________________
પાંચમું સૂત્ર
પંચસૂત્ર
क्षयो भव्यानामिति स्थितम् । एवं च सति भव्यत्वं योग्यतामात्रमेव सिद्धिं प्रति केषाञ्चित्प्राणिनां ये न कदाचिदपि सेत्स्यन्ति । तथा चागम: - ' भव्वावि न सिज्झिति केइ' इत्यादि ।
૧૪૩
સૂત્ર-ટીકાર્થ— પૂર્વપક્ષ-મોક્ષમાં ગયેલ કોઇ જીવ સંસારમાં પાછો આવતો નથી. અનાદિકાળથી પ્રાયઃ છ મહિનામાં અનેક જીવો સિદ્ધ થાય છે. (છ મહિનામાં અનેક જીવો સિદ્ધ ન થાય તો પણ એક જીવ તો અવશ્ય સિદ્ધ થાય.) આથી સંસારમાં ભવ્ય જીવોનો તદ્દન અભાવ થઇ જશે.
-
ઉત્તરપક્ષ - છ મહિનામાં અનેક જીવો મોક્ષમાં જાય તો પણ ભવ્ય જીવો અનંત હોવાથી ક્યારેય તેમનો સર્વથા અભાવ નહિ થાય.
પ્રશ્ન— વનસ્પતિકાય આદિની કાયસ્થિતિ અનંતકાળ છે. છતાં તેનો અંત આવે છે. તેમ અનંત પણ ભવ્યોનો અંત કેમ ન આવે ?
ઉત્તર— ભવ્યો યુક્તાનંત વગેરે પ્રમાણ જેટલા નથી, કિંતુ અનંતાનંત છે, અર્થાત્ કદી અંત ન આવે તેટલા અનંત છે. આ વિષયમાં સમયોનું દૃષ્ટાંત છે. જેમ દરેક સમયે એક એક સમય વ્યતીત થવા છતાં કદી સમયોનો સર્વથા અંત આવશે નહિ, તેમ ભવ્યોનો પણ કદી સર્વથા અભાવ થશે નહિ.
પ્રશ્ન— તો પછી આ (=નીચે પ્રમાણે) કેમ કહેવાય છે ?
‘વીતી ગયેલી ૠતુ ફરી આવે છે, ક્ષય પામેલો ચંદ્ર ફરી આવે છે= પૂર્ણ થાય છે. પણ ગયેલું નદીનું પાણી અને ગયેલું મનુષ્યોનું જીવન ફરી નથી જ આવતું.’’ ઉત્તર— આ વ્યવહારથી કહેવાય છે. જો એમ ન હોય અને એથી તે જ કાળ ૧. પ્રશ્ન— નિરંતર ઘણા જીવો મુક્તિમાં જાય છે, પરંતુ મુક્તિમાં સંકડાશ નથી અને સંસાર ખાલી થતો નથી તેમાં દૃષ્ટાંત ક્યું છે ?
ઉત્તર—
જેમ ભૂમિની માટી વરસાદના પાણીથી ઘસડાતી સમુદ્રમાં નિરંતર જાય છે, તો પણ સમુદ્ર પૂરાઇ જતો નથી અને ભૂમિમાં ખાડો પડતો નથી. તેવી રીતે મુક્તિમાં આ દૃષ્ટાંત જાણવું. (સેનપ્રશ્ન-૩-૮૦૬)
૨. અનંતના નવ ભેદો છે. તે આ પ્રમાણે
જઘન્ય પરિત્ત અનંત, મધ્યમ પરિત્ત અનંત, ઉત્કૃષ્ટ પરિત્ત અનંત, જઘન્ય યુક્ત અનંત, મધ્યમ યુક્ત અનંત, ઉત્કૃષ્ટ યુક્ત અનંત, જઘન્ય અનંતાનંત અનંત, મધ્યમ અનંતાનંત અનંત, ઉત્કૃષ્ટ અનંતાનંત અનંત.
સંસારી બધા જીવો આઠમા અનંતે (=મધ્યમ અનંતાનંતે) છે.