________________
પંચસૂત્ર
બીજું સૂત્ર
સમ્યકત્વની પ્રાપ્તિ વખતે રહેલી (અંતઃકોડાકોડિ) કર્મસ્થિતિમાંથી બેથી નવ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિનો ક્ષય થાય ત્યારે દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે છે ત્યારે ઉપશમ શ્રેણિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઘટે છે ત્યારે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય છે.”
પ્રશ્ન- બેથી નવ પલ્યોપમ વગેરે કર્મસ્થિતિ ક્રમશઃ જ ઘટે કે જલદી પણ ઘટે ?
ઉત્તર- બંને રીતે ઘટે છે. કોઇ જીવની ક્રમશઃ તેટલી સ્થિતિ ઘટે તો કોઇ જીવનીવીર્ષોલ્લાસથી વિશેષ પરિણામ પ્રગટે તો જલદી પણ ઘટી જાય. કહ્યું છે કે
સમ્યકત્વ ટકી રહે તો દેવ-મનુષ્યભવમાં ઉત્પત્તિ થાય છે. દેવ-મનુષ્યભવમાં ઉત્પન્ન થતા તે જીવને બીજા-બીજા મનુષ્યભવમાં દેશવિરતિ આદિનો લાભ થાય. અર્થાત્ મનુષ્યભવમાં સમ્યકત્વ પામેલો જીવ દેવલોકનો ભવ કરીને મનુષ્યભવમાં દેશવિરતિ પામે. પછી દેવલોકનો ભવ કરીને મનુષ્યભવમાં સર્વવિરતિ પામે. આમ ક્રમશઃ અન્ય-અન્ય મનુષ્યભવમાં દેશવિરતિ આદિ પામે અથવા એક જ ભવમાં બે શ્રેણિમાંથી કોઇ એક શ્રેણિ સિવાય દેશવિરતિ આદિ ત્રણે પામે.”
પ્રશ્ન- જ્યારે સમ્યકત્વયુક્ત જીવ નવ પલ્યોપમથી અધિક સ્થિતિવાળા દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યારે દેવનું આયુષ્ય પૂરું થાય એ પહેલાં જ બેથી નવ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિ ઘટી જવાથી દેવને દેશવિરતિની પ્રાપ્તિનો પ્રસંગ આવે, જ્યારે દેવોને વિરતિ ન હોય.
ઉત્તર– ભવસ્વભાવથી જ દેવો જેટલી કર્મસ્થિતિ ખપાવે છે તેટલી જ નવી બાંધે છે. આથી દેવોમાં દેશોન કોટાકોટિ સાગરોપમથી ઓછી સ્થિતિ ન થતી હોવાથી દેશવિરતિની પ્રાપ્તિનો પ્રસંગ આવતો નથી. ૧. ક્રમશઃ અને જલદી એમ બંને રીતે સ્થિતિ ઘટતી હોવા છતાં મોટાભાગના જીવોની કર્મસ્થિતિ ક્રમશઃ ઘટે છે. બહુજ ઓછા જીવોની સ્થિતિ જલદી ઘટે છે. આથી સામાન્યથી સમ્યકત્વ પ્રાપ્તિ અને દેશવિરતિ પ્રાપ્તિનો અંતરકાલ બેથી નવ પલ્યોપમ છે. ઉપદેશ
રહસ્ય ગા. ૨૩ની ટીકા. ૨. સૈદ્ધાંતિક મતે એક ભવમાં બે શ્રેણિ ન હોય. ૩. દેવના ઉપલક્ષણથી નરક આદિ વિષે પણ આ સમાધાન સમજવું.