________________
પંચસૂત્ર
પ્રસ્તાવના
સુકૃત અનુમોદના અને ચારશરણનો સ્વીકારએ ત્રણ વિષયો છે. તેમાં દુષ્કૃતગર્તાથી પાપોનો નાશ થાય છે, આથી આત્મા પવિત્ર થાય છે, અર્થાત્ આત્મા લઘુકર્મી બને છે. પવિત્ર થયેલા આત્મામાં સુકૃતોની અનુમોદના અને ચાર શરણ સ્વીકારથી ગુણોના બીજોનું આધાન થાય છે. અથવા આ વિષયને બીજી રીતે આ પ્રમાણે સમજી શકાય- દુર્ગધી પદાર્થથી ભરેલા પાત્રમાં સુગંધી પદાર્થ નાખવો હોય તો પહેલાં દુર્ગધી પદાર્થને કાઢીને એ પાત્ર ધોઇને સ્વચ્છ કરવું જોઇએ. પછી જ તેમાં સુગંધી પદાર્થ ભરી શકાય. તેમ પ્રસ્તુતમાં પહેલાં આત્મામાંથી પાપરૂપ દુર્ગધી પદાર્થ કાઢીને આત્માને સ્વચ્છ કરવો જોઇએ. પછી તેમાં ગુણબીજાધાન કરવું જોઇએ. આત્મામાંથી પાપનો નાશ થયા વિના આત્મામાં ગુણબીજાધાન ન કરી શકાય. દુષ્કૃતગર્તાથી પાપોનો નાશ થાય છે, સુકૃત અનુમોદન અને ચાર શરણ સ્વીકારથી ગુણબીજાધાન થાય છે.
(૨) આ રીતે પાપપ્રતિઘાત દ્વારા ગુણબીજાધાન થયા પછી સાધુધર્મ પરિભાવના સૂત્રમાં કહ્યા મુજબ સાધુધર્મની પરિભાવના થાય છે. પરિભાવના એટલે તીવ્ર ઉત્કંઠા, તીવ્ર ઇચ્છા. સાધુધર્મને સ્વીકારવાની તીવ્ર ભાવના થવી તે સાધુધર્મપરિભાવના.
(૩) સાધુધર્મની પરિભાવના થયા પછી પ્રવજ્યા ગ્રહણવિધિ નામના ત્રીજા સૂત્રમાં કહ્યા મુજબ વિધિ પૂર્વક સાધુધર્મનો સ્વીકાર થાય છે.
(૪) સાધુધર્મનો સ્વીકાર થયા પછી પ્રવજ્યાપરિપાલન નામના ચોથા સૂત્રમાં કહ્યા મુજબ પ્રવ્રજ્યાનું જિનાજ્ઞા મુજબ પાલન થાય છે.
(૫) જિનાજ્ઞા મુજબ પ્રવજ્યાના પાલનથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આમ પૂર્વપૂર્વ પદાર્થની પ્રાપ્તિ થયા પછીજ પછી પછીના પદાર્થની પ્રાપ્તિ થાય છે.
પ્રાય કરીને પાપપ્રતિઘાત દ્વારા ગુણબીજાધાન થયા વિના પરમાર્થથી ગુણો (=ધર્મ) સંબંધી શ્રદ્ધાભાવની ઉત્પત્તિ થતી નથી, અર્થાત્ ધર્મ પ્રત્યે શ્રદ્ધા પ્રગટતી નથી. ધર્મ પ્રત્યે શ્રદ્ધા પ્રગટ્યા વિના સાધુ ધર્મની પરિભાવના થતી નથી. પરિભાવના એટલે તીવ્ર ભાવના. સાધુધર્મને સ્વીકારવાની તીવ્ર ભાવના થાય તે સાધુધર્મ પરિભાવના. સાધુધર્મને સ્વીકારવાની તીવ્ર ભાવના થયા વિના પ્રવ્રજ્યાને સ્વીકારવાની વિધિમાં અધિકાર પ્રાપ્ત થતો નથી, અર્થાત્ સાધુધર્મને સ્વીકારવાની તીવ્ર ભાવના વિના વિધિપૂર્વક પ્રવ્રજ્યાનો સ્વીકાર થઇ શકતો નથી. જેણે વિધિપૂર્વક