Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown
Catalog link: https://jainqq.org/explore/004925/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈનાગમ નાવનીત છે - મીઠી મીઠી લાગે છે પણ મહાવીરની દેશના ઉપદેશ શાસ્ત્ર [ગણ અણમો] S Vain Education Mergationa - PP ના For Pie & Personal Use Only Aradhana Bhawan, Chandraprabhu Apts. 1 Page #2 -------------------------------------------------------------------------- ________________ | - ૨ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત | - ! | 11 જેનાગમ નવનીતા | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના આ આઠ ભાગોનો પરિચય ||ક્રમાંક પુસ્તક નામ પુસ્તકમાં શું છે? કથાશાસ્ત્ર | | ૧. જ્ઞાતા સૂત્ર ર. ઉપાસક દશા સૂત્ર ૩. અંતગડ દશા સૂત્ર (આઠ આગમો) | ૪. અનુત્તરોપપાતિક સૂત્ર ૫. વિપાક સૂત્ર ૬. રાજપ્રશ્રીય | સૂત્ર ૭. ઉપાંગ(નિરયાવલિકા) સૂત્ર ૮. નંદી સૂત્રની કથાઓ. (૨) | ઉપદેશ શાસ્ત્ર | ૧. ઉત્તરાધ્યયન સૂત્ર ર. આચારાંગ સૂત્ર(પ્રથમ શ્રુત સ્કંધ) | (ત્રણ આગમો) ૩. સૂત્રકૃતાંગ સૂત્ર સંપૂર્ણ, ૧ર વ્રત, ૧૪ નિયમ; મહાવ્રત, સમિતિ ગુપ્તિ, સંજયા, નિયંઠા, પાસત્કાદિ સ્વરૂપ, વંદન વ્યવહાર, ઔપદેશિક સંગ્રહ. | (૩) | આચાર શાસ્ત્ર ૧.આવશ્યક સૂત્ર સહિત ર. દશવૈકાલિક સૂત્ર ૩. આચારાંગ (છ આગમો) સૂત્ર (બીજો શ્રત સ્કંધ) ૪. ઠાણાંગ સૂત્ર ૫. સમવાયાંગ સૂત્ર || ૬. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર. ગૌચરીના વિધિનિયમ અને દોષ તથા વિવેક જ્ઞાન, તેત્રીસ બોલ, તપસ્વરૂપ, ધ્યાન સ્વરૂપ, એ [ (૪) છેદ શાસ્ત્ર ૧. નિશીથ સૂત્ર ર. દશાશ્રુત સ્કંધ સૂત્ર ૩. બૃહત્કલ્પ સૂત્ર (ચાર આગમો) | ૪. વ્યવહાર સૂત્ર. છેદ સૂત્ર પરિશિષ્ટ. | તત્વશાસ્ત્ર-૧ | ૧. ભગવતી સૂત્ર સંપૂર્ણ, અનેક કોક, ગાંગેય અણગારના (ભગવતી સૂત્ર) ભાંગાઓનું સ્પષ્ટીકરણ અને વિધિઓ. (ડ) | તત્વશાસ્ત્ર-૨ | ૧. જીવાભિગમ સૂત્ર ર. પ્રજ્ઞાપના સૂત્ર, ગુણસ્થાન, કર્મગ્રંથ | તત્વ શાસ્ત્ર-૩ | નંદી સૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર, ઔપપાતિક સૂત્ર, જંબુદ્વીપ (પાંચ આગમો) | પ્રજ્ઞપ્તિ સૂત્ર, જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર, વૈજ્ઞાનિક વિચારણાઓ. I (૮) | પરિશિષ્ટ | ચર્ચા-વિચારણાઓ, ઐતિહાસિક સંવાદ અને નિબંધ (અનુભવ અક) | આવશ્યક સૂત્ર ચિંતનો. વિશેષ:- નિરયાવલિકાદિ પાંચ શાસ્ત્રને એક ગણતાં અને સૂર્ય-ચન્દ્ર પ્રજ્ઞપ્તિ બંનેને એક ગણતાં પાંચ ઓછા થાય, તેમાં નદી અને આચારાંગ સૂત્ર બે પુસ્તકોમાં છે, તેથી ત્રણ જ ઓછા થાય આ રીતે કર-૩ = ર૯ સંખ્યા મળી જાય છે. --- - - - - - - - - - - - - - - - - - Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર ઃ પ્રકાશન પરિચય જૈનાગમ નવનીત - ૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઉપદેશ શાસ્ત્ર[ત્રણ આગમો] (૧)ઉત્તરાધ્યયન સૂત્ર (ર) આચારાંગ સૂત્ર(પહેલો શ્રુતસ્કંધ) (૩) સૂત્રકૃતાંગ સૂત્ર સંપૂર્ણ : વિવિધ પરિશિષ્ટો આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી મ. સા. : ગુજરાતી ભાષાંતર : મુનિશ્રી પ્રકાશચંદ્ર મ. સા., બા.બ્ર.પૂ. શ્રી શૈલાબાઈ મ. સ., શ્રી મણીભાઈ શાહ - – રાજકોટ, શ્રી સંજયકુમાર સંઘવી - સુરેન્દ્રનગર. 3 Page #4 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પ્રધાન સંપાદક : આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી પ્રકાશક : - જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ, સુરેન્દ્રનગર. પ્રકાશન સહયોગી : (૧) શ્રી નવલ સાહિત્ય પ્રકાશન ચેરી. ટ્રસ્ટ સુ. નગર (ર) ડૉ. ભરતભાઈ ચીમનભાઈ મહેતા - રાજકોટ. સહસંપાદક (૧) પૂ. ગુલાબબાઈ મહાસતીજીના સુશિષ્યા કુંદનબાઈ મ.સ. (૨) પૂ. પ્રાણકુંવરબાઈ મહાસતીજીના સુશિષ્યા-શૈલાબાઈ મ.સ. (૩) શ્રી મુકુંદભાઈ ઈ. પારેખ, ગોંડલ (૪) શ્રી મણીભાઈ શાહ (૫) જયવંતભાઈ શાહ, સૂરત (૬) શ્રી ભાનુબેન. ડ્રાફટ / M.O. : લલિતચંદ્ર મણીલાલ શેઠ, પ્રાપ્તિસ્થાન : પત્રસંપર્ક લલિતચંદ્ર મણીલાલ શેઠ શંખેશ્વરનગર, રતનપર, પોસ્ટ : જોરાવરનગર – ૩૬૩૦૨૦ જિલ્લો ઃ સુરેન્દ્રનગર(ગુજરાત) મુંબઈમાં પુસ્તકો મળશે રમણિકલાલ નાગજી દેઢિયા દુર્ગા ટેક્ષટાઈલ્સ, ૧૦ન્યુ હિંદમાતા ક્લોથ માર્કેટ, હોટેલ શાંતિદૂત નીચે, દાદર, મુંબઈ - ૪૦૦ ૦૧૪ મૂલ્યઃ ૫૦/ પ્રકાશન તારીખ : ૧૯-૭-૨૦૦૪ પ્રત સંખ્યા : ૧૫૦૦ સંપૂર્ણ સેટ આઠ પુસ્તકોમાં ૩૨ આગમ સારાંશ - રૂા. ૪૦૦/- (એક માત્ર) વિશેષ સૂચના : આઠ પુસ્તકોના અગ્રિમ બુકિંગ માટે– (૧) જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિની રસીદ પ્રાપ્ત કરવી. પોતાનો ગ્રાહક નંબર પ્રાપ્ત કરવો. (૨) કોઈપણ ફરિયાદ કે સૂચના ફોનથી અને મૌખિક ન કરવી, પત્ર વ્યવહાર દ્વારા રાજકોટ સૂચના કરવાનું ખાસ ઘ્યાન રાખવું. Page #5 -------------------------------------------------------------------------- ________________ છે * L. ઉપદેશ શાસ્ત્ર: વિષય સૂચિ - ઉપદેશ શાસ્ત્ર વિષય-સૂચિ - પાના નં. : - - - - - - - - - 0 : ' - - ૧૧૫ : - 0 - - ૧૧૯ : - : = ૧૪૪ : વિષય ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ આચારાંગ સૂત્ર (પ્રથમ શ્રુતસ્કંધ) સારાંશ સૂત્રકૃતાંગ સૂત્ર સંપૂર્ણ સારાંશ પરિશિષ્ટ : વિભાગ એકલ વિહાર: પ્રમાણ ચર્ચા | ભિક્ષુની સ્વતંત્ર ગોચરી શ્રાવકના બાર વ્રત ત્રણ મનોરથ ચૌદ નિયમ પ| નવ તત્ત્વ: પચ્ચીસ ક્રિયા શ્રાવકના ૨૧ ગુણો ચાર પ્રકારે | મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, સંજયા(સયત) | નિગ્રંથ સ્વરૂપઃ નિયંઠા | નિગ્રંથ નિગ્રંથીઓના આત્મ નિરીક્ષણની પરિજ્ઞા [પાસત્કાદિ સ્વરૂપ, વિચારણા B૧૦ વંદનઃ વ્યવહાર વિચારણા ૧૧ શિથિલાચાર અને શુદ્ધાચાર સ્વરૂપ | ઉપદેશી સંગ્રહ : સ્તવન અને છૂટક બોલ :: ૧૫૪ is - - ૧૫૭ - ૧૬૧ - - - - ૧ ૧દર - - ૧ ૧૭) - - ૧૮૨ - ૧૮૮ - - ૨૦૦ - તેના - મોર - - - - - Page #6 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત ને સારાશ સાહિત્ય વિશે ગોંડલ ગચ્છ શિરોમણી ૫. પૂ. શ્રી જયંતમુનિજી મ.સા.નું મંતવ્ય 卐 મહામનીષી ત્રિલોકઋષિજીદ્વારા ‘સારાંશ સાહિત્ય” પ્રકાશિત થઈ રહ્યું છે. જેમાં ક્રમશઃ બત્રીસ આગમોનું સંપાદન થયું છે. આ સાહિત્ય આગમોનો સારભૂત છે, એટલું જ નહીં પરંતુ કેટલાક ક્રાંતિબીજોનું વાવેતર પણ એમાં છે. મુનિશ્રીની વિચારધારા સોળઆના જૈનાગમને અનુકૂળ હોવા છતાં રૂઢિ વાદની ‘“શલ્ય ચિકિત્સા’’ કરનારી છે, તે નિર્વિવાદ સત્ય છે. મુનિશ્રીનું ચિંતન અને મનન નિર્ભેળ, સ્પષ્ટ અને સંયમિત ભાષામાં! સત્યનું નિરૂપણ કરે છે. તેમને કોઈ પ્રકારનો સંપ્રદાય મોહ કે બીજા કોઈ અવરોધ માન્ય નથી. તેઓ સૌનું પોતપોતાના સ્થાને સન્માન જાળવીને પણ; પરંપરામાં જે વૈપર્ય આવ્યું છે, તેના પર કરારો” પ્રહાર કરે છે અને ભગવાન મહાવીર સ્વામીના એક અપ્રતિબદ્ધ સંત તરીકે મહાવીર દર્શનનું સાંગોપાંગ તેમજ આગમને આધારે ઉદ્ઘાટન કરે છે; જે વાંચતાં આનંદ ઉપજાવે છે. 卐卐 જોકે સંપ્રદાયથી બંધાયેલા અને પારંપરિક વિચારધારામાં જકડાયેલા I વ્યકિત કે વ્યક્તિસમૂહને કદાચ ન ગમે, વિરોધાત્મક પણ લાગે અને મહાવીર દર્શનથી આ સાહિત્યનિરાળું છે, વિરોધી છે, તેવું કહેવા માટે તે લોકો લલચાય પણ ખરા ! જે રીતે સૂર્યોદય થતા સહજ અંધારૂ નાશ પામે છે, તે રીતે સાચી સમ્યગ્ધારા પ્રકાશિત થતા અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થવાનો જ છે. અત્યારે | જૈન જગતને ફરીથી જાગવાની તક મળી છે. 5 આ સાહિત્ય દ્વારા રૂઢિવાદથી મુક્ત થવાના નામે નવા વર્ગને સ્વચ્છંદી બનાવવાનો ઉદ્દેશ ઝલકતો નથી પરંતુ આગમ મનીષી મુનિશ્રીનું સારાંશ સાહિત્ય ભગવાન મહાવીર સ્વામીના ત્રૈકાલિક હિતદર્શનની સાથે જોડીને શું રૂઢિવાદની સીમાઓથી પર થઈ વ્યાપક દર્શન કરાવે છે. મંગલકામના :- મહા મનીષી ત્રિલોકઋષિજી ! આપનો આ પ્રયાસ સફળ થાય તેમ અમો ઈચ્છીએ છીએ. કારણ કે આપના ચિંતનની દરેક પંક્તિમાં ક્રાંતિના બીજો સંચિત રહેલા છે. આગમોની સત્યતાપૂર્ણ ઋજુભરી ભાવનાઓ પર અને આગમ નિર્મળ પ્રરૂપણા ઉપર વિધિવાદનો જે જંગ લાગી રહેલ છે અને દુરાગ્રહના વાદળો છવાઈ ગયા છે તેનું નિવારણ કરવા માટે આપનું આ સાહિત્યિક ભગીરથ પુરુષાર્થ આગમના મૌલિક બીજોને(ગૂઢ તત્ત્વોને) અવશ્ય નવપલ્લવિત કરશે. ** Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર : ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ ઉત્તરાધ્યયન સૂત્ર મુ સારાંશ પ્રસ્તાવના : આ સૂત્રમાં ૩૬ શ્રેષ્ઠ અને શ્રેષ્ઠતમ અધ્યયનોનું સંકલન છે. નંદીસૂત્રમાં તેની અંગ બાહ્ય (અનંગ પ્રવિષ્ટ) સૂત્રોમાં ગણના કરવામાં આવી છે. આ સૂત્રની રચના કયારે થઈ ? કયા આચાર્યે તેની રચના કરી ? અથવા કોઈ અંગ સૂત્ર(પ્રશ્ન વ્યાકરણ અથવા તો દૃષ્ટિવાદ)માંથી ઉષ્કૃત કરવામાં આવ્યું છે? ઈત્યાદિ બાબતનો કોઈ પ્રાચીન ઇતિહાસ ઉપલબ્ધ નથી. છતાં ય નંદીસૂત્રની આગમ સૂચિમાં આ સૂત્રનું નામ હોવાથી એટલું તો નક્કી કહી શકીએ કે નંદીસૂત્રની રચના સમયે ઉત્તરાધ્યયન સૂત્રનું અસ્તિત્વ થઈ ગયું હતું. તેથી નંદીસૂત્રની સમાન એની પ્રાચીનતા અને પ્રમાણિકતા સ્વીકાર્ય છે. સૂત્રનામ અને વિષય :- ઉત્તરાધ્યયન સૂત્ર આગમના વર્તમાન વર્ગીકરણમાં મૂળસૂત્રરૂપે પ્રખ્યાત છે. ઉત્તર+અધ્યયન એટલે શ્રેષ્ઠ અને પ્રધાન અધ્યયનોનું સંકલન સૂત્ર છે. તેમાં જીવ- અજીવ, પરીષહ, કર્મવાદ, ષટ્વવ્યાદિ, નવ તત્ત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, બાલમરણ, પંડિત મરણ, વૈરાગ્ય અને સંસાર તથા ભગવાન પાર્શ્વ અને મહાવીર પરંપરાના અનેક વિષયોનું સુંદર આકલન છે. સ્વાધ્યાય અને આત્મ ચેતનાની જાગૃતિ માટે આ સૂત્રનું અધ્યયન પઠન ચિંતન-મનન આદરણીય છે. આ સૂત્રમાં ૧૩ અધ્યયન ધર્મ કથાત્મક છે (૭, ૮, ૯, ૧૨, ૧૩, ૧૪, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૫, ૨૭), આઠ અધ્યયન ઉપદેશાત્મક છે (૧, ૩, ૪, ૫, ૬, ૧૦, ૨૩, ૩ર), આઠ આચારાત્મક (૨, ૧૧, ૧૫, ૧૬, ૧૭, ૨૪, ૨૬, ૩૫), સાત સૈદ્ધાંતિક (૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૩, ૩૪, ૩૬). * શ્રેષ્ઠ અધ્યયનો અને ઉત્તમ ઉપયોગી વિષયોને કારણે આ સૂત્ર સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓને વિશેષ રુચિકર છે. સેંકડો સાધુ-સાધ્વીજીઓ તેને કંઠસ્થ કરી નિરંતર તેનો સ્વાધ્યાય કરી આત્માનંદની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે અત્યધિક લોકપ્રિયતાને કારણે આ સૂત્ર માટે એવી શ્રુતિ પરંપરા પણ છે કે “આ સૂત્ર ભગવાન મહાવીર સ્વામીએ નિર્વાણ સમયે અંતિમ રાત્રિએ સ્વમુખે ફરમાવ્યું છે.’’ પરંતુ તે બાબત પ્રાચીન પ્રમાણ ઉપલબ્ધ નથી; માટે તે શ્રુતિ પરંપરા કેવલ શ્રદ્ધા-પ્રતીક જ છે. વિશેષ માટે જુઓ સારાંશ ખંડ–૮ ‘અનુભવ અર્ક’ પૃષ્ટ–૩૭. Page #8 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત K વ્યાખ્યા સાહિત્ય અને સંસ્કરણ :– મહાન નિર્યુક્તિકાર આચાર્ય શ્રી દ્વિતીય ભદ્રબાહુ સ્વામીએ આ સૂત્ર પર નિર્યુક્તિ વ્યાખ્યા કરી છે, ત્યારપછી જિનદાસગણી મહત્તરે ચૂર્ણિ વ્યાખ્યા અને વાદિવૈતાલ શાંતિ સૂરીજીએ ટીકા નામક વ્યાખ્યા કરી છે. કાલક્રમે અનેક આચાર્યોએ ટીકાઓનું નિર્માણ કર્યું. આજ સુધીમાં વિભિન્ન સ્થાનોથી સેંકડો સંસ્કરણ પ્રકાશિત થઈ ચુક્યા છે. સર્વ જૈન સમુદાયોમાં આ સૂત્રનું પ્રચલન છે. આ સૂત્રનું પરિમાણ ૨૧૦૦ શ્લોકનું માનવામાં આવેલ છે. નધિ – પ્રસ્તુતમાં દરેક અધ્યયનના શીર્ષક વિષયની મુખ્યતાએ આપ્યા છે. પ્રથમ અધ્યયન વિનય શ્રુત આ અધ્યયનનું નામ છે “વિનય શ્રુત”. વિનયને બાર પ્રકારના તપમાં આત્યંતર તપ કહેવામાં આવ્યું છે. ઉવવાઈ સૂત્રમાં તેના સાત પ્રકાર કહેવામાં આવ્યા છે– (૧) જ્ઞાન વિનય (ર) દર્શન વિનય (૩) ચારિત્ર વિનય (૪) મન વિનય (૫) વચન વિનય (3) કાયા વિનય (૭) લોકોપચાર વિનય. દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશામાં ચાર પ્રકારની સમાધિ કહેવામાં આવી છે– (૧) વિનય સમાધિ (ર) શ્રુત સમાધિ (૩) તપ સમાધિ (૪) આચાર સમાધિ. પ્રસ્તુત અધ્યયનમાંવિનયના અનેક રૂપોને લક્ષમાં રાખીને અનેક વિષયોનું સંકલન કરવામાં આવ્યું છે. (૧) જે ગુરુના ઇશારાથી અને હાવભાવથી સમજીને તેમના નિર્દેશોનું યથાર્થ પાલન કરે છે, તેમની શુશ્રુષા કરે છે, તે વિનીત શિષ્ય છે. તેનાથી વિપરીત આચરણ કરનાર અવિનીત શિષ્ય કહેવાય છે. (૨) સડેલા કાનવાળી કુતરીની સમાન અવિનીત શિષ્ય ક્યાંય પણ આદર પામતો નથી. (૩) ગામનો સૂઅર (ભૂંડ) ઉત્તમ ભોજનને છોડીને અશુચિ તરફ દોડે છે, તે જ પ્રકારે અવિનીત આત્મા સદ્ગણોને છોડી દુર્ગુણોમાં રમણ કરે છે. (૪) ગુરુ આચાર્યાદિ દ્વારા અનુશાસન પામતાં ભિક્ષુ ક્યારેય કોધ ન કરે અને જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્યારેય છુપાવે નહિ. (૫) આ ભવમાં તથા પરભવમાં બીજાઓ દ્વારા આત્માનું કાયમ દમન થઈ રહ્યું છે, તેની અપેક્ષાએ જ્ઞાની પુરુષોએ જાતે જ આત્મદમન કરવું શ્રેયસ્કર છે. સંયમ અને તપ દ્વારા આત્મદમન કરવું અર્થાત્ સંપૂર્ણ ઇચ્છાઓ તેમજ સંકલ્પ-વિકલ્પોથી રહિત બની જવું જોઈએ, એવું કરવાથી જ આ લોક અને પરલોકમાં આત્મા સુખી બને છે. () વચનથી, વ્યવહારથી, આસનથી અને આજ્ઞા પાલન દ્વારા ગુરુનો પૂર્ણવિનય Page #9 -------------------------------------------------------------------------- ________________ આ ઉપદેશ શાસ્ત્ર ઉત્તરાધ્યયન સુત્ર સારાંશ ઉપદેશ શાસ્ત્ર : ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ ૧૬ ૯ કરવો જોઈએ. આવો વિનયશીલ શિષ્ય શાસ્ત્રજ્ઞાનને તેમજ અનેક સગુણોને અને યશને પ્રાપ્ત કરે છે. (૭) સાવધકારી, નિશ્ચયકારી આદિ ભાષાનો પ્રયોગ ન કરવો. એકલા ભિક્ષુએ એકલી સ્ત્રીની સાથે વાર્તાલાપ ન કરવો. (૮) યથાયોગ્ય સમયે કાર્યો કરવા. ભિક્ષાચરીની વિધિઓનું યથાવત્ પાલન કરવું. (૯) આચાર્યાદિ ક્યારેક અપ્રસન્ન હોય તો વિવેકપૂર્વક તેના ચિત્તની આરાધના કરવી, એટલે કે તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો. (૧૦) વિનીત શિષ્ય સર્વત્ર પૂજનીય બને છે. તે ગુરુના હૃદયમાં સ્થાન પામી જાય છે. તે તપ અને સંયમની સમાધિથી સંપન્ન બની જાય છે. પાંચ મહાવ્રતોનું પાલન કરતો થકો તે મહાન તેજસ્વી બની જાય છે. (૧૧) દેવોનો પણ પૂજનીય બની તે વિનીત શિષ્ય સંયમની આરાધના કરતાં કરતાં અંતમાં સદ્ગતિને કે સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. બીજું અધ્યયનઃ પરીષહ જય તપ-સંયમનું યથાવત્ પાલન કરતાં થકાં પ્રતિકૂળ પ્રસંગે ઉપસ્થિત થાય છે, તેને પરીષહ કહેવામાં આવે છે. આ પરિસ્થિતિને ધૈર્ય અને ઉત્સાહથી પાર કરવી અને સંયમ-તપની મર્યાદાથી વિચલિત ન થવું, તેને પરીષહ જીતવો કહેવાય છે. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે – માંડવ્યવન નિર્વાર્થ પરિષોઢવ્ય: પરીષહીં: અર્થાત્ પ્રતિકૂળ પ્રસંગોમાં માર્ગથી વ્યુત ન થાય પણ એકાંત નિર્જરાના અર્થે સમભાવે સહન કરે છે, તેને પરીષહ કહેવાય છે. આ અધ્યયનમાં ભિક્ષુના બાવીસ પરીષહો બતાવી, તેના પર વિજય પ્રાપ્ત કરવાની શિક્ષા આપવામાં આવી છે. (૧) સુધા પરીષહ– ભિક્ષુ ભૂખથી ક્લત થઈને પણ ક્યારેય એષણા સમિતિનો ભંગ ન કરે તેમજ સચેત વનસ્પતિનું છેદન-ભેદન કરે નહિ અને કરાવે નહિ, ધર્યથી સુધાને સહન કરે. (૨) તૃષા પરીષહ– તૃષાથી પીડિત થવા છતાં પણ સચેત પાણીનું સેવન ન કરે. તરસથી મુખ સુકાઈ જાય છતાંય અદીન ભાવે સહન કરે. દેહ અને આત્મસ્વરૂપની ભિન્નતાનો વિચાર કરે. (૩-૪) શીત-ઉષ્ણ પરીષહ– મુનિ અલ્પ વસ્ત્ર અથવા અચેલ સાધનાના સમયે ઠંડી કે ગરમીની અધિકતા હોવા છતાં દીન ન બને. અગ્નિ કે પંખાની ઈચ્છા ન કરે. સ્નાનની ઇચ્છા મનથી પણ ન કરે. (૫) દંશમશક પરીષહ- મુનિ ડાંસ-મચ્છર આદિક્ષુદ્ર જીવોના ત્રાસથી ગભરાય Page #10 -------------------------------------------------------------------------- ________________ આ ૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત નહિ પરંતુ સંગ્રામમાં અગ્રભાગે રહેલા હાથીની જેમ સહનશીલ બને. (૬) અચલ પરીષહ- મુનિ વસ્ત્રની અલ્પતાથી અથવા નિર્વસ્ત્ર અવસ્થામાં પણ દીનતા ન કરે. (૭) અરતિ પરીષહ– ગ્રામાનુગ્રામ વિચરતાં અનેક સંકટ ઉપસ્થિત થાય તો પણ કદી શોકકુલ ન બને, અપ્રસન્ન ન થાય, સદા સંયમપાલનમાં પ્રસન્ન રહે. (૮) સ્ત્રી પરીષહ- શીલ રક્ષાના હેતુએ “સ્ત્રીનો સંગ આત્માને માટે કીચડ સમાન છે.” એમ સમજીને તેનાથી વિરક્ત રહે. સ્ત્રીઓથી પૂર્ણ સાવધાન રહેનારનું શ્રમણ જીવન સફળ બને છે. (૯) ચર્યા પરીષહ– વિહાર સંબંધી કષ્ટોને સમભાવે સહન કરતા થકા મુનિ ગ્રામાદિમાં કે કોઈ વ્યકિતમાં મમત્વ બુદ્ધિ ન કરે, રાગદ્વેષ ન કરતાં એકત્વ ભાવમાં રમણ કરે. (૧૦-૧૧) શય્યાનિષધા પરીષહ- અનુકૂળ-પ્રતિકૂળ ઉપાશ્રયમાં સમભાવ રાખે. ભૂત-પ્રેત આદિથી યુક્ત સ્થાનમાં પણ નિર્ભય રહે. (૧૨-૧૩) આક્રોશ-વધ પરીષહ કઠોર શબ્દ અથવા મારપીટ-તાડનના પ્રસંગમાં પણ મુનિ સમાન ભાવ રાખે. પરંતુ મૂર્ખની સામે મૂર્ખ ન બને. અર્થાત્ ભિક્ષુ કદી ક્રોધ ન કરે, પ્રતિકાર ન કરે પરંતુ શાંત ભાવે સહન કરે અને વિચારે કે આત્મા તો અમર છે, પ્રહાર કરવા છતાં આત્માનું કંઈ બગડવાનું નથી. (૧૪-૧૫) યાચના–અલાભ પરીષહ- દીર્ધ જીવન કાળમાં સંયમ પાલનના હેતુ માટે ભિક્ષા કરવી આવશ્યક છે. તેથી ભિક્ષાની યાચના કરવામાં તેમજ ભિક્ષા ન મળવા પર ભિક્ષુ કયારે ય ખેદ ન કરે પરંતુ તપમાં રમણ કરે. (૧૬) રોગ પરીષહ– સંયમ મર્યાદાની સુરક્ષા હેતુ અને કર્મ નિર્જરાર્થે ક્યારેય પણ રોગાતક થવા છતાં ઔષધ-ચિકિત્સાની ભિક્ષુ ઈચ્છા ન કરે. તે રોગાતકનો ઉપચાર ક્ય વિના સહન કરવામાં જ સાચી સાધુતા છે. (૧૭) તૃણસ્પર્શ પરીષહ– અલ્પ વસ્ત્રથી રહેવામાં અથવા નિર્વસ્ત્ર રહેવામાં અને ખુલ્લા પગે ચાલતાં જો તૃણ, કાંટા, પત્થર આદિથી કષ્ટ ઉત્પન્ન થાય તો મુનિ તેને સમભાવે સહન કરે. (૧૮) જલ્લ-મેલ પરીષહ-બ્રહ્મચારી મુનિ પસીના કે મેલ આદિથી ગભરાઈને ક્યારેય સ્નાન કરવાની ઇચ્છા ન કરે પરંતુ કર્મનિર્જરાના લક્ષ્ય અને ઉત્તમ ભગવદ્ આજ્ઞા સમજીને જીવનપર્યત પસીનાથી ઉત્પન્ન મેલને શરીર પર ધારણ કરે. (૧૯) સત્કાર–પુરસ્કાર પરીષહ- અતિશય માન-સન્માન પામીને ફુલાઈન જવું પરંતુ વિરક્ત રહેવું અને અન્યના માન-સન્માન જોઈને તેની ચાહના ન કરવી. સૂયગડાંગ સૂત્રમાં પૂજા-સત્કારને સૂમ શલ્ય કહેવામાં આવેલ છે. (૨૦-૨૧) પ્રજ્ઞાઅજ્ઞાન પરીષહ– તપ-સંયમની વિકટ સાધના કરવા છતાં Page #11 -------------------------------------------------------------------------- ________________ કરો ઉપદેશ શાસ્ત્રઃ ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ પણ બુદ્ધિની મંદતા ન ઘટે અને અતિશય જ્ઞાન(અવધિ, મન:પર્યવાદિ) ઉત્પન્ન ન થાય તો પણ ખેદ ન કરવો. ધૈર્ય અને શ્રદ્ધાથી સાધનામાર્ગમાં આગળ વધતા રહેવું. (રર) દર્શન પરીષહ– કોઈપણ પ્રકારના ખેદથી અથવા તો અલાભથી ગભરાઈને સંયમ સાધનાથી અને ન્યાય માર્ગથી ટ્યુત ન થવું પરંતુ દઢ શ્રદ્ધાની સાથે મોક્ષ માર્ગમાં અગ્રેસર થવું. આ પરીષહોથી પરાજિત ન થનાર મુનિ શીધ્રાતિ શીધ્ર આત્મકલ્યાણ કરે છે. સંસાર સાગરનો પાર પામી જાય છે. 'ત્રીજું અધ્યયનઃ ચાર દુર્લભ અંગા (૧) જીવ કર્મ સંયોગથી વિવિધ યોનિઓમાં ભ્રમણ કરતો થકી કીટ, પતંગ, પશુ, નરક, દેવ રૂપમાં ઉત્પન્ન થાય છે, ક્યારેક બ્રાહ્મણ તો ક્યારેક ક્ષત્રિય, વૈશ્ય અને ક્યારેક ક્ષુદ્ર પણ બને છે. (૨) સંસાર ભ્રમણ કરતા જીવને મનુષ્યભવ અત્યંત અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. પુણ્યયોગે તે પ્રાપ્ત થઈ જાય તો પણ ધર્મશ્રવણ અને તેમાં શ્રધ્ધા, પ્રતીતિ. રુચિ થવી અત્યંત દુર્લભ છે. (૩) કોઈ જીવને ધર્મશ્રવણની પ્રાપ્તિ અને શ્રધ્ધા થઈ જાય તો પણ કંઈક અંશે પુણ્યની અલ્પતાને કારણે ધર્મતત્ત્વ (વ્રત, નિયમ, સંયમ) નો સ્વીકાર કરી શકતા નથી અથવા તો પાલન કરી શકતા નથી. (૪) જે મનુષ્યભવને પ્રાપ્ત કરી સંયમ તપમાં પુરુષાર્થ કરે છે, તેનો માનવ જન્મ સફળ છે. કારણકે માનવભવસિવાય બીજી કોઈપણ યોનિમાં સંયમની આરાધના કરવાની યોગ્યતા જ નથી. (૫) સંયમ તપથી કર્મ નિર્જરા કરતાં પુણ્ય સંચય થવાથી કોઈ જીવ દેવગતિને પ્રાપ્ત કરે છે. () પછી મનુષ્યભવમાં આવીને દસ ગુણોથી સંપન્ન અવસ્થાને પ્રાપ્ત કરી યથાસમયે ભૌતિક સમૃદ્ધિનો ત્યાગ કરી સંયમ, તપઆદિની આરાધના દ્વારા સંપર્ણ કર્મ ક્ષય કરીને મુકત થઈ જાય છે. (૭) પ્રત્યેક મુમુક્ષુ પ્રાણીએ ૧. મનુષ્યભવ ૨. ધર્મ શ્રવણ ૩. ધર્મ શ્રદ્ધા ૪. તપસંયમમાં પરાક્રમ, આ ચાર મોક્ષના દુર્લભ અંગ જાણીને પ્રાપ્ત અવસરમાં આળસ, પ્રમાદ, મોહ, પુદ્ગલાસક્તિને હટાવીને સંયમમાર્ગમાં ઉપસ્થિત થવું જોઈએ. (૮) સરલ અને પવિત્ર આત્મામાં જ ધર્મનો વાસ હોય છે અને તેનું જ કલ્યાણ થાય છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત - - - - - - - - - - - પર ચોથું અધ્યયન : કર્મફળ અને ધર્મપ્રેરણા | (૧) જીવન સાંધી શકાતું નથી અર્થાત્ ક્ષણભર પણ આયુષ્યની વૃદ્ધિ કોઈ કરી શકતું નથી, તેથી વૃદ્ધત્વની પ્રતીક્ષા ન કરતાં અવસર પ્રાપ્ત થયે અપ્રમત્ત ભાવથી તપ-સંયમ, વ્રત-નિયમનું આચરણ કરી લેવું જોઈએ. (૨) પ્રાણી, કુમતિ કે અજ્ઞાનને કારણે અનેક પાપ કૃત્યો દ્વારા ધનને અમૃત સમજીને તેનું ઉપાર્જન કરવામાં અનુરક્ત રહે છે પરંતુ મૃત્યુ સમયે નરકમાં જતાં તેણે ભેગું કરેલું ધન તેની રક્ષા કરી શકતું નથી. (૩) પરિવારને માટે કે અન્યને માટે જીવ જે પાપ ઉપાર્જન કરે છે, તેના ફળ ભોગવવાના સમયે કોઈ ભાગ પડાવતા નથી. કર્મોના ફળ આ ભવમાં કે પરભવમાં પોતાને જ ભોગવ્યા વિના છૂટકારો થતો નથી. (૪) સ્વચ્છંદતાનો સંપૂર્ણપણે ત્યાગ કરી ભગવદ્ આજ્ઞામાં જ સંપૂર્ણ અપ્રમત્ત ભાવથી રહેનારા શીઘ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે. (૫) પછી ધર્મ કરશું એમ કહેનાર પહેલાં કે પછી ક્યારે ય ધર્મ કરી શકતો નથી; કારણ કે અચાનક મૃત્યુના આવવાથી અભ્યાસ વિના ધર્માચરણ દુઃશક્ય છે. () સંયમારાધન કાળમાં લલચામણા પ્રસંગ અને પ્રતિકૂળ પ્રસંગે ઉપસ્થિત થવા છતાં સદા સાવધાન રહેવું જોઈએ. અર્થાત્ ક્રોધ, માન ન કરવા તેમજ માયા, લોભ પણ ન કરવા જોઈએ. (૭) સમ્યક શ્રદ્ધાની સાથે સંયમ પાલન કરતા થકાં અંતિમ શ્વાસ સુધી ગુણોની આરાધના કરવી જોઈએ. પાંચમું અધ્યયન : બાલ-પંડિત મરણ જન્મની સાથે જ મૃત્યુ સંકળાયેલું છે. જીવન જીવવું એક કળા છે તો સમાધિ મૃત્યુ ને વરવું તે પણ ઓછી કળા નથી ! આ અધ્યયનમાં મરણના બે પ્રકાર વર્ણવ્યા છે– બાલ મરણ(અકામ મરણ) અને પંડિત મરણ(સકામ મરણ). (૧) બાળ એટલે અજ્ઞાની જીવોનું વારંવાર અકામ મરણ થાય છે, જ્યારે પંડિત પુરુષોનું ઉત્કૃષ્ટ સકામ મરણ એક જ વખત થાય છે, અર્થાત્ જઘન્ય, મધ્યમ આરાધનામાં અધિકતમ સાત-આઠ ભવ થાય છે અને ઉત્કૃષ્ટ આરાધનામાં જીવ તે જ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરે છે. (૨) વિષયાસક્ત બાળ જીવ અનેક દૂર કર્મ કરે છે. કેટલાક તો પરલોકનો જ સ્વીકાર કરતા નથી, “બધા પ્રાણીઓના જે હાલ થશે તે અમારા થશે”. એવું Page #13 -------------------------------------------------------------------------- ________________ 玫 ઉપદેશ શાસ્ત્ર : ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ વિચારીને કેટલાક જીવો હિંસા, જૂઠ, છળ-કપટ, ધૂર્તતા આદિ કરે છે, માંસનું સેવન કરે છે તેમજ ધન અને સ્ત્રીઓમાં ગૃદ્ધ બને છે. ૧૩ (૩) એવા લોકો અળસિયાની સમાન ‘મુખ અને શરીરથી’ માટી ગ્રહણ કરવાની જેમ રાગ અને દ્વેષ બંનેથી કર્મ બંધ કરે છે. સુરા અને (૪) ઉક્ત અજ્ઞાની પ્રાણી મૃત્યુથી ક્લાંત થવાના સમયે નરકગતિ આદિ દુ:ખોનું ભાન થતાં શોક કરે છે. જેવી રીતે અટવીમાં ગાડાની ધૂરા તૂટી જવાથી ગાડીવાન શોક કરે છે. (૫) તેમ જ ધર્માચરણ રહિત અજ્ઞાની જીવ હારેલા જુગારીની સમાન મૃત્યુ સમયે આર્તધ્યાન કરે છે. (૬) પંડિત મરણ પણ ગૃહસ્થજીવનની વિભિન્નતા અને શ્રમણવનની વિષમતાના કારણે બધા ભિક્ષુઓને કે બધા ગૃહસ્થોને પ્રાપ્ત થતું નથી. (૭) કેટલાક ગૃહસ્થોની ધર્મસાધના સાધુઓથી પણ ઉચ્ચ હોય છે. પરંતુ સુસાધુઓના સંયમ તો સર્વગૃહસ્થોથી ઉત્કૃષ્ટ જ હોય છે. (૮) ભિક્ષાજીવી કેટલાક શ્રમણોના આચરણ અને શ્રદ્ધા શુદ્ધ હોતા નથી. તેથી તેમના જટાધારણ, મુંડન, નગ્નત્વ, ચર્મ, વસ્ત્ર, વિભિન્ન વેષભૂષા અને અન્ય ઉપકરણ ધારણ કરવા આદિ તેમને દુર્ગાતથી બચાવી શકતા નથી. તેથી ભિક્ષુ હોય યા ગૃહસ્થ, જો તે સુવ્રતી અને સુશીલ હોય તો જ દિવ્યગતિને પ્રાપ્ત કરી શકે છે. (૯) જે પૌષધ, વ્રત, નિયમ અને સદાચારનું પાલન કરતાં થકાં ગૃહસ્થ અવસ્થામાં રહે છે અથવા ઇન્દ્રિયના વિષયોથી તેમજ સંપૂર્ણ પાપોથી નિવૃત થઈ ભિક્ષા જીવનથી ધર્મારાધના કરે છે એવા શ્રમણોપાસક અને શ્રમણ મૃત્યુ સમયે ત્રાસ પામતા નથી પરંતુ પંડિત મરણને વરે છે. તેમાંથી કોઈ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે તો કોઈ એક ભવ દેવનો કરી પુનઃ મનુષ્ય થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. (૧૦) આ અકામ-સકામ બંને મરણોના ફળની તુલના કરીને મુમુક્ષુઓએ દયાધર્મનો સ્વીકાર કરવો જોઈએ અને દેહ મમત્વનો ત્યાગ કરી અંતિમ સમયે ભક્તપ્રત્યાખ્યાન આદિ કોઈપણ પ્રકારના પંડિતમરણ (અનશન)નો સ્વીકાર કરવો જોઈએ. છઠ્ઠું અધ્યયન : જ્ઞાન-ક્રિયા (૧) અજ્ઞાની જીવો દુ:ખોની વૃદ્ધિ કરતા રહે છે, તેથી મુમુક્ષુઓએ જીવાદિ નવ તત્વોને જાણીને સત્યની ગવેષણા કરતા થકા બધા પ્રાણીઓ સાથે મૈત્રીનો વ્યવહાર કરવો જોઈએ અને પરિવારના સભ્યોથી પણ અસંરક્ષણનો ભાવ જાણીને સ્નેહહિત બને તથા ધન-સંપત્તિને ચંચળ સમજી તેનો ત્યાગ કરે. Page #14 -------------------------------------------------------------------------- ________________ એ જ ૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જેનાગમ નવનીત ગમ નવનીત (૨) જ્ઞાનયુક્ત આચરણને હૃદયંગમ કરી, પરિગ્રહને નરકનું મુખ્ય કારણ સમજી તેનો ત્યાગ કરે અને સર્વ જીવોને આત્મવત્ સમજીને સાવધ આચરણનો સર્વથા ત્યાગ કરે. (૩) સાવધકર્મ, ધન અને પરિગ્રહના ત્યાગી મુનિ ગૃહસ્થ દ્વારા અપાયેલ, એષણા સમિતિની વિધિથી પ્રાપ્ત આહારથી સંયમ નિર્વાહ કરે. તે પક્ષીની જેમ સંગ્રહ વૃત્તિથી મુક્ત રહે. (૪) માત્ર જ્ઞાનથી મુક્તિ માનનારા અને કંઇપણ આચરણ(પાપ ત્યાગ) ન કરનારા સ્વેચ્છાએ વચન વીર્યથી મુક્તિની કલ્પના કરી શકે છે પરંતુ તેઓને વાસ્તવિક આત્મોન્નતિની ઉપલબ્ધિ થઈ શકતી નથી. પાપાચરણ અને આસકિતથી દુર્ગતિ પ્રાપ્ત કરતા સમયે તે જ્ઞાન અને વચનવીર્ય તેનું આંશિક પણ રક્ષણ કરી શકતા નથી. તેની દશા “બિલ્લી આવે ત્યારે ઉડી જવું” એ પ્રમાણે રટણ કરનારા પોપટ સમાન થાય છે. અર્થાત્ પોપટનું તે પ્રકારનું કોરું રટણ બિલ્લીના ઝપાટામાંથી તેને બચાવી શકતું નથી. તેવી રીતે અજ્ઞાની જીવો જન્મ-મરણના દુઃખથી છૂટી શકતાં નથી. સાતમું અધ્યયન દષ્ટાંતયુક્ત ધર્મપ્રેરણા (૧) જે પ્રકારે ખાવા-પીવામાં મસ્ત બનેલો બકરો, જાણે કે અતિથિઓની પ્રતીક્ષા જ કરે છે એટલે કે યજમાન આવતાં જ તેનું મસ્તક ધડથી જુદું કરી, તેના માંસને પકાવીને ખાવામાં આવે છે. તે જ પ્રકારે અધાર્મિક પ્રાણી પોતાના કૃત્યોથી જાણે નરકની જ ચાહના કરે છે. એટલે કે તેઓ અધર્માચરણના કારણે નરકમાં જાય છે. (૨) તે અજ્ઞાની પ્રાણી હિંસા, જૂઠ કે ચોરી ના કૃત્યો કરનારા, લૂંટારો, માયાચારી, સ્ત્રીલંપટ, મહારંભી, મહાપરિગ્રહી, માંસ-મદિરાનું સેવન કરનારા, હૃષ્ટપુષ્ટ શરીરવાળા બનીને નરકની આકાંક્ષા કરે છે. (૩) તે ઇચ્છિત ભોગોનું સેવન કરી, દુ:ખથી એકત્રિત કરેલ ધન સામગ્રીને છોડીને, અનેક સંચિત કર્મોને સાથે લઈ જાય છે. વર્તમાનમાં રાચનારા, ભવિષ્યનો વિચાર ન કરનારા ભારે કર્મી બની મૃત્યુ સમયે ખેદ કરે છે. (૪) જેવી રીતે એક કાંગણી (કડી)ને લેવા જતાં મનુષ્ય હજાર સોના મહોરોને ગુમાવે છે, અપથ્યકારી કેરીને ખાઈ રાજા રાજ્યસુખ હારી જાય છે, તે પ્રકારે તુચ્છ માનવીય ભોગોમાં આસક્ત પ્રાણી દૈવિક સુખ અને મોક્ષના સુખને હારી જાય છે. (૫) ત્રણ પ્રકારના વણિક–૧. લાભ મેળવનારા ૨. મૂળ મૂડીનું રક્ષણ કરનારા ૩. મૂળ મૂડીને પણ ગુમાવી દેનારા. તે જ રીતે ધર્મની અપેક્ષાએ સાધક પ્રાણીની Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર : ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ ત્રણ અવસ્થા છે— ૧. દેવતિ કે મોક્ષગતિના લાભને મેળવનારા ૨. મનુષ્ય ભવ રૂપ મૂળ મૂડીને પુનઃ પ્રાપ્ત કરનારા ૩. નરક-તિર્યંચ ગતિ રૂપ દુર્ગતિને પ્રાપ્ત કરનારા. (૬) નરક-તિર્યંચગતિમાં જનારો સદાય પરાજિત થયેલો હોય છે. તે ગતિમાંથી દીર્ઘકાળ સુધી બહાર નીકળી શકતો નથી અર્થાત્ તેનું બહાર નીકળવું દુર્લભ છે. (૭) મનુષ્યનું આયુષ્ય અને તેના ભોગ સુખ દેવની તુલનામાં અતિ અલ્પ છે, પાણીનું ટીપું અને સમુદ્ર જેટલું અંતર છે. તેવું જાણ્યા છતાં પણ જે મનુષ્ય સંબંધી ભોગોથી નિવૃત્ત થતો નથી, તેમનું આત્મપ્રયોજન નષ્ટ થઈ જાય છે. તે મોક્ષમાર્ગને પ્રાપ્ત કરીને પણ પથભ્રષ્ટ થઈ જાય છે. ૧૫ (૮) ભોગોથી નિવૃત્ત થનારા પ્રાણી ઉત્તમ દેવગતિને અને પછી મનુષ્ય જીવનને પ્રાપ્ત કરી અનુત્તર સુખોને પ્રાપ્ત કરે છે. (૯) બાલ જીવ ધર્મને છોડી, અધર્મને સ્વીકારી દુર્ગતિ પ્રાપ્ત કરે છે અને ધીર, વીર પુરુષ અધર્મને છોડી ધર્મને સ્વીકારી સદ્ગતિને પ્રાપ્ત કરે છે. આઠમું અધ્યયન ઃ દુર્ગતિથી મુક્તિ (૧) સંપૂર્ણ સ્નેહનો ત્યાગ કરનારા સાધક બધા દોષો અને દુઃખોથી મુક્ત થઈ જાય છે, પછી તે સ્નેહ ઇન્દ્રિયના વિષયનો હોય કે ધન-પરિવારનો હોય અથવા તો યશ-કીર્તિ કે શરીરનો હોય, પણ તે સ્નેહ ત્યાજ્ય છે. (૨) શ્લેષ્મમાં માખી જે રીતે ફસાઈ જાય છે, તે રીતે ભોગાસક્ત પ્રાણી સંસારમાં ફસાઈ જાય છે (૩) કેટલાક સાધક પોતાની જાતને શ્રમણ માને છે પરંતુ પ્રાણીવધને જાણતા નથી, તે દુર્ગતિ પ્રાપ્ત કરે છે. કારણ કે પ્રાણીવધની અનુમોદના કરનારા પણ કદાપિ મુક્ત થઈ શકતા નથી, તો સ્વયં અજ્ઞાનવશ વધ કરનારા માટે મુક્તિનો પ્રશ્ન જ રહેતો નથી. (૪) તેથી સંપૂર્ણ જગતના ચરાચર પ્રાણિઓને મન,વચન,કાયાથી હણવા નહિ, હણાવવા નહિ અને હણનારની અનુમોદના પણ કરવી નહિ. (૫) સંપૂર્ણ અહિંસા-પાલન હેતુથી ભિક્ષુ એષણા સમિતિયુક્ત આહાર ગ્રહણ કરે અર્થાત્ કોઈપણ પ્રકારે પ્રાણીવધ થાય તેવી ભિક્ષા ગ્રહણ ન કરે. (૬) નિર્દોષ ભિક્ષામાં પણ આસક્ત ન બને પરંતુ જીવન નિર્વાહને માટે નીરસ, શીતલ, સારહીન, રૂક્ષ પદાર્થોનું સેવન કરે. (૭) મુનિ લક્ષણ, સ્વપ્ન આદિ ફળ બતાવનારા પાપ શાસ્ત્રોનો પ્રયોગ ન કરે. (૮) સંસારમાં જેમ-જેમ લાભ મળતો જાય છે તેમ-તેમ લોભ વધતો જાય છે. જેમ Page #16 -------------------------------------------------------------------------- ________________ છે. ૧૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત કે બે માસા સુવર્ણની પ્રાપ્તિની ઇચ્છાવાળા કપિલની લાલસા રાજ્ય મેળવવા સુધી પહોંચી ગઈ હતી. તેથી ઇચ્છાઓનું નિયંત્રણ કરવું જોઈએ. (૯) ઉંદરને હંમેશાં બિલાડીનો ભય રહે છે, તેવી રીતે પ્રસ્થ સાધકને હંમેશાં સ્ત્રીનો ભય રહે છે, તેથી ભિક્ષુઓએ સ્ત્રીસંપર્ક અને તેનો અતિ પરિચય વર્જવો જોઈએ. નવમું અધ્યયન : નમિ રાજર્ષિ મહાસતી મદનરેખાના પુત્ર નમિકુમાર જ્યારે સંયમ અંગીકાર કરવા ઉત્સુક બન્યા ત્યારે તેના વૈરાગ્યની પરીક્ષા બ્રાહ્મણ રૂપધારી સ્વયં શકેન્દ્રએ કરી હતી. નમિ રાજર્ષિએ ઈન્દ્રને યથાર્થ ઉત્તર આપી સંતુષ્ટ કર્યા. (૧) સુવિસ્તૃત વૃક્ષ પડી જવાથી પક્ષીઓ આક્રંદ કરે છે, તેવી રીતે નગરીના લોકો પોતાના સ્વાર્થને રડે છે. (ર) જ્યાં મારું કંઈ જ નથી, તે નગરી કે ભવનોના બળવાથી મને કંઈ નુકશાન થતું નથી. પુત્ર, પત્ની અને પૈસાના ત્યાગીને માટે કશું જ પ્રિય હોતું નથી તેમજ અપ્રિય પણ હોતું નથી. સંપૂર્ણ બંધનમુક્ત તપસ્વી ભિક્ષુને વિપુલ સુખ મળે છે. (૩) શ્રદ્ધા, તપ, સંયમ, સમિતિ, ક્ષમાદિ ધર્મ, ગુપ્તિ, વૈર્ય આદિ આત્મ સુરક્ષાના સાચા સાધનો છે. (૪) સંસાર ભ્રમણના માર્ગમાં કયાંય પણ પોતાનું ઘર બનાવવાની આવશ્યકતા નથી. શાશ્વત મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંજ શાશ્વત નિવાસસ્થાન બનાવવું શ્રેયસ્કર છે. (૫) રાજનીતિ દૂષિત છે. તેમાં ન્યાયમાર્ગને જાણવા છતાં પણ અન્યાય થવાની સંભાવના રહે છે. જ્યાં સાચા દંડાઈ જાય અને જુઠા આબાદ રહી જાય. () અન્ય રાજાઓનું દમન કરી તેને નમાવવામાં કોઈ લાભ નથી. લાખો સુભટોને જીતવા કરતાં સ્વયંનું આત્મદમન શ્રેષ્ઠ છે. તેથી અનાદિના દુર્ગુણોની સાથે સંગ્રામ કરવો જોઈએ. બાહ્ય યુદ્ધથી કોઈ લાભ નથી, આત્મવિજયથી જ સુખ થાય છે. (૭) પ્રતિમાસ દસ લાખ ગાયોનું દાન કરવા કરતાં એક દિવસની સંયમ સાધના શ્રેષ્ઠતમ છે. (૮) કેવલ ઘોર જીવન અને કઠિનાઈઓ યુક્ત જીવનથી મોક્ષ પ્રાપ્ત થતો નથી પરંતુ સમ્યગૂ જ્ઞાન અને વિવેકયુક્ત સંયમનું આચરણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. મા ખમણને પારણે કુશાગ્ર જેટલો આહાર કરે તો પણ તે અજ્ઞાની, શુદ્ધ સંયમીની તુલનામાં અમાવાસ્યા સમાન પણ નથી. (૯) ઇચ્છાઓ આકાશની જેમ અનંત છે. સોના-ચાંદીના પહાડ થઈ જાય તો પણ Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ ૧૭ સંતોષ અને ત્યાગ વિના તેની પૂર્ણતા થતી નથી. તેથી આ ઇચ્છાપૂર્તિના લક્ષને છોડી તપ-સંયમનું આચરણ કરવું શ્રેયસ્કર છે. (૧૦) સંયમી સાધક ભવિષ્યના કામભોગો મેળવવાની આશા અપેક્ષાએ વર્તમાન ભોગોનો ત્યાગ કરતા નથી પરંતુ ભોગોને શલ્ય સમજી સંસાર પ્રપંચથી મુક્ત થવા માટે એનો ત્યાગ કરે છે. તે એમ માને છે કે આ ભોગોની ચાહના માત્ર જ દુર્ગતિ અપાવનારી છે. કામભોગ આશીવિષ સમાન છે, તેની પ્રાપ્તિનું લક્ષ ભિક્ષુને હોતુ નથી, તેથી સંકલ્પ વિકલ્પથી દુઃખી થવાની તેઓને કોઈ સંભાવના નથી. અલ્પ સાંસારિક સુખોનો ત્યાગ કરી અધિક સંસારી સુખની ચાહના કરનારાઓને પશ્ચાત્તાપ કરવો પડે છે. કેન્દ્રના અંતિમ પ્રશ્નનો આ ઉત્તર છે. ક્રોધ, માન, માયા અને લોભ બધા દુર્ગતિના દલાલ છે. તે આ લોક અને પરલોક બંને ને બગાડનારા છે. પરીક્ષામાં નમિ રાજર્ષિને ઉત્તીર્ણ થયેલા જાણીને શક્રેન્દ્ર વાસ્તવિક રૂપમાં પ્રગટ થઈ, વંદન, સ્તુતિ કરીને ચાલ્યા ગયા. નમિ રાજર્ષિ સંયમ ધારણ કરી દઢતાથી આરાધના કરે છે. વિચક્ષણ પંડિત પુરુષોએ પણ આવાજ વૈરાગ્ય અને સાધનાથી મુક્તિમાર્ગમાં પુરુષાર્થરત થવું જોઈએ. 'દશમું અધ્યયન : વૈરાગ્યોપદેશ આ અધ્યયનમાં “હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.” આ વાક્યનું અનેક ગાથાઓના અંતિમ ચરણમાં ઉચ્ચારણ કરવામાં આવ્યું છે (૧) મનુષ્ય જીવન વૃક્ષના પરિપક્વ(પીળા પડી ગયેલા) પાંદડાની સમાન અસ્થિર છે. તૃણના અગ્ર ભાગે રહેલ ઝાકળના બિંદુ સમાન ચંચળ છે. (૨) જીવન ક્ષણભંગુર હોવા છતાં અનેક સંકટોથી ભરપૂર છે, તેથી અવસર જોઈ ધર્મપુરુષાર્થ કરવામાં ક્ષણભરનો પણ પ્રમાદ ન કરવો જોઈએ. (૩) પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, નરક, દેવ આ અગિયાર સ્થાનોને પાર કર્યા પછી ચિરકાળે પુણ્યયોગે મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. તેમાં પણ કેટલાકને આર્યક્ષેત્ર, ઉત્તમકુલ, પરિપૂર્ણ અંગોપાંગ, સદ્ધર્મનું શ્રવણ અને શ્રદ્ધાપ્રતીતિનું મળવું ઉત્તરોત્તર દુર્લભ છે. (૪) તેનાથી વિપરીત અનાર્યક્ષેત્ર, ચોર,ડાકુકસાઈ કુળ તથા અંધપણું, બહેરાપણું, લંગડાપણું, લૂલાપણું અને કુષ્ટરોગ યુક્ત શરીર પ્રાપ્ત થાય છે. કુતીર્થ(મિથ્યાત્વ) ની સંગતિ અને વિપરીત માન્યતાવાળી બુદ્ધિ એટલે મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. (૫) હે દેવાનુપ્રિય! પાંચ ઇન્દ્રિય અને શરીરનું બળ ઘટતું જાય છે તેથી સુંદર અવસરયુક્ત માનવભવ પ્રાપ્ત કર્યા પછી ધર્મ પુરુષાર્થ કરવામાં ક્ષણભર પણ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત વિલંબ ન કરવો જોઈએ. (૬) અનેક રોગો શરીરને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખે છે તેથી આ સંસારમાં કમળવત્ જળમાં નિર્લેપ રહી, સંપૂર્ણ ધન પરિવારના મમત્વના બંધનનો ત્યાગ કરી, સંયમ સ્વીકાર કરવો જોઈએ. (૭) હે ગૌતમ ! સંપૂર્ણ સંસાર પ્રવાહને પાર કરી, સંયમ પ્રાપ્ત કરી, હવે અટકો નહિ, પરંતુ શીઘ્ર શુદ્ધ ભાવોની શ્રેણિની વૃદ્ધિ કરી, કર્મક્ષય માટે પ્રયત્નશીલ રહો. આ પ્રકારે મનુષ્ય ભવની દુર્લભતા, ક્ષણભંગુરતા અને જીવનને દુ:ખમય સમજી પ્રત્યેક પ્રાણી મોક્ષ પ્રદાયક અપ્રમત્ત ભાવ યુક્ત સંયમમાં ઉપસ્થિત થાય. અગિયારમું અધ્યયન ઃ બહુશ્રુત મહાત્મ્ય (૧) વિદ્યાહીન, અભિમાની, સરસ આહારનો લોલુપી, અજિતેન્દ્રિય અને અસંબદ્ધ પ્રલાપી તથા અતિભાષી; એ અવિનીત હોય છે. (૨) ક્રોધી, માની, પ્રમાદી, (અનેક અન્ય કાર્યોમાં કે ઈચ્છાપૂર્તિમાં વ્યસ્ત) રોગી અને આળસુ; એ ગુરુ પાસેથી શિક્ષા(જ્ઞાન) લાભ પ્રાપ્ત કરી શકતા નથી. (૩) હાસ્ય ન કરનાર, ઇન્દ્રિય અને મન ઉપર કાબૂ રાખનાર, માર્મિક વચન ન બોલનાર, સદાચારી, દુરાચરણનો ત્યાગી, રસલોલુપતા રહિત, ક્રોધ રહિત અને સત્યપરાયણ; આ ગુણવાળા શિક્ષા (અધ્યયન) પ્રાપ્તિને યોગ્ય છે. (૪) જે વારંવાર ક્રોધ કરે છે, ક્રોધને ચિરકાળ સુધી ટકાવી રાખે છે, મિત્રોને ઠુકરાવે છે, શ્રુતનું ઘમંડ કરે છે, અતિઅલ્પ ભૂલ થતાં તેનો તિરસ્કાર કરે છે, મિત્રની પીઠ પાછળ નિંદા કરે છે, જે દ્રોહી છે, અસંવિભાગી અને અપ્રીતિકર સ્વભાવવાળો છે તે અવિનીત કહેવાય છે. તે મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી. (૫) ઉક્ત અવગુણોને દૂર કરી ગુણોને ધારણ કરનાર અને નમ્રવૃતિ, અચપલ, અમાયાવી, અકુતૂહલી, ક્લેશ કાગ્રહથી દૂર રહેનાર, કુલીન, લજ્જાવાન, બુદ્ધિમાન મુનિ સુવિનીત કહેવાય છે. (૬) ગુરુકુળવાસમાં રહીને શિષ્યે ઉક્ત ગુણયુક્ત બનવું જોઈએ. પ્રિયંકર અને પ્રિયવક્તા શિષ્ય, શ્રુતનું વિશાળ અધ્યયન કરી બહુશ્રુત બને છે. (૭) બહુશ્રુત જ્ઞાન સંપન્ન મુનિ સંઘમાં અતિશય શોભાયમાન હોય છે. તેને માટે વિવિધ ઉપમાઓ આ અધ્યયનમાં કહેવામાં આવી છે. જે આ પ્રમાણે છે— ૧. બહુશ્રુત મુનિ શંખમાં રાખવામાં આવેલ દૂધ સમાન સંઘમાં શોભાયમાન હોય છે, ૨. ઉત્તમ જાતિના અશ્વ સમાન મુનિઓમાં શ્રેષ્ઠ હોય છે, ૩. પરાક્રમી યોદ્ધા સમાન અજેય હોય છે, ૪.હાથણીઓથી ઘેરાયેલા હાથી સમાન અપરાજિત હોય છે, પ. તીક્ષ્ણ શિંગડા અને પુષ્ટ સ્કંધવાળા બળદ પોતાના યુથમાં સુશોભિત હોય Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર : ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ છે તેમ તે સાધુ સમુદાયમાં પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને જ્ઞાનથી પુષ્ટ થઈ સુશોભિત હોય છે, ૬. આ રીતે તે મુનિ પશુઓમાં નિર્ભય સિંહ સમાન હોય છે, ૭. અબાધિત બળમાં વાસુદેવ સમાન હોય છે, ૮. ઐશ્વર્યમાં ચક્રવર્તી સમાન હોય છે, ૯. દેવતાઓમાં શક્રેન્દ્ર સમાન હોય છે, ૧૦. અજ્ઞાન અંધકાર નાશ કરવામાં સૂર્ય સમાન હોય છે, ૧૧. તારાઓમાં પ્રધાન પરિપૂર્ણ ચંદ્ર સમાન હોય છે, ૧૨. પરિપૂર્ણ કોઠારો-ભંડારોની સમાન જ્ઞાન-ધનથી સમૃદ્ધ હોય છે, ૧૩. શ્રેષ્ઠ જંબૂ સુદર્શન વૃક્ષ સમાન હોય છે, ૧૪. નદીઓમાં સીતા નદી સમાન વિશાળ હોય છે, ૧૫. પર્વતમાં મેરુ પર્વતની સમાન ઉચ્ચ હોય છે, ૧૬. સમુદ્રમાં સ્વયંભૂરમણ સમુદ્ર સમાન વિશાળ અને ગંભીર હોય છે. આવા શ્રેષ્ઠ અને ઉત્તમગુણવાળા બહુશ્રુત ભગવંત શ્રુત પ્રદાનકર્તા અને સમાધાનકર્તા હોય છે તથા ચર્ચાવાર્તામાં અજેય હોય છે તેથી મોક્ષના ઇચ્છુક સંયમ પથિક પ્રત્યેક સાધકે શ્રુત સંપન્ન બનવું જોઈએ અને તે શ્રુતથી સ્વ-પરનું કલ્યાણ કરવું જોઈએ. ૧૯ બારમું અધ્યયન : હરિકેશી મુનિ (૧) શુદ્ર જાતિમાં જન્મ પ્રાપ્ત કર્યા પછી પણ કોઈક જીવ જ્ઞાન અને તપ-સંયમ ઉપાર્જન કરી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. (૨) ચાંડાલ કુલોત્પન્ન ‘હિરકેશ બલ’ નામના અણગારના સંયમ તપોબળથી પ્રભાવિત થઈ યજ્ઞ કરનાર પુરોહિત, અધ્યાપક અને બાળક સત્ય ધર્મ, ભાવયજ્ઞ અને ભાવસ્નાનનું સ્વરૂપ સમજ્યા. (૩) યક્ષ પણ મુનિથી પ્રભાવિત થઈ સમયે-સમયે તેમની સેવામાં ઉપસ્થિત થતો હતો. તેના નિમિત્તે ભદ્રા રાજકુમારી અને બ્રાહ્મણો મુનિથી પ્રભાવિત થયા. યજ્ઞ શાળામાં જાતિવાદને આગળ કરી મુનિને ભિક્ષા આપવાનો ઇન્કાર કર્યો, તદુપરાંત મુનિ સાથે અભદ્ર વ્યવહાર પણ કરવામાં આવ્યો. ભદ્રાએ બાળકોને ઉપાલંભ આપતાં કહ્યું કે તમે આ મુનિની અવહેલના કરો છો તે પર્વતને નખથી ખોદવા સમાન, લોખંડને દાંતથી ચાવવા સમાન અને અગ્નિને પગથી કચડવા સમાન મૂર્ખતા કરી રહ્યા છો. ભિક્ષાકાળમાં ભિક્ષુનું અપમાન કરવું, પતંગિયાઓના અગ્નિમાં પડવા અને ભસ્મ થવા બરાબર છે. ત્યારબાદ યક્ષનો વિકરાળ ઉપદ્રવ થવાથી પુરોહિત અને પુરોહિત પત્ની ભદ્રાએ મુનિનો અનુનય વિનય કરી યક્ષને શાંત કર્યો. ઉપદ્રવ દૂર થયા બાદ તેઓએ મુનિને આદરપૂર્વક આહાર આપ્યો. (૪) હરિકેશીમુનિને ભિક્ષા દેતાં યજ્ઞશાળામાં પંચદિવ્ય વૃષ્ટિ થઈ. જેથી લોકમાં Page #20 -------------------------------------------------------------------------- ________________ ર૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત : સ્પષ્ટ પ્રતીતિ થઈ કે જાતિની અપેક્ષા અધિક મહત્વ તપ,સંયમ અને શીલનું છે. ત્યાં દ્રવ્ય યજ્ઞકર્તાઓની અપેક્ષાએ મુનિનો ભાવયજ્ઞ વિશેષ પ્રભાવક રહ્યો. (૫) ત્યારબાદ મુનિએ ઉપદેશ આપ્યો. અગ્નિ અને પાણી દ્વારા બાહ્ય શુદ્ધિ થાય છે. નહિ કે આત્માની. તેઓની જિજ્ઞાસાનું સમાધાન કરતા મુનીએ સમજાવ્યું કે છકાયના જીવોની કિંચિત્ પણ હિંસા ન કરવી, તેમજ કરવાની પ્રેરણા પણ ન આપવી, જૂઠ અને અદત્તનો ત્યાગ કરી, સ્ત્રી તથા પરિગ્રહથી અને ક્રોધાદિ કષાયથી નિવૃત્ત થવું તે જ સાચો મહાયજ્ઞ છે. () આ ભાવયજ્ઞમાં આત્મા જ્યોતિ સ્થાને છે, તપ અગ્નિ છે, મન,વચન અને કાયા ઘી નાખવાનો ચાટવો છે, શરીર કડાઈ છે અને કર્મ કાષ્ઠ છે. સંયમ યોગ, સ્વાધ્યાય,ધ્યાન આદિ શાંતિ પાઠ છે. આ ઋષિઓનો પ્રશસ્ત યજ્ઞ છે. અકલુષિત અને પ્રશસ્ત વેશ્યાવાળો સંયમ જ ધર્મજલનો હોજ છે, બ્રહ્મચર્ય શાંતિ તીર્થ છે; પ્રશસ્ત અધ્યવસાયનિર્મળ જળ છે, જેમાં સ્નાન કરી મુનિ શીતલતાકર્મમલ રહિત અવસ્થા રૂપ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. એ જ ઋષિઓનું પ્રશસ્ત મહાસ્નાન છે. તેરમું અધ્યયન ચિત્ત સંભૂતિ (૧) નિદાનના બળે સંભૂતિ મુનિએ ચક્રવર્તી પદની પ્રાપ્તિ કરી પરંતુ હવે તે ધર્મનું આચરણ કરી શકતા નથી. (૨) પૂર્વભવોના સાથી બંધુ ચિત્તમુનિના પરિચયથી તેણે જાતિ સ્મરણ જ્ઞાન અને બોધને પ્રાપ્ત કર્યો ત્યારે પોતાને હાથીની જેમ કીચડમાં ફસાયેલો જાણ્યા છતાં નિયાણાને કારણે કામ-ભોગનો ત્યાગ કરી શકયા નહી અને શ્રાવક વ્રતોને પણ ધારણ કરી શકયા નહીં જેથી મૃત્યુ પામી નરકમાં ગયા. (૩) કર્મોના શુભાશુભ ફળ પ્રત્યેક આત્માની સાથે જ રહે છે. કર્મ ઉદયમાં આવ્યા વિના છૂટી શકતા નથી. (૪) બ્રહ્મદત્તે પોતાની ભાવનાનુસાર ચિત્તમુનિનું સ્વાગત કરતાં ભોગોને ભોગવવાનું આમંત્રણ આપ્યું, ત્યારે ચિત્તમુનિએ ગીતોને વિલાપ તુલ્ય, નૃત્યોને વિટંબના સમાન, આભૂષણોને ભારરૂપ અને કામભોગોને દુઃખકારી કહી; વિરકત મુનિ જીવનને અનુપમ સુખમય બતાવ્યું. (૫) મૃગના સમૂહમાંથી કોઈ એક મૃગને સિંહ ઉપાડી જાય અને ફાડી નાંખે તો અન્ય કોઈપણ મૃગ તેનું રક્ષણ કરી શકતા નથી. તે પ્રકારે મૃત્યુ આવતાં કોઈપણ સંસારી કુટુંબીજનો સહાયભૂત થતા નથી તેમજ દુર્ગતિમાં પ્રાપ્ત થતા દુઃખોમાં પણ ભાગ પડાવી શકતા નથી. Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર ઃ ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ મૃત્યુ પામતા માનવીના શબના અગ્નિ સંસ્કાર કર્યા બાદ લોકો તેના ધનસંપત્તિના સ્વામી બની જાય છે. ઉક્ત માર્મિક, હૃદયસ્પર્શી ઉપદેશ સાંભળ્યા છતાં બ્રહ્મદત્ત રાજા આંશિક પણ ધર્મનું આચરણ કરી શકયા નહીં અને સંપૂર્ણ વિરક્ત ચિત્તમુનિએ પણ તેના ભોગના આમંત્રણનો સ્વીકાર કર્યો નહીં. ૨૧ ચિત્તમુનિએ સંયમ-તપનું આરાધન કરી મુક્તિ પ્રાપ્ત કરી અને બ્રહ્મદત્ત ચક્રવર્તી ભોગોમાં આસક્ત બની નરકમાં ગયા. ચૌદમું અધ્યયન : ભૃગુ પુરોહિત પ્રાસંગિક :– છ જીવ સંયમ પાલન કરી દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી ક્રમશઃ રાજા, રાણી, પુરોહિત, પુરોહિત પત્ની બન્યા. બાકીના બે દેવ કાલાંતરે પુરોહિતના પુત્ર રૂપે અવતર્યા. આ અધ્યયનમાં સંયમ સ્વીકાર કરવાની ભાવનાવાળા પુત્રોનો માતા-પિતા સાથેનો તાત્ત્વિક સંવાદ છે. ત્યાર પછી વૈરાગ્ય વાસિત પુરોહિતનો પત્ની સાથે સંવાદ છે અને અંતમાં રાણી રાજાને ઉદ્બોધિત કર્યા. ક્રમશઃ છયે આત્મા વૈરાગ્યવાસિત બની સંયમ સ્વીકાર કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. આ રીતે તે જ ભવે મુક્તિ ગામી બન્યા. (૧) સંયમ લેતાં પૂર્વે માતા-પિતાની અનુમતિ મેળવવી આવશ્યક છે. તે જ પ્રકારે પતિ-પત્નીએ પણ પરસ્પર સ્વીકૃતિ લેવી આવશ્યક છે. (૨) વેદોનું અધ્યયન ત્રાણભૂત થતું નથી. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી નરકગમનમાંથી મુક્તિ મળી શકતી નથી અને કુપાત્ર સંતાન સદ્ગતિ આપી શકતા નથી. (૩) કામ ભોગો ક્ષણ માત્રનું સુખ અને બહુકાળનું દુઃખ આપનારા છે. તે દુઃખરૂપ અનર્થોની ખાણ છે. મુક્તિમાં જતાં જીવોને અવરોધરૂપ છે. (૪) કામભોગોમાં અતૃપ્ત માનવ રાત-દિન ધન પ્રાપ્તિની શોધમાં વ્યસ્ત રહે છે; અંતે કાળના પંજામાં ફસાઈ જાય છે. તેથી ક્ષણમાત્રનો પણ પ્રમાદ ન કરવો જોઈએ. (૫) આ લોક કે પરલોકના ઐહિક સુખો મેળવવાના લક્ષે ધર્મ કરવો નહી પરંતુ સંપૂર્ણ કર્મક્ષય કરવા અને ભવ પરંપરાનું છેદન કરવા માટે ધર્મ કરવામાં આવે છે. આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ કરવાના હેતુએ તપ-સંયમનો સ્વીકાર કરવામાં આવે છે. (૬) અરણીના લાકડામાં અગ્નિ, તલમાં તેલ અને દૂધમાં ઘી ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે પરંતુ આત્માનું આ સ્વરૂપ નથી, તે તો અરૂપી હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી અને અમૂર્ત હોવાથી નિત્ય શાશ્વત છે. આત્મ પરિણામોથી જ નવા કર્મબંધ થાય છે અને કર્મબંધ જ સંસારનો હેતુ છે. તેથી કર્મક્ષય કરવા સંયમ–તપનો Page #22 -------------------------------------------------------------------------- ________________ ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત : સ્વીકાર કરવો પરમાવશ્યક છે. (૭) આ સંપૂર્ણ સંસાર મૃત્યુથી પીડિત અને જરાથી ઘેરાયેલ છે. વ્યતીત થયેલા દિવસ-રાત ફરીને આવતા નથી. તેથી વર્તમાનમાં જ ધર્મ કરી લેવો. (૮) જેણે મૃત્યુની સાથે મિત્રતા બાંધી નથી, મૃત્યુથી પલાયન થવાની શક્તિ કેળવી નથી, મૃત્યુનું નિશ્ચય જ્ઞાન મેળવ્યું નથી; તેણે ધર્મને કયારે ય ભવિષ્યના ભરોસે છોડવો નહીં. (૯) જે રીતે સર્પ કાંચળીનો ત્યાગ કરી નિરાસક્ત ભાવે ચાલ્યો જાય છે તે રીતે વિરક્તમુનિ સંસારના સમસ્ત સંયોગો અને ભોગોને છોડી દે છે. (૧૦) રોહિત મત્સ્ય જાળ કાપીને બહાર નિકળી જાય છે, તેમ ધીર પુરુષ મોહજાળને કાપી મુક્તવિહારી શ્રમણ બની જાય છે. (૧૧) એકબીજાના નિમિત્તે પણ સંયમ પ્રાપ્તિ થઈ શકે છે. તેથી નિમિત્ત મળતાં સંયમથી વંચિત ન રહેવું. (૧૨) ધન અને કામભોગોને છોડી જીવે અવશ્ય એકલા જ જવું પડે છે. (૧૩) ભૌતિક સુખો પક્ષીના મુખમાં રહેલા માંસના ટુકડા સમાન દુ:ખદાયી છે. માંસના ટુકડાનો ત્યાગ કરવાથી પક્ષી કલહ રહિત થઈ શકે છે. તે પ્રકારે પરિગ્રહ મુક્ત મુનિ પણ પરમ સુખી બને છે. પંદરમું અધ્યયન : ભિક્ષુ ગુણ આ અધ્યયનમાં ભિક્ષુના અનેક વિશિષ્ટ તેમજ સામાન્ય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. (૧) ભિક્ષુ સરલાત્મા, જ્ઞાનાદિ સહિત, સંકલ્પ-વિકલ્પોનું છેદન કરનાર, પરિચય અને ઇચ્છાઓને ન વધારનાર, અજ્ઞાત ભિક્ષાજીવી, રાત્રિ આહાર-વિહારથી મુક્ત, આગમના જાણકાર, આત્મરક્ષક અને મૂર્છા રહિત હોય છે. (૨) આક્રોશ અને વધને સમ્યક્ પ્રકારે સહન કરનારા અને હર્ષ શોક ન કરનારા ભિક્ષુ હોય છે. (૩) શયન-આસન, શીત-ઉષ્ણ, ડાંસ-મચ્છરથી વ્યગ્ર ન થનારા, વંદન-પ્રશંસાની અપેક્ષા ન રાખનારા, આત્માર્થી, તપસ્વી, મોહોત્પાદક સ્ત્રી પુરુષોની સંગતિ ન કરનારા, કુતૂહલ રહિત ભિક્ષુ હોય છે. (૪) પાપ શાસ્ત્રો અર્થાત્ જ્યોતિષ, મંત્ર-તંત્ર, ઔષધ-ભેષજ નો પ્રયોગ ન બતાવનારા, રોગ આવવા છતાં કોઈ વૈદ્યાદિનું શરણ ન લેનારા, ચિકિત્સાનો પરિત્યાગ કરનારા ભિક્ષુ કહેવાય છે. (૫) રાજાદિ ક્ષત્રિયો તથા શિલ્પીઓ કે અન્ય ગૃહસ્થો સાથે ઐહિક પ્રયોજને Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર ઃ ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ સંપર્ક-પરિચય ન કરે તો ભિક્ષુ છે. (૬) આહારાદિ ન દેવા પર અપ્રસન્ન ન થાય, દેનારા ઉપર પ્રસન્ન થઈ આશીર્વચન ન કહે, નિરસ એટલે સામાન્ય આહાર મળતાં નિંદા ન કરે, સામાન્ય ઘરોમાં ભિક્ષાર્થે જાય, તે ભિક્ષુ કહેવાય છે. ૨૩ (૭) ભયાનક શબ્દોથી અને ભયસ્થાનોથી ભયભીત ન બને તે ભિક્ષુ છે. (૮) જીવોના દુઃખોને જાણી તેને આત્મવત્ સમજનારા, આગમ જ્ઞાનમાં કોવિદ, પરીષહ વિજેતા, ઉપશાંત, મંદ કષાયી, કોઈને અપમાનિત કે ખેદિત ન કરનારા, અલ્પભોજી, ઘરને છોડી એકત્વભાવમાં લીન રહી વિચરણ કરે તો તે ભિક્ષુ છે. સોળમું અધ્યયન : બ્રહ્મચર્ય સમાધિ બ્રહ્મચર્ય વ્રતની સુરક્ષા માટે અને આત્મસમાધિ ભાવોને કેળવવા માટે નીચે બતાવેલ સાવધાનીઓ રાખવી જરૂરી છે. (૧) સ્ત્રી આદિ સાથે એક મકાનમાં ન રહેવું. (૨) રાગવૃદ્ધિ કરવાવાળી સ્ત્રી-સંબંધી વાર્તા ન કરવી તેમજ ન સાંભળવી. (૩) સ્ત્રીઓ સાથે વારંવાર વાર્તા તેમજ અધિક સંપર્ક ન કરવો. (૪) સ્ત્રીઓના અંગોપાંગ એકીટશે ન જોવા. (૫) સ્ત્રીના રુદન, હાસ્ય, ગીત, ક્રંદન આદિ શબ્દ શ્રવણમાં આસક્ત ન થવું. (૬) પૂર્વાશ્રમનું સ્ત્રી સંબંધી વિષયોનું સ્મરણ, ચિંતન, મનન ન કરવું. (૭) શીઘ્ર વાસનાની વૃદ્ધિ કરાવનારા ઉત્તેજક, પૌષ્ટિક ખાદ્યપદાર્થ, રસાયણઔષધિઓનું સેવન ન કરવું. દૂધ, ઘી આદિ વિગયોનો અમર્યાદિત તથા નિરંતર ઉપયોગ ન કરવો. (૮) ઠાંસી ઠાંસીને ન ખાવું. (૯) શરીરની વસ્ત્રાદિથી શૃંગાર શોભા ન કરવી, વિભૂષાવૃત્તિનો ત્યાગ કરવો. (૧૦) શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ પાંચે મનોજ્ઞ વિષયોની આસક્તિનો ત્યાગ કરવો. પાંચે ઇન્દ્રિયનો નિગ્રહ કરવો. આ પ્રમાણે બ્રહ્મચર્ય-સંયમના બાધક સ્થાનોનો ત્યાગ કરવો. પૂર્ણ સમાધિ ભાવયુક્ત દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરનારા મુનિને દેવ દાનવ પણ નમસ્કાર કરે છે. બ્રહ્મચર્યના પાલનથી જીવ સંયમની આરાધના કરી મુક્ત બની જાય છે. સત્તરમું અધ્યયન : પાપી શ્રમણ પરિચય જે સંયમ સ્વીકાર ર્યા બાદ સાધનાથી વ્યુત થઈ વિપરીત આચરણ કરે છે, તેને આ અઘ્યયનમાં ‘પાપી શ્રમણ’ ની સંજ્ઞાથી સૂચિત કરવામાં આવ્યા છે. (૧) જે શ્રુત અધ્યયનમાં તલ્લીન રહેતા નથી. (૨) નિદ્રાશીલ હોય એટલે ખાઈ, પીને દિવસે પણ સૂઈ રહે. Page #24 -------------------------------------------------------------------------- ________________ જ ર૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૩) આચાર્ય-ઉપાધ્યાય કોઈ સૂચના પ્રેરણા કરે ત્યારે ક્રોધ કરે, તેમનો સમ્યક વિનય, સેવા-ભક્તિ ન કરે, ઘમંડી બને. (૪) જીવ રક્ષા અને યતનાનું લક્ષ ન રાખનારા. (૫) ભૂમિનું પ્રતિલેખન કર્યા વિના જ્યાં-ત્યાં બેસનારા. જોયા વિના ગમનાગમન કરનારા. () શીધ્ર અને ચપલગતિએ ચાલનારા. (૭) પ્રતિલેખનની વિધિનું પાલન ન કરનારા. (૮) માયાવી, લાલચી, ઘમંડી, વાચાળ, મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ ન કરનારા, અસંવિભાગી અને અપ્રિય સ્વભાવવાળા. (૯) વિવાદ, કલહ અને કદાગ્રહશીલ સ્વભાવવાળા. (૧૦) જ્યાં ત્યાં ફરતા રહેનાર, અસ્થિર આસનવાળા. (૧૧) શયનવિધિનું પાલન ન કરનારા અર્થાત્ ઉતાવળે સૂઈ જનારા. (૧૨) વિગયોનું વારંવાર સેવન કરવા છતાં તપશ્ચર્યા ન કરનારા. (૧૩) સવારથી સાંજ સુધી ખાનારા. (૧૪) અસ્થિર ચિત્ત થઈ ગણ–ગચ્છનું વારંવાર પરિવર્તન કરનારા. (૧૫) નિમિત બતાવનારા યંત્ર, મંત્ર, તંત્ર તથા વિદ્યા આદિનો પ્રયોગ કરી ગુહસ્થોને બતાવનારા. (૧) સામુદાનિક(અનેક ઘરોની)ભિક્ષા ન કરનારા,નિત્ય એક જ ઘરથી આમંત્રણ સ્વીકારી આહાર-પાણી લેનારા, ગૃહસ્થના આસન શયનનો ઉપયોગ કરનારા. ઉક્ત આચરણ કરનારા ‘પાપી શ્રમણ' કહેવાય છે. તેઓ આ લોકમાંનિન્દા પાત્ર થતાં શિથિલાચારી કહેવાય છે અને આ લોક તથા પરલોકને બગાડે છે. તેનાથી વિપરીત એટલે શુદ્ધ સંયમ પાલન કરનારા અર્થાત્ ઉક્તદોષોનો પરિત્યાગ કરનારા સુવતી મુનિ આ લોકમાં અમૃતની સમાન પૂજિત બને છે અને પરલોકના આરાધક બને છે. અઢારમું અધ્યયન : સંચતિ મુનિ પ્રાસંગિક – એકદા સંયતિ રાજા હરણનો શિકાર કરી રહ્યા હતા, હરણ ભયભીત થઈદોડી રહ્યું હતું. ઉદ્યાનમાં પ્રશાંત ચિત્ત મુનિને જોઈ હરણ તેના શરણમાં બેસી ગયું. સંયતિ રાજા તે હરણને શોધતાં-શોધતાં આવ્યા. મુનિ પાસે મૃગને બેઠેલ જોઈ રાજાને થયું–નક્કી આ ઋષિનો મૃગ હશે. હવે તે મને શ્રાપ આપશે તો? તેઓએ ભયભીત થઈ મુનિ પાસે ક્ષમાની પ્રાર્થના કરી. ત્યારબાદ મુનિનો ઉપદેશ સાંભળી તેઓએ સંયમ ગ્રહણ કર્યો. સંયમમાર્ગમાં વિચરણ કરતાં તેમનો ક્ષત્રિય રાજર્ષિ સાથે સમાગમ થયો. તે ક્ષત્રિય રાજર્ષિએ આત્મીયતા વ્યક્ત કરી અને Page #25 -------------------------------------------------------------------------- ________________ આ ઉપદેશ શાસ્ત્ર: ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ ર૫ તેમને ઉદાહરણો દ્વારા તપ-સંયમમાં સદા સ્થિર રહેવાની શિક્ષા-પ્રેરણા કરી. (૧) આ જીવને બીજા નિરપરાધી પ્રાણીઓને મારતી વખતે સહેજ પણ વિચાર નથી આવતો પરંતુ જયારે પોતાની ઉપર આંશિક આપત્તિની સંભાવના પણ હોય તોપણ ગભરાઈને દીનતાનો સ્વીકાર કરી લે છે. (૨) અનિત્ય એવા આ જીવનમાં સ્વયંનું મૃત્યુ પણ અવશ્ય થવાનું છે, કોઈ અમર નથી રહેવાનું, તેથી હિંસાદિમાં મગ્ન રહેવાથી કોઈ લાભ નથી. (૩) સર્વસ્વ છોડી એક દિવસ અવશ્ય જવું તો પડશે જ, આ જીવન વીજળી સમાન ચંચળ છે; છતાં પ્રાપ્ત થયેલ રાજ્યાદિમાં પ્રાણી આસક્ત થઈ પરલોકનો વિચાર કરતો નથી, તે અજ્ઞાન દશા છે. (૪) સગા-સંબંધીનો સાથ પણ જયાં સુધી માણસ જીવતો છે ત્યાં સુધી જ છે. મૃત્યુ બાદ કેવલ શુભાશુભ કર્મો જ સાથે આવે છે. પરિવારના સભ્યો પણ મૃત્યુ પછી ઘરમાં રાખતા નથી. (૫) સંસારમાં અનેક એકાંતવાદી ધર્મ છે. એકાંત હોવાથી તેનું કથન યુક્તિ સંગત હોતું નથી, તેથી સમ્યક તત્ત્વોની શ્રદ્ધા સાથે સમ્યફ ધર્મમાં સ્થિર રહેવું જોઈએ. ટૂંકમાં સાર એ છે કે—કોઈપણ સિદ્ધાન્તવાળા હોય પણ જો પાપકાર્યમાં અનુરક્ત રહે તો દુર્ગતિને પ્રાપ્ત કરે છે અને જે પાપનો ત્યાગ કરી અહિંસક, દયામય, આર્યધર્મનું આચરણ કરે છે, તે દિવ્યગતિને પ્રાપ્ત કરે છે. (૬) લોકમાં દેખાતા વિભિન્ન એકાન્તવાદી સિદ્ધાન્તમિથ્યા છે અને નિરર્થક છે; તેવું જાણી સ્યાદ્વાદમય સમ્યક નિષ્પાપ માર્ગનું અનુસરણ કરવું જોઈએ. (૭) દસ ચક્રવર્તી રાજાઓએ પણ સંપૂર્ણ રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરી સંયમ-તપની આરાધનાથી મુક્તિ મેળવી. બે ચક્રવર્તીએ(આઠમા અને બારમા) સાંસારિક સુખમાં આસક્ત બની સંયમ અંગીકાર ન ર્યો તો તેઓ આસક્તદશામાં જ મૃત્યુ પામી નરકમાં ગયા. (૮) દશાર્ણભદ્ર રાજા, નમિ રાજા, કરકંડુ, દુર્મુખ, નગતિ રાજા, ઉદાયન રાજા, શ્વેત રાજા, વિજય, મહાબલ ઈત્યાદિ મોટા મોટા રાજાઓએ સંયમ ધારણ કરી આત્મ કલ્યાણ ક્યું. આ પ્રમાણે જાણીને શૂરવીર મોક્ષાર્થી સાધકે મોક્ષ માર્ગમાં દઢતાપૂર્વક પરાક્રમ કરવું જોઈએ. ઓગણીસમું અધ્યયનઃ મૃગાપુત્ર | પ્રાસંગિક – સંત દર્શનથી મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમાં નરકાદિભવોને જોઈને ભોગોથી વિરક્ત થાય છે. દીક્ષાની અનુમતિ માંગતા, માતા-પિતા સાથે થયેલ રોચક સંવાદનું વર્ણન તથા નરકગતિના ભયાનક દુઃખોનું વર્ણન આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. સંયમની દુષ્કરતા બતાવતાં મહાવ્રતોનું અને અનેક Page #26 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આચારોનું સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે. છેલ્લે મૃગાપુત્ર આજ્ઞા પ્રાપ્ત કરી, સંયમ સ્વીકારી એકલા જ વિચરણ કરી, સંયમ-તપની ઉત્કૃષ્ટ આરાધના કરી, એક માસનું અનશન કરી ને, સર્વકર્મોનો ક્ષય કરી મુક્ત થયા. ર (૧) જાતિ સ્મરણ જ્ઞાન અધ્યવસાયોની શુદ્ધિ યુક્ત અનુપ્રેક્ષાથી અને જ્ઞાનાવરણીય તેમજ મોહનીયકર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનથી પૂર્વના નિરંતર સંશીઅવસ્થાના ૯૦૦ ભવોનું, તેમજ તે ભવોના આચરણનું અને સંયમ વિધિઓનું જ્ઞાન થઈ શકે છે. તેથી સ્વતઃ જીવને ધર્મબોધ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. (૨) કામભોગ કિંપાક ફળ સમાન ભોગવવામાં(સેવન કરતી સમયે)સુંદર અને મિષ્ટ લાગે છે પણ તેનું પરિણામ કટુ છે અર્થાત્ દુઃખદાયી છે. (૩) આ શરીર અનિત્ય, અશુચિમય, અશાશ્વત અને ક્લેશનું ભાજન છે. તેને પહેલાં કે પછી અવશ્ય છોડવું જ પડશે. પાણીના પરપોટાની સમાન આ જીવન ક્ષણભંગુર છે. (૪) સંસારમાં જન્મ, જરા, રોગ અને મરણ એ ચાર મહા દુઃખ છે. બાકી તો આખોય સંસાર દુ:ખમય છે. (૫) સંસારરૂપી અટવીમાં ધર્મરૂપી ભાતું લીધા વિના પ્રવાસ કરનારા જીવ રોગ આદિ દુ:ખોથી પીડિત થાય છે. (૬) સમસ્ત પ્રાણિઓ પ્રત્યે કે વેરવિરોધ રાખનારાઓ પ્રત્યે પણ સમતાભાવ ધારણ કરવા રૂપ અહિંસાનું પૂર્ણ પાલન કરવું દુષ્કર છે. (૭) સદા અપ્રમત્ત ભાવે, હિતકારી અને સત્ય ભાષા ઉપયોગપૂર્વક બોલવી દુષ્કર છે. (૮) પૂર્ણ રૂપે અદત્તને ત્યાગી નિર્વધ અને એષણીય આહારાદિ ગ્રહણ કરવા કઠિન છે. (૯) સમસ્ત કામભોગોનો ત્યાગ કરવો અને વિવિધ સંગ્રહ પરિગ્રહનો તેમજ તેના મમત્વનો પરિત્યાગ કરવો અતિ દુષ્કર છે. (૧૦) રાત્રિ ભોજનનો ત્યાગ કરવો અને ખાદ્ય પદાર્થ કે ઔષધ ભેષજનો સંગ્રહ ન કરવો સુદુષ્કર છે. (૧૧) બાવીસ પરીષહ સહેવા, લોચ કરવો તથા વિહાર કરવો અતિ કષ્ટમય છે. (૧૨) જીવનભર જાગૃતિ પૂર્વક આ બધા જ સંયમ ગુણોને ધારણ કરવા એટલે.... કે તે– ૧. લોખંડનો મોટો બોજ કાયમ ઉપાડી રાખવા સમાન છે. ૨. ગંગાનદીના પ્રતિસ્રોતમાં ચાલવા સમાન છે. ૩. ભુજાઓથી સમુદ્ર પાર કરવા સમાન છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ . ઉપદેશ શાસ્ત્રઃ ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ o ૪. રેતીના કવલ ચાવવા સમાન છે. ૫. તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવા સમાન છે. ૬. મીણના દાંતે લોખંડના ચણા ચાવવા સમાન છે. ૭. પ્રદીપ્ત અગ્નિશિખાને પીવા સમાન છે. ૮. કપડાની થેલીને હવાથી ભરવા સમાન છે. ૯. મેરુપર્વતને ત્રાજવાથી તોળવા સમાન છે. ' અર્થાત્ ઉપરના બધા જ કાર્યો દુષ્કર છે. તેની સમાન સંયમ પાળવો પણ અત્યંત દુષ્કર છે. (૧૩) અગ્નિની ઉષ્ણતા કરતાં પણ નરકની ગરમી અનંત ગુણી છે. અહીંની ઠંડીથી નરકની ઠંડી અનંતગુણી છે. જ્યાં નારકીને વારંવાર ભેજવામાં આવે છે; કરવતથી કાપવામાં કે ટુકડા કરવામાં આવે છે; મુર્ગારોથી માર મારવામાં આવે છે; તીણ કાંટાઓમાં ઢસેડવામાં આવે છે; ઘાણીમાં પીલવામાં આવે છે, છેદનભેદન કરવામાં આવે છે; બળપૂર્વક ઉષ્ણ જાજ્વલ્યમાન રથમાં જોતરવામાં આવે છે; તૃષા લાગતાં તીણ ધારવાળી વૈતરણી નદીમાં નાખવામાં આવે છે; ઉકાળેલ લોઢું, સીસું, તાંબુ પીવડાવવામાં આવે છે. (૧૪) “તમને માંસ પ્રિય હતું, એમ ક્લી અગ્નિ સમાન પોતાના જ માંસને લાલચોળ કરી પકાવી નારકીને ખવડાવવામાં આવે છે. ‘તમને વિવિધ મદિરા ભાવતી હતી,” એમ કહી ચરબી અને લોહી ગરમ કરી નારકીને પીવડાવે છે. નરકમાં કેટલીકવેદના પરમાધામી દેવકૃત હોય છે. વૈક્રિય શરીર અને દીર્ઘ આયુષ્ય હોવાથી નારકી જીવો મરતા નથી. રાઈ જેટલા ટુકડા કરવામાં આવે છતાં પારાની સમાન તેમનું શરીર પુનઃ સંયુક્ત થઈ જાય છે. આ પ્રકારે અહીં બતાવ્યું છે કે સંયમના કષ્ટથી અનંતાધિક નરકમાં દુઃખો છે.(જે પરવશતા અને અનિચ્છાએ જીવ સહન કરીને આવ્યો છે.] (૧૫) મુનિ જીવનમાં રોગનો ઉપચાર ન કરવો તે પણ એક સિદ્ધાંત છે. તેના માટે મૃગ-પશુનું દષ્ટાંત આપી સમજાવ્યું છે કે પશુને રોગ આવતાં આહારનો ત્યાગ કરી વિશ્રામ કરે છે અને સ્વસ્થ થયા પછી જ આહાર ગ્રહણ કરે છે. મુનિ પણ રોગ આવતાં મૃગની જેમ સંયમારાધના કરે. (૧૬) મુનિ લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવન-મરણ નિન્દા-પ્રશંસા, માન-અપમાનમાં સદા સમાન ભાવ રાખે, હાસ્ય-શોકથી દૂર રહે, ચંદન વૃક્ષની સમાન ખરાબ કરનારનું પણ ભલું જ કરે, તેના પ્રતિ શુભ હિતકારી અધ્યવસાય રાખે. (૧૭) અંતિમ ગાથામાં કહેવામાં આવ્યું છે કે, ધન દુખોની વૃદ્ધિ કરાવનારું છે. મમત્વ બંધન મહાભયને પ્રાપ્ત કરાવનારું છે. ધર્માચરણ- વ્રત, મહાવ્રત ધારણ કરવાથી અનુત્તર સુખોની પ્રાપ્તિ થાય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત * વીસમું અધ્યયન અનાથી મુનિ પ્રાસંગિક ઃ- એક વખત મહારાજા શ્રેણિક ફરતાં-ફરતાં ઉદ્યાનમાં આવ્યા. ત્યાં અનાથિમુનિને ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા જોયા. મુનિના રૂપ, યૌવન, સૌમ્યતા તથા વૈરાગ્યને જોઈ તેમને આશ્ચર્ય થયું . તે યોગ્ય શિષ્ટાચાર જાળવી વંદન કરી બેઠા અને પૂછ્યું કે– ‘ આપે દીક્ષા શા માટે લીધી?' મુનિએ પ્રત્યુત્તરમાં કહ્યુંઅનાથ હતો.’ રાજાએ કહ્યુ ‘હુ તમારો નાથ બનું છું” રાજ્યમાં પધારો.’ ત્યારે મુનિએ અનાથતાનું વર્ણન કર્યું કે મારે માતા-પિતા, ભાઈ-બહેન પત્નિ પરિવાર અને પ્રભૂત ધન ભંડાર હતો, છતાં મારી રોગ નિત મહાન વેદનાને કોઈ મટાડી શક્યા નહિ કે તેમાં ભાગ પડાવી શક્યા નહિ, ઉપાયો બધા નિષ્ફળ થતાં મેં દીક્ષા લીધી. સર્વ હકીકત અને ઉપદેશ સાંભળી શ્રેણિક રાજા બોધ પામ્યા અને ધર્માનુરાગી બન્યા. ઉપદેશનો સાર આ પ્રમાણે છે ૨૦ (૧) પુષ્કળ ધન, માતા-પિતા, ભાઈ-બહેન અને પત્ની હોવા છતાં પણ આ જીવની રોગથી કે મૃત્યુથી કોઈ રક્ષા કરી શકતા નથી. તેથી રાજા હોય કે શેઠ, બધા અનાથ છે; કારણ કે હજારો દેવ, હજારો સ્ત્રીઓ, હજારો રાજા, કરોડોનો પરિવાર, ચૌદ રત્ન, નવનિધાન; આ બધું જ હોવા છતાં ચક્રવર્તી એકલો, અસહાય બની મૃત્યુ આવતાં નરકમાં ચાલ્યો જાય છે. અર્થાત્ આ બધા જ પદાર્થ મૃત્યુ અને દુઃખોથી બચાવી શકતા નથી. આ રીતે જેનું કોઈ રક્ષક નથી તે સર્વ અનાથ છે. (૨) સંયમ ધર્મ સ્વીકાર કરનાર માણસ સત્તાથ હોય છે. ધર્મ તેને દુઃખમાં પણ સુખી રહેવાની પ્રેરણા કરે છે, મૃત્યુ સમયે પણ મહોત્સવ જેવા આનંદનો અનુભવ કરાવે છે અને અંતમાં દુર્ગતિમાં જવા દેતો નથી. તેથી આવો સંયમધર્મ યુક્ત આત્મા સનાથ બને છે. માટે હે રાજન્ ! હવે તો હું સનાથ થઈ ગયો છું. (૩) કેટલીક વ્યક્તિઓ સંયમ સ્વીકાર કરવા છતાં પણ અનાથ હોય છે. તે બીજા પ્રકારની અનાથતા છે. એટલે કે સંયમધારણ કર્યા પછી પણ કેટલાક સાધક આત્માને દુર્ગતિથી બચાવી શકતા નથી. જેમ કે— ૧. જે મહાવ્રતોનું સમ્યક્ પ્રકારે પાલન કરતો નથી. ૨. મન, ઇન્દ્રિય અને કષાયનો નિગ્રહ કરતો નથી. ૩. રસોમાં આસક્ત રહે છે. ૪. ચાલવા, બોલવા, ગવેષણા કરવામાં પણ સંયમની મર્યાદાઓ છે, તેનું ધ્યાન રાખીને પાલન કરતો નથી અર્થાત્ સમિતિ, ગુપ્તિનું સમ્યક્ પ્રકારે પાલન કરતો નથી. ૫. જે લોકોને ભૂત-ભવિષ્યના નિમિત્ત કહે છે; રેખા, લક્ષણ, સ્વપ્નાદિનું ફળ બતાવે છે; વિધામંત્રથી ચમત્કાર બતાવે છે; સાવધ અનુષ્ઠાનોમાં અને ગૃહકાર્યોમાં ભાગ લે છે. ૬. જે ઔદેશિક ખાધ પદાર્થાદિ લે છે અથવા એષણીય અનેષણીય જે મળે તે લે છે. આ રીતે જે સ્વીકૃત ઉત્તમ સંયમની વિરાધના કરે છે, તે પણ અનાથ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ આ ઉપદેશ શાસ્ત્રઃ ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ ર૯, ૮ એટલે કે જેનો સંયમ દૂષિત બની જાય છે, તે દુર્ગતિથી બચી શકતો નથી. તેથી સાધુ થવા છતાં તે અનાથ છે. સૂત્રમાં આવા સાધુની નગ્નતા, મુંડન આદિપ્રવૃતિઓને મોક્ષમાર્ગની સાધનામાં મહત્વહીન નિરર્થક બતાવી છે, કાચના ટુકડાની સમાન ખોટી બતાવી છે. એવા સંયમપ્યુત સાધકોને બન્ને લોકમાં સંક્લેશ પ્રાપ્ત કરનારા અને કર્મક્ષય નહીં કરનારા બતાવ્યા છે. જે રીતે વિષ પીવું, ઉર્દુ શસ્ત્ર ગ્રહણ કરવું અને અવિધિથી યક્ષને (દેવને) સાધવો દુઃખદાયી નીવડે છે, તે જ રીતે સંયમની વિધિથી વિપરીત આચરણ તે સાધકનું હિત કરી શકતું નથી. આ પ્રમાણે ધર્મનો સ્વીકાર કરવો તે પહેલી સનાથતા છે અને સંયમ ગ્રહણ કર્યા પછી જિનાજ્ઞાનું પ્રામાણિકપણે યથાર્થ પાલન કરવું બીજી સનાથતા છે. બન્ને પ્રકારની સનાથતા ધારણ ક્યા પછી જ જીવન સફળ અને આરાધક બને છે. C[lી એકવીસમું અધ્યયન : સમુદ્રપાલમુનિ HિD પ્રાસંગિક – જૈન દર્શનના જાણકાર(પારંગત) પાલિત શ્રાવકને સમુદ્રપાળ નામનો પુત્ર હતો. એક વખત સમુદ્રપાલે પોતાના ભવનમાં બેઠા-બેઠા ચોરને મૃત્યુદંડ માટે લઈ જતાં જોયો. તેના અશુભ કર્મોનાં કડવા ફળોનું ચિંતન કરતાં-કરતાં તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને સંયમ સ્વીકાર્યો. અંતમાં કર્મ ક્ષય કરી નિર્વાણ પામ્યા. (૧) મુનિ ત્રણ-સ્થાવર બધા જીવો પ્રત્યે અનુકંપા રાખે. સાવધ યોગોનો ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ કરે. (૨) પોતાના બળને જાણીને મુનિ સંયમમાં વિચરણ કરે અને તપ ધારણ કરે. (૩) સિંહની સમાન સદા નિર્ભય બની વિચરે. (૪) પરીષહોને સમ્યક પ્રકારે સહન કરી કર્મ ક્ષય કરે પરંતુ કિંચિત્માત્ર પણ ગભરાય નહીં. (૫) આશ્રવનો સદા નિરોધ કરે. અકિંચન અને અમમત્વી બને. 'બાવીસમું અધ્યયનઃ અરિષ્ટનેમિાં પ્રાસંગિક – બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિ પોતાના વિવાહ પ્રસંગે જાન લઈને જતાં માર્ગમાં પશુઓના કરુણ પોકાર સાંભળી તુરત જ પાછા વળ્યા. એક વર્ષ સુધી દાન આપી સંયમ સ્વીકાર કર્યો. યથાસમયે અરિષ્ટનેમિ ભગવાનના ભાઈ રથનેમિ અને સતી રાજમતીએ પણ સંયમ અંગીકાર કર્યો. એકવાર વરસાદમાં ભીંજાઈ જતાં સતી રાજમતી એક ગુફામાં વસ્ત્ર સૂકવવા ગયાં. તે જ ગુફામાં ધ્યાનસ્થ રહેલા રથનેમિની દષ્ટિ નગ્ન રાજમતિ ઉપર પડતાં સંયમમાં Page #30 -------------------------------------------------------------------------- ________________ 30 મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત વિચલિત થયા. રાજેમતિને ખ્યાલ આવતાં વિવેક અને વીરતાપૂર્વક રથનેમીને સંયમમાં સ્થિર કર્યા. અંતે બન્ને કર્મક્ષય કરી મુક્ત થયા. (૧) કૃષ્ણ વાસુદેવ અરિષ્ટનેમિના પિત્રાઈ મોટાભાઈ હતા. તેઓએ ભગવાનના વિવાહમાં સક્રિય ભાગ લીધો હતો. (૨) ભગવાન અરિષ્ટનેમિનું શરીર ૧૦૦૮ લક્ષણોયુક્ત ઉત્તમ સંઘયણ અને સંસ્થાનથી સંપન્ન હતું. (૩) જીવો પ્રત્યેના અનુકંપાના ભાવથી તેઓએ વિવાહનો ત્યાગ કર્યો હતો. (૪) કૃષ્ણ વાસુદેવે અરિહંત અરિષ્ટનેમિને દીક્ષા ગ્રહણ કરતી વખતે શ્રેષ્ઠ આરાધના કરવાના શુભાશીષ આપ્યા. (૫) ભોગાસક્ત વ્યકિત પણ મનુષ્યભવને દુર્લભ કહી મનુષ્ય સંબંધી ભોગોમાં આનંદ માને છે. જ્યારે મોક્ષાર્થી સાધક “ભોગો તો પ્રત્યેક ભવમાં પ્રાપ્ત થનારા છે’ તેમ જાણી મનુષ્ય ભવની દુર્લભતાને મોક્ષ પ્રાપ્તિના હેતુભૂત સમજે છે. કારણકે ભોગોની સુલભતા તો અન્ય ગતિમાં પણ થાય છે પરંતુ સંયમ અને મોક્ષની આરાધના ફક્ત મનુષ્યભવમાં જ થાય છે. તેથી દુર્લભ મનુષ્ય ભવનો ઉપયોગ જ્ઞાની આત્મા મુક્તિ સાધનમાં જ કરે અને બાકી બધા કાર્યોને તેઓ મનુષ્યભવના દુરુપયોગ રૂપ સમજે. (૬) સ્વ-પરની એકાંત હિત ભાવનાથી કહેવાયેલા કટુ વચન પણ સુભાષિત વચન હોય છે. (૭) શબ્દોને પ્રભાવશાળી બનાવી ઉચ્ચારણ કરવું તે ક્રોધ અને અભિમાનથી ભિન્ન છે. (૮) કષાયનો ત્યાગ કરી, ઇન્દ્રિયોને વશમાં રાખી ગુપ્તિઓથી યુક્ત થઈને, દઢતાથી સંયમના નિયમોનું પાલન કરવાથી જીવ આત્મકલ્યાણ સાધી શકે છે. આ જ ગુણોના આસેવન અને ધારણથી રથનેમિ મુનિ અને રાજેમતી સતીએ આત્મ કલ્યાણ સાધ્યુ હતું. ત્રેવીસમું અધ્યયનઃ કેશી-ગૌતમ સંવાદ પ્રાસંગિક :ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી અને પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના અવધિજ્ઞાની શ્રમણ કેશી સ્વામી પોતાના શિષ્ય પરિવારની સાથે શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા. બન્ને અલગ-અલગ ઉદ્યાનમાં ઉતર્યા હતા. ગમનાગમન, ભિક્ષાચરી આદિ વખતે તે-તે શ્રમણોનું પરસ્પર મિલન અને પરિચય થાય છે. આચારાદિની કંઈક ભિન્નતા હોવાથી શિષ્યોમાં ચર્ચા થાય છે. શિષ્યોની જિજ્ઞાસાઓના સમાધાન માટે ઉચિત અવસર જોઈ બન્ને પ્રમુખ શ્રમણ (કેશી-ગૌતમ) પ્રશ્નોત્તર, વાર્તાલાપની ગોઠવણ કરે છે. ગૌતમ સ્વામી કેશી Page #31 -------------------------------------------------------------------------- ________________ 2 ઉપદેશ શાસ્ત્ર: ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ ૧ શ્રમણ પાસે શિષ્ય પરિવાર સહિત જાય છે. પરસ્પર સમ્યક વિનય-વ્યવહાર આસન આદાન-પ્રદાન કરે છે. ત્યાં અન્ય અનેક દર્શક, શ્રોતા તથા અનેક જાતિના દેવો પણ આવે છે. કેશી સ્વામી “મહાભાગ’ સંબોધન દ્વારા ગૌતમ સ્વામીને પ્રશ્ન પૂછે છે; જ્યારે ગૌતમ સ્વામી ‘ભતે' સંબોધનપૂર્વક કેશી સ્વામીને અનુમતિ અને ઉત્તર આપે છે. અંતે કેશી સ્વામી ચોવીસમા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં સમર્પિત થઈ જાય છે, પુનઃદીક્ષિત થઈ જાય છે. જ્ઞાનગોષ્ઠી સારાંશ - (૧) પાર્શ્વનાથ ભગવાનના સાધુઓનો સચેલકધર્મ(મૂલ્ય અને મર્યાદા માં ઇચ્છિત વસ્ત્રો ધારણ કરવા રૂપ) હોય છે અને ભગવાન મહાવીરના સાધુઓનો અચલક ધર્મ (અલ્પ મૂલ્ય અને મર્યાદિત વસ્ત્ર ધારણ કરવા રૂ૫)હોય છે. (૨) આ જ પ્રમાણે બંનેમાં ચાતુર્યામ ધર્મ અને પંચમહાવ્રત ધર્મરૂપ અંતર હોય છે. તે અંતર ફક્ત વ્યવહાર રૂપ કે સંખ્યા સંબંધી જ છે, તત્વ સંબંધી નથી. આ બને તફાવતોનું કારણ એ છે કે મધ્યમ બાવીસ તીર્થંકરના સમયે કાલ પ્રભાવે મનુષ્ય સરલ અને પ્રજ્ઞા સંપન્ન અધિક હોય છે. પ્રથમ અને અંતિમ તીર્થકરના શાસન કાળના મનુષ્ય ઉક્ત ગુણસંપન્ન અતિ અલ્પ હોય છે પરંતુ વક્ર જડની સંખ્યા અધિક હોય છે. (૩) સંયમયાત્રા અને ઓળખાણ(પ્રતીતિ-પરિચય) માટે કોઈપણ લિંગ(વેષ)નું પ્રયોજન હોય છે, જે વ્યવસ્થા અને આજ્ઞાનુસાર તેમજ ગૂઢ હેતુ પૂર્વક હોય છે. નિશ્ચયમાં તો મોક્ષના મુખ્ય સાધન સમ્યમ્ જ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્યારિત્ર છે. તેની આરાધનામાં કોઈપણ તીર્થંકરના શાસનમાં કે કોઈ પણ ભેદે મોક્ષ જનારામાં ભિન્નતા હોતી નથી. (૪) આત્મા, ચાર કષાય અને પાંચ ઇન્દ્રિય; આ દસને જીતવામાં જ પૂર્ણ વિજય છે, અર્થાત્ આત્મપરિણતિને જિનાજ્ઞામાં સમર્પિત કરી દેવી. જ્ઞાનાત્મા દ્વારા કષાયાત્માને શિક્ષિત કરી નિયંત્રિત કરવો, સમભાવથી રહેવું, વૈરાગ્ય ભાવો દ્વારા ઇન્દ્રિયોની ચંચલતાને શાંત કરવી, ઇચ્છાઓનો નિગ્રહ કરવો; આ સર્વ ઉપાયો આત્મવિજય પ્રાપ્ત કરવા માટે જરૂરી છે. (૫) રાગ, દ્વેષ અને સ્નેહ સંસારમાં બંધનરૂપ છે, જાળ રૂપ છે, તેનું છેદન કરવું જોઈએ. અર્થાત્ મોક્ષસાધકે તે પરિણામોથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાન અને વિવેક દ્વારા રાગ, દ્વેષ અને સ્નેહ પરિણામોથી મુક્ત થઈ શકાય છે. () તૃષ્ણા–ઇચ્છાઓ અને લાલસાઓ એ હૃદયમાં રહેનારી વિષ વેલડીઓ છે. તેથી મોક્ષાર્થીએ સમિતિ દ્વારા ગુપ્તિ તરફ અગ્રેસર થવું જોઈએ. આ લોક-પરલોકની સંપૂર્ણલાલસાઓથી ક્રમશઃ મુક્ત થવું જોઈએ. પ્રશંસા, પ્રતિષ્ઠા, સન્માનની ઇચ્છા Page #32 -------------------------------------------------------------------------- ________________ ફર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત પણ મુનિએ જીવનમાંથી સમૂળ ઉખેડી ફેંકી દેવી જોઈએ તો જ વિષ ભક્ષણથી મુક્તિનો સંભવ છે. (૭) કષાય, આત્મગુણોને બાળવામાં અગ્નિ સમાન છે, તેથી ગુસ્સો, ઘમંડ, ચાલાકી અને ઇચ્છાઓને શ્રુત, સદાચાર, તપ દ્વારા શાંત કરવામાં પ્રયત્નશીલ બનવું. (૮) મન લગામ વિનાના ઉદંડ ઘોડા સમાન છે. તેને ધર્મ શિક્ષાથી એટલે કે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, આત્મ સ્વરૂપ ચિંતન, કર્મ સ્વરૂપ ચિંતનથી વશમાં રાખવું જોઈએ. શ્રુતરૂપ દોરીની લગામ તેનો નિગ્રહ કરવામાં સર્વશ્રેષ્ઠ સાધન છે. તેથી સાધુએ સદા શ્રુત અધ્યયન, પુનરાવર્તન, અનુપ્રેક્ષા આદિમાં લીન રહી મનની સ્વચ્છંદતા અને ઉદંડતાને નષ્ટ કરવામાં સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. (૯) વીતરાગ, સર્વજ્ઞ-દર્શિત સ્યાદ્વાદ ધર્મ જ ન્યાય યુક્ત છે. આ ઉત્તમ માર્ગની આરાધનાથી જીવ સંસાર ભ્રમણથી મુક્ત થાય છે. (૧૦) સંસાર સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને ધર્મજ ત્રાણ-શરણભૂત છે. (૧૧) મનુષ્યનું શરીર નૌકા છે, જીવ નાવિક છે; જેની ક્ષમતા સંયમ-તપ આરાધનાની નથી, તે શરીર છિદ્રવાળી નાવની સમાન છે. એવી અસહાયક શરીરરૂપી નૌકાથી સમુદ્ર પાર થઈ શકતો નથી. તેનાથી ઉલટું જે શરીર સંયમ-તપની વૃદ્ધિમાં સહાયક છે, તે છિદ્રરહિત નૌકા સમાન છે. તેનાથી જીવ રૂપી નાવિક સંસાર સમુદ્ર પાર કરી મુક્ત થઈ શકે છે. (૧૨) આ જગતના ભાવ અંધકારને દૂર કરી જ્ઞાન પ્રકાશ ફેલાવનારા સૂર્ય ‘તીર્થંકર પ્રભુ’ છે. તે સમસ્ત પ્રાણીઓને જ્ઞાન પ્રકાશ આપે છે. (૧૩) સિદ્ધ શિલાથી ઉપર લોકાગ્રમાં ક્ષેમકારી, કલ્યાણકારી ધ્રુવ સ્થાન છે. જ્યાં વ્યાધિ, વેદના અને જન્મ-મરણ નથી, શારીરિક-માનસિક દુઃખ નથી. તે સ્થાનને પ્રાપ્ત કરનારા મુનિ ભવભ્રમણના સંક્લેશથી સદાને માટે મુક્ત થઈ જાય છે. ચોવીસમું અધ્યયન સમિતિ-ગુપ્તિ (૧) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ સંયમનો પ્રાણ છે. દ્વાદશાંગીનો એટલે— સંપૂર્ણ જિન પ્રવચનનો તેમાં સમાવેશ થાય છે. અર્થાત્ પ્રવચનનું મુખ્ય લક્ષ્ય છે મોક્ષ. મોક્ષનું પ્રધાન સાધન છે સંયમ, અને સંયમમાં પ્રમુખ સ્થાન છે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું. તેથી તેને ‘અષ્ટ પ્રવચન માતા’ કહેવામાં આવે છે. (૨) સાધુ દિવસ દરમ્યાન જ ગમનાગમન કરી શકે છે. સંયમ, શરીર તથા સેવાના પ્રયોજને ચાલતાં, યુગમાત્ર ભૂમિનું પ્રતિલેખન કરતાં, એકાગ્રચિત્તે, છકાયના જીવોની રક્ષા કરતાં, મૌનપૂર્વક ચાલવું. તે ઉપરાંત સૂવું, બેસવું, ઊઠવું વગેરે પ્રવૃતિઓ ઉપયોગ રાખીને યતત્તાપૂર્વક કરવી એ ઈર્યાસમિતિ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર ઃ ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ (૩) કષાયોથી રહિત અને અહિંસાનું પૂર્ણપણે પાલન થાય તેવી ભાષા બોલવી જોઈએ. ક્રોધ, માન, માયા, લોભયુક્ત ભાષા; હાસ્ય, ભય, વાચાલતા અને વિકથા પ્રેરિત ભાષા; કઠોરકારી, કર્કશકારી, છંદકારી, ભેદકારી, મર્મકારી સાવધકારી, નિશ્ચયકારી, અસત્ય અને મિશ્રભાષા ન બોલવી પરંતુ વારંવાર વિચારીને હિતકારી, પ્રિયકારી, સત્ય અને વ્યવહાર ભાષા બોલવી જોઈએ; આ ભાષા સમિતિ છે. (૪) આહારાદિની નિષ્પત્તિમાં સાધુનું નિમિત્ત હોય એવા ઉદ્ગમ સંબંધી દોષયુક્ત આહારાદિ ન લેવા, આહારાદિની પ્રાપ્તિ માટે કોઈ સંસારીવૃત્તિ કે પ્રવૃતિ અથવા દીનવૃત્તિ ન કરવી, આહારાદિ ગ્રહણ કરતી વખતે પણ કિંચિત જીવ વિરાધના ન થાય તેવું લક્ષ્ય રાખવું, પરિભોગેષણાના પાંચ મુખ્ય અતિચાર તથા અન્ય અનેક દોષોનો પરિત્યાગ કરી આહારાદિ વાપરવા; આ એષણા સમિતિ છે. ન *ee (૫) આવશ્યક ઉપધિ અને સપરિસ્થિતિક ઉપધિ–વસ્ત્ર, પાત્ર, રજોહરણ, પુસ્તક, દંડ આદિ ઉપરથી ન પડે તેમ ભૂમિને અડાડીને પછી મૂકવા; મૂકતાં પહેલાં તે ભૂમિનું પ્રતિલેખન કરવું; આ રીતે કોઈપણ વસ્તુ ગ્રહણ કરતાં કે મૂકતાં ઉપયોગ રાખવો તે આયાણ ભંડમત્ત નિક્ષ્મવણા સમિતિ છે. 33 (૬) મળમૂત્ર આદિ પરઠવવાના પદાર્થોને યતના પૂર્વક પરઠવવા, જીવરહિત અચેત સ્થાને પરઠવવા, કોઈને પીડાકારી ન થાય તેવો વિવેક રાખવો; તે પારિઠાવણિયા સમિતિ છે. (૭) સંયમ જીવનના અને શરીરના આવશ્યક કાર્યોને યત્નાથી કરવા; તેનું નામ સમિતિ છે તથા મન,વચન અને કાયાની અશુભ પ્રવૃતિઓ અલ્પ, અલ્પતમ કરવી એટલે ઉત્તરોત્તર સીમિત કરતા રહેવું; તેને ગુપ્તિ કહેવાય. અધ્યયનમાં છેલ્લે દર્શાવ્યું છે કે સંપૂર્ણ અશુભ પ્રવૃત્તિઓની નિવૃત્તિ તે ગુપ્તિ છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું સમ્યક્ આરાધન કરનારા પંડિત પુરુષ સંસાર સાગરને શીઘ્રતાથી તરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. પચીસમું અધ્યયન : જયઘોષ-વિજયઘોષ પ્રાસંગિક :– જયઘોષ અને વિજયઘોષ બે ભાઈ હતા. જયઘોષ દીક્ષા ગ્રહણ કર્યા બાદ એક વખત ભિક્ષા અર્થે પોતાના સંસારી ભાઈ વિજયઘોષ બ્રાહ્મણની યજ્ઞશાળામાં આવ્યા. ત્યાં બન્ને ભાઈઓ વચ્ચે વાર્તાલાપ થયો. છેલ્લે વિજયઘોષે પણ સંયમ ગ્રહણ કર્યો. સંયમ અને તપ દ્વારા કર્મક્ષય કરી બન્ને ભાઈ મોક્ષગામી થયા, સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી. (૧) યજ્ઞના નિયમાનુસાર જે વેદજ્ઞ યજ્ઞાર્થી તથા જ્યોતિષજ્ઞ અને બ્રાહ્મણધર્મના પારગામી હોય, સ્વ-પર ઉદ્ધાર કરવામાં સમર્થ હોય; તેને તે યજ્ઞનો આહાર Page #34 -------------------------------------------------------------------------- ________________ જ ૩૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત આપી શકાય છે, અન્યને નહીં. (ર) તપ અને ધ્યાનરૂપી અગ્નિમાં કર્મોની આહુતિ આપવી, એજ સાચો અગ્નિહોત્ર છે; એવો ભાવયજ્ઞ કરનાર યજ્ઞાર્થી જ વેદમાં એટલે આત્મજ્ઞાનમાં પ્રમુખ કહેવાય છે. જેમ જ્યોતિષ મંડળમાં ચન્દ્ર શ્રેષ્ઠ છે તેમ ધર્મમાં તીર્થંકર પ્રભુ શ્રેષ્ઠ છે. (૩) જે સાધક કોઈપણ વ્યક્તિમાં સ્નેહ કે આસક્તિ નથી રાખતો પરંતુ સંયમમાં (જિનાજ્ઞામાં) રમણ કરે છે; નિર્મલ હૃદયી થઈ રાગ-દ્વેષ અને ભયથી દૂર રહે છે; કષાયો અને શરીરને કૃશ કરે છે; હિંસા, જૂઠ, અદત્ત અને કુશીલનો સર્વથા ત્યાગ કરે છે; કમળની સમાન ભોગોથી અલિપ્ત રહે છે; તે બ્રાહ્મણ છે. (૪) જે અલોપી નિર્દોષ ભિક્ષાજીવી, અકિંચન(સંયમોપકરણ સિવાય કંઈ જ રાખતા નથી) અને ગૃહસ્થોના પરિચય તથા આસક્તિ રહિત છે; તે બ્રાહ્મણ છે. (૫) વેદ પશુવધનું વિધાન કરનારા છે; યજ્ઞ હિંસાકારી પાપ કૃત્યો યુક્ત સ્પષ્ટ દેખાય છે, તેથી તે દુર્ગતિમાં જતાં દુઃશીલ પ્રાણીઓની રક્ષા કરી શકતા નથી. () કેવલ માથું મૂંડાવવાથી શ્રમણ થવાતું નથી, “ૐ નો જાપ કરવા માત્રથી બ્રાહ્મણ કહેવાતા નથી, પરંતુ સમભાવ ધારણ કરવાથી શ્રમણ અને બ્રહ્મચર્ય પાલન કરવાથી બ્રાહ્મણ કહેવાય છે. તેમજ જ્ઞાનાધ્યયન કરવાથી મુનિ અને તપશ્ચર્યા કરવાથી તપસ્વી થવાય છે. દિવાલ ઉપર ભીની માટીનો ગોળો ફેંકવામાં આવે તો ચીટકી જાય છે અને સુકી માટીના ગોળાને ફેંકવાથી તે દિવાલને ચોંટતો નથી. તે જ પ્રકારે વિષય લાલસાયુક્ત જીવો સંસારમાં વળગ્યા રહે છે, સંસારમાં ફસાઈ જાય છે અને વિરકત અનાસક્ત જીવો સંસારથી મુક્ત બની જાય છે. છવીસમું અધ્યયન : સમાચારી (૧) ભિક્ષુએ ઉપાશ્રયની બહાર જતી વખતે “આવસ્સહિ’ શબ્દનું ઉચ્ચારણ કરવું જોઈએ. જેનો અર્થ થાય છે કે હું સંયમના આવશ્યક પ્રયોજનથી જ બહાર જઉં છું. (૨) ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે “નિસ્સહિ” શબ્દનું ઉચ્ચારણ કરવું અર્થાત્ હું મારા કાર્યથી નિવૃત્ત થઈને આવી ગયો છું. (૩-૪) પોતાનું કે અન્યનું દરેક કાર્ય ગુરુની આજ્ઞા લઈને જ કરવું જોઈએ. (૫) આહારાદિની પ્રાપ્તિ થયા બાદ અન્યને નિમંત્રણ આપવું. () જ્ઞાનાદિ ગ્રહણ કરતી વખતે પણ ગુર્નાદિને એ પ્રમાણે કહેવું કે આપની ઇચ્છા હોય તો મને શાસ્ત્રજ્ઞાન આપો. (૭) ભૂલ થઈ હોય, તેનું જ્ઞાન થવા પર “ મિચ્છામિ દુક્કડ' બોલવું. (૮) ગુરુના વચનોને સાંભળ્યા બાદ ‘તહત્તિ' શબ્દનું ઉચ્ચારણ કરવું અને તેનો સ્વીકાર કરવો. Page #35 -------------------------------------------------------------------------- ________________ આ ઉપદેશ શાસ્ત્ર : ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ (૯) ગુરુની સેવાને માટે સદાય તત્પર રહેવું. (૧૦) શ્રુત અધ્યયનાથે કોઈપણ આચાર્યાદિની સમીપે રહી અધ્યયન કરવું આ દસવિધ સમાચારી કહી છે. (૧૧) ભિક્ષુએ રાત્રિના ચતુર્થ પ્રહરમાં સ્વાધ્યાય કરવો જોઈએ. જ્યારે દિશા લાલ થાય ત્યારે પ્રતિક્રમણ કરવું જોઈએ. સૂર્યોદય થયા બાદ પ્રતિલેખન કરી ગુરુની આજ્ઞા લઈ, અન્ય કોઈ સેવા કાર્ય ન હોય તો પ્રથમ પ્રહર સુધી સ્વાધ્યાય કરવો. પ્રથમ પ્રહરના અંતમાં પાત્ર પ્રતિલેખન કરવું બીજા પ્રહરમાં ધ્યાન અર્થાત અનુપ્રેક્ષા કરવી. ત્રીજા પ્રહરમાં ભિક્ષાદિ શારીરિક આવશ્યક કર્તવ્યોથી નિવૃત્ત થવું ચતુર્થ પ્રહરમાં પાત્ર પ્રતિલેખન કરી તેને બાંધી મૂકીદેવા અને અન્ય ઉપકરણોની પ્રતિલેખના કરી સ્વાધ્યાયમાં લીન થવું. ચોથા પ્રહરના અંતમાં રાત્રિને માટે શયનભૂમિનું અને મળ-મૂત્ર પરડવાની ભૂમિનું પ્રતિલેખન કરવું. સૂર્યાસ્તથી માંડી લાલ દિશા રહે તે સમય દરમ્યાન પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ સમાપ્ત થતાં દિશાવલોકન કરી સ્વાધ્યાયનો સમય થતાં પ્રથમ પ્રહર સુધી સ્વાધ્યાય કરવો. દ્વિતીય પ્રહરના પ્રારંભમાં ધ્યાન કર્યા બાદ વિધિપૂર્વક શયન કરવું. તૃતીય પ્રહરના અંતમાં નિદ્રા અને શયનથી નિવૃત્ત થઈ, ધ્યાન આદિ કરી સ્વસ્થ થઈ જવું. ફરી ચતુર્થ પ્રહરમાં સ્વાધ્યાય કરવો. આ ભિક્ષુની સંક્ષિપ્ત દિનચર્ચા કહી છે. (૧૨) પ્રતિલેખના મુહપત્તીથી પ્રારંભ કરી અંત સુધી યતનાથી એવં વિધિપૂર્વક કરવી જોઈએ. (૧૩) ૧. ભૂખને શાંત કરવા માટે ૨. વૈયાવચ્ચ કરવા માટે ૩. નેત્ર જ્યોતિ અને ગમનાગમનની શક્તિ માટે ૪. સંયમ વિધિઓનું પાલન માટે ૫. જીવન નિર્વાહ માટે ૬. ધર્મચિંતન, અધ્યયન કે સ્વાધ્યાય ધ્યાન આદિને માટે ભિક્ષુ આહાર કરે. (૧૦) ૧. રોગાતંક થવાથી સાધુએ આહાર છોડી દેવો જોઈએ. ૨. ઉપસર્ગ ઉપસ્થિત થવાથી ૩. બ્રહ્મચર્યની સમાધિ જાળવવા માટે ૪. ત્રણ-સ્થાવર જીવોની રક્ષા માટે અર્થાત્ વર્ષા, વાવાઝોડું, ધુમ્મસના કારણે અને વિકસેન્દ્રિય પ્રાણીઓની અત્યધિક ઉત્પત્તિ થવાથી (ગોચરીએ જતાં વિરાધના થવાથી) ૫. કર્મ નિર્જરાર્થે તપશ્ચર્યા કરવા માટે અને ૬. મૃત્યુ સમય નજીક જાણી સંથારો કરવા માટે, આ છે કારણે મુનિઓએ આહારનો ત્યાગ કરવો જોઈએ. સત્તાવીસમું અધ્યયન ગર્ગાચાર્ય પ્રાસંગિક – સ્થવિર ગર્ગાચાર્યના અશુભ કર્મોદયે બધા શિષ્ય તેમને માટે અસમાધિ ઉત્પન્ન કરાવનારા થયા. તેમની આજ્ઞા પાલન અને ચિત્ત આરાધના Page #36 -------------------------------------------------------------------------- ________________ 39 મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત કરવામાં એક પણ શિષ્ય સફળ ન થયો. તેથી નિરાશ થઈ ગર્ગાચાર્ય શિષ્યોને ત્યજી એકલા રહીને સંયમની આરાધના કરવા લાગ્યા અને પરમ શાંતિનો અનુભવ કરતાં સંયમ-તપની આરાધના કરી કલ્યાણ સાધ્યું. ગળીયો બળદ (માલિકની આજ્ઞાનુસાર ન ચાલનાર) અને ગાડીવાન બંને પરસ્પર દુઃખી થાય છે. તે જ રીતે અવિનીત શિષ્ય અને ગુરુ બંને દુ:ખી થાય છે. તેના માયા, જૂઠ, કલહાદિ પ્રવૃત્તિઓથી સંયમનો નાશ થાય છે. તેથી અશુભ કર્મ અથવા અનાદેય નામકર્મનો તીવ્ર(જોરદાર) ઉદય જાણી એવા સમયમાં યોગ્ય અવસર જાણી એકાકી વિહાર કરી આત્મ કલ્યાણ કરવું જ હિતકર થાય છે. અવિનીત સાધુ કોઈ ઘમંડી હોય છે, કોઈ દીર્ઘ ક્રોધી હોય છે, કોઈ ભિક્ષાદિ પ્રવૃત્તિમાં આળસુ હોય છે; તો કોઈ વડીલોની શિક્ષા-પ્રેરણા સાંભળવા જ નથી ઇચ્છતા, બલ્કે કુતર્ક કરી સદા પ્રતિકૂળ વર્તન કરે છે. મોક્ષાર્થી મુનિએ આવા કુલક્ષણવાળા સાથીઓનો પણ ત્યાગ કરવો જોઈએ. અઠ્ઠાવીસમું અધ્યયન : મોક્ષમાર્ગ (૧) સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ ધર્મ એ જ મોક્ષમાર્ગ છે; મોક્ષ પ્રાપ્તિનો રાજમાર્ગ છે. (૨) જીવાદિ નવપદાર્થ અને છ દ્રવ્યોને જાણી સર્વજ્ઞના કથનાનુસાર શ્રદ્ધા કરવી; એ જ સમ્યજ્ઞાન અને સમ્યગ્ દર્શન છે. (૩) જિનવાણી દ્વારા દેશ વિરતિ કે સર્વવિરતિનું જે સ્વરૂપ પ્રરૂપિત છે, તેને સારી રીતે સમજી શુદ્ધરૂપે પાલન કરવું, તે સમ્યક્ ચારિત્ર છે. (૪) ઉપવાસ આદિ બાહ્યતપ અને સ્વાધ્યાય આદિ આપ્યંતર તપમાં યથાશક્તિ વૃદ્ધિ કરતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરીરના મમત્વને દૂર કરી કર્મક્ષય કરવામાં સંપૂર્ણ આત્મશક્તિને કાર્યાન્વિત કરવી. વેદ પાતયામિ જાય સાથયામિ અથવા તે દુ:સ્તું મહાત ના સિદ્ધાંતને આત્મસાત્ કરી તપારાધના કરવી. ધ્યાન પછી અંતિમ તપ ‘વ્યુત્સર્ગ’ છે, એમાં મન, વચન, કાયાના યોગ; કષાય, ગણ-સમૂહ, શરીર તથા આહારનું વ્યુત્સર્જન(ત્યાગ) કરવામાં આવે છે. (૫) જ્ઞાનથી તત્ત્વોને, આશ્રવ-સંવર આદિને જાણવું. દર્શનથી તેના વિષયમાં યથાવત્ શ્રદ્ધા કરવી; ચારિત્રથી નવા કર્મબંધને રોકવા અને તપથી પૂર્વકર્મોનો ક્ષય કરવો; આ પ્રકારે ચારેયના સુમેળપૂર્વક મોક્ષની પરિપૂર્ણ સાધના થાય છે. કોઈપણ એકના અભાવમાં સાધનાની સફળતાનો સંભવ નથી. માટે કર્મક્ષયરૂપ મુક્તિ અર્થે મહર્ષિ ચતુર્વિધ મોક્ષમાર્ગમાં પરાક્રમ કરે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર : ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ ઓગણત્રીસમું અધ્યચન : સમ્યક પરાક્રમ (૧) વૈરાગ્ય ભાવોની વૃદ્ધિ કરીને સંસારથી ઉદાસીન બનવાથી— ૧. ઉત્તમ ધર્મ શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે. ૨. તેથી પુનઃવૈરાગ્ય વૃદ્ધિ થાય છે ૩. તીવ્ર કષાય ભાવોની સમાપ્તિ થાય છે ૪. નવા કર્મબંધની અલ્પતા થાય છે ૫. સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ આરાધના કરનારા કોઈ જીવ તે જ ભવમાં તો કોઈ જીવ ત્રીજા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. (૨) નિવૃત્તિની વૃદ્ધિ અને ત્યાગ વ્રતની વૃદ્ધિ કરવાથી-૧. પદાર્થો પ્રત્યે અનાસક્ત ભાવ પેદા થાય છે. ૨. ઇન્દ્રિયના વિષયોમાં વિરક્ત ભાવ થાય છે.૩. હિંસાદિ પ્રવૃતિઓનો ત્યાગ થાય છે. ૪. સંસારનો અંત અને મોક્ષની ઉપલબ્ધિ થાય છે. (૩) ધર્મ ઉપર શ્રધ્ધા રાખવાથી— ૧. સુખ-સુવિધા પ્રત્યેનો લગાવ ઓછો થઈ જાય છે. ૨. સંયમનો સ્વીકાર કરવામાં આવે છે. ૩. શારીરિક-માનસિક દુઃખોનો વિચ્છેદ થઈ જાય છે અને ૪. બાધા રહિત સુખની પ્રાપ્તિ થાય છે. 36 (૪) ગુરૂ અને સહવર્તી સાધુઓની સેવા કરવાથી—૧. કર્તવ્યનું પાલન થાય છે. ૨. આશાતનાઓથી બચાય છે. ૩. આશાતના ન થવાથી દુર્ગતિનો નિરોધ થાય છે. ૪. તેમના ગુણ, ભક્તિ-બહુમાન કરવાથી સદ્ગતિની પ્રાપ્તિ થાય છે. ૫. વિનયાદિ અનેક ગુણોની ઉપલબ્ધિ થાય છે. ૬. અન્ય જીવોને વિનય સેવાનો આદર્શ ઉપલબ્ધ થાય છે. (૫) પોતાના દોષોની આલોચના કરવાથી-મોક્ષમાર્ગમાં વિઘ્ન કરનારા અને અનંત સંસારની વૃદ્ધિ કરનારા માયા, નિદાન અને મિથ્યાત્વ રૂપ ત્રણ શલ્યોનો નાશ થાય છે. સરલ ભાવો પ્રાપ્ત થાય છે, સ્ત્રી અને નપુંસક વેદનો બંધ થતો નથી. (૬) આત્મનિંદા કરવાથી-૧. પશ્ચાત્તાપ થઈને વિરક્તિ ભાવોની વૃદ્ધિ થાય છે. ૨. તેનાથી ગુણસ્થાનોની ક્રમશઃ વૃદ્ધિ થઈ મોહનીય કર્મનો ક્ષય થાય છે. (૭) બીજાની સમક્ષ પોતાની ભૂલ પ્રગટ કરવાથી – જીવ પોતાના અનાદર, અસત્કાર જન્ય કર્મોની ઉદ્દીરણા કરે છે અને ક્રમશઃ ઘાતી કર્મોનો ક્ષય થાય છે. (૮) સામાયિક કરવાથી-પાપ પ્રવૃત્તિઓ છૂટી જાય છે. (૯) ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરવાથી-સમ્યક્ત્વની વિશુદ્ધિ થાય છે. ટિપ્પણ ઃ- અહીં કોઈ-કોઈ ભાષાવિદ્ ‘સમ્યક-પરાક્રમ’ માટેના આ પ્રશ્નોત્તરોને સમ્યકત્વ પરાક્રમ કહી દે છે અને લખી દે છે. તેઓને એ ખાસ સમજવાનું છે કે ‘પરાક્રમ’ એ સમ્યક્ અને અસમ્યક એમ બે પ્રકારનું થઈ શકે, તેમાંથી પ્રસ્તુત સમ્યક્ પરાક્રમના બોલોનું ફળ બતાવવામાં આવ્યું છે. પ્રાકૃત શાસ્ત્રમાં સમ્મત્ત શબ્દ અનેક અર્થમાં થાય છે. માટે પ્રસંગાનુકૂલ અને તર્કસંગત અર્થ કરવો યોગ્ય બને છે. પ્રયુક્ત Page #38 -------------------------------------------------------------------------- ________________ - ૩૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત પર (૧૦) વંદના કરવાથી–૧. નીચ ગોત્રનો ક્ષય અને ઉચ્ચ ગોત્ર કર્મનું ઉપાર્જન થાય છે. ૨. તેની આજ્ઞાને લોકો શિરોધાર્ય કરે તેવું સૌભાગ્ય અને લોકચાહનાને પ્રાપ્ત કરે છે. (૧૧) પ્રતિક્રમણ કરવાથી–૧. લીધેલા વ્રત પ્રત્યાખ્યાનોની શુદ્ધિ થાય છે. ૨. જેનાથી ચારિત્ર શુદ્ધ થાય છે. ૩. સમિતિ-ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચન માતામાં જાગૃતિ રહે છે. ૪. ભાવયુક્ત પ્રતિક્રમણ કરવાથી સંયમમાં વૃદ્ધિ થાય છે. ૫. માનસિક નિર્મળતાની ઉપલબ્ધિ થાય છે. (૧૨) કાયોત્સર્ગ કરવાથી અર્થાત્ મન-વચન તથા શરીરને પૂર્ણતઃ વ્યુત્સર્જન કરવાથી–૧. સાધક કર્મના બોજથી હલકો બને છે. ૨. પ્રશસ્ત ધ્યાનમાં લીન થઈ ઉતરોત્તર સુખ પૂર્વક વિચરણ કરે છે. (૧૩) પ્રત્યાખ્યાન કરવાથી–આશ્રવોનો નિરોધ થાય છે, જેથી કર્મબંધ ઓછા થાય છે. (૧૪) સ્તવ-સ્તુતિ મંગલ કરવાથી અર્થાત્ નમોન્ફર્ણનો પાઠ કરવાથી–૧. જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી વિશિષ્ટ બોધિની પ્રાપ્તિ થાય છે. ૨. અને વિશિષ્ટ જ્ઞાન સંપન્ન જીવ આરાધના કરવા યોગ્ય બને છે. (૧૫) પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાથી–૧.ચારિત્ર નિરતિચાર બને છે. ૨. પાપાચરણોનું સંશોધન થાય છે. ૩. સમ્યગુ જ્ઞાનની ઉપલબ્ધિ અને ચારિત્રની સમ્યક પ્રકારે આરાધના થાય છે. (૧) કાળપ્રતિલેખન એટલે સ્વાધ્યાય-અસ્વાધ્યાયના સમયની જાણકારી મેળવવાથી– જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થાય છે. (૧૭) ક્ષમાયાચના કરવાથી–૧. ચિત્ત પ્રસન્ન થાય ૨. બધા જીવો પ્રત્યે મૈત્રી ભાવના પ્રગટે ૩. મનની નિર્મળતા થવાથી તે સર્વત્ર નિર્ભય બની જાય છે. (૧૮) સ્વાધ્યાય કરવાથી–જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય છે. (૧૯) વાચનાથી–આચાર્યાદિ પાસેથી મૂળ પાઠ અને અર્થની વાચના લેવાથી ૧. સર્વતોમુખી કર્મોનો ક્ષય થાય છે. ૨. વાચના લેવાથી શ્રત પ્રત્યે ભક્તિ ભાવની વૃદ્ધિ થાય છે અને સભ્યશાસ્ત્ર વાચના લઈ બહુશ્રુત થવાથી શ્રુતના ઉપેક્ષા દોષ અને આશાતના દોષથી બચી જાય છે. ૩. તે સદા શ્રુતાનુસાર નિર્ણય કરનાર થાય છે તથા ૪. તે જિન શાસનના અવલંબન ભૂત બને છે. ૫. જેનાથી મહાન નિર્જરાનો લાભ અને મુક્તિનો લાભ થાય છે. (૨૦) સૂત્રાર્થના વિષયમાં પ્રશ્ન પૂછી સમાધાન પ્રાપ્ત કરવાથી–૧. સૂત્રાર્થ જ્ઞાનની વિશુદ્ધિ થાય છે. ૨. સંશયોનું નિરાકરણ થાય છે, જેથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષય થાય છે. (ર૧) સૂત્રોનું પરાવર્તન કરવાથી–૧. સ્મૃતિની પુષ્ટિ થાય છે. ૨. ભૂલાયેલું જ્ઞાન તાજું થાય છે. ૩.પદાનુસારિણી બુદ્ધિનો વિકાસ થાય છે અર્થાત્ એક પદના Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર : ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ ઉચ્ચારણથી આગળના પદ સ્વતઃ યાદ આવી જાય છે. (૨૨) સૂત્રોના તત્વોની મનમાં વિચારણા ચિંતવના કરવાથી-૧. કર્મ શિથિલ બને છે, તેની સ્થિતિ ઘટે છે, ઓછા થાય છે, મંદ થાય છે. ૨. કર્મબંધથી અને સંસારથી શીઘ્ર મુક્તિ થાય છે. (૨૩) ધર્મોપદેશ દેવાથી--- ૧. સાધક પોતાના કર્મોની મહા નિર્જરા કરે છે, ૨. જિનશાસનની પણ ઘણી પ્રભાવના કરે છે, અને તે ૩. આગામી ભવોમાં મહાભાગ્યશાળી થવાના કર્મોનું ઉપાર્જન કરે છે. ૩૯ (૨૪) શ્રુતની સમ્યક આરાધના કરવાથી – ૧. અજ્ઞાનનો નાશ થઈ જાય છે. ૨. તે જ્ઞાની ક્યાંય પણ સંક્લેશ – ચિત્તની અસમાધિને પામતા નથી. (૨૫) મનને એકાગ્ર કરવાથી – ચિત્તની ચંચળતા સમાપ્ત થાય છે. (૨૬) સંયમ લેવાથી – મુખ્ય આશ્રવ એટલે કર્મ આવવાના રસ્તા બંધ થઈ જાય છે અર્થાત્ હિંસા વગેરે મોટા-મોટા પાપોનો લગભગ પૂર્ણપણે ત્યાગ થઈ જાય છે. (૨૭) વિવિધ (૧૨ પ્રકારની) તપસ્યા કરવાથી – પૂર્વબદ્ધ કર્મ આત્માથી અલગ થઈ જાય છે. (૨૮) અલ્પકર્મી થઈ જવાથી - તે ક્રમશઃ યોગ નિરોધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. પછી ઝડપથી મુક્ત થઈ જાય છે. ૧. જીવ (૨૯) શાંતિપૂર્વક અર્થાત્ ઉતાવળ, ઉદ્વેગ વિના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરવાથી અથવા સુખની અપેક્ષાથી રહિત થઈ જવાથી ઉત્સુકતા રહિત અને શાંતિપ્રિય સ્વભાવ તેમજ વ્યવહાર વાળો બને છે. ૨. શાંતિ પૂર્વક પ્રવૃત્તિ કરનારા જ વાસ્તવમાં પ્રાણીઓની પૂર્ણ અનુકંપા રાખી શકે છે. એવો તે અનુકંપા પાલક સાધક, ઉત્સુકતા અને ઉતાવળી પ્રવૃત્તિઓ કરતો નથી. જેથી તે શોક મુક્ત રહે છે અને ૫. ચારિત્ર મોહનીય કર્મોનો વિશેષ રૂપે ક્ષય કરે છે. (૩૦) મન અનાસક્ત થઈ જવાથી – ૧. પ્રાણી બાહ્ય સંસર્ગોથી અને તેનાથી ઉત્પન્ન થનારી પરિણતિઓથી મુક્ત થઈ જાય છે. ૨. એવો સાધક સદા એકત્વભાવમાં જ તલ્લીન બની તેમાં દત્તચિત્ત રહે છે. ૩. અને તે રાત દિવસ (પ્રતિક્ષણ) પ્રતિબંધોથી રહિત થઈને આત્મભાવોમાં રહે છે તેમજ અપ્રમત્ત ભાવોથી યુક્ત રહીને સદા અંતર્મુખી રહે છે. (૩૧) જનાકુલતાથી અને સ્ત્રી વગેરેથી રહિત એવા એકાંત સ્થાનના સેવનથી -૧. ચારિત્રની રક્ષા થાય છે. ર. એવો ચારિત્ર રક્ષક સાધક પૌષ્ટિક આહારનો ત્યાગ કરે છે. ૩. દૃઢ ચારિત્રવાળો બને છે. ૪. એકત્વમાં જ રમણ કરવાવાળો થાય છે. ૫. અંતઃકરણથી મોક્ષ પથિક બનીને કર્મોની ગ્રંથીને તોડી દે છે. (૩૨) ઈન્દ્રિયો અને મનને વિષયોથી દૂર રાખવાથી— ૧. જીવ નવા-નવા પાપ Page #40 -------------------------------------------------------------------------- ________________ જ ૪૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત : કર્મ ન કરવામાં જ સંતુષ્ટ રહે છે અર્થાત્ તે પાપાચરણ કરવામાં ઉત્સાહ રહિત થઈ જાય છે. ૨. અને પૂર્વ ઉપાર્જિત કર્મોનો ક્ષય કરીને, સંસાર અટવીને પાર કરી મુક્ત થઈ જાય છે. (૩૩) સામૂહિક આહાર પાણીનો ત્યાગ કરવાથી – ૧. શ્રમણ પરાવલંબનથી મુક્ત થાય છે. ૨. સ્વાવલંબી બને છે. ૩. તે પોતાના લાભથી સંતુષ્ટ રહેવાનો અભ્યાસી થઈ જાય છે. અને ૪. પરલાભની આશાઓથી મુક્ત થઈ જાય છે. ૫. સંયમ ગ્રહણ કરવો જીવનની પ્રથમ સુખશય્યા છે તો તેમાં સામૂહિક આહારનો ત્યાગ કરવો જીવનની બીજી સુખશય્યા છે, અર્થાત્ સંયમની સાધનાની સાથે સામૂહિક આહારનો ત્યાગ કરીને સાધક બીજી અનુપમ સુખ સમાધિ પ્રાપ્ત કરે છે. (૩૪) સંયમ જીવનમાં શરીરોપયોગી વસ્ત્ર આદિ ઉપકરણોને ઘટાડવા કે ત્યાગ કરવાથી -૧. જીવને તે ઉપધિ સંબંધી લાવવું, રાખવું, સંભાળવું પ્રતિલેખન કરવું તથા સમયે-સમયે તેના સંબંધી અનેક સુધાર, સંસ્કાર આદિ કાર્યો કરવામાંથી મુક્તિ મળે છે. ૨. જેથી પ્રમાદ અને વિરાધના ઘટે છે. ૩. સ્વાધ્યાયની ક્ષતિનો બચાવ થાય છે. ૪. ઉપધિ સંબંધી આકાંક્ષાઓ રહેતી નથી પ. અને એવા અભ્યાસી જીવને ઉપધિની અનુપલબ્ધિ થવા પર પણ ક્યારે ય સંક્લેશ થતો નથી. (૩૫)આહારનો ત્યાગ કરતા રહેવાથી કે આહારને ઘટાડતા રહેવાથી – ૧. જીવવાના મોહનું ધીમે-ધીમેછેદન થાય છે. ૨. તથા તે જીવ આહારની અનુપલબ્ધિ થવા પર સંક્લેશ પામતો નથી પરંતુ ૩. તેવી પરિસ્થિતિમાં પણ પ્રસન્નચિત્ત રહી શકે છે. ૪. દુઃખાનુભૂતિ કરતો નથી. (૩૬) કષાયોના પ્રત્યાખ્યાન માટે પ્રયત્ન કરતા રહેવાથી – ૧. પ્રાણી વીતરાગ ભાવની સમકક્ષ ભાવોની પ્રાપ્તિ કરે છે. ૨. એવો જીવ સુખ-દુ:ખ બંને સ્થિતિમાં સમપરિણામી રહે છે, અર્થાત્ હર્ષ કે શોકથી પોતાના આત્માને અલિપ્ત રાખે છે. (૩૭)યોગ પ્રવૃત્તિઓને અલ્પતમ કરવાથી કે તેનો ત્યાગ કરવાથી – ૧. જીવ યોગ રહિત, આશ્રવ રહિત થઈને કર્મબંધ રહિત સ્થિતિને પ્રાપ્ત કરે છે. ૨. અને પૂર્વ કર્મોનો ક્ષય કરી દે છે. (૩૮) શરીરનો પૂર્ણપણે ત્યાગ કરી દેવાથી – ૧. પ્રાણી આત્માને સિદ્ધ અવસ્થાના ગુણોથી યુક્ત બનાવી લે છે. લોકાગ્રે પહોંચીને આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. ૩. જન્મ-મરણ અને સંસાર ભ્રમણથી સદાને માટે છૂટી જાય છે. (૩૯)કોઈપણ કાર્યમાં બીજાઓનો સહયોગ લેવાનું છોડી દેવાથી અર્થાત્ સમૂહમાં રહેવા છતાં પણ પોતાનું બધું કાર્ય જાતે કરવા રૂપ એકત્વચર્યામાં રહેવાથી – ૧. સાધક સદા એકત્વભાવમાં રમણ કરે છે. એકત્વની સાધનાથી અભ્યસ્ત થઈ જાય છે. ૩. અનેક પ્રકારની અશાંતિથી તેમજ કલહ, કષાય, કોલાહલ અને હુંસાતુંસી Page #41 -------------------------------------------------------------------------- ________________ 2 ઉપદેશ શાસ્ત્રઃ ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ વગેરે પ્રવૃત્તિઓથી મુક્ત થઈ જાય છે. ૪. તથા તેમને સંયમ, સંવર અને સમાધિની વિશિષ્ટ પ્રકારની પ્રાપ્તિ થાય છે. (૪૦) આજીવન અનશન કરવાથી અર્થાત્ મૃત્યુ સમય નજીક જાણીને સ્વતઃ સંથારો ગ્રહણ કરી લેવાથી – ભવ પરંપરાની અલ્પતા થઈ જાય છે, અર્થાત્ તે પ્રાણી ભવ ભ્રમણ ઘટાડી અતિ અલ્પ ભવોમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે. (૪૧) સંપૂર્ણ દૈહિક પ્રવૃત્તિઓનો વિરોધ કરવાથી અર્થાતુ દેહ રહેવા છતાં પણ દેહાતીત બની જવાથી - તે કેવળજ્ઞાની યોગ નિરોધ અવસ્થાને પ્રાપ્ત કરી, ચાર અઘાતી કર્મ ક્ષય કરી મુક્ત થઈ જાય છે. (૪૨) વેશ અનુસાર આચાર વિધિનું ઈમાનદારી પૂર્વક પાલન કરવાથી અથવા અચેલકતા ધારણ કરવાથી – ૧. સાધક હળવાપણું પ્રાપ્ત કરે છે. ૨. સ્પષ્ટ અને પ્રશસ્ત લિંગ(વેશરૂપ ઓળખ)વાળો બને છે. ૩. અપ્રમત્ત ભાવોની વૃદ્ધિ થાય છે. ૪. તે સાધક જિતેન્દ્રિય, સમિતિવંત તેમજ વિપુલ તપવાળો થઈ જાય છે. ૫. બધા પ્રાણીઓ માટે વિશ્વસનીય બની જાય છે. (૪૩) સાધુઓની સેવા શુશ્રુષા કરવાથી – તીર્થંકર નામકર્મ બંધ રૂપ પુણ્ય ઉપાર્જન થાય છે. (૪૪) વિનય આદિ સર્વ ગુણોથી સંપન્ન થઈ જવાથી – ૧. જીવ ઉત્તરોત્તર મુક્તિગમનની નજીક થઈ જાય છે અને ૨. શારીરિક માનસિક દુઃખોનો ભાગીદાર બનતો નથી. એટલે અનેક દુઃખોથી છૂટી જાય છે. (૪૫) વીતરાગ ભાવોમાં રમણતા કરવાથી – ૧. જીવ સ્નેહ અને તૃષ્ણાના અનુબંધનોથી મુક્ત થઈ જાય છે અને ૨. મનોજ્ઞ–અમનોજ્ઞ શબ્દ રૂપ આદિનો સંયોગ થવા છતાં સદા વિરક્ત ભાવો સાથે નિઃસ્પૃહ બની રહે છે. (૪) ક્ષમા ધારણ કરવાથી – સાધક કષ્ટ, ઉપસર્ગ કે પરીષહો ઉપસ્થિત થાય ત્યારે દુઃખી બનતો નથી. પરંતુ પરીષહ વિજેતા બનીને પ્રસન્ન રહે છે. (૪૭) નિર્લોભી બનીને રહેવાથી – ૧. પ્રાણી અકિંચન, નિષ્પરિગ્રહી અને સાચો ફકીર બની જાય છે. ૨. એવા સાચા સાધક પાસે અર્થ લોલુપી લોકો કંઈ પણ ઈચ્છા કે આશા રાખતા નથી. (૪૮) સરળતા ધારણ કરવાથી – ૧. ભાષામાં અને કાયામાં તથા ભાવોમાં સરળતા એકરૂપ બની જાય છે. ૨. એવી વ્યક્તિનું જીવન વિવાદ રહિત બની જાય છે. ૩. અને તે ધર્મનો સાચો આરાધક બને છે. (૪૯) મૃદુતા, લઘુતા, નમ્રતા, કોમળતાના સ્વભાવને ધારણ કરવાથી – ૧. જીવ ઉદ્ધત ભાવ અથવા ઉદંડ સ્વભાવવાળો બનતો નથી. ૨. અને તે વ્યક્તિ આઠ પ્રકારના મદ(ઘમંડ) ના સ્થાનોનો વિનાશ કરી દે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ - જર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત (૫૦) અંતરાત્મામાં સચ્ચાઈ ધારણ કરવાથી – ૧. જીવ ભાવોની વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. ૨. અરિહંત ભાષિત ધર્મનો અને પરલોકનો આરાધક બને છે. (૫૧) પ્રમાણિકતા પૂર્વક કાર્ય કરવાથી – ૧. જીવ અપૂર્વ અપૂર્વકાર્ય કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. ૨. તથા તેની કથની અને કરણી એક થઈ જાય છે. (પર) મન, વચન અને કાયાની સચ્ચાઈ ધારણ કરવાથી – જીવ પોતાની બધી પ્રવૃત્તિઓને વિશુદ્ધ કરે છે. (૫૩) મનને ગોપવવાથી અર્થાત્ અશુભ મનને રોકીને તેને શુભરૂપમાં પરિણત કરતા રહેવાથી - ૧. જીવ ચિત્તની એકાગ્રતા વાળો બને છે. ૨. અશુભ સંકલ્પોથી મનની રક્ષા કરી, સંયમની આરાધના કરે છે. (૫૪) વચનને ગોપવવાથી અર્થાત્ મૌનવ્રત ધારણ કરવાથી – ૧. જીવ વિચાર શૂન્યતાને પ્રાપ્ત કરે છે. અર્થાત્ સંકલ્પ-વિકલ્પોથી મુક્ત બનવામાં અગ્રેસર બને છે. ૨. અને તેને આધ્યાત્મ યોગ તેમજ શુભ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. (૫૫) કાયાના ગોપનથી અર્થાત્ અંગોપાંગના ગોપનથી – ૧. કાયિક સ્થિરતાને પ્રાપ્ત કરે છે. ૨. તેમજ પાપના આશ્રવોનો નિરોધ કરે છે. (પ) મનને આગમકથિત ભાવોમાં સારી રીતે જોડવાથી – ૧. જીવ એકાગ્રતા અને જ્ઞાનની વિશિષ્ટ ક્ષમતા પ્રાપ્ત કરે છે. ૨. તથા તે સમકિતની વિશુદ્ધિ અને મિથ્યાત્વનો ક્ષય કરે છે. (૫૭) વાણીને સ્વાધ્યાયમાં સારી રીતે જોડવાથી – ૧. ભાષાથી સંબંધિત સમકિતના વિષયની વિશુદ્ધિ થાય છે. ૨. તેને સુલભ બોધિની પ્રાપ્તિ થાય છે અને દુર્લભ બોધિનો ક્ષય થાય છે. (૫૮) સંયમના યોગોમાં કાયાને સારી રીતે જોડવાથી – ૧. ચારિત્રની વિશુદ્ધિ થાય છે અને ૨. સર્વ દુઃખોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. (૫૯)આગમજ્ઞાન–સંપન્ન થવાથી – ૧. વિશાળ તત્ત્વોનો જ્ઞાતા બની જાય છે. ૨. સૂત્ર જ્ઞાનથી સંપન્ન જીવ દોરો પરોવેલ સોયની જેમ સંસારમાં સુરક્ષિત રહે છે. અર્થાત્ ક્યાંય પણ ખોવાઈ જતો કે ભૂલો પડતો નથી. ૨. સિદ્ધાંતોમાં કોવિંદ બનેલો તે જ્ઞાની લોકોમાં પ્રમાણિક અને આધારભૂત પુરુષ માનવામાં આવે છે. () જિન પ્રવચનમાં ગાઢ શ્રદ્ધા સંપન્ન થવાથી – ૧. પ્રાણી મિથ્યાત્વનો વિચ્છેદ કરી દે છે. અને ૨. ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરે છે. અર્થાત્ તેનો સમકિત, રૂપી દીપક ક્યારે ય બુઝાતો નથી તથા તે ૩. જ્ઞાન-દર્શનની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતો થકો અનુત્તર જ્ઞાન-દર્શન પ્રાપ્ત કરે છે. (૧) ચારિત્રથી સુસંપન્ન બનવાથી – જીવ શેલેશી અવસ્થા પ્રાપ્ત કરી, અંતમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશા છે (૨-૬) પાંચેય ઈન્દ્રિયોનો નિગ્રહ કરવાથી -- ૧. જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ ઈન્દ્રિય-વિષયો ઉપસ્થિત થવા છતાં રાગ-દ્વેષ અને કર્મ બંધ કરતો નથી. (૭-૭૦) ચારે કષાયો પર વિજય પ્રાપ્ત કરી લેવાથી– ૧. સાધક ક્રમશઃ ક્ષમા, નમ્રતા, સરલતા અને નિર્લોભીપણાના ગુણથી સંપન્ન બની જાય છે. ૨. અને તજન્ય કર્મ બંધ નહિ કરતાં પૂર્વ કર્મોનો ક્ષય કરે છે. (૭૧-૭૩) રાગ-દ્વેષ અને મિથ્યાત્વ પાપ પર વિજય પ્રાપ્ત કરવાથી અર્થાત્ તેવા પરિણામોનો ક્ષય કરી દેવાથી– ૧. સાધક રત્નત્રયની આરાધનામાં ઉપસ્થિત થાય છે. ૨. પછી મોહ કર્મ આદિનો ક્ષય કરી સર્વજ્ઞ સર્વદર્શી બને છે. ૩. તેને કેવળ બે સમયની સ્થિતિવાળા શાતા વેદનીય કર્મનો જ બંધ થાય છે. ૪. અંતર્મુહર્ત આયુષ્ય શેષ રહેવા પર તે કેવળી ત્રણે યોગ અને શ્વાસોશ્વાસનો નિરોધ કરે છે. ૫. જેથી તેના આત્મપ્રદેશ શરીરની બેતૃતીયાંશ અવગાહનામાં સ્થિર થઈ જાય છે, અર્થાત્ પછી આત્મ પ્રદેશોનું શરીરમાં બ્રમણ બંધ થઈ જાય છે. ડ. અંતમાં સંપૂર્ણ કર્મક્ષય કરીને અને શરીરનો ત્યાગ કરીને, તે જીવ શાશ્વત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. સમ્યક્ પરાક્રમ નામના આ અધ્યયનમાં દર્શિત સર્વ સ્થાનોમાં સાધકોએ યથાશક્તિ, યથાસમય, સમ્યપણે પરાક્રમ કરતાં જ રહેવું જોઈએ. એમ કરવાથી જ સંયમમાં ઉપસ્થિત થનારા તે સાધકો આત્મકલ્યાણ સાધીને સદાને માટે કૃતકૃત્ય બની જાય છે. ત્રીસમું અધ્યયન : તપનું સ્વરૂપ આ અધ્યયનમાં તપના સ્વરૂપનું અને તેના ભેદાનુભેદોનું વર્ણન છે. જેવી રીતે મહાસરોવરમાં પાણી આવવાના માર્ગ બંધ કરી દેવાથી અને પાણીને બહાર કાઢતાં રહેવાથી તેમજ સૂર્યના તાપથી ક્રમશઃ પાણી સુકાઈ જતાં તેનું પાણી ખાલી કરી શકાય છે, તેવી રીતે શ્રમણોના સંપૂર્ણ નવા કર્મોનો અટકાવ થાય છે, પછી ઉતરોત્તર તપનું આચરણ કરતાં રહેવાથી કરોડો ભવોના સંચિત કરેલા કર્મો પણ ક્ષય થઈ જાય છે. અર્થાત્ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ અને રાત્રિભોજનથી સર્વથા નિવૃત્ત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિથી યુક્ત, કષાયોથી મુક્ત, જિતેન્દ્રિય, ત્રણ ગર્વ અને ત્રણ શલ્યથી રહિત મુનિ કર્માશ્રવથી પણ રહિત થઈ જાય છે, અનશન આદિ છ પ્રકારના બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્ત સ્વાધ્યાય, ધ્યાન આદિ છ પ્રકારના આત્યંતર તપનું અધિકાધિક આચરણ કરવાથી મુનિ ક્રમશઃ કર્મોથી મુક્ત બની જાય છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ના ૪૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : નાગમ નવનીત (૧) નવકારસી, પોરસી, નવી, આયંબિલ, કે ઉપવાસથી લઈને છ માસ સુધીનું તપ અને અન્ય અનેક શ્રેણી, પ્રતર આદિ તપ વગેરે ઈતરિક અનશન તપ છે. સંથારો કરવો એ આજીવન અનશન છે. તે પણ શરીરના બાહ્ય પરિકર્મયુક્ત અને પરિકર્મ રહિત બંને પ્રકારનો હોય છે. (ર) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પર્યાયના ભેદથી ઉણોદરી તપના પાંચ પ્રકાર છે. ભૂખથી ઓછું ખાવું દ્રવ્ય ઊણોદરી છે. બીજા ચાર ભેદ અભિગ્રહ સંબંધિત છે. (૩) પેટી, અર્ધપેટી આદિ આઠ પ્રકારની ગોચરી ગમન અને સાત પ્રકારની પિંડેષણા તેમજ અન્ય અનેક પ્રકારના નિયમ-અભિગ્રહમાંથી કોઈપણ અભિગ્રહ કરીને ભિક્ષા માટે જવું એ ભિક્ષાચર્યા તપ છે. (૪) પાંચ વિનયમાંથી કોઈપણ એક અથવા અનેક વિષયનો ત્યાગ કરવો અથવા અનેક મનગમતા(પ્રિય) ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરવો રસપરિત્યાગ તપ છે. (૫) વીરાસન આદિ અનેક કઠિન આસન કરવા, રાત્રિભર એક આસન કરવું, લોચ કરવો, પરીષહ વગેરે સહન કરવા; એ બધા કાયક્લેશ તપ છે. () જંગલ, વૃક્ષ, પર્વત, સ્મશાન વગેરે એકાત્ત સ્થાનમાં આત્મલીન થઈને રહેવું, તેમજ કષાય, યોગ અને ઇન્દ્રિય-વિષયોનો ત્યાગ કરવો પ્રતિસલીનતા તપ છે. (૭) દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી યથાયોગ્ય પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો, પ્રાયશ્ચિત્ત તપ છે. (૮) ઊભા થવું, આસન આપવું, હાથ જોડીને મસ્તક નમાવવું આદિ ગુરુ ભક્તિ અને ભાવ સુશ્રુષા કરવી વિનય તપ છે. (૯) આચાર્ય, સ્થવિર, રોગી, નવદીક્ષિત આદિ દશવિધ શ્રમણોની યથાશક્તિ સેવા કરવી વૈયાવચ્ચ તપ છે. (૧૦) સ્વાધ્યાય-૧. નવાં-નવાં સૂત્રો અને શાસ્ત્રોના મૂળપાઠ અને અર્થની વાચના લેવી, તેમને કંઠસ્થ કરવા, ૨. શંકાઓને પૂછીને સમાધાન કરવું ૩. શીખેલા જ્ઞાનનું પુનરાવર્તન કરવું. ૪. અનુપ્રેક્ષા કરવી, ૫. ધર્મનો ઉપદેશ આપવો વગેરે સ્વાધ્યાય તપ છે. (૧૧) આત્મસ્વરૂપનું એકત્વ, અન્યત્વ, અશરણ આદિ ભાવનાઓનું, લોકના સ્વરૂપનું, એકાગ્રચિત્તથી આત્માનુલક્ષી સમાતિસૂક્ષ્મ ચિંતન કરતાં-કરતાં તેમાં લીન થઈ જવું, તે ધ્યાન તપ છે. તે ધ્યાનમાં પ્રથમ અવસ્થા ધર્મધ્યાનરૂપ છે અને એકાગ્રતામાં આગળ વધીને, સાધક અતિ સૂક્ષ્મ ધ્યાન અવસ્થારૂપ શુકલ ધ્યાનને પ્રાપ્ત કરે છે. (૧૨) વ્યુત્સર્ગ–મન, વચન, કાયાની પ્રવૃત્તિઓનો નિર્ધારિત સમય માટે પૂર્ણ રૂપથી (પૂરેપૂરી રીતે) ત્યાગ કરવો યોગ-વ્યુત્સર્ગ છે. તેને પ્રચલિત ભાષામાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર : ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ ૪૫૯ કાયોત્સગ (કાઉસ્સગ્ગ) કહેવામાં આવે છે. એવી રીતે કષાયોનું કર્મોનું સમૂહ-ગણનું વ્યુત્સર્જન કરીને એકાકીપણે રહેવું, વગેરે બધા ય વ્યુત્સર્ગ તપ છે. તેના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર છે. આ બાહ્ય અને આત્યંતર તપને જે મુનિ યથાશક્તિ ધારણ કરી, તેમાં ઉતરોત્તર વૃદ્ધિ કરતાં સમ્યક્ આરાધન કરે તે શીઘ્ર સંસારથી મુક્ત થાય છે. એકત્રીસમું અધ્યયન ચરણવિધિ આ અધ્યયનમાં એકથી લઈને તેત્રીસ બોલ સુધી આચારના વિષયો પરનું વર્ણન છે. જેમાં કેટલાક જ્ઞેય(જાણવા જેવા) છે. કેટલાક ઉપાદેય(આદરવા જેવા) છે અને કેટલાક હેય(છોડવા લાયક) છે. સમિતિ, ગુપ્તિ, મહાવ્રત, શ્રમણ ધર્મ, પાંડમા, આદિ ઉપાદેય છે. કષાય, દંડ, અસંયમ, બંધન, શલ્ય, ગર્વ, સંજ્ઞા, ભય, મદ આદિ હેય છે. છ કાય, ભૂતગ્રામ, પરમાધામી, સૂત્રકૃતાંગ સૂત્ર, જ્ઞાતાસૂત્ર, દશાશ્રુત સ્કંધ વગેરે સૂત્રોના અધ્યયન શેય છે. અંતમાં, ગુરુ રત્નાધિકની તેત્રીસ આસાતનાઓનું વર્ણન છે. બત્રીસમું અધ્યયન પ્રમાદથી સુરક્ષા આ અધ્યયનમાં મૈથુનભાવ અને પાંચ ઇન્દ્રિયોના વિષયના સંદર્ભમાં વિસ્તાર પૂર્વક વર્ણન કરીને, પ્રમાદાચરણ વિશે સમજાવીને, એનાથી આત્માને સાવધાન અને સુરક્ષિત રહેવાની પ્રેરણા આપવામાં આવી છે અને સુરક્ષિત રહેવાની વિધિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. (૧) સંપૂર્ણ જ્ઞાનને પ્રગટ કરવાથી તથા અજ્ઞાન અને મોહનો ત્યાગ કરવાથી તેમજ રાગ દ્વેષનો ક્ષય કરવાથી એકાન્ત સુખના સ્થાનરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. (ર) એ માટે – ૧. વૃદ્ધ અને ગુરુજનોની સેવા ૨. બાલ જીવોની સોબતનો ત્યાગ ૩. સ્વાઘ્યાય ૪. એકાન્તનું સેવન ૫. સૂત્રાર્થ ચિંતન ૬. પરિમિત આહાર ૭. યોગ્ય સાથી ૮. જનાકુલતા રહિત સ્થાન; આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. (૩) કદાચ કર્મયોગે યોગ્ય સહાયક સાથી ન મળે તો આત્માર્થી મુનિ સમસ્ત પાપોનું નિવારણ કરતાં બ્રહ્મચર્યની સાધનામાં વિશિષ્ટ સાવધાન રહેતાં એકલા જ વિચરણ કરે. (૪) લોભ, તૃષ્ણા અને મોહના ત્યાગથી દુ:ખોનો શીઘ્ર નાશ સંભવ છે. (૫) રાગ, દ્વેષ અને મોહ એ કર્મોના મૂળ છે અને કર્મ એ દુઃખ-સંસારના મૂળ છે. (૬) બ્રહ્મચર્યના સાધક આરાધક મુનિઓએ રસોનું, વિગયોનું અધિક પ્રમાણમાં Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત : સેવન ન કરવું, પેટ ભરીને કયારેય ન ખાવું, સ્ત્રી આદિના સંપર્ક રહિત અને તેના નિવાસ રહિત, એકાન્ત સ્થાનમાં રહેવું સ્ત્રીના હાસ્ય, વિલાસ, રૂપ, લાવણ્ય વગેરેનું શ્રવણ કે અવલોકન ન કરવું તેમજ સ્ત્રી વિશે ચિંતન ન કરવું. (૭) વિભૂષિત દેવાંગનાઓ પણ બ્રહ્મચર્યમાં લીન બનેલા મુનિઓને ચલિત કરવામાં સમર્થ ન હોય, એવા સાધક માટે પણ ભગવાને સ્ત્રી આદિથી રહિત સ્થાનમાં રહેવું જ એકાંત હિતકારી કહ્યું છે. (૮) કિંપાક ફળ સ્વાદમાં, વર્ણમાં, ખાવામાં અતિ મનભાવક હોય છે પરંતુ તેનું પરિણામ વિષમય હોય છે. તેવી જ રીતે કામ ભોગોનું પરિણામ મહાદુઃખદાયી હોય છે. (૯) સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષો પર પક્ષીઓ આવજા કરતાં રહે છે. તે જ રીતે પૌષ્ટિક ભોજન કરનારના મનમાં વિકાર વાસનાના સંકલ્પો આવતા રહે છે. (૧૦) જેમ ઘણાં વૃક્ષોવાળા (લાકડાંવાળા) જંગલમાં લાગેલી આગને શાંત કરવી મુશ્કેલ છે એવી જ રીતે અતિ ભોજન કરનારના ચિતમાં અસાધ્ય કામાગ્નિ ઉત્પન્ન થાય છે, તે બ્રહ્મચારીઓ માટે જરા પણ હિતકારી નથી. (૧૧) જે રીતે બિલાડીના આવાસ પાસે ઉંદરોનું રહેવું કયારેય ઉચિત નથી તેવી જ રીતે સ્ત્રીના નિવાસ સ્થાનમાં સાધુને સાથે રહેવું, ગમનાગમન કરવું, હંમેશાં અનુચિત હોય છે. (૧૨) પાંચ ઈન્દ્રિયોમાં આસક્ત બનેલો આ જીવ અનેક પ્રકારના પાપોનું આચરણ કરતો હોય છે. તે વિષયોને સંતોષવામાં મુગ્ધ બનીને રાત-દિવસ દુઃખી અને અશાન્ત રહે છે. જૂઠ, કપટ, ચોરી આદિ કરે છે અને અનેક પ્રકારના કર્મ બાંધીને સંસાર વધારે છે. (૧૩) પ્રસ્તુત અધ્યયનમાં પાંચ ઇન્દ્રિયો અને કામભોગની આસક્તિથી જીવન નાશ કરનાર પ્રાણીઓનું ઉદાહરણ આપીને, તે ઉદાહરણ દ્વારા વિષયોથી વિરક્ત થવાની પ્રેરણા આપવામાં આવી છે. (૧૪) શ્રોતેન્દ્રિયમાં હરણ, ચક્ષુઈન્દ્રિયમાં પતંગીયું ઘ્રાણેન્દ્રિયમાં સર્પ, રસનેન્દ્રિયમાં મચ્છ, સ્પર્શેન્દ્રિયમાં પાડો અને કામભોગમાં હાથી, પોતાના પ્રાણ ગુમાવી દે છે. (૧૫) મોક્ષાર્થી સાધક જલકમલવત્' આ બધા વિષયોમાંવિરક્ત રહીને સંસારથી અલિપ્ત રહે છે. (૧) વિરક્ત, જ્ઞાની, અને સતત સાવધાન સાધકને માટે આ ઇન્દ્રિયોના વિષય જરા પણ દુઃખ આપનાર થતા નથી, અર્થાત તે (સાધક આત્મા) તેમાં લપેટાતો જ નથી. કારણ કે સદા તેના તરફ વીતરાગ ભાવો જેવી દષ્ટિ રાખે છે. (૧૭) આમદુઃખ આ વિષયોમાં નથી, પરંતુ આત્માના રાગ-દ્વેષ જન્ય પરિણામોમાં Page #47 -------------------------------------------------------------------------- ________________ આ ઉપદેશ શાસ્ત્ર: ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ ૪. ૨ અને આસક્તિમાં તથા અજ્ઞાનમાં જ દુખ ભરેલું છે. જ્ઞાની અને વિરક્ત આત્માઓને માટે આ બધા વિષયો જરા પણ પીડાકારી થતા નથી. આ ઇન્દ્રિયોના વિષયો તો સ્વતઃ હંમેશા તે વિરક્ત આત્માથી દૂર ભાગે છે. આ જાણીને મુનિઓ નિરંતર વિરક્તતાના ભાવોમાં વૃદ્ધિ કરીને સંકલ્પવિકલ્પોથી આગળ વધીને સંપૂર્ણ તૃષ્ણા ઇચ્છાઓથી મુક્ત બને છે. 'તેત્રીસમું અધ્યયન અષ્ટ કર્મ (૧) આ અધ્યયનમાં) મૂળ કર્મ પ્રકૃતિ આઠ અને ઉત્તર પ્રકૃતિ ૭૧ કહેવામાં આવી છે. વેદનીય અને નામ કર્મના બે-બે ભેદ કહીને તેના પુનઃ અનેક ભેદ છે એવું પણ સુચન કર્યું છે– ૧. જ્ઞાનાવરણીયના-૫. ૨. દર્શનાવરણીયના-૯, ૩. વેદનીયના-૨, ૪. મોહનીયના-૨૮, ૫. આયુષ્યના-૪. દ. નામકર્મના–૨. ૭. ગોત્રકર્મના–૧૬.૮. અંતરાયના–૫; આ સર્વ મળીને કુલ ૭૧ થાય છે. (૨) એક સમયમાં અનંત કર્મોના પુદ્ગલ આત્મા સાથે લાગે છે. તે દશેય દિશાઓમાંથી લાગે છે અને બધા આત્મ પ્રદેશો પર તેનો બંધ સમાન રૂપે હોય છે. (૩) આઠ કર્મોની બંધ સ્થિતિ આ પ્રમાણે છેક્રમ કર્મ | જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ | ૧ | જ્ઞાનાવરણીય | અંતર્મુહૂર્ત ત્રીસ ક્રોડાકોડ સાગરોપમાં ૨ | દર્શનાવરણીય અંતર્મુહૂર્ત ત્રીસ ક્રોડાક્રોડ સાગરોપમ વેદનીય અંતર્મુહૂર્ત ત્રીસ ક્રોડાકોડ સાગરોપમ | મોહનીય અંતર્મુહૂર્ત સિતેર ક્રોડાકોડ સાગરોપમાં આયુષ્ય અંતમુહૂર્ત તેત્રીસ સાગરોપમ | | નામ આઠ મુહૂર્ત વીસ ક્રોડાકોડ સાગરોપમ ૭ | ગોત્ર આઠ મુહૂર્ત વીસ ક્રોડાકોડ સાગરોપમ | ૮ | અંતરાય અંતર્મુહૂર્ત ત્રીસ ક્રોડાકોડ સાગરોપમ (૪) મોક્ષાર્થી સાધકે આ કર્મોને જાણીને નવો કર્મ બંધ ન કરવો જોઈએ અને પૂર્વે બાંધેલા કર્મોનો તપ-સંયમથી ક્ષય કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ૫ 'ચોત્રીસમું અધ્યયનઃ વેશ્યાનું સ્વરૂપ કૃષ્ણ, નીલ, કાપોત આ ત્રણ લેશ્યા અશુભ છે અને તેજો, પદ્મ અને શુકલ એ ત્રણ લેશ્યાઓ શુભ છે અથવા ત્રણ અધર્મ વેશ્યાઓ છે તે જીવને દુર્ગતિમાં લઈ Page #48 -------------------------------------------------------------------------- ________________ જ ૪૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત જ જનાર છે. અને ત્રણ ધર્મ લેશ્યાઓ જીવને સદ્ગતિમાં લઈ જનાર છે. લેશ્યા, દ્રવ્ય અને ભાવ રૂપ બે પ્રકારની હોય છે. ભાવ વેશ્યા તો આત્માના પરિણામ અર્થાત અધ્યવસાય રૂપ છે અને તે અરૂપી છે. દ્રવ્ય લેશ્યા પદુગલમય હોવાથી રૂપી છે. તેના વર્ણ, ગંધે, રસ, સ્પર્શ, પરિણામ, સ્થાન, સ્થિતિ વગેરેના સ્વરૂપનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. ભાવ લેશ્યાની અપેક્ષા એ અહીં -- લક્ષણ, ગતિ, આયુબંધનું વર્ણન કરવામાં આવ્યું છે. (૧) કૃષ્ણ વેશ્યાનાં લક્ષણ:- પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત, અગુપ્ત, અવિરત, તીવ્ર ભાવોથી આરંભ સમારંભમાં પ્રવૃત્ત, નિર્દય, કર, અજિતેન્દ્રિય, આ પ્રકારના પરિણામોવાળા જીવને કૃષ્ણ લેશ્યાવાળો સમજવો જોઈએ. (૨) નીલ ગ્લેશ્યાના લક્ષણ – ઈર્ષ્યાળુ, કદાગ્રહી, અજ્ઞાની, માયાવી (કપટી), નિર્લજ્જ, આસક્ત, ધૂર્ત, પ્રમાદી, રસ-લોલુપ, સુખેશી, અવ્રતી, શુદ્ર સ્વભાવી, આ પ્રકારના પરિણામોવાળા જીવને નીલ ગ્લેશ્યાવાળો સમજવો જોઈએ. (૩) કાપાત લેશયાનાં લક્ષણઃ-વક્ર, વકઆચરણવાળો, કપટી, સરલતા રહિત, દોષોને છુપાવનારો, મિથ્યાદિષ્ટી, અનાર્ય, હંસોડ, દુષ્ટવાદી, ચોર, મત્સર ભાવવાળો; આ પ્રકારના પરિણામોવાળા જીવને કાપોત લેશ્યાવાળો સમજવો જોઈએ. (૪) તેજો વેશ્યાનાં લક્ષણ:- નપ્રવૃત્તિ, ચપળતા રહિત, માયા રહિત, કુતૂહલ રહિત,વિનયયુક્ત, ઈન્દ્રિયોનું દમન કરનાર, સમાધિવાન, પ્રિયધર્મી, દ્રઢધર્મી, પાપભીરુ, મોક્ષાર્થી; આ પ્રકારના પરિણામોવાળા જીવને તેજો લેશ્યાવાળો સમજવો જોઈએ. (૫) પદ્મ લેશ્યાનાં લક્ષણ :- ક્રોધ, માન, માયા, લોભ અત્યંત અલ્પ હોય, પ્રશાંત ચિત્ત, ઇન્દ્રિયોનું દમન કરનાર, તપસ્વી, અલ્પભાષી, ઉપશાંત, જિતેન્દ્રિય વગેરે; આ પ્રકારના પરિણામવાળા જીવને પદ્મ લેશ્યાવાળો સમજવો જોઈએ. () શુકલ લેગ્યાનાં લક્ષણ – આર્ત-રૌદ્રધ્યાનને છોડીને ધર્મ અને શુક્લધ્યાનમાં લીન, પ્રશાન્ત ચિત્ત, ઇન્દ્રિયોનું દમન કરનાર, સમિતિવાન, ગુપ્તિવાન, ઉપશાંત, જિતેન્દ્રિય વગેરે; આ પ્રકારના ગુણોથી યુક્ત સરાગી હોય કે વીતરાગી તે પરિણામોવાળા જીવને શુક્લ લેશ્યાવાળો સમજવો જોઈએ. (૭) અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીકાલના જેટલો સમય હોય છે તેટલા અસંખ્યાત સ્થાન(દરજ્જા) લેશ્યામોના હોય છે. (૮) વેશ્યાઓની સ્થિતિ :જીવ લેશ્યા વિવરણ જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ જીવ ! કૃષ્ણલેશ્યા | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરો જીવ | નીલલેશ્યા | અંતર્મુહર્ત | પલ્યો અસંહ ભાગ અધિક દસ સાગરો jજીવ | કાપોતલેશ્યા | અંતર્મુહૂર્ત પલ્યો અસં. ભાગ અધિક ત્રણ સાગરો Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર: ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ જીવ | વેશ્યા વિવરણ જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ | તેજલેશ્યા | અંતમુહૂર્ત પલ્યોઅસંહ ભાગ અધિક બે સાગરો | પાલેશ્યા અંતમુહૂર્ત અંતર્મુહૂર્ત અધિકદસ સાગરો જીવ શુક્લલેશ્યા અંતમુર્ત અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરો નારકી કાપોતલેશ્યા ૧૦ હજાર વર્ષ પલ્યો અસં ભાગ અધિક ત્રણ સાગરો નારકી નીલલેશ્યા પલ્યોઅસં ભાગ | પલ્યો અસં ભાગ અધિક દસ સાગરો અધિક ત્રણ સાગરો નારકી | કૃષ્ણલેશ્યા પલ્યોઅસં ભાગ અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરો અધિક દસ સાગરો, દિવતા | પૃષ્ણલેશ્યા (1) ૧૦ હજાર વર્ષ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દિવતા | | નીલલેશ્યા પલ્યો અસર ભાગ | પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દેવતા કાપોતલેશ્યા પલ્યો અસં ભાગ | પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દિવતા | તેજલેશ્યા ૧૦ હજાર વર્ષ પલ્યો. અસં. ભાગ અધિક બે સાગરોપમાં ભવનપતિ તેજલેશ્યા ૧૦ હજાર વર્ષ | સાધિક એક સાગરોપમ વાણવ્યંતર, તેજલેશ્યા ૧૦ હજાર વર્ષ | 1 પલ્યોપમ જ્યોતિષી | તેજલેશ્યા પલ્યો.નો આઠમો ભાગ ૧ પલ્યોપમ અને એક લાખ વર્ષ વિમાનિક | તેજલેશ્યા ૧ પલ્યોપમ | ર સાગરોપમ અધિક વિમાનિક | પાલેશ્યા ૨ સાગરોપમ અધિક | ૧૦ સાગરોપમ વિમાનિક | શુક્લલેશ્યા ૧૦ સાગરોપમ સાધિકા ૩૩ સાગરોપમ અંતર્મુહૂર્ત અધિક તિર્યંચ 1 ૬ લેયા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત મનુષ્ય ! પ વેશ્યા [ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત મનુષ્ય | શુક્લલેશ્યા | અંતર્મુહૂર્ત દેશોન કોડ પૂર્વ વર્ષ નોંધઃ દેવતાઓમાં કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ સમયાધિક હોય છે. તેનાથી નીલલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતગણી હોય છે, ત્યારપછી કાપોતલેશ્યાની જઘન્ય સ્થિતિ સમયાધિક હોય છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતગણી હોય છે. તેમ છતાં બધી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહેવાય છે. ચાર્ટમાં આપેલી આ સર્વ સ્થિતિઓ દ્રવ્યથાની મુખ્યતાએ સમજવી. (૯) કોઈપણ લેશ્યા પ્રારંભ થાય તેના પ્રથમ આદિ સમયમાં જીવ મરતો નથી. અસંખ્ય સમયનું અંતર્મુહૂર્ત થયા પછી અને અસંખ્ય સમયનું અંતર્મુહૂર્ત લશ્યાનું બાકી રહે ત્યારે જીવ મરીને પરલોકમાં જાય છે. તેથી જે લેશ્યામાં મરીને જાય છે તે જ લેશ્યામાં પરભવમાં જન્મે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ છે. પ૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત (૧૦) મુમુક્ષુ આત્માઓએ વેશ્યાઓના સ્વરૂપ(લક્ષણ)ને જાણી અપ્રશસ્ત લેશ્યાઓનું વર્જન કરી, તેવા પરિણામોથી દૂર થઈ, પ્રશસ્તિ લેશ્યાના લક્ષણ રૂપ ભાવોમાં, પરિણામોમાં આત્માને સ્થાપિત કરી સ્થિત રાખવા. પાંત્રીસમું અધ્યયન મુનિ ધર્મ (૧) ગ્રહવાસનો ત્યાગ કરી સંયમનો સ્વીકાર કરનાર મુનિએ હિંસા આદિની ઈચ્છા અને લોભનો ત્યાગ કરવો જોઈએ. (૨) મનોહર ઘરમાં રહેવાની ઈચ્છા પણ ન કરવી જોઈએ. (૩) કોઈપણ પ્રકારના મકાનોના નિર્માણ કાર્યમાં અંશતઃ પણ ભાગ ન લેવો જોઈએ. કારણ કે તે કાર્ય ત્રણ-સ્થાવર અનેક જીવોના સંહારરૂપ બને છે. તેની અનુમોદના અને પ્રેરણા આપવી એ પણ મહાન પાપ કર્મોને પેદા કરનાર છે એટલે મહાન કર્મબંધ કરાવનાર થાય છે. (૪) એવી જ રીતે આહાર પાણી પકાવવાનું અને પકાવતાને અનુમોદન આપવાનું કાર્ય પણ અનેક પાપોથી યુક્ત છે અર્થાત્ ઘણાં જીવોની હિંસા કરનાર છે. તેથી અણગારોએ આવા કાર્યોમાં ભાગ ન લેવો અને તેઓને માટે કોઈ આહાર પાણી બનાવે તો તેને ગ્રહણ કરવાની મનથી પણ ઇચ્છા ન કરવી. (૫) મુનિ ધન-સંપત્તિ રાખવાની મનથી પણ ઇચ્છા ન કરે, સોના અને પત્થરને સમાનભાવથી જુએ, કંઈ પણ ખરીદે નહિ અને ખરીદનારને અનુમોદન આપે નહિ કારણકે એવું કરનાર વણિક(વ્યાપારી) હોય છે. () મુનિ સામુદાનિક (અનેક ઘરેથી ફરીને) પ્રાપ્ત થયેલ ભિક્ષાથી જીવન નિર્વાહ કરે, લાભાલાભમાં સંતુષ્ટ રહે, સ્વાદ માટે કંઈ પણ ન ખાય; પૂજા, પ્રતિષ્ઠા, વંદન નમસ્કાર કે સન્માનની મનથી પણ ઇચ્છા ન કરે અર્થાત્ એના માટે કોઈ પણ પ્રવૃતિ ન કરે. મુનિ નિર્મમત્વી અને નિરહંકારી બનીને સાધના કરે, મૃત્યુના સમયે આહારનો ત્યાગ કરીને, શરીર પરથી મૂછ હટાવીને, દેહાતીત બનીને શુક્લ ધ્યાનમાં લીન બને. આ પ્રકારે આરાધના કરનાર, કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને પરમ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. છત્રીસમું અધ્યયનઃ જીવ-અજીવ આ અધ્યયનમાં ર૭૪ ગાથાઓ છે અને તેનાથી ઓછી-વત્તી પણ મળે છે. આમાં જીવ–અજીવનું વિસ્તૃત વિવેચનાત્મક વર્ણન છે જે અધિકતમ જીવાભિગમ સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં ઉપલબ્ધ છે માટે અહીં સંપૂર્ણ સારાંશ લીધેલ નથી. માત્ર પરિચયાત્મક કથન કર્યું છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ આ ઉપદેશ શાસ્ત્ર: ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ (૧) આ અધ્યયનમાં અરૂપી અને રૂપી અજીવના ભેદ-પ્રભેદ સાથે તેમનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે અને પછી જીવના વર્ણનનો પ્રારંભ કરતાં, સિદ્ધોના ભેદ અને સ્વરૂપની સમજણ આપવામાં આવી છે, સાથે-સાથે સિદ્ધસ્થાન, સિદ્ધશિલાનું વર્ણન છે. અંતમાં, સિદ્ધોની અવગાહના અને તેમના અતુલ સુખોનું વર્ણન કરવામાં આવ્યું છે. (૨) પૃથ્વીકાયનું વર્ણન કરતાં, કઠણ પૃથ્વીના ૩૬ અને મૃદુ પૃથ્વીના સાત ભેદ કહેવામાં આવ્યા છે. પછી તેની સ્થિતિ, કાયસ્થિતિ અને અંતર-કાળ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. (૩) પૃથ્વીકાયના વર્ણન અનુસાર બાકીના ચાર સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, નારકીના જીવ, તિર્યંચપંચેન્દ્રિય જલચર આદિ, મનુષ્ય અને ચારે ય જાતિના દેવોના ભેદપ્રભેદ, નામ, સ્થિતિ, કાયસ્થિતિ અને અંતરકાળ બતાવવામાં આવ્યા છે. (૪) આ જીવ-અજીવનું સ્વરૂપ જાણીને અને શ્રદ્ધા કરીને મુનિ સંયમમાં રમણતા કરે, ક્રમશઃ સંલેખના કરે. તે સંલેખના (સંથારો કરવા પહેલાની સાધના) જઘન્ય મહિનાની, મધ્યમ ૧ વર્ષની અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની હોય છે. (૫) મુનિ કોઈપણ પ્રકારનું નિયાણું ન કરે તેમજ હાસ્યવિનોદવાળી કાંદપિંકવૃત્તિ; મંત્ર કેનિમિત્ત પ્રયોગરૂપ આભિયોગિક વૃત્તિ; કેવળી, ધર્માચાર્ય, સંઘ અને સાધુના અવર્ણવાદ રૂપ કિલ્વિષિકવૃત્તિ; રૌદ્રભાવ રૂપ આસુરીવૃત્તિ અને આત્મઘાત રૂપ મોહી વૃત્તિ કરીને સંયમની વિરાધના ન કરે. () જિનવચનમાં અનુરકત બનીને ભાવપૂર્વક આગમ આજ્ઞાનું પાલન કરવાથી જીવ કર્મમળ રહિત અને સંક્લેશ રહિત બનીને, ક્રમશઃ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. નોધ:વિસ્તાર માટે વાંચો– રાજકોટથી પ્રકાશિત શ્રી ગુરુપ્રાણ આગમ બત્રીસીના ઉતરાધ્યયન સૂત્ર ભાગ – ૧ અને ૨. છત્રીસ અધ્યયનોની ગાથાઓઃ સંખ્યા તુલના:અધ્યયન ગાથા સંખ્યા | ગાથા વિકલ્પ તેરા–જબૂદ્વીપ ગુ–પ્રાણ | સંખ્યા વિગત વિનયશ્રત પરીષહ ચાઉરંગીય અસંસ્કૃત અકામ મરણીય ક્રમ નામ ४८ ૪૬ ૨૦ - - - - - - Page #52 -------------------------------------------------------------------------- ________________ ક પર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત : ૧૮ ૧) ૧૨ ( ૫૩ ન ૧૭ અધ્યયન | ગાથા સંખ્યા | ગાથા વિકલ્પ તેરા–જંબુદ્વીપ નામ ગુરુ–પ્રાણ | સંખ્યા | વિગત ક્ષુલ્લક નિગ્રંથીય ૧૭ | (–શાવર..નથી) ઉરબ્રીય ૩) કપિલીય ૨) નમિ પ્રવ્રજ્યા કુમ પત્રક ૧૧ | બહુશ્રુત મહિમા બ ફર હરિકેશીય ४७ ૧૩ ચિત્તસંભૂતીય ૩૫ ૧૪. ઈષકારીય ૧૫ | સભિક્ષુક બ્રહ્મચર્ય સમાધિસ્થાન પાપ શ્રમણીય સંજતીય - ૫૪ પ૩ (૪૫– રમે.. નથી) મૃગાપુત્રીય ૯૮ ૮-રેવતો પુસો... નથી) | ૨૦ | મહાનિર્ગથીય CO સમુદ્રપાલીય રથનેમીયા પ૧ ૪૯ (૪ર-ઘઉં, ૪૮%ો નથી ૨૩ કેશી ગૌતમીય પ્રવચન માતા યજ્ઞીય ૪૩ (રર તવ. ૨૯ દિના..નથી) સમાચારી ૫૩ પર (૩૧-gઢવી. રે.. નથી) ખલુંકીય ૧૭ મોક્ષ માર્ગ ૩૬ સમ્યક્ પરાક્રમ ૭૬ સૂત્ર તપોમાર્ગ ગતિ ૩૭ ૩૧ ચરણવિધિ ૨૧. ૧૮ ૧૮ ૨૧ ૨૪ રર. ૨૫ ૪૫ ૨૯ પ્રમાદસ્થાન ૧૧૧ - - - - - , , , , , Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ ૩૩ | ૩૪ . . - કર્મપ્રકૃતિ ૨૫ લેશ્યા ૧ ૩૫ | અણગાર માર્ગ ગતિ | ૨૧ ૩૬ { જીવાજીવ વિભક્તિ | ૨૭૪ ર૬૮ ૧૨ સુહુમ...નથી ૧૫૯ થHI..નથી ૧૦ થપા..નથી રર૩ોવ...નથી રિપ૧ તાત....નથી રપર સંરણે ....નથી નોંધ:- ગુરુપ્રાણ આગમ બત્રીસીના ઉત્તરાધ્યયનમાં ચર્ચિત આ સર્વ ગાથાઓ મૂલ પાઠમાં રાખી છે, તેની ગાથા સંખ્યા લખી છે. તેરાપંથી-પ્રતમાં ક્રમાંક નથી લખ્યા પરંતુ ચર્ચિત ગાથાઓ બધી રાખી છે. જંબૂવિજય-પ્રતમાં કોઈ ગાથા રાખી નથી અને કોઈને ક્રમાંક વિના આપી છે. કોષ્ટકમાં અધ્યયનોના આગમિક નામો આપવામાં આવ્યા છે. દરેક અધ્યયનના શીર્ષકમાં તે અધ્યયનનો વિષય આપ્યો છે.] ઉત્તરાધ્યયન સૂત્રનો સારાંશ સંપૂર્ણ in ગાથા- મોસેક્શા પરે મળું, નહિં પડવંગને . સરિસો દોડું વીતા, તખ્તા fમજવું જ જંગને ઉત્તરા–રા ભાવાર્થ : કોઈના દ્વારા કંઈ પણ દુર્વચન કે દુર્વ્યવહાર કરવા છતાં સાધુ તેની બરાબરી ન કરે. (અર્થાત્ તેના જેવો ન થાય) કારણકે દુર્વ્યવહાર કરનાર બાળ | છે, અજ્ઞાની છે, મૂર્ખ છે અને સાધક (ભિક્ષુક) જો તેની બરાબરી કરે તો તે પણ મુર્મોની કક્ષામાં ગણાશે. આથી, સાધકે કયારેય પણ ક્રોધમાં બરાબરી ન કરવી જોઈએ. जाए सद्धाए एिक्खंतो, तमेव अणुपालिज्जा, वियहित्तु विसोत्तियं ।। ભાવાર્થ : જે ઉત્સાહથી, વૈરાગ્યથી અને જે ભાવનાથી સંયમ લીધેલ છે તે જ ઉત્સાહથી બધી માનસિક, વૈચારિક અને પારિસ્થિતિક બાધાઓને દૂર કરતાં થકા શુદ્ધ સંયમની આરાધના કરવી જોઈએ......આચારાંગ. Page #54 -------------------------------------------------------------------------- ________________ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત લ આચારાંગ સત્ર સારાંશ ) પ્રસ્તાવના : આ સૂત્ર ગણધર સુધર્મામૃત દ્વાદશાંગીમાં પ્રથમ સૂત્ર છે. તેમાં બે શ્રુતસ્કન્ધ (વિભાગ) છે. પ્રથમ વિભાગમાં નવ અધ્યયનનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં સાતમાં અધ્યયન સિવાયના આઠ અધ્યયન ઉપલબ્ધ છે. દરેક અધ્યયનમાં અનેક ઉદ્દેશક છે. આ વિભાગમાં સંસારથી વિરક્તિ, સંયમ પાલનમાં ઉત્સાહ અને કર્મો સામે યુદ્ધ કરવાની ક્ષમતા-વૃદ્ધિને બળ આપનારી, સંક્ષિપ્ત વાતો શિખામણરૂપે અને પ્રેરણારૂપે કહેવામાં આવી છે. અંતિમ નવમા અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વામીના સંયમી જીવનનો અને એમના કષ્ટમય છઘસ્થ કાળનો સંક્ષિપ્ત પરિચય છે. જે સાધકના હૃદયમાં વિવેક અને વીરતા જાગૃત કરે એવા આદર્શરૂપમાં વર્ણવવામાં આવ્યો છે. બીજા ભૃત સ્કંધમાં, સંયમ આરાધના કરવા માટે જીવનમાં આવશ્યકપદાર્થ, આહાર, વિહાર, શય્યા, ઉપાધિ વગેરેની બાબતોમાં વિવેકનું વિધાન, વિધિ અને નિષેધ વાક્યો દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. ભાષા આદિ અન્ય વિષયોની બાબતમાં પણ વિવેકનું સૂચન કરવામાં આવ્યું છે. અંતમાં ર૫ ભાવના સહિત, ૫ મહાવ્રતનું સ્વરૂપ સમજાવીને સાથેસાથે ભગવાન મહાવીર સ્વામીની દીક્ષા પહેલાનું તથા દીક્ષા અને કેવલજ્ઞાન પ્રાપ્તિનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે. તેના પછી ઉપદેશી ઉપમાયુક્ત ૧૨ ગાથાઓવાળું નાનું વિમુક્તિ” નામક અંતિમ અધ્યયન છે. આમ, આ આખાય સૂત્રનો વિષય સાધકને સંયમમાં ઉત્સાહિત કરવાની અને એના પાલનમાં સાર્વત્રિક વિવેક અને જાગૃતિ રાખવાની પ્રેરણા આપે છે. પ્રસ્તુત ઉપદેશ શાસ્ત્ર નામક આ સારાંશ પુસ્તક નં. ૨ માં સમાવિષ્ટ કર્યું છે. - પ્રથમ અધ્યયનનો સારાંશ = = પ્રથમ ઉદ્દેશકઃ(૧) પૂર્વ ભવનું સ્મરણ અને આગલા ભવની જાણકારી તથા આત્મ સ્વરૂપનું જ્ઞાન ઘણાં જીવોમાં હોતું નથી. વિશિષ્ટ જ્ઞાનીના માધ્યમથી કોઈ-કોઈને તે અવસ્થાઓનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ આચારાંગ સૂત્ર સારાંશ પપ (૨) આત્મ સ્વરૂપનો જાણકાર જ લોકસ્વરૂપ, કર્મસ્વરૂપ અને ક્રિયાઓના સ્વરૂપનો જાણકાર થઈ શકે. (૩) ક્રિયાઓ; ત્રણ કરણ, ત્રણ યોગ અને ત્રણ કાળના સંયોગથી ૨૭ પ્રકારની બતાવવામાં આવી છે. (૪) કર્મબંધનની કારણભૂત ક્રિયાઓને જીવ આ કારણોથી કરે છે. ૧. જીવન નિર્વાહ કરવા માટે. ૨. યશ, કિર્તિ, પૂજા, પ્રતિષ્ઠા, માન અને સન્માન માટે. ૩. આવેલ આપત્તિ, દુઃખ અથવા રોગનું નિવારણ કરવા માટે. ૫. કેટલાક લોકો મોક્ષ પ્રાપ્તિ માટે અર્થાત્ ધર્મ હેતુથી પણ કર્મબંધની ક્રિયાઓ કરે છે. દ. આ ક્રિયાઓનો ત્યાગ કરનાર જ વાસ્તવમાં મુનિ છે. ઉદ્દેશક ર થી છ સુધી :આછ ઉદ્દેશકોમાં ક્રમશઃ પૃથ્વીકાય આદિ કાયોનું અસ્તિત્વ અને તેની વિરાધનાનું સ્વરૂપ તેમજ વિરાધનાના ત્યાગની પ્રતિજ્ઞાનું કથન કરવામાં આવ્યું છે. તે સિવાય વિશેષ માહિતી આ પ્રમાણે છે(૧) સાંસારિક પ્રાણી ઉપર જણાવેલ જીવન નિર્વાહ આદિ કારણોથી છ કાય જીવોની આરંભ જનક ક્રિયાઓ કરે છે, જે તેમને માટે અહિતકારી અને અબોધિરૂપ ફળ આપનાર થાય છે. અર્થાત્ સંસારહેતુ અથવા ધર્મહેતુથી પણ આ છ કાયનો વિનાશ કરવાથી સુખને બદલે અહિત અને અબોધિની પ્રાપ્તિ થાય છે; આવું કથન સર્વ (૬) ઉદ્દેશોમાં વારંવાર થયું છે. (૨) એકેન્દ્રિય જીવોના દુઃખને દષ્ટાંત અને ઉપમા આપીને સમજાવવામાં આવ્યું છે. ૧. પ્રજ્ઞાચક્ષુ અને વિકલાંગ વ્યક્તિને મારવાથી ૨. કોઈ વ્યક્તિના અવયવોનું છેદન-ભેદન કરવાથી ૩. કોઈને એક જ પ્રહારમાં મારી દેવાથી તેને દુઃખ થાય છે એવું આપણો આત્મા સ્વીકાર કરે છે. તેવી જ રીતે સ્થાવર જીવોને વેદના તો થાય જ છે પરંતુ તેઓ સ્વયં કોઈ પણ પ્રકારે વ્યક્ત કરી શકતા નથી. (૩) અણગાર હંમેશા સરલ અને માયારહિત સ્વભાવ તથા આચરણવાળા હોય છે. (૪) ભિક્ષુ જે ઉત્સાહ અને લક્ષ્યથી સંયમ ગ્રહણ કરે, એ અનુસાર જીવન પર્યત પાલન કરે. લક્ષ્ય પરિવર્તન અથવા ઉત્સાહ પરિવર્તનરૂપ બધી મુશ્કેલીઓને જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા વિવેકપૂર્વક દૂર કરી, સાધના કરે. (૫) સાધક એકેન્દ્રિય જીવોના અસ્તિત્વની શ્રદ્ધા કરે પરંતુ નિષેધ ન કરે. એનો નિષેધ કરવાથી પોતાના અસ્તિત્વનો નિષેધ થાય છે, જે સ્પષ્ટ સત્ય છે. (૬) બાહ્ય વ્યવહારના અનેક ચેતના લક્ષણ મનુષ્યની જેમ વનસ્પતિમાં પણ જોવા મળે છે, જેમાંથી નવ સમાન ધર્મ પાંચમાં ઉદ્દેશકમાં કહેવામાં આવ્યા છે. (૭) ત્રસ જીવોના શરીર અને અવયવોની અપેક્ષાએ, ૧૮ પદાર્થની પ્રાપ્તિના Page #56 -------------------------------------------------------------------------- ________________ : પદ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત : હેતુથી લોકો તેમની હિંસા કરે છે અને કેટલાયે લોકો વૈરભાવથી અથવા નિરર્થક રીતે કે ભયને કારણે પણ તેમની હિંસા કરે છે. (૮) છ કાયમાં વાયુકાયને આપણે જોઈ શક્તા નથી અન્ય કાયોની અપેક્ષાએ વાયુકાયની વિરાધનાનો સંપૂર્ણ ત્યાગ કરવો અધિક દુષ્કર છે. તેથી એનું કથન અંતિમ ઉદ્દેશકમાં કરવામાં આવ્યું છે. (૯) આ છ કાયોનું સ્વરૂપ સમજીને જે એની વિરાધનાનો ત્યાગ કરી તેનું પાલન કરતા નથી, તે કર્મ બંધની વૃદ્ધિ કરે છે. - - બીજા અધ્યયનનો સારાંશ પ્રથમ ઉર્દેશક :(૧) શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શની ઇચ્છા તેમજ તેની પ્રાપ્તિ અને આસક્તિ યુક્ત તેનો ઉપભોગ; એ જ સંસારની જડ (મૂળ) છે. (૨) એમાં આસક્ત જીવ સાંસારિક સંબંધી મોહની વૃદ્ધિ કરી, તેમના માટે રાત-દિન અનેક દુઃખો વેઠીને ધન અને કર્મનું ઊપાર્જન કરી સંસારની વૃદ્ધિ કરે છે. (૩) શરીરની શકિત, ઇન્દ્રિયોનું તેજ, અને પુણ્ય ક્ષીણ થાય પછી અથવા વૃદ્ધાવસ્થા આવ્યા પછી આ જીવની ખૂબ જ દુર્દશા થાય છે અને તે પોતાના જ કર્મો અનુસાર, દુઃખી થાય છે. (૪) ધન-યૌવન અસ્થિર છે. સંસારના બધા જ સંગ્રહિત પદાર્થોને છોડીને જવું પડશે. તે સમયે આ પદાર્થ દુખ અને મોતથી મુક્ત કરાવી શકશે નહીં. (૫) માટે અવસરને સમજીને આ મનુષ્યભવમાં ઇન્દ્રિય અને શરીરની સ્વસ્થતા રહે ત્યાં સુધી જાગૃત રહીને આત્મ-પ્રયોજનની (આત્માર્થની) સિદ્ધિ હસ્તગત કરી લેવી જોઈએ. દ્વિતીય ઉદ્દેશકઃ(૧) સાધના કાળમાં પરીષહ ઉપસર્ગ, લોભ, કામનાઓ આદિ ઘણી પરિસ્થિતિઓ આવે છે, તેમાં સાવધાન થઈને રહેવું જોઈએ. હંમેશા સાંસારિક જીવોની દુર્દશાના દશ્યોને આત્મભાવમાં ઉપસ્થિત રાખવા જોઈએ. (ર) સાંસારિક જીવ અનેક હેતુઓથી અને લોકોને પોતાના બનાવવા માટે પાપ કરતા રહે છે પરંતુ અંતમાં અસહાય બનીને કર્મવશ થઈ દુર્ગતિ પ્રાપ્ત કરીને બંને ભવ બગાડે છે. તૃતીય ઉદ્દેશકઃ(૧) બધા જ જીવો સમાન છે. આથી કયારેય પણ ગોત્ર આદિનું અભિમાન ન Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર ઃ આચારાંગ સૂત્ર સારાંશ કરવું તથા હર્ષ અને ક્રોધ પણ ન કરવો. (ર) પ્રજ્ઞાચક્ષુ, વિકલાંગ આદિ જીવો પ્રત્યે હીનભાવ ન કરતાં આત્મસમ ભાવો રાખવા જોઈએ. પ (૩) કેટલાય જીવો ભોગ-વિલાસ અને ઐશ્વર્યને જ સર્વસ્વ માનીલે છે. તેનાથી વિપરીત કેટલાય આત્મ હિતેચ્છુ અણગાર જન્મ-મરણને અને જીવનની ક્ષણ-ભંગુરતાને જાણે છે અને દરેક વ્યક્તિને પોતાના પ્રાણ પ્રિય હોય છે; એવું પણ તેઓ સમજે છે. (૪) પોતાના સુખ માટે પ્રાણીઓનો સંહાર કરવો એ આત્મા માટે અહિતકારી છે. (૫) પ્રાપ્ત ધનના વિનાશની પણ અનેક(છ) અવસ્થાઓ હોય છે. (૬) ધન સંગ્રહ કરનાર જીવ સંસાર સાગરને પાર કરી શકતો નથી. એવું જાણીને સંયમ માર્ગ અપનાવવો અને તેની જિનાજ્ઞા અનુસાર આરાધના કરવી જોઈએ. ચતુર્થ ઉદ્દેશક ઃ (૧) રોગ ઉત્પન્ન થતાં પ્રાણીને ધન અને પરિવાર હોવા છતાં પણ દુઃખ પોતે જ ભોગવવું પડે છે. છે. તેનો ત્યાગ (૨) આશાઓ અને સ્વચ્છંદ બુદ્ધિનું આચરણ, એ જ દુઃખનું મૂળ કરીને કર્મશલ્યથી મુક્ત થવું જોઈએ. (૩) અધિકાંશ જીવો સ્ત્રીસેવનમાં આસક્ત બનીને તે સુખને જ બધું સુખ સમજીને, ભવભ્રમણ અને દુ:ખ પરંપરામાં વૃદ્ધિ કરે છે. ભગવાન કહે છે કે તે સ્ત્રીનું આકર્ષણ જ જીવોને મહામોહિત કરવાનું એક સાંસારિક કેન્દ્ર છે. પાંચમો ઉદ્દેશક : (૧) મુનિઓએ નાના-મોટા બધા દોષોને ટાળીને, આહારાદિની ગવેષણા કરી પોતાની ઉદરપૂર્તિ કરવી જોઈએ. પોતાના માટે ક્રય-વિક્રય કરેલા પદાર્થો ન લેવા અને એ સંબંધી ગૃહસ્થ પ્રવૃત્તિઓમાં ભાગ પણ ન લેવો. (ર) ભિક્ષા માટે જનાર ભિક્ષુ યોગ્ય ગુણોથી સંપન્ન હોવા જોઈએ અને લોભ તેમજ આસક્તિથી મુક્ત રહેનાર હોવા જોઈએ. (૩) મુનિ, રૂપ આદિમાં આસક્ત ન બને અને કામભોગોના દારુણવિપાકને સમજીને હંમેશા તેના પર વિજય પ્રાપ્ત કરતાં થકા વિચરે. (૪) મુનિ આંતરિક રીતે અને બાહ્ય રીતે સમાન સ્વભાવથી વર્તે અને શરીરની બહાર તેમજ અંદર બધા અશુચિ પદાર્થો જ ભર્યા છે, તેમ ચિંતવીને સદાયને માટે વિષય-ભોગોથી દૂર રહે. (૫) સંસારના જીવોની માયા, આસકિત અને આરંભ-સમારંભ જેવી પ્રવૃત્તિઓને Page #58 -------------------------------------------------------------------------- ________________ પ૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત તથા તેના પરિણામમાં પ્રાપ્ત થતી દશાઓને જોઈને અને તેનું ચિંતન કરીને મુનિ સંયમ જીવનમાં તલ્લીન રહે. છકો ઉદ્દેશક – (૧) સંયમ અંગીકાર કર્યા પછી કોઈપણ પ્રકારની પાપકારી ક્રિયાઓનું આચરણ ન કરવું જોઈએ. સુખાર્થી, લોલુપ સાધક કયારેક કયારેક વ્રતોની વિરાધના કરી નાખે છે અને તે પશ્ચાત્તાપ સાથે ભ્રમણ કરે છે. (ર) મારાપણાના ભાવ, કયાંય, કોઈપણ વસ્તુમાં ન રાખતાં સંયમ માર્ગમાં આગળ વધવું જોઈએ. (અર્થાત્ મમત્વનો ત્યાગ કરવો અતિ આવશ્યક છે) (૩) વીર સાધકે કયારેય પણ રતિ-અરતિ અર્થાત્ હર્ષ-શોક ન કરવો. (૪) ઇન્દ્રિયોના વિષય તરફ તથા જીવન તરફ હંમેશાં નિર્લેપ ભાવ રાખવા. (૫) જે અન્યને આત્મવત્ જાએ છે, એ જ મહાત્મા પરમાત્મા બની શકે છે. (૬) મુનિ અમીર અથવા ગરીબને સમાન ભાવે અને તેની રુચિ પ્રમાણે ધર્મ ઉપદેશ આપે. (૭) શ્રોતાના કષાયમાં વૃદ્ધિ અને કર્મબંધન ન થાય પરંતુ તેના ગુણોમાં વૃદ્ધિ થાય; એવી સૂઝ-બૂઝથી ધર્મોપદેશ આપવો જોઈએ. (૮) સાધક આત્માએ લોકસંજ્ઞા અને હિંસાદિ પાપોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. ત્રીજ અધ્યયનનો સારાંશ પ્રથમ ઉદ્દેશક - (૧) મુનિ હંમેશાં ભાવોથી જાગૃત રહે છે. (૨) શબ્દાદિ ઇન્દ્રિય-વિષયોનો ત્યાગ કરનાર જ વાસ્તવમાં આત્માર્થી, જ્ઞાની, શાસ્ત્રજ્ઞ, ધર્મ, બ્રહ્મચારી મુનિ અને ધર્મજ્ઞ છે. પરીષહ, ઉપસર્ગ સહન કરનાર અને હર્ષ-શોક નહીં કરનાર જ સાચો નિગ્રંથ છે. (૩) પ્રજ્ઞાવાન વ્યક્તિએ એ સમજવું જોઈએ કે બધાં દુઃખોનું મૂળ પાપકારી પ્રવૃત્તિઓ છે. માયી(ચાર કષાયવાળા) અને પ્રમાદી (પાપનું સેવન કરનાર) દુર્ગતિમાં જાય છે. (૪) શબ્દાદિ વિષયોમાં ઉપેક્ષા ભાવ રાખનાર સાધક મરણથી મુક્ત થાય છે. (૫) હિંસાદિ પાપોનું પરિપૂર્ણ જ્ઞાન ધરાવનાર જ વાસ્તવમાં સંયમનો સાચો જાણકાર (જ્ઞાતા) છે. () સંસાર ભ્રમણની સંપૂર્ણ ઉપાધિઓ (વ્યાધિઓ) કર્મોથી જ ઉત્પન્ન થાય છે અને કર્મોનું મૂળ હિંસા છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર ઃ આચારાંગ સૂત્ર સારાંશ (૭) રાગ-દ્વેષ ન કરતાં અને લોકસંજ્ઞા (સાંસારિક રુચિ)નો ત્યાગ કરતાં, સંયમમાં પુરુષાર્થ કરવો જોઈએ. દ્વિતીય ઉદ્દેશકઃ (૧) પરમધર્મને સમજીને સમ્યક્ દૃષ્ટિ જીવ અથવા સમત્ત્વદર્શી સાધક પાપ કર્મોનું ઉપાર્જન કરતાં નથી. (૨) કામભોગોમાં આસક્ત જીવ કર્મ સંગ્રહ કરી સંસારમાં ભ્રમણ કરે છે. (૩) કર્મ વિપાકના જાણકાર મુનિ (સાધક આત્માઓ) પાપકર્મ કરતા નથી. (૪) સાંસારિક પ્રાણીઓ સુખ માટે જે પુરુષાર્થ કરે છે તે ચાળણીમાં પાણી ભરવાના પુરુષાર્થ સમાન છે. че (૫) મુનિ ભૌતિક સુખ અને સ્ત્રીઓથી વિરક્ત રહે. (૬) મુનિ ક્રોધ આદિ કષાયોનો અને આશ્રવોનો ત્યાગ કરે. મનુષ્યભવરૂપી અવસર પ્રાપ્ત કરી હિંસાનો સર્વથા ત્યાગ કરે. તૃતીય ઉદ્દેશક ઃ : (૧) બીજાની શરમને કારણે પાપ કર્મ ન કરવામાં ભાવ સંયમ નથી પરંતુ પરમજ્ઞાની સાધક કર્મસિદ્ધાંત અને ભગવાનની આજ્ઞાને સમજીને કયારે ય પણ પ્રમાદ ન કરે, વૈરાગ્યભાવ દ્વારા ઉદાસીનવૃત્તિ પૂર્વક અહિંસક બને. (૨) તત્ત્વો પર શુદ્ધ શ્રદ્ધા રાખીને, કર્મ ક્ષય કરવા તત્પર રહે. (૩) હાસ્ય અને હર્ષ-શોકનો સર્વથા ત્યાગ કરીને ગંભીર બને. (૪) આત્મ નિગ્રહ કરવાથી અને આત્માને જ સાચો મિત્ર સમજીને તપ-સંયમમાં પુરુષાર્થ કરવાથી દુઃખરૂપ સંસારનો પાર પામી શકાય છે. (૫) જ્ઞાની સાધક કયારે ય પણ માન, પૂજા, સત્કારની ઇચ્છા ન રાખે અને દુઃખના ડુંગરો તૂટી પડવા છતાં ય પ્રસન્નચિત્ત રહે. ચતુર્થ ઉદ્દેશક ઃ (૧) સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે ચારે ય કષાયોનું વમન કરી દેવું જોઈએ. (૨) પ્રમાદીને સર્વત્ર ભય રહે છે. અપ્રમાદી જ નિર્ભય રહી શકે છે. (૩) સાંસારિક પ્રાણીઓના દુઃખોનો અનુભવ કરીને વીરપુરુષ હંમેશા સંયમ માર્ગમાં આગળ વધે છે. (૪) એક-એક પાપનો કે અવગુણનો સર્વથા ત્યાગ કરનાર સાધક એક દિવસ પૂર્ણ ત્યાગી બની શકે છે. (૫) ક્રોધાદિ કષાય, રાગ, દ્વેષ અને મોહનો ત્યાગ કરવો એ જ વાસ્તવમાં ગર્ભ, જન્મ, નરક અને તિર્યંચના દુઃખોનો ત્યાગ કરવાનો ઉપાય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ જ ૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત - (૬) વીતરાગવાણીના અનુભવથી જે સમ્યદ્રષ્ટા બની જાય છે, તેને કોઈ ઉપાધિ રહેતી નથી. ચોથા અધ્યયનનો સારાંશ પ્રથમ ઉદ્દેશક :(૧) ધર્મનો સાર જ એ છે કે કોઈપણ નાના-મોટા પ્રાણીઓને, કોઈપણ પ્રકારના દુઃખ, પીડા કે કષ્ટ ન આપવા – એ સર્વજ્ઞોની આજ્ઞા છે. કહાં પણ છે सब जीव रक्षा, यही परीक्षा, धर्म उसको जानिए । जहां होय हिंसा, नहीं संशय, अधर्म उसे पहिचानिए । બધાં પ્રાણીઓ માટે પણ આ જ ધર્મ છે. એવું સમજીને કયારે ય પણ આ અહિંસા ધર્મની ઉપેક્ષા ન કરવી. પરંતુ લોકરુચિનો, લોક સંજ્ઞાનો ત્યાગ કરવો. (૨) મનુષ્યભવમાં પણ જો આ જ્ઞાન ન આવ્યું અને વિવેક ન આવ્યો, તો બીજા ભવોમાં તો તે કેમ શક્ય બનશે? (૩) માટે ધીર સાધક અપ્રમાદ ભાવથી અને હંમેશાં યતનાપૂર્વક કાર્ય કરે. દ્વિતીય ઉદ્દેશકઃ(૧) વ્યકિતના વિવેક દ્વારા, કર્મબંધની ક્ષણો અને કર્મબંધના કાર્યો પણ સંવર, નિર્જરા અને મોક્ષના હેતુરૂપ બની શકે છે, માટે જ કહેવામાં આવે છે કે “વિવેકમાં ધર્મ છે'. (૨) દરેક પ્રાણીનું મૃત્યુ નિશ્ચિત છે, છતાં પણ ઇચ્છાઓને વશ થઈને અસદાચાર દ્વારા અજ્ઞાની જીવ કર્મોનો સંચય કરે છે; ક્રૂર કાર્યો કરીને તેઓ મહાદુઃખી બની જાય છે. (૩) કેટલાક મિથ્યાવાદી હિંસામાં જ ધર્મ માને છે. (૪) જ્ઞાની તેઓને કહે છે કે જેમાં તમને સુખ ગમે છે, દુઃખ નથી ગમતું, તેમ બીજા પ્રાણીઓની પણ આ જ મનોદશા હોય છે, તે સ્પષ્ટ છે. બધા જીવો સુખી રહેવા ઇચ્છે છે. દુઃખ બધાને માટે મહા ભયપ્રદ છે. તો પોતાના સુખને માટે બીજાને દુઃખી કરવા, એ કયારેય પણ ધર્મ હોઈ શકે નહીં. તૃતીય ઉદ્દેશકઃ(૧) જે સંસારી લોકોની રુચિઓનો પ્રવાહ છે, જ્ઞાની તેની હંમેશાં ઉપેક્ષા જ કરે છે અર્થાત્ તે સ્વયં સંસારીઓ જેવા કયારે ય બનતા નથી. (૨) દુઃખોનું મૂળ હિંસા છે અને આરંભ-સમારંભની પ્રવૃત્તિઓ છે. (૩) ભગવાનની આજ્ઞા પાળનાર મુનિ એકત્વભાવમાં લીન બની, કર્મ ક્ષય કરવા Page #61 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ આચારાંગ સૂત્ર સારાંશ ૧ માટે પુરુષાર્થ કરવા કટિબદ્ધ બને. (૪) કર્મરૂપી જીર્ણકાષ્ટને, તપ સંયમરૂપી અગ્નિમાં શીધ્ર ભસ્મ કરી દેવા જોઈએ. (૫) સાધકોએ દરેક ધર્માચરણ અને તપાચરણ કરતાં તેમાં આત્મ સમાધિની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. (૬) ક્ષણભંગુર જીવનને જાણીને અને સમસ્ત પ્રાણીઓના દુઃખોનો અનુભવ કરીને, પંડિત સાધકોએ કષાયો અને પાપોનો હંમેશાં ત્યાગ કરવો જોઈએ. ચતુર્થ ઉદ્દેશક - (૧) સંયમ અને તપની આરાધના સરલ નથી. આત્મસમાધિની સાથે-સાથે શરીરની સર્વસ્વ આહુતિ આપવાથી જ લક્ષ્યની પુષ્ટિ થાય છે. અતઃ સાધકોએ દરેક અવસ્થામાં પ્રસન્ન રહેવું અને શરીર પ્રત્યેના મમત્વ ભાવોનો ત્યાગ કરવો. (૨) સંયમમાં લીન રહીને લોહી અને માંસને સૂકવી નાખે અર્થાત્ શરીરને કુશ કરીને કર્મોની સમાપ્તિ કરે, તે જ વીર મુમુક્ષુ સાધક છે. (૩) મુનિ કર્મોના વિચિત્ર ફળોને વિચારી, તેનાથી મુક્ત થવાનો હંમેશાં પ્રયાસ કરે. (૪) હંમેશાં વીર પુરુષોના આદર્શોને નજર સમક્ષ રાખીને આત્મવિકાસ કરવામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. પાંચમા અધ્યયનનો સારાંશ પ્રથમ ઉદ્દેશક :(૧) સાંસારિક પ્રાણીઓ કારણવશાત્ અથવા વિના કારણે પણ જીવોની ઘાત કરીને પોતે પણ એ જ યોનિમાં જાય છે. (ર) કામભોગ જીવોને ભારેકર્મી બનાવીને સંસારમાં જન્મ-મરણ અને પરિભ્રમણ કરાવે છે અને મુક્તિથી દૂર રાખે છે. તે પ્રાણીઓ મોહથી મૂઢ બની જાય છે. (૩) ચતુર, કુશળ પુરુષ (સાધક) વિષય ભોગોનું સેવન કરતાં નથી. (૪) રૂપમાં આસક્ત બનેલો જીવ વારંવાર કષ્ટ પામે છે. (૫) કેટલાય જીવો આરંભ-સમારંભમાં રમણતા કરે છે અને તેને જ શરણભૂત સમજે છે, પરંતુ વાસ્તવમાં તે અશરણ ભૂત છે. () કેટલાય સાધક પોતાના કષાયો અને દુષ્ટ પ્રવૃત્તિઓને કારણે એકલ વિહારી બનીને કપટ આદિ અવગુણોમાં મુગ્ધ બનીને ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. દ્વિતીય ઉદ્દેશકઃ(૧) ઘણાં સાધક આત્માઓ મનુષ્યભવને અમૂલ્ય અવસર જાણીને, આરંભ -- T + , AS Page #62 -------------------------------------------------------------------------- ________________ છે કર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સમારંભનો ત્યાગ કરી ત્યાગી બને છે અને સર્વશક્તિથી સંયમ અને તપમાં તલ્લીન બની જાય છે. (૨) સર્વજ્ઞ પરમાત્માનો એ જ ઉપદેશ છે કે ઊઠો! પ્રમાદ ન કરો. જીવોનાં સુખદુઃખોને જુઓ અને અહિંસક બનીને સ્વયંની આપત્તિને વૈર્યથી પાર કરો. (૩) સાધકે એવું ચિંતન કરવું કે પહેલાં કે હમણાં બાંધેલા કર્મોનું કરજ મોડું કે વહેલું ચુકવવું તો પડશે જ. શરીર પણ એક દિવસ તો છોડવું જ પડશે. (૪) આવા આત્માર્થી, ચિંતનશીલ જ્ઞાનીઓ માટે સંસાર માર્ગનથી રહેતો અર્થાત્ તે પરિત સંસારી બની જાય છે. (૫) પરિગ્રહ ખૂબ જ ભયાનક છે; કર્મબંધન કરાવનાર છે; એવુ જાણીને સાધક હિંમેશા પોતાના ભાવોને પરિગ્રહ અને આરંભ-સમારંભથી મુક્ત રાખે. (૬) બંધ અને મોક્ષ, ભાવોની પ્રમુખતાથી જ થાય છે. તેથી સાધક જીવન પર્યત અપ્રમાદી બનીને સંયમની આરાધના કરે. તૃતીય ઉદ્દેશકઃ(૧) અનુપમ અવસર પ્રાપ્ત થતાં, સાધના કાળમાં કયારેય પણ પોતાની શક્તિને ગોપવવી ન જોઈએ. સંયમ તપમાં વૃદ્ધિ જ કરવી જોઈએ પરંતુ હાનિ કયારેય ન કરવી જોઈએ. (૨) જિનાજ્ઞાનું પાલન કરનાર સાધક આ સંસારમાં કયાંય પણ મોહ કે રાગ ન રાખે અને યુદ્ધ કરે તોપણ કર્મોથી આંતરિક યુદ્ધ કરે, કર્મોથી યુદ્ધ કરવાનો આ જ સુંદર અવસર છે. અન્ય ભવમાં નહીં..! (૩) કેટલાયે સાધકો શબ્દાદિ વિષયોમાં ફસાઈ જાય છે પરંતુ તે બધા વિષયોની ઉપેક્ષા કરનાર જ સાચો જ્ઞાતા મુનિ છે. કાયર, કપટી અને ઇન્દ્રિય-વિષયોમાં આસક્ત વ્યક્તિઓ માટે સંયમ આરાધના શક્ય નથી. માટે સંયમ લઈને જે મુનિ રૂક્ષ અને સામાન્ય આહારનું સેવન કરે છે, તે કર્મોને પરાસ્ત કરીને મુક્ત અને તીર્ણ થાય છે. ચતુર્થ ઉદ્દેશકઃ(૧) અયોગ્ય ભિક્ષુઓનો એકલવિહાર અસફળ બને છે કારણકે એમનામાંથી કેટલાય સાધકો વારંવાર ક્રોધ અને અભિમાનને વશ થઈ જાય છે અને તે અનેક અડચણોને પાર કરવામાં અક્ષમ બનીને ખૂબ જ દુઃખી થાય છે. (૨) આવા અપરિપકવ સાધકોએ હંમેશા ગુરુ સાનિધ્યમાં રહી સંયમગુણોનો અને આત્મશક્તિનો વિકાસ કરવો જોઈએ. (૩) શુદ્ધ સંયમ ભાવનાની સાથે-સાથે વિવેક પૂર્વક પ્રવૃત્તિ કરતાં જો કયારેય હિંસાદિ પ્રવૃત્તિ થઈ જાય તો અલ્પ કર્મનો સંગ્રહ થાય છે, જે જલ્દીથી ક્ષય પામે Page #63 -------------------------------------------------------------------------- ________________ ક ઉપદેશ શાસ્ત્ર: આચારાંગ સૂત્ર સારાંશ છે. માટે હંમેશાં અપ્રમાદ ભાવથી વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. (૪) સાધકે સ્ત્રી પરીષહથી હંમેશાં સાવધાન રહેવું જોઈએ અને કયારેય પણ કોઈ કારણવશાત્ બ્રહ્મચર્ય ઘાતક પરિણામ ઉત્પન્ન થઈ જાય તો આહાર-ત્યાગ અથવા વિહાર આદિ સૂત્રોક્ત ક્રમિક ઉપાયોથી આત્માના એ દુષ્પરિણામોને દૂર કરવા જોઈએ. (૫) આ કામભોગ અશાન્તિ અને ક્લેશના જનક છે. () સંયમની સાવધાની માટે સાધકે સંયમી જીવનમાં વિકથાઓ, ચક્ષુ ઇન્દ્રિયના પોષણ, ગૃહસ્થોના પ્રપંચ, વાચાલતા વગેરેથી દૂર રહેવું જોઈએ. પાંચમો ઉદ્દેશકઃ(૧) બધી બાજુથી સુરક્ષિત, નિર્મળ, પરિપૂર્ણ જળવાળા હૃદ(દ્રહ) જેવા લોકમાં મુનિ હોય છે. (૨) ઉત્પન્ન થયેલી શંકાઓને જિન વચનની શ્રદ્ધા દ્વારા દૂર કરી દેવી જોઈએ. (૩) “જિનશ્વર કથિતવાણી (તત્ત્વ) હંમેશા સત્ય અને નિઃશંક છે એવો દઢ વિશ્વાસ રાખવો જોઈએ. (૪) સમ્યક અનુપ્રેક્ષા કરનારની બધી ક્રિયાઓ સભ્ય બની જાય છે. (૫) કોઈને દુઃખ આપતી વખતે એ વિચારવું જોઈએ કે, “જો કદાચ આ જગ્યાએ હું હોઉં તો મને કેવો અનુભવ થાય?” આવું વિચારીને મુનિ ત્રણેય કરણ અને યોગ(મન, વચન, કાયા) થી અહિંસક બને. () આત્મા જવિજ્ઞાતા(વિ’ વિશેષ પ્રકારની જાણકારી છે અને આત્મા જ પરમાત્મા છે. આવું સમજનાર અને સમ્યક આચરણ કરનાર જ સાચા અર્થમાં આત્મવાદી અને સમ્યક સંયમી છે. છકો ઉદ્દેશક - (૧) મુનિઓએ જિનાજ્ઞામાં જ સદા લીન રહેવું જોઈએ. (ર) મોક્ષાર્થી સાધકોએ ઇન્દ્રિયોને ગોપવીને આગમ અનુસાર જ પુરુષાર્થ કરવો જોઈએ. (૩) સંસારમાં સર્વત્ર કર્મબંધ અને ભવભ્રમણના જ સ્થાનો છે. તેને (સાધકે) પરિભ્રમણરૂપ માનીને, આ જન્મ-મરણના ચક્રાકાર માર્ગને પાર કરી લેવો જોઈએ. (૪) પરમાત્મ સિદ્ધ અવસ્થા, ભાષા, તર્ક અને મતિથી ગ્રાહ્ય નથી. ત્યાં આકાર, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પણ નથી અને સ્ત્રી કે પુરુષ આદિ અવસ્થાઓ પણ નથી, કર્મબંધન પણ નથી. ફક્ત જ્ઞાતા દેરા અવસ્થા છે. આથી તેની કોઈ ઉપમા પણ નથી, Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત | જિ. @ 98ા અદયયનનો સારાશ કિ | પ્રથમ ઉદ્દેશકઃ(૧) જેને આ જન્મ-મરણનાં સ્થાનોનું બધું જ જ્ઞાન સમજાઈ જાય તે અનુપમ જ્ઞાની બની શકે છે અને એ જ મુક્તિ માર્ગનો પ્રરૂપક પણ થઈ શકે છે. (૨) પલાસપત્રથી છવાયેલા પાણીમાંથી કેટલાય અલ્પ સત્વવાળાં પ્રાણીઓ બહાર આવી શક્તા નથી; વૃક્ષો પોતાના સ્થાન પરથી ખસી શક્તા નથી; એવી જ રીતે કેટલાય જીવો સંસારમાં ફસાયેલા રહે છે. કર્મોથી મુક્ત થઈ શકતા નથી. (૩) સંસારમાં કેટલાય જીવો મોટા-મોટા ભયંકર રોગોથી દુઃખી થાય છે. (૪) કર્મોના વિપાક વિચિત્ર છે, તેનાથી જ આ લોકના પ્રાણીઓ જાધ જાદા દુઃખોથી ઘેરાયેલા રહે છે. (૫) આવી અવસ્થા આપણને પ્રાપ્ત ન થાય તે માટે કોઈપણ જીવને અંશમાત્ર પણ દુઃખ ન પહોંચાડવું અને સર્વ પાપોનો હંમેશાં ત્યાગ કરવો જોઈએ. (૬) આવું જાણીને કેટલાય જીવો અનુક્રમે મહામુનિ બની જાય છે. પરિવારના લોકો તેને સંસારમાં ફસાવવા માટે પ્રયત્નો કરે છે, પરંતુ તે તેને શરણભૂત સમજતો નથી અને જ્ઞાનમાં રમણ કરે છે. દ્વિતીય ઉદ્દેશકઃ(૧) ઘણા સાધક આત્માઓ સંયમ સ્વીકાર કર્યા પછી, પરીષહ અને ઉપસર્ગોથી ભયભીત બની જાય છે; વિષય લોલુપ બની જાય છે અને સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે, તેમ છતાં અંતરાય કર્મને કારણે ઇચ્છિત ભોગોથી વંચિત રહીને, તેઓ દુઃખી બની જાય છે. (૨) ઘણા સાધક આત્માઓ વૈરાગ્ય તથા જ્ઞાન દ્વારા સંપૂર્ણ આસક્તિ રહિત બની, યત્નાપૂર્વક સંયમ આરાધના કરે છે. આક્રોશ, વધ વગેરેને સમ્યક પ્રકારે સહન કરે છે, તે જ વાસ્તવમાં મુનિ છે. તે જ આત્મા સંસાર પરિભ્રમણથી મુક્ત બને છે. (૩) સંયમ સાધક આત્માઓએ હંમેશાં જિનેશ્વર ભગવાનની આજ્ઞાની આરાધનાને જ પોતાનો ધર્મ સમજીને તેમાં પુરુષાર્થ કરવો જોઈએ. (૪) કેટલાય એકલવિહારી સાધકો પણ જિન આજ્ઞા અનુસાર આચરણ કરતાં શુદ્ધ ગષણાથી જીવન નિર્વાહ કરે છે અને પરીષહ તથા ઉપસર્ગોને ધેર્યથી સહન કરે છે. તે મેધાવી અર્થાત્ તેનું એકલવિહાર બુદ્ધિમતાપૂર્ણ અને પ્રશંસનીય છે. તૃતીય ઉદ્દેશકઃ(૧) સંયમસાધનાની સાથે-સાથે નિર્વસ્ત્ર (અચેલ) અવસ્થામાં રહેનાર મુનિઓને Page #65 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર: આચારાંગ સૂત્ર સારાંશ વસ્ત્ર સીવવા આદિ વસ્ત્ર સંબંધિત ક્રિયાઓની ચિંતા રહેતી નથી. (૨) શીત-ઉષ્ણ, તૃણ-સ્પર્શ આદિ કષ્ટોને સમભાવથી સહન કરવાથી, સાધકોના કર્મોની મહાન નિર્જરા થાય છે. (૩) આવા વીર પુરુષોના સંયમી જીવન અને શરીરને જોઈને આપણા આત્માને પણ શિક્ષિત અને ઉત્સાહિત કરવા જોઈએ. (૪) સમુદ્રોની વચ્ચે, ઉચ્ચ સ્થાન પર આવેલા અડોલ ટાપુની જેમ ધીર-વીર સાધકને અરતિ આદિ બાધાઓ કંઈ જ કરી શક્તી નથી. (૫) આવા મહામુનિ પોતાના શિષ્યોને પણ આવી જ રીતે શિક્ષણ આપી (સારણાવારણા કરી) સંયમ માર્ગમાં દઢ કરે છે. ચતુર્થ ઉદ્દેશક - (૧) ઘણાં સાધક આત્માઓ શિક્ષાપ્રદ પ્રેરણાયુક્ત વચનોને સહન કરી શકતા નથી, તેઓ સંયમથી અને ગુરુથી વિમુખ બની જાય છે અને ઘણા તો શ્રદ્ધાથી પણ ભ્રષ્ટ થઈ જાય છે. ઐહિક ઇચ્છાઓને કારણે ભ્રષ્ટ થયેલા આવા મુનિઓનું સંયમજીવન નિરર્થક બની જાય છે. (૨) તેઓ સામાન્ય લોકોના નિંદાપાત્ર બને છે (અર્થાત્ લોકો તેમની નિંદા કરે છે.) અને તે જન્મ-મરણ વધારે છે. (૩) ઉત્કૃષ્ટ વૈરાગ્યથી દીક્ષિત થવા છતાં પણ પોતાની ઇચ્છાઓ અને વિષયોને આધીન થઈને કેટલાક સંયમનો ત્યાગ કરે છે. આવા મુનિઓની યશ-કીર્તિ સંપૂર્ણપણે ધૂળમાં મળી જાય છે. (૪) આ બધી અવસ્થાઓનો વિચાર કરીને, મોક્ષાર્થી સાધકહમેશાં આગમાનુસાર જ સંયમ માર્ગમાં પોતાના વીર્યને ફોરવે. પાંચમો ઉદ્દેશકઃ(૧) ગ્રામાદિક કોઈપણ સ્થળે કોઈપણ પ્રકારનું કષ્ટ આવે તો મુનિ તેને સમભાવથી સહન કરે. (ર) સેવામાં ઉપસ્થિત વ્યક્તિઓને મુનિ તેમની યોગ્યતાનો વિચાર કરીને તથા કોઈની પણ આશાતના, વિરાધના ન થાય એવી રીતે અહિંસા, ક્ષમા, શાન્તિ આદિનો ઉપદેશ આપે અને વ્રત-મહાવ્રતનું સ્વરૂપ સમજાવે. (૩) સાધક આત્મા અસંયમી વિચારો અને વ્યવહારોનો ત્યાગ કરે અને સંયમનાશક તત્ત્વોથી દૂર રહે. (૪) આરંભ-પરિગ્રહ, કામ-ભોગ અને ક્રોધાદિ કષાયોનો વિવેકપૂર્વક ત્યાગ કરનાર સાધક કર્મોનો ક્ષય કરીને મુક્ત બને છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ GG મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત (૫) અંતિમ સમયે શરીરનો(આહારનો) ત્યાગ કરવો એ કર્મ સંગ્રામના મોખરે લડવા સમાન છે અર્થાત્ તે મુખ્ય અવસર છે. આવા સમયે પાદપોપગમન આદિ સંથારો કરવો જોઈએ. ૭ સાતમું અધ્યયન ઉપલબ્ધ નથી, વિચ્છેદ થયેલ છે. પ્રથમ ઉદ્દેશક ઃ : આઠમા અધ્યયનનો સારાશ (૧) અન્યતીર્થિક સંન્યાસી અથવા અન્ય સંભોગિક જૈન શ્રમણની સાથે આહાર આદિનું આદાન-પ્રદાન કે નિમંત્રણ ન કરવું જોઈએ. (ર) અન્ય પંથના સાધુઓ વિભિન્ન પ્રકારની પ્રરૂપણા અને પ્રવૃત્તિઓ કરતાં હોય છે. તેમની ધર્મ પ્રરૂપણા પણ સત્ય હોતી નથી. (૩) બધા ધર્મોમાં કોઈને કોઈ પ્રકારે પાપ સેવનને પણ સ્વીકારવામાં આવ્યું છે. આ કારણોસર તે ધર્મ પૂર્ણ શુદ્ધ ધર્મ નથી. (૪) ગામ હોય કે નગર હોય અથવા જંગલ હોય; કયાંયથી પણ જે પ્રથમ, મધ્યમ કે અંતિમ કોઈપણ વયમાં બોધ પ્રાપ્ત કરીને સંયમ સ્વીકારે છે અને હિંસાદિ પાપોનો સર્વથા પરિત્યાગ કરે છે, તે મુક્ત થઈ જાય છે. (૫) સર્વત્ર લોકગત જીવ હિંસાદિ ક્રિયાઓમાં રત છે, તેમને જોઈને મુનિ ત્રણ કરણ અને ત્રણયોગથી હિંસા દંડનું સેવન ન કરે. દ્વિતીય ઉદ્દેશક : (૧) આધાકર્મી આહારનો મુનિ મૃત્યુ સમય સુધી પણ સ્વીકાર ન કરે અને શક્ય હોય તો આગ્રહ કરનાર દાતાને પણ ધર્મ સમજાવે. (૨) અસમાન સંયમી ભિક્ષુઓની સાથે આહાર આદાન-પ્રદાનનો વ્યવહાર ન કરે પરંતુ સમાન સંયમી ભિક્ષુઓની સાથે આહાર વ્યવહાર કરે. તૃતીય ઉદ્દેશક : (૧) મધ્યમ વયમાં પણ કેટલાય મુમુક્ષુ આત્માઓ ઉત્કૃષ્ટ સંયમી બને છે અને Page #67 -------------------------------------------------------------------------- ________________ આ ઉપદેશ શાત્રઃ આચારાંગ સૂત્ર સારાંશ શુદ્ધ આરાધના કરે છે, તે મહાન નિગ્રંથ છે. (૨) શરીરના મમત્વનો ત્યાગ કરીને, તે અનેક ગુણોથી સંપન્ન થઈ જાય છે. (૩) અસહ્ય ઠંડીથી થરથરતાં જોઈને, કોઈ મુનિને અગ્નિથી તાપવાની પ્રેરણા કરે તો મુનિ મનથી પણ તેની ઇચ્છા ન કરે. ચતુર્થ ઉદ્દેશકઃ(૧) કોઈ મુનિ ત્રણ વસ્ત્ર(ચાદર) રાખવાની વિશેષ પ્રતિજ્ઞા (આઠ માસ સુધી) ધારણ કરે. તે વસ્ત્રોને ધોવે નહિ, જીર્ણ થાય તો નવા વસ્ત્રો લે નહિ પરંતુ જીર્ણને પરઠી દે. બધા જ વસ્ત્રો જીર્ણ થઈ જાય તો નિર્વસ્ત્ર રહે. (ર) ભિક્ષુ કયારેક સ્ત્રી પરીષહથી પરાજિત થઈ જાય તો અંતમાં સ્વયં પોતે જ મૃત્યુનો સ્વીકાર કરી લે પરંતુ બ્રહ્મચર્યવ્રતનો ભંગ ન કરે. વ્રત રક્ષાના હેતુથી તેનું સ્વતઃ વેહાનસ(ફાંસી) અને વૃદ્ધસ્પષ્ટ(પક્ષીનો ભક્ષણ થઈ) મરણે મરવું તે પણ કલ્યાણકારી છે. પાંચમો ઉદ્દેશકઃ(૧) કોઈ ભિક્ષુ બે વસ્ત્ર ધારણ કરવાની (આઠ માસ સુધી) પ્રતિજ્ઞા કરે; તે વસ્ત્રોને ધોવા વગેરે કાર્યકરે, વસ્ત્રો જીર્ણ થઈ જાય તો તેને પરઠીને નિર્વસ્ત્ર રહે. પરીષહ આદિ આવે તો સમ્યક પ્રકારે સહન કરે. (૨) કોઈ રોગ આવી જાય અને જાતે ગોચરી જવા માટે અસમર્થ હોય તો પણ બીજા પાસેથી (ગૃહસ્થો પાસેથી) ન મંગાવે કે ન એમના પાસેથી લે આહાર સિવાય અન્ય વસ્તુ પણ ન લે. સ્વસ્થ થયા પછી તે સ્વયં ગોચરી જઈને લાવે. (૩) વૈયાવચ્ચ ન કરવા કરાવવા સંબંધી અભિગ્રહ પણ ભિક્ષુ ધારણ કરી શકે છે. આ વૈયાવચ્ચ ભિક્ષુઓ સાથેના પારસ્પરિક વ્યવહાર સંબંધિત હોય છે. રોગાંતક આદિ સમયે પોતે સેવા ન કરાવવી એવો નિર્ણય(અભિગ્રહ) લઈ શકે છે. પરંતુ અન્ય શ્રમણોની રોગાદિ સમયે સેવાનો ત્યાગ ન જ કરી શકાય. (૪) જિનાજ્ઞા અનુસાર અને પોતાની સમાધિ અનુસાર ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાઓનું સમ્યક રીતે આરાધન કરે અને મૃત્યુને નજીક સમજીને ભક્ત પ્રત્યાખ્યાન, પંડિત મરણ સ્વીકાર કરે. છઠ્ઠો ઉદ્દેશક :(૧) કોઈ ભિક્ષુ એક વસ્ત્ર (આઠ માસ સુધી) ધારણ કરવાની પ્રતિજ્ઞા કરે અને તે વસ્ત્ર જીર્ણ થયા પછી તેને પરઠીને નિર્વસ્ત્ર રહે. (ર) સાધુ એકલપણામાં હંમેશા એકત્વ ભાવમાં રમણતા કરે. (૩) ભિક્ષુ આહાર પ્રત્યે રસાસ્વાદની વૃત્તિ ન રાખે. Page #68 -------------------------------------------------------------------------- ________________ જ ૬૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત : (૪) શ્રમણને જ્યારે શરીરની દુર્બળતા જણાય કે હવે આ શરીર સંયમપાલનમાં અક્ષમ છે, તો તે તૃણ આદિની યાચના કરી યોગ્ય સ્થાનમાં ઇગિતમરણ” સંથારો સ્વીકાર કરે અને તેની વિધિપૂર્વક આરાધના કરે. સાતમો ઉદ્દેશકઃ(૧) ભિક્ષુનિર્વસ્ત્ર રહેવાની (આઠ માસ સુધી) પ્રતિજ્ઞા ધારણ કરે અથવા લજ્જા નિવારણાર્થે એક ચોલપટ્ટો (કટિબંધનક) ધારણ કરે. શીત, ઉષ્ણ આદિ કષ્ટોને સમ્યક ભાવે સહન કરે. તે ચોલપટ્ટક જીર્ણ થયા પછી તેને પરઠીને નિર્વસ્ત્ર રહે. (૨) આહાર સંભોગનો ત્યાગ કરવાની, વિભિન્ન પ્રતિજ્ઞાઓ ધારણ કરે. (૩) અંતમાં, વિધિ પ્રમાણે પાદપોપગમન પંડિત મરણનો સ્વીકાર કરે. આઠમો ઉદ્દેશકઃ(૧) ભક્ત પ્રત્યાખ્યાન – કષાય પાતળા પાડે. આહાર ઘટાડે અને અંતે આહારનો ત્યાગ કરે. જીવન-મરણની ચાહના ન કરે. નિર્જરાખેલી બનીને શુદ્ધ અધ્યવસાય રાખે આયુષ્ય સમાપ્તિ નજીક જાણીને આત્માને શિક્ષિત કરે. યોગ્ય નિર્જીવ ભૂમિમાં વિધિપૂર્વક સંથારો કરે. કષ્ટ, પરીષહમાં ધૈર્ય ધારણ કરે. નાના-મોટાં જીવો દ્વારા ઉત્પન્ન ઉપદ્રવમાં સહનશીલતાની સાથે શુદ્ધ પરિણામ રાખે. (૨) ઇગિત મરણ – અન્ય કોઈ દ્વારા સહકાર સહયોગની ક્રિયા ન કરાવે(અર્થાત્ કોઈની સેવા ન લે) પરંતુ જરૂરિયાત પડે ત્યારે પોતે સ્વયં શરીરની પરિચર્યા (દબાવવું આદિ) કરી શકે છે. મર્યાદિત ભૂમિમાં ઊઠવું, બેસવું, ચાલવું, સવું આદિ પ્રવૃતિઓ પણ અત્યંત આવશ્યકતા હોય તો કરી શકે છે. (૩) પાદપોપગમન –વૃક્ષની તૂટેલી અને જમીન પર પડેલી ડાળીની જેમ સ્થિરકાય બનીને એકજ આસન પર સ્થિર રહે, પરીષહ, ઉપસર્ગ દઢતાપૂર્વક સહન કરે. શરીર પર કોઈ પગ મૂકીને ચાલે કે કોઈ શરીરને કચડી નાખે, તો પણ ધૈર્યપૂર્વક સહન કરે પરંતુ પોતાનું સ્થાન ન છોડે. મળ-મૂત્ર ત્યાગવા માટે સ્થાન છોડીને જઈ શકે છે. જીવન પર્યત આવી રીતે સહન કરે. સહનશીલતાને જ પરમધર્મ સમજે. નવમા અદયયનનો સારાંશ પ્રથમ ઉદ્દેશકઃ(૧) ભગવાન મહાવીર સ્વામીએ હેમંત ઋતુમાં સંયમ અંગીકાર કર્યો હતો. (૨) તેઓ સંપૂર્ણ સંયમ વિધિનું યથાવત્ પાલન કરતા હતા અર્થાત્ પાંચ મહાવ્રત, પાંચ સમિતિમાં કોઈપણ પ્રકારે ખંડન કે પ્રમાદનું આચરણ નહોતા કરતા Page #69 -------------------------------------------------------------------------- ________________ - જો ' ર — અ - * ૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આવવા છતાં કયારેય પણ ઔષધ કે ચિકિત્સા વગેરે ન કરતા. (ર) તેઓ ક્યારેય પણ શરીર ઉપર વિલેપન કરતા ન હતા. ઠંડી અને ગરમીમાં આતાપના લેતા અને ઉપવાસથી માંડીને છ માસ સુધીની અનેક તપશ્ચર્યા કરતા જ રહેતા. (૩) તેઓ સંયમમાં કે ગવેષણામાં ક્યારે ય કોઈપણ જાતનો દોષ ન લગાડતા. માર્ગમાં અન્ય આહારાર્થી પશુ-પક્ષી કે યાચકો હોય તો તેને ઉલ્લંઘીને ભગવાન ભિક્ષાર્થે જતા નહીં અથવા તે જીવોને અંતરાય ન પડે એવી રીતે વિવેકપૂર્વક જતા. (૪) એકવાર આઠ માસ સુધી નિરંતર પ્રભુએ ભાત, બોરચૂર્ણ અને અડદ, આ ત્રણ વસ્તુ સિવાય કોઈપણ આહાર લીધો ન હતો. (૫) કયારેક સંસ્કારિત, કયારેક અસંસ્કારિત, સૂકો (લુખો)ઠંડો, વાસી, પુરાણાજીર્ણ ધાન્યથી બનેલો અને નીરસ, જેવો આહાર મળતો અથવા કયારેક ન પણ મળતો, તો એમાંય પ્રભુ સંતોષ માનીને પ્રસન્ન રહેતા હતા. () ભગવાન કપાય રહિત, વિગયોની વૃદ્ધિ રહિત અને શબ્દાદિની આસક્તિ રહિત બનીને હમેશાં ધ્યાનમાં લીન રહેતા. પ્રભુ કયારેક ઉથ્વલોક આદિના સ્વરૂપ વિશે અને કયારેક આત્મસ્વરૂપનું અવલંબન લઈને ધ્યાન કરતા હતા. (૭) પ્રભુએ છદ્મસ્થકાળ દરમ્યાન સંયમની આરાધના કરતાં, કયારે ય પણ પ્રમાદાચરણ(દોષ-અતિચાર) નું સેવન કર્યું નથી. || નવમું અધ્યયન સંપૂર્ણ છે - - IT આચારાંગ સૂત્ર સારાંશ સંપૂર્ણ II - - આચારાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધનું સારાંશ અહીં આપેલ છે. દ્વિતીય શ્રુતસ્કંધનું સારાંશ આચાર શાસ્ત્ર જૈનાગમ નવનીત ભાગ-૩ માં આપ્યું છે. આ પછી પાના નં. ૦ર વાંચો Page #70 -------------------------------------------------------------------------- ________________ આ ઉપદેશ શાસ્ત્રઃ આચારાંગ સૂત્ર સારાંશ પાટા પર આચરાગ સૂત્ર સારા --- @૦ ૯ ૩ (૩) તેઓ ઠંડીથી ડરતા નહીં અને કયારેક મકાનની બહાર આવીને પણ ઠંડી સહન કરતા. (૪) પ્રભુએ એક વર્ષ અને એક માસ વીતી ગયા પછી ઈદ્ર આપેલા વસ્ત્રનો ત્યાગ કરીને, તેને વોસિરાવી દીધું હતું. (૫) સંયમ અંગીકાર કર્યા પહેલાં પણ ભગવાને બે વર્ષ સુધી સચેત પાણીનો ત્યાગ આદિ નિયમો ધારણ કર્યા હતા. () પ્રભુ મહાવીર એકાગ્ર દષ્ટિથી ચાલતા, કયારેય આમ-તેમ નજર ન કરતાં અને ચળ આવતાં શરીરને ખંજવાળતા નહીં. દ્વિતીય ઉદ્દેશક - (૧) પ્રભુ મહાવીરે છઘસ્થ કાળ દરમ્યાન અનેક પ્રકારના સ્થાનોમાં નિવાસ કર્યો હતો. જેમ કે- ધર્મશાળા,સભાસ્થળ, પરબ, દુકાન, ખંડેર, પર્ણકુટીર(ઝૂંપડી), ઉદ્યાન, વિશ્રામગૃહ, ગામ, નગર, સ્મશાનગૃહ, શૂન્યગૃહ, વૃક્ષ નીચે ઇત્યાદિ. (ર) ભગવાન કયારેય પણ સૂતા ન હતા, નિદ્રા લેતા ન હતા, પ્રમાદની સંભાવના જાણતા તો હલન-ચલન કરીને તેને દૂર કરતા. (૩) જીવ-જંતુઓ સંબંધી અને કોટવાળ આદિ રક્ષકો સંબંધી અનેક કષ્ટો પ્રભુએ સહન કર્યા. (૪) દેવ આદિના અનુકૂળ કે પ્રતિકૂળ ભયાનક કષ્ટોમાં પણ પ્રભુએ હર્ષ-શોકનો ત્યાગ કરીને તેને સહન કર્યા. તૃતીય ઉદ્દેશકઃ(૧) પ્રભુ મહાવીર થોડા સમય માટે અનાર્ય દેશમાં ગયા. ત્યાં લોકોનો આહારવ્યવહાર અત્યંત રૂક્ષ હતો. (૨) ત્યાં શિકારી કુતરાઓનો ઉપદ્રવ પણ બહુ જ હતો. ત્યાંના લોકો કુતરાઓને બોલાવીને ભગવાન પર છોડતાં અને તેમને કરડાવતાં, પરંતુ પ્રભુએ કયારેય તેનાથી બચવાની જરા પણ કોશિશ ન કરી. (૩) કેટલાય લોકો ભગવાનને ગાળો આપતા, ચીડવતા, પત્થર મારતા, ધૂળ ફેંકતા, પાછળથી ધક્કા મારીને નીચે પાડી દેતા અથવા ઉપાડીને નીચે પટકતાં. (૪) કોઈ લોકો પ્રભુને દંડ, મુઠ્ઠી, ભાલા આદિથી પ્રહાર કરતા અને કયાંક તો પ્રભુ ગામમાં પ્રવેશ કરે એના પહેલાં જ લોકો તેમને કાઢી મૂકતા કે અમારા ગામમાં ન આવો. આવા ભયાનક કષ્ટો ત્યાં(અનાર્ય દેશમાં) પ્રભુએ સહન કર્યા. ચતુર્થ ઉદ્દેશક - (૧) પ્રભુ મહાવીર નિરોગી હોવા છતાં પણ અલ્પ આહાર કરતા હતા. અને રોગ Page #71 -------------------------------------------------------------------------- ________________ ७१ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત 00 પ્રથમ અધ્યયનમાં જુદી-જુદી માન્યતાઓની ચર્ચા છે. બાકી પંદર અધ્યયન સંયમ-તપની પ્રેરણા તેમજ સાધ્વાચારના વિષયની પ્રધાનતાવાળા છે. જેમાં પાંચમા અધ્યયનમાં નરકનું વર્ણન છે અને છઠ્ઠું અધ્યયન ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ રૂપ છે. બીજા શ્રુતસ્કંધ ના સાત અધ્યયનોમાં એક-એક સ્વતંત્ર વિષયનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. આ સૂત્રના નામમાં કે અઘ્યયનમાં કોઈ ઐતિહાસિક ભિન્નતા કે વિકલ્પ નથી. સાહિત્ય સંસ્કરણ ઃ– આ સૂત્ર ઉપર નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાઓ ઉપલબ્ધ છે. પ્રાચીન ટીકા શ્રી શીલાંકાચાર્યની છે. અન્ય પણ અનેક સંસ્કૃત, હિંદી, ગુજરાતી પ્રકાશન આ સૂત્રના થયા છે. જવાહિરાચાર્યના સંપાદનમાં આ સૂત્રની છાયા, ટીકાનુવાદ પ્રકાશમાં આવ્યા છે. આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા. એ પણ આના પર વિસ્તૃત સંસ્કૃત ટીકા રચના કરી છે. અર્થ વિવેચન સહિત આ આગમ અનેક જગ્યાએથી પ્રકાશિત છે. બ્યાવર આગમ પ્રકાશન સમિતિ દ્વારા સુંદર વિવેચન સાથે પ્રકાશિત થયેલ છે. આચાર્ય તુલસીએ પણ આ સૂત્ર નું ટિપ્પણ યુક્ત સંપાદન કરેલ છે. ఎఱ પ્રથમ શ્રુત સ્કન્ધ પ્રથમ અધ્યયનનો સારાશ પ્રથમ ઉદ્દેશક ઃ (૧) સંસારમાં પરિગ્રહ(ધન-પરિવાર)નો સંગ્રહ તેમજ મમત્વ તથા પ્રાણીવધ (જીવ હિંસા)એ કર્મ બંધના ખાસ કારણો છે. તેને અશરણ ભૂત જાણી તેનો ત્યાગ કરવો જોઈએ. (ર) ૧. પાંચ મહાભૂત(પૃથ્વી આદિ)થી આત્માની ઉત્પત્તિ માનવાવાળા ૨. સંપૂર્ણ વિશ્વમાં એક જ આત્મા માનવાવાળા ૩. જીવ અને શરીરને એક જ માનવાવાળા ૪. આત્માને કર્મોનો અકર્તા માનવાવાળા ૫. આત્મા સહિત પાંચ ભૂતોન (કુલ છ તત્ત્વોને) માનવાવાળા ૬. ચાર ધાતુ જ(પૃથ્વી આદિ) માનવાવાળા. ૭. આત્માને ક્ષણિક માનવાવાળા; તે બધાજ એકાંતવાદી તેમજ મિથ્યાબુદ્ધિવાળા છે. અજ્ઞાનવશ કર્મ ઉપાર્જન કરી તે વિવિધ યોનિઓમાં જન્મ-મરણ કરે છે. For Private & Personalyst પછી પાના નં. ૭૩inelibrary.org Page #72 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ 1 પ્રસ્તાવના – ધર્મ અને દર્શન બંને અલગ અલગ શબ્દ છે, બંનેના પોતાના વિષય, ક્ષેત્ર અને લક્ષ્ય અલગ-અલગ છે. ભારતીય દર્શનોમાં ભલે વૈદિક દર્શન (સાંખ્ય યોગ, વૈશેષિક, ન્યાય, મીમાંસા, વેદાન્ત) હોય કે અર્વેદિક(જૈન, બૌદ્ધ, ચાર્વાક) હોય, મુખ્ય ત્રણ આધાર તત્ત્વ નજરે આવે છે, ૧. આત્મત્વ (આત્મ સ્વરૂપ) ની વિચારણા. ૨. ઈશ્વર સત્તા વિષયક ધારણા. ૩. જગત સ્વરૂપ (લોક સત્તા)ની વિચારણા. આત્માના સુખ-દુઃખનું ચિંતન આત્મ સ્વરૂપની વિચારણામાં અવશ્ય કરવામાં આવે છે. આત્મા સ્વતંત્ર છે કે પરતંત્ર ? આત્મા કોને આધીન છે ? ઈશ્વરને કે કર્મને ? તે આધીન કેમ છે ? શું તે હંમેશાં પરતન્ત્ર જ રહેશે ? કે સ્વતંત્ર અસ્તિત્વ પણ છે ? સ્વતંત્ર છે તો ક્યારે અને કેવી રીતે ? અસ્તિત્વનું સ્વરૂપ છે કે નિરાકાર ? જગતનું સ્વરૂપ કેવું છે ? લોક શું છે ? કેવો છે ? સંચાલન કર્તા કોણ છે ? વ્યવસ્થા કેવી રીતે ચાલે છે ? લોકનું અસ્તિત્વ કયાં સુધી છે ? ઈશ્વર અને લોક સત્તા, ઈશ્વર અને આત્મા, જીવ અને જગત, એ સંબંધોની વિસ્તૃત ચર્ચા તેમજ વિચારણા દર્શનનું કાર્ય છે. દર્શન શાસ્ત્ર દ્વારા ચિંતન કરેલ, વિવેચન કરેલ તત્ત્વો પર આચરણ કરવું, પ્રયોગમાં લાવવું તે ધર્મનું ક્ષેત્ર છે. સુખ-દુઃખના, મુકિતના કારણોની ખોજ કરેલ વિષયો પર ચિંતન, મનન કરી દુઃખ મુક્તિ અને સુખ પ્રાપ્તિના ઉપાયો પર પ્રયત્ન કરવો તે ધર્મનું ક્ષેત્ર છે. સૂત્ર પરિચય :- પ્રસ્તુત આગમનું નામ સૂત્રકૃતાગ સૂત્ર છે. આ ગણધર રચિત બીજું અંગશાસ્ત્ર છે. આ આગમમાં સ્વસમય(જૈન સિદ્ધાન્ત) અને પર સમય(અન્ય મતાવલંબીઓ દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતો)ની ચર્ચાવિચારણા, ખંડન અને પ્રસ્તુતિ કરવામાં આવી છે. આ આગમના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધ પધમય છે, તેમાં ૧૭ અધ્યયન છે, બીજા શ્રુતસ્કંધ માં ૭ અધ્યયન છે, જેમાં પાંચમું અને છઠ્ઠું અધ્યયન પદ્મમય છે, બાકી પાંચ અઘ્યયન ગદ્યમય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર : સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ 1 બીજો ઉદ્દેશક ઃ (૧) નિયતિ વાદી સુખ-દુઃખના કર્તા પોતાને કે અન્ય ને કોઈને પણ માનતા નથી પરંતુ કેવળ નિયતિથી જ બધું થાય છે તેવું માને છે. તેવું માનવા છતાં પણ તેઓ દુઃખ થી છૂટી શકતાં નથી. 63 (૨) અજ્ઞાનવાદી ભોળા મૃગ-સમાન છે. તેઓ ભ્રમ-જાળમાં ફસાઈ કર્મબંધના ભાગી બની સંસાર ભ્રમણ કરે છે. (૩) વનમાં દિશા મૂઢ બનેલી વ્યક્તિ જે પ્રકારે પોતાનો કે અન્યનો માર્ગ નિશ્ચિત નથી કરી શકતી તથા અંધ વ્યક્તિ અંધાઓને માર્ગ પર નથી લાવી શકતી તેવીજ રીતે આ અજ્ઞાનવાદી ભટકતા રહે છે. (૪) ‘ત્રણે ય યોગ હોય તો જ કર્મ બંધ થાય છે’ અથવા ‘દ્વેષ ભાવ વિના કોઈને મારી નાખીને માંસ ખાવાથી પાપ બંધ થતો નથી', તેવું કહેનાર મિથ્યાવાદી લોકો છિદ્રોવાળી નાવ સમાન સંસારમાં ડૂબી જાય છે. ત્રીજો ઉદ્દેશક ઃ (૧) જે સાધુ આધાકર્મી અને આધાકર્મીના અંશ માત્રથી પણ મિશ્રિત આહારપાણીનું સેવન કરનાર છે, તેઓ પાણીની બહાર પડેલી, પક્ષીઓ દ્વારા ખાવામાં આવતી માછલી સમાન ઘાતને પ્રાપ્ત કરે છે. તે બે પક્ષનું સેવન કરે છે, અર્થાત્ વેષથી સાધુ અને ગુણથી અસાધુ છે. (૨) દેવ, બ્રહ્મા, ઈશ્વર, સ્વયંભૂ દ્વારા જગતની રચના માનવાવાળા અથવા ઇડાથી પૃથ્વી ઉત્પન્ન થઈ છે, તેવું માનવાવાળા, સંવર ધર્મને સમજી શકતા નથી. (૩) કેવળ ક્રીડાના હેતુથી અવતાર માનનાર પણ દોષપાત્ર છે. કારણકે એવું માનવાવાળા માટે પાપોનો ત્યાગ આવશ્યક નથી બનતો અને તેના પાપ સેવનથી દુ:ખની પરંપરા જ વધે છે. ચોથો ઉદ્દેશક ઃ (૧) ઉપર કહેલા તે અન્યતીર્થિક લોકો ગૃહત્યાગ કરીને પણ અશરણભૂત સાવધ કૃત્યોનો ઉપદેશ આપે છે. આવું જાણી મુનિ હંમેશાં આરંભ અને પરિગ્રહ યુક્ત સાવધ કૃત્યોથી દૂર રહે તેમજ નિર્દોષ ભિક્ષા વૃત્તિથી જીવન વ્યતીત કરે. (૨) જ્ઞાનનો સાર જ એ છે કે સંસારના સમસ્ત ચર-અચર પ્રાણી પોતે જ દુઃખી છે, એવું જાણી તેમના પ્રત્યે મુનિ પૂર્ણ અહિંસક બને. (૩) મુનિ સમસ્ત પદાર્થોના પ્રત્યે આસક્તિનો ત્યાગ કરે, જતનાપૂર્વક ચાલે, બેસે, સૂએ, ખાય, પીવે, બોલે, જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સંરક્ષણ કરે અને કષાયોને દૂર કરી મોહ રહિત બને. Page #74 -------------------------------------------------------------------------- ________________ ७४ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત બીજા અધ્યયનનો સારાંશ - પ્રથમ ઉદ્દેશક (૧) વીતી ગયેલ સમય ફરી આવતો નથી, તેમજ મનુષ્ય જીવન દુર્લભ છે, આયુષ્ય ક્ષણભંગુર છે, તેથી પરિવાર અને પરિગ્રહ તેમજ આરંભથી નિવૃત્ત બનો. તેને ભયકારી(દુઃખકારી) જાણો. (૨) જીવ સ્વયં કર્મ કરી અને તેના ફળને પ્રાપ્ત કરી દુ:ખી થાય છે, છતાં પણ પોતાની હીન અવસ્થા કે ઊંચ અપસ્થામાં પણ તે જીવ ભરવાનું ઇચ્છતો નથી. (૩) બહુશ્રુત જ્ઞાની અને સંયમી બનીને પણ જે કષાય ભાવોમાં લીન રહે છે, તે પણ તીવ્ર કર્મોથી દુ:ખી થાય છે. નિરંતર માસખમણની તપસ્યા કરીને પણ કષાયોનો ત્યાગ ન કરે, તો તપસ્વી પણ વારંવાર જન્મ-મરણ કરે છે. (૪) દુઃખ આવે ત્યારે તેવું વિચારે કે હું એક જ દુઃખી નથી, સંસારમાં અન્ય પ્રાણી પણ વિવિધ દુઃખોથી દુ:ખી છે; તેવું વિચારી ધૈર્ય રાખી સહનશીલ બને. (૫) સ્થિર ચિત્તવાળા ધૈર્યવાનને કોઈપણ વ્યક્તિ કે પરિસ્થિતિ, સંયમ તેમજ આત્મશાંતિથી વિચલિત કરી શકતાં નથી. બીજા ઉદ્દેશક ઃ (૧) કોઈ પણ પ્રકારનું અભિમાન અને બીજાની નિંદા કલ્યાણકારી નથી પરંતુ બીજાઓને નીચે પાડવાની ભાવના કે તિરસ્કારની ભાવના અને નિંદાનો વ્યવહાર વ્યક્તિને મહાન સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે. માટે મુનિ પર-નિષ્ઠા અને પર-તિરસ્કારને પાપકારી જાણી ત્યાગી દે. (૨) મુનિ પોતાના કષ્ટોને સહન કરે તેમજ બધાં પ્રાણીઓને આત્મવત્ સમજે. (૩) આ લોકમાં જેટલા પણ પૂજા-પ્રતિષ્ઠા કે, માન-સન્માન પ્રાપ્ત થાય, તેને મુનિ મહાન કીચડ સમાન સમજે. તેમાં ફૂલાઇ જવું કે તેની ઇચ્છા કરવી, તે આત્માં માટે સૂક્ષ્મ શલ્યરૂપ છે. (૪) યોગ્યતાની વૃદ્ધિ અને અભ્યાસ કરીને મુનિ એકત્વચર્ચા ધારણ કરે. વિશિષ્ટ સાધનાથી કર્મ ક્ષય કરે, પરીષહ ઉપસર્ગ સહે, પરંતુ કયાંય ભયભીત ન બને. (૫) ભિક્ષુ કલહ-ક્લેશ થી હંમેશા દૂર રહે, કારણકે તેનાથી સંયમનો અત્યધિક નાશ થાય છે. (૬) ષટ્કાય રક્ષક સર્વજ્ઞ ભગવંતોના આ અનુત્તર ધર્મનો સ્વીકાર કરી, સ્વેચ્છાઓનો ત્યાગ કરી, ગુરુ આજ્ઞાનું પાલન કરી ને, અનંત પ્રાણી આ સંસારથી પાર ઉતરી ગયા અર્થાત્ મુક્ત થઈ ગયા. Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ ત્રીજે ઉદેશક :(૧) સંયમ ધારણ કર્યા પછી જે કયાંય પણ મૂર્શિત થતાં નથી તે સંસારથી પાર થયેલા સમાન જ છે. (૨) જે રીતે વણિકો દ્વારા લાવવામાં આવેલ શ્રેષ્ઠ પદાર્થોની ભેટને આ લોકમાં રાજાઓ ધારણ કરે છે, તેમજ પ્રભુ દ્વારા પ્રદત્ત પાંચ મહાવ્રત અને છટ્ટા રાત્રિભોજન વતને મુનિ ધારણ કરે છે. (૩) મુનિ પોતાના આત્માને સદા સમ્યક અનુશાસિત રાખે, જેથી તે કયારેય પણ સંયમથી ય્યત ન બની જાય. કારણ કે સંયમને છોડી દેનારા પાછળથી અત્યધિક પશ્ચાત્તાપ કે વિલાપ કરે છે. (૪) જીવન ક્ષણભંગુર છે તે સ્પષ્ટ હોવા છતાં પણ ઘણા જીવો વર્તમાનમાં જ તલ્લીન રહે છે, ભવિષ્યનો વિચાર કરતા નથી.તે અજ્ઞાની વળી એવું પણ બોલે છે કે પરલોક કોણે જોયો છે? (૫) તે બાલ જીવો ધનને પોતાનું તેમજ શરણભૂત માને છે પરંતુ જ્યારે આપત્તિકે મોતના મુખમાં જાય છે ત્યારે વિલાપ કરતાં-કરતાં દુઃખી બની એકલા જ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. (૬) મુનિ એવા અમૂલ્ય અવસરને જાણી આરંભ, પરિગ્રહ તેમજ કષાયોનો ત્યાગ કરી, મહાન સંસાર સમુદ્રને પાર કરીને મુક્ત થઈ જાય છે. ત્રીજા અધ્યયનનો સારાંશ પ્રથમ ઉદ્દેશકઃ(૧) ઘણા સાધક પોતાને શૂરવીર માને છે પરંતુ, ઠંડી, ગરમી, ભિક્ષા, અલાભ, આક્રોશ, મારપીટ, ડાંસ-મચ્છર આદિ પરિષહ ઉત્પન્ન થાય ત્યારે કે લોચ કરવાના સમયે કાયર બની વિષાદ પ્રાપ્ત કરે છે. ખરેખર મોક્ષાર્થી સાધકોએ સંગ્રામના મોરચે ઊભેલા હાથી સમાન બધા પરીષહ, ઉપસર્ગ ધર્યથી સહન કરવા જોઈએ. બીજો ઉદ્દેશકઃ(૧) પ્રતિકૂળ પરીષહોની અપેક્ષાએ અનુકૂળ પરીષહ સૂમ અને દુસ્તર હોય છે. તેથી ભિક્ષુ કોઈના પણ મોહના ચક્કરમાં ન ફસાય. (૨) સ્ત્રી, પરિવાર અને પૂજા સત્કારનો સંગ મહાપાતાળ સમાન છે. મુનિ સદા તેનાથી સાવધાન રહે. (૩) રાજા આદિ ઋદ્ધિ સંપન્ન લોકોના આદર તેમજ નિમંત્રણથી પણ સદા સાવધાન રહે. Page #76 -------------------------------------------------------------------------- ________________ == મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ત્રીજો ઉદ્દેશક : (૧) સંગ્રામમાં ગયેલ કાયર પુરુષ છુપાવાનું સ્થાન કે ભાગવાનો માર્ગ હંમેશા પહેલેથી જ જોઈ રાખે છે, તેવીજ રીતે સંયમમાં હીન પુરુષાર્થી વ્યક્તિ પોતાની આજીવિકાની વિદ્યા તેમજ નિવાસસ્થાનના સાધનો શોધી લે છે. (૨) ઘણા વીર સાધક શૂરવીર યોદ્ધાની જેમ મૃત્યુપર્યન્ત સંયમ વિમુખ થતા નથી. (૩) સેવા તેમજ સહયોગમાં મમત્વ ભાવ ન હોવો જોઈએ. ગૃહસ્થીની અપેક્ષા સાધુના સહયોગ-સેવા લેવા જ શ્રેયસ્કર છે. જે લોકો(અન્ય મતાવલંબી) સાધુઓના સેવા-સહયોગને મમત્વ કહે છે અને ગૃહસ્થો દ્વારા સાવધ સહયોગ લે છે, તેમનું કથન મહત્વહીન તેમજ મિથ્યાત્વથી અભિભૂત છે. (૪) ભિક્ષુ આત્મ સમાધિ રાખવા છતાં ગુણોનો વિકાસ કરે, કોઈના માટે કોઈ પણ અહિતકર કૃત્ય ન કરે અને ગ્લાન-બીમાર ભિક્ષુઓની રુચિ પૂર્વક સેવા કરે. ચોથો ઉદ્દેશક : (૧) ઘણા લોકો ફક્ત જળ (સચેત) સેવનથી જ સિદ્ધિ માને છે. ઘણાં કેવળ બીજના સેવનથી, તો ઘણાં લીલી વનસ્પતિના સેવનમાં જ સિદ્ધિ માને છે, પરંતુ તે હિંસા આદિથી મુક્ત ન થવાના કારણે સંસારમાં ભ્રમણ કરે છે. (૨) ઘણાં કહે છે કે સુખ થી જ સુખ મળે છે. તેથી ખાઓ, પીઓ અને મોજ કરો. ભવિષ્ય માટે કટિબદ્ધ થઈ વર્તમાનનાં સુખોને છોડો નહીં. આવા લોકો ધન ગુમાવનાર જુગારીની જેમ અથવા લોહ વણિકની જેમ દુ:ખી બની ભવિષ્યમાં આયુષ્ય અને યૌવનનો ક્ષય થવા પર વિલાપ કરે છે. તેથી એમ સમજવું જોઇએ કે ભવિષ્યનો તેમજ પરિણામનો વિચાર કરી યોગ્ય પરિવર્તન કરનાર જ સુખી થાય છે. (૩) સંયમ સાધક કયારે ય પણ વર્તમાન સુખના ચક્કરમાં ન આવે. સ્ત્રીઓના સંયોગને વૈતરણી નદી સમાન સમજી તેનાથી પૂર્ણ સાવધાન રહે. હિંસા, જૂઠ, ચોરીનો પૂર્ણ ત્યાગ કરે તેમજ અગ્લાન ભાવથી સેવા-ધર્મનું પાલન કરે. ચોથા અધ્યયનનો સારાશ આ અધ્યયનમાં બે ઉદ્દેશક છે. સંપૂર્ણ અધ્યયનમાં સ્ત્રી પરીષહ જીતવાના તથા સ્ત્રી-સંસર્ગ નહીં કરવાના તેમજ સ્ત્રીઓથી સદા સાવધાન રહેવાનો, સ્ત્રીસંગના અનેક દુષ્પરિણામો બતાવીને, ઉપદેશ આપવામાં આવ્યો છે. માતાપિતા અને ધન પરિવાર તેમજ સમરત સુખનો ત્યાગ કરનાર અણગારોએ સદા સ્ત્રીઓથી વિરકત રહેવું જોઈએ. Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ પાંચમા અધ્યયનનો સારાંશ આમાં બે ઉદ્દેશક છે, તેમજ સંપૂર્ણ અધ્યયનમાં નરકમાં જવાના કારણો તેમજ નરકના દુ:ખોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. અંતમાં કહેવામાં આવ્યું છે કે જીવ જેવા કર્મ કરે છે તે અનુસાર એકલો જ ફળ ભોગવે છે. તે જાણી ધીર, વીર પુરુષ હિંસા વગેરે પાપોનો ત્યાગ કરી એકત્વ તેમજ અપરિગ્રહ ભાવમાં રહે તથા સંસાર પ્રવાહમાં ન પડે. છઠ્ઠા અધ્યયનનો સારાશ આ અધ્યયનમાં ભગવાન મહાવીરનું સ્તુતિયુક્ત વર્ણન છે. (૧) પ્રભુ વીર આસુપ્રજ્ઞ, કુશળ, સર્વજ્ઞ અને સર્વદર્શી હતાં. (૨) તેમણે સમસ્ત લોકના ચર-અચર પ્રાણીઓને અને નિત્ય-અનિત્ય પદાર્થોને જાણી, દ્વીપ સમાન ત્રાણભૂત અહિંસા ધર્મ કહ્યો. (૩) તેઓ ગ્રંથાતીત, નિર્ભય તેમજ અનિયતવાસી હતા. દેવોમાં ઇન્દ્રની જેમ તેઓ, મનુષ્યોના ધર્મનેતા હતા. too ܐ (૪) તેમની પ્રજ્ઞા સમુદ્ર સમાન અપાર હતી. તેઓ ઇન્દ્ર સમાન ધૃતિમાન હતા. (૫) પ્રતિપૂર્ણ શક્તિ સંપન્ન, સુદર્શન મેરુ સમાન શ્રેષ્ઠ તેમજ અનેક ગુણોના ધારક હતા. સૂર્ય સમાન પ્રકાશમાન હતા અર્થાત્ જ્ઞાન પ્રકાશદાતા હતા. (૬) તેઓએ અનુત્તર ધર્મની પ્રરૂપણા કરી, અનુત્તર પરમ શુક્લ ધ્યાન દ્વારા સંપૂર્ણ કર્મ ક્ષય કરી, જ્ઞાન,દર્શન અને ચારિત્રની આરાધના કરી, પ્રભુ મહાવીર સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા. (૭) ભગવાન નંદનવન સમાન શ્રેષ્ઠ આનંદકારી હતા. તારાઓમાં ચંદ્ર સમાન અને સુગંધમાં ચંદન સમાન ઉત્તમ હતા. (૮) સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર, નાગોમાં ધરણેન્દ્ર, રસોમાં ઇક્ષુરસ સમાન પ્રધાન તપસ્વી-મુનિ હતા. હાથીઓમાં ઐરાવત હાથી, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરૂડ સમાન તેઓ મોક્ષાર્થીઓમાં પ્રધાન હતા. (૯) પ્રભુ વીર પુષ્પોમાં કમળ, દાનમાં અભયદાન, તપમાં બ્રહ્મચર્યની સમાન લોકમાં ઉત્તમ હતા. સુધર્મા સભા અને લવસત્તમ દેવ સમાન સર્વશ્રેષ્ઠ હતા, પૃથ્વી સમાન સહનશીલ હતા. તેઓ આસક્તિ રહિત બની સંગ્રહ વૃત્તિથી દૂર રહેતા હતા. (૧૦) ક્રોધ, માન, માયા, લોભ, આ ચારે ય આધ્યાત્મ દોષોનું પ્રભુએ વમન (સર્વથા ત્યાગ) કરી નાખ્યું હતું. અન્ય પાપોનું સેવન પણ તેઓ કયારે ય કરતા નહોતાં અને કરાવતા નહોતા. Page #78 -------------------------------------------------------------------------- ________________ to૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૧૧) સ્ત્રી તેમજ રાત્રિભોજનનું પૂર્ણ વર્જન(ત્યાગ) કરતાં થકા તેઓ દુઃખના મૂળભૂત કર્મોનો ક્ષય કરવાના હેતુથી વિકટ તપ કરતા હતા. (૧૨) આવા અરિહંત ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ શુદ્ધ ધર્મ પર શ્રદ્ધા કરીને તે અનુસાર આચરણ કરનાર પરમપદને પ્રાપ્ત કરશે. * ,- ૯ - - - * . - સાતમા અધ્યયનનો સારાંશ (૧) પૃથ્વી આદિ સ્થાવર પ્રાણી તેમજ અંડજ, રસજ આદિ ત્રસ પ્રાણીઓની હિંસા કરનાર ક્રૂર વ્યક્તિ તેવી જ યોનિઓમાં ભ્રમણ કરતી રહે છે. (૨) માતા-પિતા, ધન અને પરિવાર આદિનો ત્યાગ કર્યા પછી પણ જેઓ સુખ માટે મહાશસ્ત્ર ભૂત અગ્નિનો આરંભ કરે છે, તે વારંવાર ગર્ભધારણ કરે છે. (૩) ઘણા અજ્ઞાની માત્ર મીઠાના ત્યાગથી કે માત્ર પાણીના ઉપભોગ, પરિભોગ તેમજ શુદ્ધિથી મોક્ષ મળવાનું કથન કરે છે પરંતુ તેઓ મધ, માંસ, લસણ વગેરે ખાઈને સંસાર વૃદ્ધિ જ કરે છે. (૪) પ્રાતઃસ્નાન અથવા જળ સ્પર્શથી મુક્તિ થતી હોય તો બધાંજ જળચર પ્રાણીઓને મોક્ષ મળી જાય. એમ તો વિના પુરુષાર્થે ઇચ્છા માત્રથી બધાંની મુક્તિ થઈ જાય અને જળચર જીવોનો ઘાત કરનાર પાપીને પણ સહજ રીતે જ મોક્ષ મળી જાય પરંતુ એવું કંઈ સંભવ નથી. તેથી આ બધું જ અસત્ય પ્રરૂપણ અને અસત્ય પ્રલા૫ છે. (૫) કેટલાક લોકો અગ્નિના સ્પર્શથી મુક્તિની કલ્પના કરે છે, પરંતુ જો એવું હોય તો કુંભાર, લુહાર, સુવર્ણકારોને સહજ રીતે જ મુક્તિ મળી જાય. એમતો ધર્મ, પુરુષાર્થ અને સન્યાસ ગ્રહણ આદિ બધાં ક્રિયા કલાપ વ્યર્થ સિદ્ધ થશે, માટે આ અપરીક્ષિત અને મિથ્યા સિદ્ધાંત છે. (૬) મુમુક્ષુ સંયમી સાધકોએ બીજ, લીલોતરી, જળ, અગ્નિ, કંદ મૂળ આદિના નાશને કર્મબંધ કરાવનાર જાણી તેનું સેવન ન કરતાં, સ્નાનાદિ વિભૂષા કર્મ અને સ્ત્રી આદિથી દૂર જ રહેવું જોઈએ. (૭) સંયમ ધારણ કરીને પણ જે સ્નાન, વિભૂષા, સ્વાદિષ્ટ આહારમાં આસક્તિ રાખે છે, આહાર આદિ માટે દીનતા ધારણ કરે છે, તે કુશીલ પાર્વસ્થ થઈને સંયમને નિસ્સાર કરી દે છે. (૮) તેથી સાધકોએ સંયમ યાત્રાના નિર્વાહ હેતુ અજ્ઞાત ભિક્ષા દ્વારા દોષ રહિત આહાર પ્રાપ્ત કરી, ઇન્દ્રિય વિષયોમાં આસક્ત ન બનતાં, તપ-સંયમથી પૂજાસત્કારની ચાહના ન કરતાં સંપૂર્ણપણે કર્મબંધના કારણોથી અલગ થઈ, કાષ્ઠફલક સમાન બની કષ્ટોને સહન કરવા જાઇએ. આ પ્રકારે આરાધના કરનાર શ્રમણ કર્મક્ષય કરી સંસાર ભ્રમણથી મુક્ત બની જાય છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ [ આ આઠમા અદચયનનો સારાંશ || (૧) વીર્ય બે પ્રકારના હોય છે- ૧, કર્મ વીર્યર. કર્મ વીર્ય. તેને જ ક્રમશઃ બાલ વીર્ય અને પંડિતવીર્ય કહેવામાં આવે છે. પ્રમાદની પ્રવૃત્તિ કર્મવીર્ય(બાલવીય) છે અને અપ્રમાદ ની પ્રવૃત્તિ અકર્મ વીર્ય(પંડિતવીર્ય છે. (ર) કર્મ વીર્ય – પ્રાણ વધ કરનારી શસ્ત્રોની શિક્ષા, હિંસક મંત્રોનું અધ્યયન, કામ-ભોગ, છેદન-ભેદન કે આરંભ-સમારંભ; આ સમસ્ત પ્રવૃત્તિઓ દ્વારા રાગદેષમાં લીન પ્રાણી પાપ કર્મોનો બંધ કરે છે. માટે આ પ્રવૃત્તિઓ સકર્મ વીર્ય છે. (૩) અકર્મ વીર્ય:- સ્વયં બોધ પામી અથવા અન્યથી પ્રબુદ્ધ બની, સંપૂર્ણ સ્નેહ બંધનોનો ત્યાગ કરી સંયમ સ્વીકાર કરવો, પાપોનો વિરોધ કરવો, સંસારના સમસ્ત શુભ-અશુભ સંયોગોને અસ્થિર સમજી, આસક્તિ અને રાગ દ્વેષથી મુક્ત થવું. (૪) આયુષ્યનો અંત જાણી, આત્માને શિક્ષિત કરી સંલેખના કરવી. (૫) સાધકોએ કાચબાની જેમ ઇન્દ્રિયોને ગોપવવી અને હિંસા, અસત્ય, અદત્તનો ત્રણ કરણ, ત્રણ યોગથી ત્યાગ કરી આ ગુપ્ત, જિતેન્દ્રિય બનવું. (૬) સમદર્શી થવું, તપથી યશની આકાંક્ષા ન કરતાં ગુપ્ત તપસ્યા કરવી. ખાવા, પીવા, બોલવા વગેરેનું મર્યાદિત કરવું. આ પ્રકારે ક્ષાંત, દાંત, ઉપશાંત, નિસ્પૃહ સાધના તથા ધ્યાન તેમજ યોગનું સમાચરણ કરી, કાયાના મમત્વનો સંપૂર્ણ ત્યાગ કરી, કષ્ટ સહિષ્ણુતા ધારણ કરી, કર્મોથી મુક્ત થવું એ અકર્મ વીર્ય છે. નવમ અદયયનનો સારાંશ (૧) બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલ, ખેડૂત, વણિક, ભિક્ષાચર વિગેરે જે કોઈપણ આરંભ, સમારંભમાં અને તેમજ કામભોગમાં અને પરિગ્રહમાં સંલગ્ન છે, તેઓ દુઃખથી છુટી શકતા નથી. (૨) પારિવારિક લોકો પણ કર્મોથી ઉત્પન્ન દુઃખમાં ત્રાણ શરણભૂત થતાં નથી, પરંતુ મરણ પછી તે લોકો જ શરીરને બાળી, (એકઠું કરેલ)ધનના સ્વામી બને છે. (૩) આ જાણી ભિક્ષુ, ધન, પુત્ર, પરિવારનો ત્યાગ કરી, મમત્વ તેમજ અહંકાર રહિત બની, જિન આજ્ઞાનુસાર સંયમ આરાધના કરે. (૪) હિંસા તથા ક્રોધનો સર્વથા ત્યાગ કરે. (૫) ધોવું, રંગવું, બસ્તી કર્મ(એનિમા), વિરેચન, ઉલટી, અંજન, સુગંધી પદાર્થ, માળા, સ્નાન, દંતધાવન, તેલ આદિ સંયમ નાશક કાર્ય છે, તેનો ત્યાગ કરે. Page #80 -------------------------------------------------------------------------- ________________ - ૮૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત () પરિગ્રહ સંગ્રહ વૃત્તિ) તેમજ સ્ત્રીકર્મ(સ્ત્રી સહવાસ)નો ત્યાગ કરે. (૭) ઔદેશિક વગેરે એષણા દોષોનો ત્યાગ કરે. (૮) રસાયણ-ભસ્મોનું સેવન, શબ્દાદિમાં આસક્તિ, અંગ-ઉપાંગોનું ધોવું, માલિશ, શય્યાતર પિંડ, અષ્ટાપદ, શતરંજ આદિ ખેલ, હસ્તકર્મ, પગરખાં, છત્ર આદિનો ત્યાગ કરે. (૯) મુનિ ગૃહસ્થના કાર્યો, અને તેનો પ્રત્યુપકાર તથા જ્યોતિષ પ્રશ્નોત્તર ન કરે તેમજ અન્ય પરસ્પરની ક્રિયાનો પણ ત્યાગ કરે. (૧૦) લીલી વનસ્પતિ તેમજ અન્ય ત્રસ જીવ યુક્ત કે સચેત પૃથ્વી પર મળ-મૂત્ર ન કરે તેમજ ત્યાં પાણી આદિથી શરીરની શુદ્ધિ પણ ન કરે. (૧૧) મુનિ ગૃહસ્થના વસ્ત્ર, પાત્ર, પલંગ વગેરેનો ઉપયોગ ન કરે, તેમજ યશ, કીર્તિ, શ્લાઘા, વંદન, પૂજન વગેરે ઇચ્છાઓનો ત્યાગ કરે. (૧૨) અસત્ય તેમજ મિશ્રભાષા તથા મર્મકારી, કર્કશ વગેરે અમનોજ્ઞ ભાષાનો સર્વથા ત્યાગ કરે. (૧૩) કુશલ આચરણવાળાનો સંસર્ગ ન કરવો, અકારણ ગૃહસ્થના ઘરમાં ન બેસવું તેમજ મનગમતા પદાર્થોમાં આસક્ત ન બનવું. (૧૪) મુનિ અનુકૂળ કે પ્રતિકૂળ કષ્ટ ઉપસર્ગોમાં આસક્તિ કે દ્વેષ ન કરતાં, માન, માયા, તેમજ અભિમાનનો ત્યાગ કરી, મોક્ષ પ્રાપ્તિની સાધના કરે. દશમા અધ્યયનનો સારાંશ (૧) તીર્થકર ભાષિત સંયમ ધર્મને પ્રાપ્ત કરી ભિક્ષુ, સમસ્ત પ્રાણીઓની રક્ષા કરતાં સંયમ યોગ્ય ક્ષેત્રોમાં અપ્રતિજ્ઞ થઈને તેમજ સરળ બનીને વિચરણ કરે; સંગ્રહ વૃત્તિ ન કરે તથા સમસ્ત રાગ-બંધનોથી મુક્ત બની ઇન્દ્રિય વિષયોથી સદા દૂર રહે. (૨) સંસારના સમસ્ત પ્રાણીઓ જુદા-જુદા પાપોમાં જોડાયેલ છે. ઘણા સાધુઓ પણ પાપ કરતા હોય છે, પરંતુ સમાધિ અને આત્મશાંતિની ઇચ્છા રાખનાર ભિક્ષુ સ્થિરાત્મા થઈ હિંસા આદિ પાપોથી અળગા જ રહે અને બધાં પ્રાણીને પોતાના આત્મા સમાન જુએ. (૩) મુનિ સમજી વિચારીને, હિંસા આદિની પ્રેરણા ન થાય તેવી ભાષા બોલે. (૪) મુનિ આધાકર્મી આહાર-પાણીની, સ્ત્રીની અને પરિગ્રહની ઇચ્છા પણ ન કરે અને તેવું કરનારની સાથે પણ ન રહે. સંયમ સમાધિ માટે જરૂરી થવા પર Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ મુનિ એકલા જ રહેતાં, સત્યનિષ્ઠ તેમજ તપમાં લીન રહી સંયમની આરાધના કરે એવું કરવાથી પણ મોક્ષ થઈ શકે છે. તેમાં સંદેહને સ્થાન નથી... (*) (૫) ભિક્ષ હર્ષ-શોકના ભાવોનો ત્યાગ કરી, બધા પરીષહોને જીતે અને કર્મોનો નાશ કરે. આ પ્રકારે ઉપર મુજબના આચરણો દ્વારા નિઃસંદેહપણે સમાધિ પ્રાપ્ત થાય છે. (૬) આ લોકમાં ઘણા જદા-જુદા અભિપ્રાયો અને માન્યતાવાળા લોકો રહે છે. તેનાથી દૂર જ રહેવું જોઈએ. તેવા લોકો સમાધિનો ફક્ત દેખાવ જ કરતા હોય છે પરંતુ સંયમ તપમાં પુરુષાર્થ કરી આત્મ નિગ્રહ કરતા નથી, તેથી તેઓ અંતમાં બજ અસમાધિ, અશાંતિ તેમજ ભવભ્રમણ ને પ્રાપ્ત કરે છે. (૭) હિંસા, જૂઠ વગેરે અઢાર પ્રકારના પાપોથી જ બધા પ્રકારના દુઃખ ઉત્પન્ન થાય છે. જ્ઞાની તેનો ત્યાગ કરી હંમેશાં શુદ્ધ સંયમમાં લીન રહે. ઇચ્છા અને આસક્તિની પકડમાંથી છૂટી, શરીરના મમત્વનો ત્યાગ કરી, જીવન-મરણની ઈચ્છા થી મુક્ત બની જાય. આ પ્રકારે આત્મ સમાધિને પ્રાપ્ત કરી ભિક્ષુ સંસાર ચક્રથી મુક્ત બની જાય છે. અગિયારમા અધ્યયનનો સારાંશ (૧) કોઈ પણ જીવને દુઃખ ન દેવું, કોઈના પ્રત્યે વિપરીત આચરણ ન કરવું, વિરોઘ ભાવ ન રાખવો, જગતના બધાં જ પ્રાણીને દુઃખથી પીડિત જાણી, દુઃખથી આક્રંદ કરતા જાણીને અત્યન્ત અનુકંપા ભાવ રાખવો, તે અહિંસા ભાવ છે અને તે જ જ્ઞાનનો સાર છે. (૨) અહિંસા ભાવની સુરક્ષા માટે જ એષણાના શિક, પૂતિકર્મ વગેરે દોષથી રહિત આહારની ગવેષણા કરવી જોઈએ. (૩) અહિંસાના સંપૂર્ણ પાલનમાં ભાષાનો વિવેક પણ જરૂરી છે. સૂમ દષ્ટિએ ભિક્ષુ જ્યાં દયા, દાનના ભાવાની પ્રવૃત્તિમાં હિંસાનો સંભવ હોય છે, એવા મિશ્ર પ્રસંગોમાં કંઈપણ એકાંત પ્રરૂપણ, કથન કે પ્રેરણા ન કરે, પરંતુ મૌન રહે અને માધ્યસ્થ ભાવોમાં રહેતાં મુનિએ કોઈપણ પ્રકારના આગ્રહમાં પડવું નહીં. (૪) દાન આદિમાં ઘણા જીવોની હિંસા પણ થતી હોય છે અને ઘણાં જીવોને શાતા (*)... અહીં સંયમ સમાધિ માટે મુનિને એકલા વિચરણ કરવાની સ્પષ્ટ પ્રેરણા છે. સાથે જ તેમ વિચરણ કરવાથી પણ મોક્ષ થઈ શકે છે,” આ સત્ય તથ્ય છે અને અપેક્ષાએ શ્રેષ્ઠ પણ છે. શાસ્ત્રકારના આ શબ્દો એકલવિહારનો નિષેધ કરનારાઓને સ્પષ્ટ રીતે ચેલેંજ રૂપ છે અને તે લોકોને અસત્ય પ્રરૂપક સિદ્ધ કરે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ક ૮ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત : પણ મળતી હોય છે. આવી પ્રવૃત્તિઓ ન કરવાની સલાહ દેવાથી અંતરાય દોષ લાગે છે અને પ્રેરણા દેવાથી હિંસાનો દોષ લાગે છે. તેથી સાધુએ ભાષા તેમજ ભાવોનો વધુમાં વધુ વિવેક રાખવો જોઈએ. (૫) આ પ્રકારે અહિંસાનું પાલન કરનાર એષણાનો તેમજ ભાષાનો વિવેક રાખનાર તથા તપનું આચરણ કરનાર, તેમજ કષાયનો ત્યાગ કરનાર, મહા પ્રજ્ઞાવાન મુનિ મોક્ષમાર્ગની આરાધના કરે છે. Rબારમા અધ્યયનના સારા (૧) ભૂમંડલમાં ચાર મુખ્ય ધર્મવાદ હોય છે– ૧. ક્રિયાથી મોક્ષ ૨. અકિયા થી મોક્ષ ૩. અજ્ઞાનથી મોક્ષ ૪. વિનય થી મોક્ષ. આ સર્વે એકાંતવાદ હોવાથી મિથ્યા છે. (૨) વાસ્તવમાં અનાદિથી આચરણમાં ગુંથાઈ ગયેલ પાપના ત્યાગ માટે ધર્મક્રિયા જરૂરી છે. પૂર્ણ આશ્રવ(કર્મ બંધ) રહિત થવા માટે છેલ્લે તો યોગોથી અક્રિય પણ થવું જરૂરી છે. વિનય તો સાધનાનો પ્રાણભૂત આવશ્યક ગુણ છે, તેથી આ ત્રણેય સાપેક્ષ છે. અજ્ઞાનવાદ તો “આંધળાનો નાવિક આંધળો' એ ઉક્તિને ચરિતાર્થ કરવા સમાન છે. (૩) કેટલાક તો અષ્ટાંગ નિમિત્તનું અધ્યયન કરી લોકોને ભવિષ્ય બતાવે છે. આ નિમિત્તોની આગાહી ઘણીવાર સાચી પડે છે તો ઘણીવાર ખોટી પણ પડે છે, તેથી મુનિ તેનાથી દૂર રહે. (૪) સંસારમાં જીવમાત્ર પોતાના જ કરેલ કર્મોના ઉદયમાં આવવાથી દુઃખી થાય છે, આ કર્મોની શાંતિ પાપકાર્યો કરવાથી થતી નથી પરંતુ સંતોષ ધારણ કરી તેમજ લોક સ્વરૂપ જાણી, જીવોને આત્મવત્ (પોતાના જેવા જ) સમજી, હિંસા અને પરિગ્રહનો ત્યાગ કરવો એજ શાંતિદાયક છે. (૫) જે આત્મ સ્વરૂપને સમજી લે છે, સાથે-સાથે લોકઅલોક, ગતિ આગતિને, શાશ્વત-અશાશ્વત તત્ત્વોને, આશ્રવ-સંવર તત્ત્વને, દુઃખ અને નિર્જરાના સ્વરૂપ ને સમજી લે છે, તે જ મોક્ષમાર્ગનું અન્યને કથન કરી શકે છે. (૬) શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શમાં આસક્તિ કે દ્વેષભાવનો ત્યાગ કરનાર સંસાર ચક્રથી છૂટી જાય છે. તેરમા અધ્યયનનો સારાંશ (૧) સદાચરણવાળાને શાંતિ અને અસદાચરણવાળાને અશાંતિ પ્રાપ્ત થાય છે. (૨) સંયમ ધારણ કરીને પણ ઘણા સાધક અનુશાસકથી વિપરીત બુદ્ધિ રાખે છે - - - - Page #83 -------------------------------------------------------------------------- ________________ 8 ઉપદેશ શાસ્ત્ર: સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ કઠોર ભાષણ કરે છે, ક્રોધ કરે છે, પૂછવા પર કપટ યુક્ત બોલે છે, કલેશ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરે છે, તેઓ ગુણો માટે અપાત્ર હોય છે અને પગદંડી ગ્રહણ કરનાર આંધળા સમાન ભટકી-ભટકીને અનંત ઘાતને પ્રાપ્ત કરે છે એટલે ભવભ્રમણ વધારે છે. (૩) જે ગુરુ સાંનિધ્યમાં રહીને તેમના કઠોર, અનુશાસનમાં પણ ચિત્તવૃત્તિને શુદ્ધ રાખે છે, મૃદુભાષી, અમાયાચારી, ચતુર, વિવેકી હોય છે તે અશાંતિ અસમાધિથી દૂર રહે છે. (૪) જે પોતાની જાતને જ “સર્વ માને છે, તેવા અહંકારમાં રાચે છે, અન્યનો તિરસ્કાર કરે છે અને બીજાની ગણના માત્ર પણ કરતા નથી; તેવા માની (માન કષાયવાળા) સંયમમાં સ્થિર રહી શકતા નથી. (૫) જ્ઞાન અને ચારિત્રસિવાય અન્ય ઘમંડ આદિઅવગુણ કોઈપણ જીવને શરણભૂત બનતા નથી. તેથી ભિક્ષુ અકિંચન બનીને રહે; ગર્વ, માન, પ્રશંસાથી મુક્ત બને. સુસાધુ અને મૃદુભાષી બને. કોઈની અવહેલના-નિંદા ન કરે. પોતાની પ્રજ્ઞા, તપ, ગોત્ર વગેરેનો મદ ન કરે. તેવું કરવાથી તે ઉચ્ચ અગોત્રગતિને એટલે કે મોક્ષને પ્રાપ્ત કરે છે. () મુનિ કયારેક અનેકની સાથે રહે અને કયારેક એકલો બની જાય તો પણ હર્ષ-શોક ન કરે. એકાંતમાં મૌન રહે અને એવો વિચાર કરે કે જીવ એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. (૭) પૂજા શ્લાઘા આદિની ઇચ્છાથી કોઈનું પ્રિય અને કોઈનું અપ્રિય ન કરે. તેને અનર્થનું કારણ સમજી ત્યાગી દે છે. - ચૌદમા અધ્યયનનો સારાંશ (૧) ધન-પરિવાર રૂપી બાહ્ય ગ્રંથો-સાધનોનો ત્યાગ કરી, મુનિ સંયમની શિક્ષા પ્રાપ્ત કરતાં-કરતાં બ્રહ્મચર્યમાં સારી રીતે સ્થિર બને તથા પ્રમાદનો ત્યાગ કરીને વિનય ભાવથી ગુરુ આજ્ઞા શિરોધાર્ય કરે. (ર) પાંખ પરિપક્વ ન થાય ત્યાં સુધી પક્ષીએ પોતાનું સ્થાન ન છોડવું જોઈએ, તેવી જ રીતે સાધુએ તેની શૈક્ષ અવસ્થા (ત્રણવર્ષો સુધી એટલે કે સંયમમાં પરિપક્વ થયા પહેલાં ગુરુકુળ વાસમાં જ રહેવું જોઈએ. આ સૂત્રથી કોઈ જીવનભર માટે સાધુને એકલવિહારનો નિષેધ કરે તો એ તેમની જ બુદ્ધિનો દોષ સમજવો. આ ગાથાનો ભાવ એટલો જ છે કે સાધુ બહુશ્રુત ન થાય ત્યાં સુધી ગુરુકુલવાસનો ત્યાગ ન કરે. Page #84 -------------------------------------------------------------------------- ________________ Xa ૯૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૩) નવદીક્ષિત મુનિ પરિપક્વ થવા માટે આ પ્રમાણેના ગુણોની વૃદ્ધિ કરે૧. ગુરુકુળમાં રહેતાં થકાં સમાધિની ઇચ્છા રાખે, કારણકે જે પ્રારંભમાં ગુરુકુળ વાસ નથી કરતા, તે કર્મોનો અંત કરનાર બની શકતા નથી. તેથી ગુરુકુળ વાસની બહાર ન નીકળે. તેનું કારણ એ જ છે કે શરૂઆતની શિક્ષા-દીક્ષા, અભ્યાસ વગેરે યોગ્ય ગુરુના સાંનિધ્યમાં થવાથીજ સુંદર તેમજ સફળ જીવનનું નિર્માણ થાય છે. ૨. ઊભા રહેવાનો, બેસવાનો, સૂવા વગેરે નો વિવેક; સમિતિ-ગુપ્તિઓનો યથાર્થ અભ્યાસ, અત્યંત અમનોજ્ઞ શબ્દોમાં પણ સમતા ભાવ, અનાશ્રવ પરિણામ, નિદ્રા-પ્રમાદની અલ્પતા; નાના-મોટા રત્નાધિક, તેમજ સરખી ઉંમરની વ્યક્તિ દ્વારા ભૂલ બતાવવામાં આવે કે ઉપાલંભ આપવામાં આવે તો તેના પર શુભ પરિણામો રાખવાનો અભ્યાસ કરવો. ૩. ભિક્ષુની કોઈ પણ ભૂલ પ્રત્યે ગૃહસ્થ કે દાસ-દાસી આદિ સાવધાન કરે તો તેનો પ્રસન્ન ચિત્તે સ્વીકાર કરવો, તેમનો તિરસ્કાર ન કરવો પરંતુ ઉપકારી સમજી આદર આપવો. ૪. રાહગીર અંધકારમાં માર્ગ જોઈ શકતો નથી અને પ્રકાશમાં સ્પષ્ટ જોઈ શકે છે, તેવી જ રીતે અર્ધશિક્ષિત નવદિક્ષિત પણ ગુરુના સાંનિધ્યે, જિનમત માં પારંગત બન્યા બાદ સ્વયં નિર્ણાયક બની શકે છે. ૫. ગુરુ સાંનિધ્યમાં નિવાસ કરનાર સાધક, ઉત્તમ સાધુનો આચાર અને વાદિ મોક્ષ પર્યંતના નવ તત્ત્વો ને જાણી બુદ્ધિમાન વક્તા બની જાય છે. તે સંયમ પ્રાપ્ત કરી, શુદ્ધ આચાર કે શુદ્ધ આહાર દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે છે. (૬) આવા સાધક બીજાને સમ્યક ઉપદેશ દ્વારા ધર્મમાં જોડતાં થકાં શંકાઓનું સમ્યક સમાધાન કરી, તેને ધર્મમાં સ્થિર કરે છે. (૭) આ પ્રકારે ધર્મ આરાધના તેમજ ધર્મ પ્રભાવના કરતાં કરતાં પણ સાધક નીચેની વાતોનું ધ્યાન રાખે. ૧. ક્યાંય પણ સ્વાર્થવશ સૂત્ર સિદ્ધાંતના વાસ્તવિક અર્થને છુપાવે નહિ. ૨. તેવું અભિમાન પણ ન કરે કે હું બહુ મોટો વિદ્વાન, તપસ્વી અને ક્રિયાકાંડી છું. ૩. કોઈ શ્રોતા સમજે નહિ તો તેની ઠેકડી ઉડાવે નહિ અને કોઈના પર ખુશ થઈને આશીર્વાદ પણ ન દે. ૪. વિદ્યા મંત્રનો પ્રયોગ ન કરે. ૫. જનતા પાસેથી કોઈ પણ પ્રકારની ભેટ-સોગાદની આશા ન રાખે, પરંતુ જરૂરી પદાર્થો ને ભિક્ષા સમયે નિર્દોષ વિધિથી ગ્રહણ કરે. ૬. હાસ્ય-મજાક ન કરે. ૭. સાવધ(જેમાં હિંસાદિ દોષ હોય) પ્રવૃત્તિઓની પ્રેરણા ન આપે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર ઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ ૮. કોઈને કઠોર-કડવા વચન ન કહે. ૯. પૂજા-સત્કાર મળે તો અભિમાન ન કરે. ૧૦. પોતે પોતાની પ્રશંસા ન કરે. ૧૧. વ્યાખ્યાન વાણી આદિમાં વિનમ્ર બની સ્યાદ્વાદમય વચન બોલે. ૧૨. સત્ય તેમજ વ્યવહાર ભાષાનો પ્રયોગ કરે, ગરીબ-અમીરને સમભાવથી અને રુચિપૂર્વક ધર્મ કહે. પદ્ધ ૮૫ ૧૩. ધર્મ તત્ત્વોનો કે પ્રેરણાનો ઉલ્ટો મતલબ સમજનારને પણ મધુર શબ્દોથી દૃષ્ટાંત દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે. પરંતુ ખીજાઈને અનાદર કરતાં થકાં વચનો દ્વારા તેને ઠેસ ન પહોંચાડે. ન ૧૪. પ્રશ્નકર્તાની ભાષાની મજાક ન ઉડાવે, વ્યંગ ન કરે. ૧૫. નાની એવી વાતને શબ્દોના આડંબર વડે મોટી ન બનાવે. ૧૬. થોડું કહેવાથી જે વાત શ્રોતાની સમજમાં ન આવે તેવી હોય તેને વિસ્તારથી સમજાવે. ૧૭. ગુરુ પાસેથી સૂત્રોનો યથાર્થ અર્થ પ્રાપ્ત કરે અને તે અનુસાર જ સૂત્રોની વ્યાખ્યા કરે. ૧૮. અલ્પભાષી બને. ૧૯. સમ્યક્ત્વની સુરક્ષા કરવાનું સમજે અને સમજાવે. ૨૦. શિક્ષા દાતા તેમજ ગુરુ જનોની સેવા ભક્તિ કરે તથા ભાષા તેમજ ભાવોથી તેમના પ્રત્યે આદર રાખે. (૮) આ પ્રકારે શુદ્ધ અધ્યયન, વ્યાખ્યા, પ્રરૂપણા, તપશ્ચર્યા કરનાર ઉત્સર્ગધર્મની જગ્યા એ ઉત્સર્ગ, અપવાદધર્મની જગ્યાએ અપવાદ ધર્મનો સ્વીકાર કરનાર, વિના વિચાર્યે કાર્ય ન કરનાર સાધુ ‘આદેય વચન’ વાળા બને છે, તેમજ તે સર્વજ્ઞોક્ત સમાધિની વ્યાખ્યા કરી શકે છે અને તેજ સર્વજ્ઞોક્ત(સર્વજ્ઞ પ્રભૂની બતાવેલી) સમાધિને પ્રાપ્ત કરી શકે છે. પંદરમા અધ્યયનનો સારાશ આ અધ્યયનમાં પૂર્વના વિષયોને તેમજ ગાથાના અંતિમ શબ્દ ને પ્રાયઃ સંબંધિત કરતાં પુનરુચ્ચારણ કરીને વર્ણન કરેલ છે. અર્થાત્ આ અધ્યયનની ઘણી ગાથાઓમાં વિલક્ષણ અલંકારિક રચના શૈલીનો પ્રયોગ છે. (૧) બધા તીર્થંકરોએ સર્વપ્રથમ દર્શનાવરણીય(સમ્યગ્દર્શનને આવરત કરનાર દર્શન મોહ) કર્મનો ક્ષય કરવાનું જરૂરી માન્યું છે. (૨) તેના ક્ષય થી સંદેહ નષ્ટ થઈ જાય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૩) સંદેહ રહિત સાધકને અનુપમ જ્ઞાન થાય છે. (૪) અનુપમ જ્ઞાતા તેમજ આખ્યાતા સાધક જ્યાં-ત્યાં ભટકતાં નથી. (૫) આગમોમાં જ્યાં-ત્યાં સત્ય તત્ત્વોનું કથન છે. (૬) સત્ય-સંયમથી સંપન્ન વ્યક્તિ બધાં પ્રાણીઓ સાથે મૈત્રીભાવ રાખે છે. (૭) પ્રાણીઓ સાથે વેર-વિરોધભાવ ન કરવો એ તીર્થકર ભાષિત ધર્મ છે. (૮) તીર્થકર ભાષિત ધર્મ દ્વારા જગતના સ્વરૂપને જાણીને સંયમ જીવન માટે સમાધિકારક ભાવના ભાવે. (૯) ભાવના યોગથી વિશુદ્ધ આત્મા, જે રીતે જળમાં નૌકા પાર થઈ જાય છે તે પ્રમાણે દુઃખોથી છૂટી જાય છે. (૧૦) પાપ કર્મોથી છૂટી જવાથી જીવ નવા કર્મ બાંધતો નથી. (૧૧) નવા કર્મના અભાવથી જન્મ-મરણ થતાં નથી. આ પ્રકારે સંબંધ જોડતાં ગાથોચ્ચારણ પૂર્વક અન્ય ઘણા વર્ણનો છે. (૧૨) જે સ્ત્રીઓનું સેવન નથી કરતા તે જલદીથી મોક્ષગામી બને છે. (૧૩) આ મનુષ્ય જીવનરૂપી અવસર મળવો દુર્લભ છે અને તેમાં જ ધર્મની (સંયમ ધર્મની) આરાધના કરી શકાય છે. આ અવસર ગુમાવ્યા પછી ફરી જન્મ-જન્માંતર સુધી બોધિ એટલે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થવું પણ દુર્લભ છે. (૧૪) પંડિત પુરુષ ઉત્તમ અવસર તેમજ સંયમ પ્રાપ્ત કરી કર્મોને ધોઈ નાખે છે અને અંતમાં સંસાર સાગર તરી જાય છે. સોળમા અધ્યયનનો સારાંશ (૧) અઢાર પાપોથી નિવૃત્ત, સમિતિ યુક્ત, જ્ઞાન-સંપન્ન, હંમેશાં યતના રાખનાર તેમજ ગુસ્સો-ઘમંડ નહિ કરનાર બ્રાહ્મણ કહેવાય છે. (ર) કોઈને આશ્રિત ન રહેનાર, નિદાન ન કરનાર, ઇન્દ્રિય વિષયોથી તેમજ બધાં આશ્રયસ્થાનોથી પૂર્ણપણે નિવૃત્ત, દમિતાત્મા, જ્ઞાની તેમજ શરીર મમત્વના ત્યાગી શ્રમણ કહેવાય છે. (૩) આત્મ ઉત્કર્ષ(ઘમંડ) તેમજ અપકર્ષ(દીનતા)ન કરનાર, નમ્ર, દમિતાત્મા, જ્ઞાની, વ્યસૃષ્ટકાય, પરીષહ-ઉપસર્ગવિજેતા, શુદ્ધ આધ્યાત્મયોગમાં ઉપસ્થિત, સ્થિરાત્મા, વિચારશીલ, પરદત્ત ભિક્ષાજીવી ભિક્ષુ કહેવાય છે. (૪) જે દ્રવ્ય અને ભાવથી એકલા, એકત્વ સમાધિને જાણનાર, બોધ(સમસ્ત ધર્મ સમજણ) પ્રાપ્ત, શ્રવને રોકનાર, સુસંગત, સુસમિત, સમભાવ સંપન, આત્માનો Page #87 -------------------------------------------------------------------------- ________________ આ ઉપદેશ શાસ્ત્ર: સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ અનુભવી, શાસ્ત્રવેત્તા, રાગદ્વેષ વિજેતા, પૂજા-સત્કાર લાભની ઇચ્છાઓથી પર, ધમાથ, ધર્મજ્ઞ, મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થઈ સમ્યક આચરણ કરનાર, દમિતાત્મા, જ્ઞાની તેમજ વ્યસૃષ્ટકાય છે તે નિર્ગથ્ર કહેવાય છે. અપેક્ષાએ ઉપરોક્ત ચારે ય પર્યાયવાચી શબ્દો છે. તેથી ચારેયના લક્ષણોમાં કહેવામાં આવેલ ગુણો સંયમી સાધુ સાથે સંબંધિત છે. I પ્રથમ શ્રુતસ્કંધ સંપૂર્ણ ! હું આત્મ હિતે શિક્ષા જો આત્મકલ્યાણ કરવું હોય તો.... જોશમાં હોશ અને કાન્તિમાં શાન્તિ જાળવવી. પર નિંદા, તિરસ્કારિત (તુચ્છ) ભાષા અને ભાવ-ભંગીથી મુક્તિ પામો. મારા-તારાના ભેદથી બચીને રહો. સમભાવોથી પોતાના સંયમ જીવનને સફળ બનાવો. દ્રવ્ય ક્રિયાની ઉત્કૃષ્ટતાની સાથે-સાથે ભાવ શુદ્ધિ એટલે હૃદયની પવિત્રતા પામીને પરમ શાંત અને ગંભીર બનવું. સંકુચિત, શુદ્ર અને અધીરાઈવાળી મનોદશાથી મુક્ત બનવું ગંભીર સંત રત્ન બનીને, જિનશાસનમાં પ્રકાશ ફેલાવીને પોતાનું જીવન || ધન્ય બનાવવું. સાધુ અને સાધુઓની વાણી આ જગતમાં અમૃતસમ છે. અમૃત જો ઝેરનું કામ કરે તો તે આશ્ચર્ય છે. કોઈનું સારું ન કરી શકો તો, કોઈનું ખરાબ તો ન જ કરો. કોઈની નિંદા, તિરસ્કાર આત્માને માટે ઝેર સમાન છે, તે સંસાર પરિભ્રમણનો રસ્તો છે. (જુઓસુય. અ. ૨, ૩, ૨, ગા.ર.) કોઈને નીરો પાડવાની ચેષ્ટા કરવી દુષ્ટવૃત્તિ છે. સંપ્રદાયના નશામાં ફુલાવું મૂર્ખતા છે. સમભાવ ધરવાથી અને પવિત્ર હૃદયી બનવાથી સંસાર તરવો શક્ય બને છે. નાની એવી જીંદગીમાં કોઈથી અપ્રેમ અથવા વૈરભાવ ન કરવો. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૯૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત બીજો શ્રુતસ્કન્ધ પ્રથમ અધ્યયનનો સારાશ (૧) આ અધ્યયનમાં એક રૂપકની કલ્પના કરવામાં આવેલ છે. જેમકે એક પુષ્કરણી(વાવ) છે, તેમાં અનેક કમળ છે અને તે બધાં કમળોની વચ્ચે એક મોટું સફેદ કમળ છે. ત્યાં ચારેય દિશાઓમાંથી ક્રમશઃ એક એક પુરુષ આવે છે અને તે કમળને બહાર લાવવા માટે પુષ્કરણીની અંદર ઉતરે છે, પરંતુ કીચડમાં ફસાઈ જાય છે, તેને નથી કમળ મળતું કે નથી કિનારો, વચ્ચે જ ફસાઈ જાય છે. (૨) પાંચમો પુરુષ કિનારા પર જ બેસે છે અને પોતાના વચન બળની સિદ્ધિથી તે કમળને બહાર કાઢે છે. (૩) દષ્ટાંતના ચાર પુરુષો સમાન જુદી-જુદી માન્યતાવાળા લોકો કામભોગ કે આરંભ-પરિગ્રહનો ત્યાગ નથી કરી શકતા પરંતુ તેમાં વધુને વધુ ફસાતા જાય છે. (૪) પાંચમા પુરુષ સમાન ભિક્ષુ છે, જે સંપૂર્ણ સાવધ કાર્યોના, આશ્રવોના, કામભોગોના તેમજ ધન પરિગ્રહના ત્યાગી હોય છે. તેઓ સંસારના પ્રવાહ રૂપી કોઈ પણ પ્રકારના કીચડમાં ઉતરતાં નથી પરંતુ સંસારના કિનારે જ રહી(સંસારથી પર રહી) આત્મશક્તિનો વિકાસ કરી સ્વયં સંસારથી મુક્ત થાય છે તેમજ ભવ્ય જનોને નિઃસ્પૃહ ભાવથી સંસાર રૂપી કીચડમાંથી બહાર નીકળવાનો બોધ આપે છે. એને નીકળવા માટે પોતે સંસારમાં જાય નહીં, સંસારના કૃત્યો આદરે નહીં. (૫) આ વર્ણનની સાથે અન્ય મત-મતાંતરવાળાના સિદ્ધાંતોની વિસ્તૃત ચર્ચા પણ કરી છે. અંતમાં વિરક્ત આત્માના વિવિધ પ્રકારના ધર્મબોધનું, સંયમના નિયમો અને ઉપનિયમોનું, દયાભાવ તેમજ સમભાવનું, ધર્માચરણમાં પરાક્રમનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. (૬) અંતમાં કહ્યું છે કે તે ભિક્ષુ પોતાની પાસે આવેલ જ્ઞાની, અજ્ઞાની, જિજ્ઞાસુઓને તત્ત્વ સ્વરૂપ, વિરતિ(પાપ ત્યાગ), કષાયોની ઉપશાન્તિ, આત્મ શાન્તિ, ભાવોની નિર્મળતા તેમજ પવિત્રતા, સરળતા, નમ્રતા અને સમસ્ત નાના મોટા ચર-અચર પ્રાણીઓની રક્ષા રૂપી અહિંસાનો ઉપદેશ આપે. (૭) તે ઉપદેશ પણ નિઃસ્વાર્થ ભાવથી રુચિપૂર્વક આપે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર ઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ (૮) તેવા ભિક્ષુના અનેક નામ છે– ૧. શ્રમણ ૨. બ્રાહ્મણ ૩. ક્ષમાશીલ ૪. દમિતાત્મા ૫. ગુપ્ત ૬. મુક્ત ૭. મહર્ષિ ૮. મુનિ ૯. સુકૃતિ(યતિ) ૧૦. વિદ્વાન ૧૧. ભિક્ષુ ૧૨. રૂક્ષ(સંસારથી ઉદાસીન) ૧૩. મોક્ષાર્થી ૧૪. ચરણ કરણ ના પારગામી. તે જ પૂર્વોક્ત પુરુષોમાં યોગ્ય અને સર્વશ્રેષ્ઠ પંચમ પુરુષ છે. બીજા અધ્યયનનો સારાશ આ અધ્યયનમાં કર્મ બંધના કારણોની સમસ્ત ક્રિયાઓને તેર સ્થાનમાં સંકલિત કરવામાં આવેલ છે. * ૯૯ (૧) કોઈ પણ પ્રયોજનથી કરવામાં આવેલ હિંસા આદિની પ્રવૃત્તિ. (૨) ઇચ્છા માત્રથી કે મનોરંજન માટે નિરર્થક, કોઈ પણ જાતના કારણ વગર જ પ્રાણિઓનો વધ કરવો, આગ લગાડવી વગેરે. (૩) વેર અથવા બદલાથી કોઈની સંકલ્પ પૂર્વક હિંસા કરવી. (૪) સંકલ્પ વગર અકસ્માતે વચ્ચે જ કોઈનું મરી જવું. (૫) દષ્ટિ ભ્રમના કારણે એકના બદલે બીજાની હિંસા કરવી. (૬) જૂઠું બોલવું. (૭) ચોરી-લુંટ કરવી. (૮) મનમાં જ આર્ટ, રૌદ્ર સંકલ્પ-વિકલ્પ કરવા. (૯) જાતિ, ધન, પ્રજ્ઞા વગેરેનું અભિમાન કરવું, બીજાનો તિરસ્કાર કરવો અથવા નિંદા કરવી, મજાક કરવી. (૧૦) મનમાં કંઈક બીજું વિચારવું અને બોલવું કંઈક બીજું જ. કહેવું કંઈક બીજુ અને કરવું કંઈક બીજુ જ. અંદર કંઈક અન્ય ભાવ અને બહાર નો દેખાવ કંઈ જુદો કરવો, આ પ્રકારે માયા-કપટ, ધૂર્તતા કરવી. (૧૧) દ્વેષને વશ થઈ અત્યંત ક્રૂર દંડ દેવો. (૧૨) લોભ-લાલસા તેમજ વિષય ભોગોની આસક્તિ રાખવી. (૧૩) વીતરાગીની ગમનાગમન આદિ યોગ પ્રવૃત્તિ. આ તેર ક્રિયાઓનું વર્ણન કર્યા પછી શાસ્ત્રકારે અધર્મ, ધર્મ અને મિશ્ર પક્ષ, આ ત્રણ વિકલ્પોનું વિસ્તૃત વર્ણન કર્યું છે. (૧) પ્રથમ અધર્મ વિકલ્પમાં હિંસક, ક્રૂર, ભોગોમાં આસક્ત, ધર્મ દ્વેષી વ્યક્તિના આચાર વિચાર વ્યવહારોનું કથન છે. (ર) બીજા ધર્મ વિકલ્પમાં શુદ્ધ સંયમી કે ધર્મીનું કથન છે. (૩) તૃતીય મિશ્ર વિકલ્પમાં અજ્ઞાની, બાલ તપસ્વી, કંદમૂળ ભક્ષણ કરનાર વગેરે મિથ્યા સાધનાવાળાનું કથન છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ત્યારપછી સૂત્રકારે ફરીથી અધર્મ, ધર્મ અને મિશ્રપક્ષ આ ત્રણે ય વિકલ્પોનો વિસ્તાર કર્યો છે. (૧) પહેલા અધર્મ વિકલ્પમાં ઉપર કહેવામાં આવેલ પ્રથમ અને તૃતીય વિકલ્પને સમાવિષ્ટ કરીને કથન કરવામાં આવેલ છે. (૨) બીજા ધર્મ પક્ષમાં સંયમ જીવનનું વર્ણન છે. (૩) ત્રીજા મિશ્રપક્ષમાં શ્રમણોપાસક જીવનનું વર્ણન છે. અંતમાં, આ બીજા અને ત્રીજા સ્થાનને સમ્યક કહી, તેને મોક્ષ પ્રાપ્ત કરનાર કહેવામાં આવેલ છે. પુનઃ ઉપરોક્ત આ બંને પ્રકારના ત્રણેય સ્થાનોને ધર્મ અને અધર્મ બે વિકલ્પોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૩૩ પાખંડીને અધર્મ પક્ષમાં કહેલ છે. અંતમાં ધર્મ અને અધર્મ પક્ષની અગ્નિ પરીક્ષાનું દાંત દઈ અહિંસા પ્રધાન ધર્મની યુક્તિપૂર્વક પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં એવું સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે પરમત કે સ્વમતમાં જ્યાં કયાંય પણ હિંસા છે, ત્ર-સ્થાવર પ્રાણીઓનું પીડન છે, તે અધર્મ છે. સાર એ છે કે – સર્વ જીવ રક્ષા, એ જ પરીક્ષા, ધર્મ તેને જાણીએ; જ્યાં હોય હિંસા, નહીં સંશય, અધર્મ તેને જાણીએ. ત્રીજા અધ્યયનનો સારાંશ (૧) વનસ્પતિ જીવ પૃથ્વીના આશ્રયથી ઉત્પન્ન થાય છે, પૃથ્વીના સ્નેહનો આહાર કરે છે. બાદમાં યથા સંયોગ પ્રમાણે છ એ કાયાના જીવોના શરીરને અચિત બનાવી તેનો આહાર કરે છે. (૨) તે વૃક્ષની નિશ્રામાં ઉત્પન્ન થનાર જીવ પૃથ્વી સ્નેહને બદલે વૃક્ષ સ્નેહનો પ્રથમ આહાર કરે છે. પછી સંયોગ પ્રમાણે છે કાયનો આહાર કરે છે. (૩) તે વૃક્ષમાં કલમ કરવાથી અન્ય વૃક્ષ તેમજ લતાઓ પણ ઉપજે છે, તે પણ આ વૃક્ષના સ્નેહનો પ્રથમ આહાર કરે છે, બાદમાં સંયોગ પ્રમાણે છે કાયાનો આહાર કરે છે. (૪) જલયોનિક વનસ્પતિ જીવ પૃથ્વીની જગ્યાએ જળના સ્નેહનો પ્રથમ આહાર કરે છે બાદમાં સંયોગ પ્રમાણે છે કાયાનો આહાર કરે છે. (૫) આ દરેક વનસ્પતિઓના મૂળ, કંદ આદિ બીજ પર્યન્ત દસ વિભાગ હોય છે. તે વૃક્ષના સ્નેહનો પ્રથમ આહાર કરે છે. પ્રથમ આહાર પછી તે વનસ્પતિ સંયોગ પ્રમાણે છે એ કાયા નો આહાર કરે છે. (૬) મનુષ્ય માતા-પિતાના શુક શોણિત મિશ્રણના સ્નેહનો સર્વ પ્રથમ આહાર કરે Page #91 -------------------------------------------------------------------------- ________________ ------ - આ ઉપદેશ શાસ્ત્ર: સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ - -- છે. ત્યાર પછી માતાના આહારથી ઉત્પન્ન થયેલરસના ઓજનો આહાર કરે છે. ગર્ભમાંથી બહાર નીકળી સ્તનપાનથી માતાના દૂધ અને સળી એટલે સ્નેહનો આહાર કરે છે. અનુક્રમે મોટા થઈને તે વિવિધ પ્રકારનો આહાર તેમજ છ કાયનો આહાર કરે છે. (૭) આ જ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિયના વિષયમાં સમજવું પરંતુ થોડી વિશેષતા છે. જેમ કે– ૧. જળચર જીવ ગર્ભની બહાર આવી સ્તનપાન નથી કરતા પરંતુ જળના સ્નેહનો આહાર કરે છે; અનુક્રમે વૃદ્ધિ પામતાં છ કાયનો આહાર કરે છે. અંડજ અને પોતજ રૂપે ત્રણે ય વેદવાળા જન્મે છે. ૨. સ્થલચર જીવનું મનુષ્યની સમાન સમજવું. ૩. પક્ષી સ્તનપાન નથી કરતા પરંતુ પ્રારંભમાં તે માતાના શરીરના સ્નેહનો આહાર કરે છે, અનુક્રમે વૃદ્ધિ પામતા છ કાયનો આહાર કરે છે. ૪. ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ પ્રારંભમાં વાયુકાયના સ્નેહનો આહાર કરે છે, અનુક્રમે વૃદ્ધિ પામતા છ કાયનો આહાર કરે છે. (૮) વિકલેન્દ્રિય જીવ ત્રણ સ્થાવર પ્રાણીઓના સચેત કે અચેત શરીરમાં ઉત્પન થાય છે અને તે શરીરના સ્નેહનો પ્રથમ આહાર કરે છે અર્થાત જે જીવ જ્યાં જન્મે છે, તેના જ સ્નેહનો પ્રથમ આહાર કરે છે, એવું સર્વત્ર સમજવું અને પછી અનુક્રમે વૃદ્ધિ પામતા છ કાયનો આહાર કરે છે. (૯) સંમૂર્છાિમ મનુષ્ય અશુચિ સ્થાનોમાં અને કલેવરમાં અસંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય પણે ઉત્પન્ન થાય છે. (૧૦) અષ્કાયના જીવો જ્યાં પોલાણ, વાયુ હોય ત્યાં ઉત્પન્ન થાય છે તથા ત્રણ સ્થાવર પ્રાણીઓના સચિત્ત અચિત્ત શરીરમાં ઉત્પન્ન થાય છે અને તેમના સ્નેહનો પ્રથમ આહાર કરે છે. ત્યાર બાદ તેમાં અન્ય અષ્કાયના જીવ અને ત્રસ જીવ ઉત્પન્ન થાય છે. તે અપ્લાયના સ્નેહનો પ્રથમ આહાર કરે વગેરે પૂર્વવત્ જાણવું. નિધિઃ અહીંના વર્ણનથી સ્પષ્ટ છે કે– (૧) અચિત પાણીમાં અષ્કાયના જીવ ઉત્પન્ન થાય છે (ર) વનસ્પતિ(નારિયલ આદિ)માં અપ્લાય જીવ ઉત્પન્ન થાય છે. ત્રસ જીવોના શરીરમાં પૃથ્વી કે પાણીના જીવો ઉત્પન્ન થાય છે. તેનાથી પથરી અને જલોદર વગેરે રોગ ઉત્પન્ન થાય છે અને મણિઓ પણ ઉત્પન્ન થાય છે.] (૧૧) અગ્નિકાયના જીવો પણ ત્રણ સ્થાવર જીવોના સચેત-અચેત શરીરમાં ઉત્પન્ન થાય છે અને તેમના સ્નેહનો પ્રથમ આહાર કરે છે, ત્યાર બાદ આ અગ્નિમાં અન્ય અગ્નિકાય તેમજ ત્રસકાય જીવો ઉત્પન્ન થાય છે. તે અગ્નિના સ્નેહનો પ્રથમ આહાર કરે છે. (૧ર) તે પ્રમાણે જ વાયુકાયના અને પૃથ્વીકાયના આહારને પણ સમજવો. Page #92 -------------------------------------------------------------------------- ________________ કે ૯૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત : - - - - આ રીતે બધાં જીવ વિવિધ યોનિઓમાં ભ્રમણ કરી વિભિન્ન આહાર કરે છે, એ જાણી ભિક્ષુ આહારમાં ગુપ્ત બની અર્થાત્ અલ્પતમ જરૂરી આહાર કરી રત્નત્રયની આરાધના કરે. ચોથા અધ્યયનનો સારાંશ (૧) જેણે અઢાર પાપોનો ત્યાગ કરેલ નથી,મિથ્યાત્વથી ભરેલ છે, તે મન-વચનકાયાથી પાપ ક્રિયા ન કરતો હોવા છતાં પણ અપ્રત્યાખ્યાન સંબંધિત પાપ કર્મનો બંધ કરતો રહે છે, ભલે પછી તે ગમે તે અવસ્થામાં કેમ ન હોય?. (૨) કોઈ રાજા પુરુષ વગેરેની હિંસાના સંકલ્પ વાળો હોય તો તે દરેક અવસ્થામાં તે રાજાનો વેરી જ મનાય છે. જ્યારે તે વિચાર પરિવર્તનથી તે પોતાના સંકલ્પનો ત્યાગ કરી દે, ત્યાર પછી તેને શત્રુ માનવામાં આવતો નથી. (૩) સર્વ જીવો સંજ્ઞી કે અસલી અવસ્થાઓમાં જન્મ-મરણ કરે છે. તે જીવોની હિંસાજન્ય પ્રવૃત્તિઓ અને સંકલ્પોની પરંપરા તેની સાથે જ પ્રવાહિત રહે છે, જ્યાં સુધી કે તે જીવ અવિરત રહે છે. જેમ કે કોઈ માણસ અસત્યવાદી હોય અને કર્મ સંયોગે તે મૂક થઈ જાય તેની વાચા બંધ થઈ જાય ત્યારે તે સત્યવાદી ગણાતો નથી, અસત્યનો ત્યાગી પણ કહેવાતો નથી, જ્યાં સુધી કે તે જૂઠનો ત્યાગ કરે નહીં. આ જ રીતે જે જીવો અવિરત હોય છે તેઓને પાપની રાવી (અપ્રત્યાખ્યાન ક્રિયા) ચાલુ જ રહે છે. (૪) જે હળુકર્મી પ્રાણી હિંસાદિ સર્વ પાપોનો ત્યાગ કરી સર્વથા વિરત થઈ જાય છે અને શુદ્ધ ચારિત્રનું પાલન કરે છે તે ભિક્ષુ, ક્રિયાથી રહિત; હિંસાથી રહિત; ક્રિોધ, માન, માયા અને લોભથી રહિત, ઉપશાંત તેમજ પાપકર્મ બંધથી રહિત થઈ જાય છે, તે એકાંતે પંડિત કહેવાય છે. પાચમા અધ્યયનનો સારા (૧) ભિક્ષુએ કોઈ પણ વિષયમાં આગ્રહ ભરેલું એકાંતિક કથન કરવું જોઈએ નહિ, પરંતુ આગ્રહ રહિત (નય યુક્ત) સાપેક્ષ કથન કરવું જોઈએ. નહિ બોલવા યોગ્ય એકાંતિક કથન આ પ્રમાણે છે–૧. લોક નિત્ય જ છે. લોક અનિત્ય જ છે. ૩. સર્વ જીવો મુક્ત થઈ જ જશે. ૪. સર્વ જીવો સર્વથા અસમાન જ હોય છે પ. નાના-મોટા કોઈપણ જીવની હિંસાથી ક્રિયા સમાન જ થાય છે. ૬. આધાકર્મી આહારના દાતા અને ભોક્તા બંને કર્મોથી ભારે થાય જ છે અથવા તે બંને કમથી ભારે થતાં જ નથી. ૭. સર્વ જીવો સદાકાલ કર્મબંધ કરતા જ રહેશે; વગેરે આવા એકાંતિક વચન મુનિએ બોલવા નહિ. Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ (૨) નિમ્નોક્ત ભાવોમાં અસ્તિત્વની શ્રદ્ધા રાખવી જોઈએ જેમકે- લોક-અલોક, જીવ-અજીવ, ધર્મ-અધર્મ, બંધ-મોક્ષ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર, વેદના-નિર્જરા, ક્રિયા-અક્રિયા, ક્રોધ-માન, માયા-લોભ, રાગ-દ્વેષ, ચતુર્ગતિક સંસાર, દેવ-દેવી, મુક્તિ-અમુક્તિ, જીવનું નિજ સ્થાન સિદ્ધિ છે, સાધુ અને અસાધુ હોય છે ઇત્યાદિ. પરંતુ ઉપરોક્ત ભાવો જગતમાં હોતા નથી તેવી બુદ્ધિ(સમજી રાખવી જોઈએ નહિ. આમાં સાચી સમજ અને શ્રદ્ધા રાખવી જોઈએ. (૩) આ જીવ તો પુણ્યવાન જ છે. આ તો પાપી જ છે. સાધુ લોકો ધૂર્ત–ઢોંગી હોય છે. એને જ દાન આપવાથી લાભ થશે, એને દાન આપવાથી કંઈજ લાભ થશે નહિ; આ રીતે એકાંત વચન પ્રયોગ કે આવી એકાંતિક દષ્ટિ(બુદ્ધિો પણ રાખવી જોઈએ નહિ. આ ઉપરોક્ત સર્વભાવોમાં કે એવા અન્ય પણ વિષયોમાં પોતાની ભાષાનો અને સમજ(દષ્ટિ)નો વિવેક રાખતાં મુનિએ સંયમમાં પુરુષાર્થ કરવો જોઈએ. - છઠ્ઠા અદયયનનો સારાંશ આ અધ્યયનમાં પરસ્પર આક્ષેપ સાથેની ચર્ચા(શંકા-સમાધાન) છે. વ્યાખ્યાકારોનું મંતવ્ય છે કે આ અધ્યયનમાં ગોશાલક, બુદ્ધ, વેદવાદી, સાંખ્ય મતવાદી તેમજ હસ્તીતાપસ સાથે થયેલ આદ્રકુમાર મુનિની ચર્ચા છે. (૧) શંકા :– ભગવાન મહાવીર સ્વામી પહેલાં સાધના કાલમાં મૌન રાખતા હતા, તપસ્વી જીવન જીવતા હતા, પરંતુ આ વખતે મોટા જન સમુદાયમાં રહે છે, અને ઉપદેશ પણ આપે છે; આ તેનું વર્તન તેના અસ્થિર સિદ્ધાંતને અને ચંચલ સ્વભાવને પ્રગટ કરે છે? સમાધાન :- પ્રભુ મહાવીર પહેલાં ઘાતી કર્મોને ક્ષય કરવા માટે એકાંતવાસ, મૌન અને તપસ્વી જીવન જીવતા હતા. વર્તમાનમાં તેઓ અઘાતી કર્મોના ક્ષય માટે અને તીર્થકર નામ કર્મના ક્ષય માટે ઉપસ્થિત થયેલા લોકોને ધર્મ દેશના આપી મોક્ષ માર્ગમાં જોડે છે. વર્તમાનમાં પણ તેઓ રાગ-દ્વેષ અને મોહથી રહિત હોવાથી એકલા જ છે, એકત્વમાં જ રમણ કરે છે. તેઓ જ્યારે જે લાભનું કારણ સમજે ત્યારે તે અનુસાર વર્તન-વ્યવહાર કરે છે, પરંતુ કોઈમાં પણ મુચ્છ-મમતા, આસક્તિના ભાવો તેમને હોતા નથી. તેથી તેના ઉપર દોષારોપણ કરવું મિથ્યા છે, કારણ કે તેઓ યશકીર્તિ કે આજીવિકા માટે ધર્મોપદેશ આપતા નથી પરંતુ માત્ર જીવોના કલ્યાણ માટે જ પ્રવચન આપે છે. કૃતકૃત્ય થયેલા તે પ્રભુને સ્વાર્થ સાધનરૂપ કોઈ પ્રયોજન હોતું નથી. (૨) શંકા - સચેત જળ, બીજ, આધાકર્મી(સચેત અચેત) આહાર અને સ્ત્રીઓનું Page #94 -------------------------------------------------------------------------- ________________ N: ૯૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત : સેવન કરતાં-કરતાં પણ જે વ્યક્તિ એકાંતમાં રહેતો હોય કે વિચરતો હોય તો શું તેને પાપ લાગે છે? જવાબ:- ઉપરોક્ત પ્રવૃત્તિઓ કરનારને ગૃહસ્થ જ કહી શકાય, સાધુ ન કહી શકાય. ધન કમાવાના પ્રયોજનથી ગૃહસ્થ ઘણીવાર પરદેશમાં એકલો ઘૂમે છે, તેથી આ આચરણ કરનાર આત્મસાધક નહિ પરંતુ જીવહિંસા તેમજ કામભોગોમાં આસક્ત બની સંસારમાં ભ્રમણ કરે છે. (૩) શંકા – આવું કથન કરવાથી શું બીજાની નિંદા કર્યાનું પાપ નથી લાગતું? જવાબ – કોઈ ચોક્કસ વ્યક્તિની નિંદા ન કરતાં તે વ્યક્તિનો ખોટો દ્રષ્ટિકોણ જાણી, સાચા સ્વરૂપને સ્પષ્ટ કરવું, તે નિંદા કે પાપ કહેવાતો નથી. ખાડો, કાંટા, કીડા, સર્પ આદિને જોઈને ને આપણે આપણી જાતને બચાવી અને બીજાને બતાવી, તેમનું હિત કરીએ તો એમાં નિંદા શી થઈ? આ જ પ્રમાણે હિંસા તેમજ કુશીલને સમર્થન આપે તેવો માર્ગ કે તેવા સિદ્ધાંત કલ્યાણકારક નથી તેમ સમજાવવું બતાવવું તે પણ નિંદાકારક નથી જ. (૪) શંકા – ઘણા બધા લોકો જે સ્થળે આવતા-જતા હોય અને જ્યાં અનેક વિદ્વાન લોકો પણ આવતા હોય તેવી જગ્યાએ ભગવાન મહાવીર શું નિરુત્તર થવાના ભયથી રોકાણ કરતા નથી? સમાધાન :- ભગવાન મહાવીર વિના કારણ કે વિના વિચાર્યું કોઈ કાર્ય નથી કરતા. તેઓ રાજાના ભયથી કે દેવ-દાનવના ભયથી પણ કાંઈ કરતા નથી પરંતુ જ્યાં જેવો લાભ જુએ(ધર્મ બાબતો ત્યાં તેવું આચરણ કરે છે. (૫) શંકા – ત્યારે શું ભગવાન એક વણિક જેવા છે જે પોતાના લાભ માટે જ જન-સંપર્ક કરે? સમાધાન :- વણિક તો આરંભ-સમારંભ અને ધન તેમજ કુટુંબ પરિવારમાં મમત્વ રાખે છે તથા મૈથુન સંબંધી કર્મબંધનના કાર્યો કરે છે, અને તેનાથી આત્માની અવનતિ કરે છે, પરંતુ ભગવાન એવા નથી. હા, ભગવાન મોક્ષની સાધનાની અપેક્ષાએ લાભાર્થી–વણિક છે. ભગવાનનો લાભ તો નિર્જરા એટલે કે મોક્ષરૂપ જ છે. સર્વથા હિંસાથી રહિત અને આત્મધર્મમાં સ્થિત વીતરાગ સર્વજ્ઞ મહાપુરુષને વણિક (વેપારી) તો આપ જ કહી શકો! () શંકા – ખલ-પિંડ ને મનુષ્ય અને તુંબડાને બાળક સમજી કોઈ પકાવીને ખાય તો તે પાપ થી લિપ્ત બને છે, અને કોઈ મનુષ્ય ને ખલ-પિંડ અને બાળકને તુંબડું માની પકાવી ખાયતો પાપથી લિપ્ત નથી બનતો; તેવું અમારૂ મંતવ્ય છે. સમાધાન – આ પ્રકારનું સાંભળવું કે તેનો પ્રયોગ કરવો બને સાધુજીવન માટે અયોગ્ય છે. સાધુ તો સૂક્ષ્મ ત્રણ-સ્થાવર જીવની આશંકા-અસ્તિત્વથી હંમેશા Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ વિવેકપૂર્વક અને જાગૃતિ પૂર્વક પ્રવૃત્તિ કરે છે. આવી ખલ બુદ્ધિ અને તુંબડાની બુદ્ધિ તો કોઈ મૂર્ખ પણ કરી શકતો નથી. આવી ઉલટી બુદ્ધિવાળો તો અનાર્ય કહેવાય છે. જે વચન પ્રયોગથી પાપના ઉપાર્જનને પ્રેરણા મળે તેવું વચન બોલવું પણ યોગ્ય નથી. સાચો સાધુ સમ્યકચિંતન પૂર્વક, દોષ રહિત ભિક્ષા ગ્રહણ કરે છે, તે આવા માયામય વચન પ્રયોગ ન કરી શકે. આ રીતે અન્ય તવ ચર્ચા પણ છે. જેનો સાર આ પ્રમાણે છે – (૧) માંસ ભક્ષણમાં દોષ ન હોવાનું કથન પણ મિથ્યા છે. (ર) પાપ પ્રવૃત્તિથી આજીવિકા કરનારને ભોજન કરાવવાથી પુણ્ય બંધાય છે અને દેવલોક મળે છે, તે કલ્પના માત્ર છે. (૩) હલકા પ્રકારનું આચરણ કરનાર અને ઉત્તમ આચરણ કરનાર બંને કયારેય સમાન થઈ શકતા નથી. (૪) હિંસા-અહિંસા નું પ્રમાણ જીવોની સંખ્યા પર આધારિત નથી, પરંતુ તેનો આધાર તે જીવની ચેતના, ઈદ્રિયો, મન, શરીર વગેરેના વિકાસ તેમજ મારનારના તીવ્ર-મંદ ભાવ પર આધારિત છે. સાધુઓએ અનેક પાખંડીઓના કુતર્કથી દૂર રહી સમ્યક-શ્રદ્ધા યુક્ત આચરણ કરવામાં સાવધાન રહેવું જોઈએ. સાતમા અધ્યયનનો સારાં). આ અધ્યયનમાં પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના સાધુ ઉદકપેઢાલ પુત્ર અને ગૌતમસ્વામીની ચર્ચા છે. ૧. ઉદક સાધુ નો તર્ક છે કે – શ્રાવક દ્વારા ત્રસ જીવની હિંસાના પચ્ચખાણ કરવા એ ખોટા પચ્ચખાણ છે, કારણ કે પ્રત્યાખ્યાન સમયે જે જીવત્રસ છે, તે કયારેક સ્થાવર થઈ જાય છે, અને સ્થાવર જીવ કયારેક ત્રસ થઈ જાય છે. ગૌતમ સ્વામીએ સમાધાન આપતા કહ્યું છે કે પ્રત્યાખ્યાનનો આશય ત્રસ નામકર્મના ઉદયવાળા જીવોની અપેક્ષા છે, તેથી તેના સાચા પચ્ચકખાણ છે. કોઈ એ સાધુની હિંસા ન કરવી” તેમ પચ્ચકખાણ લીધેલ હોય અને ત્યાર બાદ કોઈ સાધુ ઉદયકર્મના કારણે ગૃહસ્થ બની જાય તો તે ગૃહસ્થની હિંસા કરવાથી તે પ્રત્યાખ્યાન લેનારની પ્રતિજ્ઞા ભંગ નથી થતી, તે રીતે જ શ્રાવકના ત્રસ જીવની હિંસાના પ્રત્યાખ્યાન ભંગ નથી થતા. બીજો તર્ક છે કે- ત્રસના પચ્ચખાણ કરાવવાથી સ્થાવરની હિંસાને સમર્થન અપાય છે. સમાધાન– છ પુત્રોને ફાંસીની સજા મળેલ હોય અને તેમાંથી એકને જ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીતલ છોડાવી શકાય તેમ રાજાનો આદેશ હોય, ત્યારે એકને છોડાવનાર બાકીના પાંચ પુત્રોની ફાંસી માન્ય રાખે છે તેમ ન કહી શકાય! આ જ રીતે અસમર્થતાના કારણે શ્રાવકથી જેટલો બની શકે તેટલો તેને ત્યાગ કરાવાય છે. સાધુ કયારેય પણ ગૃહસ્થની કોઈ પણ છૂટ કે આગારને સમર્થન આપતા નથી. આ રીતે અનેક તર્ક-પ્રતિતર્કદષ્ટાંત આદિ થી સમાધાન કરવામાં આવેલ છે, અંતમાં ઉદક શ્રમણ પોતાની જાતને સમર્પિત કરી પાંચ મહાવ્રત રૂપ ધર્મનો સ્વીકાર કરી લે છે. નધિઃ વધુ માહિતી માટે ગુરુપ્રાણ આગમ બત્રીસીના આ સૂત્રનું અધ્યયન કરવું જોઈએ. હું I બીજો શ્રુતસ્કંધ સંપૂર્ણ તારા ---- ---- - - II સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ સંપૂર્ણ II -- સારાંશ સાહિત્યના મહત્ત્વપૂર્ણ વિષયો : I ભાગ વિષય . (૧) | ચાર બુદ્ધિ પર કથાઓ, રાજા પ્રદેશના કથાનકથી શિક્ષાઓ. | (૨) | એકલવિહારથી મુક્તિ, શુદ્ધાચાર–શિથિલાચાર, નિયંઠા સ્વરૂપ, પાસસ્થાદિ સ્વરૂપ. ૧૨ વ્રત ધારણની વિસ્તૃત અને સંક્ષિપ્ત વિધિ, ચૌદ નિયમ વિસ્તાર અને ધારણ વિધિ, વંદન વ્યવહારના રહસ્યો, ઉપદેશી ભજન અને છુટક બોલ. (૩) / નિત્ય–ગોચરી સંવાદ, દંત મંજન, રાત્રિભોજન, ચાલવાની વિધિ, પ્રતિલેખન , વિધિ, પરઠવવાની વિધિ, તપ સ્વરૂપ, ધ્યાન સ્વરૂપ, તેત્રીસ બોલ વિસ્તાર સંઘમાં પદ વ્યવસ્થા, અધ્યયન વ્યવસ્થા, પ્રાયશ્ચિત્ત અનુભવો. ગાંગેય અણગારના ભાગનો વિસ્તાર, ગૌશાલકનું વિસ્તૃત કથાનક. ગુણસ્થાન સ્વરૂપ કર્મગ્રંથ ભાગ- ૨ અને ૩નો સાર. ખગોળ, ભૂગોળ સંબંધમાં વૈજ્ઞાનિક અને જેનાગો. વૈજ્ઞાનિકોને ચેલેન્જ. I આગમ, ગ્રંથ, મંદિર, મૂર્તિ, મુહપત્તી, દિગંબર, તેરાપંથ, આચાર પરંપરાઓ, ! સંવત્સરી વિચારણા આદિ વિષયો સંવાદ શૈલીમાં કલ્પસૂત્ર અને મહાનિશીથ 1 સૂત્ર સંબંધી અનુભવો. સામાયિક અને પ્રતિક્રમણના વિશિષ્ટ પ્રશ્નોત્તર. 1 Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧ : એકલવિહાર પરિશિષ્ટ વિભાગ પરિશિષ્ટ-૧ | એકલ વિહારઃ પ્રમાણ ચર્ચા एगत्तमेयं अभिपत्थएज्जा । एवं पमोक्खो, न मुर्सति पास ॥ અર્થ – સમૂહમાં આધાકર્મ આદિ દોષોની શુદ્ધિ ન થઈ શકે તો મુનિએ એકલા રહેવાનું પણ સ્વીકારી લેવું જોઈએ. એવું કરવાથી પણ મોક્ષ મળી શકે છે, તે મિથ્યા ન સમજવું! સૂત્રકૃતાંગ સૂત્ર, અ—૧૦, ગા–૧ર. સાધુ ને એકલા વિચરવાનો એકાંતે નિષેધ કોઈ પણ શાસ્ત્રમાં નથી. એકલા વિચરવાની પ્રેરણાવાળા અનેક વર્ણન આગમમાં છે. આગમ, ભાષ્ય, ટીકા વગેરે અનેક પ્રમાણોનું સંકલન કરીને અહીં ત્રણ વિભાગોમાં એકલવિહારના ૧૦+૧૫ +૭ = ૩૨. આગમ પ્રમાણો ક્રમશઃ આપ્યા છે. તેને ધ્યાનથી વાંચવા. એકલ વિહાર: જૈન આગમોમાં તેમજ ગ્રંથોમાં અનેક સ્થળોએ જુદા-જુદા રૂપથી એકલા વિહાર સંબંધી વર્ણન ઉપલબ્ધ છે. આ આગમ વર્ણિત એકલ વિહાર મુખ્યત્વે બે વિભાગમાં વિભાજિત કરી શકાયછે–૧. એકલવિહાર પડિમાર. એકલવિહાર ચર્યા અથવા ૧. અપરિસ્થિતિક એકલ વિહાર(વિશેષ તપરૂપે સ્વીકારેલ) અને ૨. સપરિસ્થિતિક એકલ વિહાર (શારીરિક કે માનસિક અથવા સામાચારિક પરિસ્થિતિને વશ થઈને સ્વીકારેલ) | પ્રથમ વિભાગના પ્રમાણો આત્યંતર કે બાહ્ય કોઈ પણ પરિસ્થિતિમાં ન સપડાયા હોવા છતાં વિશેષ કર્મ નિર્જરા માટે આગમ વર્ણિત વિશિષ્ટ તપ સાધના-સમાચારી પાલન કરવા માટે ગુરુકે ગચ્છાધિપતિની આજ્ઞા લઈ સન્માનપૂર્વક ગચ્છથી અલગ થઈ વિચરણ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત AS કરે છે, તે એકલવિહારી પડિમાધારી કહેવાય છે અથવા તે અપરિસ્થિતિક (કોઈપણ પરિસ્થિતિ વિના તપ માટે) એકલ વિહાર કરનાર કહેવાય. અપરિસ્થિતિ એકલ વિહાર સંબંધી આગમ સ્થળ :-- (૧) દશા દ ૭ માં- અગિયાર ભિક્ષુ પડિમાનું વર્ણન છે. (ર) વ્યવ ઉ૫૦ તથા બૃહત્કલ્પ ઉ૬ માં– જિનકલ્પ નું વર્ણન છે. (૩) ઠાણાંગ ઠા. ૩ માં– એકલ વિહારના મનોરથનું વર્ણન છે. (૪) ઠાણાંગ ઠા૮ માં– એકલ વિહારની ગુણ સંપન્નતાનું વર્ણન છે. (૫) સૂયગડાંગ સૂત્ર શ્રત ૧૦ અ-૨, ઉ–૨ માં– એકલા વિચરવાના સ્થાન, શય્યા, આસનનું તથા ત્યાં સમાધિમાં રહેવાનું કથન છે. (૬) ઉત્તરાધ્યન સૂત્ર અ–ર૯ માં- સંભોગ પચ્ચકખાણથી બીજી સુખ સમાધિની પ્રાપ્તિનું વર્ણન છે તથા ત્યાંજ સહાય પચ્ચકખાણ કરવાથી સંવર, સંયમ અને સમાધિની વૃદ્ધિ તેમજ ક્લેશ આદિની અલ્પતાનું વર્ણન છે. (૭) આચારાંગ સૂત્ર શ્ર–૧, અ–૮, ઉ–૪,૫,૬,૭, માં-વસ્ત્ર સંબંધી વિશિષ્ટ અભિગ્રહધારી સાધુનું વર્ણન છે તથા સેવા કરવી, ન કરવી કે કરાવવી, ન કરાવવી એ સંબંધે ચૌભંગીયુક્ત વર્ણન છે. (૮) દશાબ્દ૪ માં – શિષ્યને એકલવિહારી સમાચારી (વિવેક–વર્તન–આચરણ) શિક્ષા શીખવવાથી આચાર્યને શિષ્યના ઋણથી ઋણમુક્ત થવાનું વર્ણન છે. (૯) ઉવવાઈ સૂત્ર તેમજ ભગવતી સૂત્ર શ—૨૫, ઉ–૭ માં – તપના વર્ણનમાં (તપના જે પ્રકારો કહ્યા છે તેમાં વ્યત્સર્ગ નામના આભ્યન્તર તપ માં ગણ (સાથે વિચરનાર સાધુ સમૂહનો) ત્યાગ કરવો એ પણ તપનો પ્રકાર કહ્યો છે. (૧૦) અનેક આગમોમાં વર્ણિત વિશિષ્ટ અભિગ્રહ તેમજ મોયપડિમાઓ વગેરે એકલા રહીને કરવામાં આવે છે. આ સર્વેય અપરિસ્થિતિક એટલે વિશેષ તપ માટે સ્વીકારેલ એકલ વિહાર સંબંધી આગમ સ્થળ છે. (દ્વિતીય વિભાગના પ્રમાણો ગચ્છ સંબંધી, શરીર સંબંધી અથવા આત્મ સમાધિ સંબંધી કોઈ પરિસ્થિતિથી ગચ્છનો ત્યાગ કરવો પડે તેમજ એવી પરિસ્થિતિને અનુકૂળ કોઈ સાથી ન મળે તો પોતાની પરિસ્થિતિની જાણકારી આપી ખુલાસો કરી, ગચ્છ ત્યાગ કરી જે એકલા વિચરણ કરે છે તેને સપરિસ્થિતિક એકલ વિહારી (પરિસ્થિતિને વશ થઈ એકલા વિહાર ચર્યાવાળા) સાધુ કહેવાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ આ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧: એકલવિહાર વલ સપરિસ્થિતિક એકલ વિહારી સંબંધી આગમ વર્ણન:૧. ઠાણાંગ સૂત્ર ઠા૩ માં – આત્મ સુરક્ષાના ત્રણ વર્ણનમાં અંતિમ અવસ્થામાં પોતાની જાત ને (ગચ્છ થી) અલગ કરી લેવાનું દર્શાવેલ છે. ૨. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ર૭ માં – શિષ્યો તરફથી અસમાધિ પ્રાપ્ત થવાથી ગર્ગાચાર્યનું એકલા ગમન તેમજ બાદમાં મોક્ષગમનનું વર્ણન છે. ૩. ઉત્તરાધ્યયન અધ્ય. ૩ર માં સમાધિ(આત્મશાંતિ-આત્મસમાધિ)ની ઇચ્છા રાખનાર સાધુને યોગ્ય સાથી ન મળે, જિન શાસનમાં અનેક શ્રમણો હોવા છતાં પણ પુણ્યાશોની નિર્બળતાના કારણે કોઈ શિષ્ય ન મળે (જેમ કે ગર્ગાચાર્યને એક પણ અનુકૂળ શિષ્ય હોતો મળેલ) તો એકલા વિચરણ કરવાની આજ્ઞા તેમજ (શિખામણ) શિક્ષા આપવામાં આવેલ છે. ૪. દશવૈકાલિક સૂત્રની બીજી ચૂલિકામાં:- તે અધ્યયનનું નામ જ વિવિક્તચર્યા રાખવામાં આવેલ છે, તેમાંની દશમી ગાથામાં યોગ્ય સાથી ન મળે તો એકલા વિચરણ કરવાની આજ્ઞા આપવામાં આવેલ છે તથા અધ્યયનની સમાપ્તિ સુધી એકલા સાધુને અનેક પ્રકારની સાવધાની રાખવાની શિક્ષા આપવામાં આવેલ છે. ચૂર્ણિકાર શ્રી અગત્યસિંહ સૂરીએ પણ કહ્યું છે કે “એ ગાથાઓમાં એકલા વિહારમાં કેવી રીતે રહેવું-એ વિષયમાં સૂત્રકાર કહે છે !” તે ચૂર્ણિકાર શ્રી અગત્સ્યસિંહ સૂરી આજ થી ૧૩૦૦ વર્ષથી પણ વધારે પ્રાચીન સમયમાં થયા છે. - આ પ્રકારની પરિસ્થિતિને વશ થઈને સ્વીકારેલ એકલ વિહારચર્યાને નવ પૂર્વી માટે કહેવું એ અજ્ઞાનદશા છે, પૂર્વજ્ઞાનના ધારી તો કોઈ પણ પરિસ્થિતિને વશ થયા વિના કેવળ તપ સાધના માટે એકલ વિહાર કરે છે. ૫. આચારાંગ સૂત્ર શ્રુત૦–૧, અધ્ય–દ ઉ–માં :- શુદ્ધ એષણા તેમજ સર્વેષણાની અભિરુચિથી એકલા વિહાર કરતાં-કરતાં આરાધના કરનારનું વર્ણન કરવામાં આવેલ છે. ક. સૂયગડાંગ સૂત્ર શ્રુત૦–૧. અધ્ય–૧૦ ગાથા ૧૧-૧૨ માં – આધાકર્મ દોષયુક્ત આહારની ઈચ્છા રાખવી કે આધાકર્મી દોષ સેવતા હોય તેની સાથે રહેવું તે બંનેનો નિષેધ કરતાં શોક-પરિતાપ રહિત બની કર્મનો ક્ષય કરવાની પ્રેરણા સાથે એકત્વને(એકલ વિહારી પણાને) સ્વીકાર કરવાની પ્રેરણા કરવામાં આવેલ છે તથા એવું પણ આશ્વાસન આપવામાં આવેલ છે કે “એકલ વિહાર” થી પણ મોક્ષ મળી શકે છે, એવો વિશ્વાસ રાખો. જૂઠું ન સમજો. આવા સમયે જો ભિક્ષુ ક્રોધાદિ કષાય ન કરે અને સંયમમાં સત્યનિષ્ઠ રહે, તેનું અવશ્ય કલ્યાણ થાય છે. ૭. વ્યવહાર સૂત્ર ઉદ્દેશક દમાં :– એકલવિહારી ભિક્ષુએ કેવા ઉપાશ્રયમાં એકલા કેવી રીતે રહેવું તે વર્ણન છે તથા તે બહુશ્રુત હોવો જોઈએ તેમ નિર્દેશ છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત : ૮. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૮ માં :- પરિસ્થિતિને વશ થઈને એકલ વિહારી સાધુની વૃદ્ધાવસ્થાનું વર્ણન છે, તેમાં છત્ર, લાઠી, ચર્મ, ચર્મ છેદનક વગેરે ઉપકરણોનું કથન છે. અહીંયાં એવું વિધાન કરવામાં આવેલ છે કે એ ભિક્ષુ ઉપરોક્ત દર્શાવેલ ઉપકરણોને ભિક્ષા આદિ કાર્યમાં સાથે ન રાખી શકે તો કોઈ ગૃહસ્થને તેની સુરક્ષાની જવાબદારી સોંપીને જઈ શકે છે અને કાર્ય સમાપ્તિ બાદ આવીને તેને સૂચિત કરીને ગ્રહણ કરી શકે છે. જો કે જિનકલ્પી કે પડિમાધારી સાધુની આવી સ્થિતિ હોતી નથી, તેઓ તો એકાંત ઉત્સર્ગ વિધિ થી (અપવાદ કે દોષ સેવન વિના) અને ઓછામાં ઓછા ઉપકરણોથી નિર્વાહ કરે છે અને કોઈની પણ મદદની ઇચ્છા રાખ્યા વગર સંયમ તપની આરાધના કરે છે. આચારાંગ સૂત્ર શ્રુત-૧, અધ્ય–૫, ઉદ્દેશક–૧ માં - પોતાની પ્રકૃતિ, પોતાના સ્વભાવની ખરાબીના કારણે અનેક દોષિત આચરણ સહિત સંયમ જીવન જીવનાર એકલ વિહારીનું વર્ણન છે. ૧૦.બૃહત્કલ્પ, ઉદ્દેશક-૪ માં - યથાયોગ્ય, આગમમાં વર્ણિત હોય તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત સ્વીકાર ન કરનારને ગચ્છથી અલગ કરી દેવાનું વિધાન છે. તે પ્રમાણે અન્ય અપરાધના કરનારને કે અનુશાસનનો સ્વીકાર ન કરનારને પણ ગચ્છમાંથી કાઢી નાખવામાં આવે છે. તેઓ અસહાય બની એકલ વિહાર ચર્યા ધારણ કરે છે. ૧૧. ઠાણાંગ સૂત્ર, ઠા–૫ માં :- ગણ ત્યાગ કરવાના અનેક કારણ આપવામાં આવેલ છે, જેમાં ગચ્છની અવ્યવસ્થા સંબંધી તેમજ સંયમ જીવનની વિધિઓના યથાવત્ અનુસરણ” સંબંધી છે, આ કારણોસર ગણ ત્યાગ કરવાની આજ્ઞા આપવામાં આવેલી છે તથા બૃહત્કલ્પ– ઉદ્દેશક ૪ માં- સંયમ ગુણોની વૃધ્ધિ થાય તેવા ગચ્છમાં ભળી જવાની આજ્ઞા છે, પરંતુ સંયમ ગુણોની પોતાના ગચ્છની સરખામણીથી હાનિ થતી હોય તો તેવા ગચ્છમાં જવાનો સ્પષ્ટ નિષેધ છે અને તેવા ગચ્છમાં જો ગયા હોય તો તે માટે નિશીથસૂત્ર, ઉદ્દેશક–૧૬ માં ચોમાસી પ્રાયશ્ચિત્તનું કહ્યું છે. આવી પરિસ્થિતિમાં પણ તે ગણ ત્યાગી ભિક્ષુનો એકલ વિહાર સંભવિત છે. ૧૨. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૧ માં – આચાર્ય, ઉપાધ્યાય, ગણાવછેદક, તેમજ સામાન્ય સાધુ કે જેમણે પોતાની સમજણથી એકલવિહાર ચર્યા સ્વીકારેલ હોય, તેઓ તે એકલ વિહાર ચર્યા ત્યાગી ફરીથી ગચ્છમાં જોડાવા ઇચ્છે, કુશલ સાધુ વિગેરે પણ પોતાની આવી(એકલવિહાર ચય) અવસ્થાનો ત્યાગ કરી ફરી ગચ્છમાં આવવા ઇચ્છે તો તે દરેકને ગચ્છમાં સમાવી લેવાનું વિધાન છે. જો કે આવા સાધુને લીધા પહેલા ગચ્છ વ્યવસ્થાના હેતુથી પ્રશસ્ત કે અપ્રશસ્ત બધાંજ એકલ વિહાર ચર્યાવાળા માટે પ્રાયશ્ચિત્ત રૂપે યથાયોગ્ય તપ કે દીક્ષા છેદ કરીને લેવાનું વર્ણન છે, એકાંત દીક્ષા છેદનું કથન નથી. Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૧ : એકલવિહાર શિથિલાચારી સાધુ માટે એક શરત એ પણ છે કે, જો તે સાધુને હજુ થોડી સંયમ અવસ્થા બાકી રહી હોય તો તેને તપ અથવા છંદ પ્રાયશ્ચિત્ત આપીને ગચ્છમાં સમાવવા. આ વાતનો મતલબ એ છે કે શિથિલાચારી સાધુને યોગ્ય લાગે તો ફરી દીક્ષા આપીને લેવામાં આવે છે. પરંતુ સર્વ એકલ વિહારી માટે આ શરત નથી. અહીંયા એકલ વિહાર ચર્યાવાળા માટે ‘ડિમા’ શબ્દ વાપરવામાં આવેલ છે, પરંતુ તેને માત્ર શૈલી વિશેષ જ સમજવી જોઈએ, પરંતુ (તપરૂપે સ્વીકારેલ એકલ વિહાર) પડિમાવાળા ન સમજવા. કારણકે તેઓ તો આજ્ઞાપૂર્વક, અભ્યાસપૂર્વક તેમજ પરીક્ષાપૂર્વક પડિમા સ્વીકાર કરે છે, વચ્ચેથી છોડીને આવવાની ઇચ્છાનો તો ત્યાં પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, પડિમાઓ પૂર્ણ કરીને ગચ્છમાં પાછા આવવા પર તેમને આદર પૂર્વક ગચ્છની અંદર સમાવી લેવામાં આવે છે. તેના માટે છેદ કે તપ પ્રાયશ્ચિતની પણ જરૂરિયાત રહેતી નથી. આ રીતે આ વિધાન પણ સપરિસ્થિતિક એકલ વિહારચર્યા સંબંધી છે તથા ગચ્છમાં અવ્યવસ્થા ન સર્જાય તેના માટે ગીતાર્થ, અગીતાર્થ, પ્રશસ્ત કારણવાળા અપ્રશસ્ત કારણવાળા, આદિ વિકલ્પોથી તપ કે છેદ યુક્ત પ્રાયશ્ચિત્તના જુદા-જુદા પ્રકાર થાય છે. ૧૩. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૧ માં ઃ- પરિહાર તપ પ્રાયશ્ચિત્ત વહન કરવાવાળા ભિક્ષુનું સેવામાં એકલા જવાનું વર્ણન છે. આ પણ સાધુનું પરિસ્થિતિવશ થઈને સ્વીકારેલ એકલ વિહારીપણું છે. જોકે આ એકલવિહારીપણું ગચ્છ નિર્ગત નથી, પરંતુ ગચ્છની અંતર્ગત સેવાના હેતુથી ઉદ્ભવેલ છે. આ વર્ણન મુજબ અન્ય સાધુને સેવામાં કે ગચ્છ આજ્ઞાથી ક્યાંક એકલા જવાનું કે રહેવાનું પણ માનવામાં આવે છે. આવા એકલ વિહારમાં ભિક્ષુ સેંકડો માઈલ પણ જઈ શકે છે અને અનેક દિવસો કે મહિના સુધી પણ એકલો રહી શકે છે. ૧૦૧ ૧૪. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૧ માં ઃ- સપરિસ્થિતિક એકલ વિહાર કરનારનું ગ્રામ, નગર વગેરેની બહાર અરિહંત ભગવંત તેમજ સિધ્ધ ભગવંતની સાક્ષીએ આલોચના કરવાનું વર્ણન કરવામાં આવેલ છે. ગચ્છગત સાધુ માટે આ સ્થિતિ હોતી નથી. ત્યાં તો ગુરુ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર વગેરે અનેક બહુશ્રુત આલોચના સાંભળવા માટે યોગ્ય હોય છે. આ સર્વેય એકલવિહારીના આગમ વર્ણનોનો સારાંશ એ જ છે કે પરિસ્થિતિથી એકલ વિહારચર્યા સ્વીકારી પ્રશસ્ત સંયમ જીવનમાં જ વિચરણ કરનાર ફરી ગચ્છમાં આવવા ન ઇચ્છે તો તે સાધુને એકલવિહારીપણાનું કોઈ પ્રાયશ્ચિત્ત નથી આવતું તેમજ તે સંયમની આરાધના કરી શકે છે. જો તે ગચ્છમાં આવવા ઇચ્છે તો એકલવિહારનું પ્રાયશ્ચિત્ત લઈને ગચ્છમાં પુનઃ દાખલ થઈ, આરાધના કરી શકે છે. પરિસ્થિતિને વશ થઈ સ્વીકારેલ એકલવિહારીપણા માટે પૂર્વ જ્ઞાન કે ત્રણ સંહનન વગેરેની પ્રરૂપણા કરવી ઉચિત ન કહેવાય, પરંતુ સંયમ રુચિ, ત્રણ વર્ષની Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત — દીક્ષા પર્યાય, ૪૦ વર્ષની વય હોવી તે તો સૂત્ર પ્રમાણ મુજબ પણ જરૂરી છે. બિન જરૂરી કે ગેરવ્યાજબી કારણોસર વિહાર કરનાર એકલવિહારી શ્રમણ શિથિલાચારીનો દરજ્જો પ્રાપ્ત કરે છે અને સંયમનો વિરાધક બને છે. ૧૫. ઠાણાંગ સૂત્ર, ઠાણા-૭માં ઃ- ગણાપક્રમણના સાત કારણ દેવામાં આવેલ છે, જેમાં સાતમા કારણમાં એકલ વિહાર પ્રતિજ્ઞા ધારણ કરવાનો સંકલ્પ છે. અહીંયા ગણાપક્રમણનું કથન હોવાથી આ એકલવિહાર સપરિસ્થિતિક છે. અપરિસ્થિતિક (વિશેષ તપ ત્યાગ માટે સ્વીકારેલ એકવિહારી પણું) એકલવિહાર રૂપ ડિમા ધારણ કરવાને ગણાપક્રમણ કહેવામાં આવતું નથી. તે તો આચાર્યની નિશ્રા તેમજ સંપદામાં જ ગણવામાં આવે છે. તૃતીય વિભાગના પ્રમાણો એકલ વિહારી સંબંધી અન્ય વિધાન - ૧.આચારાંગ સૂત્ર, શ્રુત-૧, અધ્યયન-૫, ઉદ્દેશક-૪ માં ઃ- અવ્યક્ત તેમજ અશાંત સ્વભાવવાળાને એકલવિહારનો નિષેઘ કરવામાં આવેલ છે. તેમજ તેનું અહિતકારી પરિણામ બતાવેલ છે. જ્ઞાનથીબહુશ્રુત ન હોય તે ‘અવ્યક્ત’ છે. વયમાં—સોળ વર્ષથી પૂર્વ ‘અવ્યક્ત’ છે. સંયમ પર્યાયથી—ત્રણ વર્ષથી પૂર્વ ‘અવ્યક્ત’ છે. ૨. સૂયગડાંગ સૂત્ર, શ્રુત-૧, અધ્યયન–૧૪ માં ઃ- વર્ણન છે, કે પાંખ આવ્યા પહેલા પંખી માળામાં રહે તો જ તેની સલામતી છે, તેવી જ રીતે સાધુને ‘અવ્યક્ત અવસ્થા સુધી ગુરુકુળમાં જ રહેવું શ્રેયકર છે, નહીં કે સ્વતંત્ર વિચરણ કે એકલ વિહારચર્યા ! ૩. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૩ માં ઃ- નવદીક્ષિત(૩ વર્ષ), બાળક(૧૬ વર્ષ) તેમજ તરુણ(૪૦ વર્ષ) વય સુધીના ભિક્ષુઓને આચાર્ય-ઉપાધ્યાયના નેતૃત્વવિના રહેવાનો એકાંતે નિષેધ કરેલ છે. અહીંયા એવું પણ કહેવામાં આવેલ છે કે આવી ત્રણ અવસ્થાના સાધુ હંમેશા(આચાર્ય-ઉપધ્યાય) બેના નેતૃત્વમાં જ રહે છે. સારાંશ એ જ કે આ ત્રણ અવસ્થાવાળાને ગચ્છથી મુક્ત એકલવિહાર ચર્ચા ધારણ કરવાનો સ્પષ્ટ નિષેધ છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, આ ત્રણ, અવસ્થા સુધી તો ધૈર્ય રાખી ગચ્છવાસી(ગચ્છ સાથે) બની રહેવું જરૂરી છે. એવું પણ આ સૂત્રથી સ્પષ્ટ છે કે આચાર્ય-ઉપાધ્યાય વિના કોઈ સાધુએ કે સાધુગણને રહેવું એ આગમની રીતે ઉચિત ન કહેવાય. કારણકે આ સૂત્રમાં પ્રશ્નના Page #103 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૧: એકલવિહાર ૧૦૩ જવાબમાં કહેવામાં આવેલ છે કે શ્રમણ-નિગ્રંથ હંમેશા આચાર્ય અને ઉપાધ્યાયના નેતૃત્વ નીચે જ રહે છે, મતલબ કે આ બંને પદવીધારકની નિશ્રા વિના કોઈ સાધુ કે સાધુગણનુંરહેવું સર્વથા અનુચિત છે, તેમજ આગમવિરુદ્ધનું પગલું છે. પરિસ્થિતિને વશ થઈને કયારેક રહેવું પડે તો તે અલ્પકાલીન-ટૂંક સમય માટે સમજવું. અલ્પકાલીન લીધેલ અપવાદ(છૂટ)ને હંમેશા માટે રાજમાર્ગ બનાવી લેવો ઉચિત ન ગણાય અને તેની પુષ્ટિ કરવી તે તો અનુચિત જ છે. | વિશાળ ગચ્છ(સાધુ સમૂહ) માટે વ્યવહાર ભાષ્ય ઉદ્દેશક-૧ માં પાંચ પદવીધારી હોવાનું જરૂરી બતાવ્યું છે.- યથા– (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) પ્રવર્તક (૪) ગણાવછેદક (૫) સ્થવિર અગર આમાંથી કોઈ પદવીધારી એ ગચ્છમાં ન હોય તો તે ગણનો ત્યાગ કરી દેવો, તેવો ઉલ્લેખ કરવામાં આવેલ છે, તથા આવા પદવીધારી વિનાના ગણમાં રહેવાથી ઉત્પન્ન થતી અસમાધિની અવસ્થાઓનું ત્યાં ભાષ્યમાં દષ્ટાંત પૂર્વક વિવેચન કરવામાં આવેલ છે. ઉચિત તો એ જ છે કે દરેક ગચ્છ આચાર્ય, ઉપાધ્યાય યુક્ત હોય, ત્યારે જ તે પરમેષ્ઠી મંત્ર મુજબ બને છે. આ પદો માટે શાસ્ત્ર આજ્ઞા સ્પષ્ટ છે, એવી સ્થિતિમાં આ પદોને હાનિપ્રદ માની પદાધિકારી વિના ગચ્છ ચલાવવો ઉચિત કે શાસ્ત્રોક્ત નથી, પરંતુ એ તો તીર્થંકર કે ગણધર ભગવંતની આશાતના જેવું થાય છે. ૪. વ્યવહાર, ઉદ્દેશક-૪ તથા ૫ માં – આચાર્ય-ઉપાધ્યાય કે પ્રવર્તિનીને એકલા વિહાર કરવાનો સ્પષ્ટ નિષેધ છે. બહત્પલ્પ ઉદ્દેશક પ માં સાધ્વીએ ગોચરી વગેરે કાર્ય સંબંધે એકલા જવાનો સ્પષ્ટ નિષેધ છે. આ વર્ણનોમાં સાધુ-સાધ્વી બંનેના કલ્પ, અકલ્પોનું વર્ણન હોવા છતાં પણ અહીં સામાન્ય સાધુ માટે એકલવિહાર, ગોચરી આદિનો નિષેધ કરેલ નથી. ૫. બૃહત્કલ્પ ભાષ્ય ગાથા માં:– ગીતાર્થનું સ્વરૂપ બતાવતા આગળ કહ્યું છે, કે ગીતાર્થનું એકાકી વિહારી પણું હોઈ શકે છે. તે સિવાય અન્ય ગીતાર્થ, અગીતાર્થ બધા શ્રમણો ગીતાર્થ આચાર્ય તેમજ ઉપાધ્યાયના નેતૃત્વમાં જ રહે છે. દ વ્યવહાર સૂત્ર ભાષ્ય ઉદ્દેશક ૧ માં – એકાકી વિહારચર્યાના કારણો બતાવેલ છે. જેમ કે – (૧) રોગાતક (મહામારી) (૨) દુર્ભિક્ષ (૩) રાજદ્વેષ (૪) અન્યભય (૫) શારીરિક કે માનસિક ગ્લાનિ (૬) જ્ઞાન-દર્શન કે ચારિત્રની વૃદ્ધિના હેતુથી (૭) સાથી કાળધર્મ પામવાના કારણે (૮) આજ્ઞાથી સેવામાં એકલા જવાનું બને. ૭. ઓઘનિર્યુક્તિમાં એકલ વિહાર ચર્યાના બે પ્રકાર કહ્યા છે– (૧) સકારણ () અકારણ. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત - (૧) સકારણ :- ગીતાર્થ સાધુનું જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિના ઉદ્દેશથી કે આગમોક્ત અન્ય પરિસ્થિતિના કારણે કરવામાં આવેલ એકલવિહારને “સકારણ” કહેવામાં આવે છે. (ર) અકારણ :- અનુશાસનથી ગભરાઈ, મનને અનુકૂળ આવે તેવા સ્થાન, ક્ષેત્ર, આહાર, વસ્ત્ર વગેરે પ્રાપ્ત કરવાના હેતુથી અથવા અનેક સ્થળો જોવાના હેતુથી; કરવામાં આવેલ એકલવિહાર(ભલે તે ગીતાર્થ હોય) અકારણ છે. તે સિવાય અગીતાર્થોનો એકલવિહાર તો હંમેશાં અકારણ જ હોય છે. મતલબ કે અગીતાર્થોને એકલવિહાર કરવાનો સર્વથા નિષેધ છે. ગીતાર્થને સકારણ એટલે પ્રશસ્ત કારણોથી વિહાર કરવાનું અનુમત છે. અપ્રશસ્ત કારણોથી એકલવિહાર કરવાનું ગીતાર્થને પણ નિષેધ છે. ઉપસંહાર અને નિષ્કર્ષ ગીતાર્થ અને બહુશ્રુત શબ્દ એકાળે જ વપરાય છે. જ્યાં આગમકાર બદ્ભુત શબ્દનો પ્રયોગ કરે છે ત્યાં વ્યાખ્યાકાર ગીતાર્થ શબ્દનો પ્રયોગ કરે છે. બંનેની (ગીતાર્થ તેમજ બહુશ્રુતની) વ્યાખ્યા સમાન છે, જેમ કે – ૧. આચારાંગ, નિશીથ સૂત્રને અર્થ સાથે ધારણ કરનાર કે કંઠસ્થ કરનાર જઘન્ય ગીતાર્થ તેમજ બહુશ્રુત છે. ૨. આચારાંગ, સૂયગડાંગ તેમજ છેદ સૂત્રના મૂળ તેમ જ અર્થ ને ધારણ કરનાર મધ્યમ ગીતાર્થ તેમજ બહુશ્રુત છે. ૩. નવપૂર્વથી ઉપરનું જ્ઞાન ધરાવતા જ્ઞાનીને ઉત્કૃષ્ટ ગીતાર્થ–બહુશ્રુત કહેવામાં આવે છે. બૃિહત્કલ્પ ભાષ્યપીઠિકા ગાથા ૬૩ અને નિશીથ ચૂર્ણિ પીઠિકા ગાથા-૪૦૪.] જે સાધુ જઘન્ય ગીતાર્થ કે બહુશ્રુત ન હોય તેને આચાર્ય, ઉપાધ્યાય પદ તેમજ એકલવિહારચર્યાનો નિષેધ છે. તેમનું સંધાડાના પ્રમુખ બની સ્વતંત્ર વિચરવું કે ગોચરીએ જવું તે પણ નિષેધ છે. આગમોમાં એકલવિહારના ઉપરોક્ત પ્રમાણો હોવા છતાં એકાંત રૂપે એકલવિહારીપણાને આગમવિરૂધ્ધ કહેવું કે તેવું પ્રરૂપણ કરવું ચાયયુક્ત ન કહેવાય. સમજુ પાઠક આગમોમાં શ્રધ્ધા રાખી, આપેલ આ પ્રમાણોમાંથી સાચો નિર્ણય લઈ એકાંત પ્રરૂપણા કે દૂષિત વિચારોથી બચવું જોઈએ, સાથે સાથે ગચ્છ વ્યવસ્થા કરવામાં પદવીની જરૂરીયાતો સમજે. સ્વતંત્ર રીતે સંઘાડા પ્રમુખ બની વિચરનારની યોગ્યતાનું ધ્યાન રાખવું જોઈએ તથા એકલવિહાર કરતાં પણ પદરહિત ગચ્છ વ્યવસ્થાને અતિઅહિતકર માની તેને આગમથી વિપરીત સમજવી જોઈએ. એકલવિહારના ઉપરોક્ત પ્રમાણોથી એવું સ્પષ્ટ થાય છે કે– ૧. ભિક્ષુનો એકલવિહાર એક વિશિષ્ટ સાધના છે તેમજ કોઈને શારીરિક કે માનસિક Page #105 -------------------------------------------------------------------------- ________________ ક .. ' આ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧ : એકલવિહાર પરિસ્થિતિમાંથી નીકળવા માટે આ એક અવલંબન ભૂત અવસ્થા છે. જેની આગમોમાં ઘણી બધી જગ્યાએ સ્પષ્ટરૂપથી આજ્ઞા તેમજ પ્રેરણા પણ છે. આવું આપેલા પ્રમાણોથી સમજી શકાય છે. ૨. આચાર્ય, પદવીધારી સાધુ તેમજ સાધ્વી માટે એકલ વિહારનો પૂર્ણ નિષેધ છે. સામાન્ય સાધુ માટે કોઈ પણ આગમમાં પૂર્ણ નિષેધ નથી, આ સ્પષ્ટ અને સત્ય વાત છે, તેની ઉપેક્ષા કરવી, એ આગમથી વિરુદ્ધ પ્રરૂપણા છે. ૩. આગમમાં અવ્યક્ત ભિક્ષુ માટે તથા અનુપશાંત અનાત્માર્થી ભિક્ષુ માટે એકલ વિહારનો નિષેધ છે. કાચા સાધકોને અપરિપકવ પંખીની ઉપમા આપી, ગુરુકુળવાસ આવશ્યક ગણાવ્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે વ્યક્તિ, ઉપશાન્ત, શાંત, આત્માર્થી તેમજ બહુશ્રુત ગીતાર્થને એકલવિહારનો નિષેધ નથી. અનેક દષ્ટિકોણોથી ભરપૂર આવા આગમ વર્ણન ઉપલબ્ધ હોવા છતાં જે પોતાને વિદ્વાન માનીને એકાંત પ્રરૂપણા કરે છે, તે સાચાં આગમ પક્ષકાર નથી, પરંતુ તેઓ ગાડરિયા પ્રવાહની વૃત્તિવાળા બની આગમોને બંને આંખે જોવાના પ્રયત્ન નહિ કરનારા છે. તેઓ એક આંખથી જોવાની વૃત્તિવાળા એક ચક્ષુ વ્યક્તિ છે તેમ સમજવું. આવા મહાનુભાવોએ આવા આગમયુક્ત આ સંકલનનો અભ્યાસ કરી, મનન કરીને એક ચક્ષુમાંથી દ્વિચક્ષુ બનવું જોઈએ અર્થાત્ આગમ વર્ણિત ઉભયપક્ષના દષ્ટિકોણોને સમજી અનેકાંત સિધ્ધાંતનો સ્વીકાર કરવો જોઈએ. ત્યારે જ તે પોતાને વિદ્વાન માનનારાઓ શુધ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રના આરાધક બની શકે છે. આગમ વિરુધ્ધ એકાંત પ્રરૂપણા કરવી મહાપાપ છે! અનેકાન્ત સત્ય સ્વીકારવું પરમ ધર્મ છે! અકલ્પનીય એકલ વિહાર કરવો જિનાજ્ઞાની ચોરી છે ! (૧) વિશિષ્ટ એકલ વિહાર: ભિક્ષુની બાર પડિમા, મોયપડિમા, ચંદ્ર પડિમા વગેરે વિશિષ્ટ નિયમ અભિગ્રહ તેમજ સંપૂર્ણ રાત્રિના કાયોત્સર્ગ વગેરેથી યુક્ત પડિમાઓ ઈત્યાદિ સાધનાઓ વિશિષ્ટ સહનનવાળા જ ધારણ કરી શકે છે અને તે સર્વેય ગુરુનિશ્રામાં આચાર્યની સંપદામાં કહેવાય છે. (ર) નિષિદ્ધ એકલ વિહાર:૧. આચારાંગ સૂત્ર, શ્રુત૦–૧, અધ્યયન-૫, ઉદ્દેશક–૪ માં – અવ્યક્તનો એકલ વિહાર નિષિદ્ધ છે. ર. આચાડ્યૂ–૧, અ–૫, ઉ–૧ માં :– ક્રોધી, માની, ધૂર્ત વિગેરેનો એકલા વિહાર દૂષિત કહેવામાં આવેલ છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૩. સૂયગડાંગ સૂત્ર, શ્રુ-૧, અધ્ય~ ૧૪ માં :- અલ્પ દીક્ષા પર્યાયવાળા ને સ્વતંત્ર વિહાર નિષેધ છે. ૪. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૩, સૂ॰ ૧૧-૧૨ માં ઃ— નિર્દિષ્ટ નવદીક્ષિતનો (૩ વર્ષ સુધીની દીક્ષા પર્યાય) તેમજ ચાલીસ વર્ષ સુધીની ઉંમરવાળા ભિક્ષુએ આચાર્યઉપાધ્યાયની નિશ્રા વિના વિચરણ કરવું નિષિદ્ધ બતાવેલ છે. આ વિહાર આગમમાં નિષિદ્ધ છે. આ વિહારચર્યાને ધારણ કરનાર યોગ્યઅયોગ્ય કોઈ પણ ભિક્ષુ હોઈ શકે છે અને તે બધાનું આચરણ આગમ વિરુદ્ધ છે. (૩) કલ્પનીય એકલવિહારઃ દશવૈકાલિક સૂત્ર ચૂલિકા-ર, ગાથા-૧૦ તથા ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્ય.-૩ર, ગાથા-૫ માં દર્શાવેલ સપરિસ્થિતિક એકલ વિહાર ચર્ચા કલ્પનીય છે. (યોગ્ય છે). આચારાંગ સૂત્ર, શ્રુત—૧, અ—૬, ઉર માં નિર્દિષ્ટ શુદ્ધ ગવેષણા અને શુદ્ધ સંયમ રુચિથી ધારણ કરેલી એકલવિહાર ચર્ચા કલ્પનીય છે તથા સૂયગડાંગ સૂત્ર શ્રુ-૧, અધ્ય-૧૦, ગાથા--૧૨ માં દર્શાવેલ મોક્ષ પ્રાપ્તિના આશ્વાસન સાથેની એકલ વિહાર ચર્યા કલ્પનીય-યોગ્ય છે. ઓઘનિર્યુક્તિ, બૃહત્કલ્પ ભાષ્યની પીઠિકા તથા વ્યવહાર ભાષ્યમાં સકારણ કરવામાં આવેલ ગીતાર્થેની એકલ વિહાર ચર્ચાનું વિધાન છે. ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા, ચાલીસ વર્ષની ઉંમરવાળા તથા આચારાંગનિશીથ સૂત્રને અર્થ-પરમાર્થ સહિત કંઠસ્થ ધારણ કરનાર એકલ વિહાર સ્વીકાર કરી શકે છે કારણકે તે આગમ સંમત છે. આ યોગ્યતા પૂર્વે સકારણ પણ કરવામાં આવેલ એકલ વિહાર આગમ વિરુધ્ધ છે. સાર-સૂચન વર્તમાનમાં અયોગ્ય એકલ વિહારચર્યાવાળાને લક્ષ્યમાં રાખીને એકાંગી દૃષ્ટિથી એકલ વિહારનો સર્વથા નિષેધ કરવામાં આવે છે. તેમજ આગમોના નામે એકાંત અકલ્પનીય કહેવામાં આવે છે અને હાલમાં એકલ વિહારનો વિચ્છેદ છે એવું માનવામાં આવે છે તે સર્વથા અનુચિત કથન કહેવાય અને તે આગમ વિપરીત પ્રરૂપણ છે. તેથી આ નિબંધમાં, સંગ્રહિત આગમયુક્ત અનેકાંત દષ્ટિકોણને સમજીને તથા એકાંત કે આગમ વિરુધ્ધ પ્રરૂપણોને મહાપાપ સમજીને સાધુસાઘ્વીજીઓએ તથા ચતુર્વિધ સંઘે વિવેકયુક્ત કથન કે લેખન કરવું જોઈએ. Page #107 -------------------------------------------------------------------------- ________________ - ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ–૧ : એકલવિહાર ઉપદેશ શાસ્ત્ર પરિશિષ્ટ- એકલવિહાર ૧૦ ૧૦. કેટલાક પ્રમાણોનું વિશ્લેષણ પૂવોક્ત એકલવિહાર સંબંધી વિચારણાઓમાં સંકેત માત્ર કરેલ કેટલાક પ્રમાણોને અહીં સ્પષ્ટ કરીને સમજાવવામાં આવશે. ૧. ઠાણાંગ સૂત્ર ત્રીજા ઠાણામાં - સાધુના તથા શ્રાવકના ત્રણ મનોરથ બતાવવામાં આવેલ છે. તેમાં સાધુના ત્રણ મનોરથ આ પ્રમાણે છે(૧) જે સમયે જેટલા પણ આગમ ઉપલબ્ધ હોય તેનું વધારેમાં વધારે સમય અધ્યયન કરીશ. (૨) મારા માટે એ દિવસ કલ્યાણમય હશે, કે જે દિવસે હું ગચ્છથી નિરપેક્ષ (રાગ-દ્વેષની દશાથી પર) બની એકાંત આત્મ સાધના માટે એકલવિહાર પ્રતિજ્ઞા ધારણ કરી એકલો વિચરીશ. (૩) એ દિવસ મારા માટે પરમ કલ્યાણકારી હશે કે જ્યારે મને સંલેખણા સંથારાયુક્ત પંડિત-મરણ પ્રાપ્ત થશે. શ્રાવકનો બીજો મનોરથ પણ ગૃહત્યાગ કરી સંયમ લેવાનો છે પરંતુ આવો મનોરથ બધાં શ્રાવકોને આવતો નથી જે શ્રાવકની ભાવના પ્રબળ હોય અને યોગ્યતા તેમજ અવસર હોય તેને જ સંયમ પ્રાપ્ત થાય છે. મનોરથ વસ્તુ મહત્ત્વની છે. મનોરથ છે તો કયારેક કોઈને આવે પણ છે. મનોરથ કયારે ય વિચ્છેદ જતા નથી. મનોરથનો વિચ્છેદ કહેવો એ સર્વથા અનુચિત છે. તેવું જ સાધુના મનોરથ માટે પણ સમજવું જોઈએ. ૨. દશાશ્રુત સ્કંધ સૂત્ર – આચાર્યની સંપદાના વર્ણનની સાથે આચાર વિનયના ભેદોમાં એકલ વિહાર સમાચારીવાળા સાધુને ગચ્છમાં આચાર્યની સંપદા રૂપે ગણેલ છે. ત્યાં કહેવામાં આવેલ છે કે – જો કોઈ ગુણ સંપન્ન સાધુ એકલ વિહાર ઇચ્છતા હોય તો તેમને એકલવિહાર કરવા દેવો. આ સૂત્રની ચૂર્ણિના પ્રકાશનમાં એવું લખવામાં આવ્યું છે કે “એકલવિહારનો નિષેધ કરનાર મહાપુરુષોએ આ આગમોક્ત વિધાન પર વિશ્વાસ રાખવો જોઈએ, ન રાખે તો તેનો અનંત સંસાર વધી જવાનો સંભવ છે. કહ્યું પણ છે, કે – ગીતાર્થ એકાકી રહેતો. પામે પદ નિર્વાણ (જગબહુમાન) ! અજ્ઞાની ટોલ પણ ભોલે, ડૂબે પત્થર નાવ!”– દશાશ્રુત સ્કંધ નિર્યુક્તિ – ચૂર્ણિ પ્રસ્તાવના. ૩.બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશા–પમાં:- સાધુ-સાધ્વીના અનેક કલ્પ સંબંધી વિષય WW) Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત બતાવતાં વચ્ચે બતાવવામાં આવેલ છે કે સાધ્વીઓએ એકલા ગોચરી, વડીનીત, વિહાર વગેરે કોઈ પણ કાર્ય કરવું ઉચિત નથી. ત્યાં સાધુ માટે કાંઈ પણ કહેલ નથી. ૪. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૪ માં આચાર્ય ઉપાધ્યાયને એકલા વિહાર કરવાની મનાઈ કરવામાં આવી છે અને ત્યાં પણ સામાન્ય સાધુ માટે કાંઈ પણ કહેવામાં આવેલ નથી. ----- ૫. વાસ્તવમાં બત્રીસ સૂત્રના મૂળ પાઠ માં ‘એવી કયાંય એક લીટી પણ નથી લખેલ કે 'કોઈપણ સાધુએ એકલા ન રહેવું અને રહે તો પ્રાયશ્ચિત્ત !’ પરંતુ દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન સૂત્રની મૂળ ગાથામાં અમુક પરિસ્થિતિમાં સાધુએ એકલા જ વિચરવું એવો સ્પષ્ટ પ્રેરણાત્મક પાઠ છે. -- ૬. આચારાંગ સૂત્ર, અધ્યયન-૫ માં ઃ- (૧-૫-૪) માં બતાવવામાં આવેલ છે કે એકલ વિહાર ચર્યા એના માટે ખરાબ હોય છે કે જે અવ્યક્ત છે- શ્રુતજ્ઞાનથી, શ્રધ્ધાથી અને સ્થિરતાથી અને જે વાત વાતમાં કષાય કરે, તેના માટે આવતી અનેક મુશ્કેલીઓ પાર કરવી મુશ્કેલ બની જાય છે. માટે હે સાધક! આવું તારે ન બને તેનો હંમેશા વિચાર કરજે - એ જ્ઞાનીઓનું ફરમાન છે. ૭. આચારાંગ સૂત્ર, શ્રુ-૧, અધ્યયન : ૫-૧ તથા અધ્યયન ઃ ૬-૨ :-- એકલવિહારી સાધુ સંબંધી કથન કરવામાં આવેલ છે. પાંચમાં અધ્યયનમાં કહેવામાં આવેલ છે કે – આ જૈન શાસનમાં કોઈક એકલ વિહારી એવા હોય છે, જેમ કે --બહુ ક્રોધી, બહુમાની, બહુ માયાવી, અતિ લોભી, અતિ બોલનાર, વાંગ કરનારા, દોષ છુપાવનારા, ઉત્કૃષ્ટતા બતાવનાર, ગુપ્તપણે ઘણાં બધાં દોષોનું સેવન કરનાર વગેરે તથા તેનાથી વિતરીત છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે ‘આ જૈન શાસનમાં કોઈક એકલવિહાર ચર્યાવાળા એવા હોય છે, કે જે ગવેષણાની રુચિવાળા તથા સર્વ શુધ્ધિથી સંયમ પાળનાર હોય છે. તેઓ ધર્મબુધ્ધિથી વિચરણ કરતાં કરતાં લાભ-અલાભ, કષ્ટ વગેરે બધું જ શાંતિથી સહન કરે છે. હવે આપણે વિચારવું રહ્યુ કે શું આ બંને પ્રકારના સાધુને નવપૂર્વી કે પડિમાધારી કહી શકાય ? કે તેઓ સાધારણ એકલ વિહારી છે ? ૮. સૂયગડાંગ સૂત્ર બીજા અધ્યયનમાં કહ્યું છે કે :-- ઘેરે નાળમાસળે, સયળે સમાહિÇ સિયા । વિશેષ સાધના માટે એકલવિહાર ચર્ચા કરનાર ભિક્ષુએ વિચરણ, સ્થાન, શયન, આસન વિગેરેમાં સમાધિયુક્ત રહેવું જોઈએ. આ રીતે અહીંયા આસન, શયન, સ્થાન તથા વિચરણમાં એકત્વની પ્રેરણા છે. ૯. સૂયગડાંગ સૂત્ર અધ્યયન દશ ગાથા–૧૧–૧૨ માં કહ્યું છે કે :– ભિક્ષુ આધાકર્મી દોષ સહિત આહારની ઇચ્છા પણ ન કરે. તેવા સાધુઓની સાથે પરિચય સંસર્ગ પણ ન રાખે. પરંતુ પોતાના કર્મોનો ક્ષય કરવામાં લાગ્યો રહે. આ પ્રસંગે આગળની ગાથામાં કહ્યું છે કે ત્તમેય અભિપત્થખ્ખા, વ પમોવસ્ત્રો ન મુસ Page #109 -------------------------------------------------------------------------- ________________ કે ઉપદેશ શાસ્ત્ર પરિશિષ્ટ-૧: એકલવિહાર ત્તિ પણ એકલા રહેવાનો પણ સ્વીકાર કરી લે (ઇચ્છા કરે) એવું કરવાથી પણ મોક્ષ મળી શકે છે. અહીં પણ ગવેષણા દોષના પ્રસંગમાં એકલવિહારનો નિર્દેશ છે અને એકલાથી મોક્ષ નથી મળતો, એવા ભ્રમમાં ન રહેવાનો નિર્દેશ છે. જેને આચારાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં પ્રશત કહ્યો છે. ૧૦. ઠાણાંગ સૂત્ર આઠમા ઠાણામાં – એકલવિહાર કરવાવાળાની યોગ્યતાના આઠ ગુણ બતાવ્યા છે. તેમાંથી ૬ ગુણો માટે છઠ્ઠા ઠાણામાં બતાવ્યું છે કે એ છે ગુણોવાળા સંઘાડાનો મુખી બની શકે છે. તેની અપેક્ષા અહીં બે ગુણવિશેષ બતાવ્યા છે – (૧) ધૈર્યવાન અને (૨) ઉત્સાહી જેનો અભિપ્રાય એટલો જ છે કે ૧. એકલા રહેવામાં રોગની સ્થિતિ વગેરેમાં ધર્યની અત્યંત આવશ્યકતા રહે છે અને ૨. એકલા રહેવામાં સદા આનંદ માનવાની રુચિ અને લાગણીરૂપ ઉત્સાહ પણ હોવો આવશ્યક છે. બાકી વિશેષણ તે જ છે જે સંઘાડાની આગેવાની કરીને વિચરણ કરનારમાં હોય છે. કેટલાક સેકડો વર્ષોથી એકલવિહારનો એકાંતરૂપથી નિષેધ કરવાની પ્રવૃત્તિ જૈન સમાજમાં થઈ જવાથી તે છ ગુણોનો અહીં જુદો અર્થ કરીને વજ ઋષભનારાચ સંઘયણ અને નવપૂર્વનું જ્ઞાન અવશ્ય હોવું જોઈએ એવો અર્થ કરી દેવામાં આવેલ છે, પરંતુ મૂળપાઠમાં તો માત્ર બે ગુણ જ વધારે કહ્યા તેનાથી કોઈ એવો અર્થ નીકળતો જ નથી. મૂળમાં ક્યાંય ૯ પૂર્વનું જ્ઞાન અને વજ ઋષભ નારાચ સંઘયણ કહેલ જ નથી. જો અહીં છ શબ્દોનો એવો અર્થ કરશું તો કોઈને માટે સંઘાડા પ્રમુખ–મુખી બનવાનું પણ કલ્પશે નહિ. આથી જેનામાં સંઘાડાના મુખી બનવાની યોગ્યતા છે, તેનામાં બે ગુણ અધિક હોય તો તે એકલવિહારની યોગ્યતાવાળા કહેવાય છે, એવું મૂળ પાઠથી સાબિત થાય છે. પૂર્વનું જ્ઞાન અને પ્રથમ સંઘયણની પ્રરૂપણા તો જબરજસ્તી જોડવામાં આવી ગયેલ છે. ભિક્ષુપડિમા આદિ માટે વિશિષ્ટ સંઘયણ બલ આવશ્યક થઈ શકે કારણકે તેમાં વિશિષ્ટ તપ, સંપૂર્ણ રાત્રિનો કાઉસગ્ન વગેરે અનેક નિયમ હોય છે. જ્યારે ઉપરોકત શાસ્ત્રોના પ્રમાણવાળી આ એકલવિહાર ચર્યા એક જુદી જ સપરિસ્થિતિક સાધના છે, પરંતુ પડિમા નથી. આગળદશવૈકાલિક અને ઉત્તરાધ્યયન સૂત્રના વિવેચન જોવાથી ધ્યાનમાં આવશે કે ૯ પૂર્વનું જ્ઞાન અને સંઘયણનું કથન કેટલું આગમ સંમત છે? ૧૧. વ્યવહાર સૂત્રના આઠમા ઉદ્દેશામાં –એવા એકલવિહારી સ્થવિરકલ્પીનું વર્ણન છે કે જેમને ડંડો, લાઠી, છત્ર, ચર્મ વગેરે અનેક ઉપકરણ રાખવા પડે છે અને તે સ્વયં ગોચરી જતા હોય ત્યારે શું કરવું જોઈએ એ વાતનું વર્ણન છે. એમાં વૃદ્ધાવસ્થા, એકલાપણું અને સ્થવિરકલ્પીપણું એ ત્રણે વાતો વિચારવા યોગ્ય છે. વિશેષ માહિતી માટે આગમ પ્રકાશન સમિતિ વ્યાવરના છેદ સૂત્રોમાં તથા આ સારાંશ પુસ્તકોના ચોથો ભાગ છેદ શાસ્ત્ર પૃષ્ટ ૧રપ અને ૧૮રમાં જુઓ Page #110 -------------------------------------------------------------------------- ________________ *. ૧૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત | દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન સૂત્રમાં એકલ વિહાર | असंकिलिटेहिं समं वसिज्जा, मुणी चरित्तस्स जओ ण हाणि ॥ ण वा लभेज्जा पिउणं सहाय, गुणाहिय वा गुणओ सम वा । પ વિ પવારે વિવનાંતો, વરિળ વાસુ HMAT I ચૂલિકા / સરલાર્થ – સાધુએ તેની સાથે રહેવું ઉચિત છે કે જેની સાથે રહેવામાં કોઈપણ પ્રકારનો માનસિક, વાચિક, શારીરિક સંક્લેશ ન થાય અને સ્વીકૃત ચારિત્રમાં કોઈ પ્રકારની હાનિ ન થાય તો જો શ્રેષ્ઠ સહાયક મુનિ ન મળે તો શું કરવું જોઈએ? એનું સમાધાન શાસ્ત્રકાર આગળની ગાથામાં આપે છે કે પોતાનાથી અધિક ગુણવાન અથવા સમાન ગુણવાળો યોગ્ય નિપુણ(સંયમમાં) સહાયક ન મળે તો એકલા જ વિચરવું અને ધ્યાન રાખવું કે પાપોના(૧૮ પાપ) ત્યાગને બરાબર નિભાવવામાં આવે. ઈન્દ્રિયોના વિષયોમાં ક્યાંય પણ આસક્ત બન્યા વિના વિચરવું. એનો ભાવાર્થ એ થયો કે જેની સાથે રહેવામાં સંયમમાં કોઈપણ પ્રકારે હાનિ થાય, કોઈપણ પ્રકારનો સંક્લેશ થાય તો મુનિએ ત્યાં ભૂલથી પણ રહેવું નહિ જોઈએ, સહર્ષ એકલા વિચરણ કરવું જોઈએ – આચાર્યશ્રી આત્મારામજી મ.સા. સંપાદિત ઉત્તરાધ્યયન સૂત્ર. એવી સ્થિતિ ૯ પૂર્વાને માટે નથી હોતી, તેઓ તો વિશેષ તપ, ધ્યાન, નિર્જરા, પડિમા વગેરે માટે અનેક ઉચ્ચ યોગ્ય સાધક સાથીના હોવા છતાં પણ એકલા જાય છે. એથી સૂત્રોક્ત આ ભાવ સાધારણ સાધુની અપેક્ષાએ જ શાસ્ત્રકારે કહેલ છે એવું સ્પષ્ટ છે. આના માટે નવપૂર્વીનું કથન ગમે તેટલું પણ પ્રાચીન કેમ ન હોય આગમ આશયથી વિપરીત અને મનકલ્પિત છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩ર : आहार मिच्छे मियमेसणिज्जं, सहायमिच्छे णिउणत्थ बुद्धिं । णिकेयमिच्छेज्ज विवेग जोगं, समाहि कामे समणे तवस्सी ॥४॥ ટીકાનો ભાવાર્થ – જ્ઞાન, દર્શન, ચારિત્રના લાભનો ઈચ્છુક સાધુ જ સમાધિનો ઈચ્છુક કહેવાય છે. સંયમની પ્રવૃત્તિઓમાં પુરુષાર્થ કરવાવાળો શ્રમણ કહેવાય છે. છઠ્ઠ, અટ્ટમ વગેરે કરવાવાળો તપસ્વી કહેવાય છે. એવા શ્રમણ તપસ્વી અને સમાધિની ઈચ્છાવાળા મુનિ આ પ્રકારની ઈચ્છાઓ(અર્થાત્ આગળ કહેવામાં આવશે એવી ઈચ્છાઓ) રાખે. જે સંયમ સમાધિના આવશ્યક અંગ છે તેનું સદા ધ્યાન રાખે. તે શું છે? તે આગળ કહીએ છીએ– સૌ પ્રથમ એષણીય દોષ રહિત આહારની ભાવના રાખે અર્થાત્ મારા સંયમ જીવનમાં આહાર આદિ(પાણી, વસ્ત્ર, શધ્યા) માં કોઈ પ્રકારનો દોષ નહિ લાગવો જોઈએ. મારી ગવેષણા શુદ્ધ છે? Page #111 -------------------------------------------------------------------------- ________________ છે. ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૧: એકલવિહાર ૧૧૧ અથવા મને લાવી આપનાર શુદ્ધ ગવેષણા કરે છે? મારા શરીરના ઉપભોગમાં કોઈ પણ અકલ્પનીય વસ્તુ તો નથી આવતી, તેનું પૂરું ધ્યાન (સાવધાની) રાખે. આ પ્રથમ ઈચ્છા છે. સર્વ પ્રથમ આ ઈચ્છા-આકાંક્ષા સાધુને સંયમ જીવનમાં હોવી જ જોઈએ, કારણકે કહેવત છે કે જેવો આહાર તેવો ઓડકાર. આથી પહેલાં આહાર શુદ્ધિનું ધ્યાન રાખવું. એમાં પણ એ સાવધાની રહે કે આહાર મર્યાદિત ખપ પૂરતો અને સંયમ યાત્રાને ટકાવવા પૂરતો હોય, નહિ કે મન અને ઈન્દ્રિયનો પોષક અને અહિતકર હોય. વળી શાસ્ત્રકાર આગળ બીજી ઈચ્છાની વાત કરે છે કે, સાથી સાધુ તત્ત્વજ્ઞ, બુદ્ધિમાન, સંયમના યોગોમાં પૂર્ણ સમજ અને વિવેક રાખવાવાળો હોવો જોઈએ, જેથી જીવનમાં કોઈ પણ પ્રકારની અસમાધિનું કારણ ન બને. યોગ્ય સાથી સમય આવ્યે અધિક લાભકારી થાય છે. જેમકે શૈલક રાજર્ષિને યોગ્ય શિષ્ય ફરી ધર્મમાં સ્થિર કરી દીધા હતા. એથી યોગ્ય સાથીની સાથે રહેવાનું જ સદા ધ્યાન રાખવું. તત્પશ્ચાત્ સમાધિના ઈચ્છુક તે સાધકે રહેવાને માટે યોગ્ય અને એકાંત શાંત મકાન મેળવવાનું સદા ધ્યાન રાખવું તે ત્રીજી ઈચ્છા છે.. ગાથા ૪ો પાંચમી ગાથાનો સંબંધ - ૫થ ત આદિ રોષ વશ વૈત પૂર્વોક્ત ગુન सहायः शिष्यः न लभेत तदा किं कर्तव्यं तदाह - ण वा लभेज्जा णिउणं सहाय, गुणाहियं वा गुणओ समं वा ।। एक्को वि पावाइं विवज्जयंतो, विहरिज्ज कामेसु असज्जमाणो ॥५॥ અર્થ: હવે જ્યારે કાલ આદિ દોષવશાત્ કોઈ યોગ્ય સહાયક સાથી ન મળે તો શું કરવું જોઈએ, તે આગલી પાંચમી ગાથામાં કહેવામાં આવ્યું છે. ગાથાની ટીકાનો ભાવાર્થ – જો પોતાનામાં રહેલા વિનય વગેરે ગુણોમાં સમાન અથવા અધિક યોગ્યતાવાળો બુદ્ધિમાન, શુદ્ધ સંયમની ઈચ્છાવાળો, સહાયક સાથી ન મળે તો તે સાધુ એકલો જ શિષ્ય વિના વિચરે પરંતુ સંયમ ગુણ સમિતિ વગેરે તેમજ વિનય આદિમાં કમજોર, અવિનીત શિષ્યને જબરજસ્તી નિભાવવાનો પ્રયત્ન ન કરે. આ રીતે ચારિત્ર ગુણોમાં અનુકૂળ રુચિવાળા, અસમાધિ પેદા નહિ કરવાવાળા એવા વિનીત શિષ્યના અભાવમાં મુનિ એકલા જ વિચારે.[ જેમ ગગચાર્ય સેંકડો શિષ્યોને છોડીને એકલા જ વિચર્યા]. હવે આવી પરિસ્થિતિમાં એકલો વિચરતો સાધુ શી સાવધાની રાખે એ વિષે ભલામણ કરતા શાસ્ત્રકાર કહે છે કે સાધુએ સાવધયોગનો ત્યાગ કરેલ છે એથી સદા ૧૮ પાપથી બચવા પૂરેપૂરું ધ્યાન રાખે, આ પહેલી ભલામણ છે અને બીજી ભલામણ એ છે કે પાંચ ઈન્દ્રિયના વિષય અર્થાત્ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ એ પાંચ કામ ગુણોમાં આસક્ત નહિ બનતાં એમાં મનને પ્રતિબંધિત નહિ કરતાં, વૈરાગ્યભાવને ઉપસ્થિત રાખતાં, ઉદાસીન ભાવોને પુષ્ટ કરતાં વિચરે. ઉત્તરાધ્યન સૂત્ર, અધ્યયન કર, ગાથા–૫. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત ઉપસંહાર આ ભાવવાળી આ ગાથાને બે સૂત્રોમાં સ્થાન મળ્યું છે. શ્રુતિ પરંપરા અનુસાર ભગવાન મહાવીર સ્વામીએ મોક્ષ જતી વેળાએ જે ૩૬ અધ્યયન ફરમાવ્યા તેના ૩ર મા અધ્યયનની આ પાંચમી ગાથા છે અને તેમજ પ્રચલિત ઈતિહાસ પ્રમાણે પોતાના પુત્ર મનકને માટે અલ્પ ઉંમર જાણીને ૧૪ પૂર્વી સ્વયંભવાચાર્યે સૂત્રોના સાર લઈને જે દશવૈકાલિકસૂત્રની રચના કરી તેની બીજી ચૂલિકામાં ગાથા નં. ૧૦ છે. બંને ચૂલિકાઓ વિશિષ્ટ વિષય વિશે છે. પ્રથમમાં જે સાધક સંયમમાં અસ્થિર ચિત્ત થઈ જાય તેને સ્થિર કરવામાં પૂર્ણ સહાયરૂપ શિક્ષાનું જ કથન છે. એથી એનું નામ છે— ‘રતિવાક્ય’ અર્થાત્ સંયમમાં રુચિ ઉત્પન્ન કરાવનારા શિક્ષા વાક્યો. બીજી ચૂલિકાનું નામ છે- ‘વિવિક્તચર્ચા.’ એમાં ગચ્છથી મુક્ત થઈને એકલ વિહાર ચર્યા કરનારાઓનું કથન છે. વાસ્તવમાં બીજી ચૂલિકામાં પ્રારંભની ગાથાઓમાં સંયમની કેટલીક શિક્ષાઓનું કથન કરીને આગળની ગાથાઓમાં આ વિષય (એકલવિહારનો) લીધો છે. દશમી ગાથામાં બે ભલામણ દીધા પછી આગળ અન્ય અનેક ભલામણો કરી છે. કારણકે એકલા હોવાને કારણે તેને અન્ય તો કાઈ કહેનાર રહેતું જ નથી. એથી જાતે જવિશેષ ધ્યાન રાખે કે માસકલ્પ આદિ મર્યાદાઓનું ક્યારેય ઉલ્લંઘન ન કરે. કારણ કે એકલાપણામાં એની સંભાવના અધિક રહે છે. તેમજ સદા સૂત્ર નિર્દિષ્ટ માર્ગને સમજીને તે અનુસાર ચાલવાનું ધ્યાન રાખે. સૂત્ર અને તેનો અર્થ જે જે આજ્ઞા આપે તદનુસાર વર્તે. રાત્રે સૂતાં અને ઊઠતાં બંને સમય આત્મચિંતન(ધર્મજાગરણ) કરે કે મેં કેટલા ગુણ વિકસાવ્યા ? કયા વધારવાના છે ? કયા કરી શકવા છતાં પણ નથી કરતો ? કયા કયા મારા દોષ છે? કયા દોષ મને દેખાય છે અને ક્યા દોષ બીજાઓને દેખાય છે ? આ પ્રમાણે સમ્યક ચિંતન કરી સ્ખલનાઓને દૂર કરવામાં જાગૃત રહે, એકલ વિહારીને માટે એવી ઘણી ભલામણો આપી છે. એથી એનું નામ પણ આ મુખ્ય વિષયના કારણે ‘ વિવિક્તચર્યા’ રાખ્યું છે. 6 એ બે ચૂલિકાઓનો મળીને સાર એ થયો કે કોઈપણ દુઃખથી ગભરાઈને સાધુ સંયમ ન છોડે અને જો એકલા રહેવાથી સમાધિ રહી શકે તો તેમ પણ કરે પરંતુ સંયમ છોડવાનો વિચાર તો ન જ કરે તથા એકલા રહેવામાં અનેક જોખમ રહે છે. એથી ભલમણો, શિખામણોના પાલનનું સારી રીતે ધ્યાન રાખે. આ પ્રકારની પરિસ્થિતિના નિર્દેશવાળી, અર્થવાળી તેમજ ભલામણ યુકત આ ગાથાના વિષયને આગમ વિહારી ૯ પૂર્વી, જિનકલ્પી આદિને માટે કહેવું એ આગમ આશયને નહિ સમજી શકવાની સ્ખલના-ભૂલથી થાય છે અથવા તો જબરજસ્તી ઠોકી બેસાડવાની બુદ્ધિથી પણ થઈ શકે છે. તટસ્થ વૃત્તિથી વિચારીએ Page #113 -------------------------------------------------------------------------- ________________ આ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧: એકલવિહાર ૧૧૩ તો સમજમાં આવી શકે છે કે ૯ પૂર્વી તો કોઈ સાથી નહિ મળવા આદિની પરિસ્થિતિથી એકલા નથી જતા. એથી તેઓને માટે એવી પરિસ્થિતિના અર્થ– વાળા અને ભલામણવાળા પ્રકરણને જોડી દેવું એ ઘણી મોટી ભૂલ છે. એથી આ ગાથાને માટે અને અન્ય પણ જે ઉપર અનેક એકલવિહાર ચર્યાના પ્રસંગ આચારાંગ સૂત્ર આદિના બતાવ્યા છે, તેને માટે ૯ પૂર્વી આદિનું કહેતા રહેવું અને પ્રરૂપણા કરવી, બુદ્ધિમાનોને માટે યોગ્ય નથી અને તેને આગમસંમત પણ ન કહી શકાય. - સૂયગડાંગ સૂત્રમાં આધાકર્મી આદિ દોષ પ્રસંગથી સ્પષ્ટ કથન છે કે – આધાકર્મી આદિ દોષ લાગે તો મુનિ “એકાકીપણાનો સ્વીકાર કરે, પરંતુ તે દોષ સંયુક્ત અવસ્થામાં ન રહે, આમ એકાકીપણાથી પણ મોક્ષ થઈ શકે છે, એમાં શંકા ન કરવી અથતુ અસત્ય નહિ સમજવું. આ રીતે પણ મોક્ષ મળવાનું સત્ય છે અને (અપેક્ષાએ) સારૂ પણ છે. એથી કષાય રહિત થઈને સત્યતાપૂર્વક સંયમમાં લીન રહેવું.”તે ભાવાર્થવાળી ગાથા આ પ્રમાણે છે– एगत्तमेयं अभिपत्थएज्जा, एवं पमोक्खो ण मुसं ति पास । एस पमोक्खे अमुसे वरे वि, अक्कोहणे सच्चरए तवस्सी ॥ વિનયધર્મમાં સ્યાદ્વાદ:-- આ પ્રમાણે ઉપરોક્ત આગમ સ્થાનોને જોવાથી આ સહજ સમજી શકાય છે કે સ્યાદ્વાદમય જિનાગમ અને જિનવાણીના આધારે એકાંતિકરૂપથી સાધુનું એકલા વિચરવું નિષિદ્ધ ન સમજવું. જો કે નિગ્રંથ પ્રવચનરૂપ ભગવાનનો આ માર્ગ વિનય પ્રધાન ધર્મ છે છતાં પણ તેના સ્યાદ્વાદમય હોવાથી તેમાં વિનયથી પણ ક્યારેક સત્ય, સંયમ સમાધિ અને ભગવદાજ્ઞાનું કંઈ અધિક મહત્ત્વ રહે છે. કેટલાય પચ્ચખાણોમાં મહત્તરા ગાર (વડીલોનો આગાર) પણ નથી હોતો. (૧) દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે રત્નાધિક પ્રત્યે સદા વિનયની પ્રવૃત્તિ રાખવી, છતાં પણ સંયમની હાનિ ન થાય તેનું પૂરું ધ્યાન રાખવું. – અ–૮, ગા—૪૯. (ર) બૃહત્કલ્પસૂત્રમાં કોઈ ભૂલ અથવા ક્લેશના પ્રસંગની આચાર્ય પાસે આલોચના કે પ્રાયશ્ચિત્ત કરવાનું કહ્યું છે. ત્યાં એ પણ કહ્યું છે કે જો તે પ્રાયશ્ચિત્ત આગમ અનુસાર હોય તો લેવું. આગમાનુસાર ન હોય તો નહિ લેવાનું અર્થાત્ અસ્વીકાર કરી દેવો. એવું મૂળપાઠમાં સ્પષ્ટ છે, ત્યાં તેને કોઈ અવિનય નથી માનવામાં આવ્યો. (૩) વ્યવહારમાં સૂત્રમાં – આચાર્ય સંલેખના સંથારો આદિ મૃત્યુના નિકટના સમયમાં શિષ્યોને કહી દે કે મારા પછી અમુકને આચાર્ય બનાવજો, એ વિષયમાં આગળ શાસ્ત્રકાર સ્વયં કહે છે કે તે યોગ્ય લાગે તો તેને આરાાર્ય બનાવવા, યોગ્ય ન લાગે અને અન્ય યોગ્ય લાગે તો અન્યને બનાવવા, આટલું મૂલપાઠમાં સ્પષ્ટ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત છે. અણસમજુ તો કહી શકે છે કે આચાર્યની આજ્ઞા ન માની, પરંતુ ભગવદ્ આજ્ઞાની સત્તા એ છે કે ખોટું કામ કરવાનું ગુરુ આજ્ઞાથી સ્વીકારી નથી શકાતું, એવું ઉક્ત પાઠથી સ્પષ્ટ થઈ જાય છે. (૪) ઠાણાંગ સૂત્રમાં ગચ્છ છોડવા માટેના અનેક કારણ બતાવવામાં આવ્યા છે. તે શા માટે? કેમ કે ગુરુની આજ્ઞા ન માનવામાં આવે ત્યારે જ ગચ્છ છૂટે છે. તેમાં બતાવ્યું છે કે–૧.જે સંયમ જ્ઞાનની રુચિ સાધુને હોય તેવી અનુકૂળતા ગચ્છમાં ન હોય, તેથી તેને સંતોષ ન થઈ શકે, તો તે ગચ્છને છોડી શકે છે. ૨. જ્યાં સારણા, વારણા, વિનય પ્રતિપત્તિની વ્યવસ્થા બરાબર ન હોય૩. ન્યાય અન્યાય બધું ચાલે ૪. જેના મનમાં જે આવે તે કરે એવી અવ્યવસ્થા જોવા મળે, ૫. આગમાનુસાર ધારણા, પ્રવૃત્તિ, વ્યવહાર ન હોય તો તે ગચ્છને છોડી શકે છે, વગેરે અનેક કારણ કહ્યા છે. આમ વિનય પ્રધાન અને આજ્ઞાપ્રધાન ધર્મ હોવા છતાં પણ આ ધર્મ એકાંતિક ન હોઈને સ્યાદ્વાદમય છે. જે ઉપરોક્ત ચાર આગમ કથનોથી સારી રીતે સમજી શકાય છે કે ન્યાય, સત્ય, સંયમ, સમાધિનું મહત્વ વિનય અને આજ્ઞાથી પણ વધારે છે; એમાં પણ કોઈ અવિનય આશાતના સમજી લે તો એમ જાણવું કે તેને હજુ નિગ્રંથ પ્રવચન વિનય પ્રધાન હોવા છતાં પણ ન્યાય માર્ગ છે એ સમજવાનું બાકી છે. આગમ નિરપેક્ષ કે આગમ વિપરીત ગુરુ આજ્ઞા અને વ્યક્તિ મહત્ત્વને જિનશાસનમાં સ્થાન નથી. ગૌતમ સ્વામીના કથન અને સમાજમાં પણ ભૂલ હોઈ શકે અને તેનું પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. આથી જે વિષયમાં શાસ્ત્ર પ્રમાણ સ્પષ્ટ હોય તો કોઈપણ મોટામાં મોટા છઘસ્થ ગુરુ આચાર્યાદિનું અને પરંપરાનું તેનાથી અધિક મહત્ત્વહોઈ શકતું નથી. નાના મોટા સૌને માટે આગમ તો સર્વોપરી જ છે. ગુરુ આજ્ઞા અને પરંપરાને તેનાથી ઊતરતા જ સમજવા જોઈએ. બહુશ્રુતની પરિભાષા– નિશીથ ભાષ્ય પીઠિકાની અંતિમ ગાથામાં ગીતાર્થની સમાન જ બહુશ્રુતના ત્રણ ભેદ અને કંઠસ્થ શ્રુતજ્ઞાનનું કથન કરેલ છે અર્થાત્ આ બન્નેની પરિભાષા સરખી આપવામાં આવી છે. સંપૂર્ણ પ્રમાણોનો સારાંશ - (૧) આગમ સંમત વિશિષ્ટ પરિસ્થિતિ હોય = ઠાણાગ૫ અને બે ભાષ્યના આધારે; (૨) અન્ય કોઈ અનુકૂળ યોગ્ય સાથીનો સંયોગ ન હોય = દશવૈકાલિક સૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રના આધારે; (૩) ત્રણ પ્રકારમાંથી કોઈ પણ ગીતાર્થતા અથવા બહુશ્રુતતા હોય = ઠાણાંગ સૂત્ર અને ભાષ્યના આધારે; (૪) ત્રણ વર્ષથી ઓછી દીક્ષા પર્યાય ન હોય, ૪૦ વર્ષથી ઓછી ઉંમર ન હોય = વ્યવહાર ઉદ્દેશા ૩ ના આધારે; Page #115 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર ઃ પરિશિષ્ટ-ર ઃ સ્વતંત્ર ગોચરી (૫) શરીરની બાહ્ય દરેક પરિસ્થિતિમાં ધૈર્ય રહી શકે. એકલા રહેવામાં પૂર્ણ ઉત્સાહ અને પ્રસન્નતા રહી શકે - ઠાણાંગ ૮ ના આધારે; તો તે ભિક્ષુ દશવૈકાલિક નિર્દિષ્ટ ભલામણ શિક્ષાઓનું ધ્યાન રાખીને અને પાલન કરીને એકલો વિચરી શકે છે. (૬) કારણની સમાપ્તિ થતાં એકલ વિહાર છોડી શકે છે અનેક ટીકા, ભાષ્યના આધારે. (૭) સમર્થતા ન રહે તો એકલ વિહાર છોડી શકે છે = વ્યવહારસૂત્ર ઉદ્દેશ ૧ ના આધારે. (૮) દશવૈકાલિક, ઉત્તરાધ્યયન – સાથી અનુકૂળ અને યોગ્ય મળી જાય તો એકલ વિહાર છોડી શકે છે. == (૯) અન્યથા વૃદ્ધાવસ્થા તેમજ જીવન પર્યંત પણ એકલ વિહારમાં રહી શકે છે = વ્યવહાર ઉદ્દેશો ૮ તથા ઉત્તરાધ્યયન ૨૭ મું અધ્યયન. ॥ એકલવિહાર પ્રમાણ ચર્ચા સંપૂર્ણ ૧૧૫ પરિશિષ્ટ-ર ભિક્ષુની સ્વતંત્ર ગોચરી અનેકાંત મૂલક આ જિન શાસનના કોઈપણ વિધાનને એકાંતના આગ્રહમાં નહિ મૂલવવું જોઈએ. તદ્નુસાર અનેક આગમ વિધાનો અને વર્ણનોથી એ સ્પષ્ટ છે કે સમૂહમાં રહેવા છતાં પણ સામુહિક અથવા અસામુહિક રૂપથી ગોચરી લાવવા વાપરવાનું સાધુ કરી શકે છે. દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૫ ઉદ્દેશા એકમાં વર્ણિત આહાર કરવાની વિધિ પણ સ્વતંત્ર ગોચરીની પ્રમુખતાથી કહેવામાં આવેલ છે. આચારાંગ સૂત્રના અનેક વિધાનોથી પણ સ્વતંત્ર ગોચરીની પદ્ધતિ સિદ્ધ થાય છે. સાધ્વીઓ દ્વારા કરવામાં આવેલી સત્તસત્તમિયા આદિ ભિક્ષુ પડિમાઓ સ્વતંત્ર ગોચરીને સ્પષ્ટપણે સિદ્ધ કરવાવાળી છે. સ્વતંત્ર ગોચરી વિના તે પડિમાઓ થઈ શકતી નથી. આ પ્રમાણે અહીં સાધ્વીઓની સ્વતંત્ર વ્યક્તિગત ગોચરી પણ પ્રમાણિત થાય છે. તો સાધુને માટે તો નિષેધ હોવાનો કોઈપણ પ્રશ્ન જ નથી. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૯– માં કહેવામાં આવેલ સંભોગ પચ્ચકખાણ અને સહાય પચ્ચક્ખાણનું વર્ણન સ્વતંત્ર ગોચરીને એક વિશિષ્ટ લાભકારક, = Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત આ આનંદદાયક પ્રવૃત્તિ બતાવે છે. સંસાર માર્ગથી સ્યાદ્વાદના ત્યાગ માર્ગમાં ભિન્નતા છે. અહીં સમય આવ્યે સેવાનું પણ મહત્વ છે, તો સમય પર આહાર સંબંધ અલગ કરવાનું તેમજ સહાય લેવા દેવાનો ત્યાગ કરવાનું પણ એક મહત્ત્વ પૂર્ણ આચરણ બતાવવામાં આવ્યું છે. અન્યત્ર આગમમાં પણ એવી પ્રતિજ્ઞા છે, ચૌભંગી પણ આવે છે કે કોઈ સાધુ પોતાનું કામ કરાવે, જાતે પણ કરે; કોઈ બીજા પાસે કરાવે(અર્થાત્ સેવા લે) પરંતુ કરે નહિ. કોઈ સેવા કરે પરંતુ સેવા કરાવે નહિ અને કોઈ સેવા કરવા કરાવવાનો સંપૂર્ણ ત્યાગ કરી દે. આચારાંગસૂત્ર ૨, અ---૭, ઉદ્દેશક-૩ અને આચારાંગ શ્રત સ્કંધ-૧, અ–૮, ઉદ્-પ થી ૭-ત્રણ સ્થાન પર એવી ચોભંગી છે. આચારાંત્ર સૂત્ર અધ્યયન ૮- માં સૂચિત ચૌભંગીઓ તો સ્વતંત્ર ગોચરીની સ્પષ્ટપણે પ્રેરક છે. ધર્મરુચિ અણગાર, ગૌતમ સ્વામી, અર્જુન માળીના ગોચરીના વર્ણન તો સ્વતંત્ર ગોચરીના ક્રિયાત્મક(પ્રેક્ટીકલ) ઉદાહરણ છે. છ સગા ભાઈઓમાં બબ્બેની સ્વતંત્ર ગોચરીનું ઉદાહરણ પણ અંતગડ સૂત્રમાં અત્યંત પ્રેરક ઢંગવાળુ છે. આજે પરંપરાના નામે સ્વતંત્ર ગોચરીનો નિષેધ કરવામાં આવે છે અને તેને અનુચિત સમજવામાં આવે છે. તે આગમ વિપરીત અને એકાંત દષ્ટિવાળી પ્રરૂપણા છે. તેનાથી અનેક અભિગ્રહ આદિના લાભથી સાધકોને વંચિત રાખવામાં આવે છે. તે જ રીતે જે પદ્ધતિ અથવા પરંપરાના આગ્રહથી આગમિક સાધનાઓનો વિચ્છેદ થતો હોય તો તેવો એકાંત આગ્રહ કરવાનું અનુચિત પણ ગણાય છે. ઉર આગમોમાં સામુહિક અને સ્વતંત્ર બન્ને પ્રકારની ગોચરીનું વર્ણન છે. ઓઘનિર્યુક્તિમાં આ વાતનું સમર્થન કરતું વર્ણન છે. તેમાં એ બતાવ્યું છે કે કારણપૂર્વક જ માંડલિક(સામુહિક) આહાર કરવામાં આવે છે. પરંતુ પૂર્ણ યોગ્ય અને કારણના અભાવવાળા સંત સ્વતંત્ર ગોચરી કરે છે, તેના માટે કારણ આ પ્રમાણે કહ્યા છે– બાળ, ગ્લાન, વૃદ્ધ, પદવીધર, મહેમાન સાધુ(નવા આગંતુક સાધુ) અને તપસ્વી વગેરેની સામુહિક ગોચરી થાય છે. આવા કારણોના અભાવમાં યોગ્ય સાધનાપ્રિય સાધક સ્વતંત્ર એક-એક અથવા બળે સાથે ગોચરી કરે છે. આ પ્રમાણે ત્યાંના વિસ્તૃત વર્ણનમાં સામુહિક ગોચરીને અપવાદરૂપ વ્યવસ્થા કહી છે અને યોગ્યતા સંપન્ન સાધક આત્માઓને માટે સ્વતંત્ર ગોચરીનો વિધિમાર્ગ બતાવેલ છે. જે આગમ વર્ણનોથી પણ અવિરુદ્ધ છે. તાત્પર્ય એ છે કે સેવા વગેરે કારણો સિવાય યોગ્ય સાધકોએ એકલા અથવા Page #117 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર ઃ પરિશિષ્ટ-૨ : સ્વતંત્ર ગોચરી બે થી સ્વતંત્ર ગોચરી લાવવી, અન્યને નિમંત્રણ આપવું પછી ગોચરી વાપરવી, અભિગ્રહ તપ કરવું એ આગમિક વિધિ માર્ગ છે, ધ્રુવ માર્ગ છે તથા સંયમોન્નતિ અને એષણા શુદ્ધિનો માર્ગ છે. આમાં સાધકોને આત્મ સંતોષ, સંયમોન્નતિ, અભિગ્રહ પાલન, તપવૃદ્ધિ, સમયનો બચાવ, મૌન સાધના, સમાધિ સાધના વગેરે સાધનાઓનો લાભ થાય છે. આગમકાલીન પદ્ધતિનું પાલન અને તેનો પુનરોદ્ધાર થાય છે. જેનાથી ગચ્છમાં થવાવાળી છિન્નભિન્ન સ્થિતિ, પરસ્પર અથડામણ, મન ભેદ થવું, સ્વચ્છંદ અકલ્પનીય એકલ વિહારની સ્થિતિઓ, સંતોના અંતર્મનમાં ગચ્છીય સાધનામાં અસંતોષ આદિ દોષોનું નિરાકરણ થાય છે. ૧૧૦ * આગમ વર્ણન અનુસાર :– ૧. ગૌતમ સ્વામી પોતાના છઠના પારણે ગોચરી લેવા જાતે એકલા જવા અને વાપરવામાં કોઈ અપમાન કે અવ્યવહારિકતા સમજતા નહોતા. ૨. ધર્મરુચિ અણગાર ગુરુની સાથે રહેવા છતાં માસખમણના પારણે સ્વયં ગોચરી લાવે તો પણ આત્મ કલ્યાણમાં રુકાવટ થતી નથી. ૩. નવદીક્ષિત અર્જુનમાળીનું છઠના પારણા માટે સ્વયં જવું અને મહાન કર્મોની નિર્જરા કરવી, એ પણ એક અનુપમ આદર્શ છે. ૪. કૃષ્ણના ૬ ભાઈ મુનિઓનું અલગ-અલગ ગોચરી જવાનું વર્ણન એ સિદ્ધ કરે છે કે – જેને આજનો માનવ કે સંસાર-વ્યવહાર અવગુણના રૂપમાં જોવા ઈચ્છે છે તેને જ આગમમાં સાધુને માટે વિશિષ્ટ સાધના માનવામાં આવેલ છે. સંસાર વ્યવહારમાં સામુહિકતા આદર્શ ગણાય છે તો સાધના જીવનમાં અસામુહિકતા આદર્શ કહેવામાં આવેલ છે. સાધુનો બીજો મનોરથ જ એકલ વિહાર ચર્યારૂપ બતાવવામાં આવેલ છે તથા અહીં તહીં આગમોમાં આત્માને એકત્વથી ભાવિત કરવાની પ્રેરણા કરવામાં આવી છે. સામુહિક ગોચરીમાં અને તેમાં પણ અધિક સમૂહ એકઠો થવામાં આહાર અને પાણીમાં અનેક સૂક્ષ્મ સ્થૂળ દોષ લાગવાની સંભાવના રહે છે. જ્યારે સ્વતંત્ર ગોચરી અને સ્વતંત્ર એકલવિહારનો એકાંત નિષેધ અપનાવી લેવામાં આવે છે તો ગુણવર્ધક એકલવિહાર અને સ્વતંત્ર ગોચરીનો માર્ગ અવરુદ્ધ થઈ જાય છે અને અવગુણરૂપ સ્વચ્છંદોનો માર્ગ તો વિરોધ કરવા છતાં પણ અટકતો નથી. તેના ફળસ્વરૂપ જિનશાસનમાં સ્વચ્છંદ વિહારની વૃદ્ધિ થતી રહે છે. જો પહેલાથી જ સુંદર વિધિ વિધાનોની સાથે આગમ ચિંતનપૂવર્ક આગમ સંમત સ્વતંત્ર વિહાર અને સ્વતંત્ર ગોચરીમાં અવરોધ નહિ કરીને સાધકોને અવસર દેવામાં આવે તો દૂષિત તત્ત્વોનો માર્ગ અવરોધાય અને યોગ્ય સાધકોનો આજ્ઞાપૂર્વક માર્ગ ખુલે જેથી જિનશાસનમાં શુદ્ધ તત્ત્વોની સંખ્યા વધે અને અશુદ્ધ તત્ત્વોની સંખ્યા રોકાય. Page #118 -------------------------------------------------------------------------- ________________ A. ૧૧૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત ઉપસંહાર :- પ્રત્યેક પ્રાવધાન વ્યવસ્થાઓમાં લાભ અને હાનિ બન્ને અલગ અલગ અંશમાં નિહિત હોય છે. અપેક્ષિત હાનિ અથવા લાભ વિના કોઈપણ પ્રવૃત્તિ થતી નથી. તેથી કોઈપણ આગમસંમત સમાધિકારક સાધનાને વિકસિત કરવાવાળી ચિત સમાધિની પ્રવૃત્તિઓનો હાનિના બહાને એકાંત નિષેધ કરવાનું કદાપિ ઉચિત કહી શકાય નહિ. સ્વતંત્ર ગોચરી અને સ્વતંત્ર વિહારની યોગ્યતા :૧. ત્રણ વર્ષની દીક્ષા હોય, ૨. આચારાંગ નિશીથનો ધારક અર્થાત્ ગીતાર્થ અથવા બહુશ્રત હોય, . વૈર્યવાન, ગંભીર, શાંત સ્વભાવી હોય, ૪. પ્રિય-ભાષી અને અલ્પ ભાષી હોય, ૫. ગવેષણાની પરીક્ષામાં ઉત્તીર્ણ હોય, છે. કોઈપણ પદાર્થમાં પ્રતિબદ્ધ ન હોય, આસક્તિ ન હોય, કોઈ વ્યસન ન હોય, ૭. સદા કોઈ અભિગ્રહ ધારણ કરીને ગોચરી જાય, ૮. બીજાઓને માટે તિરસ્કાર પૂર્ણ વ્યવહાર અને ભાષાનો પ્રયોગ ન કરે. ૯. છેદ સૂત્રના વિવેચનનું (બાવરથી પ્રકાશિતનું) ઓછામાં ઓછું બે વખત વાંચન કર્યું હોય, ૧૦. નિયમિત સ્વાધ્યાય કરે, વ્યર્થ સમય વ્યતીત ન કરે, ૧૧. સેવાની આવશ્યકતા થવા પર આજ્ઞા પ્રાપ્ત થતાં જ તત્પર રહેનારો, ૧૨. શ્રદ્ધા પ્રરૂપણામાં આગમ નિરપેક્ષ બુદ્ધિ ન હોય, ૧૩. ગૃહસ્થો અને અન્ય સંપ્રદાયના સાધુઓ પ્રત્યે સદ્ભાવના તેમજ સહદયતા હોય, ૧૪. ઉત્સર્ગ અપવાદનો વિવેકપૂર્વક નિર્ણય કરી શકવા સમર્થ હોય, ૧૫. આગમ સંમત પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરવાની સરળતા હોય, ૧. બ્રહ્મચર્યની સુરક્ષાના સર્વ નિયમ-ઉપનિયમોમાં ઉત્તીર્ણ હોય. ૧૭. મહિનામાં ઓછામાં ઓછા ચાર દિવસ તપસ્યા કરે. (આયંબિલ, નિવી, ઉપવાસ) ૧૮. ઔષધ સેવન ન કરે, સદા વિશેષ વિગય સેવન ન કરે. વિશેષ કારણ વિના માખણ, મધ ન વાપરે અને સકારણ લે તો મર્યાદા(૧–૨ તોલા)થી વધારે ન લે, ૧૯ સ્વાથ્ય સંબધી નિયમ-ઉપનિયમ, આહાર-વિહારનો અનુભવી હોય. ૨૦. વિનય સહિત વિનંતી કરી સ્વતંત્ર ગોચરીની આજ્ઞા પ્રાપ્ત કરવી. ૨૧. અપવાદની પરિસ્થિતિમાં અલ્પ યોગ્યતાવાળો પણ ગીતાર્થની આજ્ઞાથી એકચર્યા ધારણ કરી શકે છે. I સાધુનો બીજો મનોરથ ગચ્છ મુક્ત થઈને એકલવિહાર ચર્યા ધારણ કરવી II || ભિક્ષુની સ્વતંત્ર ગોચરી: પરિશિષ્ટ સંપૂર્ણ . આ Page #119 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૩: બાર વ્રત ૧૧૯ પરિશિષ્ટ-૩ 3 શ્રાવકના બાર વ્રત રફીક આગાર ધર્મ-શ્રાવકવ્રત - તીર્થકર પ્રભુએ અપાર કરુણા કરીને ગૃહસ્થ ધર્મના સ્વરૂપનું વર્ણન કર્યું છે. સાધક જીવનનો સાચો રાહ તો ઘરબારનો ત્યાગ કરીને સંયમ લેવો તે જ છે, સંપૂર્ણ સાંસારિક જીવનનો ત્યાગ કરવાનો છે. તોપણ સર્વજ્ઞ, સર્વદર્શી પ્રભુએ સારી રીતે જાણ્યું છે કે ધર્મને હૃદયંગમ કરીને પણ અનેક આત્માઓ સંયમનો સ્વીકાર કરી શકતા નથી. ગૃહસ્થ જીવનની અનેક પરિસ્થિતિઓમાં રહેવા છતાં જીવોને પોતાની તે અવસ્થામાં પણ સાધનાનો અનુપમ અવસર મળવો જોઈએ. જેનાથી તે તેમાં પોતાના ધર્મ જીવનની પૂર્ણ આરાધના કરી શકે. માટે પ્રભુએ મહાવ્રતોની સાથે સાથે અણુવ્રતોનું અર્થાત્ શ્રમણ ધર્મની સાથે જ ગૃહસ્થ ધર્મ (શ્રાવકવ્રતો) નું નિરૂપણ કર્યું છે. શ્રાવકના વ્રતોનો અધિકાર – મનુષ્યોના ભીષણ સંગ્રામમાં જાવાવાળા રાજા હોય અથવા મોટા વ્યાપારી શેઠહોય અથવા કુંભકાર હોય, ચાહે કોઈની માંસાહારી સ્ત્રી હોય અથવા ૧૩સ્ત્રીઓ હોય(મહાશતક), અંબડ સન્યાસી જેવા હોય અથવા ગોશાલક પંથી નિયતિવાદી (શકપાલ) હોય, જેને હજારો બેલગાડીઓ ચાલતી હોય અથવા ૧૦-૧૦ જહાજ જેને ત્યાં ચાલતા હોય, સ્ત્રી હોય અથવા પુરૂષ હોય તે શ્રાવકના વ્રતોનો સહજ રીતે સહર્ષ સ્વીકાર કરી શકે છે. શ્રાવક વ્રતોની મૌલિક સંરચના પણ વિશાળ દષ્ટિકોણથી થયેલ છે. તેમાં કોઈને કોઈ પણ પ્રકારની બાધા આવી શકતી નથી. માટે શ્રાવકના બારવ્રત સ્વીકાર કરવામાં કોઈપણ મુમુક્ષુ આત્માએ આળસ કે પ્રમાદ કરવો ન જોઈએ. અપ્રતિબંધ :- શ્રાવકના વ્રત ધારણ કરવામાં કોઈને માટે કોઈપણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. તે પોતાની સુવિધાનુસાર હિનાધિક કોઈપણ છૂટ કોઈપણ વ્રતમાં રાખી શકે છે. ચાહે તે મૌલિકવ્રત હોય અથવા અતિચાર હોય, શ્રાવક કોઈ પણ વ્રતને સર્વથા ધારણ ન કરે અથવા કોઈપણ વ્રત ઇચ્છા પ્રમાણે છૂટ રાખીને ધારણ કરે, તેમાં કોઈ જાતની રોક-ટોક કે પ્રતિબંધ નથી. શ્રાવકોના વ્રતોમાં અપવાદોનો કોઈ અંતિમ એક રૂપ નથી. એક જ અહિંસાવ્રત અનેક પ્રકારના અપવાદોની સાથે સ્વીકાર કરવામાં આવે છે. વિવિધ વ્યક્તિઓની ક્ષમતાનું સામર્થ્ય પણ વિવિધ પ્રકારનું હોય છે, તેઓના ઉત્સાહ, આત્મબલ, પરાક્રમ એક જેવું હોતું નથી, તે વ્યક્તિઓના ક્ષયપક્ષમ અનુરૂપ અનેક પ્રકારનું થઈ શકે છે. તેથી Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મીઠી મીઠી લાગે છે મહાવીરનીં દેશના : જૈનાગમ નવનીત અપવાદ સ્વીકાર કરવામાં વ્યક્તિની પોતાની સ્વતંત્રતા છે. તેના પર અપવાદ જબરદસ્તથી આરોપિત કરવામાં આવતા નથી. માટે હીનાધિક બધી પ્રકારની શક્તિવાળી અને સાધનામાં ઉત્સુક વ્યક્તિઓને સાધના કરવાનો સહજ રીતે અવસર મળી શકે છે. પછી ધીરે ધીરે સાધક પોતાની શક્તિને વધારતો આગળ વધી જાય છે તેમજ અપવાદોને ઓછા કરે છે. આમ કરતાં કરતાં તે શ્રમણોપાસકની ભૂમિકામાં શ્રમણભૂત પડિમા સુધી પહોંચી શકે છે. આ ગહન મનોવૈજ્ઞાનિક તથ્ય છે કે આગળ વધવું પ્રગતિ કરવી તે જેવું અપ્રતિબદ્ધ અને નિર્હન્દુ માનસથી સધે છે, તેવું પ્રતિબદ્ધ અને નિગૃહીત માનસથી સધી શકે નહીં. આ પદ્ધતિ નિઃસંદેહ બેજોડ છે. પ્રેરણાની અપેક્ષા ક્યારેક કોઈ ત્યાગ નિયમનું શ્રાવકને માટે આવશ્યક પણ કહેવામાં આવે છે તો પણ એકાંતિક ન સમજવું. જેમ ભગવતીસૂત્રમાં પ્રેરણા પ્રસંગથી શ્રમણોપાસકને માટે કર્માદાનના ત્યાગી થવાનું આવશ્યક કર્તવ્ય બતાવવામાં આવ્યું છે તો પણ આ ઉપાસક દશાંગ સૂત્રમાં ઈગાલકર્મ રૂપ કુંભકાર કર્મ આદિનો ત્યાગ ન કરવાવાળા સકડાલ શ્રમણોપાસકનું પણ શ્રાવકરૂપમાં વર્ણન છે. આનંદ શ્રાવકના સાતમા વ્રતમાં ૨૬ બોલની મર્યાદામાંથી ૨૨ બોલોને ધારણ કરવાવાળાનું જ વર્ણન છે ચાર(પત્રી, સયણ, સચિત્ત, દ્રવ્ય) ની મર્યાદા બતાવેલ નથી. અલ્પાધિક વ્રત ધારણ ઃ- કહેવાય છે કે એક વ્રતને ધારણ કરનારા પણ શ્રાવક હોય છે અને બાર વ્રતને ધારણ કરનારા પણ શ્રાવક હોય છે. તેથી કોઈપણ ધર્મપ્રેમી શુદ્ધ જાણકારી પ્રાપ્ત કરીને શ્રાવકના બાર વ્રતને પોતાની ઇચ્છા અનુસાર ધારણ કરી શકે છે, તેમાં જરામાત્ર પણ શંકા કરવી ન જોઈએ. ગૃહસ્થ જીવનમાં ધર્મ સાધના સુલભ બને તેને માટે ગૃહસ્થ જીવનની પરિસ્થિતિઓને જાણીને જ પ્રભુએ આવો સરલ માર્ગ બતાવ્યો છે. છતાં પણ કોઈની નબળાઈ હોય તો બાર વ્રતમાંથી ઓછા વ્રતોને પણ ધારણ કરી શકે છે, હીનાધિક છૂટ પણ રાખી શકે છે. આટલો સરળ અને સ્પષ્ટ માર્ગ હોવા છતાં પણ સેંકડો હજારો શ્રદ્ધાળુજન ‘પછી કરશુ-પછી કરશુ’ એમ કરતાં, વર્ષો વીતી જાય છે, પણ શ્રાવકના બારવ્રત ધારણ કરતા નથી. આ એક પ્રકારની ઉપેક્ષાવૃતિ અથવા આળસવૃતિ છે અથવા તો શ્રમણવર્ગ દ્વારા સાચું જ્ઞાન અને સાચી પ્રેરણા ન મળવાનું પરિણામ પણ માનવામાં આવી શકે છે. શ્રાવકનાવ્રતમાંજરા પણ ભય રાખવો યોગ્ય નથી. તેમાં પોતાની શક્તિ સુવિધા અનુસાર અને સ્વભાવને અનુકૂળ વ્રત ધારણ કરવામાં આવે છે. શ્રાવક જે છૂટ રાખે છે તેનો પણ તેના મનમાં ખેદ રહે છે. તેમજ ક્રમિક વિકાસ કરીને તે છૂટોને જીવનમાંથી હટાવવાનું લક્ષ્ય પણ શ્રાવકને હંમેશાં રહે છે. અનૈતિક વૃત્તિઓનો ત્યાગ ઃ- - કોઈનું જીવન નૈતિકતાથી રહિત છે અથવા કોઈ Page #121 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૩: બાર વત ૧૧ દુર્વ્યસનોના શિકાર બનેલા હોય છે. તેઓને પણ ક્યારેક ધર્મ સમજમાં આવી જાયતો ધર્મી તેમજ વ્રતી બનવાને માટે તેઓએ અનૈતિક પ્રવૃત્તિઓ અને દુર્વ્યસન છોડવા અતિ આવશ્યક છે. તેમાં થોડું મોડું થાય તો ક્ષમ્ય ગણી શકાય પરંતુ હંમેશા માટે નહિ. જેમ કે કોઈ ચોરીઓ કરે, પરસ્ત્રી ગમન કરે. વ્યાપારમાં અતિ લોભથી અનૈતિક અવ્યવહારિક કાર્ય કરે, પંચેન્દ્રિય હિંસા કરે, શિકાર કરે, મધ, માંસ, ઈડા, માછલીનું ભક્ષણ કરે, જુગાર રમે, ધુમ્રપાન કરે, ઇત્યાદિ. આ બધી પ્રવૃત્તિઓ શ્રાવક જીવનના જઘન્ય દરજ્જામાં પણ છોડવા યોગ્ય છે. શ્રાવકની સમજ તથા શ્રદ્ધા – શ્રાવક જીવન સ્વીકાર કરનારા પણ શ્રમણ ધર્મને શ્રેષ્ઠ તેમજ સંયમ આદરણીય માને છે. તેમજ ધારણ કરનારાને ધન્ય સમજે છે અને પોતાને અધન્ય અકૃત-પુણ્ય સમજે છે. તેઓ ગૃહસ્થ જીવનનો નિર્વાહ કરવા છતાં પણ ઉદાસીન પરિણામોથી (લાચારીથી) રહે છે. અર્થાત્ ગૃહસ્થની કોઈપણ પ્રવૃત્તિમાં તેમને અતિ આસકિતભાવ હોતો નથી. તેને પહેલો અને બીજો મનોરથ આજ વાતની હંમેશાં પ્રેરણા આપે છે. જેમ કે– (૧) હું ક્યારે ગૃહસ્થ જીવનનો ભાર કોઈને સોંપીને નિવૃત્ત થાઉં (૨) ક્યારે હું સંયમ ધારણ કર્યું. તે દિવસ મારો ધન્ય થશે. શ્રાવકના વ્રતોને ધારણ કરવાની સાથે-સાથે તેની સમજ પણ સાચી હોવી અતિ જરૂરી છે. અર્થાત્ શુદ્ધ સમ્યત્વને ધારણ કરવું તેમજ પાલન કરવું અત્યંત આવશ્યક બને છે. દેવ, ગુરુ, ધર્મ તત્ત્વનું સામાન્ય જ્ઞાન - વીતરાગ સર્વજ્ઞ સર્વદર્શી સાક્ષાત્ દેહધારી અરિહંત પ્રભુ તેમજ નિરંજન નિરાકાર સિદ્ધ પ્રભુ આરાધ્ય દેવ છે. મહાવ્રત, સમિતિ, ગુપ્તિ તેમજ ભગવદ્ આજ્ઞાનું આરાધન કરનારા નિગ્રંથ મુનિ આચાર્ય, ઉપાધ્યાય તેમજ સાધુ-સાધ્વી આરાધ્ય ગુરુ છે. તેમજ દયાપ્રધાન, અહિંસાપ્રધાન અથવા પાપત્યાગ રૂપ સંવર, નિર્જરામય ધર્મ જ અમારો આરાધ્ય ધર્મ છે. હિંસાપ્રધાન પ્રવૃત્તિઓમાં કયારેય પણ ધર્મ માનવો નહિ અને આવા ધર્મને વીતરાગ ધર્મથી અલગ સમજવો. કર્મ, પુનર્જન્મ, પરલોક, જીવ, અજીવ, પુણ્ય, પાપ, વ્રત, નિયમ, સંયમ, તપ, જ્ઞાન, શ્રદ્ધાન, મુક્તિ તેમજ નય આદિ જિનેશ્વર ભાષિત સિદ્ધાંત જાણવા યોગ્ય તેમજ શ્રદ્ધા કરવા યોગ્ય તત્ત્વ છે. આ રીતે દેવ, ગુરુ અને ધર્મ તત્ત્વનું સમ્યગ્રજ્ઞાન કરીને સમ્યગુ શ્રદ્ધા કરવી તે સમ્યક્ત્વ અથવા સમ્યગુદર્શન છે. દરેક શ્રાવક પોતાની શ્રદ્ધાને તેમજ સમાજને શુદ્ધ રાખશે તો જ તે આરાધક બની શકશે. સમ્યકત્વ સંબંધી વિવિધ જાણવા યોગ્ય વિષયોને એક સ્તવનના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. Page #122 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત - સમકિત સ્તવન (ભાષા : રાજસ્થાની) - - THindi સુણો વો સમકિત ને ફરસે, સુણો વો સમકિત ને ફરસે જિનવાણી સુણવામાં જિણો હિયડો અતિ હરશે પટેરા સુણો વો સમકિત નહીં ફરસે, સુણો વો સમકિત નહીં ફરસે ? જ્ઞાન બિના આંધા ક્યું ચાલી કુમારગ પડસે liટેરી દોહા- સમકિતની કુછ વાત કહું રખી આગમનો આધાર શ્રવણ કરી જ હૃદય ધારે, તો હોવે ભવ પાર ! સમકિત પરિભાષાઃ જીવાદિ નવ તત્વોને જો, જ્ઞાન કરી સમજે દેવ ગુરુ શુદ્ધ ધર્મ શાસ્ત્ર જો, ઈણ ને ભી સરધે III પરમારથ રો પરિચય કરકે, સમદષ્ટિ સેવા કુદર્શન સમકિત વમિયોની, સંગમાં નહીં રેવે રા સમકિત અતિચારઃ સંકા, કંખા, વિતિગિચ્છા અરૂ, પરમત પરશંસે પરિચય પણ તેણો કરસી વો, સમકિત અતિચરસે રૂા સમકિત લક્ષણ : શત્રુ મિત્ર પર સમભાવી હો, સદા વૈરાગ્ય વધશે આરંભ પરિગ્રહ કમ કરકે જો, અનુકંપા કરસે જો જિનવાણીને સાચી સરધે, યે પંચ ગુણ ધરસ સમકિતને વો ઉજ્જવલ કરકે, મુક્તિ માર્ગ ફરસે પણ સન્માર્ગ: અરિહંત દેવને, સરુ સુસાધુ, દયા, ધર્મ ભાખે (માને) કુગુરુ કુદેવ કુમારગ માહિં, કિંચિત નહીં ઝાંકે tal ઉન્માર્ગ: એક ગુરુ જો પકડી બેસે, સુગુરુ નહીં જાંચે ! પક્ષાગ્રહ મેં પડ ફિર વો, નિજ આતમને વંચે છે ગુરુ પરિચય: પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ, ઈણને શુદ્ધ ફરી ગુરુ કહાવણ લાયક વોહી, ભવ સાગર તિરસે IIટા ગુરુ આમનાઃ ગુરુ આમના આગમ માંહી, કહી નહીં ચાલે સમકિત ધારે સ્વેચ્છાથી, જ્યાં વ્રત બારા ધારે લીલા પરિગ્રહની પોષક યા જાણો, બડા-બડા રાંચી થારા–હારા ગાંવ-ઘરોને, ઇધર-ઉધર ખાંચે /૧All ચપરીષહ ? ચર્યા પરીષહ જીતે સાધુ ભગવંત ઈમ ભાખી અંતિમ શિક્ષા માંહિ દેખો, ઉત્તરાધ્યયન સાખે ll૧૧ી ગામ નગર પુર પાટણ વિચરે, ઘર ઘર માહિં ફિરે. મમતા તજ એકાકી રેવે, સો હી તારે તિરે ૧રી. Page #123 -------------------------------------------------------------------------- ________________ આ ઉપદેશ શાસ્ત્ર પરિશિષ્ટ-૩ બાર વ્રત ૧ર૩૮ ધર્મગુરુ ધમાંચાર્ય: ધર્મગુરુ અરુ ધર્માચારજ, ઉપકારી જો હોવા ગૃહસ્થ સાધુ ઔર અરિહંતાદિક, જ્ઞાન પ્રથમ દેવે ૧૩ પરદેશી રાજાને કેશી, જ્ઞાન પ્રથમ દેવેT આનંદાદિ શ્રાવક પહલે, વીર પ્રભુ સેવે f/૧૪ો. શતસપ્તચેલા અબડ શ્રાવક, ને આશ્રય રેવા ઈત્યાદિ યે અપને-અપને ધર્મગુરુ કેવે ૧પ સીખઃ શુદ્ધ સમઝ હદય મેં રાખી, ઉપકાર સદા માને. સંયમ ગુણના ધારી જો હો, સુગુરુ ઉન્હેં જાણે /૧ જીવન માંહી મુનિ શ્રાવકનો જ્ઞાન ઉપકાર રેવા તો ન્યારા-ન્યારા ગુરુ છોડ, ભવી સુગુરુ સદા સેવે /૧૭ પરિણામ: ઈમ જ્ઞાન ગ્રહી ને તત્વ વિમાસી, સીખ હિયે ધરસે. તિહું લોકે વો નહીં ભટકેગા, ભવદધિને તિરસે ૧૮ શ્રાવકની ઉદાસીનતા - શ્રાવક જીવનમાં ઉદાસીન રહેવા માટે ધાય માતાની ઉપમા આપવામાં આવી છે. જેમ કે અહો સમદષ્ટિ જીવડા, કરે કુટુમ્બ પ્રતિપાલા અંતર્ગત ન્યારો રહે, જ્યાં ધાય ખિલાવે બાલ / આ વિષયમાં એક પ્રેરણાત્મક દૃષ્ટાંત છે જેને સ્મરણમાં રાખીને શ્રાવકે દરેક પ્રવૃત્તિ કરવી જોઈએ. ઉદાસીન વૃત્તિ માટે ચોખાની કણકીનું દષ્ટાંત - કોઈ એક નગરમાં એક શેઠ રહેતા હતા. તેમનું જીવન સુખી અને સમૃદ્ધ હતું તેમજ સાદાઈ અને ધાર્મિક વિચારોથી યુક્ત હતું. કોઈ સમયે તેના જીવનમાં પરિવર્તન આવ્યું. અશુભ કર્મોનો પ્રભાવ જામ્યો. તેના વ્યાપારમાં અવરોધ આવ્યો. માલ-દુકાન પણ વેંચાઈ ગયા. મહામહેનતે એકદિવસનું ગુજરાન ચાલે એવી પરિસ્થિતિ આવી ગઈ. બેઈમાની અને ચાપલૂસી તેના જીવનમાં સર્જી જ ન હતી. સંકટની ઘડીઓમાં પણ તે સંતોષ અને મહેનતથી આજીવિકા ચલાવતા રહ્યાં. કર્મનો ઉદય વધારે તીવ્ર બનતો ગયો. ભૂખ્યા જ સૂવાનો ટાઈમ આવ્યો. જ્યારે બાળકોને ભૂખ્યા રહેવાનો સમય આવ્યો ત્યારે શેઠ શેઠાણીનું ધૈર્ય ખૂટી ગયું. એકબીજાની સલાહ લઈને નિર્ણય લીધો કે અત્યારે સ્થિતિ એવી આવી ગઈ છે કે, કયાંયથી ચોરી કરીને કામ ચલાવવું. ઇચ્છા ન હોવા છતાં શેઠને સંમત થવું Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત પડ્યું. કહ્યું પણ છે કે ‘મુંઝાયેલો માણસ શું નથી કરતો !’ ચોરી કરવી, ક્યાં કરવી ?, જ્યાં ચોરી કરીશ તે જો ગરીબ હશે તો દુઃખી થશે. કેટલાય શેઠ તો અતિ લોભી કંજુસ હોય છે. તેને ચોરીથી બહુ દુઃખ થશે. આપણું દુઃખ મટાડવા માટે કોઈને દુ:ખી શા માટે કરવા ! વિચાર વધતા-વધતા શેઠે રાજાના ભંડારમાં ચોરી કરવાનો નિર્ણય કર્યો. વિચાર્યું કે ત્યાં તો ભંડાર ભરપૂર છે કોઈને વધારે કષ્ટ નહી થાય. શેઠ તૈયારી કરી અર્ધરાત્રિએ ચોરી કરવા ચાલ્યો. મનમાં સંકલ્પ કર્યો કે હું ખોટું બોલીશ નહી. સામે રસ્તામાં રાજા પોતે જ સિપાઈના વેશમાં મળ્યા, રાજાએ પૂછ્યું ત્યારે સરળભાવથી પોતે ચોર છે એમ બતાવી દીધું. તેવા પૂર્ણ સત્ય ઉત્તરમાં રાજ ભંડારમાં ચોરી કરવાની વાત પણ સ્પષ્ટ કરી દીધી. રાજાએ મજાક જાણીને છોડી દીધો. શેઠ રાજભંડારમાં પહોંચ્યો, સંયોગથી તેને કોઈ રોકી શક્યું નહી. તાળા તોડયા અને ભંડારમાં પ્રવેશ કર્યો. ક્રમથી અંદર-અંદર આગળ વધવા લાગ્યો. હીરા, પન્ના, માણેક, મોતી, સોના ચાંદી, ઝવેરાત, બહુમૂલ્ય કપડા, મેવા મિષ્ટાન્ન, ધાન્ય કોઠાર બધું જોઈ લીધું. કયાં ય મન લલચાયું નહીં. શેઠે વિચાર કર્યો કે ભૂખના દુઃખથી ચોરી કરવા નીકળ્યો છું તો ફક્ત પેટ ભરવાનું સાધન જ ચોરવું. બીજો કોઈ લોભ કરવાની કોઈ આવશ્યકતા નથી. જે સામાન્ય ચીજથી બે ચાર દિવસનું ગુજરાન ચાલી શકે તેટલી જ વસ્તુ લેવી. એટલા સમયમાં કોઈ પણ ધંધો હાથમાં આવી જશે. આ પ્રકારનો વિચાર કરતાં કરતાં જોતાં-જોતાં તેને ચોખાની કણકી એક વાસણમાં જોવામાં આવી. પાંચ-દસ શેર કપડામાં ભરી, બાંધી અને ચાલ્યો. માર્ગમાં તે જ રાજા ફરી મળ્યા. રાજાએ પૂછ્યું. શેઠે કહ્યું– હું રાજભંડારમાં ચોરી કરીને આવ્યો છું. આમ સાચેસાચું કહી દીધું કે ચોખાની કણકી ભરીને લાવ્યો છું. રાજાએ ખોલીને જોઈ લીધું અને તેની પાછળ ગુપ્ત રૂપથી આવીને તેના ઘરનું સ્થળ જોઈ લીધું. રાજપુરુષો અને ભંડારીઓએ તાળા તૂટવાની જાણકારી થવા પર ઘણો બધો માલ પોતપોતાના ઘરોમાં પહોંચાડી દીધો. સવાર પડતાં રાજ ભંડારમાં થયેલી ચોરીની વાત જાહેર થઈ. રાજસભામાં ચર્ચાઓ થઈ, રાજાએ કર્મચારીઓ પાસેથી વાત સાંભળી. જેણે રાત્રે ચોરી કરી હતી તે શેઠને નોકર દ્વારા બોલાવવામાં આવ્યો. બધાની સામે પૂછ્યું– તમે કોણ છો ? શેઠે જવાબ આપ્યો કે હું દિવસનો શાહુકાર અને રાત્રિનો ચોર છું અને પોતાની હકીકત બતાવતા કહ્યું કે આ કારણે ચોખાની કણકીની ચોરી કરી છે. રાજાને બહુજ દુઃખ થયુ કે આવા ઈમાનદાર અને સાચા લોકો મારા રાજ્યમાં દુઃખી થઈ રહ્યા છે અને કર્મચારી અથવા ભંડારી બનેલા આ લોકો પોતે ચોરીઓ કરે છે. રાજાએ શેઠને પોતાના ભંડારનો પ્રમુખ Page #125 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર ઃ પરિશિષ્ટ-૩ : બાર વ્રત બનાવ્યો અને કર્મચારીઓને યોગ્ય દંડ અને શિક્ષા આપી. શિક્ષા :- જે રીતે શેઠને લાચારી અને ઉદાસીનતાથી ચોરી કરવાને માટે વિવશ થવું પડયું, તે ઉદાસીનતા અને લાચારીના કારણે તેને ચોરીનો દંડ ન મળતા ઈનામ અને આદર મળ્યો, તે જ રીતે શ્રાવકને પણ ઉદાસીનતા પૂર્વક કરાયેલા સાંસારિક કાર્યોનું પરિણામ નરક તિર્યંચ ગતિના રૂપમાં ન મળતાં દેવભવ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મનુષ્ય ભવ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શેઠે ચોરી કરવામાં ખુશી માની ન હતી. તેવી જ રીતે શ્રાવક સંસારમાં રહીને જે કોઈ પણ પાપકાર્ય કરે છે તેમાં તેની ઉદાસીનતા હોવી જોઈએ. માત્ર જીવન નિર્વાહનું જ લક્ષ્ય હોવું જોઈએ. કર્મબંધ અને પરભવનો હંમેશા વિચાર રાખવો જોઈએ. ધન સંગ્રહ પણ જેટલી જરૂર હોય તેટલો જ કરવો, વધારે ન કરવો જોઈએ. જો પુત્ર કપૂત અને પુત્ર સપૂત છે તો ધન સંચય શા માટે ? છે તો ધન સંચય શા માટે? આવશ્યક્તા હોય ત્યાં સુધી ગૃહસ્થ જીવનમાં કાર્ય કરવું પડે છે પરંતુ આવશ્યક્તાઓને ઓછી કરવી એ પણ ધર્મજીવનું મુખ્ય કર્તવ્ય હોય છે. ૧૨૫ એક વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે શ્રાવક જીવનમાં કોઈની સાથે વેર વિરોધ કષાય કલુષિતને લાંબા સમય સુધી રાખવા ન જોઈએ. જલ્દીથી સમાધાન કરીને સરલ અને શાંત બની જવું જોઈએ. કષાયની તીવ્રતાથી સમક્તિ ચાલ્યું જાય છે. માયા કપટ, પ્રપંચ, ધૂર્તાઈ, ઠગાઈ અને બીજાના અવગુણ અપવાદ આ બધા દુર્ગુણો ધર્મી જીવનના તેમજ સક્તિના મહાન દૂષણ છે. તેને જીવનમાં જરાય સ્થાન ન આપતા હંમેશાં તેનો ત્યાગ કરીને જીવનને સુંદર અને શાંત બનાવવું જોઈએ. વ્રતધારી શા માટે બનવું? : જીવ અનાદિકાળથી ૮૪ લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જ્યાં સુધી જીવ પ્રમાદ, કષાય, અવ્રત, વિષય અને અશુભયોગના પરિણામ સ્વરૂપ કર્મબંધ કરતો રહેશે ત્યાં સુધી જન્મ, જરા અને મરણના ચક્કરમાં તેમજ દુઃખોની પરંપરામાં પરિભ્રમણ કરતો રહેશે. આવી અવસ્થા જીવનનું અસંસ્કૃત રૂપ છે. સદ્ગુરુની કૃપા પામીને શુદ્ઘ શ્રદ્ધાની સાથે સજ્ઞાનની પ્રાપ્તિ કરીને ચારિત્ર માર્ગમાં ઉત્તરોત્તર વિકાસ કરવો એજ જીવનનું સંસ્કૃત રૂપ છે. ચારિત્ર વિકાસને માટે જ વ્રતોનું આયોજન કરાયું છે, ભાગ્યશાળી જીવો જ તેનું પાલન કરે છે. શાસ્ત્રોમાં જીવોને માટે ચાર વાત દુર્લભ કહી છે. चत्तारि परमंगाणी, दुल्लहाणीह जंतुणो । માપુસત્ત, સુર્ફ, સજ્જા, સંગમમ્મિ ય વીરિયા ઉત્તરાધ્યયન અ૩, ગા—૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવીત આ ગાથાનો ભાવાર્થ છે કે આ સંસારમાં પ્રાણીઓને માનવદેહ મળવો દુર્લભ છે. માનવ દેહ મળ્યા પછી વીતરાગ ધર્મ મળવો દુર્લભ છે. કદાચ ધર્મ પ્રાપ્ત થઈ પણ જાય તો શાસ્ત્ર શ્રવણ અને શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. તેથી પણ આગળ ધર્મનું આચરણ કરવું અત્યંત કઠિન છે અર્થાત્ શ્રાવક વ્રત અથવા સંયમ ગ્રહણ કરવો તેમજ તેની આરાધના કરવી મહાન દુષ્કર છે. ૧૨૬ ચાર ગતિમાં મનુષ્ય ગતિ જ એક એવી ગતિ છે કે જેમાં જીવ ફક્ત ધર્મનું આચરણ જ નહિ પરંતુ કર્મોના બંધનને તોડીને મુક્ત પણ થઈ શકે છે. માનવભવમાં જીવને જે આધ્યાત્મિક વિવેક શક્તિ પ્રાપ્ત થાય છે તેવી શક્તિ બીજા કોઈ ભવમાં સુલભ નથી. તેથી મનુષ્યભવ પામીને તેને સફળ કરવાનો હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. વ્રત ધારણ કરવાથી ચારિત્રનો તો વિકાસ થાય જ છે પરંતુ સાથે સાથે નિરર્થક આશ્રવથી-કર્મબંધથી બચી જવાય છે. ફળસ્વરૂપે કર્મબંધ ઘણો ઓછો થઈ જાય છે. વ્રતી જીવનું નરકાદિ દુર્ગતિઓમાં ભ્રમણ કરવાનું બંધ થાય છે. તેમનું વર્તમાન જીવન પણ શાંત અને સુખમય બની જાય છે. આત્મા જ્યારે વિકાસની તરફ આગળ વધે છે ત્યારે તેને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને આત્મ શાંતિની ઉપલબ્ધિ થાય છે, તે શબ્દો દ્વારા વર્ણવી શકાતી નથી. તેથી દરેક સગૃહસ્થે પોતાના જીવનને વ્રતમય બનાવવું અત્યંત આવશ્યક છે; સાથે સાથે તે સાધનાને ઉત્તરોત્તર વધારતા રહે, તો જ માનવભવ સાર્થક બને છે. બાર વ્રતોનું પ્રયોજન સમ્યક્ત્વ પ્રયોજન :-- સાધના જીવનમાં ધર્મના સાચા માર્ગનું તેમજ તે માર્ગના ઉપદેષ્ટાનું જ્ઞાન હોવું અને તેના પ્રત્યે શ્રદ્ધા ભક્તિ થવી, તે આત્મ કલ્યાણનું મુખ્ય અંગ છે. મોક્ષાર્થી સાધક જ્યાં સુધી જીવ અજીવને, હેય-ઉપાદેયને, પુણ્ય-પાપને, ધર્મ-અધર્મને સારી રીતે સમજે નહિ, સમ્યક્ રૂપથી શ્રદ્ધા કરી શકે નહિ, ત્યાં સુધી તેનું આચરણ ફળ આપનાર બનતું નથી. કહ્યું છે કે— एक समकित पाये बिना, जप तप किरिया फोक । जैसे मुरदो शिणगारवो, समज कहे त्रिलोक ॥ તેથી વ્રત ધારણ કરતાં પહેલાં તત્વોનું જ્ઞાન અને સાચી શ્રદ્ધા હોવી અત્યંત જરૂરી છે. શ્રદ્ધા કરવાના તત્ત્વ બે પ્રકારના કહેલ છે– (૧) જીવાદિ નવતત્ત્વ (૨) દેવ, ગુરુ, ધર્મ ત્રણ તત્ત્વ. આ બંને પ્રકારના તત્ત્વોનું સાચું જ્ઞાન તથા સાચી શ્રદ્ધા થવી તે જ સમ્યક્ત્વ છે. તેના વગર સાધુપણું અથવા શ્રાવકપણું એકડા વિનાના મીંડા સમાન છે. તેથી સર્વ પ્રથમ સમ્યક્ત્વની પ્રતિજ્ઞાનું કથન કરવામાં આવ્યું છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૩: બાર વ્રત ૧છે. દેવ, ગુરુ, ધર્મ તત્ત્વનું સામાન્યજ્ઞાન - દેવ-સર્વજ્ઞ, સર્વદર્શી અરિહંત (તીર્થંકર) અને સિદ્ધ ભગવાન આરાધ્ય દેવ છે. ગુરુ મહાવ્રત, સમિતિ, ગુપ્તિયુક્ત તેમજ ભગવદ્ આજ્ઞાનું પાલન કરવાવાળા આરાધ્ય–ગુરુ છે. તેઓ નિગ્રંથ કહેવાય છે. વર્તમાનમાં (૧) બકુશ (૨) પ્રતિસેવના (૩) કષાય કુશીલ, આ ત્રણ નિગ્રંથ હોય છે. ધર્મ–પાપ ત્યાગ રૂપ અહિંસા પ્રધાન અને સંવર-નિર્જરામય ધર્મ આરાધ્ય ધર્મ છે. કર્મ, પુનર્જન્મ, પરલોક, જીવ, અજીવ, પુણ્ય, પાપ, વ્રત, નિયમ, સંયમ, તપ, જ્ઞાન વગેરે શ્રદ્ધા કરવા યોગ્ય ધર્મ તત્ત્વ છે, તેનો સમાવેશ નવ તત્ત્વોમાં થઈ જાય છે. આ તત્ત્વોનું જ્ઞાન કરીને, સમ્ય શ્રદ્ધા કરવી તેને સમ્યગ્દર્શન કહે છે. (૧) પહેલા વ્રતનું પ્રયોજન : सव्वे जीवा वि इच्छंति, जीविउं न मरिज्जिउं । तम्हा पाणीवहं घोरं, णिग्गंथा वज्जयंति णं ॥ दया धर्म का मूल है, पाप मूल अभिमान । तुलसी दया न छोडिए, जब लग घट में प्राण ॥ સંસારનો કોઈપણ જીવ મરવાનું કે દુઃખી થવાનું ઇચ્છતો નથી. તેથી પ્રાણીઓનો વધ કરવો ઘોર પાપ છે. તેનાથી જીવ નરકાદિ દÍતિઓમાં ભ્રમણ કરે છે અને અનેક જીવોની સાથે વેરનો અનુબંધ કરીને સંસારની વૃદ્ધિ કરે છે. તેથી સ્થૂલ હિંસાનો ત્યાગ તેમજ સૂમ હિંસાની મર્યાદા કરવા માટે શ્રાવકનું પહેલું વ્રત કહ્યું છે. (ર) બીજા વ્રતનું પ્રયોજન – मुसावाओ य लोगम्मि, सव्वसाहुहिं गरहिओ । अविस्सासोय भूयाणं, तम्हा मोसं विवज्जए ॥ सांच बराबर तप नहीं, जूठ बराबर पाप । जांके हृदय सांच है, ताँके हृदय आप ॥ જૂઠને લોકમાં બધા મહાત્માઓએ છોડવા યોગ્ય કહ્યું છે. અસત્યભાષી એટલે ખોટું બોલવાવાળાનો વિશ્વાસ ખત્મ થઈ જાય છે, તેનો સર્વ જગ્યાએ અવિશ્વાસ ફેલાય જાય છે. શાસ્ત્રમાં સત્યને ભગવાનની ઉપમા આપી છે. તેથી સત્યને પૂર્ણરૂપથી ધારણ કરવાવાળા પોતે પરમાત્મ સ્વરૂપ બની જાય છે. તેથી લઘુ સાધક શ્રાવકના જીવનમાં સ્થૂલ અસત્યનો ત્યાગ હોય તેમજ સૂમિ જૂઠમાં વિવેક વધે તેને માટે બીજું વ્રત કહ્યું છે. ત્રીજા વ્રતનું પ્રયોજન: चोरी कर होली धरी, भई छिनकमें छार । ऐसे माल हराम का, जाता लगे न बार ॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ કે ૧૨૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત : ચોરી કરનારાનું જીવન અનૈતિક હોય છે, કલંકિત હોય છે. ચોરી કરવાવાળો હંમેશાં ભયભીત હોય છે. તેની લોભવૃત્તિ વધતી જાય છે. કયારેક ચોરી કરતા પકડાઈ જાય તો તે શારીરિક અને માનસિક ઘોર કષ્ટને પ્રાપ્ત કરે છે. ચોરીથી પ્રાપ્ત થયેલા ધનથી જીવને કયારેય પણ શાંતિ કે સુખ મળી શક્યું નથી. કહ્યું પણ છે વોરી ! માત મોરી મેં તથા रहे न कोडी पाप की, जिम आवे तिम जाय । लाखों का धन पाय के मरे न कफन पाय ॥ તેથી શ્રાવક આવા ધૃણાસ્પદ નિંદનીય કાર્યથી દૂર રહે. તેને માટે ત્રીજું વ્રત સ્વીકારવું જરૂરી છે. આમાં મોટી ચોરીનો ત્યાગ હોય છે. ચોથા વ્રતનું પ્રયોજન - અવંમર વોરં, પમાય ફુરદિરિયે –દશવૈ. અધ્ય–૬ ગા. ૧૬ પૂનમેય મદમસ્ત, મહાવોસમુN A દશવૈ. અધ્ય–૬, ગા. ૧૭ કુશીલ અધર્મનું મૂળ છે અને તે મહાનદોષોને ઉત્પન્ન કરવાવાળું છે અર્થાત્ અનેક દોષ, અનેક પાપ અને અનેક દુઃખોની પરંપરાને વધારવાવાળું આ કુશીલ પાપ છે. શ્રમણોએ તેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. શ્રાવક પણ ધર્મ સાધના કરવાનો ઇચ્છુક હોય છે તેથી તેને પણ કુશીલ પર અંકુશ રાખવો જોઈએ. પરસ્ત્રી સેવનનો ત્યાગ કરવો જોઈએ. તેમજ પોતાની સ્ત્રી સંબંધી પણ કુશીલ પ્રવૃત્તિને મર્યાદિત કરવી જોઈએ, કુશીલનો ત્યાગ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવાથી વ્યક્તિ બુદ્ધિ, બલ, સ્વાથ્ય તેમજ જીવન વિકાસની તરફ આગળ વધે છે. બધા તપોમાં અર્થાત્ ધર્માચરણોમાં બ્રહ્મચર્યઉત્તમ તપ છે, ઉત્તમ આચાર છે. તવેલું વા ૪ત્તમ મવેર -સૂત્રકૃતાંગ, અધ્ય.—. પાંચમા વ્રતનું પ્રયોજન - ફૂછી શું સમા અનંતયા ! –ઉત્ત—૯ जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्डई । -6t०-८ “મહારમી મહાપરિગ્રહી ” નરકનું આયુષ્ય બાંધે છે. –ઠાણાંગ-૪ વિયાળા ડુક્રવવિદ્ધ થd, મમત્તગંધં રહી ગયાવર્દી–ઉત્ત૧૯ ઇચ્છાઓ અસીમ છે. જેમ જેમ લાભ વધતો જાય તેમ તેમ લોભ પણ વધતો જાય છે. મહાપરિગ્રહી નરકનું આયુષ્ય બાંધે છે. ધન અને તેનું મમત્વ દુઃખની વૃદ્ધિ કરવાવાળું છે અને આત્માને દુર્ગતિમાં લઈ જવાવાળું હોવાથી મહાભયવાળું છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૩ : બાર વ્રત ૧૨૯ વા તેથી મોક્ષાર્થી સાધકે પોતાની ઇચ્છાઓ, પરિગ્રહ અને મમત્ત્વને આવશ્યક સમજી મર્યાદિત કરવું જોઈએ. આ વ્રતમાં ગૃહસ્થ જીવનની આવશ્યક્તા અનુસાર પરિગ્રહની મર્યાદા કરવાનો જ મુખ્ય ઉદ્દેશ છે. છઠ્ઠાવ્રતનું પ્રયોજન :– આ છઠ્ઠું દિશાવ્રત પાંચ મૂળ અણુવ્રતોને પુષ્ટ કરવાવાળું છે અર્થાત્ તેની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવાવાળું છે. લોકમાં જેટલા પણ ક્ષેત્રો છે અને તેમાં જે ક્રિયાઓ ચાલી રહી છે તેનો ત્યાગ નહિ કરવાથી સૂક્ષ્મક્રિયાઓ આવતી રહે છે. દિશાઓની મર્યાદા કરવાથી તેની આગળ જવાનો અથવા પાપ સેવન કરવાનો ત્યાગ થઈ જાય છે. ત્યારે ત્યાંની આવવાવાળી ક્રિયાઓ બંધ થઈ જાય છે તેથી શ્રાવકે પોતાને આવશ્યક થતી સીમાને નક્કી કરીને તે ઉપરાંત આખા લોકમાં પ્રવૃત્તિ કરવાનો કે કરાવવાનો ત્યાગ કરવો જોઈએ. જેમ કોઈ મકાનના ઓરડાઓનો ઉપયોગ ન હોય તો બંધ કરી દેવાય છે કે જેથી તેમાં ધૂળ કચરા ભરાઈ ન જાય, ખુલ્લા રાખવાથી ધૂળ વગેરે ભરાઈ જાય છે. તેવી જ રીતે દિશાઓની સીમા નક્કી કરી દેવાથી અને તે ઉપરાંતનો ત્યાગ કરી દેવાથી તે પાપ ક્રિયાઓનો આશ્રવ બંધ થઈ જાય છે. તેથી શ્રાવ ને માટે છ દિશાઓની મર્યાદારૂપ આ વ્રત કહ્યું છે; તેને ધારણ કરવું અત્યંત સરળ છે. સાતમા વ્રતનું પ્રયોજન : લોકમાં ખાવાના તેમજ ઉપયોગમાં લેવાના ઘણા પદાર્થ છે, તેમજ વ્યાપાર ધંધા પણ અનેક છે, તેનો ત્યાગ કરવાથી જ ત્યાગી થવાય છે અને ત્યાગ નહિ કરવાથી તેની ક્રિયા હંમેશા આવતી રહે છે. છઠ્ઠા વ્રતથી ક્ષેત્રની મર્યાદા થઈ જવા પર તે ક્ષેત્રમાં રહેલા પદાર્થોની તેમજ વ્યાપારોની મર્યાદા કરવી પણ અતિ જરૂરી છે તેથી ૨૬ બોલ તેમજ વ્યાપારોની મર્યાદાને માટે આ સાતમું વ્રત ધારણ કરવું જોઈએ. તેમાં પંદર (કર્માદાન) અતિ પાપ બંધ કરવાવાળા ધંધાઓનો ત્યાગ કરવાની પ્રેરણા પણ છે. સંભવ હોય તો શ્રાવકે તેનો પૂર્ણરૂપે ત્યાગ કરવો જોઈએ. આઠમાં વ્રતનું પ્રયોજન : 2 योग्य खर्च करवो भलो भलो नहीं अति भाय । लेखन भर लिखवो भलो, नहीं रेडे रूसनाय || शेठ उपालंभ आपियो, निरर्थक ढोलयो नीर । रोग हरण मोती दिया, गई बहूकी पीर ॥ શાહીથી લખવાવાળા મર્યાદિત કલમ ભરીને લખે છે પરંતુ કાગળ પર શાહી ઢોળતાં નથી તેવી જ રીતે યોગ્ય અને આવશ્યક ખર્ચ કરવો જ ઉચિત હોય Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત છે. આત્માને માટે પણ આમ સમજવું જોઈએ કે શ્રાવકને અત્યંત આવશ્યક સાંસારિક કાર્યઅથવા પાપ કાર્યસિવાયનિરર્થક પાપ કરવું, અવિવેક અને અજ્ઞાન દશાવાળા અનર્થ દંડ થાય છે. નિરર્થક એક લોટો પાણી પણ ખર્ચ કરવું અથવા ફેંકવું શ્રાવકને પસંદ હોતું નથી અને આવશ્યક હોવા પર સાચા મોતીનો પણ ખર્ચ કરી નાખે છે. બસ આ જ વિવેક જાગૃત કરવાને માટે આઠમું વ્રત છે. ગૃહસ્થમાં રહેવાવાળાને કેટલાક કાર્ય આવશ્યકતા અનુસાર કરવા પડે છે તે સંબંધી આશ્રવ અને બંધ પણ તેને થઈ જાય છે પરંતુ જે કર્માશ્રવ અને બંધ નિરર્થક અવિવેક, આળસ અને અજ્ઞાનતાથી થાય છે, તેને રોકવાને માટે શ્રાવકે જ્ઞાન અને વિવેકની વૃદ્ધિ કરવી જોઈએ તથા આળસ, લાપરવાહીને દૂર કરીને સાવધાની સજાગતા જાગરૂકતા રાખવી જોઈએ. અજ્ઞાનદશાથી કરવામાં આવતી અથવા વિકૃત પરંપરાથી કરવામાં આવતી પ્રવૃત્તિઓને જ્ઞાન અને વિવેકના સામંજસ્યથી છોડી દેવી જોઈએ. તે પ્રવૃત્તિઓ મન, વચન અને કાયાથી કરવામાં આવે છે. અનર્થદંડના ચાર ભેદોમાં આ ત્રણનો સમાવેશ થઈ જાય છે. તેથી શ્રાવકે અનેક મર્યાદાઓ કરવાની સાથે ચાર પ્રકારના અનર્થ દંડના સ્વરૂપને સમજીને તેનો પણ ત્યાગ કરવો જોઈએ. તેમ કરતાં અનેક વ્યર્થના કર્મબંધથી આત્માની સુરક્ષા કરી શકાય છે. समझु शंके पाप से, अणसमझु हरपंत । वे लूक्खा वे चीकणा, इण विध कर्म बंधंत ॥ समझ सार संसार में, समझु टाले दोष । समझ समझ कर जीवडा, गया अनंता मोक्ष ॥ નવમા વ્રતનું પ્રયોજન - लाखखांडी सोना तणु लाख वर्ष दे दान । सामायिक तुल्ये नहीं, इम निश्चय कर जाण ॥ પહેલા આઠ વ્રતોમાં મર્યાદાઓ કરવામાં આવી છે. આ વ્રતમાં મર્યાદા અથવા પાપનો આગાર ન રાખતા થોડા સમયને માટે પાપોની સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરાય છે. પૂર્વાચાર્યોએ તેનો સમય ૪૮ મિનિટનો નક્કી ક્યું છે. તેથી ઓછામાં ઓછી ૪૮ મિનિટ સુધી રોજ શ્રાવકે બધી પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરીને તે સમયમાં ધર્મ જાગરણ કરીને આત્માની ઉન્નતિ કરવાને માટે તેમજ આત્માને શિક્ષિત કરવાને માટે સામાયિક વ્રત અવશ્ય ધારણ કરવું જોઈએ. આ વ્રતને ધારણ કરવામાં પોતાની ઇચ્છાનુસાર સામાયિક કરવાની સંખ્યાને નક્કી કરી લેવી જોઈએ. Page #131 -------------------------------------------------------------------------- ________________ - ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૩: બાર વ્રત ૧૧ પર દશમા વ્રતનું પ્રયોજન : પૂર્વ વ્રતોમાં જે જે મર્યાદાઓ જીવનભરને માટે કરાયેલી છે, તેને દૈનિક મર્યાદામાં સીમિત કરવી તે આ વ્રતનો ઉદ્દેશ છે. જીવનભરના લક્ષ્યથી સીમાઓ વધારે વધારે રાખવામાં આવે છે પરંતુ દરરોજ એટલી જરૂર હોતી નથી. તેથી વિશાલ ક્રિયાને સીમિત કરવાને માટે શ્રાવકે દૈનિક નિયમ પણ ધારણ કરવા અત્યંત જરૂરી હોય છે, ત્યારે જ તેના પાપ કર્મનો આશ્રવ રોકવાનો ઉદ્દેશ પૂર્ણ રીતે સફળ થઈ શકે છે. તેથી ૧૪ નિયમ(ર૩ નિયમ) ધારણ કરવા રૂપ આ દેશાવગાસિક વ્રત છે. તેમાં ૨૪ કલાકને માટે અનેક નિયમ ધારણ કરી શકાય છે. આ વ્રતને ધારણ કરવું અત્યંત સરળ અને લાભકારક છે તેથી બધા શ્રાવકોએ આ વ્રત ધારણ કરવું જોઈએ. અગિયારમા વ્રતનું પ્રયોજન :– દિવસભર મહેનત કરવાવાળાને જેમ રાત્રે વિશ્રામની જરૂર હોય છે તેજ રીતે શ્રાવક ગૃહસ્થ જીવનમાં હંમેશાં આત્માના કર્મબંધરૂપ ભાર વહન કરવાનો જે ક્રમ ચાલ છે, આશ્રયોની જે પ્રવૃત્તિઓ ચાલ છે. તેમાંથી મહિનામાં ઓછામાં ઓછા છ દિવસ વિશ્રાન્તિ મળવી જરૂરી છે. તેથી આગમોમાં વર્ણિત કેટલાય શ્રાવક મહિનામાં છ છ પૌષધ કરતા હતા. સરકાર પણ શ્રમિકોને માટે રવિવાર આદિની રજા આ વિશ્રાંતિના ઉદ્દેશથી રાખે છે. તેથી શ્રાવકોએ મહિનામાં તેમજ વર્ષમાં કોઈ દિવસ એવો કાઢવો જોઈએ કે જેમાં તે આખો દિવસ ધર્મ આરાધના કરી શકે. તેને માટે આ શ્રાવકનું અગિયારમું વ્રત છે– તેને ધારણ કરવાથી જ પૂર્ણ આત્મસાધના થઈ શકે છે. અલ્પ શકિતવાળા સાધક આ વ્રતમાં આહાર કરીને પણ પાપત્યાગરૂપ પૌષધ સ્વીકારી આત્મસાધના કરી શકે છે. બારમા વ્રતનું પ્રયોજન : ગૃહસ્થ જીવનની સાધના, એ અધૂરી સાધના છે. પરિસ્થિતિ તેમજ લાચારીની સાધના છે. વાસ્તવમાં પૂર્ણરૂપે સાધના તો સંયમ જીવનથી જ સંભવિત છે. શ્રાવકની હંમેશાં મનોકામના-મનોરથ હોય છે કે હું ક્યારે સાધુ બનું અને સંયમજીવનનો સ્વીકાર કરું જ્યાં સુધી તે પોતાના મનોરથને પૂર્ણ કરી શકતો નથી ત્યાં સુધી શ્રમણ ધર્મની અનુમોદનારૂપે શ્રમણ નિગ્રંથોની સેવા ભક્તિ કરે. તેમાં પોતાની ભોજન સામગ્રી તેમજ અન્ય સામગ્રીથી તેઓનો સત્કાર, સન્માન કરીને તેના સંયમમાં સક્યોગી બનીને, તેમની સાધનાને શ્રેષ્ઠ માનતો થકો અનુમોદન કરે છે, તેનાથી તે મહાન કર્મોની નિર્જરા કરે છે. તેથી ગૃહસ્થ જીવનમાં રહેવાવાળાઓને માટે સહજ લાભના અવસર રૂપ આ બારમું વ્રત કહ્યું છે. તેના પાલનથી જિનશાસનની ભક્તિ થાય તેમજ ગુરુ સેવાનો આનંદ પણ પ્રાપ્ત થાય છે. આ વ્રતમાં ભિક્ષાના દોષ ન લગાડતાં શુદ્ધ Page #132 -------------------------------------------------------------------------- ________________ : ૧૩ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત : ભાવોથી દાન દેવામાં આવે છે. તે દાનને સુપાત્રદાન કહે છે. તેમાં કોઈપણ પ્રકારની લોકેષણા કરવામાં આવતી નથી. ફક્ત ગુરુ ભક્તિ, સંયમચર્યાનું અનુમોદન અને કર્મોની નિર્જરાનો હેતુ હોય છે. નિયમોથી યુક્ત તેમજ દોષ રહિત દાનનો અને ભાવોની પવિત્રતાનો તથા લેવાવાળા પાત્ર નિર્મળ આત્માનો સંયોગ મળી જવા પર આ વ્રત પ્રક્રિયાનું મહત્વ ઘણુંજ વધી જાય છે. ' - + + ", " , " , , ' ' :: ૬ ક. ** [ : ' કાંક ' : * * ' શ્રાવકના બાર વ્રતોને ધારણ કરવાની સ્પષ્ટ તેમજ સરળ વિધિ જ કરવા માટે પનારાજ થયા કા કરાયા છે - પક્ષ - - સમ્યકત્વ – દેવ ગુરુધર્મની શુદ્ધ સમજ રાખીશ અને સુદેવ, સુગુરુને ભક્તિપૂર્વક વિનય અને વંદન કરીશ. કુદેવ, કુગુરુનો વિનય અથવા વંદનની પ્રવૃત્તિ સમાજ વ્યવહારથી તથા આવશ્યક પરિસ્થિતિથીમાં કરવા પડે તો તેનો આગાર. પ્રતિક્રમણમાં ઉપલબ્ધ અણુવ્રતોના પાઠોના આધારથી વ્રત ધારણનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. (૧) પહેલું વ્રતઃ સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ (સ્થૂલ હિંસાનો ત્યાગ) – નિરપરાધી ત્રસજીવને મારવાની ભાવનાથી મારવાના પચ્ચખાણ, જીવન પર્વત, બે કરણ ત્રણ યોગથી બનતી કોશિશે અતિચારોને ટાળવાનું ધ્યાન રાખીશ. અતિચાર – (૧) ગુસ્સામાં આવીને નિર્દયતાપૂર્વક ગાઢ બંધનથી કોઈને બાંધવું (૨) ગુસ્સામાં આવીને નિર્દયતાપૂર્વક મારપીટ કરવી (૩) ગુસ્સામાં આવીને નિર્દયતાપૂર્વક કાન, નાક, હાથ, પગ આદિ અવયવ કાપવા (૪) સ્વાર્થવશ શક્તિ ઉપરાંત કોઈપણ પ્રાણી ઉપર અધિક ભાર નાખવો. જેનાથી તેને અત્યંત પરિતાપ પહોંચે અથવા પ્રાણ સંકટમાં પડી જાય. (૫) ગુસ્સામાં આવીને કોઈ પણ પ્રાણીના નિર્દયતાપૂર્વક આહાર, પાણી બંધ કરવા. આ પાંચ અતિચાર છે. આગાર – પોતાના અથવા પોતાને આશ્રિત જીવોને ઉપચાર કરાવવામાં કોઈ ત્રસ જીવોની હિંસા રોકી ન શકાય તેનો આગાર. તેમજ સાંસારિક કાર્ય અથવા વ્યાપારિક કાર્ય કરતાં તથા વાહન પ્રયોગ કરતાં ત્રસ જીવોની હિંસા થઈ જાય તો તેનો આગાર. જીવોની ઉત્પત્તિની પહેલા અથવા પછી તેના નિવારણનો કોઈ ઉપાય અપનાવવો પડે તો આગાર. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી અહિંસક ઉપાય કરવાનું ધ્યાન રાખીશ. અવિવેક અને ભૂલનો આગાર. આદત ન સુધારવાથી કોઈ પ્રવૃત્તિ થઈ જાય તેનો આગાર. આદતને સુધારવાનો પ્રયત્ન કરીશ. (૨) બીજું વ્રત: સ્થૂલ મૃષાવાદ વિરમણ(મોટા જૂઠનો ત્યાગ): પાંચ પ્રકારના મોટકા જૂઠું બોલવાનો મારી સમજ તેમજ ધારણા અનુસાર Page #133 -------------------------------------------------------------------------- ________________ ક આ ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૩: બાર વ્રત ઉપયોગ સહિત બે કરણ ત્રણ યોગથી જીવન પર્યંત ત્યાગ. બનતી કોશીશે અતિચારોને ટાળવાનો પ્રયત્ન કરીશ. પાંચ પ્રકારઃ- (૧) કન્યા-વર સંબંધી અર્થાત્ મનુષ્ય સંબંધી (૨) પશુ સંબંધી (૩) ભૂમિ–સંપત્તિ સંબંધી (૪) થાપણ સંબંધી (પ) ખોટી સાક્ષી સંબંધી (વ્યાપાર તેમજ પરિવાર સંબંધી આગાર). મોટકા (સ્થૂલ) જૂઠની પરિભાષા – રાજદંડે, લોકભંડે(ધિક્કારે) બીજાઓની સાથે ધોખો થાય, વિશ્વાસઘાત થાય, વગર અપરાધે કોઈને ભારે નુકસાન ભોગવવું પડે, ઇજ્જત તેમજ ધર્મને ઠેસ પહોંચાડવી, જીવન કલંકિત થાય, આવું જૂઠ મોટુંસ્થૂલ હોય છે. તે શ્રાવકને માટે છોડવા યોગ્ય છે. આગારઃ- વ્યાપાર સંબંધી પ્રવૃત્તિનો આગાર. અવિવેક અથવા ભૂલનો આગાર. કોઈ આદત ટેવ સુધરી ન શકે ત્યાં સુધી આગાર. બને ત્યાં સુધી આદત સુધારવાની કોશિશ કરીશ. સ્વપર પ્રાણ રક્ષાનો તેમજ સંઘની પરિસ્થિતિઓનો આગાર, સરકારી કાયદાનું પાલન થાય નહિ ને કોઈ કારણસર જૂઠું બોલવું પડે તો આગાર. અતિચાર:– (૧) વગર વિચાર્યે આક્ષેપ લગાવવો (૨) એકાંતમાં વાતચીત કરતી વ્યક્તિઓ પર આરોપ લગાવવો (૩) પોતાની સ્ત્રી અથવા પુરુષના મર્મને ખોલવા (૪) અહિતકારી, ખોટી સલાહ આપવી (૫) વિશ્વાસઘાત કરીને ખોટા લેખ લખવા. આ પાંચ અતિચાર છે. (૩) ત્રીજું વ્રત: સ્થૂલ અદત્તાદાન વિરમણ(મોટી ચોરીનો ત્યાગ) : પાંચ પ્રકારની મોટી ચોરીનો બે કરણ ત્રણ યોગથી જીવનપર્યત ત્યાગ. પાંચ અતિચારોને બને ત્યાં સુધી ટાળવાની કોશિશ કરીશ. સૂલ ચોરીના પાંચ પ્રકારઃ- (૧) ભીંત, દરવાજા આદિમાં છિદ્ર કરીને અથવા તોડીને (૨) વસ્ત્ર, સૂત(ધાગા), સોના આદિની ગાંઠ, પેટી ખોલીને ચોરી કરવી. ખિસ્સા કાપવા આદિ (૩) તાળા તોડીને અથવા ચાવી લગાવીને ચોરી કરવી. (૪) માર્ગમાં ચાલતાને લૂંટવા (૫) કોઈની માલિકીની કીંમતી વસ્તુ ચોરીની ભાવનાથી લેવી. આગાર – ત્રીજા અતિચારનું પાલન થઈ શકે નહીં તો તેનો આગાર, બીજાપણ જે અતિચાર પ્રવૃત્તિમાં છે અને તે ન છૂટી શકે તેવા છે તો તેનો પણ આગાર; બનતી કોશિશ તેને છોડવાનો પ્રયત્ન કરીશ. અતિચાર :- (૧) જાણી બૂઝીને પાંચ પ્રકારની ચોરીની વસ્તુ ખરીદવી. (૨) પાંચ પ્રકારની ચોરી કરવાવાળાને સહાયતા આપવી (૩) રાજ્યનિયમ વિરુદ્ધ આચરણ કરવું (૪) જાણીને ખોટા તોલ અને ખોટા માપ કરવા (૫) વેચવા માટે ચીજ દેખાડ્યા પછી નકકી કરેલી ચીજને બદલાવીને અથવા મિશ્રણ કરીને આપવી. આ પાંચ અતિચાર છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૪) ચોથું વ્રત : સ્વદાર સંતોષ, પરદાર વિવર્જન(પોતાની સ્ત્રીની મર્યાદા, પરસ્ત્રીનો ત્યાગ) — (૧) સંપૂર્ણ મૈથુન સેવનનો ત્યાગ અથવા મહિનામાં ) દિવસ મૈથુન સેવનનો ત્યાગ (૨) પરસ્ત્રી અથવા વેશ્યાનો ત્યાગ (૩) ( ) વર્ષ પછી લગ્ન કરવાનો ત્યાગ (૪) દિવસમાં મૈથુન સેવનનો ત્યાગ. એક કરણ એક યોગથી તેમજ સોઈ દોરાના ન્યાયથી જિંદગી સુધી. પાંચે અતિચારોને બને ત્યાં સુધી ટાળવાની શક્ય કોશિશ કરીશ. અતિચાર (૧) નાની ઉંમરની પોતાની કે થોડા સમય માટે આપેલી શુલ્ક પોતાની કરેલી સ્ત્રીની સાથે કુશીલ (મૈથુન) સેવન કરવું (૨) સગાઈ કરેલી કન્યાની સાથે મૈથુન સેવન કરવું (૩) અશુદ્ધ રીતથી મૈથુન સેવન કરવું. (૪) બીજાના લગ્ન કરાવી આપવા (૫) ઔષધિ આદીથી વિકાર ભાવને વધારવો. (૫) પાંચમું વ્રત : પરિગ્રહ પરિમાણ : (૧) ખેતી ઘર વીઘા ( ) વ્યાપાર સંબંધી વીઘા ( ) (૨) મકાન દુકાન કુલ નંગ ( ) (૩) પશુની જાતિ ( ) નંગ ( ), સવારી જાતિ ( ) નંગ ( ), શેષ કુલ પરિગ્રહ ( રૂ. ) જેનું સોનું ( ) કિલો પ્રમાણ ચાંદી ( ) કિલો પ્રમાણ. આ મારો અધિકતમ પરિગ્રહ થયો. તે ઉપરાંત પરિગ્રહ રાખવાનો એક કરણ ત્રણ યોગથી ત્યાગ. નવા મકાન ( ) ઉપરાંત બનાવવાનો ત્યાગ. - --- સ્પષ્ટીકરણ :~ બીજાની ઉધાર પૂંજી જે વ્યાપારમાં લાગેલી છે તેને મારી નહિ ગણું. જે ચીજની માલિકી વાસ્તવમાં ઘરમાં કોઈ વ્યક્તિની અલગ કરી દીધી હોય તેને મારા પરિગ્રહમાં ગણીશ નહિ. સરકારમાં નામ અલગ-અલગ હોય અને ઘરમાં એકજ હોય તેને હું પરિગ્રહમાં ગણીશ. ભાગીદારીના વ્યાપારમાં બીજાની સંપત્તિને મારી નહિ ગણું. પુત્રવધુની પોતાની વસ્તુ અથવા સામાનને મારા પરિગ્રહમાં નહિ ગણું. પોતાની પત્નીનો સામાન મારા પરિગ્રહમાં ગણીશ. મકાન, જમીન, પશુ અને વાહનની કિંમત નહિ કરું પરંતુ સંખ્યામાં જ પરિગ્રહનું માપ રાખીશ. મારે આધીન ન ચાલે એવા પુત્રાદિ કંઈપણ કરે તો તેનો આગાર . અતિચાર :- પરિગ્રહની જે જે મર્યાદા રાખી છે તેનો અવિવેકથી અજાણપણે તેમજ હિસાબ કરવાનો રહી જતાં કાંઈ ઉલ્લંઘન થયું હોય તો તે બધાને અતિચાર સમજવા અને જાણીને લોભસંજ્ઞાથી ઉલ્લંઘન થાય તો તેને અનાચાર સમજવા. (૬) છઠ્ઠું વ્રત ઃ દિશા પરિમાણ :-- પોત પોતાના સ્થાનથી ચારે દિશામાં ( ) કિલોમીટર ઉપરાંત જવાનો ત્યાગ અથવા ભારત ઉપરાંત જવાનો ત્યાગ ( ) અથવા વિદેશ સંખ્યા ( ) ઉપરાંત ત્યાગ. વિદેશ નામ ( ); ઉપરની દિશામાં કિ.મી. ( ), નીચેની દિશામાં Page #135 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૩ : બાર વ્રત ફૂટ ( ) ઉપરાંત જવાનો ત્યાગ, એક કરણ ને ત્રણ યોગથી જીંદગી પર્યંત. તાર, ચિઠ્ઠી, ફોન આદિ પોતે કરવાની મર્યાદા ( ), દેશની સંખ્યા ( ) ઉપરાંતનો ત્યાગ. આગાર :- સ્વાભાવિક જમીન ઊંચી નીચી હોય તો તેનો આગાર. જે વાહન ખુલ્લા રાખ્યા છે તે જેટલા ઊંચા નીચા જાય તેનો આગાર. આવેલા તાર, ચિઠ્ઠી, ફોન, રેડિયો, ટી.વી. આદિનો આગાર. નોકરી અથવા શારીરિક કારણ આદિ વિશેષ પરિસ્થિતિનો આગાર. રાજ્ય સંબંધી, દેવ સંબંધી સ્થિતિનો આગાર. પુત્રાદિ મર્યાદિત ક્ષેત્રથી બહાર ચાલ્યા જાય તો તેના સંબંધે વિશેષ પરિસ્થિતિનો આગાર. બનતી કોશિશ બધી પરિસ્થિતિઓથી બચવાનું ધ્યાન રાખીશ. ઃ અતિચાર :– (૧–૩) ઉર્ધ્વ, અધો અને તિરછી દિશા સંબંધી અજાણપણે અને મર્યાદાને ભૂલી જવાના કારણે ઉલ્લંઘન થયું હોય (૪) એક દિશાના પરિમાણને ઘટાડીને બીજી દિશાનું પરિમાણ વધાર્યું હોય. બંને દિશાઓનો સરવાળો તેટલો જ રહે છે માટે અતિચાર છે (૫) યાદ ન રહે અને અંદાજથી જેટલી મર્યાદા ધ્યાનમાં (સ્મૃતિમાં) આવે, તેનું ઉલ્લંઘન કરે; ત્યારપછી ખબર પડે કે વાસ્તવમાં મર્યાદાનું ઉલ્લંઘન થયું નથી, તોપણ તે અતિચાર છે. (૭) સાતમું વ્રત : ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત :— નોંધ : ૨૬ બોલોની મર્યાદાને ૧૫ બોલોમાં સંક્ષિપ્ત કરી છે. 登 ૧. દાતણ - સચિત ( ), અચિત ( ), પ્રતિદિન ( ). ૨. સાબુ ન્હાવાનો ( ) જાતિ, ધોવાની જાતિ ( ), પોતાની અપેક્ષાએ, ૩. વિલેપન – તેલ, ચંદન, પીઠી, પાવડર, ક્રીમ આદિની જાતિ ( ). ૪. સ્નાન – રોજ નંગ ( ) માસમાં નંગ / દિવસ ( ) વરસમાં નંગ / દિવસ ( એક વખતના સ્નાનમાં પાણી ( ) લીટર. વગર માપના પાણીથી સ્નાન કરવાનો ત્યાગ અથવા મર્યાદા ( ). લોકાચારનો આગાર. મહિનામાં ( ) દિવસ સ્નાન કરવાનો ત્યાગ. () ૧૩૫ ૫. વસ્ત્ર – ૧ સૂતર, ઊન આદિ જાતિ ( ) જાવજીવ સુધી (૨) વસ્ત્ર જોડ અથવા નંગ ( ) ઉપરાંત એક સાથે રાખવાનો ત્યાગ. રેશમી વસ્ત્રનો સંપૂર્ણ ત્યાગ. ૬. શયન – સુવા બેસવાના નંગ રોજ (). ૭. કુસુમ (ફૂલ) – સૂંઘવાના ફૂલોની જાતિ ( ), અત્તરાદિ જાતિ (), માળા જાતિ (), ભૂલનો, દવાનો અને પરીક્ષાનો આગાર. ૮. આભૂષણ – ઘડિયાળ આદિ એક સાથે શરીર પર પહેરવાની જાતિ ( ) નંગ ( ) સંભાળીને રાખવા માટે અથવા પરીક્ષાને માટે પહેરવાનો આગાર. ૯. ધૂપ કરવો – જાતિ ( ), અગરબત્તી, લોબાન, કપૂર, ઘી, તેલ આદિ. અગરબત્તીની જાતિ ( ) . Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત ૧૦. લીલા શાકભાજી ફળ આદિ () કંદમૂળ () જાતિ ઉપરાંત ત્યાગ. ૧૧. સૂકોમેવો – જાતિ () ઉપરાંત ત્યાગ અથવા અમુક ચીજનો ત્યાગ. ૧૨. સવારી –હવાઈજહાજનો ત્યાગ અથવા મર્યાદા જીવનમાં () વાર, સમુદ્રમાં જહાજનો ત્યાગ અથવા મર્યાદા (). પશુની સવારી–તેની પીઠ પર બેસીને જવાનો ત્યાગ અથવા મર્યાદા જાતિ (), સ્થૂલ ક્ષેત્રની સવારી અમુક () નો ત્યાગ. ૧૩. ચંપલ – (જૂતા), રબર ચામડા આદિજાતિ (), બૂટ સેંડલ આદિ જાતિ () જાવજીવ. એક સાથે રાખવાની કુલ જોડી () ઉપરાંત ત્યાગ. ૧૪. સચિત ખાવાની જાતિ (), જાવજીવ, રોજ જાતિ () ઉપરાંત ત્યાગ. ૧૫. દ્રવ્ય – રોજ જાતિ (), જાવજીવ પર્વતની જતિ () ઉપરાંત ત્યાગ. દ્રવ્યઃ- (૧) લીલા શાક (ર) સૂકા શાક (૩) દાળ (૪) મુખવાસ (૫) મીઠાઈ (૬) પીવાલાયક પદાર્થ (૭) સૂકો મેવો (૮) વિગય (૯)ભોજન, રોટલી, ખીચડી આદિ, (૧૦) તળેલા પદાર્થ (૧૧) અન્ય પદાર્થ. વ્યાપાર જાતિ () ઉપરાંતનો ત્યાગ. કર્માદાન સંખ્યા () નો ત્યાગ. આગાર – ઉપરના નિયમોમાં ભૂલનો આગાર, દવાનો આગાર, બીજા કરી દે તો આગાર, નોકરી સંબંધી આગાર, ઘરને માટે આવેલી વસ્તુમાંથી કોઈ વેચવાનો પ્રસંગ આવી જાય તો આગાર. પુત્રાદિ આજ્ઞા વગર અથવા સલાહ વગર કંઈ કરી લેતો સ્વભાવ અનુસાર તેમાં સલાહ-સૂચન–બાગનો આગાર. ઉપર કહેલી સર્વે ય મર્યાદાઓ ઉપરાંત એક કરણ ને ત્રણ યોગથી ત્યાગ. અતિચાર પાંચ – (૧) ત્યાગ કરેલો હોવા છતાં પણ સચિત ને અચિત સમજીને અથવા ભૂલથી ખાવું અથવા કોઈપણ સચિત વસ્તુ ખાવી, તે પણ અતિચાર છે (૨) સચિત ગોટલી આદિથી લાગેલા ફળોને ખાય પછી ગોટલીને ઘૂંકવી અથવા તત્કાલ એટલે કે તરતજ ગોટલી આદિ કાઢીને ખાવું (૩) પાકું સમજી ને અપક્વ સચિત ખાવું (૪) અચિત સમજીને અધૂરા પાકેલા અથવા સેકેલા પદાર્થને ખાવા (૫) જેમાં ઝાઝું સચિત ખાવાનું હોય અને થોડોક જ અચિત ભાગ ખાવાનો હોય અથવા જેમાં ફેંકવાનું ભૂંકવાનું અધિક હોય અથવા જેમાં પાપક્રિયા વધારે લાગે અને લાભ ઓછો હોય એવી તુચ્છ વસ્તુઓ ખાવી પીવી. જેમ કે– કંદમૂળ, બીડી, સિગારેટ; તંબાકુ, ભાંગ; સીતાફળ, શેરડી આદિ. પંદર કર્માદાનનું સ્વરૂપ ૧. ઈંગાલ કમૅ– અગ્નિનો આરંભવાળો ધંધો, ધોબીકામ, રંગાટકામ, ગાળવાનું કામ, સુખડિયા, ભાંડભંજ, સોની, લુહાર આદિના ધંધા ૨. વણ કમૅ– વનસ્પતિના આરંભનો વ્યાપાર અથવા કર્મ, ખેતી, લીલા શાકભાજી કડ ર કમ રૂ . . Page #137 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૩ઃ બાર વત ૧૩. બાફીને સૂકવવા વેચવાનો ધંધો. ૩. સાડી કર્મે વાહન બનાવીને વેચવા. ૪. ભાડી કર્મે વાહન ચલાવીને ભાડાની કમાણી કરવી, વ્યાપાર રૂપે. ૫. ફોડી કમે– ખેતીને માટે હળ ચલાવવું. ખાણ ખોદવી અને તેમાંથી નીકળેલ પદાર્થને વેચીને આજીવિકા ચલાવવી. કુવા, વાવડી, તળાવ, સડક આદિ બનાવવાનો ઠેકો લેવો. દાદત વાણિજજે ત્રસ જીવોના શરીરના અવયવનો વ્યાપાર. હાથીદાંત, રેશમ, કસ્તૂરી, શંખ, કેશ, નખ, ચામડું, ઊન, સીધા ખરીદવા અથવા ઓર્ડર દેવો. ૭. લખ વાણિજે– જે વસ્તુઓને તૈયાર કરવામાં ત્રસજીવોની હિંસા થાય અથવા સોગવવી પડે એવા કેમિકલના વ્યાપાર અથવા લાખ ચપડી આદિ વેચવા, ગળી, સોડા, સાબુ, મીઠું, સાજીખાર, રંગ આદિનો વ્યાપાર. ૮. રસવાણિજે -- દારૂનો ધંધો, તથા ઘી, તેલ, ગોળ, સાકર આદિ રસ પદાર્થનો ધંધો કરવો. દૂધ, દહીં વેચવા. ૯. કેશ વાણિજ્જ– વાળવાળા જાનવર કે દાસ-દાસી વેચવા ખરીદવાનો વેપાર. ૧૦. વિષ વાણિજ્જ – જેનો ઉપયોગ જીવોને મારવાનો હોય એવા પદાર્થ અથવા શસ્ત્રનો વ્યાપાર જેમ કે– જેમ બંદૂક, તલવાર, ડી.ડી.ટી. પાઉડર આદિ. ૧૧. યંત્ર પીડન કર્મ– તેલ અથવા રસ કાઢવો તથા ચરખા મિલ, પ્રેસ, ઘંટી આદિ ચલાવવા, વીજળીથી ચાલે તેવા કારખાના ચલાવવા. ૧૨. નિલંછણ કમે- નપુંસક બનાવવાનો ધંધો કરવો, અંગોપાંગનું છેદન કરવું, ડામ આપવા વગેરે. ૧૩. દવચ્ચિદાવણયા- જંગલ, ખેત, ગામ આદિમાં આગ લગાડવી. ૧૪. સરદહ તલાગ પરિસોસણયા- ખેતી આદિ કરવાને માટે સરોવર, તળાવ આદિના પાણીને સૂકવવા. ૧૫. અસઈ જણ પોષણયા- શોખ, શિકાર અથવા આજીવિકા નિમિત્તે હિંસક જાનવર તથા દુશ્ચરિત્ર સ્ત્રીઓનું પોષણ કરવું (૮) આઠમું વત: અનર્થદંડ વેરમણ – ચાર પ્રકારના અનર્થ દંડને પોતાની સમજ અનુસાર, વિવેક અનુસાર ટાળવાનું ધ્યાન રાખીશ; જ્ઞાન અને વિવેક વધે તેને માટે કોશિશ કરીશ. આ પ્રકારના ત્યાગ કરવા :- (૧) હોળી રમવી (૨) ફટાકડા ફોડવા (૩) જુગાર રમવો (૪) સિનેમા (૫) પાન (૬) સાત વ્યસન (૭) ધુમ્રપાન (૮) તંબાકુ ખાવું સુંઘવું (૯) માપ વગર પાણીથી સ્નાન કરવું જેમ કે- કુવા, વાવડી, તળાવ, નદી, વરસાદમાં અથવા નળની નીચે. તેનો ત્યાગ કરવો અથવા મર્યાદા Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત ( ) વાર વરસમાં. લોકાચારનો આગાર (૧૦) ગાળ્યા વગરનું પાણી પીવાનો ત્યાગ અથવા કામમાં લેવાનો ત્યાગ, ચાર પ્રકારના અનર્થદંડ :-- (૧) અવજ્ઞાળા પરિણ્ :-- ખોટું ખોટું ચિંતન કરવું. જેમ કે – બીજા માટે મરવાનો, નુકસાનનો, રોગ આવવાનો, આગ લાગી જવાનો કોઈપણ રીતે દુ:ખી થવાનો ઇત્યાદિ વિચાર કરવો. અથવા આ કાર્ય પોતે જ કરવાનો વિચાર કરવો. બીજા પણ અનેક આર્ટરૌદ્ર ધ્યાન કરે જેમ કે— બીજાના દોષ જુએ, નિંદા કરે, બીજાની લક્ષ્મી ઇચ્છે, સંયોગ વિયોગના સંકલ્પ વિકલ્પ કરે, બીજાના દુ:ખમાં ખુશ થાય, ખોટું આળ આપે, ખોટી અફવા ઉડાડે. મિશ્ર ભાષા બોલીને કોઈના પ્રત્યે ભ્રમ ફેલાવે ઇત્યાદિ આ બધી પ્રથમ અનર્થ દંડની પ્રવૃત્તિઓ છે. (૨) પમાયાપરિણ્ :- પ્રમાદપૂર્વક પ્રવૃત્તિ કરવી. વિવેક ન રાખતા આળસ, બેપરવાહી આદિ. તરલ પદાર્થ જેમ કે- પાણી, દૂધ, ઘી આદિના વાસણ ઉઘાડા રાખવા. મીઠા પદાર્થોને વિવેક વગર રાખવા તથા કઈ વસ્તુને ક્યાં, કેવી રીતે રાખવી, તેનો વિવેક ન રાખવો. વિવેક વગર બોલી જવું, વિવેક વગર ચાલવું, બેસવું; વગર પ્રયોજને પૃથ્વી ખોદવી; પાણી ઢોળવું, અગ્નિ પેટાવવી, હવા નાખવી, હાથ પગ વસ્તુ હલાવવી; પંખા લાઈટ ખુલ્લા મૂકીને ચાલ્યું જવું, નળ આદિ ખુલ્લા રાખીને જવું, વિવેક ન રાખવો. લીલી વનસ્પતિ, ઘાસ તોડવું; તેના ઉપર બેસવું; ચાલવું; માપ વગર પાણીનો ઉપયોગ કરવો અથવા પાણીમાં તરવું; અનેક મનોરંજનની પ્રવૃત્તિઓ પણ અનર્થદંડમાં ગણવામાં આવે છે. દીપક, ચૂલા, ગેસ ઉઘાડા રાખી દેવા. સંમૂર્ચ્છિમ ખાર, ફૂલણ આદિનું ધ્યાન રાખ્યા વગર ચાલવું. વૃક્ષ પર ઝૂલો બાંધવો. આ બધી પ્રવૃત્તિઓ બીજા અનર્થદંડની છે. (3) हिंसप्पयाणं હિંસાકારી શસ્ત્ર કોઈને પણ આપવા અથવા અવિવેકી આપવા તથા એવા સાધનોનો અધિક સંગ્રહ કરવો. શસ્ત્ર, તલવાર, બંદૂક, કોદાળી, પાવડા આદિ. હિંસક જાનવરોનું પોષણ કરવું, ડી.ડી.ટી. પાવડર આદિનો સંગ્રહ અથવા ઉપયોગ કરવો આદિ ત્રીજા અનર્થદંડ છે. --- (૪) પાવામ્ભોવબેસે :– પ્રયોજન વગર અથવા જવાબદારી વિના જ બીજાઓને પાપકાર્યોની પ્રેરણા કરવી. જેમ કે સ્નાન, શાદી, મકાન બનાવવું, વ્યાપાર કરવો, મોટરગાડી ખરીદવી, કૂવો ખોદાવવો, ખેતી કરવી, જાનવરનો સંગ્રહ કરવો. વનસ્પતિ કાપવી, ઉકાળવી આદિ પ્રેરણા કરવી અથવા એવા સંકલ્પ-વિકલ્પ કરવા. કોઈપણ ચીજોને અથવા સ્થાનોને જોવા જવું તેમજ કોઈ પણ વસ્તુના વખાણ અથવા પ્રશંસા કરવી. ખોટા શાસ્ત્ર રચવા તેમજ ખોટી પ્રરૂપણા કરવી; ઇત્યાદિ આ બધા ચોથા અનર્થદંડ છે. આગાર :- જે આદત જ્યાં સુધી પૂર્ણરૂપે ન સુધરે ત્યાં સુધી તેનો આગાર. Page #139 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૩: બાર વ્રત આદતને સુધારવાનો પૂરો પ્રયત્ન કરીશ. લા રાખીને વિવેકાન વધારીશ. અતિચારઃ- (૧) કામ વિકાર ઉત્પન્ન થાય તેવી કથા કરવી. (૨) ભાંડોની જેમ બીજાઓને હસાવવા માટે કાયાની કુચેષ્ટા કરવી. અંગોપાંગોને વિકૃત કરવા. (૩) નિર્લજ્જતાપૂર્વક નિરર્થક બોલવું, અસત્ય અને અટપટુ અથવા હાસ્યકારી બોલવું (૪) ઉખલ–મૂરાલ આદિ ઉપકરણોને એક સાથે રાખવા જેનાથી સહજ રીતે વિરાધના થાય તથા શસ્ત્રોનો અધિક સંગ્રહ કરવો. (૫) ઉપભોગ–પરિભોગની વસ્તુઓનો વધારે સંગ્રહ કરવો. આ પાંચ અતિચાર છે. (૯) સામાયિકવ્રત -- રોજ(), દર મહિને() દર વરસે() સામાયિક કરીશ; વિશેષ પરિસ્થિતિનો આગાર. ૩ર દોણને ટાળવાનું ધ્યાન રાખીશ. આ દોષોને કંઠસ્થ કરી લેવા અથવા વરસમાં ૧ર વખત વાંચવા. ભૂલ થઈ જાય તો આગાર. અતિચારઃ- (૧–૩) પાપમય મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરવી. (૪)સામાયિક છે તે યાદ ન રાખવું, ભૂલ કરતી સમયે અચાનક યાદ આવવું (૫) સામાયિક અવ્યવસ્થિત ઢંગથી, અવિવેકથી કરવી; જેમ-તેમ અનાદર કે અસ્થિરતાથી કરવી અથવા સમય પૂરો થયા પહેલાં સામાયિક પાળી લેવી. ત્રણ અતિચાર ઉપયોગની શૂન્યતાથી અને બે અતિચાર પ્રમાદથી લાગે છે. (૧૦) દેશાવગાસિક વત :-- ચૌદ નિયમ(ત્રેવીસ નિયમ) રોજ ધારણ કરીશ અને ત્રણ મનોરથનું ચિંતન કરીશ, ભૂલ કે શારીરિક પરિસ્થિતિ વગેરેનો આગાર. અભ્યાસ(ટેવ) થઈ જાય ત્યાં સુધી આગાર, વિશેષ પરિસ્થિતિમાં કોઈ પણ સંક્ષિપ્ત રીતથી નિયમ ધારણ કરવાનો આગાર. અતિચાર :- મર્યાદાઓનું અજાણપણે અથવા અવિવેકથી ઉલ્લંઘન થવા પર અતિચાર લાગે છે. નોટ:ચૌદ નિયમનું વિરોપ સ્પષ્ટીકરણ આગળ જુઓ. (૧૧) પોwધવ્રત:-- દયા અથવા પૌષધ મળીને કુલ () દર વર્ષે અથવા પરિપૂર્ણ પૌષધ (), અપૂર્ણ પૌષધ (), દયા (), ચાર બંધ (), ચૌવિહાર (), તિવિહાર (), ઉપવાસ (), આયંબિલ (), નીવી (), એકાસણું (), પોરસી (), નવકારસી (), પ્રતિક્રમણ (), મહિનામાં અથવા વરરામાં ભૂલ થવા પર અથવા અવસ્થાના કારણે આગાર. નિવૃત્તિ વ્યાપારથી () વર્ષ પછી. અતિચાર :- (૧) સુવાના મકાન, પથારીનું પડિલેહણ ન કરવું અથવા સારી રીતે ન કરવું (ર)પૂજવાના સમયે પ્રમાર્જન ન કરવું અથવા સારી રીતે ન કરવું. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત (૩–૪) એવી રીતે ઉચ્ચાર પાસવણ ભૂમિના બે અતિચાર સમજી લેવા. (૫) પૌષધના ૧૮ દોષ ન ટાળવા અથવા ચાલવું બેસવું સુવું, બોલવું, પૂજવું, થૂંકવું, ખાવું, પીવું, પરઠવું આદિ અવિવેકથી કરવું. આ બધા અતિચાર છે. (૧૨) અતિથિ સંવિભાગ વ્રત : સાધુ-સાધ્વીનો યોગ મળવા પર નિર્દોષ વસ્તુઓને ભક્તિભાવથી, નિષ્કામ બુદ્ધિથી, કેવળ આત્મ કલ્યાણને માટે વહોરાવીશ અને ભોજન કરવાના ટાઈમે ત્રણ વખત નવકાર ગણવા દિવસમાં ઓછામાં ઓછું એક વખત દાન દેવાની ભાવના ભાવીશ. - શિક્ષાઓ :– નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરનાર શ્રમણોને જૂઠ-કપટ કરી સદોષ આહાર પાણી, મકાન, વસ્ત્રપાત્ર, પાટ, પૂઠાં ઘાસ, દવા આદિ ન વહોરાવવા. ઘરમાં સચિત અને અચિત ચીજોને એક સાથે એક જ કબાટમાં અથવા એક કાગળ પર ન રાખવા, તેનું હંમેશા ધ્યાન રાખવું અને ઘરની વ્યક્તિઓને પણ સમજાવવું. ઘરમાં અચિત પાણી થતું હોય તો તેને તરત જ ન ફેંકી દેવું અને બીજાઓએ પણ ધ્યાનમાં રાખવું. જો અચિત પાણી ન બનતું હોય તો તેને બનાવી રાખવાનો રિવાજ ન કરવો અને તેને માટે સાચું જ્ઞાન મેળવીને બીજાને પણ સાચું માર્ગદર્શન આપતા રહેવું. ૪૨ દોષ આદિનું જ્ઞાન કરવું. સંત-સતીજીઓ સામે ખોટું ન બોલવું. ઘરમાં અથવા ભોજન ઘરમાં સંચિત પદાર્થોને વેરાયેલા ન રાખવા તેમજ વચમાં પણ ન રાખવા. અતિચાર :- (૧) અવિવેકથી ઘરમાં સચિત-અચિત વસ્તુ સંઘટાથી રાખી હોય (૨) અવિવેક ભૂલથી અચિત પદાર્થ ધોવણ આદિ ઉપર સચિત અથવા કાચું પાણી રાખ્યું હોય. (૩) ભિક્ષાનો સમય વીતી ગયા પછી ભાવના ભાવી હોય અથવા ભિક્ષાના સમયે ઘરના દરવાજા બંધ રાખ્યા હોય તેમજ રસ્તામાં પાણી, બીજ આદિ રાખ્યા હોય. (૪) વિવેક અને ઉમંગની ઉણપથી પ્રસંગ આવવા પર પોતે ન વહોરાવે અને બીજાને આદેશ કરતા રહે; હું પોતે વહોરાવું એવું યાદ જ ન આવે. (૫) સરળ, શુદ્ધ ભાવ અને શુદ્ધ કાયા-વચનના વિવેકથી ન વહોરાવે; અનેક પ્રકારના અશુદ્ધ ભાવ, કલુષતા, ઈર્ષ્યા, બરાબરી, દેખાવ, આગ્રહ, જિદ, અવિનય, અવિવેક ભરી ઠપકારૂપવાણી, મહેણાં મારવા આદિ કાયા અને વચનના અવિનય અભક્તિ અવિવેકથી વહોરાવ્યું હોય. આ અતિચાર છે. વિશેષ નોંધ :- બધા વ્રતોમાં પ્રતિક્રમણ અનુસાર કરણ અને યોગ સમજી લેવા. બધા વ્રત બુદ્ધિ પ્રમાણે, ધારણા અનુસાર ધારણ કરું છું. બધામાં ભૂલનો આગાર. આમાં જે કંઈ નવી શંકા થશે, જે વિષયમાં અત્યારે વિચાર્યું-સમજ્યું ન હોય, તેને તે સમયે સમજ શક્તિ અનુસાર કરીશ. આ લખેલા નિયમોમાં ફેરફાર કરવાનો આગાર ( ) વરસ સુધી. ત્યાં સુધી દર મહિનામાં એક વખત અવશ્ય વાંચીશ. ત્યાર પછી દર વરસે આ લખેલા નિયમોને એક વખત અવશ્ય વાંચીશ. ભૂલનો Page #141 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૩ : બાર વ્રત આગાર. પ્રતિક્રમણ અર્થ સહિત વરસમાં એક વખત અવશ્ય વાંચીશ. જલ્દીથી જલ્દી જાતિ અને નામોની નોંધ કરવી, યથા– લીલોતરી, સચિત્ત, કંદમૂળના, સાબુના વિલેપનના, દાંતણના, વસ્ત્રના, ફૂલના, અગરબત્તીના, વ્યાપારના, દ્રવ્યોના. અધ્યયન :– (૧) આ પુસ્તક મહિનામાં ( ) વાર વાંચીશ. (૨) ઉપાસક દશા સૂત્રનો સારાંશ વરસમાં ( ) વાર વાંચીશ. (૩) બત્રીશ આગમોનો આઠ ભાગોમાં સારાંશ ( ) વરસમાં વાંચીશ. કંઠસ્થ જ્ઞાન -સામાયિક સૂત્ર ૩ર દોષયુક્ત; પ્રતિક્રમણ અર્થ સહિત અને પચ્ચીસ બોલ. મહત્ત્વની વાતો: શિક્ષાઓ (૧) બધા જૈન શ્રમણોનો આદર, સત્કાર, સન્માન, વિનય, ભક્તિ, શિષ્ટાચાર આદિ અવશ્ય કરવો. સમય કાઢીને તેઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું. શક્તિ પ્રમાણે સેવા અને સહયોગ આપવો. સુપાત્રદાન દઈને શાતા પહોંચાડવી. ૧૪૧ (ર) અન્ય મતાવલંબી જૈનેતર સંન્યાસી આદિનો અતિ પરિચય ન કરવો. પરંતુ સંયોગવશાત્ મળી જાય તો અશિષ્ટતા, અસભ્યતા ન કરવી. (૩) કુળ પરંપરાથી દેવ-દેવીની પૂજા આદિ કરવા પડે તો તેને ધર્મ ન સમજવો, સાંસારિક કાર્ય સમજવું. (૪) હિંસા અને આડંબરમાં તથા પાપના આચરણને કયારેય પણ ધર્મ ન માનવો. (૫) કોઈ વ્યક્તિ કે સમુદાયની નિંદા, અવહેલના ન કરવી; અનુકંપા ભાવ રાખવા. (૬)જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરનારા શ્રમણોને હંમેશા અવસર પ્રમાણે વિનય-વિવેક યુક્ત શબ્દોમાં સૂચના કરતા રહેવું પરંતુ નિંદા-તિરસ્કાર ન કરવી. (૭) કોઈપણ પ્રાણી પ્રત્યે આપણા મનમાં રાગ અથવા દ્વેષ અર્થાત્ નારાજી, રંજ, એલર્જી ભાવ ન રાખવો. ભલે ને તે પાપી હોય, દુષ્ટ હોય, વિરોધી હોય, ધર્મી હોય, અશુદ્ધ ધર્મી હોય, અહિત કરનાર હોય, પાગલ કે મૂર્ખ હોય, શિથિલાચારી હોય, અન્ય સંપ્રદાય કે અન્ય ધર્મનો અનુયાયી હોય; બધાના પ્રત્યે ચિત્ત સ્વસ્થ અને પ્રસન્ન રાખવું જોઈએ. ‘બધાના પુણ્ય અને ઉદય કર્મ જુદા-જુદા હોય છે,' એવું ચિંતન કરીને સમભાવ રાખવો આ સમકિતનું પ્રથમ લક્ષણ છે– ‘સમ’, (૮) પરમત-પરપાખંડ, અન્ય દર્શન, મિથ્યા દષ્ટિ આદિની સંગતિ, પરિચય, પ્રશંસા, સન્માન આદિનો સમ્યક્ત્વ શુદ્ધિની અપેક્ષાએ આગમોમાં નિષેધ છે. પરંતુ સ્વદર્શની જિનમતાનુયાયી તીર્થંકરોના અનુરાગી આદિ જે જૈન શ્રમણ નિગ્રંથ છે તેની નફરત કરવી, અનાદર કરવો, અયોગ્ય આચરણ છે, રાગ-દ્વેષ વર્ધક આચરણ છે, સંકુચિત વૃત્તિનું પરિચાયક છે, તે આગમ સમ્મત પણ નથી. પરંતુ જૈનશાસનની અવહેલના કરાવવાનું એક હલકું કર્તવ્ય છે. તેથી સમસ્ત જૈન શ્રમણોનું સન્માન રાખવું જોઈએ તથા અનાદર તિરસ્કાર તો કોઈનો પણ ન કરવો જોઈએ. Page #142 -------------------------------------------------------------------------- ________________ ક ૧૪ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત - મનિ દર્શનના પાંચ નિયમ યાને શ્રાવકના પાંચ અભિગમ | (૧) અચેતનો ત્યાગ– સચિત સજીવ ચીજોને પોતાની પાસે ન રાખવી. (૨) અચેતનો વિવેક અચેત રાજચિન્હ છત્ર, ચામર, તલવાર આદિ તથા જૂતા, ચંપલ આદિ મુનિની પાસે આવતા જ ત્યાગ કરવો. (૩) ઉતરાસંગ- મુનિના સનધ્યમાં પ્રવેશ કરતાં મુહપત્તી રાખવી અર્થાત્ ઉત્તરાસંગ કરવું (૪) અંજલિકરણ– મુનિની પાસે પહોંચતા જ હાથ જોડવા. (૫) મનની એકાગ્રતા- બધી ઝંઝટોને મગજમાંથી કાઢીને રાગદ્વેષથી દૂર થઈને એકાગ્રચિત્ત થઈને મુનિની પાસે પ્રવેશ કરવો ત્યારબાદ સવિધિ સભક્તિ વંદન, ગુણકીર્તન, જિનવાણી શ્રવણ, ગુણગ્રહણ તેમજ વ્રત ધારણ આદિ કરવું જોઈએ. વત ધારણ કરવાની સરળ સંક્ષિપ્ત વિધિ | સૂિચના :– કોઈપણ વિશેષ સ્પષ્ટીકરણ જાણવું હોય તો પૂર્વ પ્રકરણમાં વિસ્તારથી કથન છે, ત્યાં જોઈ લેવું. સમ્યકત્વ –દેવ, ગુરુ, ધર્મની શુદ્ધ સમજણ રાખીશ અને સુદેવસુગુરુને ભક્તિપૂર્વક વંદન કરીશ. કુદેવ કુગુરુને વિનય વંદનની પ્રવૃત્તિ સમાજ-વ્યવહારથી, વિવેક ખાતર તથા પરિસ્થિતિથી કરવી પડે તો તેની આગાર. (૧) પહેલું વ્રત – જાણીને મારવાની ભાવનાથી નિરપરાધી ત્રસજીવને મારવાના પચ્ચખ્ખાણ, પોતાની સમજણ અને ધારણાનુસાર, આગાર સહિત, બે કરણ ત્રણ યોગથી, જીવનપર્યત. અતિચારોને ટાળવાનું ધ્યાન રાખીશ. (૨) બીજું વ્રત – પાંચ પ્રકારનું મોટકું જૂઠ બોલવાના પચ્ચખાણ, પોતાની સમજણ તેમજ ધારણાનુસાર, આગાર સહિત, બે કરણ-ત્રણ યોગથી જીવન પર્યત. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૩) ત્રીજું વ્રત – પાંચ પ્રકારની મોટી ચોરીને સમજ ધારણાનુસાર આગાર સહિત પચ્ચખાણ. બે કરણને ત્રણ યોગથી જીંદગી સુધી ધારણાનુસાર. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૪) ચોથું વ્રત:- (૧) સંપૂર્ણ કુશીલ સેવનનો ત્યાગ અથવા (૨) મર્યાદા () (૩) પરસ્ત્રીનો ત્યાગ (૪) દિવસમાં કુશીલ સેવનનો ત્યાગ () ધારણાનુસાર અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૫) પાંચમું વ્રત – ખેતી (), કુલ મકાન, દુકાન(), બાકી પરિગ્રહ રૂપિયામાં () અથવા સોનામાં (); આ મર્યાદા ઉપરાંત સમજ ધારણા અનુસાર ત્યાગ, એક કરણને ત્રણયોગથી. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. Page #143 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૩ : બાર વ્રત સંક્ષિપ્ત (૬) છઠ્ઠું વ્રત ઃ- ભારત ઉપરાંત ત્યાગ અથવા દેશ ( ) ઉપરાંત ત્યાગ. ઊંચા (કિલોમીટર) ( ), નીચા (કિલોમીટર) ( ), ઉપરાંત ત્યાગ. એક કરણ ત્રણ યોગથી સમજ અનુસાર. અતિચાર ટાળવાનું ધ્યાનમાં રાખીશ. (૭) સાતમું વ્રત :— (૧) મંજન ( ) (૨) નાહવાનો સાબુ ( ) (૩) તેલ ( ) બીજા વિલેપન ( ) (૪) સ્નાન મહિનામાં ( )દિવસ ત્યાગ. (૫) વસ્ત્ર જાતિ ( ), રેશમનો ત્યાગ (૬) ફૂલ ( ), અત્તર ( ), ફુલ માળા. ( ) (૭) આભૂષણ ( ) (૮) ધૂપ જાતિ ( ), અગરબત્તીની જાતિ ( ) (૯) લીલાશાકભાજી ( ), જમીનકંદ ( ) (૧૦) મેવો ( ) (૧૧) વાહન હવાઈ જહાજ ( ), સમુદ્રી જહાજ ( ) જાનવરની સવારી ( ) (૧૨) જૂતા જાતિ ( ), જોડી ( ) (૧૩) સયણ ( ) રોજ. (૧૪) સચિત રોજ ( ) (૧૫) દ્રવ્ય ( ) રોજ. વ્યાપાર કુલ ( ), કર્માદાન ( ); આ મર્યાદા ઉપરાંત ત્યાગ, સમજ ધારણાનુસાર, આગાર સહિત, એક કરણ ત્રણ યોગથી. અતિચારોને ટાળવાનું ધ્યાન રાખીશ. ભૂલ, દવાનો આગાર; બીજા કરી દે તો આગાર. ૧૪૩ (૮) આઠમું વ્રત :– ચાર પ્રકારના અનર્થ દંડને પોતાની સમજ અથવા વિવેક અનુસાર ટાળવાનું ધ્યાન રાખીશ. બે કરણ ત્રણ યોગથી જીવન પર્યંત. જ્ઞાન અને વિવેક વધે તેને માટે કોશિશ કરીશ. ત્યાગ કરવો હોળી રમવી ( ), ફટાકડા ફોડવા ( ), જુગાર રમવો ( ), સાત વ્યસન ( ), ધૂમ્રપાન ( ), તમાકુ ખાવું, સુંઘવી ( ), માપ વગર પાણીથી સ્નાન ( ), ગાળ્યા વગર પાણી પીવું ( ), રાત્રે સ્નાન આદિ કાર્ય ( ), કોઈ પણ આરંભ સમારંભની વસ્તુની અતિ પ્રશંસા ન કરવી, તેને માટે ધ્યાન રાખીશ. (૯) નવમું વ્રત :— મહિનામાં સામાયિક () કરીશ. આગાર સહિત ૩ર દોષોનું જ્ઞાન કરીને છોડવા યોગ્યને છોડવાનું ધ્યાન રાખીશ. (૧૦) દશમું વ્રત :– રોજ ૧૪ નિયમ(૨૩ નિયમ) ધારણ કરીશ,ચિતારીશ(પુનઃ નિરીક્ષણ કરીશ) અને ત્રણ મનોરથનું ચિંતન કરીશ. અભ્યાસની કમી, ભૂલ અને અસ્વસ્થતાનો આગાર. (૧૧) અગિયારમું વ્રત ઃ- કુલ દયા પૌષધ વર્ષમાં ( ) કરીશ, સમજ અને ધારણાનુસાર, આગાર સહિત. (૧૨) બારમું વ્રત :– એક વખત ભોજન કરતી વેળાએ ત્રણ નવકાર ગણીને સુપાત્રદાનની ભાવનાભાવીશ. સંત સતીજીઓની સામેખોટુંબોલવાના પચ્ચક્ખાણ. બીજા પચ્ચક્ખાણો ઃ– નિવૃત્તિ વ્યાપારથી ( ), ચાર સ્કંધ(મોટા ત્યાગ) ( ), રાત્રિ ભોજન ( ), નવકારશી ( ), પ્રતિક્રમણ ( ) મહિનામાં. બીજા જે કંઈ પણ પચ્ચક્ખાણ લીધા હોય અથવા નવા પચ્ચક્ખાણ કરવા હોય તો તેની અહીં યાદી કરી લેવી. Page #144 -------------------------------------------------------------------------- ________________ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત છે: નોંધ :- બધા વ્રત સમજ અનુસાર ધારણાનુસાર ધારણ કરું છું. ભૂલ તેમજ શારીરિક પરિસ્થિતિ તથા પરવશતાનો આગર. આ લખેલા નિયમોને દરમાસે બે વખત અવશ્ય વાંચીશ. આમાં કયારેય પણ જે નવી શંકા ઉત્પન્ન થશે, જે વિષયમાં અત્યારે કંઈપણ વિચાર્યું કે સમક્યું ન હોય તેને તે સમયની સમજ શક્તિ ભાવ અનુસાર કરીશ. સમજ ધારણા, આગાર, અતિચાર આદિના વિસ્તારને વાંચીને સમજી લેવું. આવશ્યક વાંચન કરવું – (૧) ઉત્તરાધ્યયન સૂત્ર હિંદી, દશવૈકાલિક, જૈન તત્ત્વ પ્રકાશ નવ તત્ત્વ સાર્થ.() વર્ષમાં વાંચીશ. (ર) ઉપાસક દશાંગ સૂત્રનો સારાંશ વરસમાં () વાર વાંચીશ. (૩) બારવ્રતોનું વિસ્તારથી વર્ણન આ પુસ્તકમાંથી મહિનામાં () વખત વાંચીશ. (૪) બત્રીસ આગમોના સારાંશના આઠ પુસ્તકો () વરસમાં વાંચીશ. (૫) ચાર છેદ સૂત્ર વિવેચન યુક્ત પ્રકાશિત વર્ષ () માં વાંચીશ. ઈચ્છા અનુસાર શાસ્ત્ર વાંચન- લેખક, સંપાદક – ઘાસીલાલજી મ.સા. મધુકર મુનિજી મ.સા.અમોલક ઋષિજી મ.સા. આત્મારામજી મ.સા., શેલાના, બીકાનેર, જોધપુરથી પ્રકાશિત આગમ તેમજ રાજકોટથી પ્રકાશિત ગુરુપ્રાણ આગમ બત્રીસીનું અધ્યયન મનન કરવું. ઈચ્છા અનુસાર બીજું વાંચન :- સદ્ધર્મ મંડન, સમક્તિ સાર, સૃષ્ટિવાદ અને ઈશ્વર, ગણધરવાદ, જિનાગમ વિરૂદ્ધ મૂર્તિપૂજા, લોકાશાહમત સમર્થન, સ્થાનકવાસી જૈન ધર્મની સત્યતા, જેનસિદ્ધાંત બોલ સંગ્રહ ભાગ એકથી સાત સુધી, મુખવસ્ત્રિકા નિર્ણય, સમ્યકત્વ શલ્યોદ્વાર ઇત્યાદિ નિબંધ ચર્યાનું સાહિત્ય વાંચવું. * * - - - - પરિશિષ્ટ-૪ ગણ મનોરથ : ચોદ નિયમ I કે ફ્રિી હરિ થિ ત્રણ મનોરથનો વિસ્તાર(હમેશાં વાંચન મનન કરવાને માટે) : આરંભ પરિગ તજ કરી, પંચ મહાવ્રત ધાર અંત સમય આલોયણા, કરું સંથારો સાર. (૧) પહેલો મનોરથ – મેં જે દ્રવ્યાદિની મર્યાદા રાખી છે તે આરંભ અને પરિગ્રહ પણ મારા આત્માને માટે કર્મબંધ કરાવવાવાળા છે. પરંતુ હું એવી પરિસ્થિતિમાં ફસાઈ ગયો છું. સંપૂર્ણ આરંભ પરિગ્રહનો ત્યાગ કરી શક્તો નથી તેથી મર્યાદા કરીને સંતોષ રાખું છું. પરંતુ વાસ્તવમાં તો મારો તે જ દિવસ ધન્ય થશે જે દિવસે Page #145 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૪: ત્રણ મનોરથ (૧૪૫ ૯ હું સંપૂર્ણ આરંભ પરિગ્રહનો ત્યાગ કરીને નિવૃત્તિ ધારણ કરીશ. પોતાનો ભાર આનંદ આદિશ્રાવકની સમાન પુત્ર આદિને સોંપીને સંપૂર્ણ સમય ધર્મ સાધનમાં લગાવીશ તે દિવસ મારા માટે પરમ મંગલમય તેમજ ધન્ય થશે. જીવનમાં તે દિવસ મને જલ્દી પ્રાપ્ત થાય જે દિવસે હું ચૌદ પ્રકારના આત્યંતર પરિગ્રહ(ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, રતિ, અરતિ, શોક, દુગંછા, ત્રણ વેદ, મિથ્યાત્વ) અથવા નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ (ખેત, વન્યુ, હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, દ્રિપદ, ચૌપદ, કુવિય આદિ) ના નિમિત્તથી થવાવાળા આરંભ તેમજ પરિગ્રહથી બિલકુલ નિવૃત્ત થઈશ. તે દિવસ મારો ધન્ય થશે. આ આરંભ પરિગ્રહ સમ્યમ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન, સમ્યચારિત્ર આદિ સદ્ગણોનો નાશ કરનારા છે, રાગ દ્વેષને વધારનારા છે. વિષય કષાયને ઉત્પન્ન કરનારા છે. અઢાર પાપોને વધારનારા છે, દુર્ગતિનેદેનાર છે, અનંત સંસારને વધારનારા છે, અશરણરૂપ છે, અતરણરૂપ છે, નિગ્રંથને માટે નિંદનીય છે, ચાર ગતિ, ચોવીસ દંડક, ચોરાશી લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરાવીને દુઃખ આપનાર છે. આ અપવિત્ર આરંભ–પરિગ્રહનો હું સર્વથા પ્રકારે ત્યાગ કરીશ, છોડીશ તેનું મમત્વ ઉતારીશ, તેને પોતાનાથી સંપૂર્ણ પણે અલગ કરીશ. તે દિવસ મારો ધન્ય થશે. હે પ્રભુ! મને એવી આત્મ શક્તિ પ્રગટ થાય કે હું આ આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરવામાં સર્વથા પ્રકારે સફળ થઈ શકું (ર) બીજો મનોરથ - જ્યારે હું આરંભ પરિગ્રહથી પૂર્ણતઃ નિવૃત્ત થઈ અઢારે ય પાપો ને ત્રણ કરણ ત્રણ યોગથી જીવન ભરને માટે ત્યાગીને મહાવ્રત ધારણ કરી સંયમ અંગીકાર કરીશ અને સંપૂર્ણ આશ્રવોને રોકીને તપ આદિ દ્વારા પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરવામાં લાગીશ; તે દિવસ મારો ધન્ય થશે. મને મનુષ્ય ભવ પ્રાપ્ત થયો તે પણ પૂર્ણ સાર્થક થશે. જે મહાત્માઓએ સંયમ ધારણ કર્યો છે અથવા કરવાવાળા છે, તેઓને કોટિ કોટિ ધન્યવાદ છે. હું સંયમ લેવાવાળાઓ માટે કયારેય બાધા રૂપ થઈશ નહીં. હે પ્રભુ! મારી પણ સંયમ લેવાની ભાવના દિવસે દિવસે વધતી જાય અને મારા પરિવારવાળાઓને એવી સબદ્ધિ થાય કે મારી ભાવના દઢ થતા જ તેમજ આજ્ઞા માંગતા જ જલદીમાં જલદી આજ્ઞા આપી દે અથવા મારુ એવા પ્રકારનું ઉચ્ચ મનોબળ થઈ જાય કે મારા માર્ગની બાધાઓ પોતાની મેળે જ દૂર થઈ જાય. આવી મારી મનોકામના સફળ થાય. જે દિવસે હું પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ યતિધર્મ, સત્તર પ્રકારના સંયમનું, જે પ્રમાણે શાસ્ત્રમાં બતાવેલ છે તે પ્રમાણે, પાલન કરી ભગવાનની આજ્ઞામાં વિચરણ કરીશ, કષાયોને પાતળા કરીશ, પરમશાંત બનીશ, તે દિવસ મારો પરમ કલ્યાણકારી થશે. હે પ્રભુ! તે દિવસ, તે શુભઘડી મને Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬, મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત : જલદીથી જલદી પ્રાપ્ત થાય કે જેથી હું મુનિ બનું. (૩) ત્રીજો મનોરથ – જે પ્રાણી જન્મ્યો છે તે અવશ્ય મરશે. મારે પણ મરવાનું અવશ્ય છે. મોત ક્યારે અથવા કેવી રીતે આવશે તેની કંઈ ખબર નથી, તેથી મારો તે દિવસ ધન્ય થશે કે જ્યારે હું મૃત્યુ સમયને નજદિક આવેલો જાણીને સંલેખના, સંથારાને માટે તત્પર થઈશ. તે સમયે પૂર્ણ હોશમાં રહેતા હું સંપૂર્ણ કુટુંબ પરિવાર ના મોહ, મમત્વભાવને છોડીને આત્મભાવમાં લીન બનીશ. બીજા અનેક જગતના પ્રપંચ અથવા જગત વ્યવહારની વાતોને ભૂલીને માત્ર આત્મ આરાધનાના વિચારોમાં રહીશ. ૧. હું પોતે સાવધાની પૂર્વક સંપૂર્ણ પાપોનો ત્યાગ કરીશ. ૨. લીધેલા વ્રત પ્રત્યાખ્યાનમાં લાગેલા દોષોની શુદ્ધિ કરીશ. ૩. બધા જીવો સાથે ખમતખામણા કરીશ. અર્થાત્ કોઈની સાથે વેરવિરોધ ન રાખતા, બધા જીવોને મારી તરફથી ક્ષમા આપીશ. કોઈની પ્રત્યે નારાજી ભાવ નહીં રાખું. પહેલાની કોઈ નારાજી હશે તો તેને યાદ કરીને દૂર કરીશ. આ રીતે આત્મામાં ક્ષમા, શાંતિ આદિ ગુણોને ધારણ કરતો હુંધર્મચિંતનમાં લીન રહીશ. પહેલા લાગેલા પાપોની આલોચનાપ્રાયશ્ચિત કરીને, આત્મશુદ્ધિ કરી સમાધિપૂર્વક પંડિત મરણને પ્રાપ્ત કરીશ. ભગવાનની આજ્ઞાનો આરાધક થઈશ તે દિવસ મારો ધન્ય થશે. હે પ્રભુ! જ્યારે મારો મૃત્યુ સમય નજીક આવી જાય ત્યારે મને આભાસ થઈ જાય કેહવે થોડીજ અંતિમ ઉંમર બાકી છે. હવે મારે પંડિત મરણને માટે તૈયાર થઈ જવું જોઈએ અને આવું જાણીને હું આજીવન અનશન સ્વીકાર કરી લઉં. અંતમાં હે ભગવાન! મારી આ ભાવના છે કે તે ભવ, તે દિવસ તે સમય, મારા આત્માને શીધ્ર પ્રાપ્ત થાય જેથી હું આઠકર્મ ક્ષય કરીને સિદ્ધ, યાને મુક્ત થઈ જાઉં. તે સમયે મારા આત્માને માટે પરમ કલ્યાણકારી થશે. તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે નિત મન શક્તિસાર વરતે સહી, પાવે શિવ સુખ ધન ૧ પતિત ઉદ્ધારન નાથજી, અપનો વિરુદ્ધ વિચાર! ભૂલ ચૂક સબ માહરી, ખમજો વારંવાર | ૨ || છૂટં પિછલા પાપસે, નવા ન બાંધુ કોય ! શ્રી ગુરુ દેવ પ્રસાદ સે, સફલ મનોરથ હોય | ૩ અહો સમદષ્ટિ જીવડા, કરે કુટુંબ પ્રતિપાલ ! અંતર્ગત ન્યારો રહે, જ્યુ વાય ખિલાવે બાલ | ૪ || ધિક ધિક મારી આત્મા, સેવે વિષય કષાય ! હે જિનવર તારો મુજે, વિનતી વારંવાર . પ . આરંભ પરિગ્રહ કબ તજું, કબ હું મહાવ્રત ધાર ! સંથારો ધારણ કરું, એ ત્રણ મનોરથ સાર | ફ || Page #147 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૪: ચૌદ નિયમ ૧૪૦ ચૌદ નિયમ(રપ નિયમ)નું સરળ જ્ઞાનઃપ્રયોજન:- શ્રમણોપાસક દ્વારા ગ્રહણ કરાયેલા વ્રત તેમજ મર્યાદાઓને રોજ પોતાના દૈનિક જીવનનું ધ્યાન રાખીને સંકુચિત કરવા તે જ ચૌદ નિયમોનું મુખ્ય પ્રયોજન છે. આરંભ-સમારંભ તેમજ ઉપભોગ-પરિભોગની વસ્તુઓની જે મર્યાદાઓ આજીવન વ્રતોમાં કરી છે, તે બધાનું રોજના કાર્યમાં અથવા ઉપયોગમાં આવવું સંભવ નથી. તેથી તેને ઓછું કરવાનું શ્રાવકનું લક્ષ્ય હોવું જોઈએ. તેનાથી આત્મામાં સંતોષવૃત્તિ આવે છે તેમજ પાપાશ્રવ ઓછો થઈ જાય છે. જેનાથી આત્માના કર્મબંધનના અનેક દ્વાર બંધ થઈ જાય છે. અગર કલ્પનાથી એમ કહેવામાં આવે કે મેરુ પર્વત જેટલું વ્યર્થનું પાપ ટળી જાય છે અને માત્ર રાઈ જેટલું પાપ ખુલ્લું રહે છે, તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય. રોજ વ્રત પચ્ચકખાણની સ્મૃતિ રહેવાથી તેમજ આત્મામાં ત્યાગ પ્રત્યેની રુચિ વધતી રહેવાથી અશુભ કર્મોની અત્યંત નિર્જરા થાય છે. તેથી શ્રાવક ઉપયોગ પૂવર્ક, રુચિ તેમજ શુદ્ધ સમજણ પૂર્વક આ નિયમોને આગળ ૨૪ કલાકને માટે અથવા સૂર્યોદય સુધી ધારણ કરે. આ પ્રકારે ત્યાગના લક્ષ્યમાં વૃદ્ધિ કરતા રહેવાથી વ્રતોની આરાધના તેમજ અંતિમ સમયમાં પંડિત મરણ પ્રાપ્ત થવું બહુ સરળ થઈ જાય છે અને તે સાધક આરાધક થઈને શીધ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે. વિવેક જ્ઞાન - સવારમાં(સામાયિકમાં અથવા એમજ નમસ્કાર મંત્ર, ત્રણ મનોરથ આદિનું ચિંતન પૂર્વક ધ્યાન કરીને આ નિયમોને ગ્રહણ કરી લેવા જોઈએ.નિયમોને ધારણ કરતી વેળાએ આ વિવેક રાખવો આવશ્યક છે કે “અમુક અમુક પાંચ સચિત્ત ખાઈશ.” એવું ન બોલતા આ રીતે કહેવું જોઈએ કે પાંચ સચિત ઉપરાંત ત્યાગ અથવા “આ પાંચ સચિત સિવાય ખાવાનો ત્યાગ'. આ રીતે બધા નિયમોમાં વાક્ય પ્રયોગનું ધ્યાન રાખવું જોઈએ. ધારણ કરેલા વ્રતોમાં ભૂલથી અથવા અસાવધાનીથી દોષ લાગી જાય તો તેનું મિચ્છામિ દુક્કડં લેવું જોઈએ. અથવા જાણી જોઈને દોષ લગાવ્યો હોય તો ગુરુ તેમજ ત્યાગી મહાત્માઓની પાસે આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. શ્રેષ્ઠતા એજ છે કે લીધેલા વ્રતોનું દઢતાપૂર્વક તેમજ દોષ રહિત પાલન થવું જોઈએ. सचित दव्व विग्गइ, पण्णी तांबुल वत्थ कुसुमेसु । वाहण सयण विलेवण, बंभदिसि न्हाण भत्तेसु ॥ (૧)સચિત્ત – સચિત્ત વસ્તુઓ જે પણ ખાવા પીવામાં આવે, તે જાતિની મર્યાદા કરવી. જેમ કે લીલા શાકભાજી, ફળ, ફૂલ, વરિયાળી, એલચી, મેવો, મીઠું, જીરું, રાઈ, મેથી, અજમો, કાચું પાણી ઇત્યાદિ. Page #148 -------------------------------------------------------------------------- ________________ જ ૧૪૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત સચિત્ત વસ્તુ અગ્નિથી અથવા કોઈપણ શસ્ત્રથી પરિણત થઈ જવા પર અચિત થઈ જાય છે. જો પૂર્ણ શસ્ત્રથી પરિણત ન થઈ હોય તો તેને સચિત્તમાં જ ગણવી. મિશ્રણ થયેલી ચીજ જેમ કે– પાન આદિમાં જેટલી સચેત વસ્તુઓ હોય તે બધાની જુદી-જુદી ગણતરી કરવી. સચિત્ત સંબંધી ધ્યાનમાં રાખવા યોગ્ય મુદ્દાઓ - ૧. બીજ કાઢયા વગર બધા ફળોને સચિત્તમાં ગણવા. બીજ પણ કાચા અને પાકા બે પ્રકારના હોય છે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. ૨. વઘારેલી વનસ્પતિઓ તથા સેકેલા ડોડા (અર્ધપક્વ હોય તો) સચિત્ત ગણવા. ૩. પાકા ફળોનો રસ કાઢીને તથા ગાળીને રાખ્યો હોય તો થોડો સમય થયા પછી અચિત્ત ગણવો. ૪. સાફ કરેલા ચોખાને છોડીને ઘણું પ્રાયઃ બધું અનાજ સચિત્ત. તે પીસવાથી તથા અગ્નિપર શેકવાથી અચિત્ત થાય પરંતુ પલાળવાથી નહીં. ૫. કાળા મીઠાને છોડીને બધી જાતના મીઠા સચિત, ઉકાળીને બનાવ્યું હોય અથવા ગરમ કરેલ હોય તો અચિત્ત. પીસવા પર તો સચિત્ત જ રહે છે. ૬. ધાણાના બે ટુકડા થઈ જાય તો પણ સચિત્ત. પીસવાથી અચિત્ત થાય. ૭. કોઈ પ્રવાહ ચીજમાં મીઠું જીરા આદિ ઉપરથી નાખે તો અર્ધા કલાક સુધી સચિત્ત ગણાય અને સૂકી ચીજ ઉપર નાખ્યા હોય તો સચિત્ત જ રહે છે. નોંધ – બીજી પણ કોઈ ધારણા હોય તો તેનું સ્પષ્ટીકરણ નિશ્ચિત કરી શકાય છે. (૨) દ્રવ્ય – જેટલી ચીજો દિવસભરમાં ખાવા-પીવામાં આવે તેની મર્યાદા કરવી અથવા તૈયાર ચીજની એક જાતિ ગણી લેવી, પછી તેને કોઈપણ રીતે ખાવાની વિધિ હોય. બીજી રીત એ છે કે જેટલા પ્રકારના સ્વાદ બદલીને મેળવી મેળવીને ખાવામાં આવે તો તેનું ધ્યાન રાખીને ગણતરી કરવી. ચીજ ગણવાની રીત સરળ છે. દવા પાણી આગારમાં રાખી શકાય. બીજો પણ કોઈ આગાર અથવા ધારણા કાયમ પણ કરી શકાય છે. (૩) વિગય – મહાવિગય(માખણ, મધ) નો ત્યાગ કરવો તેમજ પાંચ વિગયો (દૂધ, દહીં, ઘી, તેલ, મીઠા પદાર્થ-સાકર, ગોળ) માંથી ઓછામાં ઓછો એકનો ત્યાગ કરવો. એકનો પણ ત્યાગ ન થઈ શકે તો બધાની મર્યાદા કરી લેવી. ચા, રસગુલ્લા, માવાની ચિક્કીમાં બે વિગય ગણવા. ગુલાબજાંબુ માં ત્રણ વિનય ગણવા. દહીંમાંથી માખણ ન કાઢયું હોય તો તેને વિનયમાં(દહીં) ગણવું જેમ કેરાયતું, મઠો આદિ તેલની કોઈપણ ચીજ બનેલી હોય તો તેને તેલના વિનયમાં ગણવી, જેમ કે શાક, અથાણાં, તળેલી ચીજો. સાકર, ગોળ અને તેમાંથી બનેલ Page #149 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૪ : ચૌદ નિયમ ચીજો તેમજ શેરડીનો રસ આ બધાને મીઠા વિગયમાં ગણવા. પરંતુ જે ચીજ સાકર ગોળ વગર સ્વાભાવિક જ મીઠી હોય તો વિગયમાં ન ગણવી. જેમકે ફળ, મેવા, ખજૂર આદિ. દહીંથી બનાવેલ શાક, કઢી આદિમાં દહીંને વિગય ગણવામાં આવતું નથી. (૪) પત્ની(પગરખા) :– પગમાં પહેરવાના જોડા, ચંપલ આદિની અને ચામડા, રબર આદિની મર્યાદા કરવી તથા જોડી નંગની મર્યાદા કરવી. સ્પર્શ આદિનો તથા ભૂલનો આગાર. ખોવાઈ જાય તો બીજી જોડી લેવાનો આગાર રાખી શકાય છે. ઘરના બધા ઉપરાંત પણ ત્યાગ કરી શકાય છે. મોજા વસ્ત્રમાં ગણવામાં આવે છે. (૫) તાંબુલ :– મુખવાસની ચીજો જેમ કે– સોપારી, એલચી, વરીયાળી, પાન, ચૂર્ણ ઇત્યાદિ જાતિની મર્યાદા કરવી. મિશ્ર વસ્તુ જેમ કે પાન આદિમાં એક જાતિ પણ ગણી શકાય છે અને અલગ-અલગ પણ. જે ઇચ્છા હોય તે પ્રમાણે ગણવી. (૬) વસ્ત્ર ઃ- પહેરવાના વસ્ત્ર અને કામમાં લેવાના વસ્ત્રોની ગણતરી કરવી. જેમ કે ખમીશ, પેંટ, રૂમાલ, ટુવાલ, મુહપતિ, દુપટ્ટા, ટોપી, પાઘડી, મોજા આદિ. (૭) કુસુમ :- સૂંઘવાના પદાર્થોની મર્યાદા કરવી, જાતિમાં.જેમ કે—તેલ અત્તર આદિ કોઈ ચીજ પરીક્ષા ખાતર સૂંઘવામાં આવે જેમ કે ઘી, ફળ આદિનો આગાર. ભૂલ અથવા દવાનો આગાર. ન (૮) વાહન :-- બધા પ્રકારની સવારીની. જાતિ તથા નંગમાં મર્યાદા કરવી. જેમ કે– સાઈકલ, ઘોડાગાડી, સ્કૂટર, રિક્ષા, મોટર, રેલ, આદિ. વિશેષ પ્રસંગ માટે પાંચ નવકાર મંત્રના આગારથી જાતિ અને નંગની મર્યાદા કરવી. હવાઈ જહાજનો ત્યાગ. (૯) શયન ઃ- પાથરવાની તથા ઓઢવાની ગાદી, તકીયા, ચાદર, રજાઈ, પલંગ, ખુરશી આદિ ફર્નીચરની મર્યાદા નંગમાં કરવી. તેમાં સ્પર્શમાં અથવા ચાલવામાં પગ નીચે આવી જાય તો તેનો આગાર તથા જ્યાં ચીજની ગણતરી જ ન થઈ શકે એવા પ્રસંગોનો પણ આગાર. એક જગ્યાએ બેસવાનું સુવાનુ ગણવાનો કાયદો પણ કરી શકાય છે. જેમ કે ગાલીચા, ગાદલા, ચાદર, શેતરંજી આદિ એક સાથે હોયતો તેના પર બેસવાનું એક ગણવું. જેવી સુવિધા અને સરળતા હોય તે પ્રમાણે પોતાનો નિયમ બનાવીને મર્યાદા ધારણ કરવી. રોજ કામમાં આવવાવાળાનો આગાર રાખીને નવાની મર્યાદા કરી શકાય છે. ૧૪૯ & (૧૦) વિલેપન ઃ— જેટલી પણ લેપ અથવા શૃંગારની ચીજો શરીર પર લગાડાય તે જાતિની મર્યાદા કરવી. જેમ કે— તેલ, પીઠી, સાબુ, ચંદન આદિનો લેપ, અત્તર, વેસેલીન, પાવડર, ક્રીમ, કુંકુમ, હિંગળો, મહેંદી આદિ. જમ્યા પછી ચીકણા હાથ અથવા બીજા સમયમાં કોઈ પણ લેપ પદાર્થથી હાથ ભરાઈ જાય તો તેને શરીર પર ફેરવવાની આદત હોય તો તેનો પણ આગાર રાખી શકાય છે. ભૂલ તેમજ દવાનો આગાર. (૧૧) બ્રહ્મચર્ય :- સંપૂર્ણ રાત દિવસને માટે મૈથુન સેવનનો ત્યાગ અથવા મર્યાદા Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત કરવી. સાત પ્રહર અથવા છ પ્રહર અથવા દિવસ ભરનો ત્યાગ કરવો અથવા ઘડીના સમયથી પણ મર્યાદા કરી શકાય છે. (૧૨) દિશા ઃ— પોતાના સ્થાનથી ચારે દિશામાં સ્વાભાવિક કેટલા કિલોમીટરથી આગળ આવવું જવું નહિ તેની મર્યાદા કરવી. ઊંચી દિશામાં પહાડ ઉપર અથવા ત્રણ-ચાર માળના મકાન પર જવાનું હોય તો તેની મર્યાદા કરવી. નીચી દિશાભોંયરા આદિમાં જવું હોય તો તેની મર્યાદા મીટર અથવા ફૂટમાં અલગ કરી લેવી જોઈએ. વિશેષ પરિસ્થિતિમાં પાંચ નવકાર મંત્રના આગારથી મર્યાદા કરવી. કિ.મી. અથવા પ્રાંતમાં. સ્વભાવિક રહેઠાણની જમીન ઊંચી નીચી હોય તેમ તેનો આગાર. તાર, ચિઠ્ઠી, ટેલીફોન પોતે કરવાની મર્યાદા કરવી. કિ.મી. માં અથવા આખા ભારત વર્ષમાં અમુક-અમુક દેશ અર્થાત્ પ્રાંતમાં સંખ્યામાં પણ મર્યાદા કરી શકાય છે. (૧૩) સ્નાન :– આખા શરીર પર પાણી નાખીને સ્નાન કરવું ‘ મોટું સ્નાન’ છે આખા શરીરને ભીના કપડાથી લૂછવું તે ‘મધ્યમ સ્નાન’ છે અને હાથ, પગ, મોઢું ધોવું ‘નાનું સ્નાન’ છે. તેની મર્યાદા કરવી તથા સ્નાનમાં કેટલું પાણી લેવું તેની મર્યાદા કરવી. લીટર અથવા ડોલમાં. તળાવ, નળ, વર્ષા અથવા માપ વગર પાણીનો ત્યાગ. રસ્તે ચાલતા નદી, વરસાદ આવી જાય તો ચાલવાનો આગાર અથવા જાણી જોઈને ન્હાવાનો ત્યાગ, લોકાચારનો આગાર. (૧૪) ભોજન :– દિવસમાં કેટલીવાર ખાવું તેની મર્યાદા કરવી. અર્થાત્ ભોજન દૂધ, ચા, નાસ્તો, સોપારી, ફળ, આદિને માટે જેટલી વાર મોઢું ચાલું રાખે તેની ગણતરી કરવી. કોઈ વ્યસન હોય તો તેને છોડી દેવું જોઈએ અથવા ગણી શકાય તો ગણવું અથવા આગાર કરી શકે છે. બીજો કોઈ આગાર અથવા ધારણા કાયમ કરી શકાય છે. [ઉપરના ચૌદ નિયમો સિવાય પરંપરાથી નીચેના નિયમ ઉમેર્યા છે. મૂળ પાઠમાં દ્રવ્યાદિ શબ્દ હોવાથી અને સંખ્યાનો નિર્દેશ ન હોવાથી તેમજ આ નીચે પ્રમાણેના બોલોની મર્યાદા કરવી દિનચર્યામાં આવશ્યક હોવાથી આ બોલ યોગ્ય જ છે.] (૧૫) પૃથ્વીકાય :– માટી, મુરડ, ખડી, ગેરુ, હિંગળો, હરિતાલ આદિ પોતાના હાથથી આરંભ કરવાની મર્યાદા, જાતિ વજનમાં કરવી અથવા સંપૂર્ણ ત્યાગ કરવો. ખાવામાં ઉપરથી નિમક લેવાનો ત્યાગ અથવા મર્યાદા કરવી. પોતાના હાથથી નિમકનો આરંભ કરવાની મર્યાદા વજનમાં કરવી. (૧૬) અકાય :- (૧) પાણી પીવું, સ્નાન કરવુ, કપડા ધોવા, ઘર–કાર્ય આદિ માં પોતાના હાથથી વાપરવું, આરંભ કરવો, તેની કુલ મર્યાદા કરવી. સ્પર્શનું અહીં-તહીં રાખવાનું, નાખવાનું, બીજાને દેવાનું અથવા પીવડાવવાનો આગાર. (૨) પાણીયારા– કેટલી જગ્યાનું પાણી પીવું તેની મર્યાદા પણ ગણતરીમાં કરવી. Page #151 -------------------------------------------------------------------------- ________________ છેઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૪ ચૌદ નિયમ (૧૭) તેઉકાયઃ- (૧) પોતાના હાથથી અગ્નિ જલાવવી કેટલીવાર તેની મર્યાદા કરવી. (૨) વીજળીના બટન ચાલુ-બંધ કરવાની ગણતરી નંગમાં કરવી. (૩)ચૂલા-ચોકી કેટલી જગ્યા ઉપરાંતની બનેલી ચીજનો ત્યાગ અથવા ચૂલાની ગણતરી કરવી. ઘરની બનેલી ચીજનો એક ચૂલો ચોકો ગણી શકાય છે. ભોજન કેટલાય ચૂલા સગડી સ્ટવ આદિ પર બનેલું હોય. બહારની, પૈસાથી ખરીદેલી ચીજની બરાબર ખબર ન પડવાથી પ્રત્યેક ચીજનો એક ચૂલો ગણી શકે છે અર્થાત જેટલી ચીજ ખરીદીને લાવે તેના તેટલા ચૂલાની ગણતરી કરવી. બીજાને ઘરે જ્યાં ભોજન આદિ કરે તો તેના ઘરની ચીજોનો એક ચૂલો ગણવો અને વેચાતી ચીજો ધ્યાનમાં આવી જાય તો તેનો પ્રત્યેક ચીજના હિસાબથી અલગ ચૂલો ગણવો. (૧૮) વાયુકાય:- પોતાના હાથથી હવા નાખવાના સાધનોની ગણતરી નંગમાં કરવી. વીજળીના બટન, પંખા, પુફા, નોટબુક, કપડા આદિ કોઈપણ વસ્તુથી હવા નાખવાનો પ્રસંગ આવે તો તેની ગણતરી કરવી. પોતે કરાવે તેને પણ ગણવા. સીધા આવી જાય તો તેનો આગાર, ઝૂલા, પારણા આદિ પોતે કરે તેને પણ ગણવા. એક બટનને અનેક વાર કરવું પડે તો નંગમાં એકજ ગણી શકાય છે. કુલર, એર કન્ડીશનના ત્યાગ કે મર્યાદા કરવી. (૧૯) વનસ્પતિકાય – લીલા શાકભાજી, ફૂટ આદિના ત્યાગ કે મર્યાદા કરવી, ખાવાની તેમજ આરંભ કરવાની. સ્પર્શ આદિનો આગાર કરવો. સુવિધા હોય તો લીલોતરીના નામ તેમજ વજનનું સ્પષ્ટીકરણ પણ કરી શકે છે. (૨૦) રાત્રિ–ભોજન – ચૌવિહાર અથવા તિવિહાર કરવો અથવા રાત્રિ ભોજનની મર્યાદા કરવી. રાત્રે કેટલીવાર ખાવું કેટલીવાર પીવું અથવા કેટલા વાગ્યા પછી ખાવાનો ત્યાગ અને પીવાનો ત્યાગ. સવારે સૂર્યોદય સુધી અથવા નવકારશી અથવા પોરસી સુધીનો ત્યાગ. (ર૧) અસિ:– પોતાના હાથથી જેટલા શસ્ત્ર ઓજાર આદિ કામમાં લેવા તેની મર્યાદા નંગમાં કરવી જેમ કે- સોય, કાતર, પત્રી, ચાકુ, છુરી આદિ હજામતના સાધનોને આખો એક સેટ પણ ગણી શકે છે અને હજામ કરે તો તેની ગણતરી થઈ શક્તી ન હોવાથી આગાર રાખી શકે છે. માટે શસ્ત્ર તલવાર, બંદૂક, ભાલા, બરછી પાવડા, કોદાળી આદિનો ત્યાગ કરવો અથવા મર્યાદા કરવી. (રર) મસી – પેન, પેન્સિલ, હોલ્ડરની મર્યાદા કરવી. (ર૩) ખેતી–વ્યાપાર – ખેતી હોય તો તે સંબંધમાં એટલા વીઘા ઉપરાંતનો ત્યાગ અથવા સંપૂર્ણ ત્યાગ. અન્ય વ્યાપારોની મર્યાદા જાતિમાં કરવી, નોકરી હોય તો તે સિવાય બધા વ્યાપારનો ત્યાગ કરવો. ઘર ખર્ચમાં મર્યાદા કરવી. (૨૪) ઉપકરણ:- ઘડીયાળ, ચમા, કાચ, દાંતિયા, થાળી, વાટકા, ગ્લાસ, લોટા, લેધરબેગ, બોક્સ, કબાટ, બાજોઠ, રેડિયો આદિની મર્યાદા કરવી પોતાના ઉપયોગને Page #152 -------------------------------------------------------------------------- ________________ જ ૧પર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત માટે રોજ કામમાં આવે તેનો આગાર કરીને નવાની મર્યાદા કરી શકે છે. (૨૫) આભૂષણ – શરીર પર પહેરવાના સોના-ચાંદીના આભૂષણની મર્યાદા જાતિ અથવા જંગમાં કરવી અથવા નવા પહેરવાની મર્યાદાનો ત્યાગ કરવો. પચ્ચકખાણ લેવાનો પાઠ – આ પ્રકારે જે મેં મર્યાદા અથવા આગાર રાખ્યા છે તે ઉપરાંત પોતાની સમજણ તથા ધારણા અનુસાર દવા અથવા કારણનો આગાર રાખતાં, ઉપયોગ સહિત ત્યાગ, એક કરણ ત્રણ યોગથી; હું કરું નહિ મન, વચન, કાયાથી. તસ્સ ભતે પડિકનમામિ નિંદામિ ગરિહામિ અપ્રાણ વોસિરામિ. પચ્ચકખાણ પારવાનો પાઠ – જો મે દેશાવગાસિયં પચ્ચખાણ કર્યા (જે મેં અહોરાત્રને માટે દ્રવ્યાદિની મર્યાદા કરીને બાકીના પચ્ચખાણ કર્યા છે, તે સમ્મકાએÍનફાસિયં, ન પાલિય, ન તીરિયં, નકિટ્રિયં, ન સોહિયં, ન આરાહિયે, આણાએ અણુપાલિય ન ભવઈ તસ્સ મિચ્છામિ દુકકડે. અથવા - કાલે ધારણ કરેલા નિયમોમાં કોઈ અતિચાર દોષ લાગ્યા હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. નોંધઃ- આ નિયમો સિવાય સામાયિક, મીન, ક્રોધ ત્યાગ, જૂઠનો ત્યાગ, કલહ ત્યાગ, નવકારસી, પોષી, સ્વાધ્યાય, પ્રતિજ્ઞા, ધ્યાન આદિ દૈનિક નિયમ પણ રોજ યથા શક્તિ કરી લેવા જોઈએ. ચૌદ (ર૩–૫) નિયમ ભરવાની રીત :વિષય જ્ઞાન બોલવાની રીત લખવાની રીત, | સચિત પદાર્થ ૫ ઉપરાંત ત્યાગ દ્રવ્ય (ખાવાના) ૨૫ ઉપરાંત ત્યાગ વિગય પાંચ ૪ ઉપરાંત ત્યાગ ૧ મહાવિગય બે ત્યાગ દૂધ–ચા ૨ વાર ઉપરાંત ત્યાગ ૩ દહીં ૧ વાર ઉપરાંત ત્યાગ ૧ વાર ૪ ઘી (ઉપરથી) ત્યાગ ૫ તળેલા પદાર્થ પ જાતિ ઉપરાંત ત્યાગ સાકરના પદાર્થ પ જાતિ ઉપરાંત ત્યાગ ૭ ગોળના પદાર્થ ત્યાગ | પગરખા (જોડા આદિ) ૩ જોડી ઉપરાંત ત્યાગ | તંબોલ (મુખવાસ) ૪ જાતિ ઉપરાંત ત્યાગ . » ... ઇ ૨ વાર ૪ ર ર X ) 5. Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૪ ચૌદ નિયમ ૧પ૩ વિષય જ્ઞાન ૬ | વસ્ત્ર પહેરવાના) ૭ ! કુસુમ (સૂંઘવાના) | વાહન – જાતિ નંગ બોલવાની રીત લખવાની રીત, ૨૫ નંગ ઉપરાંત ત્યાગ ત્યાગ ૩ ઉપરાંત ત્યાગ છ ઉપરાંત ત્યાગ જાતિ પાંચ ઉપરાંત ત્યાગ નંગ ૧૧ ઉપરાંત ત્યાગ ૨૫ ઉપરાંત ત્યાગ ૭ ઉપરાંત ત્યાગ ત્યાગ અથવા રાત્રિના બીજા પ્રહર ઉપરાંત ત્યાગ ૮ કિ.મી. ઉપરાંત ત્યાગ ૫૦૦ કિ.મી. ઉપરાંત ત્યાગ ૪ માળ ઉપરાંત ત્યાગ ૨૦ ફૂટ ઉપરાંત ત્યાગ ૩ ઉપરાંત ત્યાગ ૧ ઉપરાંત ત્યાગ વિશેષ પરિસ્થિતિમાં (પાંચ નવકારથી) શયન (પથારી) વિલેપન (તેલાદિ) અબ્રહ્મચર્ય-કુશીલનો ત્યાગ અથવા મર્યાદા દિશા–ચારે દિશા વિશેષ પરિસ્થિતિમાં પાંચ નવકારથી ઉપર નીચે ૧૩ | નાનઃ નાનું મોટું મધ્યમ ૧૪ | ભોજન-નાનું(નાસ્તો) ! મોટું જમવાનું) સચિત માટી આદિનો આરંભ ઉપરથી મીઠું પાણીનો ઉપયોગ પાણીયારા અગ્નિ જલાવવી વીજળીના બટન નંગ ચોકા પંખા-પુકા આદિ ૧૯ | લીલા-શાકભાજી, ફળ બીજાને માટે ૧૦ ઉપરાંત ત્યાગ ૨ ઉપરાંત ત્યાગ છે ન 9 = ૪ ૪ ર ત્યાગ ત્યાગ પબાલટી ઉપરાંત ત્યાગ ૧૦ઉપરાંત ત્યાગ પ ઉપરાંત ત્યાગ ૧૦ ઉપરાંત ત્યાગ ૧૦ઉપરાંતત્યાગ પ ઉપરાંત ત્યાગ ૧૦ ઉપરાંત ત્યાગ પ ઉપરાંત ત્યાગ ર ર ૦ ૦ ર છે ? Page #154 -------------------------------------------------------------------------- ________________ * ૧૫૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત 1 જ્ઞાન - રે વાર X W ૩પ બોલવાની રીત લખવાની રીત ૨૦ | રાત્રિ ભોજન ત્યાગ અથવા (૧) ટાઈમથી ૧૦ વાગ્યા પછી ત્યાગ ૧૦ વાગે (૨) સંખ્યાથી ૨ વાર ઉપરાંત ત્યાગ અસિ: સોયઆદિ ૫ ઉપરાંત ત્યાગ તલવાર આદિ ત્યાગ મસિ-પેન આદિ સાધન ૧૦ ઉપરાંત ત્યાગ ર૩ કૃષિઃ (૧) ખેતર વીઘા ત્યાગ (૨) વ્યાપાર જાતિ ૨ ઉપરાંત ત્યાગ (૩) રૂપીયા ઘર ઉપયોગમાં | ૫ હજાર ઉપરાંત ત્યાગ ૫ હજાર ૨૪ | ઉપકરણ(ઉપયોગી વસ્તુઓ) | ૩પ ઉપરાંત ત્યાગ | ૨૫ નવા આભૂષણ જાતિ અથવા નંગ ૫ ઉપરાંત ત્યાગ પ્રશ્નઃ આ નિયમ તો રપ છે તો પછી તેને ૧૪ નિયમ શા માટે કહે છે? ઉત્તર : શ્રાવકના દશમા વ્રતના પાઠમાં દ્રવ્ય આદિ' કહ્યું છે. ૧૪ આદિ સંખ્યા કહી નથી. પરંપરાથી ૧૪ સંખ્યા પ્રચલિત થઈ ગઈ છે. તેથી ૧૪ નિયમના નામથી પ્રસિદ્ધ થઈ ગયા છે. તેથી અહીં પ્રસિદ્ધ નામ જ દેવામાં આવ્યું છે પરંતુ દિનચર્યાના આવશ્યક નિયમોને જોડીને ર૫ બોલ કરી દીધા છે. જેના અંતરબોલોના કુલ પ0 કોલમ બની ગયા છે. નોંધઃ બાર વ્રત અને ચૌદ નિયમની નાની પુસ્તકો પણ ઉપલબ્ધ છે. '. પરિશિષ્ટ-૫| - શિક કે નવ તત્ત્વઃ પચ્ચીસ ક્રિયા Iિ પદાર્થ (તત્ત્વ) નવ છે. આ નવ તત્ત્વનું જ્ઞાન તેમજ શ્રદ્ધા એ સમ્યગ્દર્શનનું આવશ્યક અંગ છે. શ્રાવકને આ નવ તત્ત્વનું જ્ઞાન હોવું જ જોઈએ. જેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે. (૧) જીવ – જ્ઞાન, દર્શનયુક્ત તેમજ ઉપયોગ ગુણવાળા, ચેતના લક્ષણવાળા અને સંસાર અવસ્થામાં જન્મ મરણ તેમજ ગમનાગમન રૂપ ગતિ આદિ કરવાવાળા જીવ દ્રવ્ય છે. જીવ તત્ત્વ અરૂપી છે, શાશ્વત છે, અસંખ્ય પ્રદેશ છે અને સંકોચ વિસ્તાર સ્વભાવવાળા છે અર્થાત જેને જેટલું શરીર મળ્યું હોય તેટલામાં આત્માનો સમાવેશ થઈ જાય છે. સંસારી અને સિદ્ધ આ બે તેની મુખ્ય અવસ્થા છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ આ ઉપદેશ શાસ્ત્ર પરિશિષ્ટ-૫ નવ તત્ત, પચ્ચીસ કિયા ૧પપ . (૨) અજીવ - જીવ સિવાયના લોકના સમસ્ત પદાર્થનો અજીવ તત્ત્વમાં સમાવેશ થાય છે. તે રૂપી, અરૂપી બંને પ્રકારના હોય છે. જીવોએ છોડેલું શરીર આદિ રૂપે પણ હોય છે તથા પુદ્ગલના અન્ય વિવિધ રૂપે પણ હોય છે. ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય પણ અરૂપી અજીવ રૂપ છે. તેમાં ચેતના લક્ષણ હોતું નથી. અજીવ સ્વેચ્છાએ ગમનાગમન કરતા નથી. પરપ્રયોગથી અને સ્વભાવથી પુદ્ગલોની ગતિ હોય છે. સ્થૂલ દષ્ટિથી જીવ અજીવ એ દ્રવ્યોમાંજ સમસ્ત પદાર્થો નો સમાવેશ થઈ જાય છે. (૩) પુણ્ય – નાના મોટા કોઈપણ જીવ, જંતુ, પ્રાણીને સુખ પહોંચાડવું ભૌતિક શાંતિ સુવિધા આપવી તે પુણ્ય છે. અર્થાત્ મન વચન કાયાથી સુખ પહોંચાડવું, સત્કાર, સન્માન, નમસ્કારથી મનોજ્ઞ વ્યવહાર કરવો, આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન, બિછાના આદિ દઈને સુખ પહોંચાડવું પુણ્ય છે. શાસ્ત્રમાં તેના ૯ ભેદ કહ્યા છે. (૪) પાપ – કોઈપણ પ્રવૃત્તિથી પ્રાણીઓને દુઃખ પહોંચાડવું તે પાપ છે, તેના અઢાર પ્રકાર છે. (૫) આશ્રવ :- આત્મામાં કર્મોની આવક થવાની પ્રવૃત્તિઓને આશ્રવ તત્ત્વ કહેવાય છે. તેના ૨૦ ભેદ કહ્યા છે. (૬) સંવર – આશ્રવને રોકવાની પ્રવૃત્તિઓ સંવર છે. તેના પણ ૨૦ ભેદ છે. (૭) નિર્જરા – કર્મોનો વિશેષ ક્ષય કરવાના કાર્યોને નિર્જરા કહેવાય છે. નિર્જરાના ૧ર પ્રકાર છે, જે ૧ર પ્રકારના તપ પણ કહેવાય છે. તેમાં છ અત્યંતર તપ છે અને છ બા તપ છે. (૮) બંધ – આત્માની સાથે કર્મોનું ચોંટી જવું તે બંધ છે. પ્રકૃતિબંધ આદિ ચાર પ્રકારથી પરિપૂર્ણ બંધ થાય છે. (૯) મોક્ષ – સંપૂર્ણ કર્મક્ષય થઈને મુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ જાય તે મોક્ષ છે તેના પણ સમ્યગુ જ્ઞાન આદિ ચાર ઉપાય છે. વિસ્તૃત જાણકારી માટે નવ તત્ત્વનો થોકડો તેમજ નવ તત્ત્વ વિસ્તાર સંબંધી સાહિત્યનું અધ્યયન કરવું જોઈએ.] ( શ્રાવકોએ જાણવા યોગ્ય રપ ક્રિયા | કાયિકી આદિ પાંચ ક્રિયા:૧. કાયિકી- શરીરના આત્યંતર સૂક્ષ્મ સિંચારથી. ૨. અધિકરણિકી– શરીરના બાહ્ય સૂમ સંચારથી. ૩. પ્રાદેશિકી- સૂક્ષ્મ કષાયોના અસ્તિત્વથી. ૪. પરિતાપનિકી– શરીરથી કષ્ટ પહોંચાડવા પર. ૫. પ્રાણાતિપાતિકી– જીવ હિંસા થઈ જવા પર. – ભગવતી સૂત્ર, ઠાણાંગ સૂત્ર. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પર આરંભિકી આદિ પાંચ ક્રિયા - ૧. આરંભિકી– હિંસાની પ્રવૃત્તિ અને સંકલ્પથી. ૨. પરિગ્રહિકી– કોઈમાં પણ મોહ મમત્ત્વ રાખવાથી. ૩. માયાપ્રત્યયા– ક્રોધ, માન, માયા, લોભ, કરવાથી અથવા તેના ઉદયથી. ૪. અપ્રત્યાખ્યાનિકી– પદાર્થોનો અથવા પાપોનો ત્યાગ ન કરવાથી. પ.મિથ્યાત્વ– ખોટી માન્યતા તેમજ ખોટી શ્રદ્ધા, પ્રરૂપણાથી.– ભગવતી સૂત્ર, ઠાણાંગ સૂત્ર. દષ્ટિજા આદિ આઠ ક્રિયા:૧. દષ્ટિજા– કોઈપણ પદાર્થને જોવાથી. ૨. સ્પર્શા– કોઈપણ ચીજનો સ્પર્શ કરવાથી. ૩. નિમિત્તિકી– કોઈ વસ્તુ અથવા વ્યક્તિના સંબંધમાં વિચારવા, બોલવાથી અથવા સહયોગ કરવાથી. ૪. સામાન્તોપનિપાતિકી– પ્રશંસાની ઇચ્છાથી અથવા પ્રશંસા કરવાથી. ૫. સ્વસ્તિકી– પોતાના હાથથી કાર્ય કરવાથી. ૬નેસૃષ્ટિકી– કોઈ પણ વસ્તુ ફેંકવાથી. ૭. આજ્ઞાપનિકી– કોઈ પણ કાર્યની આજ્ઞા દેવાથી. ૮. વિદારણી- કોઈ વસ્તુને ફાડવા-તોડવાથી. –ઠાણાંગ સૂત્ર. અનાભોગ આદિ સાત ક્રિયા:૧. અણાભોગ– અજાણપણે પાપ પ્રવૃત્તિ થવાથી. ૨. અનવકાંક્ષા– ઉપેક્ષાથી, બેપરવાહ વૃત્તિથી. ૩. પ્રેમ પ્રત્યયા– કોઈ પર રાગ ભાવ કરવાથી. ૪. દ્વેષ પ્રત્યયા- કોઈપર દ્વેષ ભાવ કરવાથી. ૫. પ્રયોગ–પ્રત્યયા- મન, વચન, કાયાની પ્રવૃત્તિઓથી. ૬. સામુદાનિકી- સામુહિક પ્રવૃત્તિઓથી તેમજ ચિંતનથી. ૭. ઈર્યાપથિકી– વીતરાગી ભગવાનને યોગ પ્રવૃત્તિથી. –ઠાણાંગ સૂત્ર આ પ+૫+૮+ = પચ્ચીસ ક્રિયાઓમાં સૂક્ષ્મ, અતિસૂક્ષ્મતેમજ વિભિન્ન પ્રકારની સ્કૂલ બધી ક્રિયાઓનો સમાવેશ કરવામાં આવ્યું છે. વીતરાગી આત્માઓ પોતાની સમસ્ત પ્રવૃત્તિઓમાં ફક્ત ૨૫મી ક્રિયાજ લાગે છે બાકી સંસારી જીવન ઉપર કહેલ ૨૪ ક્રિયાઓમાંથી કોઈપણ ક્રિયા લાગતી રહે છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૬ : શ્રાવકના ગુણો આ ક્રિયાઓથી હીનાધિક વિભિન્ન માત્રામાં જીવ કર્મબંધ કરે છે એવું જાણીને બનતી કોશિશે આનાથી બચવાનો મોક્ષાર્થીએ પૂરો પ્રયત્ન કરવો જોઈએ. પરિશિષ્ટ-૬ શ્રાવકના ર૧ ગુણો : ચાર પ્રકારે પ્રથમ પ્રકારે : ૨૧ આદર્શ ગુણો શ્રાવકે સામાન્ય કક્ષામાં પણ નિરંતર પ્રગતિશીલ રહેવું જોઈએ તેમજ આ વિશિષ્ટ ગુણોની ઉપલબ્ધિ કરવી જોઈએ. ૧૫૦ શ્રદ્ધ : (૧) જીવાજીવનું જાણકાર થવું. (૨) પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષના સાચા સ્વરૂપનું જ્ઞાતા એટલે જાણકાર થવું. (૩) કર્મબંધ કરાવવાવાળી પચીસ ક્રિયાઓના જાણકાર થવું. (૪) ૧૪ નિયમ(૨૩ નિયમ) હંમેશાં ધારણ કરવા. ત્રણ મનોરથનું હંમેશાં ચિંતન કરવું. (૫) સૂતાને ઉઠતાં સમયે ધર્મ જાગરણ કરે અર્થાત્ આત્મ વિકાસનું ચિંતન કરે. (૬) દઢધર્મી ને પ્રિયધર્મી એવા બને કે તેને દેવપણ ધર્મથી ડગાવી ન શકે. (૭) જીવનમાં દેવ-સહાયતાની આશા ન રાખે, દેવી દેવતાની માનતા ન કરે. (૮) પોતાના સિદ્ધાંતમાં કોવિદ યાને પંડિત બને. (૯) દર મહિને ૬-૬ પૌષધ કરે. (૧૦) સમાજમાં પૂર્ણ વિશ્વાસ પાત્ર બનવું તેમજ પ્રતિષ્ઠિત જીવન બનાવવું. (૧૧) તપ તેમજ ક્ષમાની શક્તિનો વિચાર કરે. (૧૨) દાન શીલના આચરણમાં દરરોજ પ્રગતિ કરે. સંપત્તિનો થોડોક હિસ્સો અનુકંપા દાન આદિમાં વાપરે. (૧૩) કોઈપણ ભિખારી યાચકને ખાલી ન જવા દે. (૧૪) ગામમાં બિરાજીત સંત સતીજીઓના દર્શન, વંદન આદિ પ્રવૃત્તિ માટે સમય નક્કી કરી રાખવો. (૧૫) આહાર, વસ્ત્ર, મકાન, પાટ, પાત્ર ઔષધ આદિ પદાર્થોનું સુપાત્ર દાન દેવાની ભાવના ભાવવી તેમજ તે સંબંધી નિર્દોષતાનો વિવેક રાખવો. (૧૬) ગંભીર અને સહિષ્ણુ બનવાનો પ્રયત્ન કરે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત : (૧૭) વ્યાપારને ઘટાડે, સાંસારિક પ્રવૃત્તિઓથી ક્રમશઃ નિવૃત્ત થવાનો પ્રયત્ન કરે. (૧૮) ઉદાસીન વૃત્તિની, વૈરાગ્યની તેમજ ત્યાગ પચ્ચક્કાણની વૃદ્ધિ કરે. (૧૯) ૧. રાત્રિ ભોજનનો સર્વથા ત્યાગ કરે, ૨. જમીનકંદ– અનંતકાય આદિનો હંમેશાં ત્યાગ કરે, ૩. સચિતનો સર્વથા ત્યાગ કરે, ૪. કર્માદાનનો સર્વથા ત્યાગ કરે, તેમજ ૫. મિથ્યાત્વમય પ્રવૃત્તિનો ત્યાગ કરે. આ પાંચ પચ્ચખાણ કરવા માટે શ્રાવકે હંમેશા પ્રયત્નશીલ બનવું જોઈએ. (૨૦) નિવૃત્તિમય સાધનાનો અવસર પ્રાપ્ત કરીને આનંદાદિ શ્રાવકની જેમ પૌષધશાળામાં રહીને શ્રાવક પ્રતિમાઓની આરાધના કરે. અવસર પ્રાપ્ત થવા પર સંયમ ગ્રહણ કરવાની તૈયારી રાખે. (૨૧) ત્રીજા મનોરથને પૂર્ણ કરવાનો અવસર જાણીને સાવધાની પૂર્વક સ્વતઃ સંથારાનો, પંડિત મરણનો સ્વીકાર કરે. દ્વિતીય પ્રકારે ર૧ ગુણો - ૧. શ્રાવક નવ તત્ત્વ, રપ ક્રિયાના જાણકાર હોય. ૨. ધર્મની કરણીમાં કોઈની સહાય વાંછે નહી. ૩. કોઈના દ્વારા ચલાયમાન કરવા છતાં ધર્મથી ચલિત થાય નહીં. ૪. જિનધર્મમાં શંકા, કાંક્ષા, વિતિગિચ્છા કરે નહીં. ૫. તદ્ધિવા, હિચ, છિયા, વિચ્છિયા હોય, જે સૂત્ર-અર્થરૂપ જ્ઞાનને ધારણ કર્યું છે તેનો નિર્ણય કરે, પ્રમાદ કરે નહીં. ૬. હાડ-હાડની મજ્જામાં ધર્મના રંગથી રંગાયમાન રહે. ૭. મારું આયુષ્ય અસ્થિર છે, જિનધર્મ સાર છે, એવી ચિંતવના કરે. ૮. સ્ફટિક રત્ન જેવા નિર્મળ રહે, કૂડ-કપટ રાખે નહિ. ૯. ઘરના દરવાજા દાન માટે સદાય ખુલ્લા રાખે. ૧૦. મહિનામાં છ-છ પૌષધ કરે; બે આઠમ, બે ચૌદસ, બે પાખી. ૧૧. શ્રાવકજી રાજાનાં અંતઃપુરમાં, રાજાના ભંડારમાં કે સાહુકારની દુકાનમાં જાય તો પ્રતીતકારી હોય. ૧૨. ગ્રહણ કરેલા વ્રત પ્રત્યાખ્યાન નિર્મળ પાળે, દોષ લગાડે નહીં. ૧૩. ચૌદ પ્રકારના નિર્દોષ પદાર્થ સાધુ-સાધ્વીને વહોરાવે. ૧૪. ધર્મનો ઉપદેશ આપે, પ્રમાદ કરે નહીં. ૧૫. શ્રાવકજી સદા ત્રણ મનોરથનું ચિંતન કરે, પ્રમાદ કરે નહીં. ૧૬. ચારે તીર્થના ગુણગ્રામ કરે, અન્યતીર્થના ગુણગ્રામ કરે નહીં. ૧૭. નવા સૂત્ર-સિદ્ધાંત સાંભળે પરંતુ પ્રમાદ કરે નહીં. Page #159 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર ઃ પરિશિષ્ટ-૬ : શ્રાવકના ગુણો ૧૮. કોઈ નવો માણસ ધર્મ પામ્યો હોય તેને યોગ્ય સહાય કરે, જ્ઞાન શીખવે. ૧૯. ઉભય સંધ્યા કાલ પ્રતિક્રમણ કરે, પ્રમાદ કરે નહીં. ૨૦. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખે, વૈર-વિરોધ કોઈથી રાખે નહીં. ૨૧. શક્તિ પ્રમાણે તપસ્યા અવશ્ય કરે અને જ્ઞાન શીખવામાં પરિશ્રમ કરે. તૃતીય પ્રકારે ૨૧ લક્ષણ : : ૧. અલ્પ ઇચ્છા- ઇચ્છા-તૃષ્ણાને ઓછી કરવાવાળો હોય. ૨. અલ્પ આરંભી— હિંસાકારી પ્રવૃત્તિઓને ઓછી કરવાવાળો હોય. ૩. અલ્પ પરિગ્રહી– પરિગ્રહને ઓછો કરવાવાળો હોય. ૪. સુશીલ- આચાર-વિચારની શુદ્ધતા રાખવાવાળો શીલવાન હોય. ૫. સુવ્રતી— ગ્રહણ કરેલા વ્રતોનું શુદ્ધતાપૂર્વક પાલન કરવાવાળો હોય. ૬. ધર્મનિષ્ઠ ધર્મ કાર્યોમાં નિષ્ઠા રાખવાવાળો હોય. ૭. ધર્મપ્રવૃત્તિ મન વચન કાયાથી ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ કરવાવાળો હોય. ૮. કલ્પ ઉગ્નવિહારી- ઉપસર્ગ આવવા પર પણ મર્યાદાની વિરુદ્ધ કાર્ય ન કરવાવાળો હોય. - ૯. મહાસંવેગ– નિવૃત્તિ માર્ગમાં લીન રહેવાવાળો હોય. ૧૦. ઉદાસીન– સંસારની પ્રવૃત્તિઓ પ્રત્યે ઉદાસીનતા રાખવાવાળો હોય. ૧૧. વૈરાગ્યવાન– આરંભ-પરિગ્રહને છોડવાની ઈચ્છા રાખવાવાળો હોય. ૧૫૯ ૧૨. એકાંતઆર્ય– નિષ્કપટી, સરળ સ્વભાવી હોય. ૧૩. સમ્યગ્માર્ગી-- સમ્યગજ્ઞાન-દર્શન-ચારિત્રના માર્ગપર ચાલવાવાળો હોય. ૧૪. સુસાધુ- આત્મસાધના કરવાવાળો હોય. ૧૫. સુપાત્ર- સદ્ગુણ તેમજ સમ્યગ્ જ્ઞાનને સુરક્ષિત રાખવાવાળો હોય. ૧૬. ઉત્તમ- સદ્ગુણોથી યુક્ત તેમજ સદ્ગુણાનુરાગી હોય. ૧૭. ક્રિયાવાદી– શુદ્ધ ક્રિયા કરવાવાળો હોય. ૧૮. આસ્તિક- દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન હોય. ૧૯. આરાધક- જિનાજ્ઞા અનુસાર ધર્મની આરાધના કરવાવાળો હોય. ૨૦. પ્રભાવક– જિન શાસનની પ્રભાવના કરવાવાળો હોય. ૨૧. અરિહંત શિષ્ય- અરિહંત ભગવાન પ્રત્યે શ્રદ્ધા ભક્તિ કરવાવાળો તેમજ તેમણે બતાવેલા માર્ગ પર ચાલવાવાળો હોય. ચતુર્થ પ્રકારે : ૨૧ ગુણો ૧. અક્ષુદ્ર-- ગંભીર સ્વભાવી હોય. ૨. રૂપવાન સુંદર, તેજસ્વી અને સશક્ત શરીરવાળો હોય. -: Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત ૩. પ્રકૃતિ સૌમ્ય- શાંત, દાંત, ક્ષમાવાન અને શીતલ સ્વભાવી હોય. ૪. લોકપ્રિય ઈહલોક પરલોકના વિરુદ્ધ કાર્ય કરવાવાળો ન હોય. ૫. અક્રૂર-દૂરતા રહિત, સરળ તેમજ ગુણગ્રાહી હોય. . ભી– લોકાપવાદ, પાપકર્મ તેમજ અનીતિથી ડરવાવાળો હોય. ૭. અશઠ– ચતુર તેમજ વિવેકવાન હોય. ૮. સુદક્ષિણ– વિચક્ષણ તેમજ અવસરનો જાણકાર હોય. ૯. લજ્જાળુ- કુકર્મો પ્રત્યે લજ્જાશીલ હોય. ૧૦. દયાળુ- પરોપકારી તેમજ બધા જીવો પ્રત્યે દયાશીલ હોય. ૧૧. મધ્યસ્થ- અનુકૂળતા, પ્રતિકૂળતામાં સમભાવ રાખવાવાળો હોય. ૧૨. સુદષ્ટિ– પવિત્ર દષ્ટિવાળો હોય. ૧૩. ગુણાનુરાગી– ગુણોનો પ્રેમી તેમજ પ્રશંસક હોય. ૧૪. સુપક્ષયુક્ત– ન્યાય અને ન્યાયીનો પક્ષ લેવાવાળો હોય. ૧૫. સુદીર્ઘદૃષ્ટિ– દૂરગામી દષ્ટિવાળો હોય. ૧૬. વિશેષજ્ઞ– જીવાદિ તત્ત્વોનો તેમજ હિતાહિતનો જ્ઞાતા હોય. ૧૭. વૃદ્ધાનુગ– ગુણવૃદ્ધ તેમજ વયોવૃદ્ધનો આજ્ઞાપાલક હોય. ૧૮. વિનીત– ગુણીજનો, ગુરુજનો પ્રત્યે વિનમ્ર હોય. ૧૯. કૃતજ્ઞ– કરેલા ઉપકારને ભૂલવાવાળો ન હોય. ૨૦. પરહિત કર્તા- મન, વચન, કાયાથી બીજાઓનું હિત કરવાવાળો હોય. ર૧. લબ્ધલક્ષ્ય-લક્ષ્ય પ્રાપ્તિને માટે અધિકાધિક શાસ્ત્રોનું જ્ઞાન કરવાવાળો હોય. નોટ – અલગ-અલગ અપેક્ષાથી શ્રમણોએ ભિન્ન-ભિન્ન પ્રકાર ૨૧ ગુણોનું સંકલન કર્યું છે. આ પુષ્પમાં કુલ ૪ પ્રકારથી ૨૧ ગુણોનું સંકલન આપ્યું છે. શ્રાવકાચાર સંબંધી પરિશિષ્ટો સંપૂર્ણ આ શ્રાવકાચાર પ્રકરણમાં સ્વાધ્યાયીઓને કોઈપણ જિજ્ઞાસા વિચારણા ઉત્પન્ન થાયતો રાજકોટના સંપર્કસૂત્ર ઉપર પત્રવ્યવહાર અવશ્ય કરવો. જીગ્નેશ બી. જોશી | Page #161 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ- : મહાવ્રતાદિ ૭ પરિશિષ્ટ મહાવ્રત, સમિતિ-ગુપ્તિ, સંજયા : f આ વિષયો અન્યત્ર આવી ગયા છે તે માટે યથા સ્થાન જુઓ. ૧૬૧ = (૧) મહાવ્રત - જુઓ સાંરાશ ભાગ-૮, પૃષ્ટ-૨૧૦ તથા ભાગ-૩, પૃષ્ટ ૧૭૧ થી ૧૯૦. (૨) સમિતિ-ગુપ્તિ - જુઓ ભાગ-૮, પૃષ્ટ-૨૧૨ તથા ભાગ-૩, પૃષ્ટ-૧૭૩ થી ૧૭૫. (૩) સંજયા(સંયત) - જુઓ ભગવતી સૂત્ર, સારાંશ ભાગ-૫, પૃષ્ટ-૨૯૦. અણમોલ ચિંતન બીજાઓને માટે ફક્ત ઉત્સર્ગ વિધિનો એકાંતિક આગ્રહ રાખવો અને કસોટી કરવી, દોષ જોવા, પરંતુ પરિસ્થિતિ આવતાં જ પોતે અપવાદનું સેવન કરી લેવું;એ સંકુચિત તેમજ હીન મનોદશા છે. 95 96 95 95 95 95 95 95 95 95 95 95 95 95 975 ખરેખર તો પોતાને માટે કથની કરણીમાં ઉત્સર્ગ વિધિનો જ આદર્શ જીવનમાં રાખવો જોઈએ. મરવું મંજૂર પરંતુ દોષ લગાડવો નહીં, અપવાદનું સેવન કરવું નહીં. પરંતુ બીજાને માટે પરમ ઉદાર, અનુકંપા ભાવ રાખવો કે પોતપોતાની પરિસ્થિતિ, ભાવના, ક્ષમતા અનુસાર જીવ પ્રવૃત્તિ, પ્રયત્ન કરે છે. એવા વિચાર અને સ્વભાવ રાખવો તેમજ સમભાવ રાખવો એ પરમ ઉચ્ચ મનોદશા છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ - ૧૬ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પરિશિષ્ટ-૮ નિગ્રંથ સ્વરૂપઃ ૬ નિયંઠા [ભગવતી સૂત્ર: શતક-રપ, ઉદ્દેશક-૬] સંક્ષિપ્ત પરિચય: આ ઉદ્દેશકમાં છ પ્રકારના નિગ્રંથોનું સ્વરૂપ ૩૬ ધારના માધ્યમથી કર્યું છે. નિગ્રંથ :- રાગ દ્વેષાદિ ગ્રંથિથી જે રહિત હોય, તે ગ્રંથિનો નાશ કરવા માટે જે પુરુષાર્થશીલ હોય, તે નિગ્રંથ કહેવાય છે, તે સર્વવિરતિ સાધુ હોય છે. તેની વિવિધ અવસ્થાઓના આધારે શાસ્ત્રકારે તેના છ પ્રકાર કહ્યા છે. (૧) પુલાક:- પુલાક નામની લબ્ધિના પ્રયોગથી મૂળગુણ અને ઉત્તરગુણમાં દોષ સેવન કરીને જે પોતાના ચારિત્રને શાળના પૂળાની જેમ નિઃસાર બનાવી દે છે, તેને પુલાક કહે છે. તે નિગ્રંથ સંઘ કે શાસન પર કોઈ આપત્તિ આવે ત્યારે લબ્ધિના પ્રયોગથી ચક્રવર્તીને પણ શિક્ષા આપી શકે છે, દંડિત કરી શકે છે અને તે નિગ્રંથ, પુલાક લબ્ધિના પ્રયોગ દ્વારા અંતર્મુહૂર્તમાં આપત્તિનું નિવારણ કરી શકે છે. તે નિગ્રંથનું ગુણ સ્વરૂપ, પાણીથી ભરેલી મશકનું મુખ ખોલી નાખવા સમાન છે. જે રીતે મશકનું મુખ ખોલતાની સાથે જ પાણી શીઘ્રતાથી બહાર નીકળી જાય છે, તે જ રીતે પુલાક લબ્ધિ પ્રયોગના સમયે તેના સંયમપર્યવોનો શીઘ્રતાથી હ્રાસ થાય છે. જો અંતર્મુહૂર્તમાં જ તેની આલોચના વગેરે કરીને શુદ્ધ થઈ જાય તો કષાયકુશીલ નિગ્રંથપણું પામે છે, અન્યથા ખાલી મશકની જેમ તે અસંયમ અવસ્થાને પામે છે. (૨) બકુશ – સંયમ સ્વીકાર્યા પછી માનસિક શિથિલતાથી, અસહનશીલતાથી કે શરીરની આસક્તિથી ચારિત્ર પાલનમાં પ્રમાદનું સેવન કરતાં ઉત્તરગુણમાં દોષોનું સેવન કરીને જે સાધુ પોતાના ચારિત્રને શબલ એટલે કાબર ચિતરું બનાવી દે છે, તેને બકુશ કહે છે. તે સાધુ પોતાના શરીરની કે ઉપકરણોની વિભૂષા કરવા અનેક પ્રકારે દોષોનું સેવન કરે છે. બકુશ નિગ્રંથનું સ્વરૂપ પાણીની ટાંકીમાં તિરાડોની સમાન છે. ટાંકીમાં ઉપરથી પાણી ભરાઈ રહ્યું હોય અને નાની નાની તિરાડમાંથી પાણી બહાર વહી Page #163 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૮ : નિયંઠા સ્વરૂપ :: રહ્યું હોય, તે સમયે તિરાડ નાની નાની હોવાથી પાણી ભરવાનું ચાલુ હોવાથી પાણીનું સંરક્ષણ અને વિતરણ બંને કાર્યવાહી ચાલે છે. વ્યક્તિ જો તેની ઉપેક્ષા કરે, તિરાડ મોટી થઈ જાય અને પાણીની જાવક વધી જાય તો કાર્ય અટકી જાય છે. તે જ રીતે બકુશ નિગ્રંથ ઉત્તરગુણમાં દોષસેવન કરે છે છતાં જ્ઞાનાદિની આરાધના ચાલુ હોવાથી તેના સંયમ પર્યવો જળવાઈ રહે છે અને જીવનપર્યંત પણ આ પરિસ્થિતિ ટકી શકે છે પરંતુ મોટી તિરાડની જેમ જો દોષસેવનની માત્રા વધી જાય, અશુભલેશ્યાના પરિણામો આવી જાય તો તે અસંયમભાવને પામે છે. કુશીલ :– મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવનથી અથવા સંજ્વલન કષાયના ઉદયથી જેનું ચારિત્ર દૂષિત થયું હોય તેને કુશીલ કહે છે. તેના બે ભેદ છે પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ. 953 (૩) પ્રતિસેવનાકુશીલ :– પ્રમાદ આદિના નિમિત્તથી મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષનું સેવનથી જે પોતાના ચારિત્રને દૂષિત બનાવે, તેને પ્રતિસેવનાકુશીલ કહે છે. તે પાણીની ટાંકીમાં છિદ્ર પડવા સમાન છે. જે રીતે છિદ્રને ટૂંક સમયમાં પૂરી દેવામાં આવે, તો કાર્યવાહી યથાવત્ ચાલતી રહી શકે પરંતુ બેદરકારીથી છિદ્ર મોટું થઈ જાય, તો પાણી શીઘ્ર ખાલી થઈ જાય છે. તે જ રીતે આ નિગ્રંથ પણ દોષસેવનની મર્યાદામાં રહે, યથાસમય દોષ શુદ્ધિનું કે પ્રાયશ્ચિત્તનું લક્ષ્ય રાખે ત્યાં સુધી તેનો સંયમભાવ રહે છે અન્યથા દોષસેવનની મર્યાદાનું ઉલ્લંઘન કરે, શુદ્ધિનું કે પ્રાયશ્ચિત્તનું લક્ષ્ય ન રાખે અથવા અશુભ લેશ્યાના પરિણામો આવી જાય તો અસંયમભાવને પ્રાપ્ત કરે છે. : (૪) કષાયકુશીલ :– તે સાધુ મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવન કરતા નથી. તે મહાવ્રત, સમિતિ, ગુપ્તિનું યથાર્થ પાલન કરે છે. તેમ છતાં માત્ર સંજ્વલન કષાયના ઉદયના કારણે જેનું ચારિત્ર કંઈક અંશે દૂષિત થાય છે તેને કષાયકુશીલ કહે છે. (૫) નિગ્રંથ ઃ- રાગ દ્વેષની ગ્રંથીનો સર્વથા ઉપશમ અથવા ક્ષય થયો હોય તેવા છદ્મસ્થ વીતરાગી સાધકને નિગ્રંથ કહે છે. તેમાં અગિયારમું અને બારમું બે ગુણસ્થાન હોય છે. અગિયારમા ગુણસ્થાને ઉપશાંત વીતરાગ અને બારમા ગુણસ્થાને ક્ષીણ વીતરાગ હોય છે. (૬) સ્નાતક :– જેનું ચારિત્ર અખંડ છે, જે ચાર ઘાતિકર્મથી રહિત છે, તેવા કેવળી ભગવાનને સ્નાતક કહે છે. તેમાં તેરમું અને ચૌદમું બે ગુણસ્થાન હોય છે. આ રીતે છ પ્રકારના નિગ્રંથો ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામી હોય છે. સૂત્રકારે તેના ભેદ-પ્રભેદ વગેરેનું ૩૬ દ્વારથી વિસ્તૃત વર્ણન કર્યું છે. પ્રત્યેક નિગ્રંથના પાંચ-પાંચ ભેદ : નિગ્રંથ :- મિથ્યાત્વાદિ આપ્યંતર ગ્રંથી અને ધન-ધાન્યાદિ બાહ્ય ગ્રંથિથી રહિત Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સર્વવિરત શ્રમણોને નિગ્રંથ કહે છે. ચારિત્ર મોહનીયકર્મના ક્ષયોપશમની વિચિત્રતાના કારણે છ ભેદોમાં તેનું વર્ણન આ પ્રમાણે છે— (૧) પુલાક :– શાળ–ચોખાના પૂળામાં સારભાગ અલ્પ અને ઘાસ, માટી આદિ નિઃસાર ભાગ અધિક હોય, તેમ જેના ચારિત્રમાં સાર ભાગ અલ્પ અને નિઃસાર ભાગ અધિક હોય તેને પુલાક કહે છે. સંયમ પ્રાપ્તિના સમયે સાધક, કષાય કુશીલ નિયંઠાને પ્રાપ્ત થાય છે. તેની સંયમ સાધનાથી સંયમ પર્યાયોની વૃદ્ધિ થાય અને નવ પૂર્વના જ્ઞાનની પ્રાપ્તિ થાય, ત્યાર પછી નિર્દોષ ચારિત્રનું પાલન કરનાર કેટલાક સાધકોને પુલાક નામની લબ્ધિ પ્રગટ થાય છે. તે સાધુ કોઈ આવશ્યક પ્રસંગે અથવા જ્ઞાન, દર્શનાદિ પ્રયોજનથી તે લબ્ધિનો પ્રયોગ કરે છે. લબ્ધિપ્રયોગ અવસ્થામાં અંતર્મુહૂર્ત માટે તેને પુલાક નિગ્રંથ કહે છે. આ નિગ્રંથ, ચતુર્વિધ સંઘ આદિ પર આવેલી આપત્તિને દૂર કરવા માટે અન્ય કોઈ માર્ગ ન હોય, ત્યારે અનિવાર્ય સંયોગોમાં લબ્ધિ પ્રયોગ દ્વારા ચક્રવર્તી, રાજા આદિને પણ ભયભીત કરી શકે છે, દંડ આપી શકે છે. તેના સંયમમાં મૂળ ગુણ પ્રતિસેવના અને ક્યારેક ઉત્તરગુણ પ્રતિસેવના પણ થાય છે. લબ્ધિ પ્રયોગ સમયે આવેશ, અક્ષમાભાવ વગેરે અનેક નાના-મોટા દોષ સેવનથી તેનું ચારિત્ર નિઃસાર થઈ જાય છે. લબ્ધિ પ્રયોગના અંતર્મુહૂર્તમાં જો તે સાધુ લબ્ધિથી નિવૃત્ત થઈ જાય તો કષાયકુશીલનિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે અને જોનિવૃત્ત ન થાય તો અસંયમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. લબ્ધિપ્રયોગના પ્રયોજનોના આધારે પુલાકના પાંચ પ્રકાર છે. જ્ઞાનપુલાક ઃ- જ્ઞાન-અધ્યયનના વિષયમાં કોઈ દ્વારા કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થાય, યથા- રાજ્યમાં રાજા આદિ જ્ઞાનપ્રાપ્તિમાં બાધક બનતા હોય, ત્યારે તે વિકટ પરિસ્થિતિના નિવારણ માટે પુલાક લબ્ધિનો પ્રયોગ કરે, તેને જ્ઞાનપુલાક કહે છે. દર્શનપુલાક ઃ- દર્શન અર્થાત્ શ્રદ્ધા, પ્રરૂપણાના વિષયમાં કોઈ દ્વારા, કોઈપ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થાય, તે પરિસ્થિતિને દૂર કરવા માટે લબ્ધિ પ્રયોગ કરે છે, તેને ‘ દર્શનપુલાક’ કહે છે. ચારિત્રપુલાક ઃ- રાજાદિ ચારિત્રપાલનમાં વિક્ષેપ કરે, કોઈ ઉપદ્રવાદિ કરે, ત્યારે તે પરિસ્થિતિમાં પુલાકલબ્ધિનો પ્રયોગ કરે તેને ચારિત્ર પુલાક કહે છે. લિંગ પુલાક ઃ- જૈન શ્રમણની આવશ્યક વેશભૂષા અને ઉપધિના વિષયમાં કોઈ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થાય, ત્યારે તે વિકટ પરિસ્થિતિના નિવારણ માટે લબ્ધિ પ્રયોગ કરે, તેને લિંગપુલાક કહે છે. યથાસૂક્ષ્મ પુલાક :- અન્ય વિવિધ કારણોથી, સંઘ અથવા સાધુ, શ્રાવક, દીક્ષાર્થી આદિ કોઈ વ્યક્તિ પર આવેલી વિકટ પરિસ્થિતિના નિવારણ માટે પુલાક લબ્ધિનો Page #165 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૮: નિયંઠા સ્વરૂપ ૧ પ્રયોગ કરે તે યથાસૂમ પુલાક કહેવાય છે. પુલાક નામ જ પુલાક લબ્ધિપ્રયોગને સૂચિત કરે છે. તેના પ્રત્યેક ભેદમાં પુલાલબ્ધિનો પ્રયોગ અવશ્ય થાય છે. તેમજ તેની વેશ્યા, સ્થિતિ, ગતિ, ભવ, આકર્ષ, અંતર, પ્રતિસેવના, લિંગ, સંયમપર્યવો, સમુદ્યાત આદિ દ્વારના વર્ણનથી સ્પષ્ટ છે કે પુલાક નિગ્રંથ લબ્ધિ પ્રયોગના સમયે જ હોય છે. મૂળપાઠમાં પણ પુલાકના પાંચ ભેદ પુલાક લબ્ધિથી સંબંધિત છે. (૨) બકુશ – બકુશ અર્થાત્ શબલ–કાબર ચિતરું–ચિત્રવિચિત્ર. જેનું ચારિત્ર, દોષસેવન રૂપ અશુદ્ધિથી મિશ્રિત હોય તેને બકુશ નિગ્રંથ કહે છે. દોષસેવનના નિમિત્તથી તેના બે ભેદ છે. શરીરબકુશ અને ઉપકરણ બકુશ. ૧. શરીર બકુશ :- શરીરની શોભા વિભૂષાને માટે હાથ, પગ, મુખ આદિ સાફ કરે, આંખ, કાન, નાક આદિનો મેલ દૂર કરે, નખ, કેશ આદિ અવયવોને સુસજ્જિત કરે, દાંત આદિને રંગે, ઇત્યાદિ પ્રવૃત્તિના સેવનથી જે શ્રમણ કાયગુપ્તિથી રહિત હોય, તે શરીર બકુશ છે. ૨. ઉપકરણ બકુશ - સંયમી જીવનના આવશ્યક ઉપકરણોની આસક્તિથી તેની શોભા વિભૂષામાં પ્રવૃત્તિશીલ બને, અકાલમાં વસ્ત્ર, પાત્રાદિ વારંવાર ધુએ રંગે, નિષ્કારણ પાત્રાદિ પર રોગાન લગાવે, અવનવી ડીઝાઈનો કરે, ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરે, તેને ઉપકરણ બકુશ કહે છે. આ બંને પ્રકારના બકુશ ઋદ્ધિ અને યશના કામી હોય છે. તે સતત શાતાની જ કામના કરે છે, તેથી તે સાધુ જીવનના કર્તવ્ય અનુષ્ઠાનોમાં પૂર્ણ સાવધાન રહી શકતા નથી. તે નિગ્રંથો મૂળગુણમાં દોષનું સેવન કરતા નથી. તેની દોષની પ્રવૃત્તિ, ઉત્તર ગુણની સીમા પર્વતની જ હોય છે અને તે શિથિલ માનસિક વૃત્તિથી જન્મેલી હોય છે. જો દોષનું સેવન ક્રમશઃ વધતું જાય અને મૂળગુણની વિરાધના કરે તો પ્રતિસેવના કુશીલ અથવા અસંયમભાવને પ્રાપ્ત કરે છે. જો દોષની શુદ્ધિ કરી લે તો કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે. અથવા સૂક્ષ્મદોષોની પ્રવૃત્તિ ચાલુ રાખે અને સંયમ આરાધનામાં તત્પર બની જાય તો જીવનપર્યત બકુશપણે રહી શકે છે. બંને પ્રકારના બકુશના પાંચ પ્રકાર છેઆભોગ બકુશ’–સંયમવિધિ,શાસ્ત્રાજ્ઞા તેમજ દોષ પ્રવૃત્તિઓના પરિણામને જાણવા છતાં શિથિલવૃત્તિથી અને બેદરકારીથી દોષસેવન કરે તે આભોગ બકુશ છે. અનાભોગ બકુશ – જે સંયમ વિધિ કે શાસ્ત્રાજ્ઞાને જાણ્યા વિના, પોતાની પ્રવૃત્તિના સારાસારનો વિચાર કર્યા વિના અનુકરણવૃત્તિથી, દેખાદેખીથી તથા પ્રકારના સંગથી દોષનું સેવન કરે છે તે અનાભોગ બકુશ છે. સંવૃત્ત બકુશ :- ગુપ્ત રીતે દોષ સેવન કરે કે કોઈ પણ બકુશ પ્રવૃત્તિ કરે, તે સંવૃત્ત બકુશ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ક ૧૬૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત : અસંવૃત્ત બકુશ-દુઃસાહસથી, શરમ કે સંકોચ વિના પ્રગટ રૂપે દોષ સેવન કરે તે અસંવૃત્ત બકુશ છે. યથાસૂમ બકુશઃ– જેઆળસ, નિદ્રા, પ્રમાદાદિના કારણે સાધુ સમાચારીના પાલનમાં ઉત્સાહ રહિત, ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત, અનાવશ્યક પદાર્થોનું સેવન કરનાર ઇત્યાદિ અનેક રીતે દોષ સેવન કરે, તે યથાસૂમબકુશ છે. સંક્ષેપમાં જે પ્રવૃત્તિઓથી વિનય, વૈરાગ્ય, ઈન્દ્રિય દમન, ઇચ્છાનિરોધ, જ્ઞાન, તપ આદિ સંયમ ગુણોમાં અવરોધ થાય તેવી પ્રવૃત્તિઓ કરનાર યથાસૂક્ષ્મ બકુશ કહેવાય છે. કુશીલ – મૂળ અથવા ઉત્તરગુણોમાં દોષ લગાડવાથી તથા સંજવલન કષાયથી જેનું ચારિત્ર દૂષિત હોય, તેને કુશીલ કહે છે. તેના બે ભેદ છે– પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ. (૩) પ્રતિસેવના કુશીલ:- સકારણ મૂળગુણ અથવા ઉત્તરગુણમાં અમુક મર્યાદા સુધીનું દોષસેવન કરનાર પ્રતિસેવના કુશીલ કહેવાય છે. આ પ્રકારના નિગ્રંથમાં કોઈ પ્રકારની લાચારી, અસહ્ય સ્થિતિ અથવા ક્યારેક પ્રમાદ, કુતૂહલ, અભિમાન, અધૂરી સમજણ આદિ દોષસેવનનું કારણ હોય છે અથવા જ્ઞાન આદિ પાંચના નિમિત્તે દોષસેવન થાય છે. આ પ્રકારના નિગ્રંથનું દોષસેવન બકુશના દોષો કરતા અધિક પણ હોય છે. બકુશના દોષસેવનનું કારણ મુખ્યત્વેશિથિલવૃત્તિ અને આસક્તિ છે. જ્યારે પ્રતિસેવના કુશીલમાં દોષની માત્રા અધિક હોવા છતાં મુખ્યત્વે તેનું કારણ અસહ્ય પરિસ્થિતિ કે ક્ષેત્ર કાલની વિશેષ પરિસ્થિતિ હોય છે. તેથી તેના ઉત્કૃષ્ટ સંયમ પર્યવો બકુશથી અધિક હોય છે. | બકુશ લાગેલા દોષની શુદ્ધિ કરે, તો તે કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે. જો દોષસેવનની પ્રવૃત્તિ ચાલુ હોય અને તેની સાથે સંયમ આરાધનામાં તત્પર હોય, તો આ નિગ્રંથ જીવનપર્યત પણ રહી શકે છે પરંતુ જો દોષનું પ્રમાણ ક્રમશઃ વધતુ જાય અને તેની શુદ્ધિ ન કરે તો અસંયમભાવને પ્રાપ્ત કરે છે. પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ આ ત્રણે નિયંઠામાં ત્રણ શુભ લેશ્યા જ હોય છે. તેમાં અશુભ લેશ્યાના પરિણામો ક્ષમ્ય નથી. દોષસેવન સાથે જો પરિણામો અશુભ થઈ જાય તો તે નિગ્રંથપણાના ભાવથી વ્યુત થઈઅસંયમભાવને પ્રાપ્ત કરે છે. પ્રતિસેવનાકુશીલના પણ પાંચ પ્રકાર છેજ્ઞાન પ્રતિસેવના કુશીલ – જ્ઞાન ભણતાં, ભણાવતા કે પ્રચારાદિ કરવા માટે મૂળગુણમાં કે ઉત્તરગુણમાં દોષસેવન કરે, યથા- પુસ્તકો ખરીદવા, છપાવવા વગેરે. જ્ઞાનાદિથી આજીવિકા ચલાવે તે પણ જ્ઞાન પ્રતિસેવના કુશીલ કહેવાય છે. દર્શન પ્રતિસેવના કુશીલ:- શુદ્ધશ્રદ્ધાની પ્રાપ્તિ માટે, તેના પ્રચારદિમાટે દોષસેવન કરે તે દર્શનપ્રતિસેવનાકુશીલ છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૮ : નિયંઠા સ્વરૂપ ચારિત્ર પ્રતિસેવના કુશીલ :– ચારિત્રની પ્રવૃત્તિઓનું પાલન કરવા કે કરાવવા માટે દોષસેવન કરે, યથા- ચારિત્રપાલનનું સાધન શરીર છે, શરીર સશક્ત હશે તો ચારિત્રપાલન વિશેષ થશે તે દૃષ્ટિકોણથી શરીર માટે દોષસેવન કરે તે ચારિત્ર પ્રતિસેવનાકુશીલ છે. લિંગ પ્રતિસેવના કુશીલ ઃ–લિંગના વિષયમાં અર્થાત્ સાધુની વેશભૂષાના નિમિત્તે તથા સાધુલિંગના આવશ્યક ઉપકરણ, વસ્ત્ર, પાત્ર, રજોહરણ આદિના નિમિત્તે દોષસેવન કરે તે લિંગ પ્રતિસેવના કુશીલ છે. ૧૬૦ યથાસૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ :– પૂર્વોક્ત ચાર કારણ સિવાય અન્ય કારણે અર્થાત્ પૌદ્ગલિક સુખની લાલસાથી, કષ્ટ સહન ન થવાથી, ઇચ્છાપૂર્તિ માટે, માનાદિ કષાયોના પોષણ માટે અથવા કોઈના દબાણથી મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષસેવન કરે, તે યથાસૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ છે. આ રીતે પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ, તે ત્રણે નિયંઠા પ્રતિસેવી છે, દોષ સેવી છે. તેમાં છઠ્ઠું અને સાતમું બે જ ગુણસ્થાન હોય છે, શેષ ત્રણ નિયંઠા અપ્રતિસેવી છે. પુલાકમાં એક છઠ્ઠું ગુણસ્થાન જ હોય છે. (૪) કષાય કુશીલ ઃ– સંજ્વલન કષાયના પ્રગટ કે અપ્રગટ ઉદયથી જેનું ચારિત્ર કંઈક અંશે મલિન બને છે તેને કષાય કુશીલ કહે છે. તે નિગ્રંથ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિમાં કિંચિત્ પણ અતિચાર કે અનાચાર રૂપ દોષ સેવન કરતા નથી. સંયમ પ્રાપ્તિના સમયે અવશ્ય કષાય કુશીલ નિગ્રંથપણું જ હોય છે. બીજા નિયંઠા ત્યાર પછી પ્રાપ્ત થાય છે. સાધક જીવનમાં ક્યારેક કોઈપણ નિમિત્તથી કષાયનો ઉદય થાય પરંતુ તે તુરંત જ ઉપશાંત થઈ જાય તો જ કષાય કુશીલ નિગ્રંથપણું રહે છે. જો કષાયની કાલમર્યાદા વધી જાય તો કષાય કુશીલપણુ રહેતું નથી. આ નિગ્રંથમાં ૬,૭,૮,૯,૧૦ આ પાંચ ગુણસ્થાન હોય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં કષાયનો ઉદય પ્રગટ જણાય છે. પરંતુ સાતમાથી દશમા ગુણસ્થાન સુધી અપ્રગટપણે કષાયનો ઉદય હોય છે. આ નિગ્રંથના પણ પાંચ પ્રકાર છે. જ્ઞાન કષાય કુશીલ :– જ્ઞાન ભણતા કે જ્ઞાન પ્રેરણા, પ્રચારાદિ કાર્ય કરતાં પ્રમત્ત દશાના કારણે સંજ્વલન કષાયની પ્રગટ અવસ્થા આવી જાય તો તેને જ્ઞાનકષાય કુશીલ કહે છે. દર્શન કષાય કુશીલ :- દર્શન–શ્રદ્ધાગમ્ય વિષયોને સમજવા, સમજાવવામાં ક્યારેક પ્રગટ કષાયનો ઉદય થઈ જાય તેને દર્શન કષાય કુશીલ કહે છે. ચારિત્ર કષાય કુશીલ :- ચારિત્રનું પાલન કરતા, કરાવતા અથવા વૈયાવચ્ચ આદિ કરતાં; પ્રમાદવશ પ્રગટ કષાયનો ઉદય થઇ જાય તો તેને ચારિત્રકષાય કુશીલ કહે છે. લિંગ કષાય કુશીલ :- શુદ્ધ લિંગ, વેષભૂષા, ઉપકરણાદિના નિમિત્તે પ્રમાદવશ Page #168 -------------------------------------------------------------------------- ________________ ક ૧૬૮ : મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત. - સંજ્વલન કષાયનો પ્રગટ ઉદય થાય, તેને લિંગ કષાય કુશીલ કહે છે. યથાસૂમ કષાય કુશલ – પૂર્વોક્ત ચાર કારણસિવાય અપ્રગટરૂપે અને ક્યારેક પ્રગટરૂપે કષાયનો ઉદય થઈ જાય. જેમ કે ઇચ્છા કે આજ્ઞા વિરુદ્ધ કાર્ય થવાથી, અનુકૂળ વાતાવરણ ન હોવાથી, કોઈની ક્ષતિ સહન ન થવાથી કષાય થઈ જાય. તેને યથાસૂમ્કષાય કુશીલ કહે છે. આ નિગ્રંથનોકષાયજો સંવલનની કોટિથીવધી જાય તો તે અન્યનિગ્રંથપણાને અથવા અસંયમ ભાવને પ્રાપ્ત કરે છે. (૫) નિગ્રંથ – રાગદ્વેષની ગ્રંથિથી સર્વથા રહિત હોય તેને નિગ્રંથ કહે છે. અહીં ૧૧,૧૨માં ગુણસ્થાનવર્સી વીતરાગ સાધકનેનિગ્રંથ કહ્યા છે. તેમાં કોઈ પણ પ્રકારના દોષસેવન કે કષાયના ઉદયની સંભાવના નથી. તે સાધક કષાયનો ઉદય ન હોવાથી વીતરાગ અને જ્ઞાનાવરણીયાદિ શેષ ઘાતકર્મનો ઉદયહોવાથી તે છઘસ્થ હોય છે અર્થાત્ છવસ્થ વીતરાગને નિગ્રંથ કહે છે. પૂર્વના ચાર નિગ્રંથોના પાંચ-પાંચ ભેદની શેલીનું અનુકરણ કરીને સૂત્રકારે નિગ્રંથના પણ પાંચ ભેદ કર્યા છે. તેના ભેદનું કારણ દોષસેવન કે કષાયાદિ નથી. તેમ છતાં આ નિગ્રંથાવસ્થા અશાશ્વત છે. તેથી સર્વ નિગ્રંથોની અપેક્ષાએ તેના પાંચ પ્રકાર થાય છે. પ્રથમ સમયવર્તી નિગ્રંથ – ક્યારેક આખા લોકમાં એક પણ નિગ્રંથ ન હોય અને નવા જે શ્રમણો નિગ્રંથ અવસ્થાને પ્રાપ્ત કરે તે સર્વપ્રથમ સમયવર્તી નિગ્રંથો હોય છે. અપ્રથમ સમયવર્તી નિગ્રંથ :- ક્યારેક નવા કોઈ પણ સાધુ નિગ્રંથપણાને પ્રાપ્ત કરતા ન હોય તો, તે સર્વ નિગ્રંથો અપ્રથમવર્તી જ હોય છે. ચરમ સમયવર્તી નિગ્રંથ – ક્યારેક સર્વનિગ્રંથો ચરમ સમયવર્તી જ હોય છે, તે સર્વની છબસ્થા વસ્થાનો ચરમ સમય હોય તે ચરમ સમયવર્તી નિગ્રંથ છે. અચરમસમયવર્તી નિગ્રંથ :- ક્યારેક સર્વ નિગ્રંથો અચરમ સમયવર્તી જ હોય છે. સર્વની છદ્મસ્થાવસ્થાને બે, ત્રણ, ચાર, પાંચાદિ સમય શેષ રહ્યા હોય, તે અચરમ સમયવર્તી નિગ્રંથ છે. પ્રથમ અને અપ્રથમનું કથન પૂર્વાનુપૂર્વાની અપેક્ષાએ છે અને ચરમ-અચરમનું કથન પશ્ચાનુપૂર્વાની અપેક્ષાએ છે. યથાસૂમ નિગ્રંથ – પ્રથમ-અપ્રથમ, ચરમ કે અચરમ સમયની અપેક્ષા રાખ્યા વિના સામાન્યરૂપે સર્વ સમયમાં વર્તતા નિગ્રંથોને યથાસૂમનિગ્રંથ કહે છે. તેમાં કેટલાક પ્રથમ સમયવર્તી હોય, કેટલાક અપ્રથમસમયવર્તી હોય. આ રીતે દ્વિસંયોગી આદિ ભંગ બની શકે છે. બીજી રીતે નિગ્રંથના પાંચ પ્રકાર આ પ્રમાણે સમજવા- (૧) નિગ્રંથ અવસ્થાના પ્રથમ સમયવર્તી સર્વ નિગ્રંથોને પ્રથમ સમયવર્તી નિગ્રંથ (૨) બીજા Page #169 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૮ઃ નિયંઠા સ્વરૂપ ૧e , આદિ સમયવર્તી નિગ્રંથોને અપ્રથમ સમયવર્તી નિગ્રંથ (૩) અંતિમ સમયવર્તી નિગ્રંથોને ચરમ સમયવર્તી નિગ્રંથ (૪) અંતિમ સમય સિવાયના નિગ્રંથોને અચરમ સમયવર્તી નિગ્રંથ અને (૫) નિગ્રંથ અવસ્થાના કોઈ પણ સમયવર્તી નિગ્રંથોને યથાસૂમ નિગ્રંથ કહે છે. નિગ્રંથના બે પ્રકાર છે- ઉપશાંતકષાય નિગ્રંથ અને ક્ષીણકષાય નિગ્રંથ. અગિયારમા ગુણસ્થાનવર્તી નિગ્રંથ ઉપશાંત કષાય નિગ્રંથ છે અને બારમા ગુણરથાનવર્સી નિગ્રંથ ક્ષણ કષાય નિગ્રંથ છે. (થે સ્નાતક – પૂર્ણતઃ શુદ્ધ, અખંડ ચારિત્રસંપન્ન નિગ્રંથને સ્નાતક કહે છે. તે ચાર ઘાતકર્મના નાશથી કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત હોય છે. તેમાં તેરમું અને ચૌદમું બે ગુણસ્થાન હોય છે. આ પ્રકારના નિગ્રંથમાં પણ ભેદનું કોઈ કારણ નથી. તેમજ આ ગુણસ્થાન પણ શાશ્વત છે. તેના સંયમ સ્થાનો, આત્મગુણો–જ્ઞાન, દર્શન પણ સમાન છે. તેમ છતાં પાંચ પ્રકારના ભેદની શૈલીનું અનુકરણ કરીને સૂત્રકારે તેના પાંચ ભેદનું કથન કર્યું છે. સૂત્ર કથિત સ્નાતકના પાંચ ભેદો તેના પાંચ ગુણોને પ્રગટ કરે છે. ૧. કછવી--યોગ નિરોધ અવસ્થામાં છવી અર્થાત્ શરીરભાવ ન હોય તે અચ્છવી. અપ– ઘાતકર્મનો ક્ષય કર્યા પછી તેમાં કાંઈ પણ ખાસ ક્ષપણ શેષ નથી, તે અક્ષપી છે. ૨. નવને સંપૂર્ણ દોષ રહિત અવસ્થા. ૩. અM– ઘાતકર્મના અંશથી રહિત હોય તે અકર્માશ. ૪. સંયુદ્ધ – વંસ થશે– વિશુદ્ધ જ્ઞાન-દર્શનના ધારક, ૫. સરિસ્સવી- કર્મબંધના આશ્રવથી રહિત હોય તે અપરિશ્રાવી છે. ચૌદમા ગુણસ્થાને સાધક અયોગી, નિષ્ક્રિય, બની જાય છે ત્યારે કર્મનો આશ્રવ અટકી જાય છે. આ રીતે આ પાંચે ય અવસ્થા, ભેદ રૂપ નથી પરંતુ “શુક્ર-પુરંદર' આદિની જેમ શબ્દ નયની અપેક્ષા પાંચ ભેદ સમજવા. નોંધઃ(૧) પાંચ પ્રકારના સંયમ(સંજયા)ની પરિભાષા સ્વરૂપ ભગવતી સૂત્રના સારાંશમાં (ભાગ-૫માં) પૃષ્ઠ ર૯૦ ઉપર કરેલ છે (૨) પ્રસ્તુતમાં નિગ્રંથોનું સ્વરૂપ ગુરુપ્રાણ આગમ બત્રીસીના આધારે આપેલ છે જે બુદ્ધિ ગમ્ય છે. ટીકાઓમાં અને અન્ય સંસ્કરણોમાં કંઈક ભિન્નતા જોવા મળશે, તેનું વિદ્વાન પાઠક સ્વયં ચિંતન કરશે.] જ $ નિગ્રંથ સ્વરૂપ સંપૂર્ણ રૃ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત પરિશિષ્ટ-૯ తకు નિગ્રંથ નિગ્રંથીઓના આત્મ નિરીક્ષણની પરિજ્ઞા [પાસત્યાદિ સ્વરૂપ વિચારણા] સાધુ-સાધ્વીઓની ગતિવિધિનું ચિત્રણ : (૧) સંયમ સ્વીકાર કર્યા પછી નિગ્રંથ બે દિશાઓમાં પ્રગતિ કરે છે. કેટલાક સાધક સંયમ આરાધનામાં પ્રગતિશીલ હોય છે, જ્યારે અનેક સાધક સંયમ વિરાધનામાં ગતિશીલ હોય છે. (૨) સંયમ આરાધનામાં પ્રગતિશીલ કેટલાય ભિક્ષુ પોતાની અથવા પોતાના ગચ્છની પ્રશંસા અને ઉત્કર્ષ કરતાં થકા તથા અન્ય જિન વચનમાં અનુરક્ત સામાન્ય સંયમ સાધકોના અપકર્ષ નિંદા કરવા અને સાંભળવામાં રસ લઈને માન કષાયના સૂક્ષ્મ શલ્યથી આત્મ સંયમની અન્ય પ્રકારે વિરાધના કરતા રહે છે. (૩) એથી વિપરીત આરાધનામાં પ્રગતિશીલ કેટલાક સાધક સ્વયં ઊંચાને ઊંચા સંયમ તપનું પાલન કરતાં થકા પરીષહ-ઉપસર્ગ સહન કરે છે, સાથો સાથ અલ્પસત્વ સંયમ સાધકો પ્રત્યે હીણી દષ્ટિ રાખતા નથી, તેમજ તેઓની નિંદાઅપકર્ષ પણ કરતા નથી. પરંતુ તેના પ્રત્યે મૈત્રી ભાવ, કરુણા ભાવ, માધ્યસ્થ ભાવ આદિથી સહૃદયતા અને ઉચ્ચ માનવતા પૂર્વકનો અંતર્બાહ્ય વ્યવહાર રાખે છે. તે ઉત્તમ આરાધના કરવાવાળા મહાન આદર્શ સાધક હોય છે. (૪) સંયમ વિરાધનામાં ગતિશીલ સાધક આપમેળે અથવા ગાડરિયા પ્રવાહના સ્વભાવથી આગમ સમ્મત સંયમ સમાચારીથી ભિન્ન અથવા વિપરીત આચરણોને એક-એક કરીને સ્વીકારતા જાય છે. એમ કરતાં કરતાં સંયમ અંગીકાર કરવાના મુખ્ય લક્ષ્યથી ક્રમશઃ ચુત થતા જાય છે. (૫) વિરાધનામાં પ્રગતિશીલ કેટલાય સાધક અન્ય આરાધક સાધકો પ્રત્યે આદરભાવ રાખે છે અને તેઓની આરાધનાઓની અનુમોદના કરતા રહે છે તેમજ પોતાની અલ્પતમ અને દોષયુક્ત સાધના માટે ખેદ ભાવ રાખે છે અને આગમોક્ત આચારની શુદ્ધ પ્રરુપણા કરે છે. (૬) એ સિવાય વિરાધનામાં પ્રગતિશીલ કેટલાય સંયમ સાધક ક્ષેત્ર કાળની આડ Page #171 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૯: શ્રમણોને આત્મ નિરીક્ષણ ૧૨ લઈને આગમોક્ત મર્યાદાઓનું ખંડન કરે છે, અન્ય સંયમ આરાધક સાધકો પ્રત્યે આદરભાવ ન રાખતા મત્સરભાવ(ઈષ) રાખે છે તેમજ પોતાના બુદ્ધિ બળ અથવા 28દ્ધિ બળથી તેઓ પ્રત્યે નિંદા આદિ પ્રકારોથી અસદ્ભાવ પ્રગટ કરે છે, અર્થાત્ શુદ્ધ આરાધના કરવાવાળા પ્રત્યે ગુણગ્રાહી ન બનતાં છિદ્રાન્વેષી બની રહે છે. એ બધા આરાધક અને વિરાધક સાધકોએ પ્રસ્તુત નિબંધ રુપ દર્પણમાં આત્મ નિરીક્ષણ કરવું જોઈએ. આગમોમાં સાધકોના બે વિભાગ - (૧) જૈન આગમ ભગવતી સૂત્રમાં ઉત્તમ સાધક, શુદ્ધાચારી સાધુઓનો નિગ્રંથના વિભાગમાં સમાવેશ કરેલ છે. વર્તમાનમાં તે છ પ્રકારમાંથી ત્રણ નિર્ગથ વિભાગના સાધુ હોઈ શકે છે. (૨) અનેક આગમો (જ્ઞાતાસૂત્ર, નિશીથ સૂત્ર, વ્યવહાર સૂત્ર આદિ) માં શિથિલાચારી સામાન્ય સાધકોના અનેક પ્રકાર કહ્યા છે. તે સર્વમળીને કુલદશ થાય છે. વર્તમાનમાં એ દશેય શિથિલાચારી વિભાગના શ્રમણો હોઈ શકે છે. એ બન્ને વિભાગોનો પરિચય આ પ્રમાણે છે – વર્તમાનમાં સંભવિત નિગ્રંથોના ત્રણ વિભાગ - (૧) બકુશ નિગ્રંથ – સંયમ સમાચારીના આગમિક મુખ્ય તેમજ ગૌણ પ્રાયઃ સર્વનિયમોનું પાલન કરવા છતાં પણ આ નિગ્રંથોનું શરીર અને ઉપધિની સ્વચ્છતા તરફ વિશેષ લક્ષ્ય થઈ જાય છે. શરીર પ્રત્યે નિર્મોહ ભાવ પણ ઘટી જાય છે. જેથી તે તપ, સ્વાધ્યાય આદિમાં વધારો નહિ કરતાં ખાન-પાનમાં આસક્તિ, ઔષધ સેવનમાં રુચિ અને આળસ-નિદ્રામાં વૃદ્ધિ કરે છે, સાથો સાથ આ નિગ્રંથની અનેક સંયમ ગુણોના વિકાસમાં જાગરૂકતા ઓછી થઈ જાય છે. તે ઉપરાંત અન્ય પણ સંયમ સમાચારીના નિયમોનો ભંગ કરવાની અથવા તેના પ્રત્યે ઉપેક્ષાભાવ રાખવાથી આ સાધક ક્રમશઃ નિગ્રંથ વિભાગથી ચુત થઈ જાય છે. કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યાના પરિણામ આવવાથી તો આ સાધક નિગ્રંથ વિભાગમાંથી તત્કાલ(તેજ ક્ષણે) ગબડી પડે છે. અર્થાત્ તેનામાંનિગ્રંથ વિભાગનું છઠ્ઠસાતમુંઆદિ ગુણસ્થાન રહેતા નથી, ત્યારે તેશિથિલાચારી વિભાગના પાસત્યા' આદિમાં પહોંચી જાય છે. (૨) પ્રતિસેવના કુશીલ નિગ્રંથ :- સંયમ સમાચારીનું આગમ અનુસાર પાલન કરવાની રુચિની સાથે સાથે પ્રયત્ન કરવા છતાં પણ શારીરિક પરિસ્થિતિવશ યા શ્રુત જ્ઞાનની અભિવૃદ્ધિ માટે અને અંધહિત માટે, સમયે-સમયે મૂલગુણમાં અથવા ઉત્તરગુણોમાં દોષનું સેવન કરે છે. સાથે જ તેને દોષ સમજીને યોગ્ય સમયે શુદ્ધિ પણ કરે છે અને કયારેક પરીસહ ઉપસર્ગ સહન કરવાની અસમર્થતાને કારણે Page #172 -------------------------------------------------------------------------- ________________ = ૧ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત | પણ દોષ લગાડી લે છે તેમજ ખેદ કરીને શુદ્ધિ પણ કરી લે છે. પરિસ્થિતિવશ દોષ સેવન કરીને પરિસ્થિતિ દૂર થતાં જ તે દોષને છોડી દે છે અર્થાત્ કોઈપણ દોષની અનાવશ્યક પ્રવૃત્તિને દીર્ઘ સમય સુધી નથી ચલાવતા. આ પ્રકારની સાધનાની સ્થિતિમાં પ્રતિસેવના કુશીલ નિગ્રંથ રહે છે. કોઈપણ દોષને દીર્ઘ સમય સુધી ચલાવવાથી, શુદ્ધિ કરવાનું લક્ષ્ય ન રાખવાથી અન્ય અનેક સમાચારીમાં પણ શિથિલ થઈ જવાથી અથવા તો અશુદ્ધ પ્રપણા કરવાથી તે સાધક ક્રમશઃ નિગ્રંથ વિભાગથી શ્રુત થઈ જાય છે. કૃષ્ણ, નીલ, કપોત, એ ત્રણે અશુભ લેશ્યાના પરિણામ આવવાથી તો સાધક આ નિગ્રંથ વિભાગથી તત્કાલ જ ગબડી પડે છે અર્થાત્ સંયમના છઠ્ઠા સાતમા આદિ ગુણસ્થાનોમાં રહેતો નથી, ત્યારે તે શિથિલાચારી વિભાગના પાસસ્થા આદિમાં પહોંચી જાય છે. (૩) કષાય કુશીલ નિગ્રંથ – આ સાધક સંયમ સમાચારીનું નિરતિચાર પાલન કરે છે અર્થાત્ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને સંપૂર્ણ સંયમ વિધિઓનું આગમ અનુસાર પાલન કરે છે. આ સાધક સંજવલન કષાયના ઉદયથી ક્ષણિક અને પ્રગટરૂપે કષાયમાં પરિણત થઈ જાય છે. પરંતુ તે કષાયના કારણે કોઈપણ પ્રકારે સંયમાચરણ ને દૂષિત નથી કરતો. અનુશાસન ચલાવવામાં કે અનુશાસિત થવા પર અથવા કોઈના અસવ્યવહાર કરવા પર આ સાધકને ક્ષણિક ક્રોધ આવી જાય છે. આજ રીતે ક્ષણિક માન, માયા, લોભનું આચરણ પણ એનાથી થઈ જાય છે. આ કષાયોની અવસ્થા બહારથી અલ્પ કે વિશેષ કેવીય પણ દેખાતી કેમ ન હોય, પરંતુ અંતરમાં તે સ્થિતિ તુરતજ દૂર થઈ જાય છે. પ્રતિક્રમણ સમયે તો તે સ્થિતિ સુધરીને સાધકનું હૃદય સર્વથા શુદ્ધ અને પવિત્ર બની જાય છે. આ સાધકના કષાયના નિમિત્તથી સંયમ મર્યાદાનો ભંગ થઈ જાય તો તેની શુદ્ધ નિગ્રંથ અવસ્થા નથી રહેતી, પરંતુ પૂર્વકથિત પ્રતિસેવના નિગ્રંથ અવસ્થામાં તે ચાલ્યો જાય છે. કોઈ કષાયની અવસ્થાનો જો પ્રતિકમણ સુધીમાં પણ અંત ન થઈ જાય તો એનિગ્રંથ પોતાની નિગ્રંથ અવસ્થાથી ટ્યુત થઈને સંયમ રહિત અથવા સમકિત રહિત અવસ્થાને પણ પ્રાપ્ત કરે છે. આ જ પ્રમાણે પૂર્વે કહેલા બન્ને નિગ્રંથ પણ પ્રતિક્રમણના સમય સુધી કષાય પરિણામોનું સંશોધન ન કરી લે તો પછી નિગ્રંથ વિભાગમાં રહેતા નથી. કષાયની અલ્પકાલીનતામાં એવં પ્રતિપૂર્ણ સંયમ મર્યાદાનું પાલન કરતાં આ કષાય કુશીલ નિગ્રંથને કયારેય ત્રણ અશુભ લેશ્યાના પરિણામ આવી જાય તો પણ તે પોતાના નિગ્રંથ વિભાગથી તત્કાલ ટ્યુત થતો નથી, પરંતુ અશુભ લેશ્યાઓમાં Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ અધિક સમય રહી જાય તો પૂર્ણ શુદ્ધાચારી આ નિગ્રંથ પણ સંયમ અવસ્થાથી ચ્યુત થઈ જાય છે. વિવેક જ્ઞાનઃનિગ્રંથ અવસ્થાથી ચ્યુતભ્રષ્ટ નહિ થવાના લક્ષ્યવાળા સાધકોએ પોતાના કોઈપણ દોષમાં, કોઈપણ કષાય વૃત્તિમાં, કોઈપણ અશુભ લેશ્યામાં અધિક સમય સ્થિર રહેવું જોઈએ નહિ. સદા સતર્ક, સાવધાન, જાગૃત રહીને વિના વિલંબે એ અવસ્થાઓથી નિવૃત્ત થઈને આત્મ ભાવમાં લીન બની જવું જોઈએ. શિથિલાચારીના વિાગઃ ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૯ : પાસત્યાદિ સ્વરૂપ : (૧) પાર્શ્વસ્થ :- જે શ્રમણ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં પુરુષાર્થ નથી કરતો પરંતુ તેમાં સુસ્ત થઈ જાય છે તથા રત્નત્રયીના અતિચારો અને અનાચારોનું આચરણ કરીને તેની શુદ્ધિ નથી કરતો તે પાર્શ્વસ્થ(પાસત્થા) કહેવાય છે. (૨) અવસન :– જે પ્રતિક્રમણ, પ્રતિલેખન, સ્વાધ્યાય, વિનય પ્રતિપત્તિ, આવશ્યકી આદિ સમાચારીઓનું અને સમિતિઓનું પાલન નથી કરતો અથવા તેમાં હીનાધિક યા વિપરીત આચરણ કરે છે અને શુદ્ધિ નથી કરતો તે અવસન્ન (ઓસન્ના) કહેવાય છે. (૩) કુશીલ ઃ— જે વિધા, મંત્ર,તંત્ર, નિમિત્ત કથન યા ચિકિત્સક વૃત્તિ આદિ નિષિદ્ધ કૃત્ય કરે છે અને તેનાથી પોતાની માન સંજ્ઞા અથવા લોભ સંજ્ઞાનું પોષણ કરે છે તથા એ પ્રવૃત્તિઓનું કોઈ પ્રાયશ્ચિત પણ નથી લેતો, તે કુશીલ કહેવાય છે. (૪) સંસક્ત :- જે ઉન્નત આચાર વાળાનો સંસર્ગ પ્રાપ્ત કરીને ઉન્નત આચારનું પાલન કરવા લાગી જાય છે તેમજ શિથિલાચાર વાળાનો સંસર્ગ મેળવીને તેનાં જેવો પણ બની જાય છે અર્થાત્ નટની સમાન અનેક સ્વાંગ ધરી શકે છે અને ઊનની જેમ અનેક રંગ ધારણ કરી શકે છે, તે ‘સંસક્ત’(સંસત્તા) કહેવાય છે. (૫) નિત્યક :- જે ચાતુર્માસ કલ્પ અને માસકલ્પ પછી વિહાર નથી કરતો અથવા તેનાથી બે ગણો સમય અન્યત્ર વ્યતીત કર્યા પહેલાં ફરીને એજ ક્ષેત્રમાં આવીને રહી જાય છે અર્થાત્ જે ચાતુર્માસ પછી આઠ માસ અન્યત્ર પસાર કર્યા વિના જ ત્યાં ફરી આવીને રહી જાય છે તે નિત્યક(નિતિયા) કહેવાય છે. (૬) યથાચ્છંદ :-- જે સ્વચ્છંદતા પૂર્વક આગમથી વિપરીત મન માન્યુ પ્રરુપણ યા આચરણ કરે છે. તે યથાચ્છંદ-સ્વચ્છંદાચારી' કહેવાય છે. (૭) પ્રેક્ષણિક :-- જે અનેક દર્શનીય સ્થળો અને દશ્યો જોવાની અભિરુચિવાળો હોય છે અને તેને જોતો રહે છે તથા તેનું સૂત્રોક્ત કોઈપણ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરતો નથી તે ‘પ્રેક્ષણિક'(પાસણિયા) કહેવાય છે. (૮) કાશિક જે આહાર કથા, દેશ કથા વગેરે કરવા, સાંભળવા, જાણવામાં અભિરુચિ રાખે છે તેમજ તેને માટે સ્વાધ્યાયના સમયનો વ્યય કરીને સમાચાર - Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત * પત્ર વાંચે છે, તે કાથિક(કાહિયા) કહેવાય છે. અથવા જે અમર્યાદિત સમય સુધી ધર્મકથા કરતો જ રહે છે, જેના કારણે પ્રતિલેખન, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધ્યાન, વિનય, વૈયાવૃત્ય વગેરે પ્રવૃત્તિઓમાં અવ્યવસ્થા કરે છે. તેમજ પોતાના સ્વાસ્થ્યને પણ અવ્યવસ્થિત કરે છે, તે પણ ‘કાથિક’ કહેવાય છે. - (૯) મામક – જે ગામ અને નગરને, ગૃહસ્થના ઘરોને, શ્રાવકોને કે અન્ય સચિત્તઅચિત પદાર્થોને મારા-મારા કહે છે અથવા એમાંથી કોઈમાં પણ મમત્વ કે સ્વામિત્વ ભાવ રાખે છે અથવા અધિકાર જમાવે છે તથા શિષ્ય, શિષ્યાઓ પ્રત્યે અતિલોભ, આસક્તિ ભાવ રાખે છે તથા સ્વાર્થભાવથી ગુરુઆમના આદિ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને પોતાના બનાવવાનો પ્રયત્ન કરતો રહે છે, તે 'મામક'(મામગા) કહેવાય છે. જન સાધારણને જિન માર્ગમા જોડવાને માટે ધર્મકથા કે પ્રેરણા વગેરે કોઈપણ પ્રવૃત્તિ કરવાથી કોઈ સ્વતઃ અનુરાગી બની જાય અને ભિક્ષુ તેમાં મારામારાની બુદ્ધિ ન રાખે તો એ પ્રવૃત્તિથી તે ‘મામક' નથી કહેવાતો. (૧૦) સંપ્રસારિક :– જે ગૃહસ્થના સાંસારિક કાર્યોમાં, સંસ્થાઓમાં ભાગ લે છે, ગૃહસ્થને કોઈપણ કાર્યના પ્રારંભ માટે શુભ મુહૂર્ત વગેરેનું કથન કરે છે, વ્યાપાર આદિ પ્રવૃત્તિઓમાં તેને પ્રત્યક્ષ પરોક્ષ કોઈપણ પ્રકારે મદદ કરે છે. અન્ય પણ અનેક પુણ્યના મિશ્રપક્ષવાળા અકલ્પનીય કાર્યોમાં ભાગ લે છે, તે સંપ્રસારિક (સંપસારિયા) કહેવાય છે. મહાદોષી શ્રમણ-શ્રમણીઓ: આ દસ વિભાગોના શ્રમણ સિવાય જે રૌદ્ર ધ્યાનમાં વર્તે છે, ક્રૂર પરિણામી હોય છે, બીજાઓનું અનિષ્ટ કરે છે, ખોટા આરોપ મૂકે છે, અનેક પ્રકારે છળકપટ કરે છે અથવા તો પરસ્ત્રી ગમન કરે છે, અનેક મોટી ચોરીઓ કરે છે, ધન સંગ્રહ કરે છે, છકાયના આરંભજનક મંદિરમકાનોનું નિર્માણ કાર્ય કે સંઘ કાઢવો વગેરે કરાવે છે, પોતાની પ્રતિષ્ઠા માટે સંઘમાં ફાટફૂટ પડાવી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે; આવુ કરવાવાળો સામાન્ય સાધુ હોય કે આચાર્ય આદિ પદવીધર હોય, તે આ શિથિલાચારના દશ વિભાગોથી પણ ચડી જાય છે અને સાધુવેષમાં રહેવા છતાં પણ ગૃહસ્થ સમાન હોય છે અને આત્મવંચક પણ હોય છે તથા કોઈ કોઈ પ્રવૃત્તિઓવાળા તો મહાન ધૂર્ત અને મકકાર પણ હોય છે. ઉપસંહાર ઃ– સંયમ સ્વીકાર કર્યા પછી ઉત્થાન-પતનરૂપે આવવાવાળી અનેક અવસ્થાઓની આ બહુમુખી પરિશા કહી છે. પ્રત્યેક સાધકે તેને આત્મ-પરીક્ષાનો અરીસો સમજીને ધ્યાન પૂર્વક એમાં પોતાનું મુખ જુએ અર્થાત્ એના પરથી આત્મ Page #175 -------------------------------------------------------------------------- ________________ આ ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૯ પાસત્યાદિ સ્વરૂપ ૧૦૫ નિરીક્ષણ કરે. જો મનુષ્ય ભવને સાર્થક કરવો હોય, સંયમ આરાધના કરવી હોય તો પોતાનામાં યોગ્ય સુધારો કરે. શુમં ભવતુ સર્વ નિથાનામ્ સર્વ નિગ્રંથોનું શુભ થાઓ. I , સંયમ ઉન્નતિની દશ આગમ કણિકા , (૧) જે વૈરાગ્ય ભાવના અને ઉત્સાહથી સંયમ ગ્રહણ કરેલ છે તે જ ભાવના અને ઉત્સાહથી અન્ય સર્વસંકલ્પરૂપી અડચણોને દૂર કરીને સદા સંયમનું પાલન કરો. – આચારાંગ – ૧/૧/૩ તથા દશવૈકાલિક–૮/૧ (૨) કોઈપણ વ્યક્તિને આ (તે) “કુશીલિયો છે” “શિથિલાચારી છે” “આચાર ભ્રષ્ટ છે ઈત્યાદિ ન કહો અને પોતાની બડાઈ પણ ન કરો. કોઈને ગુસ્સો આવે તેવા નિંદાસ્પદ શબ્દ ન બોલો. –દશવૈકાલિક –૧૦/૧૮ (૩) જે બીજાની હીલના, નિંદા, તિરસ્કાર, અપમાન કરે છે, હલકા દેખાડવા કે નીચા પાડવાની હીન ભાવના રાખે છે તે મહા સંસારમાં પરિભ્રમણ કરે છે. કારણકે આ પરનિંદા પાપકારી વૃત્તિ છે. -સૂય અ–૨, ઉ–, ગા–ર (૪) ભિક્ષુએ સારી રીતે વિચાર કરીને– ક્ષમા, સરલતા, નિર્લોભતા, નમ્રતા, હૃદયની પવિત્રતા, અહિંસા, ત્યાગ, તપ, વ્રત-નિયમ વગેરે વિષયો પર પ્રવચન આપવું જોઈએ. તેમાં અન્ય કોઈની પણ અવહેલના આશાતના નહિ કરવી જોઈએ. - આચાઇ ૧/૫ અને પ્રશ્ન–૨. કોઈ સાધુની કે ગૃહસ્થની કોઈપણ પ્રકારની આશાતના કરવાથી ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે. – નિશીથ ૧૩ અને ૧૫. (૫) સરલતા ધારણ કરવાથી જ આત્માની શુદ્ધિ થાય છે અને આત્મામાં ધર્મ સ્થિર થાય છે. માયા, જૂઠ-કપટના સંકલ્પોથી ધર્મ આત્મામાંથી નીકળી જાય છે. –ઉત્તરા,અ-૩, ગા૦-૧ર (૬) સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન રહે છે, તે સાચો ભિક્ષુ છે. ભિક્ષુ નિદ્રા અને વાતોમાં અધિક રુચિ ન રાખે તથા ઠઠ્ઠા મશ્કરી ન કરે, સદા સ્વાધ્યાય-અધ્યયન વગેરેમાં રત રહે. – દશવૈ–૮, ગા–સર (૭) જે ઘણી મોટી તપસ્યાઓ કરે છે અથવા જે બહુશ્રુત અને વિશાળ જ્ઞાની છે તો પણ જો તે ક્રોધ, ઘમંડ, માયા, પ્રપંચ, મમત્વ, પરિગ્રહ વૃત્તિ રાખે છે, તો તે તીવ્ર કર્મોનો બંધ કરે છે અને અનંત જન્મ મરણ વધારે છે. – સૂય–૧, અર, ઉ–૧, ગા—૭,૯ (૮) જે ભિક્ષુ સંયમ લીધા પછી મહાવ્રતોનું ત્રણ કરણ અને ત્રણ યોગથી શુદ્ધ પાલન નથી કરતો, સમિતિઓના પાલનમાં કોઈ પણ વિવેક કે લગની નથી રાખતો, Page #176 -------------------------------------------------------------------------- ________________ છે. ૧૦૯ી મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત જ ખાવામાં વૃદ્ધ બની રહે છે, આત્મ નિયંત્રણ નથી કરતો, તે જિનાજ્ઞામાં નથી, તેથી તે કર્મોથી મુક્ત થઈ શકતો નથી. તે ચિરકાલ સુધી સંયમના કષ્ટો સહન કરવા છતાં પણ સંસારથી પાર થઈ શકતો નથી. તે વાસ્તવમાં અનાથ જ છે. – ઉત્તર, અ—૨૦, ગા—૩૯૪૧ (૯) ગળું કાપી નાખવાવાળી અર્થાત્ પ્રાણોનો અંત કરી દેવાવાળી વ્યક્તિ પણ પોતાનું એટલું નુકશાન નથી કરી શક્તી, જેટલુંખોટા વિચારો અને ખોટા આચરણોમાં લાગેલ પોતાનો આત્મા જ પોતાનું નુકશાન કરે છે. – ઉત્તરા–૨૦, ગા–૪૮ (૧૦) સદા સૂવાના સમયે અને ઉઠતા સમયે પોતાના અવગુણોનું, દોષોનું ચિંતન કરી-કરીને, વીણી વીણીને, તેને કાઢતા રહેવું જોઈએ તેમજ શક્તિનો વિકાસ અને ઉત્સાહની વૃદ્ધિ કરી સંયમ ગુણોમાં પુરુષાર્થ કરવો જોઈએ. આ પ્રકારે આત્મ સુરક્ષા કરવાવાળો જ લોકમાં પ્રતિબદ્ધજીવી છે અને તે જન્મ મરણના ચક્કરમાં ભટકતો નથી.– દશર્વે, ચૂડ—૨ ગા–૧ર થી ૧૬. જે સાધુ ગુણોથી સંપન્ન થઈને આત્મ ગવેષક બને છે તે ભિક્ષુ છે.–ઉત્તરા,અ–૧૫, ગા–પ. Fી રે પાર્થસ્થાદિ વિષે તુલાનાત્મક વિચારણા કરી પાÖસ્થાદિ એ કુલદશ દૂષિત આચારવાળા કહ્યું છે. આગમના પ્રાયશ્ચિત વર્ણન અનુસાર એની પણ ત્રણ શ્રેણીઓ બને છે. ૧. ઉત્કૃષ્ટ દૂષિત ચારિત્ર, ૨. મધ્યમ દૂષિત ચારિત્ર, ૩. જઘન્ય દૂષિત ચારિત્ર. (૧) પ્રથમ શ્રેણીમાં – ‘યથાશ્ચંદ'નો સમાવેશ થાય છે. એની સાથે વંદનવ્યવહાર, આહાર, વસ્ત્ર, શિષ્ય વગેરેનું આદાન-પ્રદાન તેમજ ગુણગ્રામ કરવાનું, વાચના દેવા લેવાનું ગુરુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. (ર) બીજી શ્રેણીમાં – પાર્શ્વસ્થ”, “અવસન’ ‘કુશીલ', “સંસક્ત’ અને ‘નિત્યક એ પાંચનો સમાવેશ થાય છે. એની સાથે વંદન વ્યવહાર, આહાર, વસ્ત્રાદિનું આદાન-પ્રદાન તેમજ ગુણગ્રામ કરવાનું, વાંચણી લેવા-દેવાનું લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે અને શિષ્ય લેવા-દેવાનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. (૩) ત્રીજી શ્રેણીમાં – “કાથિક', “પ્રેક્ષણિક, “મામક” અને “સંપ્રસારિક', એ ચારનો સમાવેશ થાય છે. એની સાથે વંદન વ્યવહાર, આહાર-વસ્ત્ર આદિની લેવડ-દેવડ તેમજ ગુણગ્રામ કરવાનું લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે. શિષ્ય લેવા-દેવા નું કોઈ પ્રાયશ્ચિત્ત બતાવવામાં આવ્યું નથી તથા વાંચણી લેવા આપવાનું પણ પ્રાયશ્ચિત નથી. Page #177 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર ઃ પરિશિષ્ટ-૯ : પાસસ્થાદિ સ્વરૂપ 00 પ્રથમ શ્રેણીવાળાની પ્રરુપણા જ અશુદ્ધ છે. આથી આગમ વિપરીત પ્રરુપણાવાળા હોવાથી તે ઉત્કૃષ્ટ દોષી છે. બીજીશ્રેણીવાળા મહાવ્રત, સમિતિ, ગુપ્તિઓના પાલનમાં દોષ લગાડેછે, અનેક આચાર સંબંધી સૂક્ષ્મ-સ્થૂળ દૂષિત પ્રવૃત્તિઓ કરે છે તેથી તે મધ્યમ દોષી છે. ત્રીજી શ્રેણીવાળા સીમિત તથા સામાન્ય આચાર-વિચારમાં દોષ લગાડવા વાળા છે, તેથી તે જઘન્ય દોષી છે. અર્થાત્ કોઈ કેવળ મુહૂર્ત બતાવે છે, કોઈ કેવળ મમત્વ કરે છે, કોઈ કેવળ વિકથાઓમાં સમય વિતાવે છે, કોઈ દર્શનીય સ્થળ જોતા રહે છે. અન્ય કોઈ પણ દોષ લગાડતા નથી. એ ચારે મુખ્ય દોષ નથી પરંતુ સામાન્ય દોષ છે. ૧૦૦ મસ્તક અને આંખ ઉત્તમ અંગ છે. પગ, આંગળીઓ, નખ અધમાંગ છે. અધમાંગમાં ઈજા થવા પર યા પગમાં માત્ર ખીલી ખૂંચી જવા પર પણ જે પ્રકારે શરીરની શાંતિ અને સમાધિ ભંગ થઈ જાય છે તે પ્રકારે સામાન્ય દોષોથી પણ સંયમ-સમાધિ તો દૂષિત થાય જ છે. આ પ્રમાણે ત્રણે શ્રેણીઓવાળા દૂષિત આચારના કારણે શીતલ વિહારી (શિથિલાચારી) કહેવાય છે. જે આ અવસ્થાઓથી દૂર રહીને નિરતિચાર સંયમનું પાલન કરે છે તે ઉધતવિહારી-ઉગ્રવિહારી(શુદ્ધાચારી) કહેવાય છે. પરસ્પર વંદન નિર્ણયઃ (૧) બીજી અને ત્રીજી શ્રેણીવાળા પહેલી શ્રેણીવાળાને વંદન આદિ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. પરંતુ બીજી ત્રીજી શ્રેણીવાળા પરસ્પર યા શુદ્ધાચારી છએનિગ્રંથોને વંદન કરે તો પ્રાયશ્ચિત્ત નથી આવતું. (૨) શુદ્ધાચારી ઉક્ત ત્રણે શ્રેણીવાળાઓને વંદન આદિ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. પરંતુ બીજી અને ત્રીજી શ્રેણીવાળાઓને ગીતાર્થ-બહુશ્રુતના નિર્ણય અને આજ્ઞાથી વંદન કરે તો પ્રાયશ્ચિત્ત નથી આવતું. (૩) શુદ્ધાચારી શુક્રાચારીને વંદન કરે તો કોઈપણ પ્રાયશ્ચિત્ત નથી આવતું અને શિથિલાચારી શિથિલાચારીને વંદન કરે તો તેને પણ કોઈ પ્રાયશ્ચિત્ત નથી. (૪) પ્રથમ શ્રેણી સિવાય કોઈને સકારણ પરિસ્થિતિમાં બહુશ્રુત ગીતાર્થની આજ્ઞા થવા પર પણ જો વંદન આદિ વ્યવહાર ન કરે તો તે પણ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. (૫) શુદ્ધાચારી પણ જો અન્ય શુદ્ધાચારીને વંદન આદિ ન કરે તો તે પણ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે અને જિન શાસનના અપરાધી થાય છે. પાસસ્થા આદિની પ્રવૃત્તિવાળા નિગ્રંથ પણ પાસસ્થા આદિની વ્યાખ્યા કરતા સંયમ વિપરીત જેટલી પ્રવૃત્તિઓનું અહીં કથન કરવામાં આવેલ છે, તેનું વિશેષ પરિસ્થિતિવશ અપવાદરૂપમાં ગીતાર્થ છે -: E Page #178 -------------------------------------------------------------------------- ________________ છે. ૧૭૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત : દ્વારા અથવા ગીતાર્થની નેશ્રામાં સેવન કરવા પર તથા તેની શ્રદ્ધા પ્રરુપણા આગમ અનુસાર રહેવા પર તેમજ તે અપવાદરૂપ સ્થિતિથી મુક્ત થતાં જ પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ સંયમ આરાધનામાં લાગી જવાની લગની રાખવા પર, તે પાસત્થા વગેરે કહેવામાં નથી આવતા, પરંતુ પ્રતિસવી નિગ્રંથ કહેવાય છે. શુદ્ધ સંસ્કારોના અભાવમાં, સંયમ પ્રત્યે સજાગ ન રહેવાથી, અકારણ દોષ સેવનથી, સ્વચ્છેદ મનોવૃત્તિથી, આગમોક્ત આચાર પ્રત્યે નિષ્ઠા ન હોવાથી, નિષિદ્ધ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાથી તથા પ્રવૃત્તિ સુધારવા અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાનું લક્ષ્ય ન રાખવાથી, તે બધી નાની અથવા મોટી દૂષિત પ્રવૃત્તિઓ કરવાવાળા પાસસ્થા” વગેરે શિથિલાચારી કહેવાય છે. એ અવસ્થાઓમાં તે નિગ્રંથની કક્ષાથી બહાર ગણવામાં આવે છે. ૧. આ પાસત્થા આદિનો સ્વતંત્ર ગચ્છ પણ હોઈ શકે છે. ૨. કયાંક તે એકલા-એકલા પણ હોઈ શકે છે. ૩. ઉધતવિહારી ગચ્છમાં રહેવા છતાં પણ કોઈ ભિક્ષુ વ્યક્તિગત દોષોને કારણે પાસત્થા આદિ હોય શકે છે. તથા ૪. પાસસ્થા આદિના ગચ્છમાં પણ કોઈ શુદ્ધાચારી હોઈ શકે છે. તેનો યથાર્થ નિર્ણય તો આગમજ્ઞાતા વિશિષ્ટ અનુભવી કે સર્વજ્ઞ સર્વદર્શી કરી શકે છે, કદાચિત્ પોતાનો આત્મા પણ નિર્ણય કરી શકે છે. શુદ્ધાચારી પણ ઓસન વિહારીમાં સમાવિષ્ટ છે - આ યુગના કેટલાક શ્રમણ પાંચેય મહાવ્રતોનું તેમજ સંપૂર્ણ જિનાજ્ઞાનું પરિપૂર્ણ પાલન કરે છે એવું પ્રચલિત પરંપરા અનુસાર માનવામાં આવે છે પરંતુ નીચે લખેલી આગમ વિપરીત પ્રવૃત્તિઓનું તેમજ પરંપરાઓનું જ્યાં સુધી પૂર્ણ સંશોધન ન થાય ત્યાં સુધી તેઓ આગમ અનુસાર પાંચેય મહાવ્રતોનું યા સંપૂર્ણ જિનાજ્ઞાનું પાલન કરે છે એમ ન કહી શકાય. માટે શુદ્ધાચારી શ્રમણોએ પણ નીચે દર્શાવેલ જિનાજ્ઞાઓથી વિપરીત પ્રવૃત્તિઓના સૂક્ષ્મ અવલોકનથી પોતાના શદ્વાચાર કે શિથિલાચારનું પરીક્ષણ–નિર્ણય અવશ્ય કરવું જોઈએ... આત્મ નિરીક્ષણ યોગ્ય કેટલીક દૂષિત પ્રવૃત્તિઓની સૂચિ - (૧) કારણ અકારણનો વિચાર કર્યા વિના, પ્રવૃત્તિ રૂપે ત્રીજા પ્રહર સિવાયના સમયમાં અર્થાત્ પ્રથમ, ચોથા પ્રહરમાં આહાર લાવવો કે વાપરવો. – ઉત્ત—૨૬. (૨) અકારણ વિગય યુક્ત આહાર કરવો અથવા આચાર્ય આદિની આજ્ઞા વિના વિગયોનું સેવન કરવું કે મહાવિનયનું સેવન કરવું. –નિશીથ –૪ (૩) માર્ગમાં ચાલતા ચાલતા કોઈ સાથે વાર્તાલાપ કરતા રહેવું–આચાહ્યુ-૨, અ૩. Page #179 -------------------------------------------------------------------------- ________________ કે ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૯ પાસત્યાદિ સ્વરૂપ '૧૭૯ (૪) કીડિઓ આદિ જીવોયુક્ત અર્થાત્ જીવોની અધિકતાવાળા ઉપાશ્રયમાં રહેવું. – આચા, શુ–૨, અ–૨. (૫) મળ-મૂત્ર પરઠવાની ભૂમિ રહિત ઉપાશ્રયોમાં રહેવું. –આચાઇ, ૨. દશ –૮ () કોઈ આવે નહિ, કોઈ દેખે નહિ; એવા સ્થાન સિવાય સ્થળમાં તેમજ નિષિદ્ધ સ્થળોમાં મળ-મૂત્રાદિનો પરિત્યાગ કરવો. –ઉત્ત–૨૪. નિ–૩.૧૫. (૭) પુસ્તકો અને શાસ્ત્રાદિને પોતાની પાસે રાખવા અને તે ઉપકરણોનું ઉભય કાલ પ્રતિલેખન નહિ કરવું. – નિશી, ઉ–૧ તથા ૨, આવ.૪ (૮) સામાન્ય રૂપે કોઈપણ લેખન કાર્ય કરવું. પુસ્તકનું પ્રકાશન કરાવવું, આ પ્રકાશન કાર્યમાં ભાગ લેવો અર્થાત્ સંશોધન ભૂલનો સુધારો કરાવવો યા સંપાદન કરવું, પ્રગટ અથવા ગુપ્તરૂપે પ્રેરણા કરવી. – દશવૈ–૪, પ્રથમ મહાવત. (૯) ઓપરેશન કરાવવું, સાવદ્ય ચિકિત્સા એવં ગૃહસ્થની સેવા લેવી. -- આચા, –૨. અ–૧૩. ઉત્તરા, અ–૨, ગા—૩ર. (૧૦) ગૃહસ્થોને કોઈપણ પ્રયોજનથી આવવા માટે, જવા માટે અને બેસવા અથવા કોઈ કાર્ય કરવા વગેરેનું કોઈપણ શબ્દોમાં કહેવું કે પ્રેરણા કરવી. – દશ –૭, ગા–૪૭. (૧૧) અલ્પ વર્ષામાં અથવા સંપાતિમ ત્રસ જીવોના વરસવાના સમયે ગોચરી આદિ લેવા જવું. – દશવૈ–પ (૧૨) જલદી-જલદી ચાલવું કે પૂરી રીતે અપ્રમાર્જિત ભૂમિમાં ચાલવું. - દશા–૧; તથા દશવૈ–૫. (૧૩) સુખપૂર્વક ગ્રામાનુગ્રામ નહિ વિચરતાં ઉગ્ર (લાંબા લાંબા) વિહાર કરવા. – ભગવતી આદિ સૂત્ર (૧૪) આધાકર્મી યા મિશ્રજાત દોષ યુક્ત ગરમ પાણી અથવા ધોવણ પાણી ગ્રહણ કરવું. – આચા, શુ–૨, અ–૧. (૧૫) ભૂખ વગેરે કારણનો વિચાર કર્યા વિના આહાર કરવો તથા રોગ–આંતક વગેરે કારણ હોવા છતાં પણ આહાર ત્યાગ નહિ કરવો, પરંતુ ઔષધ ઉપચાર કરવો તથા ડોકટરો-વૈધોની આવજા કરાવવી. – ઉત્ત–૨૬ (૧૬) બધા ઉપકરણોનું તેમજ પાત્રોનું અને પુસ્તકોનું બને સમય પડિલેહણ નહિ કરવું કે પડિલેહણ પ્રમાર્જન વિધિપૂર્વક નહિ કરવું. – આવ –૪ (૧૭) પરપરિવાદ– બીજાઓના અવગુણ અપવાદ નિંદા કરવી અર્થાત્ પંદરમાં પાપનું સેવન કરવું. કોઈનો તિરસ્કાર, બહિષ્કાર કે અપમાન કરવું. જૂઠો આરોપ લગાવવો. – સૂય–૧.૨.૨.૨. (૧૮) કોઈપણ સાધુસાધ્વી કે ગૃહસ્થ અથવા પ્રતિપક્ષી પ્રત્યે અશુભ મન, Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત અપ્રશસ્ત સંકલ્પ રાખવો, અશુભ વચનોનો પ્રયોગ કરવો અર્થાત્ પ્રથમ મહાવ્રતની બીજી, ત્રીજી ભાવનાને દૂષિત કરવી. કોઈને પણ પછાડવા–નીચે ઉતારી પાડવા માટે અથવા કોઈને હલકા ચીતરવાની પ્રવૃત્તિ કરવી. – ઉત્ત—૨૪ ગુપ્તિ. (૧૯) કોઈપણ સાધુ શ્રાવક વગેરે પ્રત્યે રંજભાવ (નાખુશ ભાવ), અમિત્ર ભાવ અથવા શત્રુ ભાવ રાખવો. ભગ॰ શ—૧૩, ઉદ્દે—દ્ર અભીચિ કુમાર (૨૦) આચારાંગ અને નિશીથ સૂત્ર અર્થ સહિત કંઠસ્થ કર્યા વિના સંઘાડા પ્રમુખ બનવું યા જઘન્ય બહુશ્રુત થયા વિનાજ આચાર્ય વગેરે કોઈપણ પદ ધારણ કરી લેવું. – વ્યવ—૩ - (૨૧) આચાર્ય-ઉપાઘ્યાય બે પદવીધરના નેતૃત્વ વિના કોઈપણ તરુણ કે નવદીક્ષિત સાધુને રહેવું અથવા તેનાથી યુક્ત ગચ્છને રહેવું આગમ વિરુદ્ધ છે, એમ છતાં બે પદ વિના વિશાળ ગચ્છને ચલાવવો અને આચાર્ય ઉપાધ્યાય તેમજ પ્રવર્તિની એ ત્રણ પદવીધરોના નેતૃત્વ વિના સાધ્વીઓએ રહેવું. – વ્યવ—૪ (૨૨) ફળ, સુકામેવા વગેરે માટે નિમંત્રણ આપેલ સમયે અથવા ગોચરી સિવાયના સમયે જવું. – દશ—-૩, ૬ ww (૨૩) તપસ્યા નહિ કરવા છતાં પણ સદા વિગયનું સેવન કરવું. – ઉત્તર—૧૭ (૨૪) ચા વગેરે કોઈપણ પદાર્થનું કોઈપણ સમયને માટે વ્યસન હોવું. (૨૫) પ્રતિક્રમણ એકાગ્ર ચિત્તે સ્ફુર્તિ સાથે અને ભાવ પૂર્વક ન કરવું પરંતુ ઉંઘતા અને વાતો કરતા કરવું. – અનુયોગ દ્વાર, સૂ—૨૭ (૨૬) યોગ્ય-અયોગ્યનો વિવેક કર્યા વિના બધાને એક સાથે વાચના દેવી. –નિશીથ સૂત્ર, ઉદ્દે—૧૯. (૨૭) પોતાના પારિવારિક કુળમાં બહુશ્રુત જ ગોચરી માટે જઈ શકે છે, અબહુશ્રુત સાધુ-સાધ્વી આજ્ઞાથી પણ નથી જઈ શકતા; છતાં પણ અબહુશ્રુતને મોકલવા અથવા જવું. વ્યવહાર સૂત્ર, ઉદ્દ—. (૨૮) ઉક્ત દૂષિત આચાર વાળાઓને શિથિલાચારી ન માનવા અથવા તેની સાથે રહેવું અને વંદન, આહાર વગેરે સંબંધો રાખવા. – નિશી—૧૬. જો શુદ્ધાચારી કહેવાતા પણ એમાંથી કેટલીય દૂષિત પ્રવૃત્તિઓ કરીને પ્રાયશ્ચિતથી શુદ્ધિ નથી કરતા તો તે પણ આગમ સમાચારીમાં દોષ લગાડવાવાળા હોવાથી ઉપરોક્ત પરિભાષાઓ અનુસાર ‘અવસન્ન’(ઓસન્ના) શિથિલાચારીમાં સમાવિષ્ટ થાય છે. આ સ્થિતિમાં તેઓ પણ દૂષિત આચારવાળાની બીજી શ્રેણીમાં આવે છે. આ કારણથી તેઓને પણ પરસ્પર બીજી ત્રીજી શ્રેણીવાળાને ગીતાર્થના નિર્ણયથી વંદન વગેરે કરવામાં પ્રાયશ્ચિત્ત નથી આવતું. Page #181 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૯ : પાસત્યાદિ સ્વરૂપ |૧૮૧ સંભવ છે કે આ પ્રકારની સમજણથી જ ગુજરાતના વિભિન્ન સમાચારીવાળા સંપ્રદાયોમાં આજે પણ વંદન આદિ વ્યવહાર કરવામાં આવે છે. જેના સમાજમાં પ્રેમમય વાતારણને માટે અન્ય પ્રાંતોના શ્રમણોએ પણ આ બાબત પર ગહન વિચાર અને ચિંતન કરીને કોઈ ઉદાર નિર્ણય લેવો જોઈએ. જેથી જૈન સમાજમાં સંપ્રદાયવાદ, કાદવ ઉછાળવો, ઈર્ષા-દ્વેષ, નિંદાની પ્રવૃત્તિ, પરસ્પર વધતું જતું અંતર અને મનની મલિનતાની વૃદ્ધિ વગેરે અવગુણોમાં સુધારો થઈ શકે. સાથો સાથ પ્રેમ, એકતા, સહૃદયતા, ભાવોની શુદ્ધિ, શાંત સુંદર વાતાવરણ રહેવાથી ધર્મ સાધકોના આત્મ ગુણોનો વિકાસ થઈ શકે. જુદા જુદા ગચ્છ અને વિભિન્ન સમાચારીવાળા આજે પણ પોતપોતાની ઈચ્છા અનુસાર પરસ્પર મૈત્રી સંબંધ અને વંદન વ્યવહાર રાખે છે. આ વ્યવહાર પણ ઉક્ત નિર્ણયને પુષ્ટ કરવાવાળો છે. પોતે પોતાને શુદ્ધાચારી માનનારા શ્રમણ કોઈ પ્રકારની કલુષિતતા અથવા અન્ય વાતાવરણના કારણે પોતાની ઈચ્છા થવા માત્રથી જ પુન: વંદન વ્યવહાર બંધ કરી દે છે. જ્યારે આચાર તો તે બન્નેના પહેલાં અને પછી એજ હોય છે. આમ વર્તમાનમાં વંદન વ્યવહારનો નિર્ણય આગમ ઉદ્દેશની આડમાં કષાયો અને ઈચ્છાઓ ઉપર મુખ્યત્વે આધારિત દેખાય છે. જેમ કે– સ્વતંત્ર સંપ્રદાયોવાળા પરસ્પર સમય સમય પર વંદન વ્યવહાર કરી લે છે અને કયારેક તોડી પણ દે છે. સ્વતંત્ર સંપ્રદાયના ઉત્કૃષ્ટાચાર મુખી પૂ. શ્રમણ પણ પોતાની જ્યારે ઉદાર ભાવના હોય ત્યારે અન્ય સંઘના આચાર્ય કે પ્રમુખ શ્રમણને સવિધિ વંદન કરી લે છે. અભિવાદન વંદન કરી શકે છે પરંતુ તેમના જ શ્રાવક તેઓને અવંદનીય કહી દે છે. આ એક અવિચારી પણું છે. સાર:- ઉક્ત વિચિત્ર વ્યવહારમાન કષાય અને સંકુચિત માનસ તેમજ સ્વેચ્છાઓનું પરિણામ છે. નિગ્રંથ પ્રવચન જિનાજ્ઞાની આરાધનાને માટે તો ઉપર વર્ણિત સમન્વયાત્મક સૂચનાઓની વિચારણા કરીને તેની પરિપાલના કરવી જોઈએ. ૬. નિગ્રંથ નિર્ચથીઓના આત્મ નિરીક્ષણની પરિજ્ઞા - | પાસત્કાદિ સ્વરુપ અને વિચારણા સંપૂર્ણ આ પુસ્તકના ટાઈપ સેટ : ફોરકલર ટાઈટલ, મુદ્રક, બાઈન્ડર અને આ કાર્યોમાં સહાયક વગેરે પ્રાયઃ પ્રથમ આદિ પુસ્તકોની સમાન જાણવા. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ અવંદનીય વંદનીયનું સ્થૂળ જ્ઞાન ” અવંદનીય કોણ હોય છે ? ભાષ્ય ગાથા ૪૩૬૭માં તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે. અર્થ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત પરિશિષ્ટ-૧૦ વંદન વ્યવહાર વિચારણા -: કે જે સશક્ત અથવા સ્વસ્થ હોવા છતાં પણ વિના કારણ મૂલગુણ ઉત્તરગુણમાં પ્રમાદ કરે છે, અર્થાત્ સંયમમાં દોષ લગાડે છે, પાર્શ્વસ્થ આદિ સ્થાનોનું સેવન કરે છે તે અવંદનીય હોય છે, તેઓને વંદન કરવાથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે, અર્થાત્ જે પરિસ્થિતિવશ મુલગુણ અથવા ઉત્તરગુણમાં દોષ લગાડે છે તે અવંદનીય નથી હોતા. વંદન કરવા કે નહિ કરવાના ઉત્સર્ગ, અપવાદની ચર્ચા સહિત વિસ્તૃત માહિતી ને માટે આવશ્યક નિયુક્તિ ગાથા ૧૧૦૫ થી ૧૨૦૦ સુધીનું અધ્યયન કરવું જોઈએ. -સંક્ષેપમાં અહીં આપીએ છીએ. ઉત્સર્ગથી વંદનીય અવંદનીય - मूलगुण उत्तरगुणे, संथरमाणा वि जे पमाएंति । ते होंतऽवंदणिज्जा, तट्ठाणारोवणा चउरो ॥ असंजयं न वंदिज्जा, मायरं पियरं गुरुं सेणावइ पसत्थारं, रायाणं देवयाणि य ॥ ११०५ ॥ समणं वंदिज्ज मेहावी, संजयं सुसमाहियं । पंचसमियं तिगुत्तं, अस्संजम दुगुंच्छगं ॥ ११०६॥ ભાવાર્થ :-- ભિક્ષુ, માતા, પિતા, ગુરુ, રાજા, દેવતા આદિ કોઈપણ અસંયતિને વંદન ન કરે. બુદ્ધિમાન મુનિ સુસમાધિવંત, સંયત, પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિથી યુક્ત તથા અસંયમથી દૂર રહેનારા શ્રમણોને વંદના કરે. दंसण णाण चरित्ते, तव विणए णिच्च काल पास था । एए अवंदणिज्जा, जे जसघाई पवयणस्स ॥९॥ - ભાવાર્થ :- જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિનયની અપેક્ષાએ સદૈવ પાર્શ્વસ્થ આદિ ભાવમાં જ રહે છે, સાથોસાથ જે જિન શાસનની અપકીર્તિ કરવાવાળા છે, તે ભિક્ષુ અવંદનીય છે. અપવાદરૂપ વંદનીય :-વંવળે વિશેસ બારા (............ * Page #183 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૧૦ : વંદન વ્યવહાર ચર્ચા परियाय परिस पुरिसं, खेत्त कालं च आगमं गाउं । ાળગાણુ ગાવે, નારદ નH ન નો↑ [૪રૂ૭૨ वायाए - णमोक्कारो हत्थुस्सेहो य सीसणमणं च । સંપુષ્કળ, અચ્છા હૈં, છોમવર્ળ, વર્ષાં વા ૪રૂ૭૨ || एयाइँ अकुव्वतो, जहारिहं अरिह देसिए मग्गे । ॥ મવરૂ પયળ મત્તિ, અત્તિમંતાવિયા વોસા ||૪૩૭૪|| ભાવાર્થ : દીક્ષા પર્યાય, પરિષદ, પુરુષ, ક્ષેત્ર, કાલ, આગમ જ્ઞાન વગેરે કોઈ પણ કારણને જાણીને ચારિત્ર ગુણથી રહિતને પણ યથાયોગ્ય ‘મર્ત્યએણ વંદામિ’બોલવું, હાથ જોડવા, મસ્તક નમાવવું, સુખસાતા પૂછવી, તેમની પાસે ઊભા રહેવું, સંક્ષિપ્ત વંદન, પરિપૂર્ણ વંદન વગેરે ક્રમિક યથાવશ્યક વિનય વ્યવહાર કરવો જોઈએ, કારણકે અરિહંત ભગવાનના શાસનમાં રહેવા છતાં ભિક્ષુને ઉપચારથી પણ યથાયોગ્ય વ્યવહાર ન કરવાથી જિનશાસનની ભક્તિ નથી થતી, પરંતુ અભક્તિ જ થાય છે. જેથી લોક નિંદા વગેરે અન્ય અનેક દોષ ઉત્પન્ન થાય છે. પાસત્થા વગેરેમાં નિમ્ન ગુણ હોઈ શકે છે—– બુદ્ધિ, નમ્રતા, દાનની રુચિ, અતિ ભક્તિ, વ્યવહારશીલ, સુંદરભાષી, વક્તા, પ્રિયભાષી, જ્ઞાની, પંડિત, બહુશ્રુત, જિનશાસન પ્રાવક, વિખ્યાત કીર્તિ, અધ્યયન શીલ, ભણાવવામાં કુશળ, સમજાવવામાં દક્ષ, દીર્ઘ સંયમ પર્યાય, શુદ્ધ બ્રહ્મચારી, વિવિધ લબ્ધિ સંપન્નતા વગેરે. ૧૩ આથી ક્યારેક સકારણ મર્યાદિત વંદનાદિ વ્યવહાર ગીતાર્થના નિર્ણય અનુસાર રાખવાનું આવશ્યક પણ થઈ જાય છે. ત્યારે પોતાના આગ્રહથી કે અવિવેકથી ઉદંડતા કોઈએ ન કરવી જોઈએ. વંદનીય અવંદનીયનું સામાજિક સૂક્ષ્માવલોકન પૂર્વકાલમાં પાર્શ્વનાથ ભગવાનના રંગબેરંગી વસ્ત્રવાળા, સદા પ્રતિક્રમણ પણ નહિ કરવાવાળા, કલ્પ મર્યાદાનું પણ પાલન નહિ કરવાવાળા વગેરે વિચિત્ર અનેભિન્ન સમાચારીવાળા શ્રમણ ગામ, નગરમાં આવી જતા તો ત્યાંના શ્રમણોપાસક તેઓના દર્શન, સેવા, પર્યુપાસના વગેરે કરતા હતા અને ભગવાન મહાવીરના શ્રમણ આવી જતા તોપણ તે જ પ્રમાણે વ્યવહાર કરતા હતા. આજ પણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ગચ્છ સમુદાય સમાચારીનો ભેદ રાખ્યા વિના શ્રાવકોનો વ્યવહાર સમસ્ત માન્ય શ્રમણોની સાથે એક સરખો જોવામાં આવે છે. અન્ય પ્રાંતોમાં કેટલાય શ્રમણ અને શ્રમણોપાસક એક બીજા ગચ્છના શ્રમણો પ્રત્યે હીન ભાવના, ઉપેક્ષા અથવા અનાદર ભાવના રાખે છે અને મારા-તારાપણું ગુરુઓ પ્રત્યે રાખીને શુદ્ધ વ્યવહારથી વંચિત રહે છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ જ. ૧૮૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત : શ્રાવકો દ્વારા ગુરુઓને વંદન ન કરવામાં બે કારણો સામે આવે છે– (૧) તેની ક્રિયા ઠીક નથી (ર) તે અમારા ગુરુઓને વંદન કરતા નથી કે એના શ્રાવક અમારા ગુરુઓને વંદન કરતા નથી તેથી અમે પણ નથી કરતા. આમાં બીજું કારણ તો સ્પષ્ટ વ્યક્તિને જૈનત્વથી પણ ટ્યુત કરે છે. કારણ કે જ્યાં ગુરુ પ્રત્યે ગુણ બુદ્ધિ ન રાખતાં મારા-તારાની વૃત્તિ ઘુસી જાય છે, પછી તો તેને ધર્મક્ષેત્રજ કેવી રીતે ગણી શકાય? તેમાં તો કેવળ પોતાની કલુષિત અને સંકુચિત મનોવૃત્તિનું પોષણ માત્ર છે. ત્યાં જૈનત્વનો ભાવ પણ નથી જોઈ શકાતો. પ્રથમ કારણ પણ કહેવા માત્રનું જ છે. વાસ્તવમાં ક્રિયાનું મહત્વ નહિ પરંતુ તેની પાછળ પણ રાગ દ્વેષાત્મક વિચાર જ વધુ હોય છે, કારણ કે એજ ક્રિયાઓ હોવા છતાં જ્યારે એ ભિન્ન ગચ્છના સાધુ મૈત્રી સંબંધ કેળવી લે છે તો શ્રમણ શ્રમણોપાસક સર્વને માટે વંદનીય બની જાય છે અને જ્યારે કોઈ કષાય વૃત્તિના કારણે એ સાધુઓનો મૈત્રી સંબંધ તૂટી જાય છે તો તેજ શ્રમણો અને શ્રમણોપાસકોને માટે તેજ ક્રિયાઓ રહેવા છતાં પણ એ અવંદનીય બની જાય છે. આમ વંદના ન કરવા પાછળ વાસ્તવમાં ક્રિયા ને બદલે કષાય અને તુચ્છ ભાવોની પ્રધાનતા છે. જ્યારે કોઈ ઉત્કૃષ્ટાચારી વિશાળ શ્રમણ સંઘમાં ભળી જાય છે તો તેના સર્વે સાધુ શ્રાવકોને માટે શ્રમણ સંઘના સંત વંદનીય થઈ જાય છે અને જ્યારે પોતાની કોઈપણ સંકુચિત ભાવનાથી ફરી શ્રમણ સંઘથી અલગ થઈ જાય છે તો શ્રમણ સંઘના સાધુ-સાધ્વી તેના માટે અવંદનીય થઈ જાય છે. એ શુદ્ધાચારી શ્રમણ-શ્રમણીઓ શ્રાવકોને એમ પણ શિખવાડે છે કે અન્ય જૈન શ્રમણોને વંદન કરવામાં સમકિતમાં દોષ લાગે છે. સમકિત મલિન થાય છે અથવા સમક્તિ નાશ પામે છે. પરંતુ જ્યારે એ જ ઉત્કૃષ્ટાચારી કયારેય શ્રમણ સંઘમાં ભળી જાય છે યા કોઈ ગચ્છ સાથે પ્રેમ સંબંધ જોડે છે ત્યારે તેને વંદન કરવામાં તે શ્રમણો અને શ્રમણોપાસકોનું સમકિત ચાલ્યું જતું નથી; આ ઘણા જ આશ્ચર્યની વાત છે. વળી તે ઉત્કૃષ્ટાચારી ગચ્છોના કોઈ સાધુ આત્મશાંતિ સમાધિને માટે જો ગચ્છનો ત્યાગ કરી દે છે તો બીજા જ દિવસે સંપૂર્ણ તે જ ક્રિયાઓ રહેવા છતાં પણ એ શ્રમણ શ્રમણોપાસક તેને અવંદનીય સમજવા લાગે છે. આ મારાતારાનું સામ્રાજ્ય નહિ તો બીજાં શું છે? ક્રિયાનું તો માત્ર બહાનું જ છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે. તથ્ય એ છે કે ઢોલ તો ક્રિયાનો પીટવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં મારા-તારા પણાના ઝગડા અને કષાય, કલહ કે અભિમાનનું સામ્રાજ્ય જ અધિક છે. ધર્મી, શુદ્ધાચારી અને જૈન શ્રમણ શ્રમણોપાસક તથા વીતરાગ માર્ગના અનુયાયી કહેવડાવનારાઓને પોતાની આ રાગ દ્વેષાત્મક વૃત્તિ પ્રત્યે શરમ આવવી જોઈએ અને તે વૃત્તિનો ત્યાગ કરી પ્રેમ અને સહૃદયતાનું ઝરણું સમાજમાં વહાવીને Page #185 -------------------------------------------------------------------------- ________________ થી ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧૦ : વંદન વ્યવહાર ચર્ચા ૧૮૫ ) ભાવી પેઢીને ધર્મમાં જોડવાને માટે વરદાનરૂપ બનવું જોઈએ. દૂષિત આચાર વાળાઓને વિવેક જ્ઞાન - જેને દોષ લગાડવામાં પોતાની કોઈ પરિસ્થિતિ હોય, જેને દોષ લગાડવામાં પણ કોઈ સીમા હોય, જે દોષને દોષ સમજે છે અને તેનો સ્વીકાર પણ કરે છે. તેમજ તેનું યથાસમય પ્રાયશ્ચિત્ત લે છે, જે તે દોષ પ્રવૃત્તિને પૂર્ણરૂપથી છોડવાનો સંકલ્પ રાખે છે અથવા જો તે છૂટી શકે તેમ નથી તો તેને પોતાની લાચારી, કમજોરી સમજીને ખેદ કરે છે અથવા સમજણ ભ્રમથી કોઈના દ્વારા કોઈ પ્રવૃત્તિ થઈ જાય છે તો તેને શિથિલાચારીની સરામાં ગણી શકાતો નથી. તેઓ અપેક્ષાથી આચારમાં શિથિલ હોવા છતાં પણ આત્માર્થી સરલ અને શ્રદ્ધા પ્રરૂપણાની શુદ્ધિવાળા તેમજ શુદ્ધાચારના લક્ષ્યવાળા હોવાથી બકુશ અથવા પ્રતિસેવના નિગ્રંથમાં જ ગણાય છે. એ બન્ને પ્રકારના નિયને છઠું અથવા સાતમું ગુણસ્થાન હોય છે. જો એ દૂષિત આચારવાળા કયારેય પ્રરૂપણામાં ભૂલ કરવા લાગી જાય અને તે શુદ્ધાચારી પ્રત્યે દ્વેષ અથવા અનાદરનો ભાવ રાખે તથા તેના પ્રત્યે આદર અને વિનય ભક્તિ ભાવ ન રાખે, તેમજ તેના ભાવોમાં ત્રણ અશુભ લેશ્યા આવી જાય અથ આવશ્યક સંયમ પજ્જવાની કોટિમાં ઘટાડો આવી જાય તો એનું છઠું ગુણસ્થાન પણ છૂટી જાય છે ત્યારે તેઓ ચોથા ગુણસ્થાનમાં કે પ્રથમ ગુણસ્થાનમાં પહોંચી જાય છે. આથી દૂષિત સંયમ પ્રવૃત્તિવાળાઓને પોતાની ભાષા અને ભાવોની સરલતા, આત્મ શાંતિ, હદયની શુદ્ધિ વગેરે ઉક્ત નિર્દેશોનો પૂર્ણ વિવેક રાખવો અત્યંત આવશ્યક છે અન્યથા તેઓ બેવડો અપરાધ કરીને પોતાનો આ ભવ અને પર ભવ બન્ને બગાડીને દુર્ગતિના ભાગી બને છે. શુદ્ધાચારવાળાને વિવેક જ્ઞાન - ભાગ્યશાળી જીવોને જ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધ આરાધનાનો સંયોગ અને ઉત્સાહ પ્રાપ્ત થાય છે. જેમ ધનથી ધનની વૃદ્ધિ થાય છે તેમજ ગુણોથી ગુણોની વૃદ્ધિ જ થવી જોઈએ. તદનુસાર શુદ્ધાચારી હોવાનો આત્મ વિશ્વાસ રાખવાવાળા સાધકોએ પોતાની સાધનાનો કયારેય પણ ઘમંડ નહિ કરવો જોઈએ. પોતાનો ઉત્કર્ષ અને બીજાનો અપકર્ષ કરવાની વૃત્તિ નહિ રાખવી જોઈએ. જેટલા પણ અન્ય સ્વગચ્છીય કે પરગચ્છીય શુદ્ધાચારી ઉત્કૃષ્ટાચારી શ્રમણ છે તેઓ પ્રત્યે કોઈપણ પ્રકારની સ્પર્ધાનો ભાવ ન રાખતાં આત્મીય ભાવ પૂર્વક તેઓનો પૂર્ણ સત્કાર, સન્માન, વિનયભાવ વગેરે રાખવો જોઈએ. Page #186 -------------------------------------------------------------------------- ________________ જ ૧૮ી | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત : જે પણ પોતાના કર્મ સંયોગોના કારણે તેમજ ચારિત્ર મોહના અશુદ્ધ કે અપૂર્ણ ક્ષયોપશમના કારણે દૂષિત આચરણવાળા શિથિલાચારી અથવા ભિન્ન સમાચારીવાળા શ્રમણ હોય તેઓ પ્રત્યે નિંદા, ઈર્ષા, દ્વેષ ધૃણા, હીન ભાવના, તેઓની અપકીર્તિ કરવાની ભાવના નહિ રાખતાં તેઓ પ્રત્યે પ્રેમ, મૈત્રી, મધ્યસ્થ અને અનુકંપાભાવ રાખીને તેઓના ઉત્થાન, ઉત્કર્ષનું ચિંતન અને સંભાવના રાખવી જોઈએ, પોતાની ક્ષમતાની વૃદ્ધિ કરીને સહૃદયતા અને સવ્યવહાર વગેરે કરતાં થકાં પોતાના બુદ્ધિ બળથી એવા ઉપાયોમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ કે જેથી દૂષિત આચારવાળા પણ શુદ્ધાચાર તરફ આગળ વધે. શુદ્ધાચારીનો આત્મ વિશ્વાસ રાખવાવાળાઓનું એ પણ પરમ કર્તવ્ય બની જાય છે કે તેઓ પડી ગએલાઓને ઉભા કરે પરંતુ નિંદા, તિરસ્કારનો વધુ એક ધકકો મારીને તેઓને વધુ ઉંડા ખાડામાં પછાડવાની હરકત ન કરે. શુદ્ધાચારીનો આત્મવિશ્વાસ રાખનારાઓએ પોતાની દ્રવ્ય ક્રિયાઓ અને સમાચારીઓની સાથે ભાવ સંયમરૂપ નમ્રતા, સરલતા, ભાવોની શુદ્ધિ, હૃદયની પવિત્રતા, સર્વ જીવો પ્રત્યે પૂર્ણ મૈત્રીભાવ, અકષાય તેમજ અન્વેષભાવ તથા પૂર્ણ સૌહાર્દ્રભાવ રાખવો જોઈએ. વિચરણ કરતાં કોઈપણ ક્ષેત્ર, ઘર અને ગૃહસ્થ પ્રત્યે મમત્વ ભાવ ન કેળવે, બધેજ નિર્મમત્વી રહે. કયાંય પણ સમકિત અને ગુરુ આમનાયની વાડાબંધી માંડીને મારું ગામ, મારું ઘર, મારા શ્રાવક, મારું સમકિત, મારા ક્ષેત્ર, મારી છાપ, મારો પ્રભાવ અને મારું સામ્રાજ્ય ઈત્યાદિ મારા-મારાના ચક્કરમાં પડીને મહાપરિગ્રહી, મહાલોભી થઈને તેમજ સમાજમાં મહાકાલેશનાં મૂળ રોપીને અશાંત, ક્ષુદ્ર, તુચ્છતાપૂર્ણ, સંકુચિત માનસનું વાતાવરણ જન્માવે નહિ અને પોતાના આત્માને પણ મહાપરિગ્રહની વૃત્તિમાં ડૂબાડે નહિ, પરંતુ gવ વરે આ ઉત્તરાધ્યયન સૂત્રના વાક્યને સદા સ્મૃતિમાં રાખે. પુનશ્ચ:- સાર એ છે કે શુદ્ધાચારીઓએ પોતે ઘમંડ ન કરીને અન્ય શુદ્ધાચારી પ્રત્યે તથા શિથિલાચારી પ્રત્યે પણ ભાવોને શુદ્ધ રાખવા જોઈએ. શિથિલાચારીઓએ પણ અન્ય શિથિલાચારી પ્રત્યે ભાવોને શુદ્ધ રાખવા જોઈએ તથા શુદ્ધાચારી પ્રત્યે હૃદયમાં આદર, ભક્તિ ભાવ રાખીને તેનો યથોચિત વિનય વ્યવહાર અવશ્ય કરવો જ જોઈએ; ભલે તે શુદ્ધાચારીઓ તેમને વંદન ન કરતા હોય. તે સિવાય નિંદા, અપયશ તો કોઈને કોઈનો પણ નહિ કરવો જોઈએ. ૧ W"W** હું 1 વંદન વ્યવહાર વિચારણા હું સંપૂર્ણ I ૧/ Page #187 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧૦: હિત શિક્ષાઓ :૦૦ ફીટ છે શ્રી હિત શિક્ષાઓ કે જી ) | T સંઘ હિતમાં – I + સમજદાર, વિવેકવંત, બુદ્ધિમાન અને ગુણનિધાન સાધુની સામાન્ય વાતોમાં કયારેય પણ ઉપેક્ષા નહિ કરવી જોઈએ. એમાંજ સંઘની શોભા અને હિત છે. * ઉપેક્ષા તેમજ અસમન્વયનું કયારેક અત્યધિક ગંભીર પરિણામ આવી શકે છે. I * અપેક્ષા અને સમન્વયથી જ સંઘનું તેમજ જિન શાસનનું હિત સાધી શકાય છે. સ્વહિતમાં – * બીજા પર કીચડ ઉછાળવો તે મૂર્ખતા છે અને તેનાથી પોતાની સુરક્ષા કરવાનું માનવું એ મહામૂર્ખાઈ છે. * જે તારા માટે કાંટા વાવે તેના માટે તું ફૂલ વાવ. 1 + કોઈને ઉભા ન કરી શકો તો પછાડવામાં શરમનો અનુભવ કરો. | * કોઈની ઉન્નતિ જોઈ ઈર્ષાથી સળગો નહિ. કોઈને પડતા જોઈ આનંદિત ન થાઓ. I | * ગુણગ્રાહી અને ગુણાનુરાગી બનીને ગુણ વૃદ્ધિ કરો. યુધિષ્ઠિર બનો, દુર્યોધન ન બનો. I સમ્યકત્વ હિતમાં – કોઈથી દોસ્તી કોઈથી ઘણા. એમ નથી શોભતા સાધુ શ્રાવકપણા. નિગ્રંથ મુનિને જોઈ પ્રેમથી વાંદવો. એ જ છે હવેથી, નવો પાઠ શીખવો. જેમ-જ્ઞાન ગચ્છીય સંયમનિષ્ઠ મહાત્મા જયંત મુનિજી કોઈપણ શિથિલાચારી કે I એકલ વિહારી સાથે વિધિવત્ વિનય વ્યવહાર કરવામાં આનંદ માનતા હતા. તેમને જ્ઞાનગચ્છના અને અન્ય ગચ્છના દરેક લોકો આદર્શ મહાત્મા મુનિ માનતા હતા. આગમ પ્રમાણ:- સમક્તિની ચાર શ્રદ્ધામાં અને પાંચ અતિચારમાં મિથ્યાદષ્ટિનો અને સમકિતથી પતિતનો સંપર્ક-પરિચય કરવાનું વર્જિત કહ્યું છે પરંતુ સમ્યક શ્રદ્ધાવાળા, સમ્યક પ્રરૂપણાવાળા જૈન મુનિથી ધૃણા કરવી કે તેની સંગતિ વર્જવી એવું કહ્યું નથી. આથી કોઈપણ સમ્યગ્દષ્ટિ કે શ્રમણોપાસક હીનાધિક આચારવાળા અને સમ્યગુ શ્રદ્ધા પ્રરૂપણા વાળા, કોઈપણ ગચ્છના સાધુ સાધ્વીની સંગત પરિચય, વિનય વ્યવહાર, વંદન, સેવા ભક્તિ કરે એમાં તેના સમકિતમાં કોઈપણ આગમિક દોષ નથી. માટે વર્તમાનમાં એક સંપ્રદાયના શ્રાવક અન્ય સંપ્રદાયના સંત-સતીજીઓ સાથે જે નફરત અને અવ્યવહારિકતાનું વર્તન કરે છે તે પોતાના જૈનત્વને જ કલંકિત કરે છે અને જિનશાસનની હીલના કરનાર છે. – હૃદયની વિશાળતાથી સમાજની એકતા સંભવે છે. – ધૃણા પાપથી કરાય, લવલેશ પણ પાપીથી નહિ. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત - પરિશિષ્ટ-૧૧ શિથિલાચાર અને શુદ્ધાચારનું સ્વરૂપ શાબ્દિક સ્વરૂપ ઃ સંયમ આચારનું શુદ્ધ પાલન શુદ્વાચાર છે. શિથિલતાથી અર્થાત્ આળસથી જાગૃતિની ખામીથી, શુદ્ધાશુદ્ધ રૂપથી, સંયમ આચારનું પાલન શિથિલાચાર છે. પ્રાચીન ભાષ્યાદિ ગ્રંથોમાં તેને માટે ‘શીતલ વિહારી’ અને ‘ઉધત વિહારી’ શબ્દોનો પ્રયોગ મળે છે. શીતલનો અર્થ સુસ્તીથી અને ઉદ્યતનો અર્થ જાગૃતિપૂર્વક સંયમમાં વિચરણ કરનાર. આ પ્રમાણે સમજવાથી પ્રચલિત શબ્દ અને પ્રાચીન કાલના શબ્દ પ્રાયઃ એકાર્થવાચી થાય છે. જ્ઞાતા સૂત્ર આદિમાં આ જ અર્થ માટે ‘ઉગ્ગા, ઉગ્ગવિહારી તેમજ પાસસ્થા, પાસસ્ત્વવિહારી, ઓસણા, ઓસણ્ણવિહારી, કુશીલા, કુશીલવિહારી, સંસત્તા, સંસત્તવિહારી, અહાછંદા, અહાછંદવિહારી' શબ્દોનો પ્રયોગ થયોછે. –જ્ઞાતા, અ~~~ ઉગ્નવિહારી, ઉદ્યત વિહારી અને શુદ્ધાચારી એ ત્રણે લગભગ એક શ્રેણીના શબ્દ છે. પાસસ્થા, પાસદ્ઘવિહારી વગેરે શબ્દોના સ્વરૂપને એક શબ્દમાં કહેવા 'શીતલ વિહારી' અને શિથિલાચારી શબ્દ અલગ-અલગ સમયમાં પ્રયુક્ત થયા છે. અશુદ્ધ સ્વરૂપનું દિગ્દર્શન :- શુદ્ધાચાર કે શિથિલાચારની છાપ લગાવવી એ કોઈના વ્યક્તિગત અધિકારનો વિષય નહિ સમજવો જોઈએ. જેને જે મનમાં ગમે તે પોતાની સમાચારી અથવા નિયમ બનાવી લે અને તેને જો અન્ય ગચ્છવાળા પાલન ન કરે તેને શિધિલાચારીની છાપ લગાવી દેવી, એ ઉચિત ન કહી શકાય. કોઈ સમયે અમુક દ્રવ્ય ક્ષેત્ર, કાલ, ભાવની પરિસ્થિતિમાં કોઈ સમાચારી બનાવવામાં આવે, તેને અન્ય કાલમાં અને અન્ય પરિસ્થિતિમાં બીજા ગચ્છમાં પાલન ન કરનારને શિથિલાચારી કહેવાનું ઉચિત ન થઈ શકે. શુદ્ધ સ્વરૂપનું વિશ્લેષણ :-- પાંચ મહાવ્રત પાંચ સમિતિનું જે સ્પષ્ટ આગમ સિદ્ધ વર્ણન છે તથા આચાર શાસ્ત્રોમાં અને અન્ય શાસ્ત્રોમાં જે જે સંયમ વિધિઓનું સ્પષ્ટ વર્ણન છે; નિશીથ સૂત્ર વગેરેમાં જેનું સ્પષ્ટ પ્રાયશ્ચિત્ત વિધાન છે; તેમાંથી કોઈપણ વિધિ કે નિષેધથી વિપરીત આચરણ, વિશેષ પરિસ્થિતિ વિના, પ્રાયશ્ચિત્ત લેવાની ભાવના વિના તેમજ શુદ્ધ સંયમ પાલનના અલક્ષ્યથી કરવું, શિથિલાચાર કહી શકાય છે. પરંતુ સમય સમય પર બનાવવામાં આવેલા વ્યક્તિગત કે સામાજિક સમાચારી સંબંધી નિયમોનું પાલન ન થઈ શકવાથી કોઈને શિથિલાચારી ન - Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર ઃ પરિશિષ્ટ-૧૧ : શિથિલાચાર-શુદ્ધાચાર સમજાય તથા આગમ સિદ્ધ સ્પષ્ટ નિર્દેશોનો વ્યક્તિગત લાચારીથી, અપવાદરૂપ સ્થિતિમાં તેમજ યથાસંભવ શીઘ્ર શુદ્ધિકરણની ભાવના સાથે ભંગ થાય તો તેને પણ શિથિલાચાર ન સમજાય. (૧) નિષ્કારણ સેવન કરાતા દોષોને અને પરંપરા પ્રવૃત્તિરૂપના પોતાના આગમ વિપરીત આચરણોને પણ શિથિલાચાર ન માનવો અથવા (ર) શુદ્ધાચાર માનવાની બુદ્ધિમાની કરવી એ યોગ્ય નથી, પરંતુ બેવડો અપરાધ કહેવાય છે. સાથો સાથ (૩) બીજાઓની સકારણ અલ્પકાલીન દોષ પ્રવૃત્તિને પણ શિથિલાચાર કહેવો કે સમજવો એ અયોગ્ય સમજ છે; એમાં સુધારો કરી લેવો જોઈએ. જે વિષયોમાં આગમમાં કોઈ સ્પષ્ટ વિધાન કે નિષેધ અથવા પ્રાયશ્ચિત્ત નથી તે વિષયોમાં માન્યતા ભેદથી જે પણ આચાર ભેદ હોય, તેને પણ શિથિલાચારની સંજ્ઞામાં સમાવિષ્ટ ન કરવો જોઈએ. ૧૮૯ સંક્ષેપમાં— અપવાદની સ્થિતિ વિના સંપૂર્ણ સ્પષ્ટ આગમ નિર્દેશોનું શુદ્ધ પાલન કરવું શુદ્ધાચાર છે અને શુદ્ધ પાલન ન કરવું એ શિથિલાચાર છે. અસ્પષ્ટ નિર્દેશો તથા અનિર્દિષ્ટ આચારો કે સમાચારીઓનું પાલન કે અપાલન શુદ્ધાચાર યા શિચિલાચારનો વિષય થતો નથી. શિથિલાચારનો નિર્ણય કરવા માટે મુખ્ય બે વાતોનો વિચાર કરવો જોઈએ ૧. આ પ્રવૃતિ સ્પષ્ટ આગમ પાઠથી વિપરીત છે? ૨. વિશેષ પ્રસંગ કે પરિસ્થિતિ વિના, શુદ્ધિકરણની ભાવના વિના માત્ર સ્વછંદતાથી આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે? એ બે વાતોના નિર્ણયથી શિથિલાચારનો નિર્ણય કરી શકાય છે. બન્ને વાતોનો શુદ્ઘ નિર્ણય કર્યા વિના શિથિલાચારનો સાચો નિર્ણય નથી થઈ શકતો. શિથિલાચારીને આગમોમાં અપેક્ષાએ ૧૦ વિભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે. યથા – ૧. અહાછંદા ૨. પાસસ્થા ૩. ઉસણા ૪. કુશીલા ૫. સંસત્તા ૬. નિતિયા ૭. કાહિયા ૮. પાણિયા ૯. મામગા ૧૦. સંપસારિયા. તેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે. (૧) અહાછંદ!-- આગમ નિરપેક્ષ સ્વમતિથી પ્રરૂપણા કરનારા. (૨) પાસસ્થા-- સંયમનો ઉત્સાહ માત્ર ઘટી જવો, પૂર્ણ લક્ષ્યહીન થઈ જવું, આળસુ થઈ જવું. અન્ય લક્ષ્યની પ્રધાનતા થઈ જવી. (૩) ઉસણા- પ્રતિલેખન, પ્રતિક્રમણ વગેરે અનેક દૈનિક સમાચારીમા શિથિલતાવાળા. (૪) કુશીલા- વિધા, મંત્ર, નિમિત્ત, કૌતુક કર્મ વગેરે અભિયોગિક પ્રવૃત્તિવાળા. (૫) સંસત્તા- બહુરૂપી જેવી વૃત્તિવાળા, ઈચ્છાનુસાર હીનાધિક આચારવાળા બની જાય. Page #190 -------------------------------------------------------------------------- ________________ જ ૧૯૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત - () નિતિયા- કલ્પકાલની મર્યાદાનો ભંગ કરવાવાળા યા સદા એક સ્થાનમાં રહેવાવાળા. (૭) કાઠિયા– વિકથાઓની પ્રવૃત્તિ કરવાવાળા. (૮) પાસણિયા – દર્શનીય સ્થળ જોવા જવાવાળા. (૯) મામગા– આહાર, ઉપધિ, શિષ્ય, ગામ, ઘરોમાં કે શ્રાવકોમાં મમત્વ, મારુ મારુ એવા ભાવ રાખનારા. (૧૦) સંપારિયા- ગૃહસ્થના કાર્યોમાં સલાહ દેવા કે મુહૂર્ત આપવાની પ્રવૃત્તિ કરવાવાળા, શુદ્ધાચારીના નિર્ણયને માટે પણ મુખ્ય બે વાતો પર ધ્યાન દેવું જોઈએ. જેમ કે – ૧. જે વિના કારણ–પરિસ્થિતિ આગમ વિપરીત કોઈ પણ આચરણ કરવાનું ઈચ્છતો નથી. ૨. પોતાની પરિસ્થિતિ અમુક આગમ પાઠથી વિપરીત છે એવું ધ્યાનમાં આવતાં જ જો કોઈ વિશેષ પરિસ્થિતિ નહોય તો યથાસંભવ તત્કાલ તેને છોડી દેવા તત્પર રહે છે. માત્ર પરંપરાના નામથી ધકેલ પંચા નથી કરતો. તેને શુદ્ધાચારી સમજવો જોઈએ, ઉક્ત વિચારણાઓ પરથી નીચે દર્શાવેલ પરિભાષા બને છે. નિર્મિત થતી પરિભાષા - (૧) શુક્રાચારીઃ- જે આગમોક્ત સર્વે આચારોનું પૂર્ણપણે પાલન કરે છે કારણ વિના કોઈ અપવાદનું સેવન નથી કરતો; કોઈ કારણથી અપવાદરૂપ દોષનું સેવન કરવા પર તેનું પ્રાયશ્ચિત સ્વીકાર કરે છે; કારણ સમાપ્ત થવા પર તે પ્રવૃત્તિને છોડી દે છે અને આગમોક્ત આચારોની શુદ્ધ પ્રરૂપણા કરે છે, તે “શુદ્ધાચારી” છે. (ર) શિથિલાચારી :- જે આગમોક્ત એક અથવા અનેક આચારોથી સદા વિપરીત આચરણ કરે છે. ઉત્સર્ગ અપવાદની સ્થિતિનો વિવેક નથી રાખતો. વિપરીત આચરણનું પ્રાયશ્ચિત્ત પણ લેતો નથી અથવા આગમોક્ત આચારોથી વિપરીત પ્રરૂપણા કરે છે, તે "શિથિલાચારી" છે. આગમોક્ત વિધિ નિષેધો સિવાય ક્ષેત્ર કાલના દષ્ટિકોણથી જે કોઈ સમુદાયની સમાચારીનું ગઠન-ગુંથણી કરવામાં આવે છે, તેના પાળવાથી કે નહિ પાળવાથી કોઈ અન્ય સમુદાયવાળાઓને શુદ્ધાચારી કે શિથિલાચારી સમજવાનું ઉચિત નથી. જે સમુદાયમાં રહે છે, તેણે તે સંઘની આજ્ઞાથી તે નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે. એવા વ્યક્તિગત સમાચારીના કેટલાક નિયમોની સૂચિ આગળ આપવામાં આવશે. તે પહેલાં આગમ વિધાનોની સૂચિ આપવામાં આવે છે. સાધ્વાચારના કેટલાક આવશ્યક આગમ નિર્દેશઃ અઢાર પાપનો ત્યાગ, પાંચ મહાવ્રતનું પાલન, પાંચ સમિતિનું પાલન, Page #191 -------------------------------------------------------------------------- ________________ આ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧૧ : શિથિલાચાર-શુદ્ધાચાર ૧૧ બાવન (પર) અનાચારનો ત્યાગ વગેરે અનેક આચાર નિર્દેશ પ્રસિદ્ધ છે. છતાં પણ એનાથી નિકટના સંબંધવાળા કેટલાક જાણવા-ચિંતવવા યોગ્ય આગમ વિષયોનો સંગ્રહ આ પ્રમાણે છે– (૧) નો પરિમવડું પર , સંસારે પરિવત્તડું મહં. अदु इंखिणिया उ पाविया, इति संखाय मुणी ण मज्जइ ॥ -સૂયગડાંગ, શ્ર–૧, અ૦–૨, ઉ–૨, ગા–ર. બીજાની નિંદા કરવી, પરાભવ (અવહેલના વગેરે) કરવું પાપ છે. એવું કરવાવાળા મહાન સંસારમાં પરિભ્રમણ કરે છે. (२) न परं वइज्जासि अयं कुसीले, जेणं च कुपिज्ज न तं वइज्जा । – દશવૈ, અ–૧૦, ગા–૧૮. આ કુશીલિયો છે, એવું નહિ બોલવું અને જેનાથી અન્યને ગુસ્સો આવે તેવા નિંદાજનક શબ્દ નહિ બોલવા. (૩) નિર્દૂ ર ન વ મળજ્ઞા, સપા વિવM मिहो कहाहिं न रमे, सज्झायम्मि रओ सया ॥ – દશવૈ, અ –૮, ગા–૪૮. પરસ્પર વાતો કરવામાં આનંદ નહિ લેવો, સ્વાધ્યાયમાં સદા લીન રહેવું, નિદ્રાને વધુ આદર નહિ દેવો તથા હાંસી ઠઠ્ઠા-મશ્કરીનો ત્યાગ કરવો. (૪) મોઢું ફાડીને ખડખડાટ હસવાથી પ્રાયશ્ચિત આવે છે. – નિશીથ-૪ (૫) પ્રતિલેખન કરતાં-કરતાં પરસ્પરમાં વાતો કરવી નહિ, પચ્ચખાણ પણ કરાવવા નહિ. –ઉત્તરા, અ–ર, ગા–૨૯ () સવાર સાંજ બન્ને વખત ઉપધિનું પ્રતિલેખન કરવું. – આવ –૪ પાત્ર, પુસ્તક વગેરે કોઈપણ ઉપકરણનું એક જ વાર પ્રતિલેખન કરવાનું કોઈ પણ આગમ પ્રમાણ નથી. માત્ર પરંપરાને આગમ પાઠની સામે મહત્વહીન સમજવું જોઈએ. (૭) ચારે કાલમાં સ્વાધ્યાય ન કરે તો ચોમાસી પ્રાયશ્ચિત્ત-નિશીથ –૧૯. असज्जाए सज्जाइयं, सज्जाए न सज्जाइयं । #ાને ન સMાગો, વો સન્નામો આવક–૪. I સેવા કાર્યના અભાવમાં આગમનો સ્વાધ્યાય આવશ્યક સમજવો જોઈએ. (૮) પોરસી આવ્યા પછી કાલિક સૂત્રની સ્વાધ્યાય કરે તો ચૌમાસી પ્રાયશ્ચિત્ત જેમ કે–દીપાવલીના દિવસે ઉત્તરાધ્યયન સૂત્રનો સ્વાધ્યાય. –નિશીથ ૧૯. (૯) આગમ નિર્દિષ્ટ ક્રમથી વિપરીત વાચના આપે તો પ્રાયશ્ચિત. –નિશીથ ૧૯. Page #192 -------------------------------------------------------------------------- ________________ છે ૧૯ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત : , - - (૧૦) પ્રથમ આચારાંગ સૂત્રની વાચના આપ્યા વિના કોઈપણ આગમ નિર્દિષ્ટ સૂત્રની વાચના દે તો પ્રાયશ્ચિત્ત – નિશીથ ૧૯. (૧૧) આચાર્ય ઉપાધ્યાય દ્વારા વાચના આપ્યા વિના કે આજ્ઞા આપ્યા વિના, કોઈ પણ સૂત્ર વાંચે તો પ્રાયશ્ચિત્ત – નિશીથ ૧૯ (૧૨) દશ બોલ યુક્ત ભૂમિ હોય ત્યાં પરઠવું જોઈએ –ઉત્તરાખુ–૨૪, ગા–૧ભ૮. (૧૩) રસ્તે ચાલતાં વાતો ન કરવી. – આચારાંગ ૨–૩–ર. (૧૪) વરે મgવો , અવિરવળ વેચT I – દશવૈ,૫,૬,૨ ઉતાવળે ચાલવું અસમાધિ સ્થાન છે. દશા, દ–૧ તે સમાજમાં ઉતાવળથી અર્થાત્ તેજ ચાલવાવાળા પ્રશંસા પ્રાપ્ત કરીને ખુશી થાય છે, એઅજ્ઞાનદશાનું પરિણામ છે. આગમમાં તેને પાપી શ્રમણ કહેવામાં આવેલ છે.—ઉત્ત-૧૭, ગo –૮. (૧૫) થોડીક પણ કઠોર ભાષા બોલવાનું માસિક પ્રાયશ્ચિત્ત; –નિશીથ–૨. ગૃહસ્થ કે સાધુને કઠોર વચન બોલવા અથવા તેની કોઈ પણ પ્રકારની આશાતના કરવી એ લઘુ ચૌમાસિક પ્રાયશ્ચિત્તનું કાર્ય છે–નિ,૧૧ અને ૧૩. રત્નાધિકોને કઠોર વચન કહે અથવા કોઈપણ પ્રકારની આશાતના કરે તો ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત –નિ ૧૦. (૧) દર્શનીય દશ્યોને જોવા અને વાજિંત્ર વગેરેના સ્થાનોમાં સાંભળવાને માટે જાય કે મકાનની બહાર આવીને જુએ તો લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત. – નિશી, ૧૨ તથા ૧૭. (૧૭) રોગના આતંક સમયે આહારનો ત્યાગ કરવો જોઈએ. –ઉત્તરા- અ– રદ, ગા—૩૪, ૩૫ (૧૮) ઝડપથી ખાવું, અતિ ધીરે ખાવું, બચકારા બોલાવતાં ખાવું-પીવું, નીચે ઢોળતાં ખાવું, સ્વાદ માટે સંયોગ મેળવવો, વગેરે પરિભોગેષણાના દોષ છે. -- પ્રન–અ –૬. (૧૯) સાધુ સાધ્વીએ ત્રણ જાતના પાત્ર રાખવા કહ્યું છે. –ઠાણાંગ–૩. એના સિવાય ધાતુ હોય કે કાચ, દાંત, વસ્ત્ર, પત્થર વગેરે કોઈપણ પ્રકારના પાત્ર કલ્પતા નથી. – નિશીથ, ઉ–૧૧ (૨૦) આચાર્ય ઉપાધ્યાયની વિશિષ્ટ આજ્ઞા વિના વિષયખાવાનું પણ પ્રાયશ્ચિત્ત આવે છે. – નિશીથ, ઉ–૪ (૨૧) અન્ય સાધુ કાર્ય કરવાવાળા હોય તો કોઈપણ સેવા કાર્ય, શીવણ વગેરે સાધ્વી પાસે કરાવવાનું કલ્પતું નથી. અન્ય સાધ્વી કાર્ય કરનાર હોય તો સાધ્વી, સાધુ દ્વારા પોતાનું કોઈપણ કાર્ય કરાવી શકતી નથી. તે કાર્યમાં કપડા શીવવા હોય કે બજારથી લાવવા અથવા આહાર ઔષધ વગરે લાવવું દેવું – વ્યવહાર, ઉ–. Page #193 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૧૧ : શિથિલાચાર-શુદ્ધાચાર B ૧૯૩ (૨૨) સ્વલિંગવાળાના અભાવની સ્થિતિ વિના સાધુ સાધ્વીએ આપસમાં આલોચના, પ્રાયશ્ચિત્ત કરવાનું પણ કલ્પતું નથી. વ્યય, ઉ—૫. (૨૩) સાધુ સાધ્વી બન્નેને એક બીજાના ઉપાશ્રયે જવું, બેસવું વગેરે કોઈ કાર્ય કરવાનું કલ્પતું નથી. વાચના લેવા દેવાનું હોય તેમજ સ્થાનાંગ કથિત પાંચ કારણ હોય તો જઈ શકે છે, એ સિવાય કેવળ દર્શન કરવા, સેવા(પર્યાપાસના) કરવા, અહીં તહીંની વાતો કરવા વગેરે માટે જવાનું કલ્પતું નથી. —બૃહત્કલ્પ, ઉદ્દે—૩, સૂ—૧,૨ અને વ્યવ—ઉ-૭. ઠાણાંગ. અ.૫ (૨૪) જે સાધુ મુખ વગેરેને વીણા જેવું બનાવે અને તેનાથી વીણા જેવો અવાજ કાઢે તો પ્રાયશ્ચિત્ત આવે છે. – નિશી,૫ - (૨૫) કોઈના દીક્ષાર્થી કે સાધુના ભાવ પલટાવી અને પોતાના બનાવવાનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત. – નિશીથ−૧૦. (૨૬) ગૃહસ્થનો ઔષધ ઉપચાર કરે કે તેને ઉપચાર બતાવે તો પ્રાયશ્ચિત્ત. – નિશિથ ૧૨ (૨૭) વિહાર વગેરેમાં ગૃહસ્થ પાસે ભંડોપકરણ ઉપડાવે તો પ્રાયશ્ચિત્ત. – નિશીથ ૧૨ (૨૮) ચાલીશ વર્ષથી ઓછી ઉંમર વાળા તરુણ, નવદીક્ષિત અને બાળમુનિએ દરેક સાધુએ આચાર્ય, ઉપાધ્યાય વિના રહેવું કલ્પતું નથી. કારણકે એ શ્રમણ બે થી અનુશાસિત રહે તો જ તે દીર્ઘકાલ સુધી સમાધિવંત રહી શકે છે અર્થાત્ આચાર્ય અને ઉપાધ્યાય બેની એના પર સંભાળ રહેવી આવશ્યક છે. – વ્ય,ઉ,૩ એ ત્રણેને આચાર્ય ઉપાધ્યાયની નિશ્રામાંજ રહેવાનું સૂત્રમાં કહ્યુંછે. માત્ર સ્થવિરની નિશ્રામાં કે કેવલ એક પદવીધરની નિશ્રામાં એમનું સદાને માટે રહેવાનું આગમ વિપરીત છે. અર્થાત્ કોઈ પણ વિશાળ ગચ્છને આચાર્ય ઉપાધ્યાય અને પ્રવર્તિનીની પદ વ્યવસ્થા વિના લાંબા સમય સુધી રહેવું કલ્પતું નથી. – વ્ય—૩ (૨૯) સંઘાડાના મુખી બનીને વિચરનારમાં દ્ર ગુણ હોવા જોઈએ. ઠાણા. ૬, તેમાં એક આ પણ છે કે બહુશ્રુત હોવા જોઈએ. જઘન્ય માં જઘન્ય સંપૂર્ણ આચારાંગ નિશીથ અર્થ સહિત કંઠસ્થ કરનાર બહુશ્રુત કહેવાય છે. —બૃહત્કલ્પસૂત્ર, ઉદ્દે—૩, સૂત્ર—૧,૨ અને ભાષ્યગાથા—૯૩, નિચૂગા ૪૦૪ (૩૦) પોતાના પારિવારિક કુળોમાં ‘બહુશ્રુત’ જ ગોચરીએ જઈ શકે છે, બીજા નહિ. ~ વ્ય—૬. મોટા આજ્ઞા આપે તો પણ એકલા અબહુશ્રુત જઈ શકે નહિ. સાથે અથવા સ્વયં બહુશ્રુત હોવા જોઈએ. (૩૧) યોગ્ય અયોગ્ય સર્વને એક સાથે વાચના દેવી પ્રાયશ્ચિત્તનું કારણ છે. (૩૨) પ્રતિક્રમણ - જ્ઞબ્ધિત્તે, તમ્મને, સોકે, તવાસિપ, તત્તિવ્વાવસાળે, Page #194 -------------------------------------------------------------------------- ________________ છે. ૧૯૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત | तदट्ठोवउत्ते, तदप्पियकरणे, तब्भावणा भाविए, अणत्थ कत्थई मणं अकरेमाणे, આ પ્રમાણે એકાગ્રચિત્ત થઈને કરવાથી ભાવ પ્રતિક્રમણ થાય છે અન્યથા નિદ્રા અને વાતોમાં કે અસ્થિર ચિત્તમાં દ્રવ્ય પ્રતિક્રમણ થાય છે. - અનુયોગ દ્વાર સૂત્ર ૨૭ મું સૂત્રો કહ્યું પણ છે. – દ્રવ્ય આવશ્યક બહુ, કર્યા ગયા વ્યર્થ સહુ, અનુયોગ દ્વાર જોઈ લેવો રે. આથી પ્રતિક્રમણમાં નિદ્રા અને વાતો કરવાનું ક્ષમ્ય થઈ શકતું નથી. (૩૩) આહારની કોઈ વસ્તુ ભૂમિ પર અથવા આસન પર રાખે તો પ્રાયશ્ચિત્ત. – નિ–૧૬ (૩૪) મકાન નિર્માણના કાર્યમાં સાધુએ ભાગ લેવો જોઈએ નહિ. –ઉત્તરા,અ—-૩૫, ગા—૩થી (૩૫) સાધુ કોઈપણ વસ્તુના ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે તો તે વાસ્તવિક સાધુ નથી હોતો. ક્રય વિક્રય મહાદોષકારી છે. – ઉત્તરા-–અ—-૩૫ ગાથા ૧૩, ૧૪,૧૫ આચા, શ્ર–૧–૪૦, ર–ઉદ્દે–પ (૩૬) આહાર બનવા બનાવવામાં સાધુએ ભાગ ન લેવાય. અગ્નિનો આરંભ બહુ જીવ હિંસા જનક છે. –ઉત્તરા, અર, ૩૫–૧૦,૧૧,૧૨. (39) विभूसावत्तियं भिक्खू कम्मं बंधइ चिक्कणं । સંસાર સાયરે થોર, રે, પડ૬ કુત્તરે ! –દશવૈ, અ–ગા –ઇ સ્વાથ્યની દ્રષ્ટિએ અત્યંત આવશ્યક તેમજ અસહનશીલતાની સ્થિતિમાં કરવામાં આવતી પ્રક્ષાલનપ્રવૃત્તિને વિભૂષા કહેવામાં આવતી નથી. સારા દેખાવાની ભાવના અને ટાપટીપની વૃતિને વિભૂષાનું પ્રતીક સમજવું જોઈએ. દીવાને सूई समायारा भवति भिक्खू य असिणाणए, मोयसमायारे से तग्गंधे दुग्गंधे, હજૂ પડતોને યાવિ મવડું | આચા. ર,ર, એવા આગમ પાઠ, સારા દેખાવાની વૃત્તિના પક્ષકાર નથી. ઉત્તરાધ્યયન અ.ર. ગા. ૩૭ માં ગીવ સરીર રિ, ગd IIM ધારણા કથનમાં મેલ પરીષહ સહન કરવાની વિશિષ્ટ પ્રેરણા છે. (3८) सव्वं सावजं जोगं पच्चक्खामि जावज्जीवाए तिविहं तिविहेणं । –આવશ્યક સૂત્ર. અઢાર પાપ કરવા, કરાવવા અને ભલા જાણવાનો જીવનપર્યંત ત્યાગ હોય છે. ક્રોધ કરવો, જૂઠ--કપટ કરવું અને નિંદા કરવી તેમજ અંદરોઅંદર કલહ કરવો એ પણ સ્વતંત્ર પાપ છે.તેના સાધુને પ્રત્યાખ્યાન હોય છે. (૩૯) ગૃહસ્થને "બેસો, આવો,આ કરો–તે કરો, સૂવો, ઉભા રહો, ચાલ્યા જાઓ, વગેરે બોલવું ભિક્ષુને કલ્પતું નથી – દશ, અ–૭, ગા –૪૭. (૪૦) માર્ગમાં લીલું ઘાસ, બીજ, અનાજ વગેરે કોઈપણ સચિત ચીજ હોય તો તે Page #195 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર ઃ પરિશિષ્ટ-૧૧ : શિચિલાચાર-શુદ્ધાચાર દોષયુક્ત માર્ગેથી નહિ જતાં અન્ય માર્ગે થઈને જવું, અન્ય માર્ગ ન હોય તો પગને આડા ત્રાંસા કે પંજાભર કરીને પગલાં સંભાળી સંભાળીને યથાશક્ય બચાવ કરીને ચાલવું અર્થાત્ આખા પગલા ધરતી પર રાખીને આરામથી ચાલવું નહીં. - · આચાર, અ—૩. (૪૧) એષણાના ૪૨ દોષ ટાળીને આહાર, વસ્ત્ર, પાત્ર, શય્યા વગેરે ગ્રહણ કરવા જોઈએ– ઉત્તરાઅ—૨૪.ગા—૧૧. એ દોષ યુક્ત ગ્રહણ કરવાથી ગુરુચૌમાસી તેમજ લઘુ ચૌમાસી વગેરે જુદા-જુદા પ્રાયશ્ચિત્ત આવે છે. ૧૯૫ – નિશીથ ઉદ્દેશા ૧,૧૦, ૧૩, ૧૪ વગેરે. (૪૨) ઉઘાડા મુખે બોલવું સાવધ ભાષા છે અર્થાત્ મુહપત્તિથી મુખ ઢાંકયા વિના જરા પણ બોલવું નહિ. – ભગ॰, શ—૧૬, ઉર. એ આગમોક્ત નિર્દેશો તથા અન્ય પણ એવી અનેક આજ્ઞાઓથી વિપરીત જો પોતાની પ્રવૃત્તિ હોય અને પ્રાયશ્ચિત્ત શુદ્ધિ પણ કરવામાં ન આવે, તો એવી સ્થિતિમાં પોતાને શિથિલાચારી ન માનતાં શુદ્ધાચારી માનવું, તે પોતાના આત્માને છેતરવા સમાન છે. ન જો શિથિલાચારીનું કલંક(લેબલ)પસંદ ન હોય તો ઉપરોક્ત આગમ નિર્દેશો અનુસાર ચાલવાની અને અશુદ્ધ પ્રવૃત્તિ કે પરંપરા છોડવાની સરલતા અને ઈમાનદારી ધારણ કરવી જોઈએ. આગમ વિધાનો સિવાય પ્રચલિત વિભિન્ન ગચ્છોની સમાચારીઓના કેટલાક નિયમ : (૧) અચિત્ત કંદમૂળ, માખણ, ગઈકાલનું બનાવેલું ભોજન અને બિસ્કિટ વગેરે લેવા નહિ કારણકે એ અભક્ષ્ય છે.[દેરાવાસી જૈન (૨) કાચું દહીં અને દ્વિદળના પદાર્થોનો સંયોગ કરવો નહીં અને એવા ખાધ નહિ ખાવા, કારણકે એ અભક્ષ્ય છે.[દેરાવાસી જૈન] (૩) સૂર્યાસ્ત પછી માથું ઢાંકવું અથવા દિવસે પણ કયારેક પ્રથમ અને ચોથા પહોરમાં કામળી ઓઢીને બહાર જવું.[દેરાવાસી જૈન] (૪) લખવા માટે ફાઉન્ટન પેન, પેન્સિલ તેમજ પથારી માટે ચટાઈ, પુઠ્ઠા, સમાચાર પત્ર, બારદાન વગેરે લેવા નહીં. (૫) નવકારસી (સૂર્યોદય પછી ૪૮ મિનિટ) પહેલાં આહાર-પાણી લેવા નહિ કે ખાવા-પીવા નહિ. દેરાવાસી જૈન] (૬) ઔપગ્રહિક અપવાદિક ઉપકરણમાં પણ લોખંડ વગેરે ધાતુના ઉપકરણ રાખવા નહિ. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત) (૭) આજે જે ઘરેથી આહાર-પાણી ગ્રહણ કરેલ હોય ત્યાંથી આવતી કાલે આહાર કે પાણી લેવા નહિ. અથવા સવારે જે ઘરેથી ગોચરી લીધી હોય ત્યાંથી બપોરે કે સાંજે ગોચરી લેવી નહિ. (૮) વિરાધના ન હોય તો પણ સ્થિર કબાટ, ટેબલ વગેરે પર રાખવામાં આવેલ સચિત્ત પદાર્થોનો પરંપરાગત સંઘટ્ટો માનવો. (૯) એક વ્યક્તિથી એકવાર કોઈ વિરાધના થઈ જાય તો બીજી વ્યક્તિના હાથે તેમજ આખો દિવસ ઘરની ગોચરી લેવી નહીં. (‘અસૂઝતા કહેવુંઆ અનાગમિક રૂઢ શબ્દ છે.) (૧૦) એક સાધુ-સાધ્વીએ ચાર પાત્ર અને ૭ર યા ૯૬ હાથ વસ્ત્રથી અધિક નહિ રાખવા. (આગમમાં એવી કોઈ સંખ્યા સૂચિત કરવામાં આવેલ નથી.) (૧૧) ચૌમાસી, સંવત્સરી એ બે પ્રતિક્રમણ કરવા કે પાંચ પ્રતિક્રમણ કરવા, ૨૦ કે ૪૦ લોગસ્સનો કાયોત્સર્ગ કરવો. (૧૨) પોતે પત્ર લખવો નહીં, ગૃહસ્થ પાસે લખાવીને પણ પ્રાયશ્ચિત લેવું પોસ્ટકાર્ડ વગેરે પોતાની પાસે રાખવા નહીં. (વર્ષોમાં કે કીડીઓ વગેરેની અધિકતામાં ગૃહસ્થના આવવા જવામાં અધિક દોષ લાગે છે. તેથી અપવાદરૂપે પણ ઓછો દોષ લાગે એવો ક્રમિક વિવેક રાખવો જોઈએ. જેના દ્વારા લોકો સામાન્ય પણે લેવડદેવડ કરે છે, તે સિક્કા વગેરે ધન કહેવાય છે. ધન અને સોના-ચાંદી રાખવાની મનાઈ. દશવૈ. અ. ૧૦ ગા. ૬ માં છે, તથા ઉત્તરા. આ. ૩૫ ગા.૧૩ માં સોના ચાંદીની ઈચ્છા માત્રનો પણ નિષેધ છે. ટિકિટ પોસ્ટકાર્ડ વગેરે માટે નિષેધ નથી.) (૧૩) અનેક સાધ્વીઓ કે અનેક સ્ત્રીઓ હોય તો પણ પુરુષની ઉપસ્થિતિ વિના સાધુએ બેસવું નહિ. એમજ સાધ્વીને માટે પણ સમજી લેવું. (૧૪) રજોહરણ અને પ્રમાર્શનિકા વગેરેને સંપૂર્ણ ખોલીને જ પ્રતિલેખન કરવું. (૧૫) ગૃહસ્થ તાળું ખોલીને કે ચણિયારાવાળો દરવાજો ખોલીને આહાર વહોરાવે તો લેવો નહીં. (૧૬) બહારગામથી દર્શનાર્થે આવેલ શ્રાવકો પાસેથી નિર્દોષ આહાર વગેરે પણ નહિ લેવો. (૧૭) દોરી પર કપડાં સૂકવવા નહિ. પડદો બાંધવો નહિ. (૧૮) પ્રવચન સભામાં સાધુની સમક્ષ સાધ્વીઓએ પાટ પર બેસવું નહિ. (૧૯) દાતા દ્વારા ગોઠણ જેટલી ઊંચાઈ ઉપરથી કોઈ પદાર્થ પડી જાય તો તે ઘરને “અસૂઝતું કહેવું અથવા અન્ય કોઈપણ પ્રકારની વિરાધનાથી કોઈના ઘરને 'અસૂઝતું કરવું. (૨૦) ચાદર બાંધ્યા વિના ઉપાશ્રયમાંથી બહાર નહિ જવું અથવા ચાદર, ચોલપટ્ટો ગાંઠ મારીને બાંધવો નહિ. Page #197 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧૧ઃ શિથિલાચાર-શુદ્ધાચાર ૧૦ (૨૧) ધાતુની કોઈ વસ્તુ પોતાની પાસે રાખવી નહિ. ચશ્મા વગેરેમાં ધાતુની ખીલી (રીવેટ) પણ ન જાઈએ. બાજોટ કબાટ ધાતુના હોય તો પણ કામમાં લઈ શકાય છે. પડિહારી (પાઢિયા) પુસ્તકમાં ધાતુ હોઈ શકે છે. (રર) સીસાની બનેલી હોવાથી પેન્સિલ અને તેનાથી લખેલ અક્ષર પણ પાસે રાખવા નહિ.હુકમ ગચ્છ (૨૩)માટીના પાત્ર, માટલી વગેરે પણ પડિહારા (પાઢીયારા) લેવા નહીં. (ર૪) ઘરમાં પહોંચતા સમયે જે વ્યક્તિ 'અસૂઝતો હોય, પછી તે 'સૂઝતો પણ થઈ જાય તો પણ તેના મદદ કરવા પર કે બોલવા પર પછી દિવસભર ત્યાંથી કંઈ લેવું નહિ. (૨૫) ઘણી મોટી જાજમ, ચઢાઈ વગેરેની ઉપર સચિત્ત આદિનો સંઘટ્ટો માનવો. (ર) કેટલાક ફળ, મેવા અચિત અને નિર્દોષ હોય તો પણ લેવા નહિ. બદામ, પિસ્તા વગેરેના અચિત ટુકડા પણ લેવા નહીં. બિસ્કિટ, પીપરમેન્ટ, ડબલ રોટી વગેરે લેવા નહીં. (૨૭) સાધુએ એકલા નહિ વિચરવું અને સાધ્વીએ બે હોય તો નહિ વિચરવું (આચાર્ય ઉપાધ્યાયે એકલા વિચરવાનો અને સાધ્વીએ એકલા વિચરવાનો તથા પ્રવર્તિનીએ બે થી વિચરવાનો આગમમાં સ્પષ્ટ નિષેધ છે. એ સિવાય કોઈપણ એકાંત નિષેધ આગમમાં નથી.) (૨૮) હંમેશા દેવસીય પ્રતિક્રમણમાં ધર્મધ્યાનના ભેદોનું ચિંતન અને રાત્રિના પ્રતિક્રમણમાં તપ ચિંતન પાંચમાં આવશ્યકમાં કરવું. કાયોત્સર્ગમાં લોગસ્સપાઠ કરવો નહિ. (૨૯) ચોવીસ કલાક મુહપત્તિ બાંધી રાખવી અથવા હાથમાં રાખવી કે દોરા વિના બાંધવી (ઉઘાડે મુખે બોલવાથી સાવધ ભાષા ગણાય છે એટલું જ આગમમાં છે. ભ. શ૦–૧૬ ઉ૨) બાંધવા ન બાંધવાની વાત આગમમાં નથી કિત સાવધ ભાષાથી બચવા માટે બોલતા સમયે અને લિંગ માટે યથાસમય મુખવસ્ત્રિકા બાંધવી આવશ્યક હોય છે, એમ સમજવું જોઈએ. (૩૦) દોરી કે દોરી પરના કપડા હલે તો ઘર 'અસૂઝતું કરવું. (૩૧) પ્લાસ્ટીકની થેલી કે કાપડ વગેરે રાખવા નહિ. (૩૨) પ્રવાહી શાહી વગેરે (અખાદ્ય) પદાર્થ પણ રાતમાં પોતાની પાસે રાખવા નહિ. (જ્યારે કે તે પાણીના અંશમાં પેય ગુણ રહેતો જ નથી. પરિણામોતર પ્રાપ્ત થયેલ છે.) (૩૩) ચાતુર્માસમાં બેડેજ(પાટા પડી) ની પટી ન લેવી(જ્યારે કે તે કપડું તો ઔષધરૂપમાં પરિણત થઈ જાય છે.) તેમજ રૂ, દોરા વગેરે પણ લેવા નહિ. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૩૪) પ્રથમ પ્રહરના આહાર પાણીની સૂક્ષ્મ-સૂક્ષ્મતર સંઘટ્ટાની પરંપરા સ્વીકારવી. (૩૫) સાધુના ઉપાશ્રયમાં દિવસમાં પણ અમુક સમય સિવાય બહેનોએ, સાધ્વીઓએ બેસવું નહિ. (૩૬) સંત સતિઓએ સાથે કે એક દિશામાં વિહાર ન કરવો, એક દિશામાં સ્થંડિલ ન જાવું. (૩૭) ફૂંકવું કે હવા કરવી(વીંજવું) એ બે કાર્યોના નિષેધ ઉપરાંત અન્ય અનેક નિયમ અને મર્યાદાઓ બતાવવામાં આવે.(આગમ અનુસાર એ બે કાર્યો સિવાય યત્નાપૂર્વક કોઈપણ પ્રવૃત્તિ કરવી વાયુ કાયના સંબંધી નિષિદ્ધ નથી.) (૩૮) રજોહરણની ડાંડી પર વસ્ત્ર હોવું આવશ્યક છે. પૂંજણી અને ડંડા વગેરે પર નહિ. (૩૯) ઉપાશ્રયમાં રાતમાં ગૃહસ્થ એક તરફ પોતાને આવશ્યક પાણી રાખી શકે છે પરંતુ વિજળીના બલ્બ વગેરે સીડીમાં થોડીવાર માટે પણ જલાવવા નહિ. (આગમમાં તો ‘રાત્રીભર જ્યાં અગ્નિ કે દીપક જલતા હોય ત્યાં રહેવું નહિ, એવું વિધાન છે.) (૪૦) પરિસ્થિતિવશ પણ કયારેય શલ્ય ચિકિત્સા(ઓપરેશન) કરાવવી જ નહિ પરંતુ તેવી પરિસ્થિતિમાં પુનઃ ગૃહસ્થ બની જવું.[દિગંબર જૈન અને કચ્છમાં નાનીપક્ષ (૪૧) ઉપવાસમાં જ દીક્ષા આપવી, અર્થાત્ દીક્ષાના દિવસે ઉપવાસ હોવો જ જોઈએ. દિગંબર જૈન (૪૨) રેફ્રિજરેટર માંથી વસ્તુ બહાર કાઢેલી પડી હોય તે પણ અત્યંત ઠંડી હોય તો નહિ લેવી. ફીજનો બહારથી પણ સંઘટો માનવો. આઈસ્ક્રીમને ચિત્ત માનવો. (૪૩) બહેનોએ પ્રાર્થનામાં સાધુ કે ભાઈઓ સાથે નહિ બોલવું. (૪૪) શ્બ્દથી વધારે આગળની તપસ્યામાં રાખનું પણ ધોવણ પીવાનું કલ્પતું નથી. (૪૫) ઘરમાં એકલી સ્ત્રી હોય તો ત્યાં એકલા સાધુએ ગોચરીએ જવું નહિ. તેરાપંથ જૈન (૪૬) સાધ્વીઓએ મસ્તક આગળના વાળ કપડાથી બાંધીને રાખવાં. એ નિયમોનો આગમિક કોઈ સ્પષ્ટ પાઠ ઉપલબ્ધ નથી. કેટલાક વ્યક્તિગત વિચારોથી અને કેટલાક અર્થ પરંપરાથી અથવા નવા અર્થની ઉપજથી સમયે સમયે બનાવવામાં આવેલી સમાચારીરૂપ છે તેમાં કેટલાક સામાન્ય સાવધાની રૂપ છે, કેટલાક અતિ સાવધાનીરૂપ છે. એ નિયમોના બનવા બનાવવામાં મુખ્ય લક્ષ્ય પ્રાયઃ સંયમ સુરક્ષાના અને આગમોક્ત નિયમોના પાલનમાં સહયોગ સફળતા મળતી રહે, એવો છે. તેના પાલન કે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧૧ઃ શિથિલાચાર-શુદ્ધાચાર જ ના અપાલનને શુદ્ધાચાર કે શિથિલાચારની ભેદરેખામાં નથી જોડી શકાતા તેમજ આગમની સમાન જોર ન દઈ શકાય. જો તેનું પાલન કરે તો તે તેનું પરંપરા પાલન, સાવધાન દશા અને વિશેષ ત્યાગ-નિયમરૂપ કહી શકાય છે, તેમાં કોઈ નિષેધ નથી પરંતુ એ નિયમોનું પાલન કરનાર શુદ્ધાચારી છે અને પાલન નહિ કરનાર શિથિલાચારી છે, એમ સમજવું કે કહેવું બુદ્ધિમાની કે વિવેક યુક્ત નથી. કેટલાક સાધક એ વધારાના નિયમોનું પાલન તો કરે છે અને મૌલિક આગમોક્ત નિયમોની ઉપેક્ષા કે ઉપહાસ પણ કરી લે છે વિપરીત પ્રરૂપણા પણ કરી દે તે શુદ્ધાચારી કહી શકાતા નથી. જે સાધક મૌલિક આગમોક્ત સ્પષ્ટ નિર્દેશોનું યથાવતુ પાલન કરે અને એ વધારાના નિયમોમાંથી જે જે નિયમ સ્વગચ્છમાં નિર્દિષ્ટ હોય તેનું પાલન કરે અને અન્યનું પાલન ન કરે તો તેને શિથિલાચારી સમજી શકાય નહિ. જે સાધક આગમોક્ત સ્પષ્ટ નિર્દેશો અને પરંપરાઓ બન્નેનું યથાવતું પાલન કરે છે તેને તો શુદ્ધાચારી કે વિશિષ્ટાચારી કહેવામાં કોઈ હરકત ને સ્થાન જ નથી પરંતુ જો ૫–૧૦ કે એક પણ આગમોક્ત નિર્દેશનું પરંપરાના આગ્રહથી તે શ્રમણો દ્વારા અપાલન થતું હોય તો તેઓ પણ શુદ્ધાચારીની કક્ષાથી ઉતરતા જ કહેવાય ભલે ને તે કેટલીય વિશિષ્ટ સમાચારીઓનું પાલન કરતા હોય. - શુદ્ધાચાર કે શિથિલાચારનું સ્વરૂપ સમજ્યા વિના મનમાન્યા નિર્ણય કરવા કે કહેવાથી કાં તો નિરર્થક રાગદ્વેષ વધારવાનું થાય છે અથવા શિથિલાચારનું પોષણ થાય છે અને નિશીથ ઉ. ૧૬ અનુસાર પ્રાયશ્ચિત આવે છે(શિથિલાચારીને શુદ્ધાચારી અને શુદ્ધાચારીને શિથિલાચારી કહે તો પ્રાયશ્ચિત્ત). આ વિવેચનથી સાચો અર્થ સમજીને શિથિલાચારનો અસત્ય આક્ષેપ લગાડવાથી બચી શકાય છે અને પક્ષાંધતાથી શુદ્ધાચારી માનવાથી પણ બચી શકાય છે તથા પોતાના આત્માનો સાચો નિર્ણય પણ લઈ શકાય છે. સાથે જ શુદ્ધ સમજપૂર્વક શક્તિ અનુસાર શુદ્ધ આરાધના કરી શકાય છે. પુનશ્ચ સારભૂત ચાર વાક્ય :(૧) પ્રવૃત્તિરૂપે આગમ વિપરીત આચરણ શિથિલાચાર છે. (ર) પરિસ્થિતિ કે અપવાદ માર્ગરૂપે આગમ વિપરીત આચરણ શિથિલાચાર નથી. (૩) પૂર્વધરો સિવાય તે પછીના જમાનાના અન્ય આચાર્ય વગેરે દ્વારા બનાવાયેલ, આગમથી વધારાના નિયમોથી વિપરીત આચરણ કરવું શિથિલાચાર નથી. (૪) જે ગચ્છમાં કે સંઘમાં રહેવું હોય તે ગચ્છ કે સંઘના નાયકની સંયમ પોષક આજ્ઞા અને તે ગચ્છની કોઈપણ સમાચારીનું પાલન ન કરવું તે શિથિલાચાર જ નહિ સ્વચ્છેદાચાર પણ છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : નાગમ નવનીત પરિશિષ્ટ-૧૨ ઉપદેશી સંગ્રહ: સ્તવન કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. નાહક મરે છે બધા, મથી મથી રે.......કોઈ.... આ મારો દિકરોને, આ મારો બાપ છે, આ મારી ઘરવાળીને, આ મારી વાત છે, મરનારી પાછળ કોઈ, મરતું નથી રે.....કોઈ... Ill જગમાં જનેતાએ, જનમ દીધો પાળી પોષીને, મોટો રે કીધો, પરણ્યા પછી સામું, એની જોતો નથી રે.....કોઈ... રા મનથી માનેલ કે, આ બધાં છે મારાં જાણી લેજે જીવડા, ન તારાં કે મારા સ્વાર્થ વિના પ્રીત કોઈ, કરતું નથી રે....કોઈ... II કંઈક ગયાને વળી, કંઈક જવાના ના કોઈ રહ્યાને ના કોઈ રહેવાના ગયા તેના કાંઈ, સમાચાર નથી રે....કોઈ... ૫૪૫ કેટલું કમાણા ? જિન્દગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો । સમજૂ સમન ને સારણા રે ટેરા દેશ ગયા પરદેશ ગયા ને, ટેબલ ઉપર ખૂબ ખાધા ખાણા રે |૧|| મોટર વસાવી તમે બંગલા બંધાવ્યા, ખૂબ કીધા એકઠા નાણા રે રા ઉગ્યાથી આથમ્યા સુધી ધંધાની ઝંખણા .ઉથલાવ્યા આમ તેમ પાના રે ગા ખાધું પીધું ને તમે મોજ બહુ માણી, તૃષ્ણાના પૂરમાં તણાયા રે ॥૪॥ લાવ્યા તા કેટલું ને લઈ જાવા ના કેટલું ? આખરે તો લાકડા ને છાણા રે પી મહાવીરના માર્ગને જેણે નહીં જાણ્યો, સરવાળે મીંડા મુકાણા રે ।।ા Page #201 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧૨: ઉપદેશી ભજન સંગ્રહ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે ! શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહેલા ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે ! એ સંતો ના ચરણ કમલ માં મુજ જીવનનું અર્થ રહે રા. દીન ક્રુર ને ધર્મ વિહોણા દેખી દિલ માં દર્દ રહે છે કરૂણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે ilal માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું ! કરે ઉપેક્ષા એ મારગની તોયે સમતા ચિત્ત ધરું //૪ ચિત્રભાનુની ધર્મ ભાવના હૈયે સહુ માનવ લાવે છે વેર ઝેરના પાપ તજી ને મંગલ ગીતો સહુ ગાવે પા! ઉંમર જાય છે તિજે– મૈં હું છોરી માલન કી] ક , કાન , દિન દિન ઉમર જાવે છે, તું પ્રભુ ગુણ ક્યાં નહીં ગાવે છે. દિન દિન ઉમર જાવે છે ટેરો. કર્મ ફૂટ ગયે ઉન જીવોં કે, જો માયા મેં ફસ રહે હૈ દિન ભર પાપ કમાવે છે. ૨, ઔર ખાલી હાથ જાવે છે !! રહ જાયેગા માલ ખજાના, ક્યા સંગ મેં લે જાયેગા ! પાપ પુણ્ય કા લેખા જોખા, ૨, વહાઁ સભી મિલ જાયેગા ||રા ભાગ્ય જાગ ગયે ઉન જીવો કે, જો ભક્તિ મેં આતે હૈ | મિનખ મારા સુધર ગયા ૨, જો ભવ સાગર તિર જાવે છે .. સુખ મેં સાથ નિભાવે સબહી, મહાવીર મડલ ગાવે છે ! રાજા હો યા હો ભિખારી ૨, બહાદુ એક દિન જાવે છે !!! આવરદા ઓછી થાય મન માં શું મલકાય! રોજ તારી આવરદા ઓછી થાય છે ટેર , કાળા કરમ તારે ભોગવવા પડશે તારા કરેલા તને બહુ બહુ નડસે. પાછળ થી પસ્તાય. ...રોજ | 1 / Page #202 -------------------------------------------------------------------------- ________________ ર૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત અંતિમ વેળાએ તારો શ્વાસ રૂંધાશે જીવડો આમ તેમ બહુ રે મુંઝાશે. વિંછી ની વેદના થાય.....રોજ ૨ | સ્મશાન માં તારા માટે લાકડા મુકાશે ઉપર સુવાડી પછી આગ લગાડશે. ભડ ભડ બળસે તારી કાયરોજ ૩છે. બારમા દિવસે તારા લાડવા ખવાશે. બે પાંચ વરસમાં તને ભૂલીયે જાશે ! વાતો વિસરાય જાય.............રોજ || ૪ || મહાવીર કહે સહુ ચેતીને ચાલજો વીતરાગ વાણીને, જીવનમાં ઉતારજો! પાણી પેલા બાંધી લેજો પાળ..........રોજ | ૫ | દુર્ગુણને ચેલેંજ રાગઃ ધીરે ધીરે બોલી દુર્ગુણને કોઈકહી આવો, કહી આવો કોઈકહી આવો, સંદેશો મારો દઈ આવો, દઈ આવો કોઈ દઈ આવો. તારા તાબે થવું નથી, અને દુર્ગતિમાં હવે જવું નથી, દુર્ગુણ ને કોઈ કહી આવો / ટેર છે. ક્રોધને કહેજો લઈ આવે હથિયાર, ઢાલ ક્ષમાની રાખી મેં તૈયાર ! કોઈ ગાલ દે એને પ્યાર કરૂં, શક્તિ છતા સમતા ધરુ | પણ ક્રોધી મારે થવું નથી, અને દુર્ગતિમાં હવે જવું નથી / ૧ / માન ને કહેજો આવે રણ મેદાન, નમ્ર બનીને ખેલું હું સંગ્રામ ! મને જે મળ્યું મારું નથી, બીજા થકી સારું નથી | અભિમાની મારે થવું નથી, અને દુર્ગતિમાં હવે જવું નથી / ૨ / માયા ને કહેજો છોડે એના બાણ, નિર્મલ થઈને આપું છું આહ્વાન ! સુખ ના મલે તો ના મલે, દુ:ખ ના ટળે તો ના ટળે ! પણ કપટી મારે થવું નથી, અને દુર્ગતિમાં હવે જવું નથી // ૩ / લોભ ને કહેજો તું સહુનો સરદાર, મારે પણ સંતોષ તણો સહકાર તું ઘા કરે તૃષ્ણા તણો, હું સાથ લઉં તૃપ્તિ તણો | પણ લોભી મારે થવું નથી, અને દુર્ગતિ માં હવે જવું નથી || ૪ || Page #203 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૧૨: ઉપદેશી છુટક બોલ ૨૦૩ ઉપદેશી છુટક બોલ સર્વનું મૂળ શું? :૧ સર્વગુણોનું મૂળ વિનય. સર્વ બંધનું મૂળ રાગ. ૨ સર્વ રસોનું મૂળ પાની. ૭ સર્વદુઃખનું મૂળ શરીર. ૩ સર્વધર્મોનું મૂળ દયા. ૮ સર્વ શરીરનું મૂળ કર્મ. ૪ સર્વરોગનું મૂળ અર્જીણ ૯ સર્વ કર્મોનું મૂળ ૧૮ પાપ. પ સર્વ કલેશનું મૂળ હાંસી ૧૦ સર્વ પાપનું મૂળ લોભ. મહા પાપીના બાર બોલઃ૧. આત્મઘાતી મહાપાપી. ૭. જૂઠી સાક્ષી દેવાવાળો મહાપાપી. ૨. વિશ્વાસઘાતી મહાપાપી. ૮. સરોવરની પાળ તોડનાર મહાપાપી. ૩. ગુરુ દ્રોહી મહાપાપી. ૯. વનમાં આગ લગાડનાર મહાપાપી. ૪. ઉપકારીનો ઉપકાર ભૂલનાર ૧૦. લીલા વન કપાવનાર મહાપાપી. કે અપકાર કરનાર મહાપાપી ૫. જૂઠી સલાહ દેનાર મહાપાપી. ૧૧. બાલ હત્યા કરનાર મહાપાપી. ૬. હિંસામાં ધર્મ બતાવનાર મહાપાપી. ૧૨. સતી સાધ્વીનું શીલ લૂંટનાર મહાપાપી. દસ બોલ દુર્લભઃ૧. મનુષ્ય ભવ મળવો દુર્લભ છે. ૬. સંપૂર્ણ ઈદ્રિયો મળવી દુર્લભ છે. ૨. આર્ય ક્ષેત્ર મળવું દુર્લભ છે. ૭. સાધુ મુનિરાજોની સેવા મળવી દુર્લભ છે. ૩. ઉત્તમ કુલ મળવું દુર્લભ છે. ૮. સૂત્ર સિદ્ધાંતની વાણી મળવી દુર્લભ છે. ૪. શરીર નિરોગી મળવું દુર્લભ છે. ૯. ધર્મ પ્રત્યે શ્રદ્ધા પ્રતીતિ થવી દુર્લભ છે. ૫. લાંબુ આયુષ્ય મળવું દુર્લભ છે. ૧૦. સાધુ ધર્મ કે શ્રાવક ધર્મનું આચરણ મળવું દુર્લભ છે. નવ દુષ્કર : ૧. આઠ કર્મોમાંથી મોહનીય કર્મને જીતવું મહામુશ્કેલ. ૨. પાંચ મહાવ્રતમાંથી ચોથા મહાવ્રતનું પાલન મહામુશ્કેલ. ૩. ત્રણ જોગમાંથી મન જોગને સ્થિર રાખવું મહામુશ્કેલ. ૪. શક્તિ છતાં ક્ષમા કરવી મહામુશ્કેલ. ૫. પાંચ ઈદ્રિયોમાંથી રસ ઈદ્રિયને જીતવી મહામુશ્કેલ.. છ કાય જીવોમાંથી વાયુકાયના જીવોની રક્ષા કરવી મહામુશ્કેલ. ૭. ભર યૌવનમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન મહામુશ્કેલ. ૮. કંજૂસ દ્વારા દાન કરાવવું મહામુશ્કેલ. ૯. પાંચ સમિતિમાંથી ભાષા સમિતિનું પાલન મહામુશ્કેલ. Page #204 -------------------------------------------------------------------------- ________________ Aજી ૨૦૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત જ્ઞાન વૃદ્ધિના અગિયાર બોલ - ૧. ઉદ્યમ કરવાથી જ્ઞાન વધે. ૭. કપટ રહિત તપ કરવાથી જ્ઞાન વધે. ૨. નિદ્રા તજે તો જ્ઞાન વધે. ૮. સંસારને અસાર જાણવાથી જ્ઞાન વધે. ૩. ઉણોદરી તપ કરે તો જ્ઞાન વધે. ૯. જ્ઞાનવંત પાસે ભણવાથી જ્ઞાન વધે. ૪. ઓછું બોલે તો જ્ઞાન વધે. ૧૦. જ્ઞાનીઓ સાથે જ્ઞાન ચર્ચા કરે તો જ્ઞાન વધે. ૫. જ્ઞાનીની સંગત કરે તો જ્ઞાન વધે. ૧૧. ઈદ્રિયોના આસ્વાદ તજવાથી જ્ઞાન વધે. ૬. વિનય કરવાથી જ્ઞાન વધે. નહીં નહીં નહીં. : ૧. ક્રોધ સમાન વિષ નહીં. ૫. પાપ સમાન વેરી નહીં. ૨. ક્ષમા સમાન અમૃત નહીં. ૬. ધર્મ સમાન મિત્ર નહીં. ૩. લોભ સમાન દુઃખ નહીં. ૭. કુશીલ સમાન ભય નહીં. ૪. સંતોષ સમાન સુખ નહીં. ૮. શીલ સમાન શરણભૂત નહીં. શૃંગાર : ૧. શરીરનો શૃંગાર શીલા ૭. શુભ ધ્યાનનો શૃંગાર સંવર ૨. શીલનો શૃંગાર તપ ૮, સંવરનો શૃંગાર નિર્જરા ૩. તપનો શૃંગાર ક્ષમા ૯. નિર્જરાનો શૃંગાર કેવલજ્ઞાન ૪. ક્ષમાનો શૃંગાર જ્ઞાન ૧૦. કેવલજ્ઞાનનો શૃંગાર અક્રિયા ૫. જ્ઞાનનો શૃંગાર મૌન ૧૧. અક્રિયાનો શૃંગાર મોક્ષ અને ૬. મૌનનો શૃંગાર શુભ ધ્યાન ૧૨. મોક્ષનો શૃંગાર અવ્યાબાધ સુખ. સાત દુર્વ્યસન : ૧. જુગાર રમવું ૨. માંસ–ભક્ષણ ૩. મદિરા પાન અને ધૂમ્રપાન ૪. વેશ્યા ગમન ૫. શિકાર કરવો . ચોરી કરવી અને ૭.પરસ્ત્રી સાથે ગમન કરવું. ઉપરોક્ત સાત વ્યસનવાળા મનુષ્ય નરક આદિ દુર્ગતિઓમાં જાય છે. પુણ્યવાનની ઉત્તમ સામગ્રી :૧. ક્ષેત્ર- (૧) ગ્રામાદિ ઉત્તમ સ્થાન, (૨) રહેવાનું ભવન, (૩) ચાંદી-સોના આદિ સામગ્રી, (૪) ગાયો, ભેંસો, ઘોડા આદિ અને નોકર-ચાકર; આ સર્વ સંયોગ મળવા. ૨. શ્રેષ્ઠ મિત્રોનો યોગ. ૬. આરોગ્યવાન શરીર મળવું. ૩. શ્રેષ્ઠ સગા-સંબંધીઓ મળવા. ૭. તીવ્ર અને વિમલ બુદ્ધિ મળવી. ૪. આદરણીય અને શ્રેષ્ઠ ખાનદાન મળવું. ૮. વિનયવાન અને સર્વને પ્રિય હોવું. પ. કાંતિવાન શરીર મળવું. ૯. યશસ્વી હોવું. ૧૦બળવાન-શક્તિશાળી હોવું. Page #205 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૧રઃ ઉપદેશી છુટક બોલા OU સુખ : ૧. શરીરનું નીરોગી હોવું નિરોગતા ૬. સંતોષવૃત્તિ-અલ્પ ઈચ્છા. (પહેલું સુખ નિરોગી કાયા). ૨. દીર્ઘ આયુ. ૭. આવશ્યકતા અનુસાર વસ્તુ મળી જવી. ૩. ધન-સંપત્તિ વિપુલ હોવી. ૮. ભૌતિક સમૃદ્ધિ. ૪. પ્રતિકારક શબ્દ અને રૂપની પ્રાપ્તિ. ૯. સંયમ પ્રાપ્તિ. ૫. શુભ ગંધ, રસ અને સ્પર્શની પ્રાપ્તિ. ૧૦. મોક્ષની પ્રાપ્તિ. રોગ થવાના નવ કારણ:૧. અતિ બેસવું, અતિ ઊભું રહેવું . લઘુનીત મૂત્ર રોકવાથી. ૨. આરોગ્યથી પ્રતિકૂળ આસને બેસવું. ૭. અતિ ચાલવાથી. ૩. અતિ નિદ્રા. ૮. પોતાની પ્રકૃતિથી પ્રતિકૂળ ભોજન કરવાથી કે અતિ ભોજન કરવાથી. ૪. અતિ જાગરણ. ૯. વિષયોમાં અતિ વૃદ્ધ રહેવાથી. ૫. વડીનીત રોકવાથી. શ્રાવકની ભાષા :૧.પહેલા બોલે શ્રાવકે થોડું બોલવું. ૨. બીજા બોલે શ્રાવકે કામ પડ્યેથી બોલવું. ૩. ત્રીજા બોલે શ્રાવકે મીઠું બોલવું. ૪, ચોથા બોલે શ્રાવકે ચતુરાઇથી કે અવસર જાણી બોલવું. ૫. પાંચમા બોલે શ્રાવકે અહંકાર રહિત બોલવું. ૬. છઠ્ઠા બોલે શ્રાવકે મર્મકારી ભાષા બોલવી નહીં. ૭. સાતમા બોલે શ્રાવકે સૂત્ર સિદ્ધાંતના ન્યાયથી બોલવું. ૮. નવમા બોલે બોલે શ્રાવકે સર્વ જીવોને સાતાકારી ભાષા બોલવી. આયુષ્ય બંધના કારણો - (૧) નરકનું આયુષ્ય ૪ પ્રકારે બાંધ:- ૧. મહા આરંભ કરે (પાપના મોટા ધંધા કરે) ૨. મહા પરિગ્રહ રાખે (ઇચ્છા સીમિત ન કરે) ૩. મધ-માંસનો આહાર કરે.૪. પંચેન્દ્રિયની ઘાત કરે. (૨) મનુષ્યનું આયુષ્ય ૪ પ્રકારે બાંધ:- ૧. ભદ્ર પ્રકૃતિવાળા હોય.૨. વિનય પ્રકૃતિવાળા હોય. ૩. દયાવાળા હોય.૪.ધમંડ-ઈર્ષ્યા રહિત હોય. (૩) તિર્યંચનું આયુષ્ય ૪ પ્રકારે બાંધઃ-૧-કપટ કરે.મહાકપટ કરે, છલ-પ્રપંચ કરે ૩. જૂઠ બોલે ૪. ખોટા તોલ, ખોટા માપ કરે. (૪) દેવતાનું આયુષ્ય ૪ પ્રકારે બાંધ:- ૧. સંયમ પાળે ૨. શ્રાવકના વ્રત પાળે ૩. અજ્ઞાન દશાથી તપ કરે ૪. અનિચ્છાથી કષ્ટ સહન રહે. (૫) મોક્ષ પ્રાપ્તિ ૪ પ્રકારે -૧સમ્યગૂ જ્ઞાન ૨. સમ્યગ્દર્શન ૩. સમ્યક ચારિત્ર૪. સમ્યક તપ, આ ચારેયની ઉત્તમ આરાધના કરી કેવળ જ્ઞાન અને કેવળ દર્શનનું ઉપાર્જન કરવાથી અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ મજ ર૦૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત : છ પ્રકારે અજીર્ણ અને સુફલઃઅજીર્ણ સુફલ ૧. જ્ઞાનનું ઘમંડ, કુતર્ક નમ્રતા, નિરહંકાર યશોકામનાની મતિ લઘુતા, અનકમ્પા ૩. તપનું ક્રોધ શાંતિ, નિર્મોહ, અલ્પેચ્છા ૪. ક્રિયાનું અન્યથી ધૃણા, ઈર્ષ્યા આત્માનંદ, પ્રેમ, સમભાવ વૃદ્ધિ ૫. ધનનું લાલસા, કંજૂસાઈ, પરતિરસ્કાર સંતોષ, દાન, સવ્યવહાર ૬. બલનું લડાઈ, આત્મોત્કર્ષ–સ્વપ્રશંસા સેવા–ભાવ, ગંભીરતા, ગમ ખાવી. ચશો ભાવના શું છે? : માનવ કંઈ કરીને યશ–પ્રશંસા ઈચ્છે, તે અવગુણ છે. * માનવ કંઈ કરીને બીજાથી પોતાને ચઢિયાતો દેખાડવા ઇચ્છે, તે અજ્ઞાનદશા છે. માનવ કંઈ કરીને પોતાને ઊંચા અને બીજાઓને નિમ્ન દેખાડવા ઇચ્છે તો તે મૂર્ખતા છે. જ્ઞાની કહે છે કે– યશ, પૂજા, સત્કાર, સન્માનને કીચડ સમાન સમજો. આ બધા અહંભાવના પોષક છે. તે આત્માને માટે સૂક્ષ્મ શલ્ય છે, કાંટાછે માટે યશ અને નામનાની ચાહના કરવી, તે આત્માની અવનતિ કરવાની એક પ્રક્રિયા છે. સુખી અને ઉન્નત જીવોના ત્રણ ગુણ: (૧) કમ ખાઓ (૨) ગમ ખાઓ (૩) ની જાઓ. દસ શ્રમણ ધર્મ: ૧. ક્ષમા કરવી. ૨. ઘમંડ રહિત હોવું. ૩. કપટવૃત્તિ છોડીને સરલ થવું. ૪. લોભ લાલસા ત્યાગ. ૫. મમત્વ પરિગ્રહથી મુક્ત થવું. ૬. સત્યવાન હોવું, ઈમાનદારીથી ભગવદાશા પાલન. ૭. મન, વચન અને કાયાનો અને ઈદ્રિયોનો પૂર્ણ સંયમ હોવો. ૮. તપસ્યા અને સ્વાધ્યાયમાં લીન રહેવું. ત્યાગ પચ્ચખાણ કરવા, શ્રમણોને પોતાના આહારાદિ દેવા. ૧૦. શુદ્ધ બ્રહ્મચર્ય પાલન (મન, વચન અને કાયાથી). ક્રોધીના અવગુણ:ક્રોધી મહા ચંડાલ આંખ્યા કરદે રાતી, ક્રોધી મહા ચંડાલ ઘડ ધડ ધ્રુજે છાતી | ક્રોધી મહા ચંડાલ ગિણે નહીં માતા ભાઈ, ક્રોધી મહા ચંડાલ દોનો ગતિ દેત ડુબાઈ ક્રોધી મહા ચંડાલ ગિણે નહીં થાલી કુંડો, ક્રોધી મહા ચંડાલ જાય નરકમાં ઊંડો // દસ મુંડન : ૧. શ્રોતેન્દ્રિય મુંડન ૬. ક્રોધ મુંડન-ગુસ્સો નહીં કરવો. ૨. ચક્ષુઇન્દ્રિય મુંડન ૭. માન મુંડન-ઘમંડ નહીં કરવો. ૩. ઘાણેન્દ્રય મુંડન ૮. માયા મુંડન-કપટ નહીં કરવું. ૪. રસનેન્દ્રિય મુંડન ૯. લોભ મુંડન-લાલસાઓ છોડવી. ૫. સ્પર્શેન્દ્રિય મુંડન ૧૦. શિરમુંડન-લોચ કરવો. Page #207 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ શાસ્ત્રઃ સૌજન્ય દાતાઓને આભાર સહ ધન્યવાદ | ૨૦૦ પાંચેય ઇન્દ્રિયોના મનોજ્ઞવિષયોની લાલસા રાખવી અને શુભાશુભ સંયોગોમાં રાગદ્વેષ નહીં કરતાં તટસ્થ ભાવમાં રહેવું, તે ઈન્દ્રિયોનું મુંડન કહેવાય છે. II ઉપદેશી સ્તવન : બોલ સંગ્રહ સંપૂર્ણ II ) એ પરિશિષ્ટ વિભાગ સંપૂર્ણ ના I fપદેશ શારા સાવશs; '/ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના સંપૂર્ણ . સારાંશ પુસ્તકોના વિષયોમાં શંકા-કુશંકા કરી કર્મબંધન કરતાં જિજ્ઞાસાથી આગમ મનીષી મુનિરાજશ્રીથી પત્ર સંપર્ક કરી જ્ઞાન-વૃદ્ધિ કરવી જોઈએ. નિવેદક - જીગ્નેશ બી. જોષી બત્રીસ આગમોનો ગુજરાતી સારાંશ વાંચીને સંક્ષેપમાં જાણી શકાય છે કે જૈનાગમોમાં શું શું સમજાવ્યું છે. બત્રીસ આગમોનો ગુજરાતી સારાંશ આઠ પુસ્તકોમાં પોસ્ટ ખર્ચસહિત કુલ રૂા. ૪૦૦/-નો M.O. રાજકોટ મોકલી પ્રાપ્ત કરી શકાય છે. આઠેય ભાગો પ્રકાશિત થવાની યોજના સંપૂર્ણ થઈ ગયેલ છે. રાજકોટનું સરનામું નેહલહસમુખભાઈમહેતા,આરાધનાભવન,ચંદ્રપ્રભુ એપાર્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, ૬/૧૦વૈશાલીનગર, રાજકોટ-૩૬૦૦૦૧ - - -- ------ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સૌજન્ય દાતાઓને આભાર સહ ધન્યવાદ ૧. શ્રી શરદભાઈ જમનાદાસ મહેતા, રાજકોટ ૨. સ્વ. પ્રભાબેન મોહનલાલ મહેતા(ગુરુકુલવાળા) પોરબંદર ૩. શ્રીમતી ભાવનાબેન વસંતલાલ તુરખીયા, રાજકોટ ૪. શ્રી લાલજી કુંવરજી સાવલા (તુંબડી), ડોંબીવલી ૫. f. ૭. સ્વ. રંજનબેન ચંદ્રકાંત દોશી (કુંદણીવાળા) રાજકોટ શ્રીમતી જ્યોત્સનાબેન પ્રકાશભાઈ વોરા, રાજકોટ શ્રી નવલ સાહિત્ય પ્રકાશન ચેરીટેબલ ટ્રસ્ટ, સુરેન્દ્રનગર શ્રીમતી મધુબેન રજનીકાંત કામદાર, રાજકોટ(તરંગ એપા.) ૯. શ્રી નરેન્દ્રભાઈ શાંતિલાલ કામદાર, લાતુર ૮. ૧૦. શ્રીમતી કીનીતાબેન દીલીપકુમાર ગાંધી, રાજકોટ ૧૧. શ્રી નંદાચાર્ય સાહિત્ય સમિતિ, બદનાવર ૧૨. શ્રી પ્રફુલભાઈ ત્રીભોવનદાસ શાહ, રાજકોટ ૧૩. શ્રી મનહરલાલ છોટાલાલ મહેતા, રાજકોટ. ૧૪. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, મલાડ (વેસ્ટ) ૧૫. શ્રી આચાર્ય ૐકારસૂરિ આરાધના ભવન, સુરત ૧૬. શ્રી હરીલાલ મંગળજી મહેતા, મુંબઈ ૧૭. ડૉ. ભરતભાઈ ચીમનલાલ મહેતા, રાજકોટ ૧૮. ધીરેન્દ્ર પ્રેમજીભાઈ સંગોઈ, માટુંગા ૧૯. શ્રી ચંદુભાઈ વોરા, મોમ્બાસા ૨૦. ડો. સુધાબેન ભૂદરજી હપાણી, રાજકોટ(૮ સેટ) ૨૧. શ્રી શાંતિલાલ છોટાલાલ શાહ (સાયલાવાળા) અમદાવાદ ૨૨. શ્રી વલ્લભજી ટોકરશી મામણીયા, મુંબઈ ૨૩. શ્રી મણીલાલ ધનજી નીસર, થાણા જૈન શ્રમણોની ગોચરી અને શ્રાવકાચાર પ્રકાશિત થઈ ગયેલ છે. (પોકેટ સાઈઝમા) મૂલ્ય : શ. ૫/ ૧૦૦ અને તેથી વધારે માટે મૂલ્ય : રૂ।. ૩/ - Page #209 -------------------------------------------------------------------------- ________________ શુભાશીર્વાદ પૂજ્ય સાહેબ શ્રી નરસિંહજી સ્વામી પ્રેરક પૂ. મુનિરાજ શ્રી રામચન્દ્રજી રવામી સંપાદક મુનિ શ્રી પ્રકાશચન્દ્રજી રવામી ચાટી જર નથી न चोरहार्य न च राज्यहार्य, न भ्रातृभाज्यं न च भारकारि । व्यये कृते वर्धत एव नित्यं, विद्याधनं सर्वधनप्रधानम् ॥ નવલા પ્રકાશ સંસ્કારવર્ધક સામયિક ચોર ચોરી ન શકે, રાજ્યસત્તા હરીનશકે, ભાઈ ભાગ ન પડાવી શકે અને ભારરૂપ પણ ન થાય. જેમ જેમ વ્યય કરો તેમ વધે એવું વિધા (જ્ઞાન) રૂપી ધન સર્વ ધનમાં પ્રધાન છે. વિદ્યાનું આ મહત્વ હોવાથી આપ જ્ઞાનવર્ધક – સંસ્કારવર્ધક સાહિત્ય વાંચો તથા બીજાને વંચાવો.... આર્થિક રીતે સમૃદ્ધ થવા કરતાંય જ્ઞાનથી સમૃદ્ધ થવામાં વધારે લાભ છે. અર્થ આ ભવ પૂરતો છે. જ્યારે જ્ઞાન તો ભવાય સાથે આવે છે. આપ આ સંસ્કારવર્ધક માસિક નવલા પ્રકાશ વાંચવાની દ્રૌણા અન્ય ભાવિકોને પણ કરશો તો શાના અને સંસ્કાર દલાલીનો લાભ મેળવશો. દ્વિવાર્ષિક લવાજમ ૩ ૨૦૦= દશ વાર્ષિક લવાજમ રૂા. 00/ સંપર્ક સૂત્ર સુરેન્દ્રનગર પ્રફુલ્લકુમાર કે. તુરખીયા તુરખીયા રેડીમેડ સ્ટોર્સ, ઠે. ધ્રાંગધ્રાના ઉતારા સામે, સુરેન્દ્રનગર. (સૌરાષ્ટ્ર) પીન ઃ ૩૬૩ ૦૦૧, ફોન : ૨૬૪૫૭ : 000 મુંબઈ રમણીકલાલ નાગજીભાઈ દેઢિયા દુર્ગા ટેક્ષટાઈલ્સ, ૧૦, ન્યુ હિંદમાતા ક્લોથ માર્કેટ, હોટલ શાંતિદૂત નીચે, દાદર, મુંબઈ ૪૦૦ ૦૧૪. ફોનઃ (ઓ) ૪૧૧ ૨૭૧૭ (ઘ) ૪૧૩ ૬૩૩૪ રવિવારે બંધ Page #210 -------------------------------------------------------------------------- ________________ ગમ મલી જનાગરી નવનીતા ની પ્રશ્નોતરી સક આગની સાનીથી શ્રી તિલોકમુનિજી 0 8 ૧૯-૧ર-૧૯૪૭ દીલn 8 19 U-1997 દીક્ષાગુરુ - શ્રમણશ્રેષ્ઠ પૂજ્ય શ્રી સમર્થમલજી મ.સા., નિશ્રાગુરુ - પૂજ્યશ્રી ચમ્પાલાલજી મ.સા. (પ્રથમ શિષ્ય), આગમ જ્ઞાનવિકાસ સાંનિધ્ય - પૂજ્યશ્રી પ્રકાશચંદ્રજી મ.સા., લેખન સંપાદન કલા વિકાસ સાંનિધ્ય - પૂજ્યશ્રી કન્ડેયાલાલજી મ.સા. 'કમલ', નવજ્ઞાન ગુચ્છ પ્રમુખતા વહન - શ્રી ગૌતમમુનિજી આદિ સંત ગણની, વર્તમાન નિશ્રા - શ્રમણ સંઘીય આચાર્યશ્રી શિવમુનિજી મ.સા., બાર વર્ષે અધ્યાપન પ્રાવધાનમાં સફળ સહયોગી - (1) તત્ત્વચિંતક સફળ વકતા મુનિશ્રી પ્રકાશચન્દ્રજી મ.સા. (અજરામર સંઘ) (2) વાણીભૂષણ પૂજ્યશ્રી ગિરીશચંદ્રજી મ.સા. (ગોંડલ એ છે કે સંપ્રદાય), ગુજરાતી ભાષામાં ગુરુપ્રાણ આગમ બત્રીસીના સંપાદન સહયોગરૂપ, અનુપમ લાભ પ્રદાતા - ભાવયોગિની સ્થવિરા પૂ. શ્રી લીલમબાઈ મ.સ.. આગમ સેવા:- ચારેય છેદ સુત્રોનું હિન્દી વિવેચનલેખન (આગમ પ્રકાશન સમિતિ, ખ્યાવરથી પ્રકાશિત). ૩ર આગમોનું સારાંશ લેખન. ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગના 5- ખંડોમાં સંપાદન સહયોગ. ગુણસ્થાન સ્વરૂપ, ધ્યાન સ્વરૂ૫, ૧૪નિયમ, ૧૨વ્રતનું સરળ સમજણ સાથે લેખન સંપાદન. વર્તમાન સેવા :- ગુજરાત જૈન સ્થાનકવાસી સમુદાયોનાં સંત સતીજીને આગમજ્ઞાન પ્રદાન. ૩ર આગમના ગુજરાતી વિવેચન પ્રકાશનમાં સંપાદન સહયોગ. સર આગમોના પ્રશ્નોત્તર લેખન, સંપાદન (હિન્દી). આગમ સારાંશ ગુજરાતી ભાષાંતરમાં સંપાદન સહયોગ અને આગમ પ્રશ્નોત્તરનું ગુજરાતી સંપાદન., ! મુનિશ્રી પ્રકાશચન્દ્રજી Fon Privre & P enal Us