________________
ક
આ ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૩: બાર વ્રત
ઉપયોગ સહિત બે કરણ ત્રણ યોગથી જીવન પર્યંત ત્યાગ. બનતી કોશીશે અતિચારોને ટાળવાનો પ્રયત્ન કરીશ. પાંચ પ્રકારઃ- (૧) કન્યા-વર સંબંધી અર્થાત્ મનુષ્ય સંબંધી (૨) પશુ સંબંધી (૩) ભૂમિ–સંપત્તિ સંબંધી (૪) થાપણ સંબંધી (પ) ખોટી સાક્ષી સંબંધી (વ્યાપાર તેમજ પરિવાર સંબંધી આગાર). મોટકા (સ્થૂલ) જૂઠની પરિભાષા – રાજદંડે, લોકભંડે(ધિક્કારે) બીજાઓની સાથે ધોખો થાય, વિશ્વાસઘાત થાય, વગર અપરાધે કોઈને ભારે નુકસાન ભોગવવું પડે, ઇજ્જત તેમજ ધર્મને ઠેસ પહોંચાડવી, જીવન કલંકિત થાય, આવું જૂઠ મોટુંસ્થૂલ હોય છે. તે શ્રાવકને માટે છોડવા યોગ્ય છે. આગારઃ- વ્યાપાર સંબંધી પ્રવૃત્તિનો આગાર. અવિવેક અથવા ભૂલનો આગાર. કોઈ આદત ટેવ સુધરી ન શકે ત્યાં સુધી આગાર. બને ત્યાં સુધી આદત સુધારવાની કોશિશ કરીશ. સ્વપર પ્રાણ રક્ષાનો તેમજ સંઘની પરિસ્થિતિઓનો આગાર, સરકારી કાયદાનું પાલન થાય નહિ ને કોઈ કારણસર જૂઠું બોલવું પડે તો આગાર. અતિચાર:– (૧) વગર વિચાર્યે આક્ષેપ લગાવવો (૨) એકાંતમાં વાતચીત કરતી વ્યક્તિઓ પર આરોપ લગાવવો (૩) પોતાની સ્ત્રી અથવા પુરુષના મર્મને ખોલવા (૪) અહિતકારી, ખોટી સલાહ આપવી (૫) વિશ્વાસઘાત કરીને ખોટા લેખ લખવા. આ પાંચ અતિચાર છે. (૩) ત્રીજું વ્રત: સ્થૂલ અદત્તાદાન વિરમણ(મોટી ચોરીનો ત્યાગ) :
પાંચ પ્રકારની મોટી ચોરીનો બે કરણ ત્રણ યોગથી જીવનપર્યત ત્યાગ. પાંચ અતિચારોને બને ત્યાં સુધી ટાળવાની કોશિશ કરીશ. સૂલ ચોરીના પાંચ પ્રકારઃ- (૧) ભીંત, દરવાજા આદિમાં છિદ્ર કરીને અથવા તોડીને (૨) વસ્ત્ર, સૂત(ધાગા), સોના આદિની ગાંઠ, પેટી ખોલીને ચોરી કરવી. ખિસ્સા કાપવા આદિ (૩) તાળા તોડીને અથવા ચાવી લગાવીને ચોરી કરવી. (૪) માર્ગમાં ચાલતાને લૂંટવા (૫) કોઈની માલિકીની કીંમતી વસ્તુ ચોરીની ભાવનાથી લેવી. આગાર – ત્રીજા અતિચારનું પાલન થઈ શકે નહીં તો તેનો આગાર, બીજાપણ જે અતિચાર પ્રવૃત્તિમાં છે અને તે ન છૂટી શકે તેવા છે તો તેનો પણ આગાર; બનતી કોશિશ તેને છોડવાનો પ્રયત્ન કરીશ. અતિચાર :- (૧) જાણી બૂઝીને પાંચ પ્રકારની ચોરીની વસ્તુ ખરીદવી. (૨) પાંચ પ્રકારની ચોરી કરવાવાળાને સહાયતા આપવી (૩) રાજ્યનિયમ વિરુદ્ધ આચરણ કરવું (૪) જાણીને ખોટા તોલ અને ખોટા માપ કરવા (૫) વેચવા માટે ચીજ દેખાડ્યા પછી નકકી કરેલી ચીજને બદલાવીને અથવા મિશ્રણ કરીને આપવી. આ પાંચ અતિચાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org