________________
પંચસૂત્ર
પાંચમું સૂત્ર
વાહ. દરેક વસ્તુ પૂર્વ પૂર્વ ક્ષણે નાશ પામે છે અને ઉત્તર ઉત્તર ક્ષણે તે જ પ્રકારની નવી વસ્તુ ઉત્પન્ન થાય છે. આથી વસ્તુ ઉત્પન્ન થાય ત્યારથી આરંભી સર્વથા નાશ ન પામે ત્યાં સુધી સમાન ક્ષણપ્રવાહ ચાલ્યા કરે છે. એટલે પ્રત્યેક ક્ષણે નિરંતર સમાનરૂપે વસ્તુની ઉત્પત્તિ એ ક્ષણપ્રવાહ છે. વસ્તુ સર્વથા નાશ પામે ત્યારે ક્ષણપ્રવાહનો=સંતાનનો નાશ થાય છે, અને નવા ક્ષણપ્રવાહની=સંતાનની ઉત્પત્તિ થાય છે. દા.ત. હરણ જન્મ્યું ત્યારથી તે દરેક ક્ષણે નાશ પામે છે, અને સમાનરૂપે ઉત્પન્ન થાય છે. આથી હરણનો ક્ષણપ્રવાહ=સંતાન ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તો હ૨ણ ક્ષણનો=હરણરૂપ ક્ષણનો પ્રવાહ ચાલે છે.
૧૩૬
તે પ્રમાણે આત્માનો પણ ક્ષણપ્રવાહ ચાલે છે. આત્માના ક્ષણ પ્રવાહને ચિત્યુંતતિ કહેવામાં આવે છે. ચિત્સંતતિ સોપપ્લવ અને નિરુપપ્લવ એમ બે પ્રકારે છે. સંસારમાં રહેલા આત્માની સોપપ્લવ ચિત્સંતતિ ચાલે છે, અને આ બધું અસત્ છે એવું જ્ઞાન થવાથી રાગાદિ દૂર થતાં સોપપ્લવ ચિત્સંતતિનો અંત આવે છે, અને નિરુપપ્લવ ચિત્સંતતિ ચાલે છે. સોપપ્લવ ચિત્સંતતિ રૂપ ક્ષણ એ સંસાર અને નિરુપપ્લવ ચિત્સંતતિરૂપ ક્ષણ એ મોક્ષ છે. આમ ક્ષણભેદથી બંધ અને મોક્ષનો ભેદ થાય છે. આ પ્રમાણે બૌદ્ધો માને છે. આમ ક્ષણભેદ થવા છતાં બોધ (=ચિત્સંતતિ) બંને ક્ષણોમાં છે. એટલે કે જેમ સંસાર અવસ્થામાં બોધ હોય છે, તેમ મોક્ષ અવસ્થામાં પણ બોધ હોય છે, અને કર્મ બોધસ્વરૂપ છે. આથી સંસાર અને મોક્ષ એ બંને અવસ્થામાં કર્મ હોવાથી મુક્તક્ષણના ભેદની જેમ સંસાર અને મોક્ષમાં કોઇ ભેદ પડ્યો નહિ.
૧૮. સો સર્વથા વિનાશ માનવામાં સર્વથા અસત્ની ઉત્પત્તિ થવાની આપત્તિ. 'न भवाभावो उ सिद्धी । 'न तदुच्छेदेऽणुष्णाओ ।
श्न एवं समंजसत्तं । * नाऽणाइमंतो भवो । 'न हेउफलभावो । ६ तस्स तहा सहावकप्पणमजुत्तं निराहारऽन्नयकओ निओમેળ ।।૮।।
૧. ક્ષણિકવાદીના મતે દરેક વસ્તુના ક્ષણે ક્ષણે નાશ અને ઉત્પત્તિ થતા હોવાથી વસ્તુને પણ ક્ષણ કહેવામાં આવે છે. જેમકે મનુષ્યક્ષણ, ઘટક્ષણ અથવા હરણનો ક્ષણ, મનુષ્યનો ક્ષણ, ઘટનો ક્ષણ એમ પણ કહેવાય છે.