________________
પંચસૂત્ર
૧૬૦
પંચ કારણ સમુદાય
Íરશિષ્ટ-૨
પંચ કારણ સમુદાય (પહેલા સૂત્રમાં “સંસારનાશના ઉપાયના વર્ણનમાં “પાપકર્મનો વિનાશ પાંચ કારણો ભેગા થાય તો થાય” એમ જણાવ્યું છે. આથી અહીં પાંચ કારણોનું વર્ણન કરવામાં આવે છે.)
કાળ– નિયત સમયે જ ગર્ભનો પરિપાક, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, અમુક ઋતુમાં જ અમુક અમુક ફળ-ફૂલની ઉત્પત્તિ, ઠંડી-ગરમી-વર્ષાદ, બીજમાંથી અંકુર, અંકુરમાંથી થડ, થડમાંથી ડાળી-પાંદડા, પછી પુષ્પ-ફળની ઉત્પત્તિ. આ બધામાં કાળ મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રસ્તુતમાં જે કાળમાં ચતુર્વિધ સંઘ ધર્મ કરી રહ્યો હોય એ કાળ મિથ્યાત્વ મોહનીય વગેરે પાપકર્મના નાશ માટે અનુકૂળ છે. તેમાં પણ ચરમાવર્ત કાળમાં જ મિથ્યાત્વ મોહનીય વગેરે પાપકર્મનો નાશ થાય. તે સિવાયના કાળમાં ખુદ તીર્થકરનો યોગ થાય તો પણ મિથ્યાત્વ મોહનીય કર્મ વગેરે પાપકર્મનો નાશ ન થાય.
સ્વભાવ- તે તે વસ્તુમાં તે તે કાર્યની યોગ્યતા હોવી એ સ્વભાવ છે. જેમ કે મગનો સીઝવાનો સ્વભાવ (=નરમ બનવાની યોગ્યતા) છે તો અગ્નિના યોગથી મગ સીઝે છે. પથ્થરમાં કે કોરડું મગમાં તેવો સ્વભાવ નથી તો અગ્નિનો યોગ થવા છતાં પથ્થર કે કોરડું મગ સીઝતો નથી. ગાય વગેરેના દૂધમાં દહીં રૂપે બનવાની યોગ્યતા (=સ્વભાવ) છે. આકડાના દૂધમાં તેવો સ્વભાવ નથી. વંધ્યા સ્ત્રીમાં ગર્ભધારણ કરવાની યોગ્યતા નથી. પ્રસ્તુતમાં ભવ્યજીવમાં મિથ્યાત્વ મોહનીય વગેરે પાપ કર્મના નાશની યોગ્યતા છે. તેથી તથાભવ્યત્વનો પરિપાક વગેરે સામગ્રીથી તેના મિથ્યાત્વ મોહનીય વગેરે પાપ કર્મનો નાશ થઇ શકે. અભવ્ય જીવોનો તેવો સ્વભાવ જ ન હોવાથી તેની સામગ્રી મળવા છતાં તેના મિથ્યાત્વ મોહનીય વગેરે પાપકર્મનો નાશ થાય જ નહિ. અભવ્ય જીવો સમવસરણમાં ખુદ તીર્થકરની દેશના સાંભળે અને દીક્ષા લઇ લે તો પણ તેના મિથ્યાત્વનો નાશ ન જ થાય.
નિયતિ– કાળ હોવા છતાં ન્યૂન-અધિકને દૂર કરીને નિયતિ નિયત રીતે જ કાર્ય કરે છે. જે કાર્ય જ્યારે અને જે રીતે થવાનું હોય તે કાર્ય ત્યારે અને તે જ રીતે