________________
પંચસૂત્ર
૧૭૪
માર્ગાભિમુખ માર્ગપતિત
પરિશિષ્ટ-૫
માર્ગાભિમુખ-માર્ગપતિતા (પાંચમા સૂત્રમાં “જિનાજ્ઞાને અપુનબંધક આદિ જીવો સમજી શકે છે એ વિષયના વર્ણનમાં આદિ શબ્દથી માર્ગાભિમુખ અને માર્ગપતિતનો ઉલ્લેખ કર્યો છે. આથી અહીં તે બેનું વર્ણન કરવામાં આવે છે.)
માર્ગપતિત અને માર્ગાભિમુખ અપુનબંધકની જ અવસ્થાવિશેષ છે. કેમકે લલિત વિસ્તરામાં માર્ગનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે-“માર્ગ એટલે ચિત્તની સરળ ગતિ, અને તે સર્પને પેસવાની નળીની લંબાઇ તુલ્ય, વિશિષ્ટ ગુણસ્થાનની પ્રાપ્તિ કરવામાં તત્પર અને વરસથી (રવતઃ ઇચ્છાથી) પ્રવર્તતો પાયોપશમ વિશેષ છે.”
અહીંમાર્ગ એટલે આધ્યાત્મિક માર્ગ. સામાન્યથી આપણે આગળ જવા માટેના રસ્તાને માર્ગ કહીએ છીએ. પણ અહીં તો ગતિને જ માર્ગ કહ્યો છે. ચિત્તની સરળ ગતિ એ માર્ગ છે. કોઇ ઇષ્ટ સ્થાને જલદી પહોંચવું હોય તો સીધા ચાલવું જોઇએ. જેટલું આડું અવળું ચલાય તેટલું મોડું પહોંચાય. બે માણસ એક જ ઇષ્ટ સ્થાને જતા હોય, તેમાં એક જ માર્ગ હોય તે માર્ગે સીધો ચાલે, અને બીજો એ જ માર્ગે ઘડીકમાં આ તરફ ચાલે, ઘડીકમાં બીજી તરફ ચાલે એમ આડો અવળો થયા કરે, તો આ બેમાં સીધો ચાલનાર જલદી ઇષ્ટ સ્થાને પહોંચે. તેમ અહીં અધ્યાત્મ માર્ગમાં સીધી ગતિએ ચાલનાર જલદી આગળ વધી શકે છે. માટે અહીં કહ્યું કે
માર્ગ એટલે ચિત્તની સરળ ગતિ.” હવે આ ચિત્તની સરળગતિથી શું સમજવું ? એના જવાબમાં કહ્યું કે ચિત્તની આ સરળગતિ ક્ષયોપશમ વિશેષ છે. કોનો ક્ષયોપશમ વિશેષ ? મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ વિશેષ. સરળગતિને દષ્ટાંતથી સમજાવવા કહ્યું કે આ ક્ષયોપશમ સર્પને પેસવાનીનળીની લંબાઇ તુલ્ય છે. અર્થાત્ સર્પને પેશવાની નળીની લંબાઇ સરળ હોય છે, ક્યાંય વાંકીચૂકી નથી હોતી, જેથી સર્પનો વક્રગતિ કરવાનો સ્વભાવ હોવા છતાં સર્પને સરળ ગતિ કરવી પડે છે. જે રીતે સર્પ સરળગતિથી બિલમાં પ્રવેશે છે તે રીતે પ્રસ્તુતમાં સરળ ગતિ કરનાર જીવ અનેક ગુણોને પામે છે. માટે કહ્યું કે-“આ ક્ષયોપશમ તત્ત્વજિજ્ઞાસા, તત્ત્વજ્ઞાન, સમ્યગ્દર્શન વગેરે વિશિષ્ટ ગુણોના સ્થાનની પ્રાપ્તિ કરાવવામાં તત્પર છે.” આ ગુણસ્થાનની પ્રાપ્તિ ત્યારે જ થાય કે જો એ ક્ષયોપશમ કોઇના દબાણથી કે