________________
પંચસૂત્ર
૧૫ર
પાંચમું સૂત્ર
ભવાભિનંદી જીવો કેવી રીતે ઓળખી શકાય તે કહે છે-અપુનબંધકાદિનાં લક્ષણોથી વિપરીત “વિષયો પ્રત્યે દ્વેષ ન થવો વગેરે લક્ષણો દ્વારા ભવાભિનંદી જીવો ઓળખી શકાય છે. કહ્યું છે કે-“ભવાભિનંદી જીવ શુદ્ધ, લાભરતિ, દીન, મત્સરી, ભયવાન, શઠ, અજ્ઞાન અને નિષ્કલ આરંભયુક્ત હોય છે.”
૧. શુદ્ધ– શુદ્ર એટલે કૃપણ. (ધન વગેરે ઘણું મળ્યું હોવા છતાં બીજાને આપવાનું મન ન થાય. સદુપયોગ કરવાનું મન ન થાય. આવો આત્મા સાધુ બને તો પણ પોતાનાં પાત્રો આદિ બીજાને ન આપે.)
૨. લાભારતિ- માગવાના સ્વભાવવાળો. (જરૂર હોય તો જ માગે એમ નહિ, જરૂર વગર પણ માગે. માગવામાં એને જરાય સંકોચ ન થાય. આવો જીવ સાધુ બને તો ગૃહસ્થો પાસે જે તે સારું સારું લાગ્યા કરે.)
૩. દીન- સદાય અદષ્ટ કલ્યાણવાળો. (તેણે ક્યારે ય પોતાનું કલ્યાણ ન જોયું હોય. ગુરુનો યોગ મળે, વ્યાખ્યાન આદિ સાંભળે, તો પણ એને આત્મકલ્યાણની ભાવના=શ્રદ્ધા ન થાય. આત્મહિત તરફ લક્ષ જ ન હોય. આવો જીવ સાધુ બને તો ય આત્મહિત ન સાધી શકે.)
૪. મત્સરી- પરના કલ્યાણમાં (=ઉત્કર્ષમાં) દુ:ખી થનારો. (એ બીજાનું સારું જોઇ ન શકે. બીજાનું સારું જોઇને ઇર્ષ્યા કરે. આવો જીવ સાધુ બને તો બીજા સાધુના ઉત્કર્ષને જોઇ ન શકે. તેથી તેને પાછા પાડવાની હલકી પ્રવૃત્તિ કરે.)
૫. ભયવાન સદા ભય પામનારો. (આ લોક ભય વગેરે સાત પ્રકારના ભયો એને સતાવતા હોય. આવો જીવ સાધુ બને તો “હું શ્રદ્ધા રહિત છું' એમ કદાચ કોઇને ખબર પડી જશે તો ? એવા ભયવાળો હોય.)
૬. શઠ– માયાવી (પોતાના હૃદયમાં શું છે તેની બીજાને ખબર ન પડવા દે. અંગારર્દક આચાર્ય વગેરેની જેમ અંદર જુદું અને બહાર જુદું હોય.)
૭. અજ્ઞાન-મૂર્ખ. (અહીં આત્મહિતમાં મૂહોય એમ સમજવું. દુનિયામાં તો એ બહુ હોંશિયાર હોય એવું બને, પણ આત્મહિતનું તેને જરાય ભાન ન હોય. એથી તે હેય ઉપાદેયાદિના જ્ઞાનથી રહિત હોય. આવો જીવ નવપૂર્વ સુધી જાણે તો પણ અજ્ઞાન જ હોય.)
૮. નિષ્ફળ આરંભથી યુક્ત ફળ ન મળે તેવી પ્રવૃત્તિ કરનારો. (અહીં