________________
ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૧૧ : શિથિલાચાર-શુદ્ધાચાર
B
૧૯૩
(૨૨) સ્વલિંગવાળાના અભાવની સ્થિતિ વિના સાધુ સાધ્વીએ આપસમાં આલોચના, પ્રાયશ્ચિત્ત કરવાનું પણ કલ્પતું નથી. વ્યય, ઉ—૫.
(૨૩) સાધુ સાધ્વી બન્નેને એક બીજાના ઉપાશ્રયે જવું, બેસવું વગેરે કોઈ કાર્ય કરવાનું કલ્પતું નથી. વાચના લેવા દેવાનું હોય તેમજ સ્થાનાંગ કથિત પાંચ કારણ હોય તો જઈ શકે છે, એ સિવાય કેવળ દર્શન કરવા, સેવા(પર્યાપાસના) કરવા, અહીં તહીંની વાતો કરવા વગેરે માટે જવાનું કલ્પતું નથી.
—બૃહત્કલ્પ, ઉદ્દે—૩, સૂ—૧,૨ અને વ્યવ—ઉ-૭. ઠાણાંગ. અ.૫ (૨૪) જે સાધુ મુખ વગેરેને વીણા જેવું બનાવે અને તેનાથી વીણા જેવો અવાજ કાઢે તો પ્રાયશ્ચિત્ત આવે છે. – નિશી,૫
-
(૨૫) કોઈના દીક્ષાર્થી કે સાધુના ભાવ પલટાવી અને પોતાના બનાવવાનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત. – નિશીથ−૧૦.
(૨૬) ગૃહસ્થનો ઔષધ ઉપચાર કરે કે તેને ઉપચાર બતાવે તો પ્રાયશ્ચિત્ત.
– નિશિથ ૧૨ (૨૭) વિહાર વગેરેમાં ગૃહસ્થ પાસે ભંડોપકરણ ઉપડાવે તો પ્રાયશ્ચિત્ત. – નિશીથ ૧૨ (૨૮) ચાલીશ વર્ષથી ઓછી ઉંમર વાળા તરુણ, નવદીક્ષિત અને બાળમુનિએ દરેક સાધુએ આચાર્ય, ઉપાધ્યાય વિના રહેવું કલ્પતું નથી. કારણકે એ શ્રમણ બે થી અનુશાસિત રહે તો જ તે દીર્ઘકાલ સુધી સમાધિવંત રહી શકે છે અર્થાત્ આચાર્ય અને ઉપાધ્યાય બેની એના પર સંભાળ રહેવી આવશ્યક છે. – વ્ય,ઉ,૩
એ ત્રણેને આચાર્ય ઉપાધ્યાયની નિશ્રામાંજ રહેવાનું સૂત્રમાં કહ્યુંછે. માત્ર સ્થવિરની નિશ્રામાં કે કેવલ એક પદવીધરની નિશ્રામાં એમનું સદાને માટે રહેવાનું આગમ વિપરીત છે. અર્થાત્ કોઈ પણ વિશાળ ગચ્છને આચાર્ય ઉપાધ્યાય અને પ્રવર્તિનીની પદ વ્યવસ્થા વિના લાંબા સમય સુધી રહેવું કલ્પતું નથી. – વ્ય—૩ (૨૯) સંઘાડાના મુખી બનીને વિચરનારમાં દ્ર ગુણ હોવા જોઈએ. ઠાણા. ૬, તેમાં એક આ પણ છે કે બહુશ્રુત હોવા જોઈએ. જઘન્ય માં જઘન્ય સંપૂર્ણ આચારાંગ નિશીથ અર્થ સહિત કંઠસ્થ કરનાર બહુશ્રુત કહેવાય છે.
—બૃહત્કલ્પસૂત્ર, ઉદ્દે—૩, સૂત્ર—૧,૨ અને ભાષ્યગાથા—૯૩, નિચૂગા ૪૦૪ (૩૦) પોતાના પારિવારિક કુળોમાં ‘બહુશ્રુત’ જ ગોચરીએ જઈ શકે છે, બીજા નહિ. ~ વ્ય—૬. મોટા આજ્ઞા આપે તો પણ એકલા અબહુશ્રુત જઈ શકે નહિ. સાથે અથવા સ્વયં બહુશ્રુત હોવા જોઈએ.
(૩૧) યોગ્ય અયોગ્ય સર્વને એક સાથે વાચના દેવી પ્રાયશ્ચિત્તનું કારણ છે. (૩૨) પ્રતિક્રમણ - જ્ઞબ્ધિત્તે, તમ્મને, સોકે, તવાસિપ, તત્તિવ્વાવસાળે,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org