________________
પંચસૂત્ર
૧રર
પાંચમું સૂત્ર
यदि संयोगो दुष्टः कथं सिद्धस्याकाशेन न स दुष्टः ? इत्याशङ्क्याहनाकाशेन सह योग एतस्य सिद्धस्य । किमिति ? अत आह-स स्वरूपसंस्थितः सिद्धः । कथमाधारमन्तरेण स्थितिः ? इत्याशङ्क्याह-नाकाशमन्यत्राधारे । अत्रैव युक्तिर्न सत्ता सदन्तरमुपैति, न वाऽन्यथाऽन्यदन्यत्र । अचिन्त्यमेतत् प्रस्तुतं केवलिगम्यं तत्त्वम् । तथा निश्चयमतमेतद् व्यवहारमतं त्वन्यथा सत्यपि तस्मिन्निदं तत्संयोगशक्तिक्षयात्सूपपन्नमेव । अभ्युच्चयमाह-वियोगवांश्च योग इति कृत्वा नैष योगः सिद्धाकाशयोरिति भिन्नं लक्षणमेतस्याधिकृतयोगस्य, न चात्रापेक्षा सिद्धस्य ।
સૂત્ર-ટીકાઈ– જો સંયોગ દુષ્ટ છે, તો સિદ્ધોનો આકાશ સાથે જે સંયોગ છે, તે કેમ દુષ્ટ નથી ? એવી આશંકા કરીને કહે છે-સિદ્ધજીવનો આકાશ સાથે સંયોગ નથી. કારણ કે સિદ્ધ પોતાના સ્વરૂપમાં રહેલ છે. આધાર વિના સિદ્ધોની સ્થિતિ કેવી રીતે હોય? એવી આશંકા કરીને કહે છે-આકાશ બીજા આધારમાં રહેતું નથી, અર્થાત જેમ આકાશ બીજાના આધાર વિનાસંયોગ વિના સ્વ-સ્વરૂપમાં રહેલું છે, તેમ સિદ્ધો બીજાના આધાર વિના=સંયોગ વિના સ્વ-સ્વરૂપમાં રહેલા છે. અહીં જ યુક્તિ આ પ્રમાણે છે-એક સત્તા બીજી સત્તાને પામતી નથી, અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે બનતું નથી. | ભાવાર્થ – દરેક દ્રવ્ય પરરૂપે બનતું નથી, સ્વરૂપમાં જ રહે છે. જેમ કે જડ ચેતન ન બને. ચેતન જડ ન બને. ચેતન ચેતનરૂપે રહે અને જડ જડરૂપે રહે. ન વાડચાડચત્રક અથવા બીજી વસ્તુ બીજી રીતે બનતી નથી. અર્થાત્ તદ્દન વિલક્ષણ વસ્તુ બની જતી નથી, અને બીજીમાં રહેતી નથી. જેમ કે દ્રવ્ય ગુણરૂપે બનતું નથી. તેવી રીતે કોઇ વસ્તુ બીજીમાં રહેતી નથી. અચિંત્ય આ તત્ત્વ કેવલિગમ્ય છે. આ નિશ્ચયમત છે. વ્યવહાર નયનો મત તો બીજી રીતે છે, અર્થાત્ એ મતે એક વસ્તુ બીજી આધાર વસ્તુમાં સંયોગ પામીને રહે છે. આમ હોવા છતાં સિદ્ધોને આકાશ સાથે સંયોગ નથી એ નિશ્ચય મત સારી રીતે યુક્તિથી ઘટેલું જ છે. કેમ કે સિદ્ધ થયેલામાંથી સંયોગની શક્તિ નાશ પામી છે, અર્થાત્ સંયોગ જ નથી. અહીં વિશેષ કહે છે-સંયોગ વિયોગવાળો હોય. સિદ્ધ અને આકાશનો સંયોગ વિયોગવાળો નથી. આથી સિદ્ધ અને આકાશનો સંયોગ નથી. પ્રસ્તુત સંયોગનું ( સિદ્ધ અને આકાશના સંયોગનું) લક્ષણ ભિન્ન છે.