________________
પંચસૂત્ર
અણગારને વરેલી ઉપમાઓ
(૫) વૃક્ષને કોઇ ચંદનાદિ સુગંધી દ્રવ્યનું વિલેપન કરે તો વૃક્ષ હર્ષ પામે નહિ, તેમ મુનિને કોઇ ચંદનાદિથી વિલેપન કરે, અર્થાત્ અનુકૂળ ભક્તિ કરે તો પણ હર્ષ પામે નહિ, શાતાગારવ ધારણ કરે નહિ.
૧૬૭
(૬) વૃક્ષને જલ સિંચવાથી તે પુષ્પ ફલાદિ આપે, તેમ મુનિનો પણ અભ્યુત્થાનાદિ વિનય કરવાથી મુનિ શ્રુતશ્રવણ, જ્ઞાન, વિરતિ યાવત્ નિર્વાણરૂપ પુષ્પ ફળાદિ આપે.
(૭) જેમ વૃક્ષ વેલાઓને ઊંચે ચઢવા આલંબન આપે છે, તેમ મુનિ ચતુર્વિધસંઘને આત્માના ઊર્ધીકરણ માટે આલંબન આપે છે.
ભ્રમરની ઉપમા
9.
(૧) જેમ ભ્રમર બગીચામાં પુષ્પાદિકમાંથી સુગંધરસ-પરિમલ ગ્રહણ કરવા છતાં પુષ્પને કિલામણા કરતો નથી અને પોતાના આત્માને સંતોષે છે, તેમ મુનિ પણ ગ્રામ, નગરાદિમાં વૃક્ષ સમાન જે ઘરો તેમાં પુષ્પ સમાન ગૃહસ્થ દાતારની પાસેથી સુગંધરસ સમાન અશન વગેરે ગ્રહણ કરે છે, છતાં કોઇને કિલામણા ઉપજાવતા નથી.
(૨) ભ્રમર પુષ્પ ઉપર સુગંધરસ લેવા બેસે છે. પણ પુષ્પ ઉપર પ્રતિબંધ=રાગ ભાવ પામતો નથી, તેમ મુનિ પણ આહારાદિ માટે ગૃહસ્થના ઘેર જાય પણ ત્યાં રાગાદિ ભાવને પામતો નથી. રાગરૂપ સ્નેહ સંબંધને બાંધતો નથી.
(૩) ભ્રમર પુષ્પ ઉ૫૨ ગુંજારવ કરે છે, તેમ મુનિ ગામેગામ વિહાર કરી ચતુર્વિધ સંઘરૂપી પુષ્પ ઉપર ધર્મ દેશના રૂપી ગુંજારવ કરે છે.
(૪) ભ્રમ૨ જેમ આહારાદિકનો સંગ્રહ કરે નહિ, તેમ મુનિ અશન-પાન કે વસ્ત્રાદિકનો સંગ્રહ કરે નહિ, શાસ્ત્રમર્યાદા ઉપરાંત રાખે નહિ.
(૫) જેમ ભ્રમર સુગંધ લેવા પુષ્પ ઉપર વગર બોલાવ્યો જાય, તેમ મુનિ ગૃહસ્થને ત્યાં વગર બોલાવ્યે ગોચરી જાય.
(૬) જેમ માળીએ બનાવેલી પુષ્પવાડીમાં ભ્રમર સુગંધ લેવા જાય, એમ મુનિ પણ ગૃહસ્થોએ પોતાને માટે બનાવેલા આહારમાંથી ગોચરી મધુક૨વૃત્તિથી લેવા માટે જાય.