग्गगामिणो खु एसा। ॥११॥
अयं सबीजो नियमेन विराधकः सम्यग्दर्शनादियुक्त इत्यर्थः । कुतः ? इत्याह-मार्गगामिन एवैषा विराधना, प्राप्तबीजस्येति भावः ।
Page #106
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
८७
ચોથું સૂત્ર
સૂત્ર-ટીકાર્થ– વિરાધનાવાળો જીવ અવશ્ય સબીજ=સમ્યગ્દર્શનાદિથી યુક્ત હોય છે. કારણ કે માર્ગગામીને=સમ્યગ્દર્શનાદિથી યુક્તને જ આ (=અર્થહેતુ) વિરાધના હોય છે, અર્થાત્ જેણે સમ્યગ્દર્શનાદિરૂપ બીજ પ્રાપ્ત કર્યું છે તે જીવને અર્થહેતુ વિરાધના હોય.
૧૨. માર્ગગામી બધાને વિરાધના ન હોય. अवायबहुलस्स ।
॥१२॥ न सामान्येनैव । किं तहपायबहुलस्यानिरुपक्रमक्लिष्टकर्मवतः । सूत्र-टीईप्रश्न- भाभी बघाने विराधना डोय ?
उत्तर- (न सामान्येनैव) विराधना भाभीने न होय. तो पछी કોને હોય ? એના ઉત્તરમાં અહીં કહે છે કે-ઘણા અપાયવાળાને વિરાધના હોય. ઘણા અપાયવાળાને એટલે નિરુપક્રમ ક્લિષ્ટ કર્મવાળાને. ઘણો પ્રયત્ન કરવા છતાં તૂટે નહિ તેવા ક્લિષ્ટ કર્મને નિરુપક્રમ કહેવામાં આવે છે.
૧૩. નિરુપક્રમ કર્મથી રહિત સાધુનું સ્વરૂપ निरवाए जहोदिए सुत्तुत्तकारी हवइ, पवयणमाइसंगए पंचसमिए तिगुत्ते, अणत्यपरे एअच्चाए अविअत्तस्स सिसुजणणीचायनाएण।
॥१३॥ निरपायो यथोदितः मार्गगामीति प्रक्रमः । एतदेवाह- सूत्रोक्तकारी भवति सबीजो निरपायः प्रवचनमातृसङ्गतः सामान्येन तद्युक्तः । विशेषेणैतदेवाहपञ्चसमितः, त्रिगुप्तः । ईर्यासमित्याद्याः समितयः पञ्च । मनोगुप्त्याद्यश्च तिस्रो गुप्तय इति । सम्यग्ज्ञानपूर्वकमेवमित्याह- अनर्थपरश्चारित्रप्राणक्षरणेन एतत्यागः प्रवचनमातृत्यागः, सम्यगेतद्विजानातीति योगः । कस्यानर्थपर एत. त्यागः ? इत्याह- अव्यक्तस्य भावबालस्य । केनोदाहरणेन ? इत्याहशिशुजननीत्यागज्ञातेन, शिशोर्बालस्य जननीत्यागोदाहरणेन, स हि तत्त्यागाद् विनश्यति ।
Page #107
--------------------------------------------------------------------------
________________
ચોથું સૂત્ર
સૂત્ર-ટીકાર્થ— જે જીવ અપાયથી રહિત છે=નિરુપક્રમ ક્લિષ્ટ કર્મથી રહિત છે, પૂર્વે 'કહ્યો તેવો છે, સમ્યગ્દર્શનાદિથી યુક્ત છે, અને માર્ગગામી છે, તે જીવ સૂત્રમાં કહ્યા પ્રમાણે કરે છે અને સામાન્યથી અષ્ટ પ્રવચનમાતાથી યુક્ત હોય છે. આ જ વિષયને વિશેષથી કહે છે-ઇર્યાસમિતિ આદિ પાંચ સમિતિથી સમિત હોય છે. મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત હોય છે. આવો સાધુ સમ્યગ્નાન પૂર્વક અષ્ટપ્રવચન માતાથી યુક્ત હોય છે એમ જણાવે છે-જેમ માતાનો ત્યાગ થતાંબાળક વિનાશ પામે છે, તેમ અષ્ટ પ્રવચન માતાનો ત્યાગ અવ્યક્તનો= ભાવબાલનો ચારિત્રરૂપ પ્રાણનો નાશ કરવા દ્વારા અનર્થ કરે છે, આવું તે સારી રીતે જાણે છે.
પંચસૂત્ર
૯૪
૧૪. વ્યક્ત શબ્દનો અર્થ
विअत्ते इत्थ केवली, एअफलभए ।
॥૪॥ व्यक्तोऽत्र कः ? इत्याह- व्यक्तोऽत्र भावचिन्तायां केवली सर्वज्ञः, एतत्फलभूतः प्रवचनमातृफलभूतः, सम्यग्भावपरिणत्या ।
સૂત્ર-ટીકાર્થ— અહીં વ્યક્ત કોણ છે તે કહે છે-અહીં તાત્ત્વિક વિચારણામાં સર્વજ્ઞ વ્યક્ત છે. સર્વશ સમ્યગ્ ભાવપરિણતિથી અષ્ટ પ્રવચનમાતાના ફળ સ્વરૂપ છે. ૧૫. પ્રવચનમાતાના ત્યાગથી થતા અનર્થને માર્ગગામી સાધુ જાણે છે. सम्ममेअं विआइ, दुविहाए परिण्णाए ।
"
एतद्विजानात्यनन्तरोदितम् । एतदेवाह - द्विविधया परिज्ञया ज्ञपरिज्ञया १ प्रत्याख्यानपरिज्ञया २ च । ज्ञपरिज्ञावबोधमात्ररूपा प्रत्याख्यानपरिज्ञा तद्गर्भक्रियारूपा ।
•
અનંતરોક્તને આ માર્ગગામી સાધુ સારી રીતે જાણે છે.
આ જ વિષયને ગ્રંથકાર કહે છે—
સૂત્ર-ટીકાર્થ— જેમ માતાનો ત્યાગ થતાં બાળક વિનાશ પામે છે, તેમ અષ્ટ
૧. મે સમત્તિકૢવળે ઇત્યાદિથી જેવો કહ્યો છે તેવો. ૨. ભાવબાલ=વીતરાગ ન બનેલ સાધુ.
Page #108
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
ચોથું સૂત્ર
પ્રવચન માતાનો ત્યાગ ભાવબાલનો ચારિત્રરૂપ પ્રાણનો નાશ કરવા દ્વારા અનર્થ કરે છે. એમ માર્ગગામી સાધુ જ્ઞાનરૂપ જ્ઞ-પરિજ્ઞાથી અને જ્ઞાનયુક્ત ક્રિયારૂપ પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી બરોબર જાણે છે.
૧૬. ચારિત્ર અને જ્ઞાનના બે પ્રકાર तहा आसासपयासदीवं, संदीणाऽथिराइभेअं, असंदीणथिरत्यमुज्जमइ जहासत्तिं ।
तथा आश्वासप्रकाशद्वीपं दीपं वा सम्यग्विजानातीति वर्तते । किंविशिष्टम् ? इत्याह-स्पन्दनस्थिरादिभेदम् । इह भवाब्धावाश्वासद्वीपो, मोहान्धकारे दुःखगहने प्रकाशदीपश्च । तत्राद्यः स्पन्दनवानस्पन्दनवांश्च. प्लावनवानप्लावनवांश्चेत्यर्थः । इतरोऽपि स्थिरोऽस्थिरश्च । अप्रतिपाती, प्रतिपाती चेत्यर्थः । अयं च यथासंख्यं मानुष्ये क्षायोपशमिकक्षायिकचारित्ररूपः, क्षायोपशमिकक्षायिकज्ञानरूपश्च । उभयत्राद्योऽनाक्षेपेणेष्टसिद्धये, सप्रत्यपायत्वात् । चरमस्तु सिद्धये, निष्प्रत्यपायत्वात् । सम्यगेतद्विजानाति, न केवलं विजानाति, अस्पन्दनवत् स्थिरार्थमुद्यमं करोति सूत्रनीत्या । कथम् ? इत्याह-यथाशक्ति शक्त्यनुरूपं ।
સૂત્ર-ટીકાર્ય– સંસારરૂપ સમુદ્રમાં આશ્વાસન આપનાર ચારિત્રરૂ૫ દ્વિીપ છે, અને દુઃખથી ગહન એવા મોહરૂપ અંધકારમાં પ્રકાશ કરનાર જ્ઞાનરૂપ દીપક છે. ચારિત્રરૂ૫ દ્વિીપ સ્પંદનવાન ( પાણીમાં ડૂબી જાય તેવો) અને અસ્પંદન (=પાણીમાં ન ડૂબે તેવો) એમ બે પ્રકારે છે. જ્ઞાનરૂપ દીપક અસ્થિર (=પ્રતિપાતી) અને સ્થિર (=અપ્રતિપાતી) એમ બે પ્રકારે છે. અર્થાતું ચારિત્ર અને જ્ઞાન એ બંને ક્ષાયોપશમિક અને ક્ષાયિક એમ બે-બે પ્રકારે છે, ક્ષાયોપશમિક ચારિત્ર અને જ્ઞાન વિષ્નસહિત હોવાથી તેમનાથી લાંબા કાળે ઇષ્ટસિદ્ધિ થાય છે. ક્ષાયિકચારિત્ર અને જ્ઞાન નિર્વિઘ્ન હોવાથી તેમનાથી (શીઘ) મોક્ષની પ્રાપ્તિ થાય છે. બંને પ્રકારનું ચારિત્ર મનુષ્યભવમાં જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે તે સાધુ બરોબર જાણે છે, માત્ર જાણે છે એમ નહિ, કિંત અસ્પંદનવન ચરિત્ર અને સ્થિરજ્ઞાન મેળવવા ૧. જેમ સમુદ્રમાં તણાઈ રહેલા પુરુષને દ્વીપ (બેટ) મળી જતાં આશ્વાસન મળે છે કે હવે હું
સમુદ્રમાં ડૂબીને મરી નહિ જાઉં. તેમ ચારિત્રીને ચારિત્રરૂપ દ્વિીપ મળી જવાથી હવે હું સંસાર-સમુદ્રમાં ડૂબી નહિ જાઉં એમ આશ્વાસન મળે છે..
Page #109
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
ચોથું સૂત્ર
યથાશક્તિ ઉદ્યમ કરે છે.
૧૭. અબાધિત યોગોની આરાધના असंभंते अणूसगे असंसत्तजोगाराहए भवइ । ॥१७॥
असंभ्रान्तो भ्रान्तिरहितः, अनुत्सुकः-औत्सुक्यरहितः, फलं प्रति । असं सक्तयोगाराधको भवति निःसपत्नश्रामण्यव्यापारकर्ता, सूत्रानुसारित्वात् । सूत्रं च-"जोगो जोगो जिणसासणम्मि दुक्खक्खया पउंजंतो । अण्णोण्णमबाहंतो असवत्तो होइ कायव्वो" ।
સૂત્ર-ટીકાઈ– ભ્રાન્તિથી અને ફળસંબંધી ઉત્સુકતાથી રહિત તે પરસ્પર એક બીજાને બાધા ન થાય તેમ (પ્રતિલેખનાદિ) યોગોની આરાધના કરે છે. કેમકે તે સૂત્રને અનુસરે છે. સૂત્ર આ પ્રમાણે છે-“જિનશાસનમાં યોજાતો દરેક યોગ દુઃખ થય માટે થાય છે. પણ તે યોગ એક બીજાને બાધા ન થાય તે રીતે યોજવો
मे. तेथी ४३७ योग (असपत्नः=) अविमुख बने म को को ." (मो.न. २७६)
૧૮. ઉત્તરોત્તર યોગોની સિદ્ધિનું ફળ. उत्तरुत्तरजोगसिद्धीए मुच्चइ पावकम्मुणत्ति । विसुज्झमाणे, आभवं भावकिरिअमाराहेइ । पसमसुहमणुहवइ, अपीडिए संजमतवकिरिआए, सव्वहिए परीसहोवसग्गेहिं, वाहिअसुकिरिआनाएणं ॥
॥१८॥ __ एवमुत्तरोत्तरयोगसिद्ध्या, धर्मव्यापारसिद्ध्येत्यर्थः । किम् ? इत्याहमुच्यते पापकर्मणा तत्तद्गुणप्रतिबन्धकेन इति । एवं विशुद्धध्यमानः सन् आभवं आजन्मासंसारं वा भावक्रियां निर्वाणसाधिकामाराधयति निष्पादयत्यौचित्यारम्भनिर्वहणरूपाम् । तथा प्रशमसुखमनुभवति तात्त्विकं । कथम् ? इत्याह
૧. જેમકે-તપ એવી રીતે કરવો જોઇએ કે જેથી પ્રતિક્રમણ, પડિલેહણ વગેરે અન્ય યોગો ન
સીદાય. સ્વાધ્યાયની લગની એવી ન હોવી જોઇએ કે અવસરે વેયાવચ્ચ કરવાનું મન ન થાય. અવસરે વેયાવચ્ચ કરવાનું મન ન થાય એવી સ્વાધ્યાયની લગની સાચી લગની નથી.
Page #110
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
ચોથું સૂત્ર
अपीडितः संयमतपःक्रियया आश्रवनिरोधानशनादिरूपया । तथा अव्यथितः सन् परीषहोपसर्गः क्षुद्दिव्यादिभिः । कथमेतदेवं ? इति निदर्शनमाह-व्याधितस्य सुक्रियाज्ञातेन रोगितस्य शोभनक्रियोदाहरणेन ।
સૂત્ર-ટીકાઈ– આ પ્રમાણે ઉત્તરોત્તર યોગોની=ધર્મ વ્યાપારની સિદ્ધિથી તે તે ગુણના પ્રતિબંધક પાપકર્મથી મુક્ત બને છે. આ પ્રમાણે વિશુદ્ધ થતો તે સંસારમાં રહે ત્યાં સુધી મોક્ષ સાધનારી ભાવક્રિયાની આરાધના કરે છે. અર્થાત્ પોતાને યોગ્ય જે ભાવક્રિયાનો આરંભ કર્યો છે તેનો નિર્વાહ કરવારૂપ ભાવક્રિયાને સિદ્ધ કરે છે, એટલે કે આરંભેલી ભાવક્રિયાનો બરોબર નિર્વાહ કરે છે–પાળે છે. તથા આસવ નિરોધરૂપ સંયમ અને અનશનાદિરૂપ તપની ક્રિયાથી પીડિત બન્યા વિના સુધા વગેરે પરિષહ અને દિવ્ય વગેરે ઉપસર્ગોથી વ્યથિત બન્યા વિના પ્રશમ સુખનો અનુભવ કરે છે. આ વિષયમાં રોગીની સક્રિયાનું દષ્ટાંત છે.
૧૯. રોગીની સક્રિયાનું દષ્ટાંતા एतदेवाहसे जहा १. नामए केइ महावाहिगहिए २. अणुहूअतव्वेअणे, ३. विण्णाया सरूवेण. ४, निविण्णे तत्तओ ५. सुविज्जवयणेण सम्मं तमवगच्छिअ, जहाविहाणओ पवण्णे सुकिरिअं ६. निरुद्धजहिच्छाचारे ७. तुच्छपत्यभोई ८. मुच्चमाणे वाहिणा ९. निअत्तमाणवेअणे १०. समुवलब्भारोग्गं पवड्माणतब्भावे ११. तल्लाभनिव्वुईए तप्पडिबंधाओ सिराखाराइजोगे वि वाहिसमारुग्गविण्णाणेण इट्ठणिप्फत्तीओ अणाकुलभावयाए किरिओवओगेण अपीडिए अव्वहिए सुहलेस्साए वड्डइ १२. विज्जं च बहु मन्नइ॥
तद्यथा- कश्चित्सत्त्वो महाव्याधिगृहीतः कुष्ठादिग्रस्त इत्यर्थः । अनुभूततद्वेदनः अनुभूतव्याधिवेदनः । विज्ञाता स्वरूपेण वेदनायाः, न कण्डूगृहीतकण्डूयनकारिवद्विपर्यस्तः । निर्विण्णस्तत्त्वतः, तद्वेदनयेति प्रक्रमः । ततः किम् ?
Page #111
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
ચોથું સૂત્ર
इत्याह- सुवैद्यवचनेन हेतुभूतेन सम्यगवैपरीत्येन तं व्याधिमवगम्य यथाविधानतो यथाविधानेन देवतापूजादिलक्षणेन, प्रपन्नः सुक्रियां परिपाचनादिरूपां, निरुद्धयदृच्छाचारः सन् प्रत्यपायभयात्तथा तुच्छपथ्यभोजी व्याध्यानुगुण्यतः । अनेन प्रकारेण मुच्यमानो व्याधिना खसराद्यपगमेन, निवर्तमानवेदनः कण्डवाद्यभावात्, समुपलभ्यारोग्यं सदुपलम्भेन । प्रवर्द्धमानतद्भावः प्रवर्द्धमानारोग्यभावः, तल्लाभनिवृत्त्या आरोग्यलाभनिवृत्त्या, तत्प्रतिबन्धात् आरोग्यप्रतिबन्धाद्धेतोः शिराक्षारादियोगेऽपि शिरावेधक्षारपातभावेऽपीत्यर्थः । व्याधिशमारोग्यविज्ञानेन व्याधिशमाद्यदारोग्यं तदवबोधेनेत्यर्थः । किम् इत्याह-इष्टनिष्पत्तेरारोग्यनिष्पत्तेहेंतोरनाकुलभावतया निबन्धनाभावात् । तथा क्रियोपयोगेन इतिकर्तव्यतायां बोधेन हेतुना अपीडितः अव्यथितो निवातस्थानासनौषधपानादिना । किम् ? इत्याह-शुभलेश्यया प्रशस्तभावरूपया वर्द्धते वृद्धिमाप्नोति । तथा वैद्यं च बहु मन्यते महापायनिवृत्तिहेतुरयं ममेति सम्यग् ज्ञानात् । एष दृष्टान्तोऽयमर्थोपनयः ॥
સૂત્ર-ટીકાર્ય– રોગીની સતિયાના દષ્ટાંતને જ ગ્રંથકાર કહે છે. તે આ પ્રમાણે (૧) જેમ કોઇ જીવ કોઢ વગેરે મહાન વ્યાધિથી ઘેરાયો હોય. (२) महाव्यापिनी नानी अनुभव या डोय. (૩) સ્વરૂપથી વેદનાનો જ્ઞાતા હોય=વેદનાને વેદનારૂપ સમજતો હોય, ખસ
રોગથી ઘેરાયેલો હોય અને (ખસને ખંજવાળવાથી સારું લાગતું હોવાથી)
ખસને ખંજવાળતો હોય તેવા રોગીની જેમ મૂઢમતિવાળો ન હોય. (४) साये ४ ते वेहनाथी 2जी यो होय. (૫) તેથી રોગવિનાશનું કારણ એવા સુવૈદ્યના વચનથી તે વ્યાધિને બરોબર જાણીને
દેવપૂજા આદિ વિધિપૂર્વક રોગ દૂર કરવા કફ વગેરે દોષોને પકાવવા
વગેરેની ક્રિયાનો સ્વીકાર કરે છે. (६) नुशानना मयथी. २१२७ वर्तननो त्या ४२ छे. (७) व्या मटे dj डबई भने ५य मो४न ४२ छ.
૧ અર્થાત્ ખસને ખંજવાળવાથી સારું લાગતું હોવાથી ખસને દુઃખરૂપ ન સમજનાર મૂર્ખ
જેવો આ ન હોય.
Page #112
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૯૯
ચોથું સૂત્ર
(૮) આ રીતે તે ખસ વગેરે દૂર થવાથી વ્યાધિથી મુક્ત બનતો જાય છે. (૯) ખણ વગેરેનો અભાવ થવાથી વેદના દૂર થતી જાય છે. (૧૦)મુત્રમાર પવછૂHI તિરુમાવે પહેલાં થોડું આરોગ્ય થયા પછી ઉત્તરો
ત્તર આરોગ્ય વધતું જાય છે. (૧૧) તત્તનિબુક્તપહિલંધો થોડા આરોગ્યના લાભથી શાંતિ થવાના કારણે
(પૂર્ણ) આરોગ્યની ઇચ્છા ( મને અવશ્ય પૂર્ણ આરોગ્ય મળશે એવી શ્રદ્ધા) હોવાથી, વાહિમારુવિધાને નિત્તો ગU/ માવયા થોડી) વ્યાધિ દૂર થવાથી થયેલા આરોગ્યના અનુભવપૂર્વક આરોગ્યની સિદ્ધિ થતી હોવાના કારણે વ્યાકુળતાનો અભાવ હોવાથી વિવિગોને રોગને દૂર કરવા કષ્ટ સહન કરવું જરૂરી છે વગેરે) પોતાના કર્તવ્યનો ખ્યાલ હોવાથી આ ચાર કારણોથી) સિવારે ડ્રગોવિકનસો વીંધીને તેમાં ક્ષાર વગેરે નાખવાની ક્રિયા થવા છતાં (પવિE) ક્ષાર આદિ નાખવાથી થતી પીડાને ગણકારતો નથી. (વ્યહિE) પવન વિનાના સ્થળે બેસવું, કડવું ઔષધ પીવું વગેરેથી કંટાળતો નથી. શુભ ભાવરૂપ શુભ લેશ્યાથી વધતો
જાય છે. (૧૨) મારા મહાન અનર્થની નિવૃત્તિનું આ કારણ છે એવું સમ્યગું જ્ઞાન હોવાથી વૈદ્ય ઉપર બહુમાન ધારણ કરે છે. આ દષ્ટાંત છે.
૨૦. દષ્ટાંતનો ઉપનય. एवं १. कम्मवाहिगहिए २. अणुभूअजम्माइवेअणे ३. विण्णाया दुक्खरूवेणं ४. निविण्णे तत्तओ ५. तओ सुगुरुवयणेण अणुट्ठाणाइणा तमवगच्छिअ, पुव्वुत्तविहाणओ पवन्ने सुकिरिअं पव्वज्जं. ६. निरुद्धपमायाचारे ७. असारसुद्धभोई
૧. કુપના મેન=વિદ્યમાનની પ્રાપ્તિ થવાથી. આરોગ્ય વિદ્યમાન જ હતું. રોગના કારણે
આરોગ્ય ગુમ થઈ ગયું હતું. રોગ દૂર થવાથી એની પ્રાપ્તિ થઇ. ૨. અર્થાત્ ક્યારેક ભ્રમ થવાથી આરોગ્યની સિદ્ધિ ન થઇ હોવા છતાં થઇ છે એમ લાગે, પણ
અહીં ભ્રમ નથી. કારણ કે વ્યાધિ દૂર થવાથી થયેલા આરોગ્યનો અનુભવ=સંવેદન થાય છે. ૩. નિવચનામાવા વ્યાકુળ થવાનું કારણ ન હોવાથી વ્યાકુળ થતો નથી.
Page #113
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
८. मुच्चमाणे कम्मवाहिणा. ९. निअत्तमाणिट्ठविओगाइवेअणे १०. समुवलब्भ चरणारुग्गं, पवड्डमाणसुहभावे ११. तल्लाभनिव्वुईए तप्पडिबंधविसेसओ परीसहोवसग्गभावेवि तत्तसंवेअणाओ, कुसलासयवुड्डी (ए) थिरासयत्तेण, धम्मो - वओगाओ, सया थिमिए तेउल्लेसाए पवड्डूइ । १२. गुरुं च बहु मन्नइ । जहोचिअं असंगपडिवत्तीए निसग्गपवित्तिभावेण ॥ ॥ २० ॥
१००
ચોથું સૂત્ર
एवं कर्मव्याधिगृहीतः प्राणी । किंविशिष्टः ? इत्याह- अनुभूतजन्मादिवेदन: । आदिशब्दाज्जरामरणादिग्रहः । विज्ञाता दुःखरूपेण जन्मादिवेदनायाः, न तु तत्रैवासक्त्या विपर्यस्त इति । ततः किम् ? इत्याह- निर्विण्णस्तत्त्वतः ततो जन्मादिवेदनायाः । किम् ? इत्याह- सुगुरुवचनेन हेतुनाऽनुष्ठानादिना तमवगम्य सुगुरुं कर्मव्याधिं च पूर्वोक्तविधानतस्तृतीयसूत्रोक्तेन विधानेन प्रपन्नः सन्, सुक्रियां प्रव्रज्यां, निरुद्धप्रमादाचारो यदृच्छया, असारशुद्धभोजी संयमानुगुण्येन, अनेन विधिना मुच्यमानः कर्मव्याधिना निवर्त्तमानेष्टवियोगादिवेदनस्तथा मोहनिवृत्त्या किम् ? इत्याह- समुपलभ्य चरणारोग्यं सदुपलम्भेन, प्रवर्द्धमानशुभभावः प्रवर्द्धमानचरणारोग्यभावः । बहुतरकर्मव्याधिविकारनिवृत्त्या तल्लाभनिर्वृत्त्या, तत्प्रतिबन्धविशेषात् चरणारोग्यप्रतिबन्धविशेषात्, स्वाभाविकात् कारणात् परीषहोपसर्गभावेऽपि क्षुद्दिव्यादिव्यसनभावेऽपि तत्त्वसंवेदनात् सम्यग्ज्ञानाद्धेतोः, तथा कुशलाशयवृद्ध्या क्षायोपशमिकभाववृद्ध्या, स्थिराशयत्वेन चित्तस्थैर्येण हेतुना । तथा धर्मोपयोगात् इति कर्त्तव्यताबोधात् कार - णात् सदा स्तिमितः भावद्वन्द्वविरहात् प्रशान्तः । किम् ? इत्याह- तेजोलेश्यया शुभप्रभावरूपया वर्द्धते वृद्धिमनुभवति, गुरुं च बहु मन्यते भाववैद्यकल्पम् । कथं ? इत्याह-यथोचितमौचित्येन, असङ्गप्रतिपत्त्या स्नेहरहिततद्भावप्रतिपत्त्या किमस्या उपन्यास : ? इत्याह- निसर्गप्रवृत्तिभावेन सांसिद्धिकप्रवृत्तित्वेन हेतुना । सूत्र - टीडार्थ- दृष्टांतनो उपनय खा प्रभाो छे
Page #114
--------------------------------------------------------------------------
________________
ચોથું સૂત્ર
પંચસૂત્ર
એ પ્રમાણે-(૧) કર્મરૂપ વ્યાધિથી ઘેરાયેલો, (૨) જન્મ-જરા-મરણાદિરૂપ વેદનાનો અનુભવ કરનાર, (૩) જન્માદિરૂપ વેદનાને દુઃખરૂપ સમજનાર, તેમાં જ આસક્તિ થવાથી મૂઢમતિવાળો ન હોય. (૪) તેથી સાચે જ જન્માદિરૂપ વેદનાથી કંટાળી ગયેલ. (૫) ગુરુના (ગુરુ કેવા હોવા જોઇએ ઇત્યાદિ) વચનથી અને અનુષ્ઠાન આદિથી (=ગુરુ ક્રિયા કેવી કરે છે ઇત્યાદિ જોઇને) સુગુરુને અને કર્મરૂપ વ્યાધિને ઓળખીને ત્રીજા સૂત્રમાં કહેલી વિધિથી સારા અનુષ્ઠાનવાળી પ્રવ્રજ્યાનો સ્વીકાર કરે છે. (૬) સ્વેચ્છાથી પ્રમાદાચરણનો ત્યાગ કરે છે (૭) સંયમની વૃદ્ધિ થાય તેમ અસાર અને નિર્દોષ ભોજન કરે છે. (૮) આ રીતે તે કર્મવ્યાધિથી મુક્ત બનતો જાય છે. (૯) મોહની નિવૃત્તિ થવાથી ઇષ્ટ વિયોગ આદિ સંબંધી વેદના દૂર થતી જાય છે. (૧૦) ચારિત્રરૂપ આરોગ્ય પામ્યા પછી તે ચારિત્રરૂપ આરોગ્ય ઉત્તરોત્તર વધતું જાય છે. ૧ (૧૧) તખ઼ામનિન્ગુપ્ તડિબંધવિશેસો=કર્મરૂપ વ્યાધિના ઘણા વિકારોની નિવૃત્તિ થવાથી (અપૂર્ણ) ચારિત્રરૂપ આરોગ્યના લાભથી શાંતિ થવાના કારણે (પૂર્ણ) ચારિત્રરૂપ આરોગ્યની ઇચ્છા (=શ્રદ્ધા) હોવાથી, પરીક્ષહોવસમાવેવિ તત્તસંવેઞળાયોસમ્યગ્ જ્ઞાન હોવાના કારણે તાત્ત્વિક (=ચારિત્રરૂપ) આરોગ્યના સુખનું સંવેદન થતું હોવાથી, સત્તામયવુડ્ડી થિરાસયત્તળક્ષાયોપશમિકભાવની વૃદ્ધિ થવાના કારણે ચિત્તની સ્થિરતા હોવાથી, ધમ્મોવોનાઓ સ્વકર્તવ્યનો બોધ હોવાથી (આ ચાર કારણોથી) સ્વાભાવિક કારણથી (=વિશેષ નિમિત્ત વિના) ક્ષુધા વગેરે પરિષહો અને દિવ્ય વગેરે ઉપસર્ગો આવવા છતાં રાગ-દ્વેષાદિ દ્વન્દ્વોથી રહિત હોવાથી સદા પ્રશાંત તે શુભ ભાવરૂપ તેજોલેશ્યાથી વધતો જાય છે. (૧૨) ભાવવૈદ્ય સમાન ગુરુ ઉપર ઉચિત રીતે અસંગભક્તિપૂર્વક (=પૌદ્ગલિક આશંસા કે વ્યક્તિગત રાગ વિના ભાવથી ગુરુની ભક્તિપૂર્વક) બહુમાન ધારણ કરે છે.
પ્રશ્ન— અસંગભક્તિપૂર્વક એમ કેમ કહ્યું ?
ઉત્તર— ભક્તિની પ્રવૃત્તિ સહજપણે કરે છે. ભક્તિની પ્રવૃત્તિ સહજપણે કરે છે એથી જ સિદ્ધ થાય છે કે ભક્તિની પ્રવૃત્તિ કોઇ આશંસાથી કરતો નથી.
૧૦૧
૧. મહુપત્નમ્મેન= વિદ્યમાનની પ્રાપ્તિ થવાથી. ચારિત્રરૂપ આરોગ્ય વિદ્યમાન જ હતું, મોહના કારણે ગુમ થઇ ગયું હતું. મોહ દૂર થવાથી એની પ્રાપ્તિ થઇ.
Page #115
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૦૨
કહી છે.
૨૧. ગુરુબહુમાનની મહત્તા
एसा गुरुई विआहिआ भावसारा विसेसओ भगवंतવહુમાળેમાં । ‘તો મેં હિમન્નદ્ સે પુ ંતિ' તવાળા । IIર્શા
एषाऽसङ्गप्रतिपत्तिर्गुर्वी व्याख्याता भगवद्भिः । किमिति ? अत आहभावसारा तथौदयिकभावविरहेण विशेषतः असङ्गप्रतिपत्तेः । इहैव युक्त्यन्तरमाहभगवद्बहुमानेन अचिन्त्यचिन्तामणिकल्पतीर्थकर प्रतिबन्धेन । कथमयं ? इत्याहयो मां प्रतिमन्यते भावतः स गुरुमित्येवं तदाज्ञा भगवदाज्ञा । इत्थं तत्त्वं व्यवस्थितम् । સૂત્ર-ટીકાર્ય—તીર્થંકરોએ ગુરુની આશંસારહિત ભાવપૂર્વકની ભક્તિને મહાન
ચોથું સૂત્ર
પ્રશ્ન— આનું શું કારણ ?
ઉત્તર— આનાં ત્રણ કારણો છે. તે આ પ્રમાણે
(૧) આવી ભક્તિમાં સ્વાભાવિકપણે પ્રવૃત્તિ થાય છે, અર્થાત્ દુન્યવી આશંસાથી કે ગુરુ ઉપરના વ્યક્તિગત સ્નેહથી પ્રેરાઇને નહિ, પણ મારું આ કર્તવ્ય છે, એવી બુદ્ધિથી સહજપણે ગુરુભક્તિમાં પ્રવૃત્તિ થાય છે.
(૨) આમાં ઔયિક ભાવ ન હોવાથી આ ભક્તિ ભાવની પ્રધાનતાવાળી છે. (૩) આમાં અચિંત્ય ચિંતામણિ સમાન ભગવાન ઉપર બહુમાન થાય છે. કારણ કે જે મારા ઉપર બહુમાનવાળો છે તે જ ૫૨માર્થથી ગુરુ ઉ૫૨ બહુમાનવાળો છે, એવી ભગવાનની આજ્ઞા છે. આ પ્રમાણે તત્ત્વ રહેલું છે.
૨૨. ગુરુબહુમાન રહિત ક્રિયાનું ફળ સંસાર अन्नहा, किरिआ अकिरिआ, कुलडानारीकिरिआ समा । गरहिआ तत्तवेईणं, अफलजोगओ, विसण्णतत्तीफलमित्य नायं, आवट्टे खु तप्फलं, असुहाणुबंधे ॥
૫૨૨૫
૧. અગ્નિ વિના ધૂમાડો ન હોય, આથી જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ છે એમ સિદ્ધ થાય છે. તેમ ભગવાન ઉપર બહુમાન વિના પરમાર્થથી ગુરુ ઉપર બહુમાન ન હોય. આથી જેને ગુરુ ઉપર અસંગભક્તિથી બહુમાન છે તેનામાં ભગવાન ઉપર બહુમાન છે એ સિદ્ધ થાય છે. કારણ કે નો મેં હિમન્નરૂ તે પુરું તિ તવાળા= જે મારા ઉપર બહુમાનવાળો છે તે જ ૫૨માર્થથી ગુરુ ઉ૫૨ બહુમાનવાળો છે એવી ભગવાનની આજ્ઞા છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
ચોથું સૂત્ર
પંચસૂત્ર
अन्यथा गुरुवहुमानव्यतिरेकेण क्रियाऽप्यक्रिया प्रत्युपेक्षणादिरूपा, अक्रिया सत्क्रियातोऽन्या । किंविशिष्टा ? इत्याह- कुलटानारीक्रियासमा दुःशीलवनितोपवासक्रियातुल्या । ततः किम् ? इत्याह- गर्हिता तत्त्ववेदिनां विदुषाम् । कस्मात् ? इत्याह-अफलयोगतः इष्टफलादन्यदफलं, मोक्षात्सांसारिकमित्यर्थः, तद्योगात् । एतदेव स्पष्टयन्नाह-विषान्नतृप्तिफलमत्र ज्ञातमल्पं विपाकदारुणं, विराधनासेवनात् । एतदेवाह - आवर्त्त एव तत्फलम्, आवर्त्तन्ते प्राणिनोऽस्मि - नित्यावर्त्तः संसारः, स एव तत्त्वतः तत्फलं विराधनाविषजन्यम् । किंविशिष्ट आवर्त्तः ? इत्याह- अशुभानुबन्ध:, तथा तथा विराधनोत्कर्षेण ।
१०३
સૂત્ર-ટીકાર્થ— ગુરુ બહુમાન વિના પ્રતિલેખનાદિ ક્રિયા કુલટા નારીની ઉપવાસાદિ ક્રિયાની જેમ અક્રિયા (=અસન્ક્રિયા) છે. આથી પરમાર્થના જ્ઞાતાઓએ ગુરુબહુમાન વિનાની ક્રિયાની નિંદા કરી છે. કારણ કે તેનાથી સાંસારિક ફળ મળે છે.
આ જ વિષયને સ્પષ્ટ કરતા ગ્રંથકાર કહે છે-આ વિષયમાં વિષાત્રથી થયેલી તૃપ્તિનું ફળ દૃષ્ટાંતરૂપ છે. જેમ વિષમિશ્રિત અન્નના ભોજનથી થયેલી તૃપ્તિનું ક્ષણિક આનંદરૂપ ફળ અલ્પ છે, અને તેનું મૃત્યુરૂપ પરિણામ ભયંકર છે, તેમ ગુરુબહુમાનથી રહિત ક્રિયા વિરાધનાવાળી હોવાથી વિરાધના રૂપ વિષથી ઉત્પન્ન થતું સાંસારિક સુખરૂપ ફળ અલ્પ મળી જાય છે, પણ એ ફળ પરિણામે સંસારમાં પરિભ્રમણ કરાવે છે. આથી ૫રમાર્થથી આ ક્રિયાનું ફળ તે તે રીતે વિરાધનાની વૃદ્ધિથી અનુબંધવાળો સંસાર–સંસાર પરિભ્રમણ જ છે.
૨૩. ગુરુબહુમાનની સર્વોત્કૃષ્ટ સુંદરતા एवं सफलं गुर्वबहुमानमभिधाय तद्बहुमानमाहआयओ गुरुबहुमाणो अवंझकारणत्तेण । अओ परमगुरुसंजोगो । तओ सिद्धी असंसयं । एसेह सुहोदए, पगिट्ठतयणुबंधे भववाहितेगिच्छी । न इओ सुंदरं परं । उवमा इत्थ न विज्जई ॥२३॥
I
૧. કુલટાનારી ઉપવાસ વગેરે કરે તેની પાછળ એનો હેતુ એ હોય કે હું ઉપવાસ વગેરે ધર્મ કરું તો પતિ વગેરે કોઇને મારા અનાચારની શંકા ન પડે. પોતાના પાપને છુપાવવા માટે ઉપવાસ વગેરે ધર્મ કરવાના કારણે એનો ઉપવાસાદિ ધર્મ અસન્ક્રિયા છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૦૪
ચોથું સૂત્ર
आयतो गुरुबहुमानः साद्यपर्यवसितत्वेन, दीर्घत्वादायतो मोक्षः, स गुरुबहुमानः, गुरुभावप्रतिबन्ध एव मोक्ष इत्यर्थः । कथम् ? इत्याह-अवध्यकारणत्वेन मोक्षं प्रत्यप्रतिबद्धसामर्थ्यहेतुत्वेन । एतदेवाह-अतः परमगुरुसंयोगः, अतो गुरुबहुमानात्तीर्थकरसंयोगः । ततः संयोगादुचिततत्संबन्धत्वात् सिद्धिरसंशयं मुक्तिरेकान्तेन, यतश्चैवमतः एषोऽत्र शुभोदयो गुरुबहुमान: कारणे कार्योपचारात् यथाऽऽयुघृतमिति । अयमेव विशेष्यते- प्रकृष्टतदनुबन्धः प्रधानशुभोदयानुबन्धः, तथातथाराधनोत्कर्षेण । तथा भवव्याधिचिकित्सकः गुरुबहुमान एव हेतुफलभावात् । न इतः सुन्दरं परं, गुरुबहुमानात् । उपमात्र न विद्यते, गुरुबहुमाने सुन्दरत्वेन भगवद्बहुमानादित्यभिप्रायः ।
આ પ્રમાણે ફળસહિત ગુરુના અબહુમાનને કહીને ગુરુના બહુમાનને કહે છે
સૂત્ર-ટીકાર્ય– ગુરુબહુમાન મોક્ષનું અવંધ્ય કારણ હોવાથી ગુરુબહુમાન જ આયત મોક્ષ છે.
પ્રશ્ન- આયતનો મોક્ષ અર્થ કેવી રીતે થાય ?
ઉત્તર આયત એટલે દીર્ઘ. મોક્ષ સાદિ-અનંત હોવાથી દીર્ઘ છે. આથી આયતનો મોક્ષ અર્થ થાય. ગુરુબહુમાન એટલે ગુરુ ઉપર ભાવથી રાગ. ગુરુબહુમાનથી તીર્થંકરનો સંયોગ થાય છે. તીર્થંકરના ઉચિત સંબંધથી અવશ્ય મોક્ષ થાય છે. આથી આ ગુરુબહુમાન શુભોદયરૂપ છે, તે તે રીતે આરાધનાની વૃદ્ધિ થવાથી પ્રકૃષ્ટ શુભોદયના અનુબંધરૂપ છે, ભવવ્યાધિની ચિકિત્સા કરનારું છે. (હેતુનમાવા=) ગુરુબહુમાન ભવવ્યાધિની ચિકિત્સાનું કારણ હોવાથી હેતુભાવથી ભવવ્યાધિની ચિકિત્સા કરનારું છે. ભવવ્યાધિની ચિકિત્સાનું ફળ મોક્ષરૂપ આરોગ્ય છે. ગુરુબહુમાનથી મોક્ષ મળતો હોવાથી ગુરુબહુમાન ફળભાવથી ભવવ્યાધિની ચિકિત્સા કરનારું છે. ગુરુબહુમાનથી અન્ય કંઇ સુંદર નથી. ગુરુબહુમાન વિષે અન્ય કોઇ ઉપમા નથી.
પ્રશ્ન- ગુરુબહુમાનથી ભગવર્બહુમાન અધિક સુંદર નહિ ?
૧. ગુરુબહુમાન શુભોદય આદિનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી “ધી આયુષ્ય
છે' ઇત્યાદિની જેમ ગુરુબહુમાન શુભોદય આદિરૂપ છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૦૫
ચોથું સૂત્ર
ઉત્તર–ના, ભગવર્બહુમાનથી પણ ગુરુબહુમાન સુંદર છે. કારણ કે ભગવર્બહુમાનમાં ગુરુબહુમાન આવે જ એવો નિયમ નથી, જ્યારે ગુરુબહુમાનમાં ભગવર્બહુમાન અવશ્ય આવે એવો નિયમ છે. કેમ કે જે મારા ઉપર બહુમાનવાળો છે તે જ પરમાર્થથી ગુરુ ઉપર બહુમાનવાળો છે એવી ભગવાનની આજ્ઞા છે.
૨૪. સાધુને દેવોથી અધિક સુખ स एवंपण्णे, एवंभावे, एवंपरिणामे, अप्पडिवडिए, वड्डमाणे तेउल्लेसाए, 'दुवालसमासिएणं परिआएणं अइक्कमइ सव्वदेवतेउल्लेसं, एवमाह महामुणी । तओ सुक्के सुक्काभिजाई भवइ।
॥२४॥ स एवंप्रज्ञः स तावदधिकृतप्रवजितः, एवंप्रज्ञो विमलविवेकात्, एवंभावः विवेकाभावेऽपि प्रकृत्या, एवंपरिणामः सामान्येन गुर्वभावेऽपि क्षयोपशमान्माषतुषवत् । यथोक्तम्-"विवेकशुभभावपरिणामा वचनगुरुतदभावेषु यमिनाम्" इति । एवमप्रतिपतितः सन् वर्द्धमानस्तेजोलेश्यया नियोगतः शुभप्रभावरूपया । किम् ? इत्याह- द्वादशमासिकेन पर्यायेण, एतावत्कालमानया प्रव्रज्ययेत्यर्थः । अतिक्रामति सर्वदेवतेजोलेश्यां सामान्येन शुभप्रभावरूपाम् । क एवमाह ? एवमाह महामुनिर्भगवान् महावीरः । तथा चागमः-"जे इमे अज्जत्ताए समणा णिग्गंथा एतेणं तस्स तेउलेसं वीतिवयति ? गोयमा ! मासपरियाए समणे णिग्गंथे वाणमंतराणं देवाणं तेउलेसं वीइवयइ । एवं दुमासपरियाए समणे णिग्गंथे असुरिंदवज्जियाणं भवणवासीणं देवाणं तेउलेसं वीतिवयति । तिमासपरियाए समणे णिग्गंथे असुरकुमारिंदाणं देवाणं तेउलेसं वीतिवयति । चउमासपरियाए समणे णिग्गंथे गहगणणक्खत्ततारारूवाणं जोतिसियाणं तेउलेसं वीतिवयति । पंचमासपरियाए समणे णिग्गंथे चंदिमसूरियाणं जोतिसिंदाणं तेउलेसं वीतिवयति । छम्मासपरियाए समणे णिग्गंथे सोहम्मीसाणाणं देवाणं तेउलेसं वीतिवयति । सत्तमासपरियाए समणे
Page #119
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૦૬
ચોથું સૂત્ર
णिग्गंथे सणंकुमारमाहिंदाणं देवाणं तेउलेसं वीतिवयति । अह्रमासपरियाए समणे णिगंथे बंभलोगलंतगाणं देवाणं तेउलेसं वीतिवयति । णवमासपरियाए समणे णिग्गंथे महासुक्कसहस्साराणं देवाणं तेउलेसं वीतिवयति । दसमासपरियाए समणे णिग्गंथे आणय-पाणय-आरणा-च्चुयाणं देवाणं तेउलेस्सं वीतिवयति । एकारसमासपरियाए समणे गेविज्जाणं देवाणं तेउलेस्सं वीतिवयति । बारसमासपरियाए अणुत्तरोववातियाणं तेउलेस्सं वीतिवयति । तेण परं सुक्के सुक्काभिजाती भवित्ता सिज्झति, जाव अंतं करेति' । अत्र तेजोलेश्या चित्तसुखलाभलक्षणा । अत एवाह-ततः शुक्लः शुक्लाभिजात्यो भवति । तत्र शुक्लो नामाभिन्नवृत्तोऽमत्सरी कृतज्ञः सदारम्भी हितानुबन्ध इति । शुक्लाभिजात्यश्चैतत्प्रधानः ।
સૂત્ર-ટીકાર્થ– નિર્મલ વિવેકથી આવી 'બુદ્ધિવાળો, વિવેક વિના પણ સ્વભાવથી જ આવા ભાવવાળો, ગુરુના યોગ વિના પણ ક્ષયોપશમથી માપતુષમુનિની જેમ આવા પરિણામવાળો, કહ્યું છે કે-“સાધુઓમાં શાસ્ત્રવચનથી, ગુરુયોગથી અને શાસ્ત્રવચન-ગુરુયોગના અભાવમાં પણ વિવેક, શુભભાવ અને ચારિત્રના પરિણામ પ્રગટે છે.” પતન નહિ પામેલ અને પ્રકૃષ્ટ શુભભાવરૂપ તેજોલેશ્યાથી નિશ્ચયથી વધતો પ્રસ્તુત સાધુ બાર મહિનાના દીક્ષા પર્યાયથી સર્વ દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે, અર્થાત્ સર્વદેવોના સુખથી અધિક સુખનો અનુભવ કરે છે, એમ મહાવીર ભગવાને કહ્યું છે.
આ વિષે આગમ આ પ્રમાણે છે-“શ્રી ગૌતમ સ્વામી શ્રી મહાવીર સ્વામીને પ્રશ્ન કરે છે કે-હે ભગવંત ! હમણાં જે શ્રમણ નિગ્રંથો વિચરી રહ્યા છે તે કોની ૧. આવી બુદ્ધિ એટલે પ્રસ્તુત સાધુમાં જેવી બુદ્ધિ છે તેવી. એ પ્રમાણે આવા ભાવ અને આવા
પરિણામ વિષે પણ સમજવું. ૨. અહીં વિવેક એટલે શાસ્ત્રનો વિશિષ્ટ બોધ. કેટલાકને શાસ્ત્રના વિશિષ્ટ બોધપૂર્વક આવો
ભાવ થાય અને કેટલાકને માપતુષમુનિ આદિની જેમ વિશિષ્ટ બોધ વિના પણ સ્વભાવથી જ આવો ભાવ હોય છે. તે પ્રમાણે કેટલાકને ગુરુના યોગથી આવા પરિણામ થાય છે, પણ કેટલાકને માપતુષમુનિ આદિની જેમ ગુરુના યોગ પહેલાં પણ કર્મના ક્ષયોપશમથી આવા પરિણામ થાય છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૦૭
ચોથું સૂત્ર
તેજલેશ્યાને ઓળંગી જાય છે. શ્રી મહાવીર સ્વામી જવાબ આપે છે કે-હે ગૌતમ ! એક માસનાદીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો વાણવ્યંતર દેવોની તેજલેશ્યાને ઓળંગી જાય છે. એમ વધતાં વધતાં બાર માસના દીશાપર્યાયવાળા શ્રમણ નિગ્રંથો અનુત્તરોપપાતિક દેવોની તેજલેશ્યાને ઓળંગી જાય છે.”
ભગવતી સૂત્રમાં જણાવેલ સુખવૃદ્ધિ દીક્ષા પર્યાય ક્યા દેવોથી અધિક સુખ ૧ માસ વાણવ્યંતર ૨ માસ ભવનપતિ (અસુરકુમાર સિવાય) ૩ માસ અસુરકુમાર ૪ માસ ગ્રહ-નક્ષત્ર-તારા ૫ માસ સૂર્ય-ચંદ્ર ઇંદ્ર ૬ થી ૧૦ માસ ક્રમશઃ ૧-૨, ૩-૪, ૫-૬, ૭-૮, ૯ થી ૧૨ વૈમાનિક દેવો. ૧૧-૧૨ માસ ક્રમશઃ નવરૈવેયક, ૫ અનુત્તરવાસી દેવો.
ત્યારબાદ તે સાધુ શુક્લ અને શુક્લાભિજાત્ય બનીને સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. (ભગવતી ૧૪-૯-૫૩૭)
અહીં તેજલેશ્યા એટલે ચિત્તસુખનો લાભ. શુક્લ એટલે અખંડ ચારિત્રી, મત્સર રહિત, કૃતજ્ઞ, સત્કાર્યનો આરંભ કરનાર અને હિતના અનુબંધવાળો. શુક્લ જીવોમાં અભિજાત્ય-શ્રેષ્ઠ શુક્લાભિજાત્ય, અર્થાત્ જેના ઉક્ત અખંડ ચારિત્ર વગેરે ગુણો ઉત્કૃષ્ટ બને છે તે શુક્લાભિજાત્ય બને છે.
૨૫. કેવો સાધુ યોગી છે તેનું વર્ણન. . पायं छिण्णकम्माणुबंधे, खवइ लोगसण्णं । पडिसोअगामी, સપુસોનિવિજે, સયા સુહનો), પસ નો વિશ્વારિ III
प्रायश्छिन्नकर्मानुबन्धः, न तद्वेदयंस्तथाविधमन्ययाति । प्रायोग्रहणमचित्यत्वात्कर्मशक्तेः कदाचिद्बध्यात्यपि । स एवंभूतः क्षपयति लोकसंज्ञां भगवद्वचनप्रतिकूलां, प्रभूतसंसाराभिनन्दिसत्त्वक्रियाप्रीतिरूपामिति । अत एवाह૧. સિદ્ધ વગેરેનો અર્થ ચોથા પંચસૂત્રના રૂપમાં છેલ્લા) સૂત્રમાં જણાવ્યો છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પંચસૂત્ર -
ચોથું સૂત્ર प्रतिस्रोतोगामी लोकाचारप्रवाहनदी प्रति । अनुस्रोतोनिवृत्तः एनामेवाधिकृत्यैतदभ्यासत एव, न्याय्यं चैतत् । यथोक्तम्-"अणुसोयपट्ठिए बहुजणंमि पडिसोअलद्धलक्खेणं पडिसोयमेव अप्पा दायव्वो होउकामेणं । अणुसोयसुहो लोगो पडिसोओ आसवो सुविहियाणं अणुसोओ संसारो पडिसोओ तस्स णिप्फेडो' ॥ एवं सदा शुभयोगः श्रामण्यव्यापारसङ्गतः, एष योगी व्याख्यातः । एवंभूतो भगवद्भिर्योगी प्रतिपादितः । यथोक्तम्- “सम्यक्त्वज्ञानचारित्रयोगः सद्योग उच्यते । एतद्योगाद्धि योगी स्यात्, परमब्रह्मसाधकः" ॥
સૂત્ર-ટીકાર્થ– પ્રાયઃ તેના કર્મનો અનુબંધ છેદાઈ જાય છે, અર્થાત્ જે કર્મને ઉદયથી ભોગવે તે કર્મ નવું ન બાંધે. કર્મશક્તિ અચિંત્ય હોવાથી ક્યારેક નવું બાંધે પણ. આથી અહીં પ્રાયઃ કહ્યું છે. તે ભગવાનના વચનથી પ્રતિકૂલ અને ભવાભિનંદી જીવોની ક્રિયામાં પ્રીતિરૂપ એવી લોકસંજ્ઞાનો ત્યાગ કરે છે. લોકાચારના પ્રવાહવાળી નદીના સામા પ્રવાહે જાય છે, અર્થાત્ લૌકિક આચારોથી વિરુદ્ધ એવા ધાર્મિક આચારોનું સેવન કરે છે, તથા લોકાચારના પ્રવાહવાળી નદીના પ્રવાહમાંથી નિવૃત્ત થાય છે, અર્થાત્ લોકાચારનું સેવન કરતો નથી.
[અહીં (૧) લોકસંજ્ઞાના ત્યાગમાં લૌકિક આચારો પ્રત્યે પ્રેમનો-આદરનો ત્યાગસૂચિત થાય છે, લોકાચારના પ્રવાહથી નિવૃત્તિમાંલોકાચારનો ત્યાગ સૂચિત થાય છે.]
આ (=સામા પ્રવાહે ચાલવું એ) અભ્યાસથી જ બની શકે અને આ ન્યાયયુક્ત છે. કહ્યું છે કે લોક પ્રવાહમાં ચાલનારાયદુifમ ઘણા લોકમાં પડતો લોક પ્રવાહથી ઉલટું ચાલવાના નવFr=લક્ષ્યવાળા હોડકામે મોક્ષાર્થી જીવે પોતાના આત્માને પડિલોમેવ લોક પ્રવાહથી ઊલટો જ ચલાવવો. (શર્વ. પૂર-૨)
નોગો સામાન્ય લોક (કર્મના ભારેપણાથી) પુસો સુદ-અનુકૂળ પ્રવૃત્તિમાં સુખી હોય છે. સુવિદિાસાધુઓનું ડિસોઝો પ્રતિકૂળ માર્ગમાં પાસવો=આગમન હોય છે, અર્થાત્ સાધુઓ પ્રતિકૂળ માર્ગે ચાલનારા હોય છે. કારણ કે મજુરોગો અનુકૂળ માર્ગ એ સંસાર-સંસાર છે. પડિલોગો પ્રતિકૂળમાર્ગ તરસ ઉપાધેડો સંસારમાંથી બહાર નીકળવાનો માર્ગ છે. (તસવૈ. ગૂ. ૨-૩) ૧. મુદ્રિતદશવૈકાલિકના બધા ગ્રંથોમાં “ત ખેડો''ના સ્થાને તરસ ત્તારો એવો પાઠ
છે. અર્થ બંને પાઠનો સમાન છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
ચોથું સૂત્ર
તે સાધુ સદા સાધુપણાના આચારોથી યુક્ત હોય છે. આવા સાધુને ભગવાને યોગી કહ્યો છે. કહ્યું છે કે-‘સમ્યક્ત્વ-જ્ઞાન-ચારિત્ર એ ત્રણના સંબંધને સમ્યગ્ યોગ કહેવામાં આવે છે. એ ત્રણના સંબંધથી જ મોક્ષસાધક યોગી બને.’’
૧૦૯
૨૬. શુદ્ધ સાધુ સુંદર ભોગો મળવા સાથે મોક્ષ મળે તેવો ભવ પામે છે. एस आराहगे सामण्णस्स जहागहिअपइण्णे, सव्वोवहासुद्धे, संघइ सुद्धगं भवं, सम्मं अभवसाहगं, भोगकिरिआसुरूवाइकप्पं । तओ ता संपुण्णा पाउणइ अविगलहेउभावओ, असंकिलिट्ठसुहरूवाओ, अपरोवताविणो, सुंदरा अणुबंधेणं, न य अण्णा संपूण्णा तत्तत्तखंडणेण ॥ २६ ॥
I
एष एवंभूत आराधकः श्रामण्यस्य, निष्पादक: श्रमणभावस्य । यथागृही प्रतिज्ञः, आदित आरभ्य सम्यक्प्रवृत्तेः । एवं सर्वोपधाशुद्धो, निरतिचारत्वेन । किम् ? इत्याह- संधत्ते घटयति, शुद्धं भवं जन्मविशेषलक्षणं भवैरेव । अयमेव विशेष्यते - सम्यगभवसाधकं, सत्क्रियाकरणेन मोक्षसाधकमित्यर्थः । निदर्शनमाह- भोगक्रियासुरूपादिकल्पं, न रूपादिविकलस्यैताः सम्यग् भवन्ति । यथोक्तम्- रूपवयोवैचक्षण्यसौभाग्यमाधुम्" इति यैश्वर्याणि भोगसाधन । ततस्ता: संपूर्णाः प्राप्नोति सुरूपादिकल्पाद्भवाद्भोगक्रिया इत्यर्थः । कुतः ? इत्याह- अविकलहेतुभावतः कारणादिति । किंविशिष्टाः ? इत्याह- असंक्लिष्टसुखरूपाः, शून्यताऽभावेन संक्लेशाभावात् । तथा अपरोपतापिन्यो वैचक्ष·ण्यादिभावेन । तथा सुन्दरा अनुबन्धेनाऽत एव हेतोः । न चान्याः संपूर्णाः उक्तलक्षणाभ्यो भोगक्रियाभ्यः । कुतः ? इत्याह- तत्तत्त्वखण्डनेन संक्लेशादिभ्यः उभयलोकापेक्षया, भोगक्रियास्वरूपखण्डनेनेति भावः ।
સૂત્ર-ટીકાર્થ— આવો સાધુ સાધુપણાને સિદ્ધ કરે છે. (કારણકે) જે પ્રમાણે પ્રતિજ્ઞા લીધી છે તે પ્રમાણે જ પ્રારંભથી જ સભ્યપ્રવૃત્તિ કરે છે. અતિચાર રહિત હોવાથી સર્વ સંયમગુણોથી 'શુદ્ધ આ સાધુ સન્ક્રિયા કરવા વડે ભોગક્રિયા માટે
१. शब्द शमां उपधा शब्दना अने अर्थो ४शाव्या छे. तेमां 'उपाय' अर्थ ४९॥व्यो छे.
પ્રસ્તુતમાં આ અર્થ ઘટી શકે છે. બીજા અર્થો ઘટતા નથી. સર્વોપયાશુદ્ધ એટલે મોક્ષના સર્વ ઉપાયોથી શુદ્ધ. સંયમગુણો મોક્ષના ઉપાયો છે, આમ તાત્પર્યથી સર્વોપયાશુદ્ધ એટલે સર્વ સંયમગુણોથી શુદ્ધ.
Page #123
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૧૦
ચોથું સૂત્ર
સુરપાદિ સમાન અને સારી રીતે મોક્ષસાધક શુદ્ધ ભવ પામે છે, અર્થાત્ આવો સાધુ તે જ ભવમાં મોક્ષે ન જાય તો દેવલોકાદિમાં ઉત્પન્ન થાય છે. અને ધર્મસાધના કરતાં કરતાં એવો શુદ્ધ ભવ પ્રાપ્ત કરે છે કે જે ભવમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. “આ શુદ્ધભવ ભોગક્રિયા માટે સુરપાદિ સમાન છે.” એનો ભાવ એ છે કે, સુંદર રૂપ, યૌવન, વિચક્ષણતા, સૌભાગ્ય, મધુર સ્વર અને ઐશ્વર્ય એ ભોગનાં સાધનો છે. દુન્યવી દષ્ટિએ વિચારણા કરવામાં આવે તો જેની પાસે ભોગનાં આ સાધનો ન હોય તેની ભોગક્રિયા સમ્પન્ન થાય, જેની પાસે ભોગનાં આ સાધનો હોય તેની ભોગની ક્રિયાઓ સંપૂર્ણ થાય. તેવી રીતે તાત્ત્વિક દૃષ્ટિએ વિચારણા કરવામાં આવે તો મોલાસાધક શુદ્ધભાવવાળાની ભોગક્રિયાઓ સારી થાય છે, સંપૂર્ણ થાય છે. (તત:ક) તેનાથી, એટલે કે સુરપાદિ સમાન ભવથી તે સાધુ સંપૂર્ણ ભોગક્રિયાઓને પામે છે. કારણ કે (વિનદેવ માવો ) ભોગ ક્રિયાનાં સાધનો સંપૂર્ણ હોય છે. (સંજિનિકૂદવારોત્ર) ભોગસાધનોમાં ન્યૂનતા કે ખામી ન હોવાથી એ સાધનોનો ભોગવટો કરતાં કોઈ જાતનો સંક્લેશ ન થવાથી ભોગક્રિયાઓ સંક્લેશથી રહિત સુખરૂપ છે. (સંક્લેશરહિત સુખનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી સંક્લેશરહિત સુખરૂપ છે.) (ઉપરોપતાવિ ) ભોગક્રિયા કરનાર વિચક્ષણતા (=પરને સંતાપ ન થાય તેમ વર્તવું જોઇએ ઇત્યાદિ બુદ્ધિ) વગેરે ગુણોથી યુક્ત હોવાથી તેની ભોગક્રિયાઓ બીજાને સંતાપ પમાડતી નથી, (મુંદ્રા મધુવંશે ) અને એથી જ ( વિચક્ષણતા વગેરે ગુણોથી યુક્ત હોવાથી) અનુબંધ થવાથી (ભવાંતરમાં પણ તેવી જ ભોગક્રિયાની પ્રાપ્તિ થવાથી) સુંદર છે. આવી ભોગક્રિયાઓથી અન્ય ભોગક્રિયાઓ સંપૂર્ણ નથી. કારણ કે અન્ય ભોગક્રિયાથી ઉભયલોકમાં સંક્લેશ વગેરે થવાના કારણે ભોગક્રિયાનું સ્વરૂપ રહેતું નથી. (જેમાં સંક્લેશ વગેરે ન થાય તેવી જ ભોગક્રિયા વાસ્તવિક ભોગક્રિયા છે.)
૨૭. જ્ઞાનનું સ્વરૂપ અને ફળ एअं 'नाणंति' वुच्चइ । एअंमि सुहजोगसिद्धी, उचिअपडिवરિપરા રહા,
૧. અવેરેવ=અનેક ભવોથી જ. અનેક ભવો સુધી આવી સાધના કર્યા પછી જ મોક્ષ સાધક શુદ્ધ
ભવને પ્રાપ્ત કરે છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૧૧
ચોથું સૂત્ર ___एतद् ज्ञानमित्युच्यते यदेवमिष्टवस्तुतत्त्वनिरूपकम् । एतस्मिन् शुभयोगसिद्धिः एतस्मिन् ज्ञाने सति शुभव्यापारनिष्पत्तिः लोकद्वयेऽपीष्टप्रवृत्तौ । किंविशिष्टा ? इत्याह- उचितप्रतिपत्तिप्रधाना संज्ञानालोचनेन, तत्तदनुबन्धेक्षणात् । न ज्ञस्तदारभते यद्विनाशयति ।
સૂત્ર-ટીકાર્ય– આ રીતે ઇષ્ટવસ્તુના સ્વરૂપને (=સુખ વગેરેના વાસ્તવિક સ્વરૂપને) જણાવનાર જ્ઞાન પરમાર્થથી જ્ઞાન છે. આવું જ્ઞાન થતાં ઉભયલોકમાં ઇષ્ટમાં પ્રવૃત્તિ થવાથી શુભ વ્યાપારોની સિદ્ધિ થાય છે. કારણ કે સમ્યગુ જ્ઞાનથી વિચારણા દ્વારા તે તે વ્યાપારના અનુબંધ (=પરિણામ) તરફ દષ્ટિ રાખીને ઉચિત પ્રવૃત્તિનો સ્વીકાર થાય છે. જ્ઞાની જે કાર્ય વિનાશ કરે ( આત્માનું અહિત કરે) તેનો પ્રારંભ ન કરે.
૨૮. ઉચિત પ્રવૃત્તિના રવીકારનું કારણ સ્થ માવો પવત્તો ૨૮ .
अत एवाह- अत्र भावः प्रवर्तकः प्रस्तुतप्रवृत्तौ सदन्तःकरणलक्षणो न મોદ તિવા
સૂત્ર-ટીકાર્થ-આથી જ કહે છે– પ્રસ્તુત પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તિ કરાવનાર શુભ અંત:કરણરૂ૫ ભાવ છે, મોહ નહિ. શુભ અંત:કરણરૂપ ભાવ ઉચિત પ્રવૃત્તિ કરાવે છે. (મોહ અનુચિત પ્રવૃત્તિ કરાવે છે. અહીં શુભ અંતઃકરણરૂપ ભાવ પ્રવૃત્તિ કરાવનાર હોવાથી ઉચિત પ્રવૃત્તિનો સ્વીકાર થાય છે.)
૨૯. પ્રસ્તુત પ્રવૃત્તિમાં વિજ્ઞાભાવ અને તેનું કારણ पायं विग्धो न विज्जइ, निरणुबंधाऽसुहकम्मभावेण ॥२९॥
अत एवाह- प्रायो विनो न विद्यते अनाधिकृतप्रवृत्तौ, सदुपाययोगादित्यर्थः । एतद्बीजमेवाह- निरनुबन्धाशुभकर्मभावेन न ह्यनीदृश इत्यं प्रवर्तते, इति हृदयम् । सानुबन्धाशुभकर्मणः सम्यक् प्रव्रज्याऽयोगात् ।
સૂત્ર-ટીકાર્થ– આથી જ (=શુભ અંતઃકરણરૂપ ભાવ પ્રવર્તક હોવાથી જ) ગ્રંથકાર કહે છે- પ્રસ્તુત પ્રવૃત્તિમાં પ્રાયઃ વિઘ્ન આવતું નથી. કેમકે શુભ ઉપાયનો યોગ થયો છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૧ર
ચોથું સૂત્ર
વિબાભાવના કારણને જ કહે છે- અશુભ કર્મો નિરનુબંધ હોવાથી પ્રાયઃ વિઘ્ન આવતું નથી.
ભાવાર્થ– ૧) શુભ અંતઃકરણ રૂપ ભાવ પ્રવર્તક છે. (૨) કેમ કે અશુભ કર્મો નિરનુબંધ છે. (૩) આથી શુભ ઉપાયનો યોગ થયો છે. (૪) આથી 'પ્રાયઃ વિઘ્ન આવતું નથી.
સાનુબંધ અશુભ કર્મવાળો જીવ આ રીતે પ્રવર્તતો નથી. કારણ કે સાનુબંધ અશુભ કર્મવાળાને સમ્યક પ્રવજ્યાનો યોગ ન થાય.
૩૦. ઇષ્ટ સિદ્ધિનું કારણ अक्खित्ताओ इमे जोगा भावाराहणाओ तहा । तओ सम्मं पवत्तइ, निप्फायइ अणाउले । રૂ૦ ||
आक्षिप्ताः स्वीकृता एवैते योगाः सुप्रव्रज्याव्यापाराः । कुतः ? इत्याहभावाराधनातः । तथा जन्मान्तरे तद्बहुमानादिप्रकारेण । ततः किम् ? इत्याहतत आक्षेपात्सम्यक् प्रवर्तते, नियमनिष्पादकत्वेन । ततः किम् ? इत्याहनिष्पादयत्यनाकुलः सन् इष्टम् ।
સૂત્ર-ટીકાર્ય– જન્માંતરમાં પ્રવજ્યા ઉપર બહુમાન આદિ દ્વારા ભાવથી તો પ્રવ્રજ્યાના શુભ વ્યાપારોનો સ્વીકાર કરી જ લીધો છે. એ સ્વીકાર નિયમા ચારિત્રનું નિર્માણ કરે છે. આથી તે સાધુ ચારિત્રમાં સમ્યક પ્રવૃત્તિ કરે છે અને એથી અનાકુલપણે ઇષ્ટને સિદ્ધ કરે છે.
૩૧. સુક્રિયાનું સ્વરૂપ एवं किरिआ सुकिरिआ एगंतनिक्कलंका, निक्कलंकत्थसाहिआ, तहासुहाणुबंधा, उत्तरुत्तरजोगसिद्धिए ॥३१॥ ___ एवमुक्तेन प्रकारेण क्रिया सुक्रिया भवति । सम्यग्ज्ञानादौचित्यारब्धेत्यर्थः । इयमेव विशेष्यते-एकान्तनिष्कलङ्का, निरतिचारतया । निष्कलङ्कार्थ૧. કર્મવિચિત્રતાના કારણે મેઘકુમાર આદિની જેમ કોઇકને વિન પણ આવે. આથી અહીં
પ્રાયઃ કહ્યું છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
ચોથું સૂત્ર
પંચસૂત્ર
साधिका, मोक्षसाधिकेत्यर्थः । यतस्तथाशुभानुबन्धा, अव्यवच्छेदेनोत्तरोत्तरयो
गसिद्ध्या ।
૧૧૩
સૂત્ર-ટીકાર્થ— સમ્યગ્ જ્ઞાનપૂર્વક ઉચિત રીતે શરૂ કરેલી ક્રિયા સુક્રિયા બને છે. આ સુક્રિયા નિરતિચાર હોવાથી એકાંતે નિષ્કલંક છે અને મોક્ષસાધક છે. કારણ કે તે રીતે શુભ અનુબંધવાળી છે, અર્થાત્ વચ્ચે તૂટ્યા વિના ઉતરોત્તર યોગની સિદ્ધિ થવાથી શુભાનુબંધવાળી છે.
૩૨. સુક્રિયાથી પરાર્થ સાધના तओ से साहइ परं परत्थं सम्मं । तक्कुसले सया तेहिं तेहिं पगारेहिं, साणुबंधं महोदए बीजबीजादिट्ठावणेणं । ॥३२॥
>
ततः शुभानुबन्धायाः सुक्रियायाः सकाशात् स प्रस्तुत: प्रव्रजितः साधयति निष्पादयति, परं प्रधानं, परार्थं सत्यार्थं सम्यगविपरीतम् । तत्कुशलः परार्थसाधनकुशलः, सदा सर्वकालम् । कथम् ? इत्याह-तैस्तैः प्रकारैर्बीजबीजन्यासादिभिः सानुबन्धं परार्थं महोदयोऽसौ परपरार्थसाधनात् । एतदेवाह - वीजबीजादिस्थापनेन । बीजं सम्यक्त्वं बीजबीजं तदाक्षेपकशासनप्रशंसादि, एतन्यासेन ।
સૂત્ર-ટીકાર્થ— સદા પરાર્થને સિદ્ધ કરવામાં કુશલ તે શુભાનુબંધવાળી સુક્રિયાથી બીજબીજનું =સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવનાર જિનશાસન પ્રશંસા વગેરેનું આરોપણ કરવું વગેરે તે તે પ્રકારોથી અનુબંધ સહિત મુખ્ય પરાર્થને (=ભાવ ૫ો૫अरने) सिद्ध हुरे छे. खाथी ते महोध्य (=सारी उन्नतिवाणी) जने छे.
33. परार्थसाधड साधुनुं ख३प
कत्तिविरिआइजुत्ते अवंझसुहचिट्ठे, समंतभद्दे, सुप्पणिहाणाइऊ, मोहतिमिरदीवे, रागामयविज्जे, दोसानलजलनिही, संवेसिद्धिकरे हवइ ॥ ३३॥
૧ વગેરે શબ્દથી ‘સમ્યક્ત્વનું આરોપણ' વગેરે સમજવું.
२. सम्यक्=अविपरीतपणे. मुख्य परार्थने अविपरीतपणे सिद्ध ९रे छे.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૪
પંચસૂત્ર
૧૧૪
ચોથું સૂત્ર किंविशिष्टोऽयम् ? इत्याह- कर्तृवीर्यादियुक्तः परं परार्थं प्रति । अवध्यशुभचेष्टः, एतमेव प्रति । समन्तभद्रः, सर्वाकारसंपन्नतया । सुप्रणिधानादिहेतुः, क्वचिदप्यन्यूनतया। मोहतिमिरदीपस्तदपनयनस्वभावतया । रागामयवैद्यस्तच्चिकित्सासमर्थयोगेन । द्वेषानलजलनिधिस्तद्विध्यापनशक्तिभावात् । संवेगसिद्धिकरो भवति, तद्धेतुयोगेन ।
સૂત્ર-ટીકાર્થ– મુખ્ય પરાર્થને સાધવા પ્રવર્તમાન વીર્યથી યુક્ત, મુખ્ય પરાર્થને સાધવા જ સફળ શુભ પ્રયત્ન કરનાર, સઘળી સારી આકૃતિવાળા હોવાથી સમંતભદ્ર, (બાહ્ય-અત્યંતર અને આલોક-પરલોક એમ બધી રીતે સ્વ-પરના કલ્યાણવાળા), અનુષ્ઠાનોમાં ક્યાંય ખામી ન હોવાથી (અન્યના પણ) સુપ્રણિધાન આદિના હેતુ, મોહરૂપ અંધકારને દૂર કરવાના સ્વભાવવાળા હોવાથી મોહરૂપ અંધકાર માટે દીપક સમાન, રાગરૂપ રોગનો પ્રતિકાર કરવામાં સમર્થ યોગવાળા હોવાથી રાગરૂપ રોગ માટે વૈદ્ય સમાન, દ્વેષરૂપ અગ્નિને શાંત કરવાની શક્તિવાળા હોવાથી ટ્રેષરૂપ અગ્નિ માટે સમુદ્ર સમાન, તે દીક્ષિત સંવેગની સિદ્ધિના કારણોથી યુક્ત હોવાથી સંવેગની સિદ્ધિ કરનારા બને છે.
૩૪. પરાર્થ સાધનાનું કારણ अचिंतचिंतामणिकप्पे स एवं परंपरत्थसाहए । तहा करुणाइभावओ, अणेगेहिं भवेहिं विमुच्चमाणे पावकम्मुणा, पवड्डमाणे अ सुहभावेहिं, अणेगभविआए आराहणाए पाउणइ सव्वुत्तमं भवं चरमं अचरमभवहेउं अविगलपरंपरत्यनिमित्तं ॥३४॥ ૧. વીર્યના લબ્ધિ અને કરણ એમ બે ભેદ છે. આત્મામાં વીઆંતરાયનો ક્ષયોપશમ તે લબ્ધિ વિર્ય. જે વીર્યનો ઉપયોગ થતો હોય જે વીર્ય પ્રવર્તતું હોય તે કરણવીર્ય, વીર્યંતરાયના ક્ષયોપશમથી લબ્ધિવીર્ય હોય, પણ તેનો ઉપયોગ ન થાય એટલે કે પ્રવર્તમાન વીર્ય ન હોય
તો તે વીર્ય શા કામનું? આથી અહીં કહ્યું કે દીક્ષિત પ્રવર્તમાન વીર્યથી યુક્ત હોય છે. ૨. સમાત્મા એવી વ્યુત્પત્તિથી પોતાના કલ્યાણવાળા=પોતાનું કલ્યાણ કરનારા એવો
અર્થ થાય. સમાન્ મદ્રમાત્માત્ એવી વ્યુત્પત્તિથી પરના કલ્યાણવાળા=પરનું કલ્યાણ કરનારા એવો અર્થ થાય.
Page #128
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૧૫
ચોથું સૂત્ર
अचिन्त्यचिन्तामणिकल्पः, सत्त्वसुखहेतुतया । सोऽधिकृतः प्रवजितः । एवमुक्तनीत्या परपरार्थसाधकः, धर्मदानेन । कुतो हेतोः ? इत्याह-तथाकरुणादिभावतः, प्रधानभव्यतया । किम् ? इत्याह-अनेकैर्भवैर्जन्मभिर्विमुच्यमानः पापकर्मणा, ज्ञानावरणीयादिलक्षणेन । प्रवर्द्धमानश्च शुभभावैः संवेगादिभिः । अनेकभविकयाऽऽराधनया पारमार्थिकया प्राप्नोति सर्वोत्तमं भवं तीर्थकरादिजन्म । किंविशिष्टम् ? इत्याह-चरमं पश्चिममचरमभवहेतुं, मोक्षहेतुमित्यर्थः । अविकलपरपरार्थनिमित्तं, अनुत्तरपुण्यसंभारभावेन ।
સૂત્ર-ટીકાર્થ– બીજા જીવોના સુખનું કારણ હોવાથી અચિંત્ય ચિંતામણિ સમાન તે દીક્ષિત ઉક્ત રીતે ધર્મદાન વડે મુખ્ય પરાર્થનો સાધક બને છે. ક્યા કારણે ધર્મદાન વડે મુખ્ય પરાર્થનો સાધક બને છે ? એ પ્રશ્નના ઉત્તરમાં અહીં કહે છે કે પ્રધાન ભવ્યત્વના કારણે વિશિષ્ટ કરુણાદિ ભાવોથી ધર્મદાન વડે મુખ્ય પિરાર્થનો સાધક બને છે. બીજા જીવોની અપેક્ષાએ એનું ભવ્યત્વ પ્રધાન શ્રેષ્ઠ છે. ભવ્યત્વ શ્રેષ્ઠ હોવાના કારણે એનામાં કરુણાદિ ભાવો બીજા જીવોની અપેક્ષાએ વિશિષ્ટ પ્રકારના હોય છે. એથી તે બીજાઓને ધર્મદાન કરે છે. બધા જ દીક્ષિતો ધર્મદાન ન કરી શકે. જેનામાં કરુણાદિભાવો વિશિષ્ટ હોય છે તે જ ધર્મદાન કરી શકે. જેનું ભવ્યત્વ શ્રેષ્ઠ હોય તેનામાં જ કરુણાદિભાવો વિશિષ્ટ હોય છે.
અનેક ભવોમાં જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોથી અતિશય મૂકાતા અને સંવેગાદિ શુભભાવોથી અતિશય વધતા તે સાધુ અનેક ભવોની પારમાર્થિક આરાધનાથી મોક્ષનો હેતુ, સર્વોત્કૃષ્ટ પુણ્યના સમૂહની પ્રાપ્તિ થવાથી સંપૂર્ણ મુખ્ય પરાર્થનો હેતુ અને તીર્થંકરાદિરૂપે જન્મ થાય તેવા સર્વોત્તમ અંતિમ ભવને પામે છે.
અહીં મોક્ષનો હેતુ, સંપૂર્ણ મુખ્ય પરાર્થનો હેતુ અને તીર્થકરાદિરૂપે જન્મ થાય તેવા સર્વોત્તમ એ ત્રણે વિશેષણો અંતિમભવના છે. મોક્ષનો હેતુ એટલે પોતાના મોક્ષનો હેતુ. સંપૂર્ણ મુખ્ય પરાર્થનો હેતુ એટલે બીજાઓના મોક્ષનો હેતુ.
૩૫. અંતિમ ભવનું વર્ણન तत्य काऊण निरवसेसं किच्चं, विहूअरयमले सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिनिव्वाइ, सव्वदुक्खाणमंतं करेइ ॥३५॥
Page #129
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૧૬
ચોથું સૂત્ર
રૂતિ પત્રજ્ઞાપરિપાનસુરં સમ तत्र कृत्वा निरवशेष कृत्यं यदुचितं महासत्त्वानां विधूतरजोमलः बध्यमानप्राग्बद्धकर्मरहितो व्यवहारतः सिद्ध्यति, बुध्यते, मुच्यते, परिनिर्वाति, सर्वदुःखानामन्तं करोतीति । अत्र सिध्यति सामान्येनाणिमाद्यैश्वर्यं प्राप्नोति । बुध्यते केवली भवति । मुच्यते भवोपग्राहिकर्मणा । परिनिर्वाति सर्वतः कर्मविगमेन । किमुक्तं भवति ? सर्वदुःखानामन्तं करोति, सदा पुनर्भवाभावात् । यद्वा सिध्यति सर्वकार्यपरिसमाप्त्या । बुध्यते तत्रापि केवलाप्रतिघातेन । मुच्यते निरवशेषकर्मणा । परिनिर्वाति समग्रसुखाप्त्या । एवं सर्वदुःखानामन्तं करोतीति निगमनम् । नयान्तरमतव्यवच्छेदार्थमेतदेवम् । इति प्रव्रज्यापरिपालनासूत्रं समाप्तम् । तत्त्वतः प्रव्रज्यापरिपालनासूत्रं समाप्तम्
॥ इति पञ्चसूत्रकव्याख्यायां चतुर्थसूत्रव्याख्या समाप्ता ॥ સૂત્ર-ટીકાર્થ– અંતિમ ભવમાં મહાન જીવોને જે ઉચિત હોય તે સઘળાં કર્તવ્યો કરીને રજથી અને મલથી રહિત બનેલો તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે. આ રીતે તે ફરી જન્મ ન થવાના કારણે સર્વ દુઃખોનો અંત કરે છે.
રજ બંધાતાં કર્મો. મલ પૂર્વે બંધાયેલાં કર્મો. સિદ્ધ થાય છે=અણિમાદિ લબ્ધિઓને પામે છે. બુદ્ધ થાય છે કેવલજ્ઞાન પામે છે. મુક્ત થાય છે=ભવોપગ્રાહી કર્મોથી મુક્ત બને છે. પરિનિર્વાણ પામે છે=બધી તરફથી કર્મો દૂર થાય છે. અથવા સર્વ કાર્યોની સમાપ્તિ થવાથી સિદ્ધ થાય છે. અપ્રતિહત ( ક્યાંય રુકાવટ ન થાય તેવા) કેવલ જ્ઞાનથી બુદ્ધ થાય છે. સર્વ કર્મોથી મુક્ત થાય છે. સંપૂર્ણ સુખની પ્રાપ્તિથી પરિનિર્વાણ પામે છે. પ્રબ– નિશ્ચયનયથી આત્મા સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિર્વાત છે જ, તો
Page #130
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૧૭
ચોથું સૂત્ર
પછી અહીં સિદ્ધ થાય છે ઇત્યાદિ કેમ કહેવામાં આવ્યું છે ?
ઉત્તર– આત્મા સિદ્ધ છે જ ઇત્યાદિ મત નિશ્ચય નયનો છે. પણ વ્યવહાર નયથી કર્મયુક્ત આત્મા સિદ્ધ આદિ સ્વરૂપ નથી. આથી નિશ્ચયનયના મતનું ખંડન કરવા આત્મા સિદ્ધ થાય છે ઇત્યાદિ કહ્યું છે.
આ પ્રમાણે પ્રવજ્યાપરિપાલન સૂત્ર પૂર્ણ થયું. પંચસૂત્રની વ્યાખ્યામાં ચોથા સૂત્રની વ્યાખ્યા પૂર્ણ થઇ.
Page #131
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૧૮
પાંચમું સૂત્ર
૫. પાંચમું પ્રવજ્યા ફલ સૂત્ર इदानीं पञ्चमसूत्रव्याख्या प्रक्रम्यते । अस्य चायमभिसम्बन्धः- इह अनन्तरसूत्रे प्रवजितस्य चर्योक्ता । इह तु परं तत्फलमभिधातुमाह
હવે પાંચમા સૂત્રની વ્યાખ્યા શરૂ કરવામાં આવે છે. એનો ચોથા સૂત્રની સાથે સંબંધ આ પ્રમાણે છે. અહીં ચોથા સૂત્રમાં દીક્ષિતની ચર્યા કહી છે. અહીં તો તે ચર્યાના શ્રેષ્ઠ ફળને જણાવવા માટે ગ્રંથકાર કહે છે
૧. સિદ્ધ થયેલા જીવનું સ્વરૂપ स एवमभिसिद्धे परमबंभे मंगलालए जम्मजरामरणरहिए पहीणाऽसुहे अणुबंधसत्तिवज्जिए संपत्तनिअरूवे अकिरिए सहावसंठिए अणंतणाणे अणंतदंसणे ॥१॥ ___स प्रक्रान्तः प्रव्रज्याकारी, एवमुक्तेन सुखपरम्पराप्रकारेणाभिषिद्धः सन् । किंभूत इत्याह-परमब्रह्म, सदाशिवत्वेन । मङ्गलालयः, गुणोत्कर्षयोगेन । जन्मजरामरणरहितो निमित्ताभावेन । यथोक्तम्
दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे, न रोहति भवाङ्कुरः ॥
इति (तत्त्वार्थाधिगमसूत्रे अंतिमोपदशे गाथा-८) प्रक्षीणाशुभः एकान्तेन, अनुबन्धशक्तिवर्जितः अशुभमङ्गीकृत्याऽत एव संप्राप्तनिजस्वरूपः केवलो जीवः अक्रियो गमनादिशून्यः, स्वभावसंस्थितः सांसिद्धिकधर्मवान् । अत एवाहअनन्तज्ञानोऽनन्तदर्शनः ज्ञेयानन्तत्वात् । स्वभावश्चास्यायमेव । यथोक्तम्स्थितः शीतांशुवज्जीवः, प्रकृत्या भावशुद्ध्या । चन्द्रिकावच्च विज्ञानं, तदावरणमभ्रवत् ॥ (योगदृष्टि समुच्चये गाथा-१८३)
સૂત્ર-ટીકાર્થ– ઉક્ત રીતે સુખપરંપરાથી સંપૂર્ણ સિદ્ધ બનેલ તે દીક્ષિત સદા સુખી હોવાથી પરમબ્રહ્મ છે, ગુણોત્કર્ષનો યોગ હોવાથી મંગલાલય છે, જન્મ આદિના નિમિત્તો ન હોવાથી જન્મ-જરા-મરણથી રહિત છે, એકાંતે અશુભથી રહિત છે, અશુભના અનુબંધની શક્તિથી રહિત છે, એથી જ નિજ સ્વરૂપને પામેલો
Page #132
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૧૯
પાંચમું સૂત્ર
કેવળ જીવ છે, જવા આદિની ક્રિયાથી રહિત છે, સ્વભાવમાં સ્થિત=સ્વભાવ સિદ્ધ ધર્મવાળો છે, એથી જ અનંતજ્ઞાનવાળો અને અનંત દર્શનવાળો બને છે. જન્મ આદિના નિમિત્તો ન હોવાથી જન્મ-જરા-મરણથી રહિત બને છે. એ વિષે કહ્યું છે કે-જેમ બીજ સર્વથા બની જતાં તેમાંથી અંકુરો ઉત્પન્ન થતો નથી, તેમ કર્મરૂપ બીજ સર્વથા બળી ગયા બાદ ફરીથી ભવરૂપ અંકુરાની ઉત્પત્તિ થતી નથી.
શેય અનંત હોવાથી જીવ અનંતજ્ઞાનવાળો છે. જીવનો અનંત જ્ઞાન જ સ્વભાવ છે. કહ્યું છે કે-“જીવ તત્ત્વથી શુદ્ધ એવા પોતાના સ્વરૂપથી ચંદ્રના જેવો (નિર્મલ) છે. તથા જીવનું કેવલજ્ઞાન વગેરે વિજ્ઞાન ચંદ્રની જ્યોત્રના જેવું છે. જ્ઞાનાવરણ કર્મ વાદળસમૂહ જેવું છે.”
૨. સિદ્ધમાં શબ્દાદિ ન હોય. अथ कीदृशोऽसौ वर्णरूपाभ्याम् ? इत्याशङ्कापोहायाहसे न सद्दे, न रूवे, न गंधे, न रसे, न फासे ॥२॥
स सिद्धः न शब्दो, न रूपं, न गंधो, न रसो, न स्पर्शः, पुद्गलधर्मत्वादमीषाम् ।
સૂત્ર-ટીકાર્થ– સિદ્ધનો જીવ રૂપ-રંગ કેવો હોય એવી આશંકાને દૂર કરવા માટે કહે છે-તે સિદ્ધ શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી. (અર્થાત્ સિદ્ધમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ ન હોય.) કારણ કે શબ્દ વગેરે પુલના ધર્મો છે.
૩. સિદ્ધો અભાવરૂપ નથી. अरूवी सत्ता अणित्यंत्यसंठाणा, अणंतविरिआ, कयकिच्चा, सव्वाबाहाविवज्जिआ, सव्वहा निरविक्खा, थिमिआ, पसंता ॥३॥
अभावस्तीत्येतदपि नेत्याह- अरूपिणी सत्ता ज्ञानवत् । अनित्थंस्थसंस्थाना, इदंप्रकारमापन्नमित्थं, इत्थंस्थितमित्यंस्थं, न इत्थंस्थं अनित्यंस्थम्, संस्थानं यस्य । अरूपिण्याः सत्तायाः सा यथोक्ता । अनन्तवीर्या इयं सत्ता प्रकृत्यैव । तथा कृतकृत्या तन्निष्पादनेन निवृत्ततच्छक्तिः, सर्वाऽऽबाधाविवर्जिता द्रव्यतो भावतश्च । सर्वथा निरपेक्षा, तच्छक्त्यपगमेन । अत एव स्तिमिता प्रशान्ता सुखप्रकर्षानुकूला निस्तरङ्गमहोदधिकल्पा ।
Page #133
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૨૦
પાંચમું સૂત્ર
સૂત્ર-ટીકાર્થ– તો પછી સિદ્ધ જીવ અભાવરૂપ છે ? અભાવરૂપ પણ નથી એ પ્રમાણે કહે છે-સિદ્ધો શબ્દાદિરૂપ ન હોવા છતાં અભાવરૂપ નથી. કિંતુ જ્ઞાનની જેમ સિદ્ધોની રૂપરહિત સત્તા છે=વિદ્યમાનતા છે, અર્થાત્ અરૂપીપણે સિદ્ધ વિદ્યમાન છે. સિદ્ધોની સત્તા આકૃતિ રહિત, સ્વભાવથી જ અનંતવીર્ય યુક્ત, કૃતાર્થ, દ્રવ્યથી અને ભાવથી સર્વ પ્રકારની પીડાથી રહિત, અપેક્ષા ઉત્પન્ન કરવાની શક્તિ દૂર થઇ ગઇ હોવાથી સર્વથા નિરપેક્ષ=સર્વ અપેક્ષાઓથી રહિત, સર્વ અપેક્ષાઓથી રહિત હોવાથી જ તરંગ રહિત મહાસમુદ્રની જેમ સ્થિર અને પ્રશાંત છે. સર્વોત્કૃષ્ટ સુખ હોવાથી અનુકૂલ છે. (અહીંનાડુના એવો પાઠ હોય તો વ્યાકુળતા રહિત છે એવો અર્થ થાય.)
૪. સિદ્ધોનું સુખ સંયોગ અને અપેક્ષાથી રહિત છે. असंजोगिए एसाणंदे अओ चेव परे मए ॥४॥
एतस्या एव परमसुखत्वमभिधातुमाह- असांयोगिक एष आनंदः, सुखविशेषः । अत एव निरपेक्षत्वात् परो मतः प्रधान इष्टः ।
સૂત્ર-ટીકાર્થ– સિદ્ધસત્તાના જ પરમ સુખને જણાવવા માટે કહે છે-સિદ્ધોનું આ સુખ સંયોગ વિના પ્રાપ્ત થાય છે. આથી જ તે સુખ અપેક્ષા વિનાનું હોવાથી પ્રધાન છે.
૫. મોહ મુખ્ય ભાવશત્રુ છે. अविक्खा अणाणंदे, संजोगो विओगकारणं अफलं फलमेआओ, विणिवायपरं खु तं, बहुमयं मोहाओ अबुहाणं, जमित्तो विवज्जओ, तओ अणत्या अपज्जवसिआ, एस भावरिऊ परे । अओ वुत्ते उ भगवया ॥५॥
૧. સિદ્ધોની સત્તા આકૃતિ રહિત છે ઇત્યાદિનો “સિદ્ધો આકૃતિ રહિત છે' ઇત્યાદિ ભાવાર્થ
સમજવો. ૨. તન્નાને નિવૃત્ત વિત્ત =કરવા જેવું બધું કરી લીધું હોવાથી કાર્ય કરવાની શક્તિ
નિવૃત્ત થઇ ગઇ છે. ૩. જ્યાં સંયોગ ન હોય ત્યાં નિયમા અપેક્ષા પણ ન હોય. જ્યાં અપેક્ષા હોય ત્યાં નિયમા સંયોગ
હોય.
Page #134
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧ર૧
પાંચમું સૂત્ર
___ इहैव व्यतिरेकमाह- अपेक्षाऽनानन्दः, औत्सुक्यदुःखत्वात् । अपेक्ष्यमाणाप्त्या तन्निवृत्तौ दोषमाह-संयोगो वियोगकारणं, तदवसानतया स्वभावत्वात् । अफलं फलमेतस्मात् संयोगात् । किमिति ? अत आह-विनिपातपरमेव तत् सांयोगिकफलम् । कथमिदं बहुमतम् ? इत्याह-बहुमतं मोहादबुधानां पृथग्जनानाम् । तत्रापि निबन्धनमाह-यदतो विपर्ययः, मोहादत एवाफले फलबुद्धिः । ततो विपर्ययादनाः असत्प्रवृत्त्या अपर्यवसिताः, सानुबन्धतया । एवमेष भावरिपुः परो मोहः, अत एवोक्तो भगवता तीर्थकरेण । यथोक्तम्
अण्णाणतो रिपू अण्णो, पाणिणं णेव विज्जइ। एत्तोऽसक्किरिया तीए, अणस्था विस्सतो सुहा (? दुहा) ।
सूत्र-टी-डी विपरीतपो (=HRIsl) -अपेक्षा सुमરૂપ નથી. કારણ કે તેમાં સૂક્યનું દુઃખ છે. સંયોગ વિયોગનું કારણ છે. કારણ કે અંતે વિયોગ થવો એ સંયોગનો સ્વભાવ છે, અર્થાત્ વિયોગમાં પરિણમે એવો સંયોગનો સ્વભાવ છે. સંયોગથી મળતું ફળ (પરમાર્થથી) ફળ નથી. કારણ કે તે ફળ વિનાશી જ છે. તો પછી આ ફળ જીવોને બહુ કેમ ગમે છે તે કહે છે-મોહથી અજ્ઞાન જીવોને આ ફળ બહુ ગમે છે. તેમાં પણ શું કારણ છે તે કહે છે-મોહથી વિપર્યય અફળમાં ફળબુદ્ધિ થાય છે. વિપર્યયથી, અસત્યવૃત્તિ થવાથી અનંત અનર્થો થાય છે. કારણ કે એ અનર્થો અનુબંધવાળા હોય છે. આથી જ ભગવાને આ મોહને મુખ્ય ભાવશત્રુ કહ્યો છે. કહ્યું છે કે “જીવોનો અજ્ઞાનથી બીજો કોઇ શત્રુ નથી જ. અજ્ઞાનથી અસત્યવૃત્તિ થાય છે. અસહ્મવૃત્તિથી બધી બાજુથી દુઃખ આપनारा अनाथाय ."
६. सिद्धो संयोगमने अपेक्षाथी रहित छ. नागासेण जोगो एअस्स । से सरूवसंठिए । नागासमण्णत्थ । न सत्ता सदंतरमुवेइ । अचिंतमेअं केवलिगम्मं तत्तं, निच्छयमयमेअं। विजोगवं च जोगोत्ति न एस जोगो, भिण्णं लक्खणमेअस्स, न इत्याविक्खा ॥६॥
Page #135
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧રર
પાંચમું સૂત્ર
यदि संयोगो दुष्टः कथं सिद्धस्याकाशेन न स दुष्टः ? इत्याशङ्क्याहनाकाशेन सह योग एतस्य सिद्धस्य । किमिति ? अत आह-स स्वरूपसंस्थितः सिद्धः । कथमाधारमन्तरेण स्थितिः ? इत्याशङ्क्याह-नाकाशमन्यत्राधारे । अत्रैव युक्तिर्न सत्ता सदन्तरमुपैति, न वाऽन्यथाऽन्यदन्यत्र । अचिन्त्यमेतत् प्रस्तुतं केवलिगम्यं तत्त्वम् । तथा निश्चयमतमेतद् व्यवहारमतं त्वन्यथा सत्यपि तस्मिन्निदं तत्संयोगशक्तिक्षयात्सूपपन्नमेव । अभ्युच्चयमाह-वियोगवांश्च योग इति कृत्वा नैष योगः सिद्धाकाशयोरिति भिन्नं लक्षणमेतस्याधिकृतयोगस्य, न चात्रापेक्षा सिद्धस्य ।
સૂત્ર-ટીકાઈ– જો સંયોગ દુષ્ટ છે, તો સિદ્ધોનો આકાશ સાથે જે સંયોગ છે, તે કેમ દુષ્ટ નથી ? એવી આશંકા કરીને કહે છે-સિદ્ધજીવનો આકાશ સાથે સંયોગ નથી. કારણ કે સિદ્ધ પોતાના સ્વરૂપમાં રહેલ છે. આધાર વિના સિદ્ધોની સ્થિતિ કેવી રીતે હોય? એવી આશંકા કરીને કહે છે-આકાશ બીજા આધારમાં રહેતું નથી, અર્થાત જેમ આકાશ બીજાના આધાર વિનાસંયોગ વિના સ્વ-સ્વરૂપમાં રહેલું છે, તેમ સિદ્ધો બીજાના આધાર વિના=સંયોગ વિના સ્વ-સ્વરૂપમાં રહેલા છે. અહીં જ યુક્તિ આ પ્રમાણે છે-એક સત્તા બીજી સત્તાને પામતી નથી, અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે બનતું નથી. | ભાવાર્થ – દરેક દ્રવ્ય પરરૂપે બનતું નથી, સ્વરૂપમાં જ રહે છે. જેમ કે જડ ચેતન ન બને. ચેતન જડ ન બને. ચેતન ચેતનરૂપે રહે અને જડ જડરૂપે રહે. ન વાડચાડચત્રક અથવા બીજી વસ્તુ બીજી રીતે બનતી નથી. અર્થાત્ તદ્દન વિલક્ષણ વસ્તુ બની જતી નથી, અને બીજીમાં રહેતી નથી. જેમ કે દ્રવ્ય ગુણરૂપે બનતું નથી. તેવી રીતે કોઇ વસ્તુ બીજીમાં રહેતી નથી. અચિંત્ય આ તત્ત્વ કેવલિગમ્ય છે. આ નિશ્ચયમત છે. વ્યવહાર નયનો મત તો બીજી રીતે છે, અર્થાત્ એ મતે એક વસ્તુ બીજી આધાર વસ્તુમાં સંયોગ પામીને રહે છે. આમ હોવા છતાં સિદ્ધોને આકાશ સાથે સંયોગ નથી એ નિશ્ચય મત સારી રીતે યુક્તિથી ઘટેલું જ છે. કેમ કે સિદ્ધ થયેલામાંથી સંયોગની શક્તિ નાશ પામી છે, અર્થાત્ સંયોગ જ નથી. અહીં વિશેષ કહે છે-સંયોગ વિયોગવાળો હોય. સિદ્ધ અને આકાશનો સંયોગ વિયોગવાળો નથી. આથી સિદ્ધ અને આકાશનો સંયોગ નથી. પ્રસ્તુત સંયોગનું ( સિદ્ધ અને આકાશના સંયોગનું) લક્ષણ ભિન્ન છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
પાંચમું સૂત્ર
પંચસૂત્ર
(સંયોગ બે જાતના છે. (૧) વિયોગવાળો (૨) વિયોગથી રહિત કેવળ આધારઆધેયરૂપ. મોહાધીન જીવોનો બીજી વસ્તુ સાથે થતો સંયોગ વિયોગવાળો છે. સિદ્ધ અને આકાશમાં વિયોગવાળો સંયોગ નથી, કિંતુ સિદ્ધો આકાશમાં રહેલા હોવાથી આધાર-આધેયભાવરૂપ સંયોગ છે. નિશ્ચયનયના મતે વિયોગવાળો સંયોગ વાસ્તવિક સંયોગ છે. કેમકે તે સંયોગથી સંયોગનું ફળ વિયોગ મળે છે. નિશ્ચયનયના મતે એક સ્થાને રહેવા રૂપ સિદ્ધ-આકાશનો સંયોગ વિયોગરૂપ ફળથી રહિત હોવાથી વાસ્તવિક સંયોગ નથી. નિશ્ચયનય જે વસ્તુનું જે ફળ હોય તેનાથી તે ફળ મળતું હોય તો જ તેને તે વસ્તુરૂપે માને. એટલે નિશ્ચયનય જેનાથી વિયોગરૂપ ફળ મળતું હોય તેને જ સંયોગ માને. સિદ્ધ-આકાશના સંયોગમાં વિયોગરૂપ ફળ મળતું નથી. આથી નિશ્ચયનયના મતે સિદ્ધ-આકાશનો સંયોગ નથી.)
૧૨૩
ન વિવા=અહીં (આકાશ-સિદ્ધના આધાર-આધેયરૂપ સંયોગમાં) સિદ્ધોને અપેક્ષા નથી. (મોહાધીન જીવોના વિયોગવાળા સંયોગમાં અપેક્ષા છે.) ૭. સિદ્ધોનો લોકાંતે જવાનો સ્વભાવ છે.
सहावो खु एसो, अनंतसुहसहावकप्पो ॥७॥
कथं लोकान्ताकाशगमनम् ? इत्याह- स्वभाव एवैष तस्य । अनन्तसुखस्वभावकल्पः कर्मक्षयव्यङ्ग्यः ।
સૂત્ર-ટીકાર્થ— સિદ્ધો આકાશમાં લોકાંત સુધી કેમ જાય છે ? એ વિષે કહે છે-સિદ્ધોનો આકાશમાં લોકાંત સુધી જવાનો સ્વભાવ જ છે. સિદ્ધોનો જેમ અનંતસુખ સ્વભાવ છે (અને તે કર્મક્ષયથી પ્રગટ થાય છે) તેમ આકાશમાં લોકાંત સુધી જવું એ સિદ્ધોનો સ્વભાવ છે અને તે કર્મક્ષયથી પ્રગટ થાય છે.
૮. સિદ્ધના સુખનું વર્ણન.
उवमा इत्थ न विज्जइ । तब्भावेऽणुभवो परं तस्सेव । आणा एसा जिणाणं सव्वण्णूणं अवितहा एगंतओ । न वितहत्ते નિમિત્તે । ન ચાનિમિત્તે ખંતિ । નિસમિત્તે તે નવરં ॥૮॥ कीदृशमस्यानन्तं सुखम् ? इत्याह- उपमाऽत्र न विद्यते, सिद्धसुखे । यथोक्तम्
Page #137
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૨૪
પાંચમું સૂત્ર
स्वयं वेद्यं हि तद्ब्रह्म, कुमारी स्त्रीसुखं यथा । अयोगी न विजानाति, सम्यग् जात्यन्धवद् घटम् ॥ (योगबिन्दु-५०५)
अत एवाह-तद्भावे सिद्धसुखभावे अनुभवः परं तस्यैव । एतदपि कथं ज्ञायते ? इत्याह-आज्ञा एषा जिनानां, वचनमित्यर्थः । किंविशिष्टानाम् ? રૂાદ-સર્વજ્ઞાનામ્ ા ત વ વિતથી, પાન્તત: સત્યેન્ચર્થ: ૩: ? इत्याह-न वितथत्वे निमित्तं रागाद्यभावात् । उक्तं च
रागाद्वा द्वेषाद्वा मोहाद्वा वाक्यमुच्यते ह्यनृतम् । यस्य तु नैते दोषास्तस्यानृतकारणं नास्ति ।
न चानिमित्तं कार्यमित्यपि । तथा जिनाज्ञा । एवं स्वसंवेद्यं सिद्धसुखमित्याप्तवादः । निदर्शनमात्रं तु नवरं सिद्धसुखस्येदं वक्ष्यमाणलक्षणम् ॥
સૂત્ર-ટીકાર્થ– સિદ્ધનું અનંત સુખ કેવું છે તે કહે છે-સિદ્ધનું સુખ ઉપમા રહિત છે. કહ્યું છે કે-“તે બ્રહા ( આત્મસુખ) સ્વયં અનુભવી શકાય તેવું છે. જેવી રીતે કુમારી (પતિના સંયોગથી થનારા) સ્ત્રીસુખને જાણતી નથી, જેવી રીતે જન્મથી અંધ પુરુષ ઘટને બરોબર જાણતો નથી, તેવી રીતે અયોગી પુરુષ આત્મસુખને જાણતો નથી.” આથી જ ગ્રંથકાર કહે છે-સિદ્ધનું સુખ હોવાનો અનુભવ સિદ્ધને જ થાય, અર્થાત્ સિદ્ધનું સુખ કેવું છે તે સિદ્ધ જ અનુભવી શકે છે. આ પણ કેવી રીતે જાણી શકાય તે કહે છે-એમ સર્વજ્ઞ જિનની આજ્ઞા છે. સર્વજ્ઞ જિનની આજ્ઞા એકાંતે સત્ય છે. કારણ કે રાગાદિ ન હોવાથી અસત્યનું નિમિત્ત નથી. કહ્યું છે કે“રાગથી, દ્વેષથી કે મોહથી અસત્ય વચન બોલાય છે. જેનામાં આ ત્રણ દોષો નથી તેને અસત્ય બોલવાનું કોઇ કારણ નથી.” નિમિત્ત વિના કાર્ય ન થાય. આવું જિનવચન છે. આ રીતે સિદ્ધસુખ સ્વ-સંવેદ્ય છે એવું આપ્ત વચન છે. સિદ્ધસુખ સંબંધી (=સિદ્ધસુખનો સામાન્ય ખ્યાલ કરાવનાર) નીચે મુજબ માત્ર દૃષ્ટાંત છે.
૯. સિદ્ધસુખ સંબંધી દષ્ટાંતા सव्वसत्तुक्खए, सव्ववाहिविगमे, सव्वत्थसंजोगेणं, सव्विच्छासंपत्तीए, जारिसमेअं, इत्तोणंतगुणं, तं तु भावसत्तूक्खयादितो । रागादओ भावसत्तू, कम्मोदया वाहिणो, परमल
Page #138
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૨૫
પાંચનું સૂત્ર
द्धीओ उ अट्ठा, अणिच्छेच्छा इच्छा ॥९॥ ___ सर्वशत्रुक्षये सति, तथा सर्वव्याधिविगमे, एवं सर्वार्थसंयोगेन सता, तथा सर्वेच्छासंप्राप्त्या, यादृशमेतत् सुखं भवति, अतोऽनन्तगुणमेव (तत्=)सिद्धसुखम् । कुतः इत्याह-भावशत्रुक्षयादितः । आदिशब्दाद्भावव्याधिविगमादयो गृह्यन्ते । तथा चाह-रागादयो भावशत्रवः, रागद्वेषमोहाः, जीवापकारित्वात् । कर्मोदया व्याधयः, तथाजीवपीडनात् । परमलब्धयस्त्वाः , परार्थहेतुत्वेन । अनिच्छेच्छा इच्छा सर्वथा तन्निवृत्त्या ।
સૂત્ર-ટીકાર્ય– સર્વ શત્રુઓનો ક્ષય થઇ ગયો હોય, સર્વ વ્યાધિઓનો નાશ થયો હોય, સર્વ અર્થોનો (=ઈષ્ટ વસ્તુઓનો) સંયોગ થયો હોય, સર્વ ઇચ્છાઓ પૂર્ણ થઇ હોય, ત્યારે જેવું સુખ હોય તેનાથી અનંતગુણ સિદ્ધનું સુખ હોય છે. કારણ કે સિદ્ધસુખ ભાવશત્રુઓના ક્ષય આદિથી થાય છે. “આદિ' શબ્દથી ભાવવ્યાધિનો નાશ વગેરે લેવું=સમજવું.
(तथा चाह-) सिद्धसुमना दृष्टांतम शत्रु, व्याधि, मर्थ भने ४२७। मे ચારનો ઉલ્લેખ છે. આથી હવે પરમાર્થથી શત્રુ વગેરે કોણ છે તેનું વર્ણન કરે છે.
રાગાદિ (=રાગ-દ્વેષ-મોહ)ભાવશત્રુ છે. કારણ કે જીવો ઉપર અપકાર કરે छ. मानो य (भाव) व्यापि छ. ॥२४॥3. री बने पी3 छ=६:५ આપે છે. પરાર્થનું કારણ હોવાથી ઉત્તમ લબ્ધિઓ ભાવ અર્થ છે. ઇચ્છાના અભાવની ઇચ્છા એ ઇચ્છા છે. કારણ કે તેનાથી પરિણામે ઇચ્છાની સર્વથા નિવૃત્તિ થાય છે.
૧૦. સિદ્ધોનું સુખ બુદ્ધિથી ગખ્ય નથી. एवं सुहुममेअं, न तत्तओ इयरेण गम्मइ । जइसुहं व अजइणा, आरुग्गसोहं व रोगिणत्ति विभासा । अचिंतमेअं सरूवेणं ॥१०॥ ___ एवं सूक्ष्ममेतत् सुखं न तत्त्वत: परमार्थेन इतरेण गम्यते असिद्धेन । निदर्शनमाह-यतिसुखमिवाऽयतिना विशिष्टक्षायोपशमिकभाववेद्यत्वादस्य, एवमारोग्यसुखमिव रोगिणेति । उक्तं च
Page #139
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૨૬
रागाईणमभावे, जं होइ सुहं तयं जिणो मुणइ । हि सण्णवाहिओ, जाणइ तदभावजं सोक्खं ॥
પાંચમું સૂત્ર
इति विभाषा कर्त्तव्या । सर्वथाचिन्त्यमेतत्स्वरूपेण सिद्धसुखं न तत्त्वतो मतेरविषयत्वात् ।
સૂત્ર-ટીકાર્થ— આ પ્રમાણે સિદ્ધોનું સુખ સૂક્ષ્મ છે. પરમાર્થથી સિદ્ધ સિવાય બીજાથી અનુભવી શકાતું નથી. અહીં દૃષ્ટાંત કહે છે-જેમ સાધુ સિવાય બીજો જીવ સાધુનું સુખ ન અનુભવી શકે, કારણ કે સાધુનું સુખ વિશિષ્ટ ક્ષાયોપશમિક ભાવથી વેદી શકાય તેવું છે. જેમ રોગી આરોગ્યનું સુખ ન અનુભવી શકે. કહ્યું છે કે-‘‘રાગાદિના અભાવમાં જે સુખ થાય છે તે સુખને જિન જાણે છે. સન્નિપાત રોગથી ઘેરાયેલો જીવ સન્નિપાતના અભાવથી થનારા સુખને જાણતો નથી.’' આ પ્રમાણે વિભાષા કરવી, એટલે કે આ બે દૃષ્ટાંતોની જેમ સિદ્ધસુખમાં પણ કહેવું. અર્થાત્ તે રીતે અસિદ્ધ જીવ સિદ્ધસુખ ન અનુભવી શકે. સિદ્ધસુખ સ્વરૂપથી અચિંત્ય છે, અર્થાત્ સિદ્ધસુખનું સ્વરૂપ સર્વથા અચિંત્ય છે. કારણ કે તે પરમાર્થથી બુદ્ધિનો વિષય નથી. ૧૧. સિદ્ધસુખ અને સિદ્ધોનો કાળ साइ- अपज्जवसिअं एगसिद्धाविक्खाए, पवाहओ अणाई । तेवि भगवंतो एवं ॥ ११॥
साद्यपर्यवसितं प्रमाणत: एकसिद्धापेक्षया न तु तत्प्रवाहमधिकृत्य, प्रवाहतस्त्वनादि तदोघमाश्रित्य । तथा चाह - तेऽपि भगवन्तः सिद्धा एवं एकसिद्धापेक्षया साद्यपर्यवसिताः प्रवाहापेक्षया अनाद्यपर्यवसिता इति ।
સૂત્ર-ટીકાર્થ— સિદ્ધસુખ એક સિદ્ધની અપેક્ષાએ સાદિ-અનંત છે. પ્રવાહથી તો સિદ્ધસમૂહને આશ્રયીને અનાદિ છે. સિદ્ધ ભગવંતો પણ એક સિદ્ધની અપેક્ષાએ સાદિ-અનંત અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ-અનંત છે.
૧૨. સર્વજીવોમાં ભવ્યત્વ સમાન હોવા છતાં તથાભવ્યત્વ ભિન્ન છે. तहाभव्वत्ताभावओ । विचित्तमेअं तहाफलभेएण । नाविचित्ते सहकारिभेओ, तदविक्खो तओत्ति । अणेगंतवाओ तत्तवाओ ।
Page #140
--------------------------------------------------------------------------
________________
પાંચમું સૂત્ર
પંચસૂત્ર
स खलु एवं, इहरहेगंतो मिच्छत्तमेसो, न इत्तो ववथा ।
अणारिहमेअं ॥ १२ ॥
,
૧૨૭
समाने भव्यत्वादौ कथमेतदेवम् ? इत्याह- तथाभव्यत्वादिभावात् तथाफलपरिपाकीह तथाभव्यत्वम् । अत एवाह-विचित्रमेतत् तथाभव्यत्वादि । कुत: ? इत्याह- तथाफलभेदेन कालादिभेदभाविफलभेदेनेत्यर्थः । समाने भव्यत्वे सहकारिभेदात्फलभेद इत्याशङ्कापोहायाह- नाविचित्रे तथाभव्यत्वादौ सहकारिभेदः । किमिति ? इत्याह- तदपेक्षस्तक इति तदतत्स्वभावत्वे तदुपनिपाताभावादिति । अनेकान्तवादस्तत्त्ववादः सर्वकारणसामर्थ्यापादनात् स खल्वनेकान्तवाद एवं तथाभव्यत्वादिभावे, इतरथैकान्तः सर्वथा भव्यत्वादेस्तुल्यतायाम् । ततः किम् ? इत्याह-मिथ्यात्वमेष एकान्तः । कुत: ? इत्याह- नातो व्यवस्था एकान्तात् भव्यत्वाभेदे सहकारिभेदस्यायोगात् तत्कर्मताभावात् कर्मणोऽपि कारकत्वात् । अतत्स्वभावस्य च कारकत्वासंभवादिति भावनीयम् । अत एवाहअनार्हतमेतद् एकान्ताश्रयणम् ।
સૂત્ર-ટીકાર્થ— ભવ્યત્વ વગેરે સમાન હોવા છતાં આ આ પ્રમાણે કેમ છે ? અર્થાત્ બધા જીવો એક સાથે મોક્ષમાં કેમ જતા નથી ? એ વિષે કહે છે–
તથાભવ્યત્વ આદિના કારણે બધા જીવો એકી સાથે મોક્ષમાં જતા નથી. અહીં તથાભવ્યત્વ તે તે રીતે ફળનો પરિપાક કરે છે. આથી જ ગ્રંથકાર કહે છે-આ તથાભવ્યત્વ વગેરે વિચિત્ર છે. કારણ કે તે તે રીતે ફળનો ભેદ છે, અર્થાત્ કાળ આદિના ભેદથી થનાર ફળ અલગ અલગ છે.
પ્રશ્ન— ભવ્યત્વ સમાન હોય, પણ સહકારી કારણના ભેદથી ફળભેદ થાય खेभन जने ?
ઉત્તર— ના, તથાભવ્યત્વાદિ અવિચિત્ર=સમાન હોય તો સહકારી કારएानो भेट न थाय. २९ । } (तदपेक्षस्तक इति =) सहकारीलेह तथात्लव्यत्वाहिनी અપેક્ષા રાખે છે. અર્થાત્ તથાભવ્યત્વાદિ પ્રમાણે સહકારી કારણનો યોગ થાય છે. એટલે તથાભવ્યત્વ વગેરે સમાન હોય તો સહકારી કારણ પણ સમાન હોય. सहडारी डारए। समान नथी भाटे तथालव्यत्व वगेरे समान नथी. (तदतत्स्वभावत्वे
Page #141
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૨૮
પાંચમું સૂત્ર
તાપિતામાવિિતક) જો સહકારીભેદનો તથાભવ્યત્વાદિની અપેક્ષા રાખવાનો સ્વભાવ ન હોય તો સહકારી કારણનો જુદા-જુદા સમયે અલગ અલગ રીતે યોગ ન હોય. સહકારી કારણોનો એક જ સમયે એક જ રીતે યોગ કેમ નથી થતો ? સહકારી કારણોનો એક જ રીતે યોગ થતો નથી, એનાથી સિદ્ધ થાય છે કે સહકારી કારણ કોઇની અપેક્ષા રાખે છે. કોની અપેક્ષા રાખે છે ? એના ઉત્તરમાં તથાભવ્યત્યાદિની અપેક્ષા રાખે છે એમ માનવું પડે. સહકારી કારણોનો ભેદ હોવાથી તથાભવ્યત્યાદિનો પણ ભેદ સિદ્ધ થાય છે. કારણ કે તથાભવ્યત્વાદિ પ્રમાણે સહકારી કારણોનો યોગ થાય છે.
અનેકાંતવાદ તાત્ત્વિકવાદ છે. કારણ કે અનેકાંતવાદ સર્વ કારણોના સામÁને સ્વીકારે છે, અર્થાત્ કોઇ પણ કાર્ય કોઇ એક જ કારણના સામર્થ્યથી થતું નથી, કિંતુ સર્વ અનેક કારણોના સામર્થ્યથી થાય છે, એમ માને છે. અનેકાંતવાદ તથાભવ્યત્વાદિભાવમાં ઘટે છે, અર્થાત્ ભવ્યત્વાદિ અસમાન ( ભિન્નભિન્ન) હોવાથી અનેકાંતવાદ ઘટે છે. અન્યથા (=ભવ્યત્વાદિ સમાન હોય તો) એકાંતવાદ છે. એકાંતવાદ મિથ્યાત્વ છે. એકાંતવાદથી (સહકારીભેદની) વ્યવસ્થા ન થાય. કારણ કે એકાંતવાદમાં ભવ્યત્યાદિ સમાન હોવાથી સહકારી કારણનો કાલાદિથી ભેદ ન ઘટી શકે.
ભવ્યત્વના અભેદમાં સહકારી ભેદ કેમ ન ઘટે તેનું કારણ જણાવે છેતર્કતામાવા–તેની=સહકારીભેદની કર્મતાનો અભાવ હોવાથી ભવ્યત્વના અભેદમાં સહકારી ભેદ ન ઘટે.
અહીં કર્યતાનો અભાવ આ પ્રમાણે છે- ભવ્યત્વ અસમાન (=ભિન્ન) હોય તો ભવ્યત્વને સહકારીભેદનો યોગ પ્રાપ્ત થાય. અહીં સહકારીભેદનો યોગ કોને પ્રાપ્ત થાય ? ભવ્યત્વને. માટે ભવ્યત્વ કર્મ છે.
હવે જો ભવ્યત્વ સમાન હોય તો ભવ્યત્વને સહકારીભેદનો યોગ પ્રાપ્ત ન થાય. એથી ભવ્યત્વ સહકારીભેદની પ્રાપ્તિનું કર્મ ન થાય. માટે અહીં ટીકામાં લખ્યું કે તારામૈતામાવા ભવ્યત્વના અભેદમાં સહકારીભેદનો યોગ થતો ન હોવાથી ભવ્યત્વમાં તેની સહકારીભેદની કર્મતાનો અભાવ થાય છે.
પ્રશ્ન- ભવ્યત્વના અભેદમાં સહકારીભેદની પ્રાપ્તિની અપેક્ષાએ ભવ્યત્વમાં કર્મતા નથી તો પણ સહકારીભેદરૂપ કાર્ય થાય એમ માનવામાં શો વાંધો છે ?
Page #142
--------------------------------------------------------------------------
________________
પાંચમું સૂત્ર
પંચસૂત્ર
ઉત્તર- ર્મનોવિકારાત્=કર્મનું પણ કારકપણું છે, એટલે કે કર્મ પણ કાર્યમાં કારણ છે. એથી જો કર્મ જ ન હોય તો કાર્ય ન થાય. તેથી જો ભવ્યત્વમાં સહકારીભેદની પ્રાપ્તિની કર્મતા ન હોય તો સહકા૨ીભેદરૂપ કાર્ય ન થાય.
૧૨૯
પ્રશ્ન- બધાનું ભવ્યત્વ સમાન હોવા છતાં સહકા૨ીભેદની કર્મતા છે, અર્થાત્ બધાનું ભવ્યત્વ સમાન હોવા છતાં જુદાજુદા જીવને ભિન્ન ભિન્ન પ્રયત્નથી ભિન્ન ભિન્ન સહકારીની પ્રાપ્તિ થાય છે, તેથી ભવ્યત્વમાં સહકારીભેદની કર્મતા છે. આમ માનવામાં શો વાંધો છે ?
જેમકે- માટીમાંથી કોઇ કારીગર ઘડા બનાવે તો કોઇ કારીગર બાવલાં બનાવે. અહીં બંને માટીમાં યોગ્યતા સમાન છે. માત્ર કારીગરના ભિન્ન પ્રયત્નથી સહકારીનો ભેદ પ્રાપ્ત થયો. તે રીતે દરેક જીવમાં સિદ્ધિગમન યોગ્યતારૂપ ભવ્યત્વ સમાન છે. આમ છતાં તે તે જીવના તેવા પ્રયત્નના કારણે સહકારીભેદ પ્રાપ્ત થાય. તેથી કાર્યભેદ થાય. આમ માનવામાં શો વાંધો ?
ઉત્તર-વ્રતત્વમાવસ્ય ચ ારામમવા=જો ભવ્યત્વનો સહકારીભેદને અનુકૂળ સ્વભાવ ન હોય તો તેનામાં કારકપણું ન આવે, અર્થાત્ જો બધાનું ભવ્યત્વ સમાન હોય તો તેનામાં સહકારીભેદની કર્મતા માની શકાય નહિ. જો માટીમાં ઘડા રૂપે બનવાની યોગ્યતા જ ન હોય તો ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં માટીમાંથી ઘડો ન બને. માટીમાં ઘડા રૂપે બનવાની યોગ્યતા હોય તો જ તેવા પ્રયત્નથી ઘડો બની શકે. તેવી રીતે પ્રસ્તુતમાં ભવ્યત્વનો સહકારીભેદને યોગ્ય સ્વભાવ હોય તો જ તેનામાં કારકપણું આવે. જો ભવ્યત્વનો સહકારીભેદને યોગ્ય સ્વભાવ ન હોય તો ગમે તેવો પ્રયત્ન કરવા છતાં તેનામાં સહકારીભેદની કર્મતા ન આવે. આ પ્રમાણે વિચારવું.
આથી જ ગ્રંથકાર કહે છે- એકાંતનો આશ્રય અરિહંતના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. ૧૩. બંધ વિના મુક્તિ ન ઘટે
संसारिणो उ सिद्धत्तं । नाबद्धस्स मुत्ती सद्दत्थरहिआ । अणाइमं बंधो पवाहेणं, अईअकालतुल्लो । अबद्धबंधणे वाऽमुत्ती पुणोबंधपसंगओ, अविसेसो अ बद्धमुक्काणं ॥ १३॥
प्रस्तुतप्रसाधकमेव न्यायान्तरमाह - संसारिण एव सिद्धत्वं, नान्यस्य । कोऽयं
Page #143
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પાંચમું સૂત્ર
I
I
નિયમ: ? ત્યાહ-નાવજસ્ય મુક્તિ: તાત્ત્વિળી, ત્યાન્ન-શદ્દાર્થ હિતા વન્યાभावेन । अयं चानादिमान् बन्धः प्रवाहेण संतत्या । कथं युक्तिसङ्गतोभूतिभावेन इत्याह- अतीतकालतुल्यः स हि प्रवाहेणानादिमाननुभूतवर्त्तमानभावश्च । यथोक्तम्
૧૩૦
भवति स नामातीतः प्राप्तो यो नाम वर्तमानत्वम् ।
',
एष्यंश्च नाम स भवति, य: प्राप्स्यति वर्त्तमानत्वम् ॥
किं वाऽबद्धबन्धने प्रथमं अमुक्तिर्मुक्त्यभावः । कुत: ? इत्याह-पुनर्बन्ध - प्रसङ्गात् अबद्धत्वेन हेतुना । तथा चाह- अविशेषो बद्धमुक्तयोरिति ।
સૂત્ર-ટીકાર્થ— પ્રસ્તુત વિષયને જ સિદ્ધ કરનાર અન્ય પ્રમાણને કહે છેસંસારી (=કર્મથી બદ્ધ) જ જીવ સિદ્ધ બને છે, અન્ય નહિ. આ કયો નિયમ છે તે કહે છે, અર્થાત્ સંસારી જ જીવ સિદ્ધ બને છે એમાં કયો નિયમ છે તે કહે છે-કા૨ણ કે અબદ્ધ જીવની મુક્તિ બંધરહિત હોવાના કારણે શબ્દાર્થ રહિત હોવાથી તાત્ત્વિક નથી. (બંધનથી છૂટવું એવો મુક્તિ શબ્દનો અર્થ છે. જે બંધાયેલો જ ન હોય તેને છૂટવાનું પણ ન હોય.) બંધ પ્રવાહથી અનાદિમાન છે.
જેનો ભૂતિભાવ હોય, અર્થાત્ જે વસ્તુ ઉત્પન્ન થાય, તેની આદિ હોય. જેમ કે ઘટ ઉત્પન્ન થાય છે તો તેની આદિ છે. તેમ બંધ પણ ઉત્પન્ન થાય છે. માટે અમુક સમયે બંધની શરૂઆત થઇ એમ બંધની ઉત્પત્તિનો આદિ કાળ હોવો જોઇએ. આથી અનાદિમાન બંધ કેવી રીતે યુક્તિસંગત થાય એ વિષે કહે છે-બંધ ભૂતકાળ સમાન છે. ભૂતકાળ પ્રવાહથી અનાદિમાન છે અને વર્તમાન કાળનો અનુભવ કરેલો છે. ભૂતકાળમાં તે તે કાળે વર્તમાનપણું હતું અને તેથી તેની ઉત્પત્તિ પણ હતી, છતાં તે ભૂતકાળ પ્રવાહથી અનાદિ છે=આદિથી રહિત છે. તે પ્રમાણે બંધ પ્રતિક્ષણ ઉત્પન્ન થતો હોવા છતાં આદિથી રહિત છે–અનાદિ છે.
કહ્યું છે કે-“ભૂતકાળ તે છે કે જેણે પહેલાં વર્તમાનપણાને પ્રાપ્ત કર્યો છે. ભવિષ્યકાળ તે છે કે જે વર્તમાનપણાને પ્રાપ્ત કરશે’’
આત્મા પહેલાં બંધરહિત હતો. પણ પછી બંધાયો એમ અબદ્ધનો બંધ માનવામાં આવે તો મુક્તિ જ ન થાય. કારણ કે મુક્તિ થયા પછી ફરી બંધ થાય. પહેલાં અબદ્ધ હતો અને બંધાયો, તો મુક્ત થયા પછી પણ બંધાય. એમ થતાં બદ્ધ અને
Page #144
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
મુક્તમાં કોઇ વિશેષતા ન રહે.
૧૩૧
પાંચમું સૂત્ર
૧૪. અનાદિ બંધનો વિયોગ થાય.
अणाइजोगेवि विओगो कंचणोवलनाणं ॥ १४ ॥
अनादिमति बन्धे मोक्षाभाव: तत्स्वाभाविकत्वेनेत्याशङ्कानिराशायाह-अनादियोगेऽपि सति वियोगोऽविरुद्ध एव काञ्चनोपलज्ञातेन लोके तथादर्शनात् । योगो बन्ध इत्यनर्थान्तरम् ।
સૂત્ર-ટીકાર્થ— બંધ અનાદિમાન હોવાથી સ્વાભાવિક સિદ્ધ થયો. જે સ્વાભાવિક હોય તેનો અંત ન આવે. આથી બંધનો અંત ન આવવાથી મોક્ષ ન થાય. આવી આશંકાનું નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે-બંધ અનાદિથી હોવા છતાં સુવર્ણપથ્થરના દૃષ્ટાંતથી બંધનો વિયોગ ઘટે છે. સુવર્ણ અને માટીનો સંયોગ અનાદિ હોવા છતાં અગ્નિ-તેજાબ વગેરેથી બંને અલગ થાય છે તેમ લોકમાં જોવામાં આવે છે. તે પ્રમાણે કર્મબંધનાં કારણોને દૂર કરવાથી આત્મા અને કર્મ એ બંને અલગ થાય છે અને તેથી આત્માનો મોક્ષ થાય છે. અહીં યોગ અને બંધ એ બંને શબ્દોનો એક જ અર્થ છે.
૧૫. સાંખ્યમત માન્ય દિદક્ષા અપ્રામાણિક છે.
न दिदिक्खा अकरणस्स न यादिट्ठमि एसा । न सहजाए निवित्ती । न निवित्तीय आयट्ठाणं, नयण्णहा तस्सेसा । न भव्वत्ततुल्ला नाएणं, न केवलजीवरूवमेअं । न भाविजोगाविक्खाए तुल्लत्तं, तया केवलत्तेण सयाविसेसओ । तहा सहावकप्पणमप्पमाणमेव । एसेव दोसो परिकप्पिआए ।। १५ ।।
आदावबद्धस्य दिदृक्षा, बद्धमुक्तस्य तु न सेति दोषाभावादादिमानेव बन्धोऽस्त्वित्याशङ्काव्यपोहायाह-न दिदृक्षाऽकरणस्येन्द्रियरहितस्य बद्धस्य चैतानि । तथा न चादृष्टे एषा दिक्षा, द्रष्टुमिच्छा दिदृक्षेति कृत्वा । सहजैवैषेत्यारेकानिराकरणायाह-न सहजाया निवृत्तिर्दिक्षायाश्चैतन्यवत् । अस्तु वेयमित्यभ्यु
Page #145
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૩૨
પાંચમું સૂત્ર
पेत्य दोषमाह-न निवृत्तौ दिदृक्षाया आत्मनः स्थानं, तदव्यतिरेकात् । तथा चाह-नान्यथा तस्यैषा आत्मनो दिक्षायोगात् । तदव्यतिरेकेऽपि भव्यत्वस्येव तन्निवृत्तौ दोषाभाव इत्याशङ्कापोहायाह-न भव्यत्वतुल्या न्यायेन दिक्षा । कुतः? इत्याह-न केवलजीवरूपमेतद् भव्यत्वम् । दिक्षा तु केवलजीवरूपेत्यर्थः । न भावियोगापेक्षया महदादिभावे तदा केवलत्वेन तुल्यत्वं दिक्षायाः भव्यत्वेन । अत्र युक्तिमाह-तदा केवलत्वेन भावियोगाभावे सदा अविशेषात् तथा सांसिद्धिकत्वेन तदूर्ध्वमपि दिदृक्षापत्तिरिति हृदयम् । एवं स्वभावैवेयं दिक्षा या महदादिभावाद्विकारदर्शने केवलावस्थायां निवर्तते, इत्येतदाशब्याह-तथा स्वभावकल्पनं कैवल्याविशेषे प्रक्रमाद्दिक्षाया भावाभावस्वभावकल्पनमप्रमाणमेव । आत्मनस्तद्भेदापत्तेः प्रकृतेः पुरुषाधिकत्वेन तद्भावापत्त्येति गर्भः । अत एवाहएष एव दोषः प्रमाणाभावलक्षणः परिकल्पितायां दिक्षायां अभ्युपगम्यमानायां तथा हि परिकल्पिता न किञ्चित्, कथं तत्र प्रमाणवृत्तिरिति ।
સૂત્ર-ટીકાર્થ– પહેલાં આત્મા અબદ્ધ હતો, પણ દિદશાથી (=સત્ત્વ, રજસ અને તમસ એ ત્રિગુણાત્મક પ્રકૃતિના વિકારને જોવાની ઇચ્છાથી) બંધાયો. મુક્ત થયા પછી દિદક્ષા ન હોવાથી ફરી બંધાતો નથી. આમ માનવામાં કોઇ દોષ ન હોવાથી બંધ આદિમાન જ હો એવી શંકાને દૂર કરવા માટે ગ્રંથકાર કહે છે-ઇંદ્રિય રહિતને દિદક્ષા ન હોય. ઇંદ્રિયો બદ્ધ આત્માને હોય. અબદ્ધ આત્મા ઇંદ્રિય રહિત હોય છે. તથા દિદક્ષા એટલે જોવાની ઇચ્છા. જે વસ્તુ અદૃષ્ટ હોય, એટલે કે ક્યારે ય જાણી ન હોય, સાંભળી ન હોય તેવી હોય, તે વસ્તુ સંબંધી દિક્ષા ન થાય. દિક્ષા સહજ છે=આત્માની સાથે જ થયેલી છે, અર્થાત્ જ્યારથી આત્મા છે ત્યારથી જ દિદક્ષા છે એવી આશંકાનું નિરાકરણ કરવા માટે કહે છે-જો દિદક્ષાને સહજ માનવામાં આવે તો તેની ચૈતન્યની જેમ કદી નિવૃત્તિ ન થાય. અર્થાત્ જેમ આત્માનો ચૈતન્ય ગુણ સહજ હોવાથી કદી આત્માથી જુદો ન થાય. અથવા દિદક્ષાની નિવૃત્તિ થાઓ એમ સ્વીકારીને દોષને કહે છે-હવે જો દિદલાની નિવૃત્તિ થાય તો આત્મા જ ૧. કર્મરહિત શુદ્ધ આત્માને પોડë વહુ એક હું ઘણા રૂપવાળો બનું એમ પ્રકૃતિના વિકારને જોવાની ઇચ્છા થવાથી મહદ્ વગેરે ચોવીસ તત્ત્વોનો સંયોગ થતાં તે સંસારી બને
છે. પછી તત્ત્વજ્ઞાન (પુરુષ અને પ્રકૃતિના ભેદનું જ્ઞાન) થતાં આત્મા મુક્ત બને છે અને , દિક્ષા પણ રહેતી નથી. આવો સાંખ્યમત છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૩૩
પાંચમું સૂત્ર
ન રહે. કારણ કે આત્મા દિદક્ષાથી ભિન્ન નથી. અન્યથા (દિદલાની નિવૃત્તિ થવા છતાં આત્મા રહેતો હોય તો) દિક્ષાનો આત્માની સાથે સંબંધ ન રહેવાથી એ દિક્ષા આત્માની નથી.
જેમ આત્માથી અભિન્ન હોવા છતાં ભવ્યત્વની નિવૃત્તિ થાય છે તેમ દિદશાની નિવૃત્તિ થવામાં કોઇ દોષ નથી એ શંકાને દૂર કરવા માટે કહે છે-પ્રમાણથી દિક્ષા ભવ્યત્વના જેવી નથી. કારણ કે ભવ્યત્વ કેવલ (સર્વથા શુદ્ધ) જીવરૂપ નથી, જ્યારે દિક્ષા કેવલ જીવરૂપ છે. આથી મોક્ષમાં પણ દિદક્ષા રહેશે. ભવ્યત્વ તો અનાદિથી બદ્ધ અશુદ્ધ આત્માની અવસ્થા છે. તેથી આત્મા અબદ્ધ શુદ્ધ બની ગયા પછી એમાં એ શી રીતે રહે ? ન જ રહે. જ્યારે દિદક્ષા શુદ્ધ-અબદ્ધ આત્માની અવસ્થા છે. આત્માની એવી અવસ્થા કેવલ્યા પછી પણ રહે છે. તેથી દિદક્ષા કેવલ્યાવસ્થામાં (મોક્ષમાં) પણ રહે.
પ્રશ્ન- બંધ નથી ત્યારે એકલી દિક્ષા છે. પણ ભાવયોગની અપેક્ષાએ (મહદ્ આદિનો યોગ થશે ત્યારે મહદ્ આદિ પણ હોવાથી એકલી દિક્ષા નથી એ અપેક્ષાએ) દિદક્ષા કેવલ જીવ સ્વરૂપ નથી. આથી ભાવયોગની અપેક્ષાએ દિક્ષા ભવ્યત્વ સમાન છે.
ઉત્તર– જે વખતે મહદ્ આદિનો યોગ થયો નથી તે વખતે દિદક્ષા એકલી હોય છે. જ્યારે મહદ્ આદિનો યોગ થાય છે ત્યારે તેમાં કોઇ વિશેષતા આવતી નથી. દિક્ષા સદા એકસરખી હોવાના કારણે (ચૈતન્ય ગુણની જેમ) સ્વભાવ સિદ્ધ (=સહજ) હોવાથી મહદ્ આદિનો વિયોગ થાય ત્યારે પણ દિદક્ષાની વિદ્યમાનતાની આપત્તિ આવે છે.
પ્રશ્ન–મહ આદિનો સંયોગ થયા પછી વિકારનું દર્શન થતાં કેવલ્ય અવસ્થામાં નિવૃત્ત થવાનો દિદક્ષાને સ્વભાવ છે. આથી મહદ્ આદિનો વિયોગ થાય ત્યારે પણ દિક્ષાની વિદ્યમાનતાની આપત્તિ નહિ રહે.
ઉત્તર– દિક્ષાના આવા (અમુક સમય સુધી રહે અને પછી નિવૃત્ત થાય તેવા) સ્વભાવની કલ્પના અપ્રામાણિક છે. મહદ્ વગેરે વિકારો થયા પહેલાંની અનાદિ શુદ્ધ કેવલ્યાવસ્થા અને વિકારનાં દર્શન પછી વિવેકખ્યાતિથી થતી કેવલ્યાવસ્થા એ બંને શુદ્ધ અવસ્થામાં કાંઇ જ ફરક નથી. તેમ છતાં એક ( પૂર્વની) અવસ્થામાં દિક્ષા રહે અને બીજી (પછીની) અવસ્થામાં દિક્ષા ન રહે એમ
Page #147
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
માનવામાં કોઇ પ્રમાણ નથી.
બીજી વાત (આત્મનઃસ્તસ્મેલાપત્તઃ પ્રતે પુરુષાધિત્વન તમાવાપત્યેતિ નર્મ:=) અપ્રામાણિક પણ દિક્ષાને માનવાથી દિદક્ષાને આત્માથી ભિન્ન માનવાની આપત્તિ આવે. કેમ કે પ્રકૃતિ જ બધું કરતી હોવાથી પ્રકૃતિને પુરુષ (=આત્મા) કરતાં પણ અધિક માની છે. તેથી દિદક્ષાને પ્રકૃતિ સ્વરૂપ માનવાની આપત્તિ આવે. આમ દિદક્ષા પ્રકૃતિ સ્વરૂપ બને એથી આત્માથી ભિન્ન જ બને.
૧૩૪
પાંચમું સૂત્ર
આથી જ ગ્રંથકાર કહે છે— કલ્પેલી દિદક્ષાનો સ્વીકાર કરવામાં પણ
પ્રમાણાભાવરૂપ દોષ છે. તે આ પ્રમાણે-કલ્પેલી દિક્ષા (બંધ-મોક્ષ વગેરે) કશું ક૨વા સમર્થ નથી. જે કશું કરવા સમર્થ ન હોય તેના અસ્તિત્વમાં પ્રમાણ કેવી રીતે હોય ? અર્થાત્ ન હોય.
૧૬. પરિણામ ભેદથી બંધ-મોક્ષનો ભેદ
परिणामभेआ बंधाइभेओ त्ति साहु, सव्वनयविसुद्धिए निरुवचरिओभयभावेणं ॥ १६॥
तदेवं व्यवस्थिते सति परिणामभेदाद् आत्मन इति प्रक्रमः, बन्धादिभेदो बन्धमोक्षभेद इत्येतत्साधु प्रमाणोपपन्नम् । न खल्वन्ययोगवियोगौ विहाय मुख्यः परिणामभेदः, भवाच्च मुक्तिरनादिमांश्च भव इति नीत्या । अत एवाह - सर्वनयविशुद्ध्या । अनन्तरोदितसाधुफलोपदर्शनायाह-निरुपचरितोभयभावेन प्रक्रमात् मुख्यबन्धमोक्षभावेन । સૂત્ર-ટીકાર્ય—
પ્રશ્ન— જો દિક્ષા માનવામાં આવે તો દિદક્ષા હોય ત્યાં સુધી બંધ અને દિદક્ષાની નિવૃત્તિ થતાં મોક્ષ એમ બંધ-મોક્ષનો ભેદ (=વ્યવસ્થા) થાય છે. પણ દિક્ષા ન માનવામાં આવે તો બંધ-મોક્ષનો ભેદ કેવી રીતે થઇ શકે ?
----
ઉત્તર બંધ અનાદિથી હોવા છતાં સુવર્ણ-પથ્થ૨ના ધ્રુષ્ટાંતથી બંધનો વિયોગ થાય એવો નિર્ણય થયે છતે આત્માના પરિણામના ભેદથી બંધ અને મોક્ષનો ભેદ માનવો એ પ્રમાણયુક્ત છે.
પ્રશ્ન— પરિણામનો ભેદ એટલે શું ?
ઉત્તર— અન્યનો યોગ અને વિયોગ એ મુખ્ય પરિણામભેદ છે, અર્થાત્
Page #148
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૩૫
પાંચમું સૂત્ર
કર્મનો યોગ એ બંધ અને કર્મનો વિયોગ એ મોક્ષ છે. કેમ કે ભવથી મોક્ષ થયો, સંસાર અનાદિમાન છે, એવો વ્યવહાર થાય છે. સર્વકર્મોનો વિયોગ થાય ત્યારે ભવથી મોક્ષ થાય છે. અનાદિકાલીન કર્મના સંબંધના કારણે સંસાર અનાદિમાન છે.
આથી જ ગ્રંથકાર કહે છે-પરિણામ ભેદથી બંધ-મોક્ષનો ભેદ સર્વ નયોથી વિશુદ્ધ (=સર્વનયસંમત) છે. હમણાં પરિણામ ભેદથી બંધ-મોક્ષનો ભેદ પ્રમાણથી યુક્ત છે એમ જે કહ્યું તેનું શુભ ફળ બતાવવા માટે ગ્રંથકાર કહે છે-પરિણામભેદથી બંધ-મોક્ષનો ભેદ સર્વનયોથી વિશુદ્ધ (=સર્વનયસંમત) હોવાથી ઉપચાર રહિત (=મુખ્ય-તાત્વિક) બંધ-મોક્ષ સિદ્ધ થાય છે.
૧૭. કર્મ બોધિસ્વરૂપ નથી, તથા સર્વથા અસત્ પણ નથી. न अप्पभूअं कम्मं । न परिकप्पिअमेअं। न एवं भवादिभेओ ॥१७॥
एवं द्रव्यास्तिकमतमधिकृत्य कृता निरूपणा । पर्ययास्तिकमतमधिकृत्याह-नात्मभूतं कर्म, न बोधस्वलक्षणमेवेत्यर्थः । तथा न परिकल्पितमसदेवैतत्कर्मवासनादिरूपम् । कुतः ? इत्याह-नैवं भवादिभेदः । आत्मभूते परिकल्पिते वा कर्मणि बोधमात्राविशेषेण क्षणभेदेऽपि मुक्तक्षणभेदवन्न भवापवर्गविशेषः ।
સૂત્ર-ટીકાઈ– આ રીતે દ્રવાસ્તિકનયની અપેક્ષાએ પ્રરૂપણા કરી, અર્થાત્ અનાદિબદ્ધ આત્મદ્રવ્ય અને મુક્ત આત્મદ્રવ્ય એ બે પ્રમાણસિદ્ધ છે એમ કહ્યું. હવે પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ પ્રરૂપણા કરે છે, અર્થાત્ બંધ-મોક્ષ પર્યાય વાસ્તવિક છે (કાલ્પનિક નથી) એમ જણાવે છે.
કર્મ આત્મભૂત નથી, એટલે કે કેવળ બોધસ્વરૂપ જ નથી. કર્મ જેમ કેવળ બોધસ્વરૂપ જ નથી તેમ સર્વથા પરિકલ્પિત=અસતું પણ નથી, અર્થાત્ "વાસનારૂપ નથી. કારણ કે કર્મ સર્વથા બોધસ્વરૂપ કે અસતું હોય તો સંસાર અને મોક્ષનો (=બંધ-મોક્ષનો) ભેદ ન થાય. તે આ પ્રમાણે-બૌદ્ધો સર્વ વસ્તુને ક્ષણિક માને છે. જો બધી વસ્તુઓ ક્ષણિક હોય તો બીજી ક્ષણે તે જ વસ્તુ કેમ દેખાય છે. આ પ્રશ્નના સમાધાન માટે બૌદ્ધો “સંતાન' પદાર્થને માને છે. સંતાન એટલે ક્ષણપ્ર૧. બૌદ્ધની યોગાચાર” શાખાવાળા સર્વ વસ્તુઓને વિજ્ઞાનસ્વરૂપ માને છે. એથી એમની
દષ્ટિએ કર્મ જ્ઞાનસ્વરૂપ છે. બૌદ્ધની માધ્યમિક શાખાવાળા સર્વ વસ્તુઓને અસતુત્રવાસનારૂપ માને છે. સર્વ વસ્તુઓ નહિ હોવા છતાં વાસનાના (=ભ્રાંતિના) કારણે દેખાય છે. એટલે બધું વાસનારૂપ છે. આથી કર્મ પણ વાસનારૂપ છે એમ માને છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પાંચમું સૂત્ર
વાહ. દરેક વસ્તુ પૂર્વ પૂર્વ ક્ષણે નાશ પામે છે અને ઉત્તર ઉત્તર ક્ષણે તે જ પ્રકારની નવી વસ્તુ ઉત્પન્ન થાય છે. આથી વસ્તુ ઉત્પન્ન થાય ત્યારથી આરંભી સર્વથા નાશ ન પામે ત્યાં સુધી સમાન ક્ષણપ્રવાહ ચાલ્યા કરે છે. એટલે પ્રત્યેક ક્ષણે નિરંતર સમાનરૂપે વસ્તુની ઉત્પત્તિ એ ક્ષણપ્રવાહ છે. વસ્તુ સર્વથા નાશ પામે ત્યારે ક્ષણપ્રવાહનો=સંતાનનો નાશ થાય છે, અને નવા ક્ષણપ્રવાહની=સંતાનની ઉત્પત્તિ થાય છે. દા.ત. હરણ જન્મ્યું ત્યારથી તે દરેક ક્ષણે નાશ પામે છે, અને સમાનરૂપે ઉત્પન્ન થાય છે. આથી હરણનો ક્ષણપ્રવાહ=સંતાન ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તો હ૨ણ ક્ષણનો=હરણરૂપ ક્ષણનો પ્રવાહ ચાલે છે.
૧૩૬
તે પ્રમાણે આત્માનો પણ ક્ષણપ્રવાહ ચાલે છે. આત્માના ક્ષણ પ્રવાહને ચિત્યુંતતિ કહેવામાં આવે છે. ચિત્સંતતિ સોપપ્લવ અને નિરુપપ્લવ એમ બે પ્રકારે છે. સંસારમાં રહેલા આત્માની સોપપ્લવ ચિત્સંતતિ ચાલે છે, અને આ બધું અસત્ છે એવું જ્ઞાન થવાથી રાગાદિ દૂર થતાં સોપપ્લવ ચિત્સંતતિનો અંત આવે છે, અને નિરુપપ્લવ ચિત્સંતતિ ચાલે છે. સોપપ્લવ ચિત્સંતતિ રૂપ ક્ષણ એ સંસાર અને નિરુપપ્લવ ચિત્સંતતિરૂપ ક્ષણ એ મોક્ષ છે. આમ ક્ષણભેદથી બંધ અને મોક્ષનો ભેદ થાય છે. આ પ્રમાણે બૌદ્ધો માને છે. આમ ક્ષણભેદ થવા છતાં બોધ (=ચિત્સંતતિ) બંને ક્ષણોમાં છે. એટલે કે જેમ સંસાર અવસ્થામાં બોધ હોય છે, તેમ મોક્ષ અવસ્થામાં પણ બોધ હોય છે, અને કર્મ બોધસ્વરૂપ છે. આથી સંસાર અને મોક્ષ એ બંને અવસ્થામાં કર્મ હોવાથી મુક્તક્ષણના ભેદની જેમ સંસાર અને મોક્ષમાં કોઇ ભેદ પડ્યો નહિ.
૧૮. સો સર્વથા વિનાશ માનવામાં સર્વથા અસત્ની ઉત્પત્તિ થવાની આપત્તિ. 'न भवाभावो उ सिद्धी । 'न तदुच्छेदेऽणुष्णाओ ।
श्न एवं समंजसत्तं । * नाऽणाइमंतो भवो । 'न हेउफलभावो । ६ तस्स तहा सहावकप्पणमजुत्तं निराहारऽन्नयकओ निओમેળ ।।૮।।
૧. ક્ષણિકવાદીના મતે દરેક વસ્તુના ક્ષણે ક્ષણે નાશ અને ઉત્પત્તિ થતા હોવાથી વસ્તુને પણ ક્ષણ કહેવામાં આવે છે. જેમકે મનુષ્યક્ષણ, ઘટક્ષણ અથવા હરણનો ક્ષણ, મનુષ્યનો ક્ષણ, ઘટનો ક્ષણ એમ પણ કહેવાય છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૩૭
પાંચમું સૂત્ર
'तथा न भवाभाव एव सिद्धिः, सन्तानोच्छेदरूपा प्रध्यातप्रदीपोपमा । अत्र युक्तिमाह-'न तदुच्छेदेऽनुत्पादः, न सन्तानोच्छेदेऽनुत्पादस्तस्यैव । किं तर्हृत्पाद एव यथाऽसौ सन्नुच्छिद्यते, एवमसन्नप्युत्पद्यतामिति को विरोध: ? । यद्येवं ततः किम् ? इत्याह-नैवं समञ्जसत्वं न्यायोपपन्नत्वम् । कथम् ? इत्याह*एवं हि नानादिमान् भवः संसारः कदाचिदेव सन्तानोत्पत्तेः । 'तथा न हेतुफलभावः । चरमाद्यक्षणयोरकारणकार्यत्वात् । पक्षान्तरनिरासायाह-'तस्य तथास्वभावकल्पनमयुक्तम् । कुतः ? इत्याह-निराधारोऽन्वयः कृतो नियोगेन, अयमत्र भावार्थः, स्वो भाव इत्यात्मीया सत्ता स्वभावः । एवं च स निवृत्तिस्वभाव इति स्वाभाविकी आत्मीया सत्तेति निराधारत्वम् । यद्वाऽन्वयाभावस्तन्निवृत्तेस्तत्त्वादिति नियोगग्रहणमवश्यमिदमित्थमन्यथा शब्दार्थायोगादिति ख्यापनार्थं, एवमाद्यक्षणेऽपि भावनीयम् ।
સૂત્ર-ટીકાર્થ– સંસારનો અભાવ એ જ મોક્ષ છે. અર્થાત્ જેમ દીપકના બૂઝાઇ ગયા પછી પ્રકાશનો સર્વથા અભાવ થાય છે, તેમ સંતતિનો ઉચ્છેદ (=સર્વનો નાશ) થતાં સંસારનો અભાવ થાય છે, અને એ જ મોક્ષ છે. સંતતિ સંસાર છે અને સંતતિનો સર્વથા ઉચ્છેદ મોક્ષ છે. આમ માનવું યોગ્ય નથી.
આમ માનવું યોગ્ય નથી એ વિષે યુક્તિને કહે છે-નાસતો વિદતે માવો, નામાવો વિદતે સતિ =“અસતુનો (=સર્વથા અવિદ્યમાનનો) ભાવ (=ઉત્પત્તિ) ન થાય, અને સત્નો સર્વથા અભાવ (=નાશ) ન થાય.” એવો નિયમ છે. જે વિદ્યમાન હોય તેની જ પર્યાયાંતર રૂપે ઉત્પત્તિ થાય. તથા સત્નો સર્વથા અભાવ ન થાય, કિંતુ પર્યાયાંતર થાય. આ નિયમ હોવા છતાં જો તમે સંતતિનો સર્વથા ઉચ્છેદ માનશો તો ફરી પણ ક્યારેક સંતતિની અવશ્ય ઉત્પત્તિ થશે, એમ માનવાની આપત્તિ આવશે. કારણ કે જેમ સત્નો સર્વથા ઉચ્છેદ થાય છે તેમ સર્વથા અસત્ની ઉત્પત્તિ પણ થાય. પ્રશ્ન- સર્વથા અસત્ની ઉત્પત્તિ થાય તેમાં શો વાંધો છે ?
ઉત્તર– સર્વથા અસતુની ઉત્પત્તિ યુક્તિયુક્ત નથી. સર્વથા અસત્ની ઉત્પત્તિ માનવામાં બે વિરોધ આવે છે.
(૧) એક વિરોધ એ છે કે ક્યારેક સંતાનની ઉત્પત્તિ થવાથી સંસાર અનાદિ
Page #151
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૩૮
પાંચમું સૂત્ર
તરીકે સિદ્ધ નહિ થઇ શકે.
"(૨) બીજો વિરોધ એ છે કે કારણ-કાર્ય ભાવ નહિ રહે. જે સંતતિનો સર્વથા ઉચ્છેદ થાય છે તેની અંતિમ ક્ષણ અને જે સંતતિની ઉત્પત્તિ થાય છે તેની પ્રથમ ક્ષણ એ બંને વચ્ચે કારણ-કાર્ય ભાવ નહિ રહે. અર્થાત્ પ્રથમ ક્ષણરૂપ કાર્યનું અંતિમક્ષિણ કારણ નથી. આથી કારણ વિના જ કાર્યની ઉત્પત્તિ થશે.
પ્રશ્ન-ચરમક્ષણનો તેવો(ઋતદ્દન નિવૃત્ત થવાનો) સ્વભાવ છે અને આદ્યક્ષણનો ઉત્પન્ન થવાનો સ્વભાવ છે. જ્યાં સ્વભાવ હોય ત્યાં આમ કેમ એ પ્રશ્ન જ ન હોય.
‘ઉત્તર- ચરમક્ષણના તેવા સ્વભાવની કલ્પના અયુક્ત છે. કેમ કે તેમાં સ્વભાવ નિરાધાર બને, અથવા અન્વય (=સંબંધ) ન રહે એ બે દોષ અવશ્ય આવે છે. તે આ પ્રમાણે-(સ્વની=પોતાની. ભાવ એટલે સત્તા) સ્વભાવ એટલે આત્મીય સત્તા. આથી ચરમક્ષણનો નિવૃત્તિ સ્વભાવ છે એનો અર્થ એ થયો કે ચરક્ષણની સત્તા નિવૃત્તિ છે. અને સ્વાભાવિક આત્મીય સત્તા છે. ચરમણની નિવૃત્તિ છે એટલે ચરમણ નથી, અને ચરમક્ષણની આત્મીય સત્તા છે, તો આત્મીય સત્તા કોની ? આત્મીય સત્તાનો આધાર કોણ ? આ પ્રશ્નનો ઉત્તર મળતો નથી. આથી આત્મીય સત્તા=વભાવ નિરાધાર બને છે.
અથવા ચરમક્ષણનો તેવો સ્વભાવ છે એમ નહિ, કિંતુ ચરમક્ષણની નિવૃત્તિનો તેવો સ્વભાવ છે. આમ માનવામાં આત્મીય સત્તાનો=સ્વભાવનો આધાર નિવૃત્તિ છે. એટલે સ્વભાવ નિરાધાર નથી. પણ કારણ-કાર્યનો અવય (=સંબંધ) નહિ રહે. એટલે કે ચરમક્ષણ કારણ છે અને આદ્યક્ષણ કાર્ય છે એમ કારણકાર્યનો સંબંધ નહિ રહે. કારણ કે આદ્યક્ષણની ઉત્પત્તિ થાય છે, ત્યારે અંતિમક્ષણની નિવૃત્તિ છે=અંતિમક્ષણ નથી.
પ્રશ્ન–અહીં વિઝોકબે દોષ અવશ્ય લાગે છે એમ જકારપૂર્વક કેમ કહ્યું?
ઉત્તર– જો સ્વભાવ માનવામાં આવે અને આ બે દોષ ન માનવામાં આવે તો સ્વભાવ (પોતાની સત્તા એવો) અર્થ ઘટી શકે નહિ. શબ્દનો જે અર્થ ઘટતો હોય તે ઘટાડવો જોઇએ. સ્વભાવ શબ્દનો અર્થ ઘટાડતાં ઉક્ત બે દોષો અવશ્ય આવે છે. ૧૯. દ્રવ્યના ઉત્પાદ અને નાશ માનવામાં આવે તો દ્રવ્યના
ઉત્પાદ-નાશરૂપ સ્વભાવની કલ્પના યુક્તિયુક્ત છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૩૯
પાંચમું સૂત્ર
तस्सेव तहाभावे जुत्तमेअं ॥१९॥
अत एवाह- तस्यैव तथाभावे युक्तमेतत् तथास्वभावकल्पनमिति ।
સૂત્ર-ટીકાર્ય– સત્નો સર્વથા વિનાશ માનવામાં પૂર્વોક્ત રીતે દોષ હોવાથી જ ગ્રંથકાર કહે છે-હા, જો ક્ષણનો દ્રવ્યનો જ પર્યાયરૂપ ઉત્પાદ થાય છે, અને વિનાશ પણ થાય છે, એમ માનવામાં આવે તો દ્રવ્યનો એક પર્યાયરૂપે ઉત્પન્ન થવું અને બીજા પર્યાયરૂપે નાશ પામવું એવો સ્વભાવ છે, એમ સ્વભાવની કલ્પના યુક્તિયુક્ત છે. કારણ કે તેમાં પૂર્વોક્ત સર્વથા અસત્ની ઉત્પત્તિ, સંસારનું આદિપણું કારણ-કાર્યનો અસંબંધ, સ્વભાવની નિરાધારતા વગેરે દોષો ન રહે.
૨૦. પ્રસ્તુત વિષયની સૂક્ષ્મતા सुहुममट्ठपयमेअं । विचिन्तिअव्वं महापण्णाएत्ति ॥२०॥
सूक्ष्ममर्थपदमेतद् भावगम्यत्वात्, विचिन्तितव्यं महाप्रज्ञया, अन्यथा ज्ञातुमशक्यत्वादिति ।
સૂત્ર-ટીકાઈ– આ વિષય અત્યંત સૂક્ષ્મ છે. કારણ કે આ વિષય ભાવાર્થથી જાણી શકાય તેવો છે, શબ્દાર્થથી જાણી શકાય તેવો નથી. આથી સૂક્ષ્મ બુદ્ધિથી આની વિચારણા કરવી. કારણ કે સૂક્ષ્મબુદ્ધિથી વિચાર્યા વિના આ વિષય ન સમજી શકાય.
૨૧. મોક્ષસુખની શ્રેષ્ઠતાનું કારણ अपज्जवसिअमेव सिद्धसुक्खं । इत्तो चेवुत्तमं इमं । सव्वहा अणुस्सुगत्तेऽणंतभावाओ ॥२१॥ __ आनुषङ्गिकमभिधाय प्रकृतमाह-अपर्यवसितमेवमुक्तेन विधिना सिद्धसौख्यम् । अत एव कारणादुत्तममिदम् । एतदेव स्पष्टमभिधातुमाह-सर्वथाऽनुत्सुकत्वे सति अनन्तभावात्कारणात् ।
સૂત્ર-ટીકાર્થ– પ્રાસંગિક વિષયને કહીને હવે પ્રસ્તુત વિષયને કહે છે-આ પ્રમાણે મોક્ષસુખ અનંત છે, આથી જ શ્રેષ્ઠ છે.
આ જ વિષયને સ્પષ્ટ જણાવવા માટે કહે છે-કારણ કે મોક્ષસુખ તદ્દન ઉત્સુકતા વિના અનંત છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
१४०
પાંચમું સૂત્ર
૨૨. સિદ્ધોનો વાસ
लोगंतसिद्धिवासिणो एए । जत्थ य एगो तत्थ निअमा
अणंता ॥२२॥
क्व निवास एषाम् ? इत्याह- - लोकान्तसिद्धिवासिन एते । चतुर्दशरज्ज्वामकलोकान्ते या सिद्धिः प्रशस्तक्षेत्ररूपा, तद्वासिन एते सिद्धाः । कथं व्यवस्थिताः ? इत्याह-यत्रैः सिद्धस्तत्र क्षेत्रे नियमान्नियोगेनानन्ताः सिद्धाः । उक्तं चजत्य य एगो सिद्धो, तत्य अनंता भवक्खयविमुक्का । अण्णोण्णमणाबाहं चिट्ठति सुही सुहं पत्ता ||
સૂત્ર-ટીકાર્થ— સિદ્ધોનો નિવાસ ક્યાં છે તે કહે છે-ચૌદ રાજ પ્રમાણ લોકના અંતે રહેલી પ્રશસ્તક્ષેત્રરૂપ સિદ્ધિમાં સિદ્ધો રહે છે.
કેવી રીતે રહેલા છે તે કહે છે-જે ક્ષેત્રમાં એક સિદ્ધ છે તે ક્ષેત્રમાં નિયમા અનંતા સિદ્ધો છે. કહ્યું છે કે-“જ્યાં એક સિદ્ધ છે ત્યાં, ભવક્ષય થવાથી સદા માટે મુક્ત થયેલા અને શાંતિને પામેલા અનંતા જીવો એક બીજાને પીડા ન થાય ते रीते सुखी रहे छे=खानंदृभां रखे छे.”
૨૩. સિદ્ધની લોકાંત સુધી ગતિસંબંધી વર્ણન. अकम्पुणो गई पुव्वपओगेण अलाउप्पभिइनायओ । निअमो अओ चेव अफुसमाणगईए गमणं उक्करिसविसेसओ इअं ॥ २३ ॥
कथमिह कर्मक्षये लोकान्तगमनम् ? इत्याह- अकर्मणः सिद्धस्य गतिरितो लोकान्तं पूर्वप्रयोगेण हेतुना तत्स्वाभाव्यात् । कथमेतदेवं प्रतिपत्तव्यम् ? इत्याहअलाबुप्रभृतिज्ञाततः, अष्टमृल्लेपलिप्तजलक्षिप्ताधोनिमग्नतदपगमोर्ध्वगमनस्वभा
૧. નિર્વાણ પામેલા જીવને કોઇ પણ વિષયમાં ઇચ્છા રૂપ ઉત્સુકતા હોતી નથી. ઉત્સુકતા સર્વ સુખનું મૂળ એવા સ્વાસ્થ્યનો વિનાશ કરે છે. સ્વાસ્થ્ય એટલે પોતાનામાં જ રહેવું. (ધર્મબિંદુ ८-४३ वगेरे)
૨. સિદ્ધોનું વિશેષ સ્વરૂપ આ ગ્રંથમાં ‘‘સિદ્ધોની વિશેષ માહિતી'' એ પરિશિષ્ટમાં જણાવવામાં આવ્યું છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૪૧
પાંચમું સૂત્ર
वालाबुवत् । प्रभृतिग्रहणादेरण्डफलादिग्रहः । ऊर्ध्वगमनं तत्रैव चासकृद्गमनागमनं किं न ? इत्येतदाशङ्क्याह-नियमोऽत एवालाबुप्रभृतिज्ञाततः एकसमयादिः, उत्पलपत्रशतव्यतिभेददृष्टान्तेन एकसमये न तद्गतिर्युक्तेत्याशङ्कापोहायाह- अस्पृशद्गत्या गमनं सिद्धस्य सिद्धिक्षेत्रं प्रति स्पृशद्गतिमदपेक्षया चोत्पलपत्रशतव्यतिभेददृष्टान्तः । कथमियं संभवति ? इत्याह-उत्कर्षविशेषत इयं गत्युत्कर्षविशेषदर्शनादेवमस्पृशद्गतिः संभवतीति भावनीयम् ।
સૂત્ર-ટીકાર્થ– પ્રશ્ન– આત્માને ગતિ કરવામાં યોગ સહાયક છે. યોગ વિના આત્મા ગતિ કરી શકે નહિ. સર્વ કર્મોનો ક્ષય થતાં આત્મા યોગરહિત હોવાથી ગતિ ન કરી શકે. તો પછી લોકાંતે કેવી રીતે જાય ?
ઉત્તર– કર્મરહિત આત્મા પૂર્વપ્રયોગથી ગતિ કરે છે. એટલે કે આત્મામાં યોગનિરોધની પહેલાના યોગના (=પ્રયોગના) સંસ્કારો રહેલા હોવાથી તેમની સહાયથી તે ગતિ કરે છે. (જેમ કુંભાર ચાકડાને હાથની પ્રેરણાથી ગતિમાન કરીને હાથ લઇ લેવા છતાં પૂર્વે કરેલી પ્રેરણાના સંસ્કારોથી ગતિ થયા કરે છે, તેમ અહીં વર્તમાનમાં યોગનો અભાવ હોવા છતાં પૂર્વના યોગના (=પ્રયોગના) સંસ્કારોથી કર્મરહિત જીવ ગતિ કરે છે.)
પ્રશ્ન- કર્મરહિત આત્મા પૂર્વ પ્રયોગથી ગતિ કરે છે એ બરોબર છે. પણ તિથ્વી કે નીચે ગતિ ન કરતાં ઊર્ધ્વ જ ગતિ કેમ કરે છે ?
ઉત્તર–(તસ્થામાવ્યાન્ટ) કર્મરહિત આત્માનો ઊર્ધ્વગતિ કરવાનો સ્વભાવ છે. પ્રશ્ન- આને આ પ્રમાણે કેવી રીતે જાણવું ?
ઉત્તર– આ વિષયમાં તુંબડા આદિનાં દષ્ટાંતો છે. જેમાં માટીના આઠ પડવાળા લેપથી લેપાયેલું તુંબડું પાણીમાં નાખતાં ડૂબી જાય છે, પણ માટીનો લેપ ધોવાઇ જતાં તુંબડું ઊર્ધ્વગતિ કરે છે અને પાણીની ઉપર આવી જાય છે, તેવી રીતે કર્મરહિત બનેલો આત્મા સ્વભાવથી ઊર્ધ્વગતિ કરે છે.
અહીં આદિ' શબ્દથી એરંડફળ વગેરેનાં દૃષ્ટાંતો જાણવાં. પ્રશ્ન- આત્મા ઉપર ગયા પછી ફરી નીચે આવે, ફરી ઉપર જાય, ફરી નીચે
Page #155
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૪૨
પાંચમું સૂત્ર
આવે, ફરી ઉપર જાય એમ અનેકવાર ગમનાગમન કેમ ન કરે?
ઉત્તર– આ જ તુંબડા વગેરેના દૃષ્ટાંતથી કર્મમુક્ત આત્મા ઊંચે જ જાય અને એક સમયમાં જ લોકાંતે પહોંચી જાય એવો નિયમ છે.
પ્રબ– કમળના સો પાંદડાને ભેદતાં અસંખ્ય સમય લાગે છે તો આત્મા અસંખ્ય આકાશ પ્રદેશોમાંથી પસાર થઇને એક સમયમાં લોકાંતે શી રીતે જઇ શકે
ઉત્તર– સિદ્ધ જીવ સિદ્ધિ ક્ષેત્રમાં અસ્પૃશદ્ ગતિથી ( આકાશ પ્રદેશોને સ્પર્યા વિના) જાય છે, આથી એક સમયમાં જાય છે. જ્યારે કમલના સો પાંદડાંના ભેદમાં સોય દરેક પાંદડાને સ્પર્શીને ભેદે છે. આથી તેમાં અનેક સમયો લાગે છે.
પ્રશ્ન- અસ્પૃશદ્ગતિ કેવી રીતે સંભવે ? અર્થાત્ વચલા આકાશ પ્રદેશોને સ્પર્ધ્યા વિના લોકાંતે શી રીતે જઈ શકાય ? ઉત્તર– અતિશય ઉત્કૃષ્ટ ગતિથી આ સંભવી શકે.
૨૪. સંસારમાં ભવ્ય જીવોનો કદી અભાવ ન થાય अव्वुच्छेओ भव्वाण अणंतभावेण, एअमणंताणतयं, समया ફી નાથે ૨૪ના
सिद्धस्यापुनरागमनात्कालस्य चानादित्वात्, षण्मासान्तः प्रायोऽनेकसिद्धभव्योच्छेदप्रसङ्ग इति विभ्रमनिरासार्थमाह-अव्यवच्छेदो भव्यानामनन्तभावेन, तथासिद्धिगमनादावपि । वनस्पत्यादिषु कायस्थितिक्षयदर्शनादनन्तस्याऽपि राशेः क्षयोपपत्तेः पुनः संशय इति तद्व्यवच्छित्त्यर्थमाह-एतदनन्तानन्तकं एतद्भव्यानन्तकमनन्तानन्तकं न युक्तानन्तकादि, समयाः अत्र ज्ञातं, तेषां प्रतिक्षणमतिक्रमेऽनुच्छेदोऽनन्तत्वात् । कथं तङ्केतत् ? उच्यते
ऋतुर्व्यतीतः परिवर्तते पुनः, क्षयं प्रयातः पुनरेति चन्द्रमाः । गतं गतं नैव तु संनिवर्तते, जलं नदीनां च नृणां च जीवितम्
इति । उच्यत एतद्व्यवहारतस्तूच्यते, अन्यथा तस्यैव परावृत्तौ बाल्याद्यनिवृत्तिः । तस्य तद्बाल्याद्यापादनस्वभावत्वादिति परिभावनीयम् । अतो न
Page #156
--------------------------------------------------------------------------
________________
પાંચમું સૂત્ર
પંચસૂત્ર
क्षयो भव्यानामिति स्थितम् । एवं च सति भव्यत्वं योग्यतामात्रमेव सिद्धिं प्रति केषाञ्चित्प्राणिनां ये न कदाचिदपि सेत्स्यन्ति । तथा चागम: - ' भव्वावि न सिज्झिति केइ' इत्यादि ।
૧૪૩
સૂત્ર-ટીકાર્થ— પૂર્વપક્ષ-મોક્ષમાં ગયેલ કોઇ જીવ સંસારમાં પાછો આવતો નથી. અનાદિકાળથી પ્રાયઃ છ મહિનામાં અનેક જીવો સિદ્ધ થાય છે. (છ મહિનામાં અનેક જીવો સિદ્ધ ન થાય તો પણ એક જીવ તો અવશ્ય સિદ્ધ થાય.) આથી સંસારમાં ભવ્ય જીવોનો તદ્દન અભાવ થઇ જશે.
-
ઉત્તરપક્ષ - છ મહિનામાં અનેક જીવો મોક્ષમાં જાય તો પણ ભવ્ય જીવો અનંત હોવાથી ક્યારેય તેમનો સર્વથા અભાવ નહિ થાય.
પ્રશ્ન— વનસ્પતિકાય આદિની કાયસ્થિતિ અનંતકાળ છે. છતાં તેનો અંત આવે છે. તેમ અનંત પણ ભવ્યોનો અંત કેમ ન આવે ?
ઉત્તર— ભવ્યો યુક્તાનંત વગેરે પ્રમાણ જેટલા નથી, કિંતુ અનંતાનંત છે, અર્થાત્ કદી અંત ન આવે તેટલા અનંત છે. આ વિષયમાં સમયોનું દૃષ્ટાંત છે. જેમ દરેક સમયે એક એક સમય વ્યતીત થવા છતાં કદી સમયોનો સર્વથા અંત આવશે નહિ, તેમ ભવ્યોનો પણ કદી સર્વથા અભાવ થશે નહિ.
પ્રશ્ન— તો પછી આ (=નીચે પ્રમાણે) કેમ કહેવાય છે ?
‘વીતી ગયેલી ૠતુ ફરી આવે છે, ક્ષય પામેલો ચંદ્ર ફરી આવે છે= પૂર્ણ થાય છે. પણ ગયેલું નદીનું પાણી અને ગયેલું મનુષ્યોનું જીવન ફરી નથી જ આવતું.’’ ઉત્તર— આ વ્યવહારથી કહેવાય છે. જો એમ ન હોય અને એથી તે જ કાળ ૧. પ્રશ્ન— નિરંતર ઘણા જીવો મુક્તિમાં જાય છે, પરંતુ મુક્તિમાં સંકડાશ નથી અને સંસાર ખાલી થતો નથી તેમાં દૃષ્ટાંત ક્યું છે ?
ઉત્તર—
જેમ ભૂમિની માટી વરસાદના પાણીથી ઘસડાતી સમુદ્રમાં નિરંતર જાય છે, તો પણ સમુદ્ર પૂરાઇ જતો નથી અને ભૂમિમાં ખાડો પડતો નથી. તેવી રીતે મુક્તિમાં આ દૃષ્ટાંત જાણવું. (સેનપ્રશ્ન-૩-૮૦૬)
૨. અનંતના નવ ભેદો છે. તે આ પ્રમાણે
જઘન્ય પરિત્ત અનંત, મધ્યમ પરિત્ત અનંત, ઉત્કૃષ્ટ પરિત્ત અનંત, જઘન્ય યુક્ત અનંત, મધ્યમ યુક્ત અનંત, ઉત્કૃષ્ટ યુક્ત અનંત, જઘન્ય અનંતાનંત અનંત, મધ્યમ અનંતાનંત અનંત, ઉત્કૃષ્ટ અનંતાનંત અનંત.
સંસારી બધા જીવો આઠમા અનંતે (=મધ્યમ અનંતાનંતે) છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૪૪
પાંચમું સૂત્ર
ફરી પાછો આવતો હોય તો બાલ્યાવસ્થા વગેરેની નિવૃત્તિ ન થાય, અર્થાત્ ગયેલી બાલ્યાવસ્થા ફરી આવે. કારણ કે કાળનો બાલ્યાવસ્થા વગેરે કરવાનો સ્વભાવ છે. આ પ્રમાણે (બરોબર) વિચારવું.
આથી ભવ્યોનો ક્ષય ન થાય એ નિશ્ચિત થયું.
કેટલાક જીવોનું ભવ્યત્વ યોગ્યતામાત્ર હોય છે, અર્થાત્ જે જીવો ભવ્ય હોવા છતાં ક્યારે પણ સિદ્ધ નહિ થાય તે કેટલાક =જાતિભવ્ય) જીવોનું ભવ્યત્વ યોગ્યતા માત્ર જ છે. આ વિષે આગમ આ પ્રમાણે છે-“કેટલાક ભવ્યો પણ સિદ્ધ નહિ થાય.” વગેરે. ૨૫. જાતિભવ્ય અને અભવ્યમાં યોગ્યતા-અયોગ્યતાની દષ્ટિએ ભેદ. भव्वत्तं जोगयामित्तमेव, केसिंचि पडिमाजुग्गदारु-निदंसणेणं ॥२५॥ ___ भव्यत्वं सिद्धिगमनयोग्यत्वम् । फलगम्या च योग्यता । को वा एवमभव्येभ्यो विशेषो भव्यानाम् ? इत्याशङ्काव्यपोहायाह-प्रतिमायोग्यदारुनिदर्शनेन, तथा हि-तुल्यायां प्रतिनिष्पत्तौ तथाप्येकं दारुप्रतिमायोग्यं ग्रन्थ्यादिशून्यतया न तदन्यद्युक्ततयेत्यादिविद्वदङ्गनादिसिद्धमेतत् ।
સૂત્ર-ટીકાર્થ – ભવ્યત્વ એટલે મોક્ષમાં જવાની યોગ્યતા. આ યોગ્યતા કાર્યથી જાણી શકાય છે.
(જે જીવો મોક્ષમાં ગયા છે, જે જીવોને મોક્ષની રુચિ થાય, જે જીવોને મોક્ષમાર્ગની રુચિ થાય, જે જીવો ભાવથી મોક્ષમાર્ગની આરાધના કરે, એ બધા જીવો ભવ્ય છે એમ નિર્ણય કરી શકાય.) પ્રબ– જો ભવ્યો પણ મોક્ષમાં ન જાય તો અભવ્યોથી ભવ્યોની શી વિશેષતા ?
ઉત્તર- આ વિષયમાં પ્રતિમાયોગ્ય કાષ્ઠનું દૃષ્ટાંત છે. પ્રતિમા ઘડવાનું સમાન હોવા છતાં કાષ્ઠ કાષ્ઠમાં ભેદ હોય છે. એક કાષ્ઠ ગાંઠ આદિથી રહિત હોવાથી પ્રતિમાને યોગ્ય છે. અને બીજું કાષ્ઠ ગાંઠ આદિવાળું હોવાથી પ્રતિમાને યોગ્ય નથી. તથા જે કાષ્ઠ પ્રતિમાને યોગ્ય હોય તેમાંથી પ્રતિમા બને જ એવો નિયમ નહિ. છતાં પ્રતિમા બનાવવાને યોગ્ય અને પ્રતિમા બનાવવાને અયોગ્ય એ બંને પ્રકારના કાષ્ઠમાં યોગ્યતા અને અયોગ્યતાની દૃષ્ટિએ ભેદ છે. આ વિગત લોકમાં વિદ્વાનોથી માંડીને સ્ત્રીઓ સુધી જાણીતી છે. તે પ્રમાણે જાતિભવ્યમાં
Page #158
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૪૫
પાંચમું સૂત્ર
મોક્ષમાં જવાની યોગ્યતા છે અને અભવ્યમાં મોક્ષમાં જવાની યોગ્યતા નથી. આમ મોક્ષમાં જવાની યોગ્યતા અને અયોગ્યતાની દષ્ટિએ જાતિભવ્ય અને અભિવ્ય જીવોમાં महछ.
૨૬. વ્યવહારનય પણ મોક્ષનું સાધન છે ववहारमयमेअं। एसोऽवि तत्तंगं पवित्तिविसोहणेण । अणेगंतसिद्धिओ निच्छयंगभावेण । परिसुद्धो उ केवलं ॥२६॥ __न चात्रापि तत्र स्वभावत्वादिविकल्पचिन्ता कार्या । कुतः ? इत्याहव्यवहारमतमेतत्, अयं चैवं व्यवस्थितः, इति भावितमेव । न चायं संवृत्तिरूप इत्याह-एषोऽपि तत्त्वाङ्गमेषोऽपि व्यवहारनयः परमार्थाङ्गमिह प्रक्रमे, तथायोग्यताबुद्धेरपि सन्निबन्धनत्वात् । तत्स्वभावाविशेषे तु दार्वन्तरवदयोग्यदारूण्यपि, तथाबुद्ध्यसिद्धेरित्यादिनिर्लोठितमन्यत्र । इत्यनुष्ठानमेवाधिकृत्याह- एषोऽपि तत्त्वाङ्गम् । यथोक्तम्-"जइ जिणमयं पवज्जह ता मा ववहारनिच्छये मुयह । ववहारणयुच्छेए तित्युच्छेओ जतोऽवस्सं" ॥ (पञ्चवस्तुकगाथा-१७१) अत एषोऽपि व्यवहारनयस्तत्त्वाङ्गं, प्रवृत्तौ मोक्षाङ्गमित्यर्थः । कुतः ? इत्याहप्रवृत्तिविशोधनेन तन्मतेन प्रव्रज्यादिप्रदानात्परलोकप्रवृत्तिविशोधनेन, इत्थमनेकान्तसिद्धितः सन्नीत्या, तथा निश्चयाङ्गभावेन । एवं प्रवृत्त्याऽपूर्वकरणादिप्राप्तेः । परिशुद्धस्तु केवलमाज्ञापेक्षी पुष्टालम्बनः । सूत्र-
2ीर्थ - પ્રબ- મોક્ષ થતાં ભવ્યત્વનો અભાવ થતો હોવાના કારણે ભવ્યત્વનો નિવૃત્તિ સ્વભાવ હોવાથી પૂર્વે બૌદ્ધમતના વર્ણનમાં ચરમક્ષણનો નિવૃત્તિ સ્વભાવ છે એમ કલ્પના કરવામાં જે દોષો બતાવ્યા હતા તે જ દોષો અહીં કેમ ન આવે ?
ઉત્તર- અહીં વ્યવહાર નયની દૃષ્ટિએ આ વિચારણા છે. આથી બૌદ્ધમતના વર્ણનમાં સ્વભાવસંબંધી જે વિચારણા કરી હતી તે વિચારણા અહીં કરવાની જરૂર નથી. કારણ કે તે વિચારણા નિશ્ચયનયની દૃષ્ટિએ હતી. ભવ્યજીવોમાં અનાદિકાળથી ભવ્યત્વરૂપ પારિણામિકભાવ વ્યવહાર નયથી છે, અર્થાત્ જીવોનો જે ભવ્યત્વ સ્વભાવ છે તે વ્યવહારથી છે. નિશ્ચયથી તો જીવમાં સદા
Page #159
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૪૬
પાંચમું સૂત્ર
રહેનારા જ્ઞાનાદિ ધર્મને જ સ્વભાવ કહેવાય. વ્યવહાર આ પ્રમાણે વ્યવસ્થિત છે કે ભવ્યત્વ સ્વભાવ કર્મ વગેરે કોઇ કારણથી થયેલો નથી, કિંતુ જીવ જ્યારથી છે ત્યારથી જ તેની સાથે રહેલો છે. આ સ્વભાવ અભવ્યોમાં નથી. તે ભવ્યત્વ દરેક ભવ્યમાં વિશિષ્ટ=ભિન્ન-ભિન્ન (તથાભવ્યત્વ) હોય છે. તથા તે સાધ્યવ્યાધિ સમાન હોવાથી કાલાદિની સામગ્રીનો યોગ થતાં વિપાકનાં સાધનોથી તેનો પરિપાક થાય છે. મોક્ષ થતાં તેની નિવૃત્તિ થાય છે. આ બધી વિચારણા પૂર્વે કરેલ છે.
તથાયોગ્યતાનુદ્ધ ત્રિવચનવા–તેવા પ્રકારની યોગ્યતાની બુદ્ધિનું પણ કારણ સર્વસ્તુ છે, અસ વસ્તુ નથી. અર્થાત્ અમુક વસ્તુ અમુક કાર્ય માટે યોગ્ય છે એવી બુદ્ધિ પણ સદ્ વસ્તુમાં થાય છે, અસદ્ વસ્તુમાં નહિ.
તત્વમાવવિગેરે તુ સાર્વાવોલાઇપિ તથા લુક્યસિદ્ધ =જો આ કાષ્ઠ પ્રતિમાને યોગ્ય છે, આ કાષ્ઠ પ્રતિમાને અયોગ્ય છે, એમ સ્વભાવમાં (અવિશેષ8) ભેદ ન હોય તો જેમ પ્રતિમાને યોગ્ય કાષ્ઠમાં આ પ્રતિમાને યોગ્ય છે એવી બુદ્ધિ થાય છે તેમ અયોગ્ય કાષ્ઠમાં પણ આ કાષ્ઠ પ્રતિમાને યોગ્ય નથી એવી બુદ્ધિ પ્રામાણિક સિદ્ધ નહિ થાય. કારણ કે યોગ્ય-અયોગ્યનો ભેદ ન હોવાથી બંને પ્રકારના કાષ્ઠ સમાન થાય.
ત્યાદિ નિત્નતિમત્ર ઇત્યાદિનું બીજા ગ્રંથમાં નિરાકરણ કર્યું છે. પૂર્વપ– વ્યવહાર સંવૃત્તિરૂપ =કાલ્પનિક કે અસત્) છે.
ઉત્તરપક્ષ- વ્યવહાર સંવૃત્તિરૂપ નથી. પ્રસ્તુતમાં વ્યવહાર પણ પરમાર્થનું ( મોક્ષનું) અંગ સાધન છે.
(યોગ્યતાનો આવો વ્યવહાર પણ વાસ્તવિક તેવા તેવા વિચિત્ર સત્ પદાર્થોને અવલંબીને પ્રવર્તે છે, નહિ કે વિના પદાર્થે. એ માત્ર જ્ઞાનસ્વરૂપ છે, અર્થાત્ કાલ્પનિક છે, એથી કોઇ એમ દુરાગ્રહ રાખે કે નિશ્ચયથી તો આત્મા અનંત જ્ઞાનસુખાદિ સ્વભાવવાળો છે, જ્યારે ભવ્યત્વાદિ વ્યવહાર તો કલ્પિત છે, માટે ભવ્યત્વને પકવવા કરવાની વાત ફજુલ છે,”તો એનો આ દુરાગ્રહ ખોટો ઠરે છે. ભવ્યત્વાદિનો આ વ્યવહાર સત્પદાર્થને અવલંબતો હોવાથી, એ વ્યવહાર પણ નિશ્ચ૧. કાઉસનું લખાણ પ.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના પંચસૂત્ર વિવેચન ગ્રંથ (પૃ.૪૯૨
૪૯૩) માંથી સાભાર અક્ષરશઃ ઉદ્ધત કર્યું છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૪૭
પાંચમું સૂત્ર
યની જેમ અહીંમોક્ષ સાધનાના પ્રકરણમાં તત્ત્વનું અર્થાતુ પારમાર્થિક મોક્ષનું અંગ છે.
યોગ્યતા સદ્વસ્તુ છે-વસ્તુસ્થિતિ તો એ છે કે યોગ્યતાના પરિપાકની પ્રક્રિયા તો શું, પણ યોગ્યતાનું ભાને ય અર્થાત્ “વસ્તુ યોગ્ય છે' એવી બુદ્ધિ ય, વસ્તુ ખરેખર એવી હોય તો જ થાય. એટલે કે બુદ્ધિ અસહેતુક નહિ, પણ સહેતુક હોય છે, અર્થાત્ એ ભાન સત્ એવી યોગ્ય વસ્તુને આશ્રયીને જ જન્મી શકે છે, પણ અસતુને લઇને નહિ. વસ્તુમાં યોગ્યતા-અયોગ્યતા જેવા સ્વભાવમાં જો કાંઇ તફાવત ન હોય, તો કેમ યોગ્ય જ વસ્તુ શોધતા જવાય છે ? કેમ યોગ્ય ઉપર જ કાર્યની મહેનત થાય છે ? એ કાંઇ, “વસ્તુ બધી ય સરખી, માત્ર પોતાની કલ્પના અમુક પર યોગ્યતાની લગાવીને કાર્ય થાય છે. એવું નથી. નહિતર તો ક્યારેક ખરેખર યોગ્ય નહિ એવી વસ્તુ પર યોગ્યતાની કલ્પના કરી કરેલી મહેનત નિષ્ફળ કેમ જાય ? કાલ્પનિક યોગ્યતાની બુદ્ધિ તો ત્યાં છે જ, પછી કાર્ય કેમ ન થાય ? તલમાંથી જ તેલ નીકળે છે, રેતીમાંથી નહિ, એ સૂચવે છે કે તલમાં યોગ્યતા છે, રેતીમાં નહિ. મગમાં રંધાવાની યોગ્યતા છે, કોરડુમાં નહિ. આ વસ્તુસ્થિતિ સત્ન હોય તો કોરડુમાં આ મગ પચનયોગ્ય છે એવી કાલ્પનિક બુદ્ધિ પ્રમાણભૂત ઠરે ! એમ ગાંઠાદિ રહિત યોગ્ય કાષ્ઠની જેમ અયોગ્ય કાષ્ઠમાં પણ આ ગાંઠાળું કાષ્ઠ મૂર્તિ ઘડવા માટે અયોગ્ય છે.” એવું જ્ઞાન અપ્રમાણ ઠરે !)
હવે અનુષ્ઠાનને આશ્રયીને કહે છે-વ્યવહાર પણ મોક્ષનું અંગ છે. કહ્યું છે કે-“જો તમે જિનમતને સ્વીકારો છો ( માનો છો) તો વ્યવહાર-નિશ્ચય એ બંનેને ન મૂકો. કારણ કે વ્યવહારના ઉચ્છેદથી અવશ્ય તીર્થનો ઉચ્છેદ થાય.” આથી વ્યવહાર નય પણ મોક્ષનું અંગ છે, અર્થાત્ સત્યવૃત્તિરૂપ વ્યવહાર મોક્ષનું અંગ છે. તેનાં કારણો આ પ્રમાણે છે-પવિત્તિવિહોણો-(૧) તે પ્રવૃત્તિની વિશુદ્ધિ કરે છે, અર્થાત્ વ્યવહારનયથી પ્રવ્રયાદિ પ્રદાન દ્વારા પરલોક સંબંધી પ્રવૃત્તિની વિશુદ્ધિ થાય છે, અર્થાત્ મોક્ષના લક્ષથી પરલોક સંબંધી પ્રવૃત્તિ થાય છે. સિદ્ધ (૨) વ્યવહાર નયને માનવાથી અનેકાંતની સિદ્ધિ થાય છે. (એકલા નિશ્ચયનયને માનવો એ એકાંત છે.) છિયંકામાવેur (૩) પ્રવ્રજ્યાદિ પ્રદાન દ્વારા પરલોક સંબંધી પ્રવૃત્તિથી અપૂર્વકરણ આદિની પ્રાપ્તિ થતી હોવાથી વ્યવહારનય નિશ્ચયનયનું કારણ છે.
તે વ્યવહાર પરિશુદ્ધ હોવો જોઇએ. જિનાજ્ઞાની અપેક્ષાવાળો અને પુષ્ટ આલ
Page #161
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૪૮
પાંચમું સૂત્ર
બનવાળો (અપવાદરૂ૫) વ્યવહાર પરિશુદ્ધ છે.
૨૭. જિનાજ્ઞા સર્વથા નિર્દોષ છે. एसा आणा इह भगवओ समंतभद्दा तिकोडिपरिसुद्धीए ॥२७॥
एषाऽऽज्ञेह भगवत उभयनयगर्भा । अथवा सर्वैव पञ्चसूत्रोक्ता । किंविशिष्टा ? इत्याह-समन्तभद्रा, सर्वतो निर्दोषा । कथम् ? इत्याह-त्रिकोटिपरिशुद्ध्या कषच्छेदतापपरिशुद्ध्या।
સૂત્ર-ટીકાર્થ– અહીં વ્યવહાર અને નિશ્ચય એ બંને નયોવાળી અથવા પંચસૂત્રમાં કહેલી સઘળી આ જિનાજ્ઞા કષ, છેદ અને તાપ એ ત્રણેથી પરિશુદ્ધ હોવાથી સર્વથા નિર્દોષ છે.
(હવે કષ આદિને જ કહે છે- વિધિ અને પ્રતિષેધ કષ છે. વિધિ એટલે વિરુદ્ધ ન હોય એવા કરવા યોગ્ય કાર્યનો ઉપદેશ આપનારાં વાક્યો. જેમ કે સ્વર્ગ અને કેવલજ્ઞાનના અર્થીએ તપ ધ્યાન વગેરે કરવું જોઇએ, સમિતિ-ગુપ્તિથી શુદ્ધ હોય એવી ક્રિયા કરવી જોઇએ. પ્રતિષેધ એટલે કોઇપણ જીવની હિંસા ન કરવી, અસત્ય ન બોલવું વગેરે નિષેધ કરનારાં વાક્યો. આવા વિધિ વાક્યો અને નિષેધ વાક્યો કષ છે. આ કષ સુવર્ણની પરીક્ષા માટે કસોટીના પથ્થરમાં કરેલી રેખા સમાન છે.
આનો ભાવાર્થ આ પ્રમાણે છે- જે શ્રતધર્મમાં શાસ્ત્રમાં) આવા વિધિ અને નિષેધો અતિશય જોવા મળે તે ધૃતધર્મ કષથી શુદ્ધ છે. પણ “જેમ વિષ્ણુએ અસુરોનો ઉચ્છેદ કર્યો તેમ અન્ય ધર્મમાં રહેલા જીવોનો ઉચ્છેદ કરવો જોઇએ, તેમનો વધ કરવામાં દોષ નથી.' ઇત્યાદિ વાક્યો જેમાં હોય તે કષથી શુદ્ધ નથી.
છેદને કહે છે- વિધિ-પ્રતિષેધનો સંભવ અને પાલન થાય તેવી ક્રિયાનું કથન એ છેદ છે. સાક્ષાત્ ન જણાવેલા પણ વિધિ-પ્રતિષેધ જણાઇ આવે તે સંભવ. જણાવેલા વિધિ-પ્રતિષેધનું રક્ષણ એ પાલન. જે ધર્મમાં ભિક્ષાટન આદિ બાહ્ય ક્રિયાઓ એવી જણાવી હોય કે જે ક્રિયાથી (સંભવ થાય5) શાસ્ત્રમાં સાક્ષાત્ ન જણાવેલા પણ વિધિ-નિષેધો જણાઇ આવે, અને (પાલન થાયa) જે વિધિ-નિષેધો જણાવ્યા હોય તે વિધિ-નિષેધોનું બરોબર પાલન થાય, તે ધર્મ છેદથી શુદ્ધ છે. ૧. કાઉસનું “પણ બીજા કોઇ પ્રકારે ઘટી શકે નહિ” ત્યાં સુધીનું લખાણ ધર્મબિંદુ ગ્રંથના
મારા કરેલા અનુવાદ (પૃષ્ઠ ૮૫-૮૬-૮૭)માંથી અક્ષરશઃ ઉદ્ધત કર્યું છે. આ. રાજશેખરસૂરિ.
Page #162
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૪૯
પાંચમું સૂત્ર
જેમ કષશુદ્ધિ થવા છતાં કદાચ અંદરથી અશુદ્ધ હશે એવી શંકા કરનારા સોનીઓ સોનામહોર આદિનો છેદ કરે છે. તેમ પ્રસ્તુતમાં કષશુદ્ધિ થવા છતાં વિચક્ષણ પુરુષો ધર્મના છેદની અપેક્ષા રાખે છે. તે છેદ વિશુદ્ધ બાહ્ય ક્રિયારૂપ છે. ક્રિયા વિશુદ્ધ તે છે કે જે ક્રિયામાં (= જે ક્રિયા કરવામાં) નહીં કહેલા પણ વિધિ-પ્રતિષેધ બાધિત થયા વિના પોતાના સ્વરૂપને પામે છે, અને પોતાના સ્વરૂપને પામેલા તે બંને અતિચાર રહિત બનીને ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. આવી વિશુદ્ધ ક્રિયા જે ધર્મમાં વિસ્તારથી કહેવામાં આવી હોય તે ધર્મ છેદથી શુદ્ધ છે.
જેમ કષ અને છેદથી શુદ્ધ પણ સુવર્ણ તાપને સહન ન કરે તો તેમાં કાળાશ પ્રગટ થાય છે, એ દોષથી તે સુવર્ણભાવને પામતું નથી=સાચું સોનું કહેવાતું નથી, એમ ધર્મ પણ કષ અને છેદથી શુદ્ધ હોવા છતાં જો તાપ પરીક્ષામાં પસાર ન થઇ શકે તો સ્વભાવને પ્રાપ્ત કરવું નથી, અર્થાત્ શુદ્ધધર્મ ગણાતો નથી. આથી તાપને જણાવતા ગ્રંથકાર કહે છે
કષ અને છેદ એ બંને ઘટી શકે તેવા જીવાદિ પદાર્થોની પ્રરૂપણા એ તાપ છે. હમણાં જ જેનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે કષ (=વિધિ-નિષેધ) અને છેદ ( ક્રિયા)ના પરિણામી કારણ એવા જીવાદિ પદાર્થોનું નિરૂપણ એ અહીં શ્રુતધર્મની પરીક્ષાના અધિકારમાં તાપ કહેવાય છે.
ભાવાર્થ આ પ્રમાણે છે- જે શાસ્ત્રમાં દ્રવ્યરૂપે નાશ ન પામે અને ઉત્પન્ન ન થાય (એથી નિત્ય સ્વભાવવાળા) તથા પર્યાયરૂપે પ્રત્યેક ક્ષણે અન્ય અન્ય સ્વભાવને (=સ્વરૂપને) પામવાના કારણે અનિત્ય સ્વભાવવાળા જીવાદિ પદાર્થો સ્થાપિત કર્યા હોય નિશ્ચિત કર્યા હોય ત્યાં તાપશુદ્ધિ હોય. કારણ કે પરિણામી જ આત્મા (વગેરે)માં તેવા પ્રકારના અશુદ્ધ પર્યાયનો નિરોધ થવાથી અને ધ્યાન-અધ્યયન આદિ અન્ય શુદ્ધ પર્યાય પ્રગટ થવાથી જેનું સ્વરૂપ હમણાં જ કહેવામાં આવ્યું છે તે કષ અને બાહ્ય ચેષ્ટાની શુદ્ધિરૂપ છેદ ઘટી શકે છે. પણ બીજા કોઇ પ્રકારે ઘટી શકે નહીં.)
૨૮. જિનાજ્ઞાને અપુનબંધકાદિ જીવો સમજી શકે अपुणबंधगाइगम्मा । एअप्पिअत्तं खलु इत्थ लिङ्गं ओचित्तपवित्तिविन्नेअं संवेगसाहगं णिअमा ॥२८॥
Page #163
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૫૦
પાંચમું સૂત્ર
इयं च भागवती सदाज्ञा सर्वैव अपुनर्बन्धकादिगम्या । अपुनर्बन्धकादयो ये सत्त्वा उत्कृष्टां कर्मस्थिति, तथा अपुनर्बन्धकत्वेन क्षपयन्ति ते खल्वपुनर्बस्थकाः । आदिशब्दान्मार्गाभिमुखमार्गपतितादयः परिगृह्यन्ते । दृढप्रतिज्ञालोचकादिलिङ्गाः । एतद्गम्येयं न संसाराभिनन्दिगम्या, तेषां ह्यतो विषयप्रतिभासमानं ज्ञानमुदेति । न तद्वेषत्वादिवेदकमिति । उक्तं च
न यथाऽवस्थितं शास्त्रं, खल्वको वेत्ति जातुचित् । થામના વિસ્વાસુ, નિર્મનઃ સ્વિદેડુતઃ'
अपुनर्बधकत्वादिलिङ्गमाह-एतत्प्रियत्वं खल्वत्र लिङ्गम् । आज्ञाप्रियत्वमपुनर्वधकादिलिङ्गम् । प्रियत्वमुपलक्षणं, श्रवणाभ्यासादेः । एतदप्यौचित्यप्रवृत्तिज्ञेयं, तदाराधनेन तद्बहुमानात् । औचित्यबाधया तु प्रवृत्तौ न तत्प्रियत्वं मोह एवासाविति । एतत्प्रियत्वमेव विशेष्यते- संवेगसाधकं नियमात् । यस्य भागवती सदाज्ञा प्रिया तस्य नियमतः संवेग इति ।
સૂત્ર-ટીકાર્થ– જિનની આ બધી જ નિર્દોષ આજ્ઞાને અપુનબંધક આદિ જીવો સમજી શકે છે. જે જીવો ઉત્કૃષ્ટ કર્મસ્થિતિને ફરી ન બાંધે તે રીતે ખપાવે છે તે જીવો અપનબંધક છે. “આદિ' શબ્દથી માર્ગાભિમુખ અને માર્ગપતિત વગેરે જીવો સમજવા. દઢ પ્રતિજ્ઞાવાળા હોય અને લાગેલા દોષોની આલોચના કરનારા હોય ઇત્યાદિ લિંગોથી અપુનબંધક વગેરે જીવો ઓળખી શકાય છે. જિનાજ્ઞાને આવા જીવો સમજી શકે છે. ભવાભિનંદી જીવો જિનાજ્ઞાને સમજી શકતા નથી. તેમને શાસ્ત્રથી માત્ર વિષય પ્રતિભાસ જ્ઞાન થાય છે. “વિષયો પ્રત્યે દ્વેષ' આદિનો અનુભવ કરનારું જ્ઞાન ન થાય, અર્થાત્ એને વિષયો તિરસ્કાર્ય (હેય) ન જણાય.
*અપુનબંધક વગેરેનું લિંગ કહે છે-જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ અપુનબંધક વગેરેનું લક્ષણ છે, અર્થાત્ જિનાજ્ઞા પ્રત્યે પ્રેમથી અપુનબંધક વગેરે જીવ ઓળખી શકાય છે. પ્રેમ શ્રવણ-અભ્યાસ વગેરેનું ઉપલક્ષણ છે, અર્થાત્ જિનાજ્ઞાશ્રવણ, જિનાજ્ઞાનો અભ્યાસ વગેરે પણ અપુનબંધક આદિનું લક્ષણ છે. ૧. માર્ગાભિમુખ અને માર્ગપતિત જીવોનું સ્વરૂપ આ ગ્રંથમાં “માર્ગાભિમુખ માર્ગપતિત”
એ પરિશિષ્ટમાં જણાવવામાં આવ્યું છે. ૨. અહીં યથાવસ્થિતં શાસ્ત્ર ઇત્યાદિ શ્લોકનો અર્થ સમજાયો ન હોવાથી તેનો અનુવાદ કર્યો નથી.
Page #164
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૫૧
પાંચમું સૂત્ર
प्रश्न- निशा प्रत्ये प्रेम छ मेवी रीत ४0 14 ?
ઉત્તર– જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ ઔચિત્યપૂર્વકની પ્રવૃત્તિથી જાણી શકાય. કારણ કે ઔચિત્યપૂર્વકની પ્રવૃત્તિથી જિનાજ્ઞાની આરાધના થવાથી જિનાજ્ઞા પ્રત્યે બહુમાન થાય છે. ઔચિત્યની ખામીથી પ્રવૃત્તિ કરવામાં જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ નથી, કિંતુ मोड ४ छ.
જિનાજ્ઞા પ્રત્યે પ્રેમને જ વિશેષથી કહે છે-જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ અવશ્ય સંવેગ જગાડે છે. કારણ કે જેને નિર્દોષ જિનાજ્ઞા પ્રિય હોય છે તેને નિયમા સંવેગ હોય.
૨૯. ભવાભિનંદી જીવોને જિનાજ્ઞા ન આપવી न एसा अन्नेसिं देआ । लिंगविवज्जयाओ तप्परिण्णा । तयणुग्गहट्ठयाए आमकुंभोदगनासनाएणं ॥२९॥ ___यत एवमतो नैषा अन्येभ्यो देया । नैषा भागवती सदाज्ञा अन्येभ्योऽपुनबंधकादिव्यतिरिक्तेभ्यः संसाराभिनन्दिभ्यो देया । कथं ते ज्ञायन्ते ? इत्याहलिङ्गविपर्ययात्तत्परिज्ञा । प्रक्रमादपुनर्बन्धकादिलिङ्गविपर्ययात् संज्ञा, न द्वेषादिलक्षणात्तत्परिज्ञा संसाराभिनन्दिपरिज्ञा । उक्तं च- ..
क्षुद्रो लाभरतिर्दीनो, मत्सरी भयवान् शठः। अज्ञो भवाभिनन्दी स्यान्निष्फलारम्भसङ्गतः ॥ (योगबिन्दु-८७)
किमिति न तेभ्यो देया ? इत्याह- तदनुग्रहार्थं संसाराभिनन्दिसत्त्वानुग्रहार्थम् । उक्तं च
अप्रशान्तमतौ शास्त्रसद्भावप्रतिपादनम् । दोषायाभिनवोर्दीर्णे, शमनीयमिव ज्वरे ॥ (सिद्धसेनीयद्वा. द्वा.१८/२८) इहैव निदर्शनमाह आमकुम्भोदकन्यासज्ञातेन । उक्तं चआमे घडे निहित्तं, जहा जलं तं घडं विणासेइ । इय सिद्धतरहस्सं, अप्पाहारं विणासेइ ॥ (पं.व. ९८२)
सूत्र-टीमा-माथी (निारी प्रत्ये प्रेमवाणाने नियम संवडीयछ, ભવાભિનંદી જીવોને સંવેગ ન હોય એથી) આ નિર્દોષ જિનાજ્ઞા, અપુનબંધકાદિથી બીજાઓને, અર્થાત્ ભવાભિનંદી જીવોને ન આપવી = ન કહેવી.
Page #165
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૫ર
પાંચમું સૂત્ર
ભવાભિનંદી જીવો કેવી રીતે ઓળખી શકાય તે કહે છે-અપુનબંધકાદિનાં લક્ષણોથી વિપરીત “વિષયો પ્રત્યે દ્વેષ ન થવો વગેરે લક્ષણો દ્વારા ભવાભિનંદી જીવો ઓળખી શકાય છે. કહ્યું છે કે-“ભવાભિનંદી જીવ શુદ્ધ, લાભરતિ, દીન, મત્સરી, ભયવાન, શઠ, અજ્ઞાન અને નિષ્કલ આરંભયુક્ત હોય છે.”
૧. શુદ્ધ– શુદ્ર એટલે કૃપણ. (ધન વગેરે ઘણું મળ્યું હોવા છતાં બીજાને આપવાનું મન ન થાય. સદુપયોગ કરવાનું મન ન થાય. આવો આત્મા સાધુ બને તો પણ પોતાનાં પાત્રો આદિ બીજાને ન આપે.)
૨. લાભારતિ- માગવાના સ્વભાવવાળો. (જરૂર હોય તો જ માગે એમ નહિ, જરૂર વગર પણ માગે. માગવામાં એને જરાય સંકોચ ન થાય. આવો જીવ સાધુ બને તો ગૃહસ્થો પાસે જે તે સારું સારું લાગ્યા કરે.)
૩. દીન- સદાય અદષ્ટ કલ્યાણવાળો. (તેણે ક્યારે ય પોતાનું કલ્યાણ ન જોયું હોય. ગુરુનો યોગ મળે, વ્યાખ્યાન આદિ સાંભળે, તો પણ એને આત્મકલ્યાણની ભાવના=શ્રદ્ધા ન થાય. આત્મહિત તરફ લક્ષ જ ન હોય. આવો જીવ સાધુ બને તો ય આત્મહિત ન સાધી શકે.)
૪. મત્સરી- પરના કલ્યાણમાં (=ઉત્કર્ષમાં) દુ:ખી થનારો. (એ બીજાનું સારું જોઇ ન શકે. બીજાનું સારું જોઇને ઇર્ષ્યા કરે. આવો જીવ સાધુ બને તો બીજા સાધુના ઉત્કર્ષને જોઇ ન શકે. તેથી તેને પાછા પાડવાની હલકી પ્રવૃત્તિ કરે.)
૫. ભયવાન સદા ભય પામનારો. (આ લોક ભય વગેરે સાત પ્રકારના ભયો એને સતાવતા હોય. આવો જીવ સાધુ બને તો “હું શ્રદ્ધા રહિત છું' એમ કદાચ કોઇને ખબર પડી જશે તો ? એવા ભયવાળો હોય.)
૬. શઠ– માયાવી (પોતાના હૃદયમાં શું છે તેની બીજાને ખબર ન પડવા દે. અંગારર્દક આચાર્ય વગેરેની જેમ અંદર જુદું અને બહાર જુદું હોય.)
૭. અજ્ઞાન-મૂર્ખ. (અહીં આત્મહિતમાં મૂહોય એમ સમજવું. દુનિયામાં તો એ બહુ હોંશિયાર હોય એવું બને, પણ આત્મહિતનું તેને જરાય ભાન ન હોય. એથી તે હેય ઉપાદેયાદિના જ્ઞાનથી રહિત હોય. આવો જીવ નવપૂર્વ સુધી જાણે તો પણ અજ્ઞાન જ હોય.)
૮. નિષ્ફળ આરંભથી યુક્ત ફળ ન મળે તેવી પ્રવૃત્તિ કરનારો. (અહીં
Page #166
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
પાંચમું સૂત્ર
આધ્યાત્મિક ફળ સમજવું. તે વેપાર આદિમાં સફળ બને એવું બને. પણ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં સફળ ન બને. સાધુધર્મની કે ગૃહસ્થધર્મની જે કોઇ પ્રવૃત્તિ કરે તે નિષ્ફળ બને. કારણ કે તે અતત્ત્વમાં અભિનિવેશવાળો હોય.)
૧૫૩
ભવાભિનંદી જીવ સંસાર ઉપર બહુમાનવાળો હોય. (ભવાભિનંદી શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે-ભવનો=સંસારનો અભિનંદી=પ્રશંસા કરવાના સ્વભાવવાળો. અથવા ભવમાં=સંસારમાં અભિનંદી=આનંદ પામવાના સ્વભાવવાળો. ભવાભિનંદી જીવ સંસારમાં વિષયસુખ અનુભવી શકાતું હોવાથી સંસાર સારભૂત છે ઇત્યાદિ રીતે સંસારની પ્રશંસા કરે. તથા વિષયસુખોના કારણે તેને સંસારમાં બહુ જ આનંદ આવતો હોય.)
પ્રશ્ન—
– જિનાજ્ઞા નિર્દોષ હોવાથી ભવાભિનંદી જીવોને આપવામાં શું વાંધો છે ? ઉત્તર— જિનાજ્ઞા સર્વથા નિર્દોષ હોવા છતાં ભવાભિનંદી જીવોને તેમના જ હિત માટે ન આપવી.
કહ્યું છે કે-જેવી રીતે નવા આવેલા તાવમાં તાવને શાંત કરવા માટે આપેલું ઔષધ (તાવવૃદ્ધિ વગેરે) દોષ માટે થાય તેમ વિષયની તૃષ્ણા અને કષાયોની ઉત્કટતાના કારણે જેની મતિ અપ્રશાંત છે તેને શાસ્ત્રોના સમ્યક્ ભાવોનું કરેલું પ્રતિપાદન દોષ (=સંસાર વૃદ્ધિ) માટે થાય. (શ્રી સિદ્ધસેન દિવાકર રચિત દ્વા.દ્વા. ૧૮/૨૮)
આ વિષયમાં કાચા ઘડામાં પાણી નાખવાનું દૃષ્ટાંત છે. “જેમ (માટીના) કાચા ઘડામાં નાખેલું પાણી ઘડાનો વિનાશ કરે છે, તેમ અયોગ્યને આપેલું સિદ્ધાંતોનું રહસ્ય અયોગ્યનો વિનાશ કરે છે=તેનાથી અયોગ્યનું અહિત થાય છે.’’ ભવા
ભિનંદી જીવો જિનાજ્ઞાને અયોગ્ય છે.
૩૦. અયોગ્યને જિનાજ્ઞા ન આપવામાં કરુણા છે. एसा करुणत्ति वुच्चइ, एगंतपरिसुद्धा, अविराहणाफला, तिलोगनाहबहुमाणेणं, निस्सेअससाहिगत्ति ॥ पव्वजाफलसुतं सम्मत्तं ॥ ३० ॥
एषा करुणोच्यते, अयोग्येभ्यः सदाज्ञाऽप्रदानरूपा । किंविशिष्टा ? इत्याहएकान्तपरिशुद्धा, तदपायपरिहारेण । अत एवेयमविराधनाफला, सम्यगालोचनेन । न पुनर्लानापथ्यप्रदानेन निबन्धनकरुणावत्तदाभासेति । इयं चैवंभूता
Page #167
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૫૪
પાંચમું સૂત્ર
त्रिलोकनाथबहुमानेन हेतुना निःश्रेयससाधिकेति । किमुक्तं भवति ? नानागमिकस्येयं भवति, किं तु परिणतागमिकस्य । अस्य च भगवत्येवं बहुमानः । एवं चेयं मोक्षसाधिकैव सानुबन्धसुप्रवृत्तिभावेन । इति प्रव्रज्याफलसूत्रं समाप्तम् । एवं पञ्चमसूत्रव्याख्या समाप्ता ।
સમાપ્ત પઝફૂટ વ્યાધ્યાનતોડપિ नमः श्रुतदेवतायै भगवत्यै । सर्वनमस्कारार्हेभ्यो नमः ।
__सर्ववन्दनाऽर्हान् वन्दे। सर्वोपकारिणामिच्छामो वैयावृत्त्यम् । सर्वानुभावादौचित्येन मे धर्मे प्रवृत्तिर्भवतु ।
સર્વે સત્તા: સુવિઃ સતુ. સર્વે સત્તા: સુન: સતુા સર્વે સત્ત્વા: વિન: અનુ
| |પર્શત્રક્ટિવા સમાપ્ત . कृतिः सिताम्बराचार्यहरिभद्रस्य, धर्मतो याकिनीमहत्तरासूनोः । । ग्रन्थाग्रमनुष्टप्छन्दउद्देशतः शतान्यष्टावशीत्यधिकानि ।
શ્રીસ્તા સૂત્ર-ટીકાર્થ– અયોગ્યને નિર્દોષ જિનાજ્ઞા ન આપવી એ કરુણા છે. આ કરુણામાં અયોગ્યના અનર્થનો ત્યાગ થતો હોવાથી આ કરુણા એકાંતે પરિશુદ્ધ છે. સમ્યગુ વિચારણા હોવાથી વિરાધના રૂપ ફળથી રહિત છે, ગ્લાનને અપથ્ય આપવાથી થતી નિબંધન કરુણાની જેમ કરુણાભાસ નથી, ત્રિલોકનાથનું બહુમાન હોવાથી (સાનુબંધ પ્રવૃત્તિ દ્વારા) મોક્ષસાધક છે.
અહીં ભાવાર્થ આ છે-આ કરુણા આગમોક્તને ન માનનાર જીવમાં ન હોય, કિંતુ જેને આગમાં પરિણમ્યાં હોય તે જીવમાં હોય. એને ભગવાન પ્રત્યે “અહો ! ભગવાને આ (=અયોગ્યને જિનાજ્ઞા ન આપવી એ) કેવી સુંદર કરુણા બતાવી છે.” એ પ્રમાણે બહુમાન થાય છે. આ પ્રમાણે આ કરુણા અનુબંધવાળી પ્રવૃત્તિ થવાથી મોક્ષ સાધક જ છે. ૧. ષોડશક ગ્રંથમાં નિબંધન કરુણાને મોહકરૂણા કહી છે. મૈત્રી આદિ ચારે ય ભાવનાના
ચાર ચાર પ્રકારો છે. તેનું વર્ણન આ જ ગ્રંથમાં “ચાર ભાવનાના સોળ ભેદો” એ પરિશિષ્ટમાં આપવામાં આવ્યું છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૫૫
ધર્મબીજો
આ પ્રમાણે “પ્રવજ્યાફલ' નામનું સૂત્ર પૂર્ણ થયું. આ પ્રમાણે પાંચમા સૂત્રની વ્યાખ્યા પૂર્ણ થઈ. વ્યાખ્યાનથી પણ પંચસૂત્ર પૂર્ણ થયું.
પૂજ્ય શ્રુતદેવતાને નમસ્કાર થાઓ. નમસ્કાર કરવાને યોગ્ય સર્વને નમસ્કાર થાઓ. વંદન કરવા યોગ્ય સર્વને હું વંદન કરું છું. સર્વ ઉપકારીઓની વૈયાવૃત્યને હું ઇચ્છું છું. સર્વ (પૂજ્યો)ના પ્રભાવથી ઔચિત્યપૂર્વક મારી ધર્મમાં પ્રવૃત્તિ થાઓ. સર્વ જીવો સુખી થાઓ. સર્વ જીવો સુખી થાઓ. સર્વ જીવો સુખી થાઓ.
પંચસૂત્રની ટીકા પૂર્ણ થઈ. ધર્મની દષ્ટિએ યાકિની મહત્તરાના પુત્ર શ્વેતાંબર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિની આ કૃતિ છે. આ ગ્રંથનું પ્રમાણ અનુષ્ટ્રમ્ છંદ પ્રમાણે ૮૮૦ (આઠસો ને એંશી) શ્લોકો છે.
૩૧. અનુવાદકારની પ્રશસ્તિ પરમ શ્રદ્ધેય પ.પૂ.ચિરંતનાચાર્ય વિરચિત અને સુગૃહીતનામધેય પ.પૂ.આચાર્ય દેવ શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત ટીકા સહિત પંચસૂત્ર ગ્રંથનો સિદ્ધાંત મહોદધિ સ્વ. પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર પરમ ગીતાર્થ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકારવર્ધમાન તપોનિધિ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મ.ના શિષ્ય ગુરુતત્ત્વ વિનિશ્ચય, યોગદષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ, ધર્મબિંદુ, પંચાશક, પંચવસ્તુક, વીતરાગ સ્તોત્ર, ઉપદેશમાલા (પુષ્પમાલા), ઉપદેશપદ, શ્રાવકધર્મવિધિ પ્રકરણ, શીલોપદેશમાલા, શ્રાદ્ધદિનકૃત્ય આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદકાર આચાર્ય શ્રીરાજશેખરસૂરિએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. પ્રારંભ સમય
પૂર્ણાહુતિ સમય વિ.સં. ૨૦૫૯ ચૈત્ર વદ-૫ વિ.સં. ૨૦૫૯ જેઠ સુદ-૧૦ પ્રારંભ સ્થળ
પૂર્ણાહુતિ સ્થળ મુંબઇ-બોરીવલી (વેસ્ટ)
ભગવાનજીભાઇનો બંગલો, ચંદાવરકર લેન, જેન ઉપાશ્રય, હરિનિવાસ, નીપાડા, થાણા. (શ્રી મહાવીરસ્વામીની છત્રછાયામાં) (શ્રી ચંદ્રપ્રભ સ્વામીની છત્રછાયામાં)
Page #169
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૫૬
ધર્મબીજો
સ્પરિશિષ્ટ-૧
ધર્મબીજો (પંચસૂત્રના પહેલા સૂત્રમાં પ્રારંભમાં જ ગુણબીજાધાનનું (=ધર્મબીજોની વાવણીનું) વર્ણન છે. તથા સંસારનાશના ઉપાયના વર્ણનમાં “કાલાદિના ભેદથી ધર્મબીજોની પ્રાપ્તિ થાય છે.” એમ જણાવ્યું છે. આથી અહીં યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથના આધારે ધર્મબીજો જણાવવામાં આવે છે.)
જિનો વિષે સંશુદ્ધ કુશલચિત્ત, જિનોને સંશુદ્ધ નમસ્કાર અને જિનોને સંશુદ્ધ પ્રણામાદિ સર્વશ્રેષ્ઠ યોગબીજ (=ધર્મબીજ) છે.
૧. જિનો વિષે સંશુદ્ધ કુશલચિત્ત- જિનો વિષે કુશલચિત્ત એટલે જિનો વિષે દ્વેષ આદિનો અભાવ થવાથી ચિત્તને જિનો વિષે પ્રીતિવાળું કરવું. અર્થાત્ જિનોને પ્રીતિથી ચિત્તમાં ધારણ કરવા, એ જિનો વિષે કુશલ ચિત્ત છે. આનાથી મનોયોગની વૃત્તિ કહી. અર્થાત્ યોગબીજને ગ્રહણ કરનાર જીવની જિનો વિષે માનસિક વૃત્તિ કેવી હોય તે જણાવ્યું. જિનોને પ્રીતિથી ચિત્તમાં ધારણ કરવા એ સર્વશ્રેષ્ઠ યોગબીજ છે. જિનો ઉપર દ્વેષ આદિનો અભાવ થાય તો જ ચિત્ત જિનો ઉપર પ્રીતિવાળું બને. માટે અહીં “જિનો વિષે દ્વેષ આદિનો અભાવ થવાથી” એમ કહ્યું. અનાદિકાળથી મોહથી મૂઢ બનેલા જીવોને જિનો ઉપર દ્વેષ છે. કારણ કે જિન એટલે રાગાદિ જીતનારા. જીવોને રાગાદિ ઉપર પ્રેમ છે=રાગાદિ ગમે છે, આથી રાગાદિ જીતનારા ન ગમે એ સ્વાભાવિક છે. રાગાદિ ઉપર અણગમો થાય તો જ રાગાદિને જીતનારા ઉપર દ્વેષનો અભાવ થાય અને પ્રેમ પ્રગટે. આથી જિનો વિષે કુશલચિત્ત થયું એનો અર્થ એ થયો કે એને રાગાદિ ઉપર અણગમો થયો. જીવ ભલે પોતે આ વાતને વ્યક્તરૂપે ન સમજતો હોય, પણ જિનો વિષે કુશલચિત્ત થવાથી એના મનમાં રાગાદિ ઉપર ઝાંખો પણ અણગમો થયો છે. રાગાદિ ઉપર જોરદાર પ્રેમ અને જિનો ઉપર પ્રેમ એ તો પાણી-અગ્નિની જેમ તદ્દન વિરોધી છે.
૨. જિનોને નમસ્કાર- તેવા પ્રકારના માનસિક પ્રેમથી નમસ્કાર કરવો એ સર્વશ્રેષ્ઠ યોગબીજ છે. આનાથી વચનયોગની વૃત્તિ કહી, અર્થાત્ યોગબીજને ગ્રહણ કરનાર જીવની જિન વિષે વાચિક વૃત્તિ કેવી હોય તે જણાવ્યું. અહીં માનસિક પ્રેમપૂર્વક “હે ભગવંત ! આપને નમસ્કાર થાઓ” ઇત્યાદિ રીતે બોલીને
Page #170
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૫૭
ધર્મબીજો
કરવામાં આવતો નમસ્કાર સમજવો. વાચિક નમસ્કારના ઉપલક્ષણથી સ્તુતિ પણ યોગબીજ છે. એમ સમજી લેવું.
૩. જિનોને પ્રણામાદિ- અહીં પ્રણામ શબ્દથી પંચાંગ પ્રણિપાત ( ખમાસમણું) વગેરે કાયિક વંદનના પ્રકારો સમજવા. આદિ શબ્દથી પ્રદક્ષિણા આપવી વગેરે કાયિક પ્રવૃત્તિ સમજવી.
સંશુદ્ધ- અહીં કુશલચિત્ત' વગેરેનું “સંશુદ્ધ” એવું વિશેષણ છે. કુશલચિત્ત વગેરે સંશુદ્ધ હોવા જોઇએ. સંશુદ્ધ વિશેષણ અસંશુદ્ધ કુશલચિત્ત આદિનો નિષેધ કરવા માટે છે. અસંશુદ્ધ કુશળચિત્ત આદિ યોગબીજ નથી. સાંસારિક ફળની ઇચ્છાથી કરવામાં આવતા પ્રણામ વગેરે અસંશુદ્ધ છે = સંશુદ્ધ નથી. મોક્ષની ઇચ્છાથી અથવા તો જિન પ્રત્યે પ્રેમ થવાના કારણે સાંસારિક ફળની ઇચ્છા વિના થતા પ્રણામાદિ સંશુદ્ધ છે.
અહીં કહેલા કુશલચિત્ત વગેરે બધા ભેગા મળીને યોગબીજ છે, અથવા પ્રત્યેક (=એક એક) પણ યોગ બીજ છે. યોગબીજ એટલે મોક્ષની સાથે જોડી આપનારા અનુષ્ઠાનનું કારણ. યોગબીજથી મોક્ષની સાથે જોડી આપે તેવા અનુષ્ઠાનોની પ્રાપ્તિ થાય છે અને પછી એ અનુષ્ઠાનો આત્માને મોક્ષની સાથે જોડી આપે છે. આમ યોગબીજ સીધી રીતે મોક્ષનું કારણ નથી, કિંતુ મોક્ષની સાથે જોડી આપે તેવા અનુષ્ઠાનોની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે.
સર્વશ્રેષ્ઠ- જિનો વિષે કુશળ ચિત્ત વગેરે સર્વશ્રેષ્ઠ યોગબીજ છે. આ યોગબીજ સર્વશ્રેષ્ઠ એટલા માટે છે કે એનો ( યોગબીજનો) વિષય સર્વશ્રેષ્ઠ છે. યોગબીજનો વિષય જિન છે, કારણ કે કુશળચિત્ત વગેરે જિનને આશ્રયીને છે. જિન સર્વજીવોમાં ઉત્તમ છે. એથી એમને કરેલા પ્રણામાદિ પણ સર્વશ્રેષ્ઠ છે.
આ ગાથાનો ટૂંકમાં સાર એ છે કે- મન-વચન-કાયાથી શુભભાવપૂર્વક જિનભક્તિ કરવી એ સર્વશ્રેષ્ઠ યોગબીજ છે. (૨૩)
ભાવયોગી એવા આચાર્ય આદિમાં પણ સંશુદ્ધ કુશલચિત્ત વગેરે યોગબીજ છે. તથા શુદ્ધ આશયવિશેષથી વિધિયુક્ત વેયાવચ્ચ યોગબીજ છે.
ભાવયોગી- ભાવથી જે યોગી બન્યા હોય તે ભાવયોગી. અહીં “ભાવયોગી એવા આચાર્ય આદિમાં” એમ કહીને ધર્મરહિત દ્રવ્ય આચાર્ય આદિનો નિષેધ
Page #171
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૫૮
ધર્મબીજો
કર્યો છે, અર્થાત્ ધર્મરહિત દ્રવ્યાચાર્ય આદિમાં સંશુદ્ધ કુશલચિત્ત વગેરે યોગબીજ નથી.
વેયાવચ્ચ- ઔષધ લાવી આપવું ઇત્યાદિ સેવાના કાર્યોમાં લાગ્યા રહેવું તે વેયાવચ્ચ છે.
શુદ્ધ આશયવિશેષથી- વેયાવચ્ચ વિધિમુજબ કરવી જોઇએ. માટે જ અહીં કહ્યું કે-વેયાવચ્ચ “શુદ્ધ આશયવિશેષથી” કરવી જોઇએ. શુદ્ધ આશયવિશેષથી એટલે વિશેષ પ્રકારની ચિત્તવિશુદ્ધિથી વિશેષ પ્રકારની ચિત્તશુદ્ધિ ન હોય તો વિધિ મુજબ વેયાવચ્ચ ન કરી શકાય. વિધિ મુજબ વેયાવચ્ચ કરવામાં વિશેષ પ્રકારની ચિત્તશુદ્ધિ મુખ્ય કારણ છે. વિશેષ પ્રકારની ચિત્તવિશુદ્ધિ એટલે વેયાવચ્ચ કરવામાં માન-સન્માન આદિની અપેક્ષા વિના કેવળ કર્મનિર્જરા માટે વેયાવચ્ચ કરવાની ભાવના. (૨૬)
સહજ ભવ ઉદ્વેગ, દ્રવ્ય અભિગ્રહ પાલન તથા સિદ્ધાંતોનું વિધિથી લેખન વગેરે યોગબીજ છે.
સહજ ભવ ઉદ્વેગ-મિત્રાદષ્ટિમાં રહેલા જીવને સંસાર જન્માદિ સ્વરૂપ હોવાથી સહજ સ્વાભાવિક રીતે જ સંસાર ઉપર વૈરાગ્ય થાય છે. સંસાર જન્માદિ સ્વરૂપ છે, એટલે કે જન્મ-મરણ-વૃદ્ધાવસ્થા-રોગ-શોક પરાધીનતાદિવાળો છે. જન્મ વગેરે દુઃખનું કારણ છે. સંસારનું ભૌતિક સુખ પણ દુઃખ સ્વરૂપ છે અને દુઃખનું કારણ છે. ઇત્યાદિ જ્ઞાન થવાના કારણે સહજ ભવ ઉદ્વેગ થાય છે. એનો ભવ ઉદ્વેગ સહજ હોય છે. ઇષ્ટનો વિયોગ ઇત્યાદિ દુઃખનાં નિમિત્તોથી થયેલો હોતો નથી. કારણ કે ઇષ્ટ વિયોગ ઇત્યાદિ દુઃખનાં નિમિત્તોથી થયેલો ભવઉદ્વેગ આર્તધ્યાન રૂપ છે. કહ્યું છે કે-“તત્કાલ ઉત્પન્ન થયેલા દુઃખથી થયેલો ભવ ઉદ્વેગ એ દ્વેષ છે, આવા પ્રકારનો ભવઉગ એ વૈરાગ્ય નથી, ઇત્યાદિ.”
દ્રવ્ય અભિગ્રહ પાલન- મારે સાધુઓ વગેરેને ઔષધ વગેરે આપવું ઇત્યાદિ અભિગ્રહો લઇને તેનું બરોબર પાલન કરવું.
પ્રશ્ન– અહીં કેવળ “અભિગ્રહ પાલન” એટલું જન કહેતાં દ્રવ્ય અભિગ્રહ પાલન” એમ દ્રવ્ય' શબ્દનો ઉલ્લેખ કેમ કર્યો ?
ઉત્તર– અહીં મિત્રાદષ્ટિમાં રહેલા જીવનું વર્ણન ચાલી રહ્યું છે. અભિગ્રહ
Page #172
--------------------------------------------------------------------------
________________
પંચ કારણ સમુદાય
પંચસૂત્ર
પાલનના દ્રવ્ય અભિગ્રહ પાલન અને ભાવ અભિગ્રહ પાલન એમ બે ભેદ છે. તેમાં મિત્રાદ્દષ્ટિમાં રહેલા જીવને દ્રવ્ય અભિગ્રહ પાલન હોય છે, ભાવ અભિગ્રહ પાલન ન હોય એ જણાવવા માટે દ્રવ્ય શબ્દનો ઉલ્લેખ કર્યો છે. જેને દર્શનમોહનીય કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ થયો હોય તેને ભાવ અભિગ્રહ પાલન હોય, મિત્રાદૃષ્ટિમાં રહેલા જીવને ગ્રંથિભેદ ન થયો હોવાથી આવો ક્ષયોપશમ થયો ન હોય. આથી તેને દ્રવ્ય અભિગ્રહ પાલન હોય.
૧૫૯
સિદ્ધાંતોનું વિધિથી લેખન— અહીં સિદ્ધાંતો એટલે પૂર્વમુનિઓએ રચેલા શાસ્ત્રો, નહિ કે કામશાસ્ત્ર આદિ શાસ્ત્રો. વિધિથી એટલે ન્યાયથી ઉપાર્જન કરેલા ધનનો સદુપયોગ કરવો વગેરે વિધિથી. (૨૭)
લેખન, પૂજન, દાન, શ્રવણ, વાચના, ગ્રહણ, પ્રકાશન, સ્વાધ્યાય, ચિંતન અને ભાવના એ શ્રેષ્ઠ યોગબીજ છે.
લેખન— સારા (=સારા કાગળવાળા) પુસ્તકોમાં સ્વયં સિદ્ધાંતો લખવા. (૨૭મા શ્લોકમાં બીજા પાસે લખાવાનું કહ્યું છે એથી અહીં સ્વયં લખવું એ અર્થ છે.)
પૂજન— પુષ્પ, વસ્ત્ર આદિથી શાસ્ત્રની પૂજા કરવી.
દાન— ભણનારા સાધુ-સાધ્વી વગેરેને પુસ્તક આદિનું દાન કરવું. શ્રવણ— શાસ્ત્રના આધારે થતા વ્યાખ્યાનનું શ્રવણ કરવું, વાચના— જાતે ધાર્મિક પુસ્તક આદિનું વાંચન કરવું.
ગ્રહણ— ગુરુ વગેરેની પાસેથી વિધિપૂર્વક સૂત્રોનું કે અર્થોનું ગ્રહણ કરવું. પ્રકાશન— લીધેલાં સૂત્રો બીજાને આપવા અને સમજેલા અર્થો બીજાને સમ
જાવવા.
સ્વાધ્યાય— શાસ્ત્ર સંબંધી વાચના વગેરે પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો. ચિંતન— શાસ્ત્રીય ગ્રંથના અર્થનું ચિંતન કરવું.
ભાવના— શાસ્ત્રના રહસ્યને=તાત્પર્યાર્થને સમજવાનો પ્રયત્ન કરવો. (૨૮)
(યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૩-૨૬-૨૭-૨૮ ગાથાઓના આ. રાજશેખરસૂરિ કૃત ગુજરાતી અનુવાદમાંથી ઉદ્ધૃત)
Page #173
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૬૦
પંચ કારણ સમુદાય
Íરશિષ્ટ-૨
પંચ કારણ સમુદાય (પહેલા સૂત્રમાં “સંસારનાશના ઉપાયના વર્ણનમાં “પાપકર્મનો વિનાશ પાંચ કારણો ભેગા થાય તો થાય” એમ જણાવ્યું છે. આથી અહીં પાંચ કારણોનું વર્ણન કરવામાં આવે છે.)
કાળ– નિયત સમયે જ ગર્ભનો પરિપાક, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, અમુક ઋતુમાં જ અમુક અમુક ફળ-ફૂલની ઉત્પત્તિ, ઠંડી-ગરમી-વર્ષાદ, બીજમાંથી અંકુર, અંકુરમાંથી થડ, થડમાંથી ડાળી-પાંદડા, પછી પુષ્પ-ફળની ઉત્પત્તિ. આ બધામાં કાળ મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રસ્તુતમાં જે કાળમાં ચતુર્વિધ સંઘ ધર્મ કરી રહ્યો હોય એ કાળ મિથ્યાત્વ મોહનીય વગેરે પાપકર્મના નાશ માટે અનુકૂળ છે. તેમાં પણ ચરમાવર્ત કાળમાં જ મિથ્યાત્વ મોહનીય વગેરે પાપકર્મનો નાશ થાય. તે સિવાયના કાળમાં ખુદ તીર્થકરનો યોગ થાય તો પણ મિથ્યાત્વ મોહનીય કર્મ વગેરે પાપકર્મનો નાશ ન થાય.
સ્વભાવ- તે તે વસ્તુમાં તે તે કાર્યની યોગ્યતા હોવી એ સ્વભાવ છે. જેમ કે મગનો સીઝવાનો સ્વભાવ (=નરમ બનવાની યોગ્યતા) છે તો અગ્નિના યોગથી મગ સીઝે છે. પથ્થરમાં કે કોરડું મગમાં તેવો સ્વભાવ નથી તો અગ્નિનો યોગ થવા છતાં પથ્થર કે કોરડું મગ સીઝતો નથી. ગાય વગેરેના દૂધમાં દહીં રૂપે બનવાની યોગ્યતા (=સ્વભાવ) છે. આકડાના દૂધમાં તેવો સ્વભાવ નથી. વંધ્યા સ્ત્રીમાં ગર્ભધારણ કરવાની યોગ્યતા નથી. પ્રસ્તુતમાં ભવ્યજીવમાં મિથ્યાત્વ મોહનીય વગેરે પાપ કર્મના નાશની યોગ્યતા છે. તેથી તથાભવ્યત્વનો પરિપાક વગેરે સામગ્રીથી તેના મિથ્યાત્વ મોહનીય વગેરે પાપ કર્મનો નાશ થઇ શકે. અભવ્ય જીવોનો તેવો સ્વભાવ જ ન હોવાથી તેની સામગ્રી મળવા છતાં તેના મિથ્યાત્વ મોહનીય વગેરે પાપકર્મનો નાશ થાય જ નહિ. અભવ્ય જીવો સમવસરણમાં ખુદ તીર્થકરની દેશના સાંભળે અને દીક્ષા લઇ લે તો પણ તેના મિથ્યાત્વનો નાશ ન જ થાય.
નિયતિ– કાળ હોવા છતાં ન્યૂન-અધિકને દૂર કરીને નિયતિ નિયત રીતે જ કાર્ય કરે છે. જે કાર્ય જ્યારે અને જે રીતે થવાનું હોય તે કાર્ય ત્યારે અને તે જ રીતે
Page #174
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૬૧
પંચ કારણ સમુદાય
થાય તે નિયતિ. આને ભવિતવ્યતા પણ કહેવામાં આવે છે. જે થવાનું હોય તે અવશ્ય થાય તે ભવિતવ્યતા. બીજા શબ્દોમાં કહીએ તો ભવિતવ્યતા એટલે ભાવીભાવ. જ્યાં કર્મ વગેરે કારણો અત્યંત ગૌણ હોય અને ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યાં ભવિતવ્યતા મુખ્ય ભાગ ભજવે છે. જેમ કે નયસારને જંગલમાં સમ્યકત્વની પ્રાપ્તિ થઇ. અહીં એ પ્રશ્ન થાય કે કોઇ ગામમાં કે શહેરમાં ઉપદેશ સાંભળતાં સમ્યકત્વની પ્રાપ્તિ ન થતાં જંગલમાં જ ઉપદેશ સાંભળતાં સમ્યકત્વની પ્રાપ્તિ કેમ થઇ ? આના ઉત્તરમાં કહેવું પડે કે નયસારની તેવી ભવિતવ્યતા હતી કે જંગલમાં જ ઉપદેશ સાંભળતાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય.
કર્મ-ભૌતિક સુખની સામગ્રી કે ધર્મ પામવામાં કર્મ પણ પૂર્ણ ભાગ ભજવે છે. માણસ ધન મેળવવા ગમે તેટલો પુરુષાર્થ કરે છતાં પુણ્યકર્મનો ઉદય ન હોય તો ધન ન મળે. પુણ્યકર્મનો ઉદય થાય તો વગર પુરુષાર્થે પણ ધન મળી જાય. શ્રીમંતના ઘરે કે રાજાના ઘરે જન્મ પામનારે ધનપ્રાપ્તિ માટે કોઇ પુરુષાર્થ કર્યો નથી. છતાં તેને જન્મતાં જ ધન મળે છે. પાપનો ઉદય થતાં સુખી પણ દુઃખી બની જાય છે. ત્રણ ખંડના માલિક કૃષ્ણનું જંગલમાં બાણ વાગવાથી મૃત્યુ થયું એ કર્મનો જ પ્રભાવ છે. કર્મના પ્રભાવથી જ રામને વનવાસ કરવો પડ્યો.
તેવી રીતે પુણ્યોદય થાય અને કર્મની સ્થિતિ ઘટે તો જ ધર્મની પ્રાપ્તિ થાય. માનવભવ, આર્યદેશ વગેરે સામગ્રી મળે તો જ ધર્મશ્રવણ, સંયમ વગેરે ધર્મની પ્રાપ્તિ થાય. આ બધી સામગ્રી પુણ્યકર્મના ઉદયથી જ મળે. આયુષ્ય સિવાય સાત કર્મની સ્થિતિ અંતઃકોડાકોડિ સાગરોપમ પ્રમાણ થાય ત્યારે જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય. તેમાંથી પણ બે થી નવ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિનો ક્ષય થાય ત્યારે જ દેશવિરતિની પ્રાપ્તિ થાય. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મ સ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય.
પુરુષાર્થ– ખેતર, વર્ષાદ, અનાજ વગેરે બધી સામગ્રી હોય, પણ ખેડૂત બીજ વાવવાનો પુરુષાર્થ જ ન કરે તો ધાન્ય કેવી રીતે મળે ? વૈદ્ય, દવા વગેરે બધું મળી જાય પણ દર્દી દવા જ ન લે તો આરોગ્યની પ્રાપ્તિ ન થાય. એ જ રીતે માનવભવ, ચરમાવર્તકાળ, કર્મલઘુતા વગેરે મળી જવા છતાં ધર્મપુરુષાર્થ ન કરે તો આત્મહિત ન સાધી શકાય. પ્રસ્તુતમાં પાપકર્મનો નાશ તથાભવ્યત્વનો પરિપાક વગેરેથી થાય છે તેમ કહ્યું છે. આથી પંચસૂત્રમાં કહ્યા મુજબ તથાભવ્યત્વનો
Page #175
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૬ર
પંચ કારણ સમુદાય
પરિપાક કરવાનો પુરુષાર્થ કરવો જોઇએ.
પાંચ કારણો અંગે મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિ વિરચિત પાંચ કારણ વાદ સ્તવનની છઠ્ઠી ઢાળમાં નીચે મુજબ છે
તંતુ સ્વભાવે પટ ઉપજાવે, કાલક્રમે રે વણાએ, ભવિતવ્યતા હોય તો નિપજે, નહિ તો વિઘન ઘણાએ રે પ્રાણી સ.૪ તંતુવાય ઉદ્યમ ભોક્તાદિક, ભાગ્ય સકલ સહકારી, ઇમ પાંચે મલી સકલ પદારથ, ઉત્પત્તિ જુઓ વિચારી. રે પ્રાણી સ.૫ નિયતિ વસે હલ કરમો થઇને, નિગોદ થકી નિકલિયો. પુણ્ય મનુજ ભવાદિક પામી, સદ્ગુરુને જઇ મલિયો રે પ્રાણી સ.૬ ભવસ્થિતિનો પરિપાક થયો, તવ પંડિત વીર્ય ઉલ્લસિઓ.
ભવ્ય સ્વભાવે શિવગતિ પામી, શિવપુર જઇને વસિઓ. રે પ્રાણી સ. ૭ (મહોપાધ્યાય શ્રીવિનયવિજયજી ગણિ વિરચિત પાંચ કારણવાદ સ્તવનની છઠ્ઠી
ઢાળ.)
Page #176
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૬૩
અણગારને વરેલી ઉપમાઓ
પરિશિષ્ટ-3
અણગારને વરેલી ઉપમાઓ
(પહેલા સૂત્રમાં ‘‘મારે સાધુઓ શરણ છે'' એ વિષયના વર્ણનમાં ‘‘સાધુઓ પદ્મ વગેરે ઉપમાવાળા હોય છે’' એમ જણાવવામાં આવ્યું છે. આથી અહીં સાધુઓને વરેલી પદ્મ વગેરે ઉપમાઓનું વર્ણન કરવામાં આવે છે.)
उरगगिरिजलणसागरनहतलतरुगणसमो अ जो होइ । भमरमियधरणिजलरुहरविपवणसमो अ जो समणो 11
अनुयोगद्वारसूत्र
પરમતા૨ક શ્રીતીર્થંકરદેવના મુનિઓ સર્પ જેવા છે. પર્વત જેવા છે. અગ્નિ જેવા છે. સાગર જેવા છે. આકાશ જેવા છે. વૃક્ષ જેવા છે. ભ્રમર જેવા છે. હરણ જેવા છે. પૃથ્વી જેવા છે. કમળ જેવા છે. સૂર્ય જેવા છે અને પવન જેવા છે.
૧. સર્પની ઉપમા
(૧) સર્પ જેમ પોતાને માટે બિલ બનાવે નહીં પણ ઉંદર વગેરેએ બનાવેલ બિલમાં રહે, તેમ સાધુ પોતાને રહેવા માટે ઘર-મકાન કરે નહિ, કરાવે નહિ અને કરેલાની અનુમોદના પણ કરે નહિ, પરંતુ ગૃહસ્થે પોતાને માટે બનાવેલા નિર્દોષ મકાનમાં આજ્ઞા લઇને રહે.
(૨) અગંધન કુલના સર્પો વમેલા વિષને પાછું ગ્રહણ કરતા નથી, તે રીતે મુનિ પણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ પાંચે ઇન્દ્રિયોના વિષયોને ત્યજીને ફરી એની અભિલાષા કરતા નથી.
(૩) સર્પ જેમ બિલમાં સીધી રીતે પ્રવેશે, તેમ મુનિ મોક્ષમાર્ગમાં સીધી રીતે ચાલે. (૪) સર્પ જેમ બિલમાં પ્રવેશ કરતાં વાંકો ચૂકો જાય નહિ, જાય તો છોલાઇ જાય માટે સીધે સીધો જાય, તેમ મુનિ અનાસક્તિથી આહાર લે. એક જડબામાંથીદાઢમાંથી બીજા જડબામાં-દાઢમાં આહાર ફેરવે નહિ.
(૫) જેમ સર્પ કાચલી ઉતાર્યા પછી ગ્રહણ કરે નહિ, તેમ મુનિ પુત્ર-કલત્રાદિ કુટુંબ રૂપ કાચલી ઉતાર્યા પછી એને સ૨ાગઢષ્ટિથી ગ્રહણ કરે નહિ. (૬) સર્પ કાંટા વગેરેથી ડરે નહિ પણ એકાગ્ર દૃષ્ટિથી જોઇને ચાલે, તેમ મુનિ
Page #177
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૬૪
અણગારને વરેલી ઉપમાઓ
પણ પરીષહ ઉપસર્ગથી ડરે નહિ. ઇર્યાસમિતિપૂર્વક જયણાથી ચાલે. (૭) સર્પ મયૂર વગેરે પક્ષીઓથી ભય પામે છે, તેમ મુનિ પોતાના ચારિત્ર પ્રાણની રક્ષા માટે દર્શનભ્રષ્ટ આત્માઓ તથા સ્ત્રીઓ આદિથી ભયભીત રહે છે.
૨. પર્વતની ઉપમા (૧) પર્વત જેમ અનેક ઔષધિઓથી શોભે છે, તેમ મુનિ પણ જ્ઞાન દર્શન ચારિત્રથી
પ્રાપ્ત અનેક પ્રકારની ચમત્કારિક લબ્ધિઓથી શોભે છે. (૨) પર્વત જેમ પ્રચંડ પવનથી પણ ચલાયમાન થતો નથી, તેમ મુનિ પરીષહ
ઉપસર્ગથી કદી ચલિત થતો નથી. (૩) પર્વત પશુ પંખી વગેરે અનેક જીવોને સુખ અને શાતા આપે છે, તેમ મુનિવર
પણ પોતાના આશ્રયે રહેલા શિષ્યાદિ ચતુર્વિધ સંઘને જિનવચનામૃતનું પાન
કરાવી શાતા આપે છે. (૪) જેમ નદીના નિર્મળ ઝરણાઓથી પર્વત શોભે છે, તેમ મુનિ પણ સપ્તભંગી,
સપ્તનય વગેરેના ઉપદેશરૂપી નદી-ઝરણાઓથી શોભે છે. (૫) પર્વત સૌથી ઊંચો હોય છે, તેમ મુનિનીભાવનાઓ ખૂબ ઉચ્ચ કક્ષાની હોય
(૬) પર્વત જેમ સ્ફટિક, રત્નો, સુવર્ણ વગેરેની ખાણોથી શોભે છે, તેમ મુનિ
ક્ષાયિક, લાયોપથમિક, ઓપશમિકાદિ ભાવોથી શોભે છે. (૭) પર્વત જેમ દેવતાઓને ક્રીડા કરવાનું સ્થાન છે, તેમ મુનિ શિષ્યાદિ ભવ્ય જીવોને જ્ઞાન ક્રીડા કરવાનું સ્થાન છે.
૩. અગ્નિની ઉપમા (૧) અગ્નિ ગમે તેટલા લાકડા, ઘાસ વગેરેથી પણ કદી તૃપ્ત થાય નહિ, તેમ,
મુનિ ગમે તેટલું શ્રુત ભણે તો પણ તૃપ્ત થાય નહિ. સદા જ્ઞાન ધ્યાનનું
સેવન કર્યા કરે છે. નવું શ્રુત ઉપાર્જન કરવામાં ઉદ્યમશીલ રહે છે. (૨) અગ્નિ તેજથી તેજવંત હોય છે, તેમ મુનિ તપશ્ચર્યાદિથી તેજસ્વી હોય છે.
તેજલેશ્યા, પુલાકલબ્ધિથી ઉદ્યોત કરનારા હોય છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૬૫
અણગારને વરેલી ઉપમાઓ
(૩) અગ્નિ સૂકી-લીલી સર્વ કાષ્ઠાદિક વસ્તુઓને બાળી નાખે છે, તેમ મુનિ પણ
ધ્યાનરૂપી અગ્નિથી સઘળા નિકાચિત (મંદ નિકાચિત) કર્મરૂપી લાકડાને
બાળીને ભસ્મ કરે છે. (૪) અગ્નિ અંધકાર દૂર કરી પ્રકાશ કરે છે, તેમ મુનિ મિથ્યાત્વરૂપી અંધકાર દૂર
કરી સમ્યકત્વરૂપી દીપકનો પ્રકાશ કરે છે. (૫) જેમ અગ્નિ સુવર્ણને લાગેલા કાટ-કચરાને દૂર કરે છે, તેમ મુનિ
મિથ્યાત્વમોહાદિ કચરાને દૂર કરે છે. (૬) અગ્નિ સુવર્ણ વગેરેને સ્વચ્છ કરે છે, તેમ મુનિ પોતાના આત્માને સ્થિરતા,
સમતા તથા ઉપયોગદશાથી શુદ્ધ કરે છે. (૭) અગ્નિ જેમ ઇંટ-વાસણ વગેરે કાચી વસ્તુને પાકી બનાવે છે, તેમ મુનિ
સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્રથી શિષ્ય આદિ ભવ્ય જીવોને મોક્ષમાર્ગમાં મજબૂત-સ્થિર કરે છે, પરિપક્વ બનાવે છે.
૪. સમુદ્રની ઉપમા (૧) સમુદ્ર ગંભીર હોય છે તેમ મુનિ ગંભીર હોય છે, કોઇના ય દોષ પ્રગટ
કરતા નથી. (૨) સમુદ્ર જેમ અનેક રત્નોની ખાણ છે, તેમ મુનિ જ્ઞાનાદિ ગુણ રત્નોના આકર
(રત્નાકર) છે. (૩) સમુદ્ર કદી મર્યાદાનું ઉલ્લંઘન કરે નહિ, તેમ મુનિ શ્રી તીર્થકર ભગવંતની
આજ્ઞારૂપ મર્યાદાનું કદી ઉલ્લંઘન કરે નહિ. (૪) સઘળી નદીઓ ચારે બાજુથી આવી મળવા છતાં સમુદ્ર જરાય ઉછળતો નથી,
તેમ મુનિ શ્રી તીર્થંકરદેવની વાણી સાંભળે, શાસ્ત્રાધ્યયન કરે, ચારે અનુયોગનું
જ્ઞાન સંપાદન કરે છતાં લેશ પણ અભિમાનથી ઉછળે નહિ. (૫) સમુદ્ર ગમે તેવા મચ્છ, કચ્છાદિના તોફાનથી ક્ષુબ્ધ ન થાય, તેમ મુનિ ગમે
તેવા પ્રસંગે પણ ક્રોધાદિથી ઉછળે નહિ, કદાચ ક્રોધ આવી જાય તો દબાવી
દે. ક્રોધને નિષ્ફળ બનાવે. (૬) જેમ સમુદ્ર સુંદર કલ્લોલ-મોજાઓથી સહિત હોય છે, તેમ મુનિ સ્વ-પર
Page #179
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૬૬
અણગારને વરેલી ઉપમાઓ
શાસ્ત્રજ્ઞાનના કલ્લોલથી યુક્ત હોય છે.
(૭) સમુદ્ર જળથી પરમ શીતળ હોય છે, તેમ મુનિ ક્ષમારૂપી જળથી શીતલ-શાંત હોય છે.
૫. આકાશની ઉપમા
(૧) આકાશ નિર્મળ હોય છે, તેમ મુનિના પરિણામ-અધ્યવસાય નિર્મળ-પવિત્ર હોય છે.
(૨) આકાશ વિના આલંબને અદ્ધર રહે છે, તેમ મુનિ કોઇના આધાર-અપેક્ષા વગર જીવન જીવે છે.
(૩) આકાશ જીવાદિ પાંચદ્રવ્યનું ભાજન છે, તેમ મુનિ પાંચ મહાવ્રતોનું ભાજન છે.
(૪) આકાશ પાણીથી ભીંજાય નહિ, તેમ મુનિને નવા આશ્રવનો લેપ લાગે નહિ. મુનિ નિંદા-સ્તુતિથી લેપાય કે મુંઝાય નહિ.
(૫) આકાશ અરૂપી છે, તેમ મુનિ પણ નિશ્ચયથી આત્માને અરૂપી માને છે. (૬) જેમ આકાશ અનંત છે, તેમ મુનિ જ્ઞાનાદિ ગુણથી અનંત છે.
(૭) આકાશ શુભાશુભ આધેય પ્રતિ રાગદ્વેષ કરે નહિ, તેમ મુનિ ઉદયમાં આવેલા પોતાના શુભાશુભ કર્મો કે બાહ્ય નિમિત્તો પ્રત્યે રાગ-દ્વેષ કરે નહિ. ૬. વૃક્ષની ઉપમા
(૧) વૃક્ષ, શીત-તાપાદિ કષ્ટો સહે છે, તેમ મુનિ પણ શીત-તાપાદિ પરિષહો સહન કરે છે.
(૨) વૃક્ષ, પુષ્પ, ફળાદિ આપે છે, તેમ મુનિ શ્રુત અને ચારિત્ર રૂપ ફળો આપે છે. (૩) વૃક્ષના આશ્રયથી પક્ષીઓ વગેરે ઘણા જીવો શાતા પામે છે, તેમ મુનિથી કષાયાદિથી સંતપ્ત જીવો શાતા પામે છે.
(૪) જેમ વૃક્ષને કોઇ છેદે, ભેદે તોય તે કોઇ આગળ કહેતું-ફરિયાદ કરતું નથી, તેમ મુનિ પણ કોઇ નિંદા હીલના કરે તોય કદી કશી ફરિયાદ કરે નહિ પણ પ્રસન્ન ભાવે સહન કરે.
Page #180
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
અણગારને વરેલી ઉપમાઓ
(૫) વૃક્ષને કોઇ ચંદનાદિ સુગંધી દ્રવ્યનું વિલેપન કરે તો વૃક્ષ હર્ષ પામે નહિ, તેમ મુનિને કોઇ ચંદનાદિથી વિલેપન કરે, અર્થાત્ અનુકૂળ ભક્તિ કરે તો પણ હર્ષ પામે નહિ, શાતાગારવ ધારણ કરે નહિ.
૧૬૭
(૬) વૃક્ષને જલ સિંચવાથી તે પુષ્પ ફલાદિ આપે, તેમ મુનિનો પણ અભ્યુત્થાનાદિ વિનય કરવાથી મુનિ શ્રુતશ્રવણ, જ્ઞાન, વિરતિ યાવત્ નિર્વાણરૂપ પુષ્પ ફળાદિ આપે.
(૭) જેમ વૃક્ષ વેલાઓને ઊંચે ચઢવા આલંબન આપે છે, તેમ મુનિ ચતુર્વિધસંઘને આત્માના ઊર્ધીકરણ માટે આલંબન આપે છે.
ભ્રમરની ઉપમા
9.
(૧) જેમ ભ્રમર બગીચામાં પુષ્પાદિકમાંથી સુગંધરસ-પરિમલ ગ્રહણ કરવા છતાં પુષ્પને કિલામણા કરતો નથી અને પોતાના આત્માને સંતોષે છે, તેમ મુનિ પણ ગ્રામ, નગરાદિમાં વૃક્ષ સમાન જે ઘરો તેમાં પુષ્પ સમાન ગૃહસ્થ દાતારની પાસેથી સુગંધરસ સમાન અશન વગેરે ગ્રહણ કરે છે, છતાં કોઇને કિલામણા ઉપજાવતા નથી.
(૨) ભ્રમર પુષ્પ ઉપર સુગંધરસ લેવા બેસે છે. પણ પુષ્પ ઉપર પ્રતિબંધ=રાગ ભાવ પામતો નથી, તેમ મુનિ પણ આહારાદિ માટે ગૃહસ્થના ઘેર જાય પણ ત્યાં રાગાદિ ભાવને પામતો નથી. રાગરૂપ સ્નેહ સંબંધને બાંધતો નથી.
(૩) ભ્રમર પુષ્પ ઉ૫૨ ગુંજારવ કરે છે, તેમ મુનિ ગામેગામ વિહાર કરી ચતુર્વિધ સંઘરૂપી પુષ્પ ઉપર ધર્મ દેશના રૂપી ગુંજારવ કરે છે.
(૪) ભ્રમ૨ જેમ આહારાદિકનો સંગ્રહ કરે નહિ, તેમ મુનિ અશન-પાન કે વસ્ત્રાદિકનો સંગ્રહ કરે નહિ, શાસ્ત્રમર્યાદા ઉપરાંત રાખે નહિ.
(૫) જેમ ભ્રમર સુગંધ લેવા પુષ્પ ઉપર વગર બોલાવ્યો જાય, તેમ મુનિ ગૃહસ્થને ત્યાં વગર બોલાવ્યે ગોચરી જાય.
(૬) જેમ માળીએ બનાવેલી પુષ્પવાડીમાં ભ્રમર સુગંધ લેવા જાય, એમ મુનિ પણ ગૃહસ્થોએ પોતાને માટે બનાવેલા આહારમાંથી ગોચરી મધુક૨વૃત્તિથી લેવા માટે જાય.
Page #181
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૬૮
અણગારને વરેલી ઉપમાઓ
(૭) ભ્રમર કેતકી, માલતી, કેવડાદિ ઉપર વારંવાર જાય છે, તેમ મુનિ પણ શ્રદ્ધાળુ ધર્મી પુરુષો હોય ત્યાં વારંવાર જાય, તેવા ક્ષેત્રોમાં વિહાર કરે.
૮. મૃગની ઉપમા (૧) જેમ મૃગ જંગલમાં એકલો વિચરે, તેમ મુનિ લોકમાં ભાવથી એકાકી
(અપ્રતિબદ્ધપણે) વિચરે છે. (૨) જેમ મૃગ હંમેશ એક સ્થાનમાં રહેતું નથી, તેમ મુનિ પણ સદા એક સ્થાનમાં
રહેતા નથી. (૩) જેમ મૃગ સિંહાદિથી ભયભીત રહે છે, તેમ મુનિ પણ સંસારના ભયથી
ઉદ્વિગ્ન રહે છે. (૪) શિકારીના ભયથી જેમ મૃગ ઝાડીમાં સંતાઈ જાય છે, તેમ અસંયમના ભયથી
મુનિ ગુપ્તિપૂર્વક ગુરુકુલવાસમાં રહે છે. (૫) જેમ મૃગ તૃણાદિ નિર્દોષ (માંસ વગેરેની અપેક્ષાએ નિર્દોષ) ખોરાક ઉપર
જીવન ચલાવે છે, તેમ મુનિ પણ ૪૨દોષથી રહિત ભિક્ષાવડે સંયમ જીવનને
ટકાવે છે. (૬) જેમ મૃગ નિર્મળ સરોવરમાંથી સરોવરના કાંઠે રહી પાણીને બગાડ્યા
ડોહળ્યા વિના જ જલપાન કરે છે, તેમ મુનિ ગૃહસ્થો પાસેથી તેમને હરકત
ન આવે એ રીતે આહારાદિ ગ્રહણ કરે છે. (૭) મૃગનો સ્વભાવ સરળ-ભદ્રિક હોય છે, તેમ મુનિ પણ સરળસ્વભાવવાળા (નિષ્કપટ સ્વભાવવાળા) હોય છે.
૯. પૃથ્વીની ઉપમા (૧) જેમ પૃથ્વી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, તિર્યંચ, મનુષ્ય, દેવાદિના કૃત્ય-લડાઇ,
દહન, પચન, શોષણ વગેરે સહન કરે, તેમ મુનિ પરિષદાદિ કષ્ટોને સહન
કરે છે. (૨) પૃથ્વી ધન-ધાન્યાદિ સહિત હોય છે, તેમ મુનિ જ્ઞાનાદિ ઋદ્ધિ સહિત હોય
(૩) જેમ પૃથ્વી શાલિ, ઘઉં વગેરે અનેક ધાન્યોની ઉત્પત્તિ કરે, તેમ મુનિ
Page #182
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૬૯
અણગારને વરેલી ઉપમાઓ
આત્મભૂમિમાં જ્ઞાનાદિ અનેક પ્રકારના ગુણોની ઉત્પત્તિ કરે છે. (૪) પૃથ્વી જેમ ઝેરનું શોષણ કરી અમૃત આપે, તેમ મુનિ અપરાધીના અપરાધોની
ઉપેક્ષા કરી ઉપકાર કરે છે. (૫) પૃથ્વી છેદાય, ભેદાય તો પણ કોઇ આગળ ફરિયાદ કરે નહિ, તેમ મુનિ
પણ કોઇ ઉપસર્ગ, નિંદા, અવહેલના કરે તો કોઇની આગળ દીનતાદિ કરે
નહિ. (૬) પૃથ્વી કાદવ, કચરો વગેરેને સૂકવી નાંખે છે, તેમ મુનિ કામભોગની વાસનારૂપ
કાદવને સૂકવી નાંખે છે. (૭) પૃથ્વી જેમ વૃક્ષાદિકને આધારરૂપ છે, તેમ મુનિ આત્માર્થી જીવોને આધારરૂપ
૧૦. કમલની ઉપમા (૧) કમલ કાદવમાં ઉગે, જલથી વધે અને કાદવ તથા જલને છોડી અલગ રહે
છે. મુનિ પણ કર્મકાદવમાં ઉત્પન્ન થાય છે, ભોગજલથી વધે છે, છતાં તે
બંનેને છોડીને અલગ રહે છે. (૨) જેમ કમલ વેલાઓને સુગંધથી વાસિત કરે છે, તેમ મુનિ જ્ઞાન, શ્રદ્ધા અને
વિરતિરૂ૫ સુગંધથી પૂર્વર્ષિઓને-શાસનને ઉજ્જવલ બનાવે છે. (૩) જેમ કમળો ચંદ્ર-સૂર્યથી વિકસ્વર થાય, તેમ મુનિ લઘુકર્મી શ્રોતાદિ ભવ્યોને
જોઇ આનંદ પામે. (૪) જેમ કમલ સુગંધથી સુવાસિત હોય છે, તેમ સાધુ સ્વભાવરમણતાદિ ગુણોથી
સ્વયં સુગંધિત હોય છે. (૫) કમલ પોતાની કાંતિથી દેદીપ્યમાન હોય છે, તેમ મુનિ જ્ઞાન ધ્યાન, તપ
તેજની કાંતિથી દેદીપ્યમાન રહે છે. (૬) જેમ કમલ નિર્મળ-ઉજ્જવલ હોય છે, તેમ મુનિ ધર્મધ્યાન શુક્લધ્યાન વડે
નિર્મળ-ઉજ્વલ હોય છે. (૭) જેમ કમલ સૂર્ય-ચંદ્ર સન્મુખ રહી ખીલે છે, તેમ મુનિ હંમેશ આચાર્ય,
ઉપાધ્યાય, બહુશ્રુતની સન્મુખ સાપેક્ષ રહી વિકાસ સાધે છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૭૦
અણગારને વરેલી ઉપમાઓ
૧૧. સૂર્યની ઉપમા (૧) સૂર્ય પોતાના પ્રકાશથી સમગ્ર પૃથ્વીમંડલને પ્રકાશિત કરે છે, તેમ જિન
અણગાર સમ્યગુજ્ઞાનના મહાપ્રકાશ વડે અતીન્દ્રિય એવા ધર્માસ્તિકાયાદિ
પદાર્થમય સમગ્ર લોકને પ્રકાશિત કરે છે. (૨) સૂર્ય જેમ પોતાના તેજથી દીપ્તિમાન છે, તેમ મુનિ તપના તેજથી દીપે છે. (૩) જેમ સૂર્યથી સૂર્યવિકાસી કમળોની સૌદર્યસંપત્તિ ખીલી ઉઠે છે, તેમ મુનિથી
ભવ્ય જીવરૂપ કમળોની જ્ઞાનાદિ આત્મલક્ષ્મી વિકાસ પામે છે. (૪) જેમ સૂર્ય રાજા કે રંક સૌને સમાન રીતે પ્રકાશ આપે છે, તેમ મુનિ રાજા હોય
કે રંક સૌને ભેદભાવ વિના ધર્મદેશના આપે છે. (૫) જેમ સૂર્ય પોતાના હજારો કિરણોથી શોભે છે, તેમ મુનિ હજારો શિલાંગોથી
શોભે છે. (૬) જેમ સૂર્ય પોતાના તાપથી, જલ, કાદવ અને અશુચિને સૂકવી નાખે છે, તેમ
મુનિ બાર પ્રકારના તરૂપ તાપથી કર્મક્લેશ અને વિભાવરૂપ જલ-કાદવ
અને અશુચિને સુકવી નાંખે છે. (૭) સૂર્ય જેમ મેરુ પર્વતને નિત્ય પ્રદક્ષિણા આપે છે, તેમ મુનિ શ્રીવીતરાગ ભગવાનની આજ્ઞાને અનુકૂળ રહી જીવન જીવે છે.
૧૨. પવનની ઉપમા (૧) પવન જેમ આરોગ્યવર્ધક હોય છે, તેમ મુનિ લોકોના ભાવ આરોગ્ય (જ્ઞાન
દર્શન-ચારિત્રરૂપ રત્નત્રય)માં વૃદ્ધિ કરે છે. (૨) જેમ પવન દુગંધને દૂર કરે છે, તેમ મુનિ ભવ્ય જીવોની દોષ રૂપી દુર્ગધને
દૂર કરે છે. (૩) જેમ વેગવાન પવન વૃક્ષોને ઉખેડીને ફેંકી દે છે, તેમ મુનિ ધ્યાનાવેગ વડે
કર્મવૃક્ષોનું ઉમૂલન કરે છે. (૪) જેમ પવન શ્રી જિનમંદિરો ઉપરની ધજાને આકાશમાં ફરકાવે છે, તેમ મુનિ
શાસનની જયપતાકાને જગતમાં લહેરાવે છે. (૫) જેમ પવન પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વાનરૂપે થઇને દેહને ધારણ
Page #184
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૭૧
અણગારને વરેલી ઉપમાઓ
કરે છે, તેમ મુનિ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્યરૂપે પરિણમીને
આત્મસ્થિતિને ધારણ કરે છે. (૬) જેમ પવન અપ્રતિબદ્ધપણે સર્વત્ર થાય છે, તેમ મુનિ પણ અપ્રતિબદ્ધ વિહારી
હોય છે. (૭) જેમ પવન સતત વહનશીલ છે, તેમ મુનિ પણ મોક્ષમાર્ગમાં સદા વહેતા
(પ્રવૃત્ત) હોય છે. (પ.પૂ. મુનિરાજ શ્રી મિત્રાનંદ વિ.મ.(પાછળથી આચાર્યશ્રી મિત્રાનંદસૂરિ) સંપાદિત “મહાસાગરનાં મોતી' પુસ્તકમાંથી સાભાર ઉદ્ભત).
Page #185
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૭ર
સિદ્ધોની વિશેષ માહિતી
સ્પરિશિષ્ટ-૪
સિદ્ધોની વિશેષ માહિતી (પાંચમા સૂત્રમાં સિદ્ધોનું વર્ણન કરવામાં આવ્યું છે. આથી અહીં સિદ્ધોની વિશેષ માહિતી આપવામાં આવે છે.)
સિદ્ધોની અવગાહના લોકના ઉપરના અંતિમ એક ગાઉના અંતિમ છઠ્ઠા ભાગમાં ૩૩૩ ૧/૩ ધનુષ્ય જેટલા ભાગમાં સિદ્ધો વસે છે. અર્થાત્ લોકાકાશની છેલ્લી પ્રતર શ્રેણીથી ૩૩૩ ૧૩ ધનુષ્ય પ્રમાણ ભાગ સુધીમાં સિદ્ધ જીવો વસે છે. દરેક સિદ્ધ ભગવંતના મસ્તકનો અંતિમ પ્રદેશ લોકાકાશના અંતિમ પ્રદેશને સ્પર્શીને રહે છે. કારણ કે કર્મક્ષય થતાંની સાથે જ જીવ જ્યાં હોય ત્યાંથી જ સીધી ઊર્ધ્વગતિ કરે છે. પણ અલોકાકાશમાં ગતિમાં સહાયક ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી લોકાકાશનો અંતિમ પ્રદેશ આવતાં અટકી જાય છે. સિદ્ધોની અવગાહના પોતાના પૂર્વના શરીરની ૨૩ ભાગની રહે છે. કારણ કે શરીરમાં ૧/૩ ભાગ જેટલા પોલણમાં વાયુ ભરાયેલો છે. યોગ નિરોધ થતાં વાયુ નીકળી જવાથી ૧/૩ ભાગનો સંકોચ થઇ જાય છે. આથી શરીરનો ર/૩ ભાગ રહે છે.
વધારેમાં વધારે ૫૦૦ ધનુષ્યની કાયાવાળા જીવો મોક્ષે જઇ શકે છે. અને ઓછામાં ઓછી બે હાથની કાયાવાળા જીવો મોક્ષે જઇ શકે છે. ૫૦૦ ધનુષ્યની કાયાનો ૨/૩ ભાગ ૩૩૩૧/૩ ધનુષ્ય (=૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળ) થાય છે. એટલે આકાશના ઉપરના અંતિમ પ્રદેશથી નીચેના ૩૩૩ ૧/૩ ભાગ સુધીમાં સિદ્ધ જીવો રહે છે. આમ એક ગાઉનો છઠ્ઠો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા શરીરનો ૨/૩ ભાગ (૩૩૩ ૧/૩ ધનુષ્ય) સમાન થાય છે. આમ લોકાકાશના સૌથી ઉપરના ૩૩૩ ૧/૩ ધનુષ્ય પ્રમાણ ક્ષેત્રને લોકાગ્ર કે સિદ્ધક્ષેત્ર કહેવામાં આવે છે.
સિદ્ધશિલાનું અને સિદ્ધક્ષેત્રનું પ્રમાણ લોકાકાશના ઉપરના છેડાથી નીચે એક યોજન બાદ અને સર્વાર્થસિદ્ધ વિમાનથી
૧ ૨૪ આંગળનો ૧ હાથ.૪ હાથનો એક ધનુષ્ય. ૨૦૦૦ ધનુષ્યનો એક ગાઉ. ૪ ગાઉનો
૧ યોજન.
Page #186
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૭૩
- સિદ્ધોની વિશેષ માહિતી
બાર યોજન ઊંચે સિદ્ધશીલા (કે ઇષપ્રાગભારા) નામની પૃથ્વી આવેલી છે. જેમ રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીઓ આવેલી છે, તેમ સિદ્ધશિલા પણ આઠમી પૃથ્વી છે. આ પૃથ્વી સ્ફટિક જેવી સફેદ છે. ઉપરના ભાગમાં સપાટ છે. કથરોટ જેવી ગોળ છે. તેનો વિખંભ (= લંબાઇ-પહોળાઇ) ૪૫ લાખ યોજન છે. તે બરોબર મધ્યના ભાગમાં આઠ યોજન જાડી છે. મધ્યભાગ પછી બધી બાજુ તેની જાડાઇ ક્રમશઃ ઘટતી જાય છે. આથી તે છેડાના ભાગમાં માખીની પાંખ કરતાં પણ પાતળી છે. આથી એનો આકાર બીજના ચંદ્ર સમાન છે.
સિદ્ધો અને સિદ્ધશિલાનું પ્રમાણ સિદ્ધશિલાના ઉપરના ભાગથી સિદ્ધ જીવોના નીચેના અંતિમ ભાગ સુધીમાં ૩ ૫/૬ ગાઉ થાય છે. એટલે સિદ્ધ જીવો અને સિદ્ધશિલા વચ્ચે ૩ ૫/૬ ગાઉનું અંતર છે. આનો અર્થ એ થયો કે સિદ્ધશિલા પછી ૩ ૫/૬ ગાઉ (=૩ ગાઉ ૧૬૬૬ ધનુષ્ય, હાથ અને ૧૬ આંગળ) ઉપર જતાં સિદ્ધ જીવો આવે છે. અઢીદ્વીપમાં જ જીવો મોક્ષ પામે છે. અઢી દ્વીપનો વિખંભ ૪૫ લાખ યોજન પ્રમાણ છે. ૪૫ લાખ યોજનથી બહાર સિદ્ધિમાં જનાર કોઇ જ ન હોવાથી સિદ્ધ જીવો ઉપર ૪૫ લાખ યોજન પ્રમાણ ભાગમાં જ હોય છે. સિદ્ધશિલાનો વિખંભ પણ ૪૫ લાખ યોજન છે. આથી જેટલા ભાગમાં સિદ્ધશિલા છે તેટલા જ ભાગમાં સિદ્ધશિલાથી ૩ ૫/૬ ગાઉ ઉપર સિદ્ધ જીવો છે.
જ્યોતિમાં જ્યોતિનું મિલન જીવ જે સ્થાનમાં સર્વ કર્મોનો ક્ષય કરે છે તે જ સ્થાનથી સીધો ઉપર જાય છે. એક જ સ્થાનેથી અનંતા જીવો મોક્ષમાં ગયા છે. એટલે મોક્ષમાં જ્યાં એક સિદ્ધ પરમાત્મા છે ત્યાં જ અનંતા સિદ્ધ પરમાત્મા છે. કોઇ એકાદ સ્થાનેથી અનંતા જીવો મોક્ષમાં ગયા છે એવું નથી, સઘળી જગ્યાએથી અનંત જીવો મોક્ષમાં ગયા છે. ૪૫ લાખ યોજન પ્રમાણ અઢીદ્વીપનો તસુ જેટલો પણ કોઇ ભાગ એવો નથી કે જ્યાંથી અનંતા જીવો મોક્ષમાં ન ગયા હોય. આથી સિદ્ધ જીવોના ૪૫ લાખ યોજન ભાગમાં એક એક પ્રદેશમાં અનંતા સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. છતાં જરા પણ સંકડામણ થતી નથી. કારણ કે સિદ્ધો અરૂપી છે. સિદ્ધો અરૂપી હોવાથી જ્યોતિમાં જ્યોતિ મળી જાય તેમ એકબીજામાં મળી જાય છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૭૪
માર્ગાભિમુખ માર્ગપતિત
પરિશિષ્ટ-૫
માર્ગાભિમુખ-માર્ગપતિતા (પાંચમા સૂત્રમાં “જિનાજ્ઞાને અપુનબંધક આદિ જીવો સમજી શકે છે એ વિષયના વર્ણનમાં આદિ શબ્દથી માર્ગાભિમુખ અને માર્ગપતિતનો ઉલ્લેખ કર્યો છે. આથી અહીં તે બેનું વર્ણન કરવામાં આવે છે.)
માર્ગપતિત અને માર્ગાભિમુખ અપુનબંધકની જ અવસ્થાવિશેષ છે. કેમકે લલિત વિસ્તરામાં માર્ગનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે-“માર્ગ એટલે ચિત્તની સરળ ગતિ, અને તે સર્પને પેસવાની નળીની લંબાઇ તુલ્ય, વિશિષ્ટ ગુણસ્થાનની પ્રાપ્તિ કરવામાં તત્પર અને વરસથી (રવતઃ ઇચ્છાથી) પ્રવર્તતો પાયોપશમ વિશેષ છે.”
અહીંમાર્ગ એટલે આધ્યાત્મિક માર્ગ. સામાન્યથી આપણે આગળ જવા માટેના રસ્તાને માર્ગ કહીએ છીએ. પણ અહીં તો ગતિને જ માર્ગ કહ્યો છે. ચિત્તની સરળ ગતિ એ માર્ગ છે. કોઇ ઇષ્ટ સ્થાને જલદી પહોંચવું હોય તો સીધા ચાલવું જોઇએ. જેટલું આડું અવળું ચલાય તેટલું મોડું પહોંચાય. બે માણસ એક જ ઇષ્ટ સ્થાને જતા હોય, તેમાં એક જ માર્ગ હોય તે માર્ગે સીધો ચાલે, અને બીજો એ જ માર્ગે ઘડીકમાં આ તરફ ચાલે, ઘડીકમાં બીજી તરફ ચાલે એમ આડો અવળો થયા કરે, તો આ બેમાં સીધો ચાલનાર જલદી ઇષ્ટ સ્થાને પહોંચે. તેમ અહીં અધ્યાત્મ માર્ગમાં સીધી ગતિએ ચાલનાર જલદી આગળ વધી શકે છે. માટે અહીં કહ્યું કે
માર્ગ એટલે ચિત્તની સરળ ગતિ.” હવે આ ચિત્તની સરળગતિથી શું સમજવું ? એના જવાબમાં કહ્યું કે ચિત્તની આ સરળગતિ ક્ષયોપશમ વિશેષ છે. કોનો ક્ષયોપશમ વિશેષ ? મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ વિશેષ. સરળગતિને દષ્ટાંતથી સમજાવવા કહ્યું કે આ ક્ષયોપશમ સર્પને પેસવાનીનળીની લંબાઇ તુલ્ય છે. અર્થાત્ સર્પને પેશવાની નળીની લંબાઇ સરળ હોય છે, ક્યાંય વાંકીચૂકી નથી હોતી, જેથી સર્પનો વક્રગતિ કરવાનો સ્વભાવ હોવા છતાં સર્પને સરળ ગતિ કરવી પડે છે. જે રીતે સર્પ સરળગતિથી બિલમાં પ્રવેશે છે તે રીતે પ્રસ્તુતમાં સરળ ગતિ કરનાર જીવ અનેક ગુણોને પામે છે. માટે કહ્યું કે-“આ ક્ષયોપશમ તત્ત્વજિજ્ઞાસા, તત્ત્વજ્ઞાન, સમ્યગ્દર્શન વગેરે વિશિષ્ટ ગુણોના સ્થાનની પ્રાપ્તિ કરાવવામાં તત્પર છે.” આ ગુણસ્થાનની પ્રાપ્તિ ત્યારે જ થાય કે જો એ ક્ષયોપશમ કોઇના દબાણથી કે
Page #188
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૭૫
માર્ગાભિમુખ માર્ગપતિત
દાક્ષિણ્યતા આદિથી નહિ, કિંતુ જીવને પોતાને જ તેવો રસ હોય, તેના કારણે થયો હોય. માટે અહીં “સ્વરસથી (=સ્વતઃ ઇચ્છાથી) પ્રવર્તતો” એમ કહ્યું.
આવા માર્ગમાં જેનો પ્રવેશ થઇ ગયો હોય છે, અર્થાત્ ઉક્ત પ્રકારનો ક્ષયોપશમ જેનો થઇ ગયો છે, તે માર્ગપતિત છે. જે આવા માર્ગમાં પ્રવેશવાને યોગ્ય (=આવો ક્ષયોપશમ થવાને યોગ્ય)ભાવને પામેલો હોય તે માર્ગાભિમુખ છે, અર્થાત્ નજીકના કાળમાં જ જેનો આવો ક્ષયોપશમ થવાનો હોય તે માર્ગાભિમુખ છે. આ પ્રમાણે આ બંને અપુનબંધક અવસ્થાથી દૂરની અને અધિક દૂરની અવસ્થાવાળા છે એમ કહેવું યોગ્ય નથી. કારણ કે પ્રસ્તુત પંચસૂત્રની વૃત્તિમાં આ બેને ભગવાનની આજ્ઞા જાણવાને (=સમજી શકવાને) યોગ્ય કહ્યા છે. પંચસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે-“ભગવાનની આ બધી જ સુંદર આજ્ઞા અપુનબંધક આદિ જીવોથી જાણવા યોગ્ય છે, અર્થાત્ ભગવાનની આજ્ઞાને અપુનબંધક આદિ જીવો સમજી શકે છે, સકૃબંધક આદિ નહિ. જે જીવો ફરી ન બંધાય તે રીતે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ખપાવે છે, તે અપુનબંધક છે. અહીં આદિ શબ્દથી માર્ગાભિમુખ અને માર્ગપતિત વગેરે જીવો લેવામાં આવે છે. આ જીવો પ્રતિજ્ઞામાં દઢતા, દોષોની આલોચના કરવી વગેરે ગુણોથી જાણી શકાય છે. આ જિનાજ્ઞા આ જીવોથી સમજી શકાય છે. સંસારાભિનંદી જીવોથી જાણી શકાતી નથી. સંસારાભિનંદી જીવો અપુનબંધકથી પહેલાની ( નીચલી) અવસ્થામાં રહેલા છે.” (યોગબિંદુ-ગાથા-૧૭૯ આ. રાજશેખર સૂરિકૃત ગુજરાતી અનુવાદમાંથી ઉદ્ધત)
Page #189
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૭૬
ચાર ભાવનાના સોળ ભેદો
(૨)
પરિશિષ્ટ-૬
ચાર ભાવનાના સોળ ભેદો (પાંચમા સૂત્રમાં “અયોગ્યને જિનાજ્ઞા ન આપવામાં કરુણા છે' એ વિષયના વર્ણનમાં નિબંધન કરુણાનો” ઉલ્લેખ કર્યો છે. આથી અહીંચાર ભાવનાના સોળ ભેદોનું વર્ણન કરવામાં આવે છે.)
મૈત્રી ભાવનાના ચાર ભેદ ઉપકારી, સ્વજન, અન્યજન અને સામાન્યજન-આ ચાર સંબંધી મૈત્રી ચાર પ્રકારની હોય છે. (૧) ઉપકારી-ઉપકારીએ કરેલા ઉપકારની અપેક્ષાએ જે મૈત્રી–મિત્રભાવ તે ઉપ
કારી મૈત્રી જાણવી. રવજન-ઉપકારની અપેક્ષા રાખ્યા વિના પણ સગાવહાલાની બુદ્ધિથી જનાલપ્રતિબદ્ધ (પેટની ઘૂંટીમાં જે માતાની નાળ હોય છે તે જેની સમાન હોય અર્થાત્ એક જ માતાની કુખે જન્મેલ એવા કાકા, ફઇ, મામા-માસી તથા તેનો જે વ્યક્તિ સાથે પરંપરાસંબંધ છે તે ભત્રીજા-ભત્રીજી, ભાણિયાભાણેજી વગેરે) હોય તેવા પોતાના સગાવહાલા ઉપર જે મિત્રભાવ હોય તે
સ્વજન મૈત્રી જાણવી. (૩) અન્યજન-ઉપકારી અને સ્વજનથી ભિન્ન એવા જે પરિચિત માણસની સાથે
પોતાના પૂર્વજોએ સંબંધ રાખેલો હોય અથવા પોતે સંબંધ-પરિચય-ઓળખાણ કરેલ હોય તે વ્યક્તિને વિષે ઓળખાણ હોવાના કારણે થતો જે
મિત્રભાવ તે અન્યજન મૈત્રી જાણવી. (૪) સામાન્યજન-જે હિતચિંતાસ્વરૂપ મિત્રભાવ તે સામાન્યજન મૈત્રી જાણવી.
ઉપકારી-અનુપકારી, સ્વજન-પરજન, પરિચિત-અપરિચિત ઇત્યાદિ ભેદભાવ વિના સર્વ જીવો ઉપર જે હિતચિંતાસ્વરૂપ મિત્રભાવ તે સામાન્યજન મૈત્રી જાણવી.
પ્રમોદ ભાવનાના ચાર ભેદ સર્વસુખને વિષે, સુંદર હેતુને વિષે, સાનુબંધ સુખને વિષે અને ઉત્કૃષ્ટ સુખને
Page #190
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૭૭
ચાર ભાવનાના સોળ ભેદો
વિષે એમ પ્રમોદ ભાવના ચાર પ્રકારની છે. (૧) સર્વ સુખને વિષે-પોતાનામાં કે બીજામાં રહેલ વૈષયિક સુખને વિષે આનંદ
થવો એ પ્રથમ પ્રમોદ ભાવના જાણવી. આ સુખ અપથ્ય આહારથી થયેલ તૃપ્તિથી ઉત્પન્ન થનાર પરિણામે ખરાબ સુખ જેવું છે. પોતાની પ્રકૃતિને અનુકૂળ ન હોય=નુકશાન કારક હોય તેવી કુપગ્ય ચીજને ખાવાથી થનાર તૃપ્તિથી જે સુખ ઉત્પન્ન થાય છે તે પરિણામે ખરાબ હોય છે. તેમ વૈષયિક સુખ ભોગવવામાં મજા આવે, પણ તે પરિણામે ભયંકર સજા છે. છતાં પોતાના કે બીજાના વૈષયિક સુખમાં જે આનંદ થાય તે પ્રથમ પ્રમોદ ભાવના જાણવી. આ ઔદયિક ભાવસ્વરૂપ છે. સુંદર હેતુને વિષે-જેનો હેતુ પરિણામે સુંદર એવા સુખને ઉત્પન્ન કરવાની શક્તિવાળો હોય તેવા પોતાના કે બીજાના આ લોકના વિશેષ પ્રકારના સુખને વિશે જે આનંદ થાય તે બીજી પ્રમોદ ભાવના જાણવી. એનો વિષય બનનારું સુખ હિત-મિત એવા આહારને વાપરવાથી થનાર રસાસ્વાદના સુખ જેવું છે. (કે જે પરિણામે સુંદર છે, શક્તિવર્ધક છે, આરોગ્ય દાયક છે, સ્કૂર્તિજનક છે. જંબૂકુમાર, શાલિભદ્ર વગેરેની સમૃદ્ધિ જોઇને આનંદ થાય
તેની બીજી પ્રમોદ ભાવનામાં સમાવેશ થઇ શકે એવું જણાય છે.) (૩) સાનુબંધ સુખને વિષે-દેવ-મનુષ્યભવમાં સુખની પંરપરાનો વિચ્છેદ ન થવો
તે અનુબંધ કહેવાય. પોતાની અને બીજાની અપેક્ષાએ આ લોક અને પરલોકના અનુબંધયુક્ત સુખને વિશે જે આનંદ થાય તે ત્રીજી અનુબંધ પ્રધાન
પ્રમોદ ભાવના જાણવી. (૪) ઉત્કૃષ્ટ સુખને વિષે-મોહનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર (આત્માના)
પ્રકૃષ્ટ સુખને વિશે જે આનંદ થાય તે ઉત્કૃષ્ટ સુખ પ્રધાન એવી ચોથી પ્રમોદ ભાવના જાણવી.
કરુણા ભાવનાના ચાર ભેદ મોહ, અસુખ, સંવેગ અને અન્ય હિતથી યુક્ત એમ કરુણા ચાર પ્રકારની હોય છે. (૧) મોહ-મોહ = અજ્ઞાન. અજ્ઞાનથી યુક્ત એવી કરુણા એ ગ્લાન વ્યક્તિએ
Page #191
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૭૮
ચાર ભાવનાના સોળ ભેદો
માંગેલ અપથ્ય વસ્તુને આપવાના અભિલાષા જેવી છે. (કતલખાનું શરુ કરવા ઇચ્છતા ગરીબ કસાઇને આધુનિક યંત્ર વસાવવા માટે જરૂરી આર્થિક
સહાય કરવાની ઇચ્છા એ પણ મોહગર્ભિત કરુણા જાણવી.) (૨) અસુખ-જે પ્રાણી પાસે સુખ ન હોય તેને લોકપ્રસિદ્ધ આહાર, વસ્ત્ર, આસન
વગેરે આપવા સ્વરૂપ બીજી કરુણા સુખાભાવ ગર્ભિત જાણવી. (૩) સંવેગ-મોક્ષાભિલાષા સ્વરૂપ સંવેગના લીધે સાંસારિક દુઃખથી છોડાવ
વાની ઇચ્છાથી સુખી એવા જીવોને વિશે પણ છઘસ્થ જીવોની સ્વાભાવિક
રીતે સ્નેહસંબંધથી જે કરુણા પ્રવર્તે તે ત્રીજી કરુણા સંવેગ ગર્ભિત જાણવી. (૪) અચહિત-જેની સાથે સ્નેહનો વ્યવહાર ન હોય એવા પણ સર્વ જીવોના
હિતથી, કેવલીની જેમ મહામુનિઓની સર્વ જીવોના અનુગ્રહમાં તત્પર એવી ચોથી કરુણા હિતગર્ભિત જાણવી.
ઉપેક્ષા ભાવનાના ચાર ભેદ કરુણાસાર, અનુબંધસાર, નિર્વેદસાર અને તત્ત્વસાર એમ ચાર પ્રકારની ઉપેક્ષા જાણવી. (૧) કરુણાસાર-કરુણા શબ્દનો અર્થ છે મોહયુક્ત કરુણા. કરુણા જેનો સાર
હોય તે કરુણાસાર ઉપેક્ષા, અર્થાત્ મોહયુક્ત કરુણાથી થતી ઉપેક્ષા કરુણાસાર ઉપેક્ષા. જેમ કે સ્વચ્છંદતાથી અપથ્યને ખાનાર રોગીના અહિતને જાણવા છતાં તેને અટકાવવાનું માંડી વાળીને “અનુકંપાનો ભંગ ન થાવ' એવી
બુદ્ધિથી તેની ઉપેક્ષા કરે. (૨) અનુબંધસાર-અનુબંધ ફળની સિદ્ધિ સુધી રહે તેવો કાર્યવિષયક પ્રવાહનો
પરિણામ. આ અનુબંધ જેનો સાર હોય તેવી ઉપેક્ષા=અનુબંધસાર ઉપેક્ષા. જેમ કે આળસ વગેરેને લીધે કોઇ માણસ ધનોપાર્જન વગેરેમાં પ્રવૃત્તિ ન કરે તો તેવા અપ્રવર્તમાનને તેનો હિતેચ્છુ આમ તો પ્રવર્તાવે પણ (કાલક્ષેપ કરવાથી) પરિણામે સારા કાર્યની પરંપરાને જોતો કોઇક સમયે મધ્યસ્થતાને
ઉદાસીનતાને ધારણ કરે. આ અનુબંધસાર બીજી ઉપેક્ષા જાણવી. (૩) નિર્વેદસાર-સંસારનો વૈરાગ્ય જેનો સાર હોય તેવી ઉપેક્ષા નિર્વેદસાર કહે
વાય. જેમ કે નરકાદિ ચારે ય ગતિમાં અનેક વિધ દુઃખોની પરંપરાને
Page #192
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર
૧૭૯
ચાર ભાવનાના સોળ ભેદો
અનુભવતા જીવને મનુષ્ય-દેવ ગતિમાં સર્વ ઇંદ્રિયોને ખુશ કરે તેવું થોડું ઘણું સુખ છે એવું જોવા છતાં તેની અસારતા અને ક્ષણિકતાને લીધે તેની ઉપેક્ષા
કરવી. આ નિર્વેદસાર ત્રીજી ઉપેક્ષા જાણવી. (૪) તત્તસાર- વસ્તુનો સ્વભાવ જેનો સાર-નિષ્કર્ષ હોય તે ઉપેક્ષા તત્ત્વસાર
જાણવી. જેમ કે સારી કે ખરાબ વસ્તુ વાસ્તવમાં રાગ-દ્વેષનું કારણ નથી, પરંતુ પોતાનું મોહનીય કર્મ તેનું કારણ છે. મોહનીય કર્મની વિકૃતિથી ઉત્પન્ન થયેલ પોતાના અપરાધની વિચારણા કરતો જીવ બાહ્ય વસ્તુના અપરાધને જોતો નથી. તેવું ન જોવાથી બાહ્ય પદાર્થમાં સુખકારણતાનો કે દુઃખકારણતાનો તે આશ્રય નથી કરતો. આમ બાહ્ય પદાર્થને સુખ-દુઃખનું કારણ ન માનવાથી મધ્યસ્થતાને ધારણ કરતા જીવની ઉપેક્ષા તત્ત્વસાર જાણવી. (વિદ્વાન મુનિશ્રી યશોવિજયજી કૃત ષોડશક ગ્રંથના ગુજરાતી અનુવાદમાંથી થોડા શાબ્દિક ફેરફાર સાથે સાભાર ઉદ્ધત).
Page #193
--------------------------------------------------------------------------
________________
અરિહંત આરાધક સંપૂર્ણ ટીકાના ભાવાનુવાદવાળાં પુસ્તકો ટ્રસ્ટનાં પ્રકાશનો પંચસૂત્ર, ધર્મબિંદુ, યોગબિંદુ, આત્મપ્રબોધ, પાંડવ ચરિત્ર, શ્રાદ્ધદિન કૃત્ય, વીતરાગ સ્તોત્ર, શીલોપદેશમાલા, યોગદૃષ્ટિ
પ્રાપ્યગ્રંથો-પુસ્તકો સમુચ્ચય, પંચાશક ભાગ ૧-૨, પંચવસ્તુક ભાગ ૧-૨,
ભવભાવના ભાગ ૧-૨, શ્રાવક ધર્મ વિધિ પ્રકરણ, ગુરુતત્ત્વ વિનિશ્ચય ભાગ ૧-૨, ઉપદેશમાલા (પુષ્પમાલા) ભાગ ૧-૨.
ગુજરાતી વિવેચન
પ્રભુભક્તિ
શ્રાવકના બારવ્રત
જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ મમતા મારે સમતા તારે
પ્રભુ ભક્તિ મુક્તિની દૂતી આહારશુદ્ધિથી આત્મશુદ્ધિ ચિત્તપ્રસન્નતાની જડીબુટ્ટીઓ સ્વાધીન રક્ષા-પરાધીન ઉપેક્ષા નવકારનો જાપ મિટાવે સંતાપ તપ કરીએ ભવજલ તરીએ (બાર તપ ઉપર વિસ્તારથી વિવેચન) શત્રુંજય તીર્થ સોહામણું
આધ્યાત્મિક પ્રગતિના પાંચ પગથિયા ભાવના ભવ નાશિની (બાર ભાવના) પ્રેમગુણ ગંગામાં સ્નાન કરીએ (પૂ. પ્રેમસૂરિજી મ.સા.ની જીવન ઝરમર) સાધના સંગ્રહ (વિવિધ વિષયોનો સંગ્રહ) એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ જીવન જીતવાની જડીબુટ્ટીઓ (ચાર ભાવના)
અનુવાદવાળાં પુસ્તકો
પ્રત
વિભાગ
હીરપ્રશ્ન, પરિશિષ્ટ પર્વ યતિલક્ષણ સમુચ્ચય
ચૈત્યવંદન મહાભાષ્ય
અભ્યાસી વર્ગ
માટેનાં પુસ્તકો
સિદ્ધહેમશબ્દાનુશાસન (મધ્યમવૃત્તિ ભાગ ૧-૨-૩) તત્ત્વાર્થાધિગમસૂત્ર (પોકેટ બુક)
વીતરાગ સ્તોત્ર
(અન્વય સહિત શબ્દાર્થ-ટીકાર્થ)
વીતરાગ સ્તોત્ર (અન્નયાર્થ-ભાવાર્થ)
જ્ઞાનસાર (અન્વયાર્થ-ભાવાર્થ) તત્ત્વાર્થાધિગમ સૂત્ર (મહેસાણા પાઠશાળા
દ્વારા પ્રકાશિત)
આત્મપ્રબોધ, શ્રાદ્ધદિન કૃત્ય, સિરિસિરિવાલકહા, अष्टादशसहस्त्रशीलाङ्गग्रन्थः (प्राकृतः ) અરિહંત આરાધક ટ્રસ્ટનાં આગામી પ્રકાશનો
ઉપદેશપદ સટીક ભાવાનુવાદ, શ્રાદ્ધવિધિ પ્રકરણ સટીક ભાવાનુવાદ અષ્ટક પ્રકરણ સટીક ભાવાનુવાદ, ધાતુરૂપાવલી, શબ્દરૂપાવલી
Page #194
--------------------------------------------------------------------------
________________ पवासूशना Stutihirmal HiIOHRID spa पापप्रतिघात गुणबीजाधान सूत्रम् 23RTihalasik HK PhiNsUK RAJULO 25149863, 2511 0056