________________
પંચસૂત્ર
૧૨
પહેલું સૂત્ર
દેવો, મનુષ્યો અને પશુ-પક્ષીઓ પોત-પોતાની ભાષામાં સમજે છે. તથા ભગવાનની ૩૫ ગુણોથી યુક્ત વાણી એક યોજન સુધી સંભળાય છે. આથી ભગવાનને વચનાતિશય હોય છે.
ભગવાનના આ ચાર અતિશયોની સાથે જ રહેનારા દેહની સુગંધ વગેરે બીજા પણ ઘણા અતિશયો જાણવા. તેથી “ચોત્રીસ અતિશયોથી યુક્ત પરમાત્માને નમસ્કાર થાઓ” એમ કહ્યું.
ત્રિલોકગુર – આથી જ સર્વ વિશેષણોના અર્થોનો ઉપસંહાર કરવાપૂર્વક કહે છે-અરિહંત ભગવાન ત્રિલોકગુરુ છે. ત્રણ લોકમાં રહેનારા જીવોને શાસ્ત્રોના અર્થને કહે તે ત્રિલોકગુરુ, ત્રણ લોકમાં રહેનારા જીવો કરતાં ગુણોથી અધિક (=મહાન) હોવાથી અથવા ત્રણ લોકમાં રહેનારા જીવોના માનનીય હોવાથી અરિહંત ભગવાન ત્રિલોકગુરુ છે. તેમને નમસ્કાર થાઓ.
આ જ કારણથી (=ભગવાન ત્રિલોકગુરુ છે એ કારણથી) પરમાત્મા કેવા છે તે અન્વર્થ નામથી કહે છે-પરમાત્મા અરુહ અને ભગવાન છે.
અરુહ– જે ઉગે નહિeભવરૂપ અંકુરના ઉદયને પામે નહિ તે અરુહ. કેમ કે તેમનામાં કર્મરૂપ બીજનો અભાવ હોય છે. આથી અરુહ પરમાત્માને નમસ્કાર થાઓ.
ભગવાન– સમગ્ર ઐશ્વર્ય આદિની ભગ એવી સંજ્ઞા છે. ભગ (=સમગ્ર ૧. સમગ્ર ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન આ છની ભગ એવી સંજ્ઞા છે.
સમગ્ર એશ્વર્ય-પરમાત્માનું ઐશ્વર્ય ઇંદ્રો વડે કરાતા આઠ પ્રાતિહાર્ય, સમવસરણ વગેરે ઐશ્વર્ય બીજા દેવોમાં ન હોય તેવું હોય છે. રૂપ-પ્રભુનું રૂપ દેવો કરતાં ય અનંતગણું હોય છે. અસત્કલ્પનાથી માનો કે સઘળા દેવો દિવ્ય પ્રભાવથી પોતાનું બધું સૌંદર્ય ભેગું કરીને પછી એનો સાર ખેંચી એક અંગુઠા પ્રમાણ કરી નાખે, તો યે તે રૂપસૌંદર્ય પ્રભુના સૌંદર્ય આગળ ઝાંખું કોલસા જેવું દેખાય. યશ-રાગ, દ્વેષ, પરીષહ અને ઉપસર્ગની સામે કરેલા પરાક્રમથી પ્રગટેલો યશ ત્રણે ય લોકને આનંદ કરનારો છે. શ્રી-શ્રી એટલે બાહ્ય-અત્યંતરસંપત્તિ. પ્રભુજીને કેવલજ્ઞાન-નિરુપમસુખ વગેરે આંતરસંપત્તિ તથા આઠ પ્રાતિહાર્ય વગેરે બાહ્યસંપત્તિ સિદ્ધ થયેલી હોય છે. ધર્મ-પ્રભુમાં દાન-શીલ-તપ-ભાવ વગેરે ધર્મ સર્વોત્કૃષ્ટ હોય છે. યત્ન-પ્રભુ એકરાત્રિકી વગેરે ભિક્ષુ પ્રતિમાને ધારણ કરે છે, પરીષહ-ઉપસર્ગોને સમાધિથી સહન કરે છે, દીર્ઘકાળ સુધી કાયોત્સર્ગમાં રહે છે, મનને સદા સૂક્ષ્મ ધ્યાનમાં સ્થિર રાખે છે. આમ પ્રભુનો મોક્ષને સાધવાનો પ્રયત્ન સર્વોત્કૃષ્ટ હોય છે.