________________
પંચસૂત્ર
૧૧૫
ચોથું સૂત્ર
अचिन्त्यचिन्तामणिकल्पः, सत्त्वसुखहेतुतया । सोऽधिकृतः प्रवजितः । एवमुक्तनीत्या परपरार्थसाधकः, धर्मदानेन । कुतो हेतोः ? इत्याह-तथाकरुणादिभावतः, प्रधानभव्यतया । किम् ? इत्याह-अनेकैर्भवैर्जन्मभिर्विमुच्यमानः पापकर्मणा, ज्ञानावरणीयादिलक्षणेन । प्रवर्द्धमानश्च शुभभावैः संवेगादिभिः । अनेकभविकयाऽऽराधनया पारमार्थिकया प्राप्नोति सर्वोत्तमं भवं तीर्थकरादिजन्म । किंविशिष्टम् ? इत्याह-चरमं पश्चिममचरमभवहेतुं, मोक्षहेतुमित्यर्थः । अविकलपरपरार्थनिमित्तं, अनुत्तरपुण्यसंभारभावेन ।
સૂત્ર-ટીકાર્થ– બીજા જીવોના સુખનું કારણ હોવાથી અચિંત્ય ચિંતામણિ સમાન તે દીક્ષિત ઉક્ત રીતે ધર્મદાન વડે મુખ્ય પરાર્થનો સાધક બને છે. ક્યા કારણે ધર્મદાન વડે મુખ્ય પરાર્થનો સાધક બને છે ? એ પ્રશ્નના ઉત્તરમાં અહીં કહે છે કે પ્રધાન ભવ્યત્વના કારણે વિશિષ્ટ કરુણાદિ ભાવોથી ધર્મદાન વડે મુખ્ય પિરાર્થનો સાધક બને છે. બીજા જીવોની અપેક્ષાએ એનું ભવ્યત્વ પ્રધાન શ્રેષ્ઠ છે. ભવ્યત્વ શ્રેષ્ઠ હોવાના કારણે એનામાં કરુણાદિ ભાવો બીજા જીવોની અપેક્ષાએ વિશિષ્ટ પ્રકારના હોય છે. એથી તે બીજાઓને ધર્મદાન કરે છે. બધા જ દીક્ષિતો ધર્મદાન ન કરી શકે. જેનામાં કરુણાદિભાવો વિશિષ્ટ હોય છે તે જ ધર્મદાન કરી શકે. જેનું ભવ્યત્વ શ્રેષ્ઠ હોય તેનામાં જ કરુણાદિભાવો વિશિષ્ટ હોય છે.
અનેક ભવોમાં જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોથી અતિશય મૂકાતા અને સંવેગાદિ શુભભાવોથી અતિશય વધતા તે સાધુ અનેક ભવોની પારમાર્થિક આરાધનાથી મોક્ષનો હેતુ, સર્વોત્કૃષ્ટ પુણ્યના સમૂહની પ્રાપ્તિ થવાથી સંપૂર્ણ મુખ્ય પરાર્થનો હેતુ અને તીર્થંકરાદિરૂપે જન્મ થાય તેવા સર્વોત્તમ અંતિમ ભવને પામે છે.
અહીં મોક્ષનો હેતુ, સંપૂર્ણ મુખ્ય પરાર્થનો હેતુ અને તીર્થકરાદિરૂપે જન્મ થાય તેવા સર્વોત્તમ એ ત્રણે વિશેષણો અંતિમભવના છે. મોક્ષનો હેતુ એટલે પોતાના મોક્ષનો હેતુ. સંપૂર્ણ મુખ્ય પરાર્થનો હેતુ એટલે બીજાઓના મોક્ષનો હેતુ.
૩૫. અંતિમ ભવનું વર્ણન तत्य काऊण निरवसेसं किच्चं, विहूअरयमले सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिनिव्वाइ, सव्वदुक्खाणमंतं करेइ ॥३५॥