________________
પંચસૂત્ર
૧૪
પહેલું સૂત્ર
न्तरेऽपि जन्मादिभावात् । तथा दुःखानुबन्धः, अनेकभववेदनीयकर्मावहत्वात् ।
સૂત્રાર્થ જે (અરિહંતભગવંતો) આ પ્રમાણે કહે છે-આ લોકમાં જીવ અનાદિ છે, જીવનો ભવ અનાદિ છે, જીવનો સંસાર અનાદિ કર્મસંયોગથી કરાયેલો છે. સંસાર દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી છે.
ટીકાર્થ આ પ્રમાણે અનંતર (પાનો વરર/II ઇત્યાદિ) ગ્રંથથી ઇષ્ટ દેવતાને નમસ્કાર કર્યો છે. અનુવાદ કરવો એ' પણ કલ્યાણરૂપ હોવાથી અનુવાદના પ્રારંભમાં મોટાં વિનોનો નાશ કરવા મંગલ માટે અનંતર(ામો વીરાણા વગેરે) ગ્રંથ કહેલો છે તેમ સમજવું.
જે શબ્દથી વીતરાગ વગેરે વિશેષણોથી વિશિષ્ટ ભગવંત સમજવા. આ પ્રમાણે એટલે હવે કહેવાશે તે પ્રમાણે. કહે છે=અતિશય સ્પષ્ટપણે કહે છે.
સૂત્રમાં રહેલ વહુ અવ્યય અવધારણ અર્થમાં છે. તેથી આ લોકમાં એટલે આ લોકમાં જ, અલોકમાં નહિ, એવો અર્થ થાય.
જીવ અનાદિ છે=આત્મા સતત (=સદા) રહેલો છે. (આત્મા અમુક સમયે ન હતો અને પછી ઉત્પન્ન થયો એવું નથી.) કેમ કે જે વસ્તુ સર્વથા ન હોય તેની વિદ્યમાનતા ન હોય. જે વસ્તુ સર્વથા ન હોય તેની વિદ્યમાનતા માનવામાં આવે તો અતિપ્રસંગ આવે. (ખરવિષાણ (=ગધેડાને શિંગડાં)વગેરે વસ્તુઓની વિદ્યમાનતા માનવાનો પ્રસંગ આવે. ખરવિષાણ વગેરે વસ્તુઓ સર્વથા નથી.)
પૂર્વપલ– પાંચ ભૂતોમાં એવી વિશિષ્ટ શક્તિ છે કે જેથી પાંચભૂતો ભેગા થાય ત્યારે તેમાં ચેતના ઉત્પન્ન થાય છે. આથી આત્મા અનાદિ નથી, કિંતુ પાંચભૂતો ભેગા થાય ત્યારે ઉત્પન્ન થનારો છે.
ઉત્તરપક્ષ (વિશિષ્ટશવસિદ્ધ) પાંચ ભૂતોમાં એવી વિશિષ્ટ શક્તિ પ્રમાણથી સિદ્ધ થતી નથી. કેમ કે મૃત શરીરમાં પાંચ ભૂતો હોવા છતાં ચૈતન્ય નથી.
૧. આ ગ્રંથનો પાઠ કરવો એ તો કલ્યાણ રૂપ છે જ, પણ ગ્રંથનો અનુવાદ કરવો એ પણ
કલ્યાણ રૂપ છે એમ પણ શબ્દનો અર્થ છે. ૨. અતિપ્રસંગ એટલે અતિવ્યાપ્તિ. અતિવ્યાપ્તિ એટલે અલક્ષ્યમાં લક્ષણનું જવું. પ્રસ્તુતમાં
સર્વથા અવિદ્યમાન એવી ખરવિષાણ, આકાશકુસુમ વગેરે વસ્તુઓને માનવાનો પ્રસંગ અતિપ્રસંગ છે.