________________
પંચસૂત્ર
૧૭ર
સિદ્ધોની વિશેષ માહિતી
સ્પરિશિષ્ટ-૪
સિદ્ધોની વિશેષ માહિતી (પાંચમા સૂત્રમાં સિદ્ધોનું વર્ણન કરવામાં આવ્યું છે. આથી અહીં સિદ્ધોની વિશેષ માહિતી આપવામાં આવે છે.)
સિદ્ધોની અવગાહના લોકના ઉપરના અંતિમ એક ગાઉના અંતિમ છઠ્ઠા ભાગમાં ૩૩૩ ૧/૩ ધનુષ્ય જેટલા ભાગમાં સિદ્ધો વસે છે. અર્થાત્ લોકાકાશની છેલ્લી પ્રતર શ્રેણીથી ૩૩૩ ૧૩ ધનુષ્ય પ્રમાણ ભાગ સુધીમાં સિદ્ધ જીવો વસે છે. દરેક સિદ્ધ ભગવંતના મસ્તકનો અંતિમ પ્રદેશ લોકાકાશના અંતિમ પ્રદેશને સ્પર્શીને રહે છે. કારણ કે કર્મક્ષય થતાંની સાથે જ જીવ જ્યાં હોય ત્યાંથી જ સીધી ઊર્ધ્વગતિ કરે છે. પણ અલોકાકાશમાં ગતિમાં સહાયક ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી લોકાકાશનો અંતિમ પ્રદેશ આવતાં અટકી જાય છે. સિદ્ધોની અવગાહના પોતાના પૂર્વના શરીરની ૨૩ ભાગની રહે છે. કારણ કે શરીરમાં ૧/૩ ભાગ જેટલા પોલણમાં વાયુ ભરાયેલો છે. યોગ નિરોધ થતાં વાયુ નીકળી જવાથી ૧/૩ ભાગનો સંકોચ થઇ જાય છે. આથી શરીરનો ર/૩ ભાગ રહે છે.
વધારેમાં વધારે ૫૦૦ ધનુષ્યની કાયાવાળા જીવો મોક્ષે જઇ શકે છે. અને ઓછામાં ઓછી બે હાથની કાયાવાળા જીવો મોક્ષે જઇ શકે છે. ૫૦૦ ધનુષ્યની કાયાનો ૨/૩ ભાગ ૩૩૩૧/૩ ધનુષ્ય (=૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળ) થાય છે. એટલે આકાશના ઉપરના અંતિમ પ્રદેશથી નીચેના ૩૩૩ ૧/૩ ભાગ સુધીમાં સિદ્ધ જીવો રહે છે. આમ એક ગાઉનો છઠ્ઠો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા શરીરનો ૨/૩ ભાગ (૩૩૩ ૧/૩ ધનુષ્ય) સમાન થાય છે. આમ લોકાકાશના સૌથી ઉપરના ૩૩૩ ૧/૩ ધનુષ્ય પ્રમાણ ક્ષેત્રને લોકાગ્ર કે સિદ્ધક્ષેત્ર કહેવામાં આવે છે.
સિદ્ધશિલાનું અને સિદ્ધક્ષેત્રનું પ્રમાણ લોકાકાશના ઉપરના છેડાથી નીચે એક યોજન બાદ અને સર્વાર્થસિદ્ધ વિમાનથી
૧ ૨૪ આંગળનો ૧ હાથ.૪ હાથનો એક ધનુષ્ય. ૨૦૦૦ ધનુષ્યનો એક ગાઉ. ૪ ગાઉનો
૧ યોજન.