________________
પંચસૂત્ર
૧૬૯
અણગારને વરેલી ઉપમાઓ
આત્મભૂમિમાં જ્ઞાનાદિ અનેક પ્રકારના ગુણોની ઉત્પત્તિ કરે છે. (૪) પૃથ્વી જેમ ઝેરનું શોષણ કરી અમૃત આપે, તેમ મુનિ અપરાધીના અપરાધોની
ઉપેક્ષા કરી ઉપકાર કરે છે. (૫) પૃથ્વી છેદાય, ભેદાય તો પણ કોઇ આગળ ફરિયાદ કરે નહિ, તેમ મુનિ
પણ કોઇ ઉપસર્ગ, નિંદા, અવહેલના કરે તો કોઇની આગળ દીનતાદિ કરે
નહિ. (૬) પૃથ્વી કાદવ, કચરો વગેરેને સૂકવી નાંખે છે, તેમ મુનિ કામભોગની વાસનારૂપ
કાદવને સૂકવી નાંખે છે. (૭) પૃથ્વી જેમ વૃક્ષાદિકને આધારરૂપ છે, તેમ મુનિ આત્માર્થી જીવોને આધારરૂપ
૧૦. કમલની ઉપમા (૧) કમલ કાદવમાં ઉગે, જલથી વધે અને કાદવ તથા જલને છોડી અલગ રહે
છે. મુનિ પણ કર્મકાદવમાં ઉત્પન્ન થાય છે, ભોગજલથી વધે છે, છતાં તે
બંનેને છોડીને અલગ રહે છે. (૨) જેમ કમલ વેલાઓને સુગંધથી વાસિત કરે છે, તેમ મુનિ જ્ઞાન, શ્રદ્ધા અને
વિરતિરૂ૫ સુગંધથી પૂર્વર્ષિઓને-શાસનને ઉજ્જવલ બનાવે છે. (૩) જેમ કમળો ચંદ્ર-સૂર્યથી વિકસ્વર થાય, તેમ મુનિ લઘુકર્મી શ્રોતાદિ ભવ્યોને
જોઇ આનંદ પામે. (૪) જેમ કમલ સુગંધથી સુવાસિત હોય છે, તેમ સાધુ સ્વભાવરમણતાદિ ગુણોથી
સ્વયં સુગંધિત હોય છે. (૫) કમલ પોતાની કાંતિથી દેદીપ્યમાન હોય છે, તેમ મુનિ જ્ઞાન ધ્યાન, તપ
તેજની કાંતિથી દેદીપ્યમાન રહે છે. (૬) જેમ કમલ નિર્મળ-ઉજ્જવલ હોય છે, તેમ મુનિ ધર્મધ્યાન શુક્લધ્યાન વડે
નિર્મળ-ઉજ્વલ હોય છે. (૭) જેમ કમલ સૂર્ય-ચંદ્ર સન્મુખ રહી ખીલે છે, તેમ મુનિ હંમેશ આચાર્ય,
ઉપાધ્યાય, બહુશ્રુતની સન્મુખ સાપેક્ષ રહી વિકાસ સાધે છે.