________________
પંચસૂત્ર
च्छ्रद्धाभावप्ररोहः, न चासत्यस्मिन् साधुधर्मपरिभावना, न चापरिभावितसाधुधर्मस्य प्रव्रज्याग्रहणविधावधिकार:, न चाप्रतिपन्नस्तां तत्पालनाय यतते, न चापालने एतत्फलमाप्नोतीति प्रवचनसार एष सज्ज्ञानक्रियायोगात् ।
૨
પ્રસ્તાવના
પ્રશ્ન— આ પાંચ સૂત્રોનો આ પ્રમાણેના ક્રમથી ઉલ્લેખ કરવાનું શું કારણ છે ? ઉત્તર— આ પાંચ સૂત્રોના અર્થોની (=પદાર્થોની) પરમાર્થથી આ પ્રમાણે જ સત્તા છે, અર્થાત્ આ સૂત્રોમાં કહેલા અર્થોની (=પદાર્થોની) અહીં જણાવેલા ક્રમથી જ પ્રાપ્તિ થાય છે એવું જણાવવા માટે આ પાંચ સૂત્રોનો આ પ્રમાણેના ક્રમથી ઉલ્લેખ કર્યો છે. આ પાંચ સૂત્રોના અર્થોની (=પદાર્થોની) ઉક્ત ક્રમથી જ પ્રાપ્તિ થાય છે. તે આ પ્રમાણે-પહેલાં પાપપ્રતિઘાત દ્વારા ગુણબીજાધાન થાય. પછી સાધુધર્મની પરિભાવના થાય. પછી પ્રવ્રજ્યા ગ્રહણ વિધિ થાય. પછી પ્રવ્રજ્યા પરિપાલન થાય. પછીપ્રવ્રજ્યાલનીપ્રાપ્તિ થાય. પાપપ્રતિઘાત દ્વારા ગુણબીજાધાન થયા વિના પ્રાયઃ ધર્મની શ્રદ્ધા (=રુચિ) ન થાય. ધર્મની શ્રદ્ધા થયા વિના સાધુધર્મની પરિભાવના (=સંયમ લેવાની તીવ્રભાવના) ન થાય. જેણે સાધુધર્મની પરિભાવના કરી નથી તેનો પ્રવ્રજ્યા ગ્રહણની વિધિમાં અધિકાર નથી. જેણે પ્રવ્રજ્યા લીધી નથી તે પ્રવ્રજ્યાના પાલન માટે યત્ન ન કરે. પ્રવ્રજ્યાના પરિપાલન વિના પ્રવ્રજ્યાના ફળને ન પામે.
વિવેચન— (૧) પાપ પ્રતિઘાત એટલે પાપોનો નાશ. (પ્રતિઘાત એટલે નાશ) ગુણબીજાધાન શબ્દમાં ગુણ, બીજ અને આધાન એમ ત્રણ શબ્દો છે. આધાન એટલે સ્થાપન. આત્મામાં ગુણોના બીજોનું સ્થાપન કરવું તે ગુણબીજાધાન. બીજા શબ્દોમાં કહીએ તો ગુણબીજાધાન એટલે આત્મામાં ગુણોના બીજોની વાવણી. જેમ ખેડૂત ખેતરમાં બીજોની વાવણી કરે અને પછી વર્ષાદ વગેરેથી બીજોમાંથી અનાજની ઉત્પત્તિ થાય છે, તેમ આત્મામાં ગુણોના બીજોની વાવણી કરવાથી કાલાંતરે તેવાં શુભ નિમિત્તોથી આત્મામાં ગુણોની ઉત્પત્તિ થાય છે.
ખેડૂત પહેલાં જમીનમાં રહેલાં પથ્થર-ભોથાં (=વાસનાં મૂળિયાંઓનો થ્થો) વગેરેને દૂર કરીને જમીનને સ્વચ્છ બનાવે છે. પછી તેમાં બીજોની વાવણી કરે છે. તેવી રીતે પ્રસ્તુતમાં પહેલાં પાપનો નાશ કરીને આત્માને સ્વચ્છ બનાવવો જોઇએ. પછી આત્મામાં ગુણોના 'બીજોની વાવણી કરવી જોઇએ. પહેલા સૂત્રમાં દુષ્કૃતગહ, ૧. ગુણબીજ, ધર્મબીજ, યોગબીજ આ બધા શબ્દો એકાર્થક છે.