________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર
સૂત્રાર્થ– સંસારનો નાશ શુદ્ધ ધર્મથી થાય છે. શુદ્ધ ધર્મની સંપ્રાપ્તિ પાપકર્મના વિનાશથી થાય છે. પાપકર્મનો વિનાશ તથાભવ્યત્વ વગેરે ભાવોથી થાય છે.
ટીકાર્થ– સંસારનો નાશ ઉચિત રીતે, સતત, આદરપૂર્વક અને વિધિપૂર્વક કરેલા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ શુદ્ધ ધર્મથી થાય.
પ્રશ્ન– અહીં ઉચિત રીતે એટલે શું?
ઉત્તર ધર્મના સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યગ્દર્શન વગેરે અનેક પ્રકાર છે. તેમાંથી જે જીવ જે ધર્મ માટે યોગ્ય હોય તે જીવ તે ધર્મને સ્વીકારે તે તેના માટે ઉચિત ગણાય. તે ઉચિત રીતે ધર્મ કરે છે તેમ કહેવાય. કોઇ જીવ શ્રાવક ધર્મ માટે યોગ્ય હોય અને સર્વવિરતિ ધર્મને સ્વીકારે તો તેના માટે ઉચિત રીતે ધર્મ સ્વીકાર્યો એમ ન કહેવાય.
પ્રશ્ન- અહીં સતત કરેલા શુદ્ધ ધર્મથી સંસારનો નાશ થાય એમ કહ્યું. શ્રાવક વગેરેને સતત શુદ્ધ ધર્મ ન હોય. આથી શ્રાવક વગેરેને શુદ્ધ ધર્મ ન હોય.
ઉત્તર– શ્રાવક વગેરેને પણ અભિગ્રહના પાલન દ્વારા શુદ્ધ ધર્મ હોય. કારણ કે અભિગ્રહનો ભાવ તો સતત હોય છે.
(ભૌતિક સુખની ઇચ્છા વિના માત્ર આત્મહિતની ઇચ્છાથી કરાતો જિનોક્ત ધર્મ શુદ્ધ ધર્મ છે.)
શુદ્ધધર્મની પ્રાપ્તિ શાથી થાય તે કહે છે –
શુદ્ધ ધર્મની સંપ્રાપ્તિ પાપકર્મના વિનાશથી થાય. સંપ્રાપ્તિ એટલે સમ્યક પ્રાપ્તિ, અર્થાત્ દ્રવ્યથી નહિ, કિંતુ ભાવથી પ્રાપ્તિ તે સંપ્રાપ્તિ. મિથ્યાત્વ મોહનીય વગેરે પાપકર્મ છે. તેનો વિશિષ્ટ નાશ તે વિનાશ. વિશિષ્ટ નાશ એટલે ફરી ન બંધાય તે રીતે આત્માથી જુદા થવું.
તાત્પર્યાર્થ– મિથ્યાત્વમોહનીય વગેરે પાપકર્મ ફરીન બંધાય તે રીતે આત્માથી જુદા થાય તો ભાવથી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય.
પાપકર્મનો વિનાશ શાનાથી થાય તે કહે છે–
પાપકર્મનો વિનાશ તથાભવ્યત્વ વગેરે ભાવોથી થાય છે. ભવ્યત્વ એટલે ૧. ટીકામાં પાપકર્મ વિગમનું યથોતિતઃ વિશેષણ છે. યથોદિત એટલે પવિવર્માવિમો
પદની વ્યાખ્યામાં જેવો પાપ કર્મવિગમ કહ્યો છે તેવો.