________________
પંચસૂત્ર
૪૧
પહેલું સૂત્ર
સમ્યમ્ નિરતિચાર– સુકૃતોનો સ્વીકાર કર્યા પછી બરોબર પાળવામાં ન આવે તો તે સુકૃતો નિરતિચાર ન બને. માટે અહીં પ્રાર્થના કરી કે સારી રીતે નિર્વાહ કરવાથી સમ્યગુ નિરતિચાર બનો.
પ્રાર્થનાવા: વિષયેતાદિ– પ્રાર્થના વિષયસહિત છે, નિર્વિષય નથી, એમ કહે છે. અહીં આ ભાવાર્થ છે જેને પ્રાર્થના કરવાની હોય તે પ્રાર્થનાનો વિષય કહેવાય. અરિહંત વગેરેને પ્રાર્થના કરવાની છે માટે અરિહંત વગેરે પ્રાર્થનાનો વિષય છે. માટે આ પ્રાર્થના વિષયથી રહિત નથી, કિંતુ વિષયથી સહિત છે.
અચિંત્ય શક્તિથી યુક્ત છે જેવી રીતે ઉદાર શ્રીમંત અને વૈદ્ય વગેરે પ્રાર્થના કરનારને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરે છે, તેથી તેની પ્રાર્થના ફળે છે. પણ અરિહંત વગેરે પ્રાર્થના કરનારને મદદ કરવા કોઈ પ્રયત્ન કરતા નથી તો પછી તેમને કરેલી પ્રાર્થના કેવી રીતે ફળે ? આના જવાબમાં અહીં કહ્યું કે અરિહંત વગેરે અચિંત્યશક્તિથી યુક્ત છે. પ્રાર્થનાના વિષય અરિહંત આપણે જે શક્તિની કલ્પના ન કરી શકીએ, આપણે જે શક્તિને માપી ન શકીએ, તેવી શક્તિથી યુક્ત છે. ઢોર ચારનાર દેવપાળ પ્રભુભક્તિથી રાજા બને અને તીર્થંકર નામકર્મ બાંધે એ આપણે કલ્પી પણ ન શકીએ, પણ એ બધું બની શકે છે. કેમ કે અરિહંતો વગેરે અચિંત્યશક્તિ સંપન્ન છે. માટે અરિહંત વગેરેને શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના અવશ્ય ફળે.
પરમ કલ્યાણ સ્વરૂપ છે– અનંતજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ એ જ પરમ કલ્યાણ છે. અરિહંત વગેરેને અનંતજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થઇ ગઇ છે. આથી અરિહંત વગેરે અનંત જ્ઞાનાદિ ગુણ સ્વરૂપ હોવાથી પરમ કલ્યાણ સ્વરૂપ છે.
પૂર્વપક્ષ– આચાર્ય વગેરેને અનંતજ્ઞાનાદિગુણોની પ્રાપ્તિ થઇ નથી.
ઉત્તરપ– આચાર્ય વગેરે અનંતજ્ઞાન વગેરે ગુણોને પામવાની સતત મહેનત કરે છે. આથી તેમને પણ અનંતજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થઇ છે એમ ઉપચારથી કહેવાય. જેમકે જે પરમ પદમાં ( મોક્ષમાં) રહે તે પરમેષ્ઠી કહેવાય. આચાર્ય વગેરે પરમપદમાં રહેલા ન હોવા છતાં પરમપદને મેળવવા માટે સતત પુરૂષાર્થ કરતા હોવાથી પરમેષ્ઠી કહેવાય છે. તેવી રીતે પ્રસ્તુતમાં આચાર્ય વગેરે અનંતજ્ઞાન વગેરે ગુણોને પામવાની સતત મહેનત કરતા હોવાથી તેમને અનંતજ્ઞાન વગેરે પ્રાપ્ત થયા છે તેમ ઉપચારથી કહેવાય. આથી જ અહીં ટીકામાં કહે છે કે
: સાવલીના મધ્યેતન્દુ વીતરાત્વિમસ્તીત્વેવમથાનં પ્રાયઃ આચાર્ય