________________
પંચસૂત્ર
૧૬૪
અણગારને વરેલી ઉપમાઓ
પણ પરીષહ ઉપસર્ગથી ડરે નહિ. ઇર્યાસમિતિપૂર્વક જયણાથી ચાલે. (૭) સર્પ મયૂર વગેરે પક્ષીઓથી ભય પામે છે, તેમ મુનિ પોતાના ચારિત્ર પ્રાણની રક્ષા માટે દર્શનભ્રષ્ટ આત્માઓ તથા સ્ત્રીઓ આદિથી ભયભીત રહે છે.
૨. પર્વતની ઉપમા (૧) પર્વત જેમ અનેક ઔષધિઓથી શોભે છે, તેમ મુનિ પણ જ્ઞાન દર્શન ચારિત્રથી
પ્રાપ્ત અનેક પ્રકારની ચમત્કારિક લબ્ધિઓથી શોભે છે. (૨) પર્વત જેમ પ્રચંડ પવનથી પણ ચલાયમાન થતો નથી, તેમ મુનિ પરીષહ
ઉપસર્ગથી કદી ચલિત થતો નથી. (૩) પર્વત પશુ પંખી વગેરે અનેક જીવોને સુખ અને શાતા આપે છે, તેમ મુનિવર
પણ પોતાના આશ્રયે રહેલા શિષ્યાદિ ચતુર્વિધ સંઘને જિનવચનામૃતનું પાન
કરાવી શાતા આપે છે. (૪) જેમ નદીના નિર્મળ ઝરણાઓથી પર્વત શોભે છે, તેમ મુનિ પણ સપ્તભંગી,
સપ્તનય વગેરેના ઉપદેશરૂપી નદી-ઝરણાઓથી શોભે છે. (૫) પર્વત સૌથી ઊંચો હોય છે, તેમ મુનિનીભાવનાઓ ખૂબ ઉચ્ચ કક્ષાની હોય
(૬) પર્વત જેમ સ્ફટિક, રત્નો, સુવર્ણ વગેરેની ખાણોથી શોભે છે, તેમ મુનિ
ક્ષાયિક, લાયોપથમિક, ઓપશમિકાદિ ભાવોથી શોભે છે. (૭) પર્વત જેમ દેવતાઓને ક્રીડા કરવાનું સ્થાન છે, તેમ મુનિ શિષ્યાદિ ભવ્ય જીવોને જ્ઞાન ક્રીડા કરવાનું સ્થાન છે.
૩. અગ્નિની ઉપમા (૧) અગ્નિ ગમે તેટલા લાકડા, ઘાસ વગેરેથી પણ કદી તૃપ્ત થાય નહિ, તેમ,
મુનિ ગમે તેટલું શ્રુત ભણે તો પણ તૃપ્ત થાય નહિ. સદા જ્ઞાન ધ્યાનનું
સેવન કર્યા કરે છે. નવું શ્રુત ઉપાર્જન કરવામાં ઉદ્યમશીલ રહે છે. (૨) અગ્નિ તેજથી તેજવંત હોય છે, તેમ મુનિ તપશ્ચર્યાદિથી તેજસ્વી હોય છે.
તેજલેશ્યા, પુલાકલબ્ધિથી ઉદ્યોત કરનારા હોય છે.