________________
પંચસૂત્ર
मिथ्यादृष्टीनामपि गुणस्थानकत्वाभ्युपगमात् अनभिग्रहे सति ।
સૂત્રાર્થ— મોક્ષની ઇચ્છાવાળો હું યથાશક્તિ સુકૃત કરું છું. સર્વ અરિહંતોના ધર્મોપદેશ આદિ અનુષ્ઠાનોને અનુમોદું છું. સર્વ સિદ્ધોના અવ્યાબાધ (=પીડાનો અભાવ) આદિ સિદ્ધપણાને અનુમોદું છું. સર્વ આચાર્યોના જ્ઞાનાચારાદિ આચારને અનુમોદું છું. સર્વ ઉપાધ્યાયોના સુવિધિવાળા સૂત્રદાનને અનુમોદું છું. સર્વ સાધુઓની સુંદર સ્વાધ્યાય આદિ સાધુક્રિયાને અનુમોદું છું. સર્વ શ્રાવકોના મોક્ષના સાધનભૂત વેયાવચ્ચ આદિ વ્યાપારોને અનુમોદું છું. નજીકમાં મોક્ષે જનારા અને શુદ્ધ આશયવાળા ઇંદ્રાદિ સર્વ દેવોના અને 'સર્વ જીવોના સામાન્યથી શુભ વ્યાપારોને અનુમોદું છું.
૩૮
પહેલું સૂત્ર
ટીકાર્થ-પ્રશ્ન— અહીં નજીકમાં મોક્ષે જનારા અને શુભ આશયવાળા જીવો સમ્યગ્દર્શન ન પામ્યા હોય તો પણ તેમને શુભ વ્યાપારો હોય ?
ઉત્તર— સમ્યગ્દર્શનને ન પામ્યા હોવા છતાં નજીકમાં મોક્ષે જનારા અને શુભ આશયવાળા જીવોને પણ શુભવ્યાપારો હોય. કારણ કે મિથ્યાદૅષ્ટિઓના પણ ગુણસ્થાનકનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ગુણોનું સ્થાન તે ગુણસ્થાનક. તે પહેલું મિથ્યાદષ્ટિ ગુણસ્થાન આવા જીવોને આશ્રયીને છે.
અનમિત્ર, સતિ=આમાં એક શરત છે કે તે જીવોને કોઇ વિષયમાં અભિગ્રહ=કદાગ્રહ (=પકડ) ન હોવો જોઇએ.
હું યથાશક્તિ સુકૃત કરું છું— અન્યના સુકૃતોની અનુમોદના પ્રસ્તુત છે. આમ છતાં અન્યના સુકૃતોની અનુમોદનાના વર્ણનના પ્રારંભમાં હું યથાશક્તિ સુકૃત કરું છું એવું કેમ કહ્યું ? એ પ્રશ્ન થાય એ સહજ છે. આનો ઉત્તર એ સંભવે છે કે અનુમોદના ક૨ના૨ે શક્તિ મુજબ સુકૃતોનું સેવન પણ કરવું જોઇએ એ જણાવવા માટે આવું કથન કર્યું છે. શક્તિ મુજબ સુકૃત ન કરનારનું મન નબળું છે. નબળા મનથી કરવામાં આવતી અનુમોદનામાં જેવો ઉલ્લાસ આવવો જોઇએ તેવો ઉલ્લાસ ન આવે. ૧૨. પ્રણિધાન શુદ્ધિ
प्रणिधिशुद्धिमाह
૧. સામાન્યેનૈવ જીવોના ભેદો પાડ્યા વિના જે કોઇ જીવો નજીકમાં મોક્ષે જનારા અને શુદ્ધ આશયવાળા હોય તે સર્વ જીવોના.
૨. સામાન્યથી એટલે દાન, શીલ, તપ, વિનય, વૈયાવચ્ચ વગેરે ભેદ વિના જે કોઇ શુભ વ્યાપારો હોય તે શુભ વ્યાપારોની અનુમોદના કરું છું.