________________
પંચસૂત્ર
૮૮
ચોથું સૂત્ર
ધીરપુરુષોની આજ્ઞા છે. જેમ અવિધિથી ગ્રહણ કરેલા મંત્રનો ભૂતનો વળગાડ વગેરેથી સદુપયોગ ન થાય=વિપરીત રીતે ઉપયોગ થાય, તેમ અવિધિથી લીધેલા સૂત્રનો ઉપયોગ ન થાય=વિપરીત રીતે ઉપયોગ થાય. ઉત્સર્ગના સ્થાને અપવાદ આચરે, અપવાદના સ્થાને ઉત્સર્ગ આચરે, સૂત્રનો પોતાને ફાવતો અર્થ કરીને ન કરવા યોગ્ય પ્રવૃત્તિ કરે ઇત્યાદિ રીતે સૂત્રનો વિપરીત રીતે ઉપયોગ થાય. વિપરીત રીતે ઉપયોગ પરમાર્થથી ઉપયોગ જ ન કહેવાય.
૪. અવિધિથી ભણનારને કોઇ ફળ મળતું નથી. अणाराहणाए न किंचि, तदणारंभाओ धुवं । ॥४॥
अनाराधनायामेकान्तेन प्रवृत्तस्य न किञ्चिदिष्टमनिष्टं वा फलं मोक्षोन्मादादि । सदनुष्ठानं हि मोक्षफलमेव । यथोक्तम्-"श्रामण्यस्य फलं मोक्षः, प्रधानमितरत् पुनः । तत्त्वतोऽफलमेवेह, ज्ञेयं कृषिपलालवत्" । भङ्गस्याप्युन्मादाद्येव, यथोक्तम्
उम्मादं च लभेज्जा, रोगातङ्कं व पाउणे दीहं । केवलिपण्णत्ताओ धम्माओ वावि भंसेज्जा ॥
न पुनरसम्यक्त्वमेव । कथमत्रानाराधनायां न किञ्चित् ? इत्याह-तदनारम्भतो ध्रुवं तत्त्वतस्यस्यानारम्भात् । न चान्यस्मिन्नेवोद्भवत्यतिप्रसङ्गात् ।
સૂત્ર-ટીકાર્થ– એકાંતે અનારાધનામાં પ્રવૃત્ત જીવને મોક્ષરૂપ ઇષ્ટ કે ઉન્માદ વગેરે અનિષ્ટ કંઇ ફળ મળતું નથી. કારણ કે તેણે હજી પરમાર્થથી આરાધનાનો આરંભ જ કર્યો નથી.' ૧. અનારાધના એટલે આરાધનાનો જ અભાવ. આથી જેમ વેપાર નહિ કરનારને નફો કે
નુકશાન કંઇ થતું નથી. તેમ અનારાધનામાં પ્રવૃત્તને ધર્મથી લાભ કે નુકશાન કંઇ ન થાય. તે બાહ્ય દષ્ટિથી ધર્મ કરતો હોવા છતાં પરમાર્થથી તેને કંઇ લાભ ન થાય, અને (આરાધના કરનારને વિરાધનાથી જેવું નુકશાન થાય તેવું) નુકશાન પણ ન થાય.
આ વિષે બીજું દષ્ટાંત આ પ્રમાણે છે-બે પુરુષો સમાન રોગવાળા છે. તેમાંથી એક પુરુષ ઔષધનું સેવન ન કરે. એક પુરુષ ઓષધનું સેવન કરે. એ ઔષધની સાથે સખત પથ્યનું પાલન કરવાની બહુ જરૂર હોય. જો ભૂલ થાય અપથ્યનું સેવન થઇ જાય તો હાથપગમાં લકવો થઇ જાય વગેરે અનર્થ થાય. આવો અનર્થ ઔષધ ન લેનાર પુરુષને ન થાય. ઔષધ ન લેનારને જેમ ઔષધથી લાભ થતો નથી તેમ ઔષધ લેનારને અપથ્યથી જેવું નુકશાન થાય તેવું નુકશાન પણ થતું નથી. તેમ અનારાધકને આરાધનાથી થનાર લાભ ન થાય અને આરાધકને વિરાધનાથી જેવું નુકશાન થાય તેવું નુકશાન પણ ન થાય.