________________
પંચસૂત્ર
૭૧
ત્રીજું સૂત્ર
(૪)
પમાડે. કેવી રીતે પ્રતિબોધ પમાડે તે કહે છે(૧) હે માતા-પિતા ! ઉભયલોકના ફળવાળું જીવન પ્રશંસનીય છે. (૨) તથા સામુદાયિકરૂપે કરેલાં શુભકાર્યો સમુદાયરૂપે ફળે છે. સમુદાયરૂપે
( ભેગા મળીને) કરેલાં કાર્યોથી જેમણે સમુદાયરૂપે કાર્યો કર્યા હોય
તેમનો ફરી પણ (ભવાંતરમાં) યોગકમેળાપ થાય. (૩) આપણા બધાનો ભવપરંપરાથી ઘણા દીર્ધકાળનો વિયોગ થશે.
સામુદાયિક રૂપે શુભ કાર્યો ન કરવામાં આવે તો આપણી આ પ્રવૃત્તિ એક વૃક્ષ ઉપર રહેનારા પક્ષીઓની તુલ્ય થાય છે. કહ્યું છે કે-“જેવી રીતે (રાત) નિવાસ કરવાના વૃક્ષ ઉપર આવીને પક્ષીઓ (સવાર થતાં) જતા રહે છે, છૂટા પડી જાય છે, તે રીતે જીવોનો સંયોગ અંતે વિયોગવાળો છે.” આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે-સ્વચ્છંદી મૃત્યુને આવતું રોકી શકાતું નથી, અને આયુષ્ય અલ્પ હોવાથી મૃત્યુ અત્યંત નજીક છે. સમુદ્રમાં પડેલા રત્નની જેમ મનુષ્યભવ અતિશય દુર્લભ છે. કારણ કે મનુષ્યભવ સિવાય પૃથ્વીકાયાદિના ભવો કાયસ્થિતિની અપેક્ષાએ ઘણા છે. કહ્યું છે કે-“પૃથ્વીકાય વગેરે ચાર એકેંદ્રિયોની કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી છે, અને વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી જાણવી.” આ ભવો બહુ દુઃખવાળા=પ્રબળ અશાતાવેદનીયના ઉદયવાળા, મોહના પ્રબળ ઉદયના કારણે મોહરૂપ અંધકારવાળા, સ્વભાવથી અશુભ પ્રવૃત્તિનું કારણ હોવાથી પાપના અનુબંધવાળા છે. એથી જ ચારિત્ર ધર્મ માટે અયોગ્ય છે. ભવરૂપ સમુદ્રમાં વહાણ સમાન આ મનુષ્યભવ ચારિત્ર માટે યોગ્ય છે. કારણ કે મનુષ્યભવ ભવરૂપ સમુદ્રના પારને પમાડે છે. આથી મનુષ્યભવને સ્વકાર્ય ધર્મમાં જોડવો (=ઉપયોગ કરવો) એ યોગ્ય છે. મનુષ્યભવને ધર્મમાં કેવી રીતે જોડવો તે કહે છે-સંવરથી જેના જીવહિંસા વગેરે છિદ્રો પૂરાઈ ગયા છે, વારંવાર જ્ઞાનનો ઉપયોગ કરવાના કારણે જ્ઞાન જેનો સુકાની છે, અનશન વગેરે તપનું સેવન કરવાના કારણે તારૂપ પવન જેનો સહાયક છે, તેવા મનુષ્યભવરૂપ વહાણનો ચારિત્રધર્મરૂપ