________________
પંચસૂત્ર
૧૪૮
પાંચમું સૂત્ર
બનવાળો (અપવાદરૂ૫) વ્યવહાર પરિશુદ્ધ છે.
૨૭. જિનાજ્ઞા સર્વથા નિર્દોષ છે. एसा आणा इह भगवओ समंतभद्दा तिकोडिपरिसुद्धीए ॥२७॥
एषाऽऽज्ञेह भगवत उभयनयगर्भा । अथवा सर्वैव पञ्चसूत्रोक्ता । किंविशिष्टा ? इत्याह-समन्तभद्रा, सर्वतो निर्दोषा । कथम् ? इत्याह-त्रिकोटिपरिशुद्ध्या कषच्छेदतापपरिशुद्ध्या।
સૂત્ર-ટીકાર્થ– અહીં વ્યવહાર અને નિશ્ચય એ બંને નયોવાળી અથવા પંચસૂત્રમાં કહેલી સઘળી આ જિનાજ્ઞા કષ, છેદ અને તાપ એ ત્રણેથી પરિશુદ્ધ હોવાથી સર્વથા નિર્દોષ છે.
(હવે કષ આદિને જ કહે છે- વિધિ અને પ્રતિષેધ કષ છે. વિધિ એટલે વિરુદ્ધ ન હોય એવા કરવા યોગ્ય કાર્યનો ઉપદેશ આપનારાં વાક્યો. જેમ કે સ્વર્ગ અને કેવલજ્ઞાનના અર્થીએ તપ ધ્યાન વગેરે કરવું જોઇએ, સમિતિ-ગુપ્તિથી શુદ્ધ હોય એવી ક્રિયા કરવી જોઇએ. પ્રતિષેધ એટલે કોઇપણ જીવની હિંસા ન કરવી, અસત્ય ન બોલવું વગેરે નિષેધ કરનારાં વાક્યો. આવા વિધિ વાક્યો અને નિષેધ વાક્યો કષ છે. આ કષ સુવર્ણની પરીક્ષા માટે કસોટીના પથ્થરમાં કરેલી રેખા સમાન છે.
આનો ભાવાર્થ આ પ્રમાણે છે- જે શ્રતધર્મમાં શાસ્ત્રમાં) આવા વિધિ અને નિષેધો અતિશય જોવા મળે તે ધૃતધર્મ કષથી શુદ્ધ છે. પણ “જેમ વિષ્ણુએ અસુરોનો ઉચ્છેદ કર્યો તેમ અન્ય ધર્મમાં રહેલા જીવોનો ઉચ્છેદ કરવો જોઇએ, તેમનો વધ કરવામાં દોષ નથી.' ઇત્યાદિ વાક્યો જેમાં હોય તે કષથી શુદ્ધ નથી.
છેદને કહે છે- વિધિ-પ્રતિષેધનો સંભવ અને પાલન થાય તેવી ક્રિયાનું કથન એ છેદ છે. સાક્ષાત્ ન જણાવેલા પણ વિધિ-પ્રતિષેધ જણાઇ આવે તે સંભવ. જણાવેલા વિધિ-પ્રતિષેધનું રક્ષણ એ પાલન. જે ધર્મમાં ભિક્ષાટન આદિ બાહ્ય ક્રિયાઓ એવી જણાવી હોય કે જે ક્રિયાથી (સંભવ થાય5) શાસ્ત્રમાં સાક્ષાત્ ન જણાવેલા પણ વિધિ-નિષેધો જણાઇ આવે, અને (પાલન થાયa) જે વિધિ-નિષેધો જણાવ્યા હોય તે વિધિ-નિષેધોનું બરોબર પાલન થાય, તે ધર્મ છેદથી શુદ્ધ છે. ૧. કાઉસનું “પણ બીજા કોઇ પ્રકારે ઘટી શકે નહિ” ત્યાં સુધીનું લખાણ ધર્મબિંદુ ગ્રંથના
મારા કરેલા અનુવાદ (પૃષ્ઠ ૮૫-૮૬-૮૭)માંથી અક્ષરશઃ ઉદ્ધત કર્યું છે. આ. રાજશેખરસૂરિ.