________________
પંચસૂત્ર
૧૭૦
અણગારને વરેલી ઉપમાઓ
૧૧. સૂર્યની ઉપમા (૧) સૂર્ય પોતાના પ્રકાશથી સમગ્ર પૃથ્વીમંડલને પ્રકાશિત કરે છે, તેમ જિન
અણગાર સમ્યગુજ્ઞાનના મહાપ્રકાશ વડે અતીન્દ્રિય એવા ધર્માસ્તિકાયાદિ
પદાર્થમય સમગ્ર લોકને પ્રકાશિત કરે છે. (૨) સૂર્ય જેમ પોતાના તેજથી દીપ્તિમાન છે, તેમ મુનિ તપના તેજથી દીપે છે. (૩) જેમ સૂર્યથી સૂર્યવિકાસી કમળોની સૌદર્યસંપત્તિ ખીલી ઉઠે છે, તેમ મુનિથી
ભવ્ય જીવરૂપ કમળોની જ્ઞાનાદિ આત્મલક્ષ્મી વિકાસ પામે છે. (૪) જેમ સૂર્ય રાજા કે રંક સૌને સમાન રીતે પ્રકાશ આપે છે, તેમ મુનિ રાજા હોય
કે રંક સૌને ભેદભાવ વિના ધર્મદેશના આપે છે. (૫) જેમ સૂર્ય પોતાના હજારો કિરણોથી શોભે છે, તેમ મુનિ હજારો શિલાંગોથી
શોભે છે. (૬) જેમ સૂર્ય પોતાના તાપથી, જલ, કાદવ અને અશુચિને સૂકવી નાખે છે, તેમ
મુનિ બાર પ્રકારના તરૂપ તાપથી કર્મક્લેશ અને વિભાવરૂપ જલ-કાદવ
અને અશુચિને સુકવી નાંખે છે. (૭) સૂર્ય જેમ મેરુ પર્વતને નિત્ય પ્રદક્ષિણા આપે છે, તેમ મુનિ શ્રીવીતરાગ ભગવાનની આજ્ઞાને અનુકૂળ રહી જીવન જીવે છે.
૧૨. પવનની ઉપમા (૧) પવન જેમ આરોગ્યવર્ધક હોય છે, તેમ મુનિ લોકોના ભાવ આરોગ્ય (જ્ઞાન
દર્શન-ચારિત્રરૂપ રત્નત્રય)માં વૃદ્ધિ કરે છે. (૨) જેમ પવન દુગંધને દૂર કરે છે, તેમ મુનિ ભવ્ય જીવોની દોષ રૂપી દુર્ગધને
દૂર કરે છે. (૩) જેમ વેગવાન પવન વૃક્ષોને ઉખેડીને ફેંકી દે છે, તેમ મુનિ ધ્યાનાવેગ વડે
કર્મવૃક્ષોનું ઉમૂલન કરે છે. (૪) જેમ પવન શ્રી જિનમંદિરો ઉપરની ધજાને આકાશમાં ફરકાવે છે, તેમ મુનિ
શાસનની જયપતાકાને જગતમાં લહેરાવે છે. (૫) જેમ પવન પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વાનરૂપે થઇને દેહને ધારણ