________________
પંચસૂત્ર
૧૬૩
અણગારને વરેલી ઉપમાઓ
પરિશિષ્ટ-3
અણગારને વરેલી ઉપમાઓ
(પહેલા સૂત્રમાં ‘‘મારે સાધુઓ શરણ છે'' એ વિષયના વર્ણનમાં ‘‘સાધુઓ પદ્મ વગેરે ઉપમાવાળા હોય છે’' એમ જણાવવામાં આવ્યું છે. આથી અહીં સાધુઓને વરેલી પદ્મ વગેરે ઉપમાઓનું વર્ણન કરવામાં આવે છે.)
उरगगिरिजलणसागरनहतलतरुगणसमो अ जो होइ । भमरमियधरणिजलरुहरविपवणसमो अ जो समणो 11
अनुयोगद्वारसूत्र
પરમતા૨ક શ્રીતીર્થંકરદેવના મુનિઓ સર્પ જેવા છે. પર્વત જેવા છે. અગ્નિ જેવા છે. સાગર જેવા છે. આકાશ જેવા છે. વૃક્ષ જેવા છે. ભ્રમર જેવા છે. હરણ જેવા છે. પૃથ્વી જેવા છે. કમળ જેવા છે. સૂર્ય જેવા છે અને પવન જેવા છે.
૧. સર્પની ઉપમા
(૧) સર્પ જેમ પોતાને માટે બિલ બનાવે નહીં પણ ઉંદર વગેરેએ બનાવેલ બિલમાં રહે, તેમ સાધુ પોતાને રહેવા માટે ઘર-મકાન કરે નહિ, કરાવે નહિ અને કરેલાની અનુમોદના પણ કરે નહિ, પરંતુ ગૃહસ્થે પોતાને માટે બનાવેલા નિર્દોષ મકાનમાં આજ્ઞા લઇને રહે.
(૨) અગંધન કુલના સર્પો વમેલા વિષને પાછું ગ્રહણ કરતા નથી, તે રીતે મુનિ પણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ પાંચે ઇન્દ્રિયોના વિષયોને ત્યજીને ફરી એની અભિલાષા કરતા નથી.
(૩) સર્પ જેમ બિલમાં સીધી રીતે પ્રવેશે, તેમ મુનિ મોક્ષમાર્ગમાં સીધી રીતે ચાલે. (૪) સર્પ જેમ બિલમાં પ્રવેશ કરતાં વાંકો ચૂકો જાય નહિ, જાય તો છોલાઇ જાય માટે સીધે સીધો જાય, તેમ મુનિ અનાસક્તિથી આહાર લે. એક જડબામાંથીદાઢમાંથી બીજા જડબામાં-દાઢમાં આહાર ફેરવે નહિ.
(૫) જેમ સર્પ કાચલી ઉતાર્યા પછી ગ્રહણ કરે નહિ, તેમ મુનિ પુત્ર-કલત્રાદિ કુટુંબ રૂપ કાચલી ઉતાર્યા પછી એને સ૨ાગઢષ્ટિથી ગ્રહણ કરે નહિ. (૬) સર્પ કાંટા વગેરેથી ડરે નહિ પણ એકાગ્ર દૃષ્ટિથી જોઇને ચાલે, તેમ મુનિ