________________
પંચસૂત્ર
૧૪૯
પાંચમું સૂત્ર
જેમ કષશુદ્ધિ થવા છતાં કદાચ અંદરથી અશુદ્ધ હશે એવી શંકા કરનારા સોનીઓ સોનામહોર આદિનો છેદ કરે છે. તેમ પ્રસ્તુતમાં કષશુદ્ધિ થવા છતાં વિચક્ષણ પુરુષો ધર્મના છેદની અપેક્ષા રાખે છે. તે છેદ વિશુદ્ધ બાહ્ય ક્રિયારૂપ છે. ક્રિયા વિશુદ્ધ તે છે કે જે ક્રિયામાં (= જે ક્રિયા કરવામાં) નહીં કહેલા પણ વિધિ-પ્રતિષેધ બાધિત થયા વિના પોતાના સ્વરૂપને પામે છે, અને પોતાના સ્વરૂપને પામેલા તે બંને અતિચાર રહિત બનીને ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. આવી વિશુદ્ધ ક્રિયા જે ધર્મમાં વિસ્તારથી કહેવામાં આવી હોય તે ધર્મ છેદથી શુદ્ધ છે.
જેમ કષ અને છેદથી શુદ્ધ પણ સુવર્ણ તાપને સહન ન કરે તો તેમાં કાળાશ પ્રગટ થાય છે, એ દોષથી તે સુવર્ણભાવને પામતું નથી=સાચું સોનું કહેવાતું નથી, એમ ધર્મ પણ કષ અને છેદથી શુદ્ધ હોવા છતાં જો તાપ પરીક્ષામાં પસાર ન થઇ શકે તો સ્વભાવને પ્રાપ્ત કરવું નથી, અર્થાત્ શુદ્ધધર્મ ગણાતો નથી. આથી તાપને જણાવતા ગ્રંથકાર કહે છે
કષ અને છેદ એ બંને ઘટી શકે તેવા જીવાદિ પદાર્થોની પ્રરૂપણા એ તાપ છે. હમણાં જ જેનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે કષ (=વિધિ-નિષેધ) અને છેદ ( ક્રિયા)ના પરિણામી કારણ એવા જીવાદિ પદાર્થોનું નિરૂપણ એ અહીં શ્રુતધર્મની પરીક્ષાના અધિકારમાં તાપ કહેવાય છે.
ભાવાર્થ આ પ્રમાણે છે- જે શાસ્ત્રમાં દ્રવ્યરૂપે નાશ ન પામે અને ઉત્પન્ન ન થાય (એથી નિત્ય સ્વભાવવાળા) તથા પર્યાયરૂપે પ્રત્યેક ક્ષણે અન્ય અન્ય સ્વભાવને (=સ્વરૂપને) પામવાના કારણે અનિત્ય સ્વભાવવાળા જીવાદિ પદાર્થો સ્થાપિત કર્યા હોય નિશ્ચિત કર્યા હોય ત્યાં તાપશુદ્ધિ હોય. કારણ કે પરિણામી જ આત્મા (વગેરે)માં તેવા પ્રકારના અશુદ્ધ પર્યાયનો નિરોધ થવાથી અને ધ્યાન-અધ્યયન આદિ અન્ય શુદ્ધ પર્યાય પ્રગટ થવાથી જેનું સ્વરૂપ હમણાં જ કહેવામાં આવ્યું છે તે કષ અને બાહ્ય ચેષ્ટાની શુદ્ધિરૂપ છેદ ઘટી શકે છે. પણ બીજા કોઇ પ્રકારે ઘટી શકે નહીં.)
૨૮. જિનાજ્ઞાને અપુનબંધકાદિ જીવો સમજી શકે अपुणबंधगाइगम्मा । एअप्पिअत्तं खलु इत्थ लिङ्गं ओचित्तपवित्तिविन्नेअं संवेगसाहगं णिअमा ॥२८॥