________________
પંચસૂત્ર
ત્રીજું સૂત્ર
ज्ञाराधनातोऽन्यः सिद्धिपथ इति भावनीयम् ।
प्रव्रज्याग्रहणविधिसूत्रं समाप्तम् । तत्त्वतः प्रव्रज्याग्रहणविध्यर्थसूचकं सूत्रं સમાતમ્ ..
॥ पञ्चसूत्रकव्याख्यायां तृतीयसूत्रव्याख्या समाप्ता ॥ સૂત્ર-ટીકાર્થ–પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરવા ગ્રંથકાર કહે છે. આ પ્રમાણે માતા-પિતા વિગેરેને બિલકુલ સંતાપ પમાડ્યા વિના સારી રીતે દીક્ષા લે. બાકીનો વિધિ કહે છે- વીતરાગ ભગવંતની અને સાધુઓની પૂજા કરીને, પોતાના વૈભવ પ્રમાણે દુ:ખી જીવોને દાનાદિ વડે સંતોષ પમાડીને, સારી રીતે સામાયિકાદિ આવશ્યક કરીને, ઉચિતવેશ આદિથી સુવિશુદ્ધ શુકનવાળો, દરેક યોગમાં ગુરુથી ગુરુમંત્ર વડે (વાસક્ષેપથી) સારી રીતે વાસિત કરાયેલો, લોકોત્તર ખૂબ ઉલ્લાસથી વિશુદ્ધ બનતો, સારી રીતે ભાવવંદન આદિની શુદ્ધિથી, સારા ગુરુ પાસે પ્રવ્રજ્યાનો સ્વીકાર કરે. કુગુરુની પાસે પ્રવજ્યાનો સ્વીકાર ન કરે.
પ્રવજ્યાનો સ્વીકાર કરે એટલે શું કરે? પ્રવજ્યાનો સ્વીકાર કરે એટલે પ્રકર્ષથી જાય. પ્રકર્ષથી જાય એટલે ? પ્રકર્ષથી જાય એટલે વિચિત્ર પ્રકારના લોક ધર્મમાંથી લોકોત્તર ધર્મમાં જાય.
પ્રવજ્યા આ પ્રમાણે લેવી એવી જિનાજ્ઞા છે. આ જિનાજ્ઞા મહાકલ્યાણ કરનારી હોવાથી મોક્ષાર્થી પંડિતોએ મહાન અનર્થ થવાના ભયથી જિનાજ્ઞાની વિરાધના ન કરવી, અર્થાત્ જિનાજ્ઞાથી વિપરીત કંઇ પણ ન કરવું. કારણે કે જિનાજ્ઞાની વિરાધનાથી અધિક બીજો કોઇ અનર્થ નથી. જિનાજ્ઞાની આરાધના (આત્મહિતરૂપ) ફળવાળી છે. જિનાજ્ઞાની આરાધનાથી અન્ય કોઇ મોક્ષમાર્ગ નથી એમ વિચારવું.
પ્રવજ્યાગ્રહણ વિધિ સૂત્ર પૂર્ણ થયું. પરમાર્થથી પ્રવજ્યાને સ્વીકારવાની વિધિના અર્થનું સૂચન કરનારું સૂત્ર પૂર્ણ થયું.
પંચસૂત્રની વ્યાખ્યામાં ત્રીજા સૂત્રની વ્યાખ્યા પૂર્ણ થઇ.
૧. શુભ કાર્ય માટે નીકળતાં સારા વેશવાળો પુરુષ વગેરે સામે મળે તો શુકન થાય. આથી
દીક્ષાર્થી ઘરેથી નીકળતાં સારા વેશવાળો પુરુષ આદિના શુકન લઇને નીકળે.